________________
પૌરાણિક મહાકાવ્ય
છીએ કે વીર નિર્વાણ પછીથી વિક્રમ સં. ૮૪૦ સુધીની અવિચ્છિન્ન ગુરુપરંપરા આ ગ્રંથમાં સુરક્ષિત છે જે અન્યત્ર જોવા મળતી નથી અને આ દૃષ્ટિએ આ પ્રશસ્તિ મહત્ત્વપૂર્ણ છે.
જાણવા મળે છે કે પુન્નાટસંઘની પરંપરા વર્ધમાનપુર (વઢવાણ – કાઠિયાવાડ)માં જિનસેન પછી લગભગ ૧૫૦ વર્ષો સુધી ચાલતી રહી. તેનું પ્રમાણ આપણને હરિષણના “કથાકોશ'માં મળે છે. હરિષણ પણ પુન્નાટસંઘના હતા અને તેમના કથાકોશની રચના જિનસેને હરિવંશ રચ્યો પછી ૧૪૮ વર્ષે અર્થાત વિ.સં. ૯૮૯ (શક સં. ૮૫૩)માં થઈ હતી. હરિજેણે પોતાના ગુરુ ભીમસેન, તેમના ગુરુ હરિષણ અને તેમના ગુરુ મૌનિભટ્ટારક સુધીનો ઉલ્લેખ કર્યો છે. જો એક ગુરુનો સમય ૨૫-૩૦ વર્ષ ગણવામાં આવે તો આ અનુમાનથી હરિવંશકર્તા જિનસેન, મૌનિભટ્ટારકના ગુરુના ગુરુ હોઈ શકે યા એકાદ પેઢી વધુ પહેલાના. જો જિનસેન અને મૌનિભટ્ટારકની વચ્ચેના એકબે આચાર્યોનાં નામ બીજે ક્યાંકથી જાણી શકાય તો પછી આ ગ્રંથોથી વીર નિથી શક સં. ૮૫૩ સુધીની એક અવિચ્છિન્ન ગુરુપરંપરા તૈયાર થઈ શકે.'
પુન્નાસંઘનો ઉલ્લેખ આ બે ગ્રંથો સિવાય બીજે ક્યાંય હજુ સુધી મળ્યો નથી. વિદ્વાનોનું અનુમાન છે કે પુત્રાટ(કર્ણાટક)ની બહાર નીકળ્યા પછી જ આ સંઘ પુત્રાટસંઘ કહેવાયો જેમ આજકાલ કોઈ એક સ્થાન છોડી બીજા સ્થાનમાં જઈ રહે છે ત્યારે તે પૂર્વ સ્થાનવાળો કહેવાવા લાગે છે.
આ ગ્રંથની રચના નન્નરાજવસતિ પાર્શ્વનાથ મંદિરમાં બેસી કરવામાં આવી
હતી. ૨
જો કે ગ્રંથકર્તા દિગંબરસંપ્રદાયના હતા છતાં પણ હરિવંશના અંતિમ સર્ગમાં ભગવાન મહાવીરના વિવાહની વાત લખી છે જે દિગંબર સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં જણાતી નથી. લાગે છે કે આ માન્યતા શ્વેતાંબર યા યાપનીય સંપ્રદાયના કોઈ ગ્રંથમાંથી લેવામાં આવી છે.
૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૨૦-૧૨૧. ૨. હરિવંશપુરાણ, સર્ગ ૬૬. પર-પપ ૩. એજન, સર્ગ દ૬. ૮ : યશોયાચાં સુતા યશોદ્રા પવિત્રય વીરવિવાદિમૉંન્નમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org