________________
પૌરાણિક મહાકાવ્ય
૧૦૭
વાતા: સુવાય કરી છે.' કવિનો વિશેષ પરિચય તેમની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. ૨. શાન્તિનાથ ચરિત
આ કૃતિ ૬ સર્ગાત્મક છે. તેમાં ૫૦૦૦ શ્લોક છે. તેના કર્તા પૌમિકગચ્છીય અજિતપ્રભસૂરિ છે. તે વીરપ્રભસૂરિના શિષ્ય છે. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે : પર્ણમિકગચ્છમાં ચન્દ્રસૂરિ, તેમના શિષ્ય દેવસૂરિ, તેમના શિષ્ય તિલકપ્રભ અને તેમના શિષ્ય વીરપ્રભ થયા. આ કૃતિની રચના સં. ૧૩૦૭માં થઈ છે. અજિતપ્રભસૂરિની એક અન્ય કૃતિ ભાવનાસાર પણ મળે છે. આ કૃતિ શાન્તિનાથચરિત પહેલાં તેમણે રચી હતી.' ૩. શાનિાનાથ ચરિત
આ સાત સર્ગોનું કાવ્ય છે. તે ૪૮૫૫ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યના કથાનકનો આધાર પ્રાચીન ચરિત ગ્રન્થ છે. સર્ગોનાં નામ વર્ણનીય કથાંશ પર આધારિત છે. એક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ કરાયો છે પરંતુ સર્ગાત્તે વિભિન્ન છંદો દ્વારા કથાપરિવર્તનનો કંઈક સંકેત કરાયો છે. કાવ્યમાં શાન્તિનાથ, વજાયુધ, અશનિઘોષ, સુતારા આદિના ભવાન્સરોનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય પુરાણોની જેમ આમાં પણ અલૌકિક અને અતિપ્રાકૃતિક ઘટનાઓની ભરમાર છે. મંગલકુંભ ધનદ, અમરદત્ત નૃપ વગેરે અનેક અવાન્તર કથાઓની યોજનાને કારણે કથાપ્રવાહમાં શિથિલતા આવી ગઈ છે.
૧. શાન્તિનાથચરિત, સર્ગ ૧, શ્લોક ૩૩-૩૪:
प्रक्रान्तोऽयमुपक्रमः खलु मया कि तयगर्यक्रमः ।
स्वस्यानुस्मृतये जडोपकृतये चेतो विनोदाय च ॥ ૨. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૩૭૯; બિલ્ફિયો.
ઈન્ડિકા. તેનો ગુજરાતી અનુવાદ પણ મળે છે, તે જૈન આત્માનંદ સભા, ભાવનગરથી
સં. ૨૦૦૩માં પ્રકાશિત થયો છે. ૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૧૦ ૪. હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, હસ્ત. ક. ૪૨૯ તથા ૬૮૪૦. આ કૃતિનો
પરિચય ડૉ. શ્યામશંકર દીક્ષિતે પોતાના શોધપ્રબંધ “તેરમી-ચૌદમી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય'ના અપ્રકાશિત અંશમાં વિસ્તારથી આપ્યો છે, તે જોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org