________________
४६
જૈન કાવ્યસાહિત્ય
કામનાઓ અલ્પ યત્ન પૂરી થશે તથા ધર્મ, અર્થ અને મોક્ષને તે પ્રાપ્ત કરશે.' અત્તે ગ્રંથકારે હરિવંશને સમીહિત સિદ્ધિ માટે શ્રીપર્વત કહ્યો છે. આ શ્રીપર્વત આધ્રપ્રદેશનો નાગાર્જુનીકોપ્ટા છે જે જિનસેનના સમયે પણ ઋદ્ધિ-સિદ્ધિના માટે દેશપ્રસિદ્ધ કેન્દ્ર મનાતું હતું. -
ગ્રંથકારપરિચય અને રચનાકાલ – આ ગ્રંથની સમાપ્તિમાં ૬૬મા સર્ગમાં એક મહત્ત્વપૂર્ણ પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે પ્રસ્તુત કૃતિના સર્જક પુન્નાટસંઘીય જિનસેન છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ જિનસેન મહાપુરાણ (આદિપુરાણ)ના કર્તા મૂલસંઘીય સેનાન્વયી જિનસેનથી ભિન્ન છે. આ જિનસેનના ગુરુનું નામ કીર્તિષણ અને દાદાગુરુનું નામ જિનસેન હતું, જ્યારે બીજા જિનસેનના ગુરુનું નામ વીરસેન અને દાદાગુરુનું નામ આર્યનજિ હતું.
પુત્રાટ કર્ણાટકનું પ્રાચીન નામ છે, અને આ દેશમાંથી નીકળેલા મુનિસંઘનું નામ પુત્રાટસંઘ પડ્યું. હરિવંશના ૬૬માં સર્ગમાં મહાવીરથી શરૂ કરી લોહાચાર્ય અર્થાત્ વી.નિ. ૬૮૩ વર્ષ પછીના વર્ષ સુધીની આચાર્યપરંપરા આપવામાં આવી છે, જે પરંપરા શ્રુતાવતાર આદિ અન્ય ગ્રંથોમાં મળે છે. ત્યારબાદ જે આચાર્યપરંપરા આપવામાં આવી છે તેમાં પુન્નાટસંઘના પૂર્વવર્તી અનેક આચાર્યોનાં નામો આપવામાં આવ્યાં છે, જેમકે વિનયધર, શ્રુતિગુપ્ત, ઋષિગુપ્ત, શિવગુપ્ત (જેમણે પોતાના ગુણોથી અહિંદુબલિપદ પ્રાપ્ત કર્યું હતું), મન્દરાય, મિત્રવીર, બલદેવ, બલમિત્ર, સિંહબલ, વીરવિતુ, પદ્મસેન, વ્યાધ્રહસ્તિ, નાગહસ્તિ, જિલદંડ, નષેિણ, દીપસેન, ધરસેન, ધર્મસેન, સિંહસેન, નદિષેણ, ઈશ્વરસેન, અભયસેન, સિદ્ધસેન, અભયસેન, ભીમસેન, જિનસેન, શાન્તિણ, જયસેન, અમિતસેન (પુત્રાટસંઘના અગ્રણી અને સો વર્ષ જીવનાર), તેમના મોટા ગુરુભાઈ કીર્તિષેણ અને તેમના શિષ્ય જિનસેન (ગ્રન્થકર્તા).
આમાં અમિત સેનને પુન્નાટસંઘના અગ્રણી કહેવામાં આવ્યા છે. તેથી પ્રતીત થાય છે કે તેઓ જ પુન્નાટસંઘને છોડી સૌપ્રથમ ઉત્તર તરફ ગયા હશે અને તેમની પહેલાં જયસેન ગુરુ સુધી આ સંઘ પુત્રાટ દેશમાં જ વિચરણ કરતો રહ્યો હશે – અર્થાત જિનસેનથી ૫૦-૬૦ વર્ષ પહેલાં જ કાઠિયાવાડમાં આ સંઘનો પ્રવેશ થયો હશે. જિનસેને આ ગ્રંથની રચના શક સં. ૭૦૫ (સન્ ૭૮૩) અર્થાત વિ.સં. ૮૪૦માં કરી હતી. ઉપર્યુક્ત ગુર્નાવલીથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ ૧. સર્ગ ૬૬. ૪૬ ૨. સર્ગ ૬૬-૫૪ : ચં રિવંશપુખ્યવરિત: શ્રીપર્વતઃ સર્વતો | ૩. સર્ગ ૬૬, ૨૨-૩૩ ૪. સર્ગ દદ, પદ્ય પર : શાર્વશતે સમુ દિશ વોત્તરપૂત્તર ... !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org