________________
૧૦૦
આ ચિરતની ભાષા સરળ, સુંદર અને મધુર છે. સર્વત્ર પ્રસંગાનુરૂપ અને ભાવાનુકૂલ છે. કહેવતોનો પ્રયોગ ઓછો થયો છે. અલંકારોનો સમુચિત પ્રયોગ કરાયો છે. અનુપ્રાસ અને યમકના પ્રયોગથી ભાષા શ્રુતિમધુર અને પ્રવાહિત બની ગઈ છે. અર્થાલંકારોમાં સાદશ્યમૂલક ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપકનો પ્રયોગ ઘણો થયો છે. તેમની સાથે અતિશયોક્તિ, દૃષ્ટાન્ત, પરિસંખ્યા, વ્યતિરેક, બ્રાન્તિમાન્ વગેરે અલંકારોનો સુંદર પ્રયોગ અહીં-તહીં મળે છે.
સમસ્ત શ્રેયાંસનાથચરિત અનુષ્ટુપ્ છંદમાં નિબદ્ધ છે, કેવલ પ્રત્યેક સર્ગના અંતિમ બે પદ્ય અન્ય છંદોમાં છે. આમ આ ચિરતમાં અનુષ્ટુપ્, ઉપજાતિ, લક્ષ્મી, વસંતતિલકા, આર્યા, સ્વાગતા તથા શાર્દૂલવિક્રીડિત આ સાત છંદોનો પ્રયોગ થયો
H
કવિપરિચય અને રચનાકાલ આ ચરિતના અંતે કવિએ પ્રશસ્તિ આપી છે. તેના અનુસાર ગ્રન્થકાર માનતુંગસૂરિ કોટિકગણની વૈરિશાખાગત ચન્દ્રગચ્છ સાથે સંબંધ ધરાવતા હતા. ચન્દ્રગચ્છમાં શીલચન્દ્ર આચાર્યને પાંચ શિષ્યો હતા - ચન્દ્રસૂરિ, ભરતેશ્વરસૂરિ, ધનેશસૂરિ, સર્વદેવસૂરિ અને ધર્મઘોષસૂરિ. તેમાંથી ધર્મઘોષસૂરિ ગચ્છાધિપતિ થયા. સર્વદેવસૂરિની શિષ્યપરંપરામાં ક્રમશઃ ચન્દ્રપ્રભસૂરિ, જિનેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ થયા. આ રત્નપ્રભસૂરિના શિષ્ય માનતુંગસૂરિ પ્રસ્તુત કાવ્યના સર્જક છે. આ કાવ્યની રચના વિ.સં. ૧૩૩૨માં થઈ છે. આ કાવ્યનો આધાર દેવભદ્રાચાર્યવિરચિત પ્રાકૃત શ્રેયાંસનાથરિત છે. આ વાત કવિએ પોતે જ પ્રથમ સર્ગના ૧૩મા અને ૧૮મા પદ્યમાં સૂચવી છે. આ કાવ્યનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે.
જૈન કાવ્યસાહિત્ય
―
શ્રેયાંસનાથ ઉપર બીજી રચના ભટ્ટારક સુરેન્દ્રકીર્તિ (સં. ૧૭૨૨-૨૩)ની હોવાનો ઉલ્લેખ મળે છે.
૧. એજન, સર્ગ ૧. ૧૭૦, ૨૫૧, ૪૨૭, ૪૨૮; ૨. ૩૨૯-૩૩૦; ૭. ૬૧ ૨..એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૨.
૩. પુંડરીકચરિત, સર્ગ ૧૩. ૧૪૪-૧૪૫ ૪. જિનરત્નકોશ, પૃ. ૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org