________________
પૌરાણિક મહાકાવ્ય
૧૦૫
૧. શાન્તિનાથચરિત
મમ્મટકત કાવ્યપ્રકાશના ટીકાકાર માણિક્યચન્દ્રસૂરિની આ બીજી રચના છે. તેની એક તાડપત્રીય પ્રતિ મળે છે. તેમાં આઠ સર્ગ છે. તેનું પરિમાણ ૫૫૭૪ શ્લોકપ્રમાણ છે. તેનો નિર્દેશ કવિએ પોતે કર્યો છે. તેનો આધાર હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહા મનાય છે.
તેમાં એમ તો મહાકાવ્યનાં પ્રાયઃ બધાં બાહ્યલક્ષણો છે પરંતુ ભાષાશૈથિલ્ય, સર્વાગીણ જીવનનું ચિત્ર ઉપસ્થિત કરવાની અક્ષમતા અને માર્મિક સ્થાનોની અત્યલ્પતા તેને મહાકાવ્ય માનતા રોકે છે. સર્ગોનાં નામ વર્ણિત ઘટનાઓના આધારે રાખવામાં આવ્યાં છે. તેમાં પદે પદે જૈનધર્મસંબંધી ઉપદેશ છે. સાતમો સર્ગ તો જૈનધર્મના સિદ્ધાન્તોથી પૂરો ભરેલો છે. કાવ્યમાં વૈરાગ્યમૂલક શાન્તરસ પ્રધાન છે. તેનું કથાનક શિથિલ છે પરંતુ તેમાં પ્રબન્ધરૂઢિઓનું પાલન થયું છે. મંગલાચરણ પરમબ્રહ્મની સ્તુતિથી શરૂ થાય છે. ચરિતમાં અવાન્તર કથાઓની ભરમાર છે. છઠ્ઠા, સાતમા અને આઠમા સર્ગમાં વિવિધ આખ્યાનો દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાંક સ્થાને સ્વમતપ્રશંસા અને પરમતખંડન આવે છે. કાવ્યમાં સ્તોત્રો અને માહાલ્યવર્ણનોની પ્રચુરતા દેખાય છે. છઠ્ઠા અને આઠમા સર્ગમાં શાન્તિનાથનાં સ્તોત્રો તથા કેટલાંય તીર્થોનાં માહાભ્યોનું વર્ણન છે.
આ શાન્તિનાથનું કથાનક બરાબર તે જ છે જે મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથ મહાકાવ્યનું છે, પરંતુ પ્રસ્તુત કાવ્યમાં કથાનકનું વિભાજન નવીન રીતે કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સર્ગમાં શાન્તિનાથના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભવનું વર્ણન છે,. બીજા સર્ગમાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજા સર્ગમાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથા સર્ગમાં આઠમા અને નવમા ભવનું અને પાંચમાસર્ગમાં દસમા અને અગીઆરમા ભવનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં શાન્તિનાથનાં જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનોત્પત્તિ અને દેશનાનું વર્ણન છે. સાતમા સર્ગમાં દેશના અન્તર્ગત દ્વાદશ ભાવના તથા શીલના મહિમાનું વર્ણન છે અને છેલ્લા આઠમા સર્ગમાં શાન્તિનાથના નિર્વાણનું વર્ણન છે. કથાનકવિભાજનની દૃષ્ટિએ જ નહિ પરંતુ નવીન અવાન્તર
૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૦; હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પ્રતિ ૪૬,૮૬૫ ૨. તુ સતસંયુછે પંરપરાશતા ફતો (?) I
પ્રત્યક્ષર/ના પ્રસ્થાને મરિદ II અભ્યાઇ પવઝ | પ્રશસ્તિ, શ્લોક ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org