________________
પૌરાણિક મહાકાવ્ય
વાસુપૂજ્યચરિત
બારમા તીર્થંકર ઉપ૨ સંસ્કૃતમાં કેવળ એક જ કાવ્યરચના મળે છે. તેનું વિવેચન નીચે આપ્યું છે.
૧
આ કાવ્યમાં વાસુપૂજ્યના ચરિતનું વર્ણન છે. જો કે આ કૃતિ ચાર જ સર્ગમાં વિભક્ત છે છતાં તેનું પરિમાણ સાડા પાંચ હજાર શ્લોકપ્રમાણ છે. આ કાવ્યના કથાનકનો આધાર પ્રાચીન જૈન પુરાણગ્રન્થો છે.
આ કાવ્ય આહ્લાદનાંકિત છે. સર્ગોનાં નામ વર્જ્ય વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. કૃતિમાં વાસુપૂજ્યના પૂર્વભવોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. સમસ્ત કથાનકમાં સ્તોત્રો અને ધર્મોપદેશ વ્યાપ્ત છે. તેમાં તે સમયે રચાયેલાં કાવ્યોની અપેક્ષાએ વધારે અવાન્તરકથાઓ આપવામાં આવી છે. પુણ્યાઢવ, હંસકેશવ, ૨તિસાર, વિદ્યાપતિ, સનત્કુમાર, શૃંગારસુંદરી, સંવર, ચન્દ્રોદર, સૂરચન્દ્ર, વિક્રમ, હંસ, લક્ષ્મીકુંજ, નાગિલ, સિંહ, ધર્મ, સુરસેન-મહાસેન, કેશરી, સુમિત્ર, મિત્રાનન્દ અને સુમિત્રા આ ઓગણીસ અવાન્તરકથાઓની યોજના આ કાવ્યમાં કરવામાં આવી છે. આ કથાઓમાં પણ ઉપકથાઓ છે. કથાઓમાં અનેક ચમત્કારી તત્ત્વો દાખલ કરવામાં આવ્યાં છે.
૧૦૧
ચરિત્રચિત્રણની દૃષ્ટિએ કાવ્યમાં તીર્થંકર વાસુપૂજયના ચરિત્રનો પૂર્ણ વિકાસ દર્શાવાયો છે. બાકીનાં પાત્રો - વિમલબોધિ, વજ્રનાભ, જયા વગેરે થોડા સમય માટે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. કવિનાં પ્રકૃતિવર્ણનો અને સૌન્દર્યવર્ણનો પ્રાયઃ ધાર્મિકતાથી ઓતપ્રોત છે અને જે છે તે ઓછાં જ છે. ધાર્મિક અને દાર્શનિક તત્ત્વોની ચર્ચા અહીં-તહીં ખૂબ કરવામાં આવી છે. કાવ્યના અન્તિમ બે સર્ગોમાં સામાજિક રીત-રિવાજો, પરંપરાઓ અને શ્રદ્ધાઓનું સુંદર ચિત્રણ થયું છે. વાસુપૂજ્યના જન્મથી માંડી દીક્ષાના અવસર સુધી લૌકિક રીત-રિવાજોના ઉલ્લેખો આવે છે.
આ ચરિતની સંસ્કૃત ભાષા સરસ અને સરળ છે. તેના અનુષ્ટુપ્ છંદોમાં મધુરતા અને લાલિત્ય ભરપૂર છે. ક્યાંક ક્યાંક ૮-૧૦ શ્લોકોનાં કુલકોમાં લાંબા લાંબા સમાસોથી યુક્ત પદાવલીઓનો પ્રયોગ થયો છે. પરંતુ કવિએ પ્રાયઃ અસમસ્ત શૈલીનો જ પ્રયોગ કર્યો છે. આ ચિરતની ભાષામાં આલંકારિકતા સર્વત્ર
૧. જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૮૩૦; જિનરત્નકોશ, પૃ. ૩૪૮
૨. એજન, ૩. ૩૫૦-૪૦૦, ૫૪૦-૫૯૬ ૩. એજન, ૨. ૯૯૧; ૩. ૪૦૬-૪૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org