________________
૧૦૨
જૈન કાવ્યસાહિત્ય
વિદ્યમાન છે. અનુપ્રાસ અને યમક જેવા અલંકારોનો પ્રયાગ બહુ જ થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉપ્રેક્ષા, દષ્ટાન્ન અને અર્થાન્તરન્યાસ વગેરે સાદશ્યમૂલક અલંકારોની યોજના પણ અહીં-તહીં થઈ છે. આ રીતે વિવિધ અલંકારોનો પ્રયોગ કરી કવિએ પોતાના કાવ્યના કલાપક્ષને સમૃદ્ધ કર્યો છે.
પ્રસ્તુત કાવ્યમાં અનુષ્ટ્રમ્ અને વસંતતિલકા કેવળ આ બે છંદોનો જ પ્રયોગ થયો છે. આખા સર્ગોમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ છે અને બધા સર્ગોને અંતે અંતિમ બે પદ્યોમાં વસંતતિલકાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ચરિતનું પરિમાણ ૫૪૯૪ શ્લોકપ્રમાણ છે. આ વાત કવિએ પોતે જ પ્રશસ્તિમાં કહી છે.
કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં કવિની ગુરુપરંપરાનો પરિચય છે. તે મુજબ, ગ્રન્થકર્તા વર્ધમાનસૂરિ નાગેન્દ્રગથ્વીય હતા. નાગેન્દ્રગચ્છમાં વીરસૂરિના શિષ્ય પરમારવંશીય વર્ધમાનસૂરિ થયા. તેમના પટ્ટધર ક્રમશઃ શ્રીરામસૂરિ, ચન્દ્રદેવસૂરિ, અભયદેવસૂરિ, ધનેશ્વરસૂરિ અને વિજયસિંહસૂરિ થયા. વિજયસિંહસૂરિના શિષ્ય જ પ્રસ્તુત કાવ્યના સર્જક વર્ધમાનસૂરિ છે. તેમણે અણહિલપુરમાં આ કાવ્યનું સર્જન સં. ૧૨૯૯માં કર્યું હતું. વિમલનાથચરિત
તેરમા તીર્થંકર વિમલનાથ ઉપર સંસ્કૃતમાં ચાર રચનાઓ મળે છે. તેમાં પહેલી છે પાંચ સર્ગોમાં રચાયેલું સુંદર ગદ્ય ચરિતકાવ્ય. તેનું નામ તો વિમલનાથચરિત છે પરંતુ તેના પ્રથમ ત્રણ સર્ગોનાં નામ ક્રમશઃ દાનધર્માધિકાર, શીલ-તપાધિકાર અને ભાવાધિકાર છે, બાકીના બે સર્ગોમાં તીર્થંકર વિમલનાથનાં ગર્ભ, જન્મ, તપ, કેવળજ્ઞાન, દેશના વગેરેનું વર્ણન છે. પહેલા દાનધર્માધિકારમાં વિમલનાથના પૂર્વભવના જીવ રાજા પધસેનના વર્ણનના પ્રસંગે ધર્મની શ્રેષ્ઠતા ઉપર સુબુદ્ધિની કથા, કદાગ્રહ ઉપર કુલપુત્રની કથા, દાનધર્મ ઉપર રત્નચૂડની કથા (આમાં બાલક
૧. એજન, સર્ગ ૧.૧, ૪૪; ૨. ૭૬૨, ૭૬૩, ૨૦૦૬; ૩. ૯, ૨૦, ૪૩૩, ૪૩૪,
૬૫૬ ૨. એજન, પ્રશસ્તિ, શ્લોક ૨૮-૩૧ 3. ततोऽसौ निधिनिध्यर्कसंख्ये (१२९९) विक्रमवत्सरे।
आचार्यश्चरितं चके वासुपूज्यविभोरिदम् ।। ૪. હીરાલાલ હંસરાજ, જામગનર, સન્ ૧૯૧૦; આ કૃતિનો ગુજરાતી અનુવાદ જૈન
આત્માનન્દ સભા, ભાવનગરથી સં. ૧૯૮૫માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org