________________
જેન કાવ્યસાહિત્ય
તેમની નીચેની કૃતિઓ છે – ૧. ભરતેશ્વરાભ્યદય કાવ્ય સ્વપજ્ઞ ટીકા સહિત, ૨. રાજીમતીવિપ્રલંભ તથા ૩. ત્રિષષ્ટિમૃતિશાસ્ત્ર. બાકીની કૃતિઓમાં શ્રાવકમુનિ આચાર, સ્તોત્ર, પૂજા, વિધાન અને ટીકાઓ છે. - તેમના ગ્રન્થોના અંતે જે પ્રશસ્તિઓ આપવામાં આવી છે તે પરમાર રાજાઓના ઈતિહાસકાલને જાણવા બહુ ઉપયોગી છે.'
આ ગ્રંથના અંતે જે પ્રશસ્તિ છે તે ઉપરથી જણાય છે કે તેની રચના પરમાર નરેશ જૈતુગિદેવના રાજકાળમાં વિક્રમ સં. ૧૨૯૨માં નલકચ્છપુરના નેમિનાથ મંદિરમાં થઈ હતી.
આદિપુરાણ-ઉત્તરપુરાણ – આદિપુરાણને “ઋષભદેવચરિત' તથા ઋષભનાથચરિત' નામે પણ જાણવામાં આવે છે. તેમાં ૨૦ સર્ગો છે. ઉત્તરપુરાણનું વિશેષ વિવરણ નથી મળી શક્યું.
કર્તા અને રચનાકાળ – આ બંને કૃતિઓના લેખક ભટ્ટારક સકલકીર્તિ છે. તેમનો પરિચય તેમની અન્યતમ કૃતિ હરિવંશપુરાણના પ્રસંગમાં આપવામાં આવ્યો
છે.
ત્રેસઠ મહાપુરુષોનાં ચરિતોથી સંબંધિત કેશવસેન (સં. ૧૯૮૮) અને પ્રભાચન્દ્રનું કર્ણામૃતપુરાણ પણ ઉલ્લેખનીય છે.
રાયમલ્લાન્યુદય – આમાં ચોવીસ તીર્થકરોનાં ચરિત્રો મહાપુરાણ અનુસાર આપવામાં આવ્યાં છે. આ આજ સુધી અપ્રકાશિત છે તથા તેની હસ્તપ્રતિ ખંભાતના કલ્યાણચંદ્ર જૈન પુસ્તક ભંડારમાં છે. પત્ર સંખ્યા ૧૦૫ છે. આ ગ્રંથ અકબરના દરબારી શેઠ ચૌધરી રાયમલ્લ (અગ્રવાલ દિગંબર)ની વિનંતી અને પ્રેરણાથી રચાયો છે, તેથી તેનું નામ “રાયમલ્લાલ્યુદય' રાખવામાં આવ્યું છે."
રચયિતા અને રચનાકાલ – તેના રચયિતા ઉપાધ્યાય પદ્મસુંદર છે. તે નાગોર તપાગચ્છના બહુ મોટા વિદ્વાન હતા. તેમના ગુરુ પદ્મમેરુ અને પ્રગુરુ આનન્દમેરુ હતા. પદ્મસુંદર પોતાના યુગના પ્રભાવક આચાર્ય હતા. બાદશાહ અકબરના ૧. વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૪૩-૩૫૮. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૮ ૩. એજન, પૃ. ૪૨ ૪. એજન, પૃ. ૬૮ ૫. આનો પરિચય પ્રો. પીટર પીટર્સને જર્નલ ઓફ રૉયલ એશિયાટિક સોસાયટી, બોમ્બે
બ્રાંચ (એક્સ્ટ્રા નં. સં. ૧૮૮૭)માં વિસ્તારથી આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org