________________
પૌરાણિક મહાકાવ્ય
૮૯
અંતે સમેતશિખર ઉપર પહોંચી તેમના મોક્ષ પામવાનું વૃત્તાન્ત છે.
આ પ્રાકૃત ચરિતમાં ગુણભદ્ર રચેલા સંસ્કૃત ઉત્તરપુરાણમાં વર્ણવેલા પાર્શ્વનાથચરિતથી કેટલીક બાબતોમાં અંતર છે જેમકે મરુભૂતિની પત્ની વસુન્ધરા કમઠ પ્રત્યે સ્વયં આકર્ષાઈ. તેમાં છઠ્ઠા ભવના વજનાભના વિવાહના પ્રસંગમાં જે યુદ્ધનું વર્ણન છે તે રઘુવંશના ઈન્દુમતી-અજના સ્વયંવરમાં થયેલા યુદ્ધની યાદ અપાવે છે. તેવી જ રીતે આઠમા ભાવમાં કનકબાજુ ચક્રવર્તીના, ખેચરરાજની પુત્રી પદ્મા સાથેના વિવાહનો પ્રસંગ અભિજ્ઞાનશાકુન્તલગત દુષ્યત-શકુન્તલાન વિવાહના પ્રસંગની યાદ અપાવે છે.
રચયિતા અને રચનાકાળ – આ ચરિતના રચયિતા દેવભદ્રાચાર્ય છે. તે વિક્રમની બારમી શતાબ્દીના મહાન વિદ્વાન અને ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમનું નામ આચાર્ય પદવીની પ્રાપ્તિ પહેલાં ગુણચન્દ્રગણિ હતું. તે વખતે સંવત ૧૧૩૯માં શ્રી મહાવીરચરિયું નામનો વિસ્તૃત ૧૨૦૨૪ શ્લોકપ્રમાણ ગ્રંથ તેમણે રચ્યો. તેમનો બીજો ગ્રંથ કથારત્નકોષ છે, આ તેમણે આચાર્ય બન્યા પછી વિ.સં. ૧૧૫૮માં રચ્યો. પ્રસ્તુત પાસનાહચરિયની રચના તેમણે વિ.સં. ૧૧૬૮માં ગોવર્ધન શ્રેષ્ઠિના વંશજ વીરશ્રેષ્ઠિના પુત્ર યશોદેવ શ્રેષ્ઠિની પ્રેરણાથી કરી હતી.
આ ગ્રંથની પ્રશસ્તિમાં લેખકની ગુર્નાવલી આ પ્રમાણે આપવામાં આવી છેઃ ચન્દ્રકુલ વજશાખામાં વર્ધમાનસૂરિ થયા. તેમને બે શિષ્યો હતા - જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ. જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિ અને તેમના શિષ્ય પ્રસન્નચંદ્ર થયા. પ્રસન્નચંદ્રના શિષ્ય સુમતિવાચક અને તેમના શિષ્ય હતા દેવભદ્રસૂરિ. ૧. મહાવીરચરિય
અંતિમ તીર્થંકર મહાવીરના જીવન ઉપર જે પ્રાકૃત રચનાઓ મળે છે તેમાં આ સર્વપ્રથમ છે. આ એક ગદ્યપદ્યમય કાવ્ય છે જે આઠ પ્રસ્તાવો (સર્ગો)માં વિભાજિત છે અને જેનું પરિમાણ ૧૨૦૨૫ શ્લોકપ્રમાણ છે. તેના પ્રારંભના ચાર સર્ગોમાં ભગવાન મહાવીરના પૂર્વ ભવોનું વર્ણન છે અને છેલ્લા ચારમાં તેમના વર્તમાન ભવનું. તેના ઉપર અને તેમની અન્ય કૃતિ પાસનાચરિયું પર કાલિદાસ, ભારવિ અને માઘના સંસ્કૃત કાવ્યોનો પૂર્ણ પ્રભાવ જણાય છે. આ મહારાષ્ટ્રી પ્રાકૃતપ્રધાન રચનામાં અહીં-તહીં સંસ્કૃતનાં તથા અપભ્રંશનાં પદ્યો ઉદ્ભત છે. તેમાં છંદોની વિવિધતા છે. પ્રચુર માત્રામાં તદ્દભવ અને તત્સમ શબ્દોનો
૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૬; પ્રકાશિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્
૧૯૨૯, ગુજરાતી અનુવાદ – જૈન આત્માનન્દ સભા, વિ.સં. ૧૯૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org