________________
પૌરાણિક મહાકાવ્ય
૯૩
સંસ્કૃતમાં તીર્થકરોના જીવનચરિત સંબંધી અનેક જુદી જુદી કાવ્યરચનાઓ મળે છે. તેમનો પરિચય હવે આપવામાં આવે છે. પધાનન્દમહાકાવ્ય
આ મહાકાવ્ય પ્રથમ તીર્થકર ઋષભદેવના ચરિત્ર સંબંધી છે. તેની રચના પદ્મમંત્રીની વિનંતીથી કરવામાં આવી હોવાથી તેનું નામ પદ્માનન્દ મહાકાવ્ય રાખવામાં આવ્યું. આ કાવ્યનું બીજું નામ જિનેન્દ્રચરિત્ર પણ છે. કવિની બીજી કાવ્યકૃતિ બાલભારતની જેમ આ કૃતિ પણ “વીરાંક' ચિહ્નથી વિભૂષિત છે. તેમાં ૧૯ સર્ગ છે અને અનુષ્ટ્રભુ પ્રમાણથી શ્લોકસંખ્યા ૬૩૮૧ છે. તેની કથાનો આધાર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' છે.
કવિએ પરંપરાગત કથાનકમાં કંઈ પણ ફેરફાર કર્યા વિના તેને શ્રેષ્ઠ મહાકાવ્યના ગુણોથી અલંકૃત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રથમ સત્રે પ્રસ્તાવનારૂપ છે. બીજાથી છઠ્ઠા સર્ગ સુધી ઋષભદેવના ૧૨ પૂર્વભવોનું વર્ણન છે. સાતમામાં જન્મ, આઠમામાં બાળલીલા, યૌવન, વિવાહ; નવમામાં સંતાનોત્પત્તિ, દશમામાં રાજ્યાભિષેક, અગિયારમા–બારમામાં જતુક્રીડા અને દીક્ષાગ્રહણ, તેરમામાં કેવળજ્ઞાનપ્રાપ્તિ, ચૌદમામાં સમવસરણ - દેશના વગેરે, પંદર-સોળ-સત્તરઅઢારમામાં ભરત-બાહુબલિ-મરીચિના વૃત્તાન્ત સાથે અંતે ઋષભદેવ અને ભરતના નિર્વાણનું વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં કથા ૧૮મા સર્ગમાં જ સમાપ્ત થઈ જાય છે પરંતુ ઓગણીસમા સર્ગમાં કવિએ પ્રશસ્તિરૂપે પોતાની ગુરુપરંપરા, કાવ્યરચના, ઉદેશ્ય, પ્રેરણાદાયક પદ્યમંત્રીની વંશાવલીનું વિવરણ આપ્યું છે. આમ આદિ અને અંતના સર્ગ પ્રસ્તાવના તથા પ્રશસ્તિરૂપે છે, બાકીના ૧૭ સર્ગમાં કથાવર્ણન છે.
આ કાવ્યમાં ઋષભદેવ, ભરત અને બાહુબલિના ચરિત્રને જ વિકસિત રૂપ આપવામાં આવ્યું છે, બાકીનાને નહિ. પ્રકૃતિચિત્રણ પણ ભવ્યરૂપે કર્યું છે. સૌન્દર્યચિત્રણમાં બાહ્યની અપેક્ષાએ આંતરિક સૌન્દર્યનું આલેખન કરવામાં વિશેષ ધ્યાન અપાયું છે.
૧. ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, વડોદરા, ૧૯૩૨; જિનરત્નકોશ, પૃ. ૨૩૪. વિશેષ
પરિચય ડૉ. શ્યા. શ. દીક્ષિત લિખિત “૧૩મી-૧૪મી શતાબ્દીમાં જૈન સંસ્કૃત મહાકાવ્ય'ના અપ્રકાશિત ભાગમાં આપવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org