________________
પૌરાણિક મહાકાવ્ય
અન્ય કૃતિઓમાં શતાર્થકાવ્ય, શૃંગા૨વૈરાગ્યતરંગિણી, સૂક્તિમુક્તાવલી અને કુમારપાલપ્રતિબોધ છે.
પઉમપહચરિય
આમાં છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનું ચરિત આલેખાયું છે. આ રચના અપ્રકાશિત
છે.
કર્તા અને રચનાકાળ – તેના કર્તા દેવસૂરિ છે. તેમની બીજી કૃતિ સુપાર્શ્વચરિત (પ્રાકૃત)નો પણ ઉલ્લેખ મળે છે. તેમનો અલ્પ પરિચય મળે છે. તે જાલિહરગચ્છના સર્વાનન્દના પ્રશિષ્ય તથા ધર્મઘોષસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. ગ્રંથકારે દર્શાવ્યું છે કે પ્રાચીન કોટિક ગણની વિદ્યાધર શાખામાંથી જાલિહર અને કાસદ્રહગચ્છ એક સાથે નીકળ્યા હતા. અન્ય વાત જે તેમણે સૂચવી છે તે એ છે કે તેમણે દેવેન્દ્રગણિ પાસે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને હરિભદ્રસૂરિ પાસે આગમનો. તેમના દાદાગુરુ સર્વાનન્દ પાર્શ્વનાથચરિતના કર્તા હતા. એક સર્વાનન્દસૂરિના પાર્શ્વનાથચરિતનો સંસ્કૃત ચરિતોમાં પરિચય આપવામાં આવ્યો છે પરંતુ તે પોતાને સુધર્માગચ્છીય કહે છે, અને તેમના પાર્શ્વનાથચરિતનો રચનાકાળ સં. ૧૨૯૧ છે જ્યારે પ્રસ્તુત પ્રાકૃત કૃતિનો સમય સં. ૧૨૫૪ દર્શાવવામાં આવ્યો છે. સુપાસનાહચરિય
આ એક સુવિસ્તૃત અને ઉચ્ચ કોટિની રચના છે. તેમાં લગભગ આઠ હજાર ગાથાઓ છે. આખો ગ્રંથ ત્રણ પ્રસ્તાવોમાં વિભક્ત છે. નામથી સ્પષ્ટ થાય છે કે તેમાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું જીવનચરિત્ર આલેખાયું છે. પ્રથમ પ્રસ્તાવમાં સુપાર્શ્વનાથના પૂર્વભવોનું વર્ણન છે અને બાકીના બે પ્રસ્તાવોમાં તેમના વર્તમાન જન્મનું. પ્રથમ પ્રસ્તાવમાં સુપાર્શ્વનાથના મનુષ્ય અને દેવભવોનું વિસ્તારપૂર્વક વર્ણન કરતાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમણે અનેક ભવોમાં સમ્યક્ત્વ અને સંયમના પ્રભાવથી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરીને તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી સાતમા તીર્થંકરનું પદ પામ્યા. બીજા પ્રસ્તાવમાં તેમનાં જન્મ, વિવાહ અને નિષ્ક્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે, જે અન્ય તીર્થંકરોનાં જન્માદિના વર્ણન જેવું જ છે. અહીં મેરુપર્વત ઉપર દેવોએ કરેલા જન્માભિષેકનું સરસ વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં કેવલજ્ઞાનના વર્ણનપ્રસંગે અનેક આસનો અને વિવિધ તપોનું
૧. જિનરત્નકોશ, પૃ. ૨૩૪ ૨. એજન, પૃ. ૪૪૫
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org