________________
૮૨
વર્ણન ક૨વામાં આવ્યું છે. આ રીતે ગ્રંથમાં વિવિધ ધર્મોપદેશ અને કથાપ્રસંગોની વચ્ચે સુપાર્શ્વનાથનું સંક્ષિપ્ત જીવન વિખરાયેલું ફેલાયું છે. અધિકાંશ ભાગમાં સમ્યગ્દર્શનનું માહાત્મ્ય, શ્રાવકના બાર વ્રત, તેમના અતિચાર તથા અન્ય ધાર્મિક વિષયોને લઈને અનેક કથાઓ આપવામાં આવી છે, આ કથાઓમાં તત્કાલીન બુદ્ધિવૈભવ, કલાકૌશલ, આચાર-વ્યવહાર, સામાજિક રીતરિવાજ, રાજકીય પરિસ્થિતિ અને ભૌતિક જીવન વગેરેનાં ચિત્રો આલેખવામાં આવ્યાં છે.
૧
જૈન કાવ્યસાહિત્ય
આ ચિરતની ભાષા ઉપર અપભ્રંશનો પૂરો પ્રભાવ છે. આમાં અપભ્રંશનાં લગભગ ૫૦ પો પણ સમાવેશ પામેલાં મળે છે. સંસ્કૃતની પદાવલી પણ અપનાવવામાં આવી છે.
-
કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તાનું નામ લક્ષ્મણણિ છે. તેમના ગુરુનું નામ હેમચન્દ્રસૂરિ હતું, તે હર્ષપુરીયગચ્છના હતા, તે જયસિંહસૂરિના પ્રશિષ્ય અને અભયદેવસૂરિના શિષ્ય હતા. તેમના ગુરુભાઈઓમાં વિજયસિંહસૂરિ અને શ્રીચન્દ્રસૂરિ હતા. આ ગ્રંથની રચનાનો પ્રારંભ તેમણે ધંધુક નગરમાં કર્યો હતો અને તેની સમાપ્તિ મંડલપુરીમાં કરી. તેમણે તેને વિ.સં. ૧૧૯૯ના માઘ સુદ ૧ ગુરુવારે સમાપ્ત કર્યો હતો. તે વર્ષે ચૌલુક્ય નરેશ કુમારપાળનો રાજ્યાભિષેક પણ થયો હતો.૨
સુપાર્શ્વનાથચરિત ઉપર પ્રાકૃતમાં જાહિલરગચ્છના દેવસૂરિ તથા કોઈ વિબુધાચાર્યની રચનાઓનો ઉલ્લેખ મળે છે.
ચંદપ્પહચરિય
પ્રાકૃત ભાષામાં આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ ઉપર કેટલાય કવિઓએ રચનાઓ કરી છે. તેમાં પ્રથમ રચના સિદ્ધસૂરિના શિષ્ય વીરસૂરિએ સં. ૧૧૩૮માં કરી
હતી. ૪
જિનેશ્વરસૂરિકૃત દ્વિતીય ચરિતમાં ૪૦ ગાથાઓ છે, જે ખૂબ સરસ છે. તેમાં ચન્દ્રપ્રભ નામની સાર્થકતા દર્શાવતા કવિ કહે છે કે માતાને ગર્ભકાળમાં ચંદ્રયાનનો ૧. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા, બનારસ, સન્ ૧૯૧૮; જિનરત્નકોશ, પૃ. ૪૪૫; તેનો ગુજરાતી અનુવાદ - જૈન આત્માનંદ સભા, ભાવનગરથી સન્ ૧૯૨૫માં પ્રકાશિત થયો છે.
૨. વિશ્વમસ, કામેફ્રિ નવનવવાસ ગજ્જરૢ - પ્રશસ્તિ, ગા. ૧૫-૧૬
• ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૫
૪. એજન, પૃ. ૧૧૯
૫. આનું પ્રકાશન મહાવીર ગ્રંથમાલાથી વિ.સં. ૧૯૯૨માં થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org