________________
૮૦
જેન કાવ્યસાહિત્ય
આદિનાહચરિય
ઋષભદેવના ચરિતનું વિસ્તારથી આલેખન કરનારો આ પ્રથમ ગ્રંથ છે. આમાં પાંચ પરિચ્છેદ છે. ગ્રંથાગ ૧૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. આ ગ્રંથનું બીજું નામ ઋષભદેવચરિત પણ છે. આની રચના ઉપર “ચઉપમહાપુરિસચરિયેનો પ્રભાવ છે. ઉક્ત ગ્રંથની એક ગાથા આમાં ગાથા સં. ૪પના રૂપમાં જેમની તેમ ઉદ્ધત કરવામાં આવી છે. અપભ્રંશની ગાથાઓ પણ આમાં મળે છે. આ હજુ સુધી અપ્રકાશિત છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય છે. તેમની બીજી રચનાઓ છે - ૧૫000 ગાથા પ્રમાણ મનોરમાચરિયું (સં. ૧૧૪૦) તથા ધર્મરત્નકરંડવૃત્તિ (સં. ૧૧૭૨) પણ. આદિનાહચરિયનો રચનાકાળ સં. ૧૧૬૦ આપવામાં આવ્યો છે.
પ્રથમ તીર્થંકર ઉપર રિસભદેવચરિય નામે ૩૨૩ ગાથાઓની એક રચના વધુ મલે છે, તેનું બીજું નામ ધર્મોપદેશશતક પણ છે. તેના કર્તા ભુવનતુંગસૂરિ છે. ૨
બીજા અને ત્રીજા તીર્થકર ઉપર પ્રાકૃતમાં કોઈ રચના ઉપલબ્ધ નથી. ચોથા અભિનન્દનનાથ ઉપર કેવળ એક રચનાનો ઉલ્લેખ મળે છે.' સુમઈનાહચરિય
પાંચમા તીર્થંકર સુમતિનાથના ચરિતનું વર્ણન કરનારો પ્રાકૃત અને સંસ્કૃતમાં આ પહેલો ગ્રંથ છે. તે ૧૬૨૧ શ્લોકપ્રમાણ છે. તેમાં અનેક પૌરાણિક કથાઓ આપવામાં આવી છે. પાટણના ગ્રંથભંડારોની સૂચીમાં તેનો નિર્દેશ છે.
કર્તા અને રચનાકાળ – તેના કર્તા વિજયસિંહસૂરિના શિષ્ય સોમપ્રભાચાર્ય છે. તે બૃહગચ્છના હતા. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ “કુમારપાલપ્રતિબોધ' પ્રકાશિત થઈ ગયો છે. તેમનો વિશેષ પરિચય ઉક્ત પ્રસંગે દઈશું. આ ગ્રંથ તેમણે કુમારપાળ રાજાના રાજ્યકાળમાં રચ્યો હતો. સંભવતઃ આ આચાર્યની પ્રથમ કૃતિ છે, તેથી એને કુમારપાળના રાજ્યારોહણ વર્ષ સં. ૧૧૯૯માં લખી હોવી જોઈએ. તેમની
૧. જિનરત્નકોશ, પૃ. ૨૮ અને પ૭ ૨. એજન, પૃ. ૫૭ ૩. એજન, પૃ. ૧૪ ૪. એજન, પૃ. ૪૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org