________________
૯૮
જૈન કાવ્યસાહિત્ય
કથા અને ઉપકથાઓનાં અનેક પાત્રોનું ચરિત્રચિત્રણ કૃતિમાં થયું છે પરંતુ પ્રકૃતિવર્ણન અને કલાત્મક સૌન્દર્યચિત્રણ અલ્પ પ્રમાણમાં જ છે. આ કાવ્યમાં ધર્મોપદેશને વધુ પડતું સ્થાન આપવામાં આવ્યું છે.
કૃતિની ભાષા સરળ તથા વૈદર્ભી રીતિથી યુક્ત છે. તેમાં પદે પદે અનુપ્રાસમંડિત પદવિન્યાસ મળે છે. કહેવતો, લોકોક્તિઓ અને સૂક્તિઓનો આ ચરિતની ભાષામાં અભાવ છે. તેમાં દેશી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ નથી થયો તથા સમસ્ત પદાવલીનો પ્રયોગ પણ ઓછો થયો છે. સાદશ્યમૂલક અલંકારોમાં ઉત્વેક્ષા અને રૂપકનો પ્રયોગ અધિક થયો છે.
આ કૃતિની રચના અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે પરંતુ સર્ગજો અન્ય છંદોનો પ્રયોગ થયો છે. કવિએ કૃતિનું પરિમાણ ૯૧૪૧ શ્લોકપ્રમાણ દર્શાવ્યું છે. : કવિ પરિચય અને રચનાકાળ- આ કાવ્યના અને પ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરા આપી છે. તે અનુસાર સર્વાનન્દસૂરિ સુધર્માચરચ્છના હતા. સુધર્માગચ્છમાં જયસિંહ નામના એક પ્રસિદ્ધ વિદ્વાન થયા. તેમની પટ્ટપરંપરામાં ક્રમશઃ ચન્દ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ અને શીલભદ્રસૂરિ થયા. શીલભદ્રસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિ થયા. આ ગુણરત્નસૂરિ પ્રસ્તુત કાવ્યના કર્તાના ગુરુ હતા. સર્વાનન્દસૂરિએ આ કાવ્યની રચના વિ.સં. ૧૩૦રમાં કરી હતી. તેમની બીજી કૃતિ પાર્શ્વનાથચરિત (સં. ૧૨૯૧) ઉપલબ્ધ છે.
પાંચમી કૃતિ ભટ્ટારક શુભચન્દ્રત છે. તેમાં ૧૨ સર્ગો છે. તે ઉપલબ્ધ છે. અન્ય કવિઓએ રચેલાં ચંદ્રપ્રભચરિતકાવ્યોના ઉલ્લેખો મળે છે. તે કવિઓમાં પંડિતાચાર્ય (અજ્ઞાત સમય), આંચલિકગચ્છના એક સૂરિ, પં. શિવાભિરામ (૧૭મી સદી) તથા ધર્મચન્દશિષ્ય દામોદર (સં. ૧૭૨૭)નાં નામો જાણમાં આવ્યાં છે. દામોદરની કૃતિ જયપુરના પટોદી મંદિરમાં છે. - નવમા તીર્થંકર પુષ્પદન્ત વિષયક કોઈ એક સંસ્કૃત રચના જ્ઞાત છે.
દસમા તીર્થંકર શીતલનાથ ઉપર એક કૃતિનો ઉલ્લેખ મળે છે.*
૧. પ્રશસ્તિ શ્લોક ૭– શ્રી સર્વાનન્દષુિનાનપીળાર્પશુપાંશુવર્ષે (૨૩૦૨). ૨. રાજસ્થાન કે સંત : વ્યક્તિ એવં કૃતિત્વ, પૃ. ૧૦0; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૪. એજન, પૃ. ૩૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org