________________
૯૪
જૈન કાવ્યસાહિત્ય
આ કાવ્યના પરિવેશમાં કવિએ પોતાના સમયનાં પ્રચલિત રીતરિવાજો, અંધવિશ્વાસો, વિવાહવિધિ વગેરેનું નિરૂપણ કરી તત્કાલીન સમાજનો પરિચય આપ્યો છે. ૧,
કવિને પોતાની બીજી કૃતિ “બાલભારતમાં જૈનધર્મના સિદ્ધાંતો-નિયમોનું નિરૂપણ કરવાનો અવસર મળ્યો ન હતો પણ આ કાવ્યમાં તેમના નિરૂપણને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક ચર્ચા દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને તેરમા સર્ગમાં આવે છે.
કાવ્યમાં વિવિધ રસ અને અલંકારની યોજના અનેક સ્થળે સુંદર રીતે કરવામાં આવી છે. ભાષાપાંડિત્યને પ્રગટ કરવા માટે યમક અને અનુપ્રાસનો પ્રયોગ અધિક માત્રામાં થયો છે. અર્થાલંકારોમાં માલોપમા, અર્થાન્તરન્યાસ અને રૂપકની યોજના અનેક સ્થળે થઈ છે. અન્ય અલંકારોમાં અસંગતિ, મુદ્રાદીપક, વિષમ, સહોક્તિ, વિરોધ, પરિવૃત્તિના પણ સુંદર પ્રયોગો થયા છે. - આ કાવ્યમાં અધિકાંશ સર્ગોમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદ બદલાય છે. ૧૪-૧૫માં સર્ગોમાં વિવિધ છન્દોનો પ્રયોગ પણ થયો છે. પઘાનન્દ કાવ્યમાં ૩૪ છંદોનો પ્રયોગ થયો છે, તેમાંથી અનેક એવા છંદ છે જેમનો પ્રયોગ અન્યત્ર ઓછો થયો છે જેમકે સુન્દરી, મેઘવિહૂર્જિતા, ચન્દ્રિણી, - પ્રબોધિતા, ઉત્થાપિની, આદિ.
રચયિતા અને રચનાકાલ – આ કાવ્યના સર્જક સુપ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિ છે. આ કાવ્યની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ સં. ૧૨૯૭ની મળે છે. આ પ્રતિ ઉપરથી સિદ્ધ થાય છે કે કૃતિ એ સમય પહેલાં રચાઈ છે. આ કાવ્યની રચના વીસલદેવ (સં. ૧૨૯૪-૧૩૩૮)ના રાજ્યકાળમાં તેમના મંત્રી પદ્મની વિનંતીથી કરવામાં આવી હતી. તેથી વીસલદેવના પ્રથમ રાજ્યવર્ષ સં. ૧૨૯૪
૧. સર્ગ ૯. ૭૧, ૭૩-૧૦૨; ૨. ૧૭૭ ૨. એજન, સર્ગ ૨. ૧૭; ૧૪. ૬૭, ૭૩-૭૪, ૧૦૬-૧૦૭ આદિ. ૩. એજન, સર્ગ ૨.૨૪, ૭૩, ૧૬૯; ૪. પ૭, ૫૮, ૧૦૦, ૧૮૫, ૨૧૬, ૨૪૦; ૬.
૧૦૩; ૧૨. ૬૭; ૧૬. ૭૧ આદિ. ૪. પીટર્સનનો પ્રથમ રિપોર્ટ, પૃ. ૫૮ તથા પધાનન્દની અંગ્રેજી ભૂમિકા, પૃ. ૩૪ ૫. પદ્માનન્દ, સર્ગ ૧૯, શ્લોક ૬૦-૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org