________________
પૌરાણિક મહાકાવ્ય
પછી તેની રચના થઈ હશે એમ જણાય છે. આમ તેનો રચનાકાળ સં. ૧૨૯૪ અને ૧૨૯૭ વચ્ચે હોવો જોઈએ. તેની રચના બાલભારત પછી કરવામાં આવી હતી. પ્રથમ તીર્થંકર ઉપર અન્ય રચનાઓ
આદિનાથ ચરિત ઉપર બીજી રચના વિનયચંદ્રની છે. તેનો રચનાકાળ વિ.સં. ૧૪૭૪ છે. વિનયચંદ્ર નામ ધરાવતા અનેક વિદ્વાનો થયા છે પરંતુ આ વિનયચંદ્ર કોણ છે એ જ્ઞાત નથી. એક વિનયચંદ્ર (રવિપ્રભસૂરિશિષ્ય)નાં રચેલાં ત્રણ ચરિતો - મલ્લિનાથચરિત, મુનિસુવ્રતનાથચરિત અને પાર્શ્વનાથચરિત મળે છે, પરંતુ તેમનો સમય વિ.સં. ૧૩૦૦ આસપાસ છે. તેથી સ્પષ્ટ છે કે આદિનાથચરિતના કર્તા આ વિનયચંદ્રથી ભિન્ન છે.
સકલકીર્તિ (૧૫મી શતી) દ્વારા રચિત આદિનાથપુરાણમાં ૨૦ સર્ગ છે અને શ્લોકસંખ્યા ૪૬૨૮ છે. તેની વર્ણનશૈલી સુંદર અને સરસ છે. તેનું બીજું નામ વૃષભનાથચરિત્ર પણ છે. ભટ્ટારક સકલકીર્તિનો પરિચય તેમના હરિવંશપુરાણના પ્રસંગે આપી દીધો છે.
આ જ વિષયની અન્ય રચનાઓમાં ચન્દ્રકીર્તિ (૧૭મો શતક), શાન્તિદાસ અને ધર્મકીર્તિ આદિની રચનાઓનો ઉલ્લેખ મળે છે. નેમિકુમારના પુત્ર વાલ્મટે કાવ્યમીમાંસામાં પોતાના ઋષભદેવચરિતનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત સંસ્કૃત નાટકકાર હસ્તિમલકત કન્નડ ગદ્યમાં આદિપુરાણ અને શ્રીપુરાણ મળે છે; તેના ઉપર જિનસેનના આદિપુરાણનો સ્પષ્ટ પ્રભાવ છે. અજિતનાથપુરાણ
બીજા તીર્થકર અજિતનાથ ઉપર કાણસિંહના પુત્ર અરુણમણિ અપરનામ લાલમણિએ અજિતનાથપુરાણ લખ્યું છે. પાકુર ભાગના લેખકે તેની હસ્તપ્રત જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં જોઈ હતી. બે કૃતિ મૌલિક નથી પરંતુ જિનસેનના આદિપુરાણ તથા હરિવંશપુરાણ વગેરે ગ્રંથોમાંથી વિસ્તૃત અંશોને ઉદ્ધત કરીને
૧. જિનરત્નકોશ, પૃ. ૨૮ ૨. એજન, પૃ. ૨૮; પ્રકાશિત – જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, ૧૯૩૭ ૩. એજન, પૃ. ૨૮-૨૯ . ૪. એજન, પૃ. ૫૭ ૫. એજન, પૃ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org