________________
४८
જેને કાવ્યસાહિત્ય
જિનસેને પોતાના પૂર્વવર્તી જે વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે તે છે – સમન્તભદ્ર, સિદ્ધસેન, દેવનન્ટિ, વજસૂરિ, મહાસન (સુલોચનાકથાના કર્તા), રવિષેણ (પદ્મપુરાણના કર્તા), જટાસિંહનન્ટિ (વરાંગચરિતના કર્તા), શાન્ત (કોઈ કાવ્ય ગ્રંથના કત), વિશેષવાદિ (ગદ્યપદ્યમય વિશિષ્ટ કાવ્યના સર્જક), કુમારસેન, વીરસેન (કવિઓના ચક્રવર્તી), જિનસેન (પાર્વાક્યુદયના કર્તા) તથા એક અન્ય કવિ (વર્ધમાનપુરાણના કર્તા).૧
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા (શ. સ. ૭૦૦ = વિ. સં. ૮૩૫ = સન્ ૭૭૮ ઈ.)માં પોતાના પૂર્વવર્તી અનેક જૈન (જે. અને દિગં.) અને અજૈન કવિઓને યાદ કર્યા છે. કેટલાક વિદ્વાન રવિષેણના પાચરિત અને જટાનદિના વરાંગચરિતની જેમ એક ગાથા વડે આ હરિવંશની સ્તુતિની પણ કલ્પના કરે છે જે સંભવિત નથી કારણ કે હરિવંશ કુવલયમાલા પછીની (૫ વર્ષ પછીની) રચના છે. પૂર્વવર્તી રચનામાં પરવર્તી રચનાના ઉલ્લેખની ઓછી જ સંભાવના રહે છે. બીજી વાત એ છે કે કુવલયમાલાના નીચે આપેલા પદ્યમાં પ્રથમ હરિવંશોત્પત્તિના કર્તા હરિવર્ષ કવિની, બુધજનપ્રિય હોવાને કારણે અને વિમલ અભિવ્યક્તિને કારણે, વંદના કરવામાં આવી છે :
बुहयणसहस्सदयियं हरिवंसुप्पत्तिकारयं पढमं ।
वंदामि वंदियंपि ह हरिवरिसं चेय विमलपयं ॥ આનાથી જાણ થાય છે કે તે હરિવંશ અન્ય કવિની કૃતિ હતી, આ ન હતી.
કેટલાક વિદ્વાન ઉક્ત ગાથાથી વિમલસૂરિકત હરિવંશચરિયું હોવાની સંભાવના સ્વીકારે છે અને માને છે કે સંભવતઃ જિનસેનનો હરિવંશ વિમલસૂરિના પ્રાકૃત હરિવંશચરિયની છાયા છે. આ વિષયમાં અમે પઉમરિયના પ્રસંગે ઉક્ત સંભાવનાનું ખંડન કરી દીધું છે. હા, હરિવર્ષકૃત પ્રાકૃત કે સંસ્કૃતમાં કોઈ હરિવંસુપ્પત્તિ ઉપલબ્ધ થાય તો જિનસેનના હરિવંશનું મૂળ શું હતું એ વિષય ઉપર કંઈક પ્રકાશ પડી
૧. સર્ગ ૧. ૩૧-૪૦; આમાં વિશેષવાદિથી શું ઉદ્યોતનસૂરિ તો અભિપ્રેત નથી ને ?
તેમની કુવલયમાલી ગદ્યપદ્યમય ઉક્તિવિશેષોથી ભરપુર એવું કાવ્ય છે. ૨. કુવલયમાલા સિંઘી જૈન. ગ્રન્થમાલા, ૪૫), પૃ. ૩; એજન, દ્વિતીય ભાગ, પ્રસ્તાવના, - પૃ. ૭૬ અને નોટ્સ પૃ. ૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org