________________
૬૮
જેન કાવ્યસાહિત્ય
મહાપુરુષોનાં સમુદિત ચરિત્રોનું પ્રાકૃત ભાષામાં આલેખન કરનારા ઉપલબ્ધ ગ્રંથોમાં આ ગ્રંથનું સ્થાન સૌપ્રથમ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં એકકકની દૃષ્ટિએ પણ આ ગ્રંથ સર્વપ્રધાન છે. સંસ્કૃતમાં આના પહેલાં મહાપુરાણ' મળે છે પરંતુ તે પણ એકકર્તુક નથી. તેની પૂર્તિ જિનસેનના શિષ્ય ગુણભદ્રાચાર્યે કરી છે.
આ ગ્રંથ ૧૦૮૦૦ શ્લોકપ્રમાણ છે. આ એક ગદ્યપદ્યમિશ્રિત રચના છે. પ્રારંભમાં ઋષભદેવ ચરિતના મધ્યમાં એક “વિબુધાનન્દનાટક (સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિત) આવે છે અને અત્ર-તત્ર અપભ્રંશમાં રચાયેલાં સુભાષિતો પણ આવે છે. દેશી શબ્દોનો પ્રયોગ પણ ઉચિત માત્રામાં થયો છે. " લેખકે કથાવસ્તુના પૂર્વોતોના રૂપમાં આચાર્યપરંપરાથી પ્રાપ્ત પ્રથમાનુયોગનો નિર્દેશ કર્યો છે પરંતુ તેમની સમક્ષ ભાગ્યે જ પ્રથમાનુયોગ હશે. ગ્રંથકારે પૂર્વવર્તી રચનાઓમાંથી કથાવસ્તુ લીધી છે પરંતુ તેમાં પણ કેટલીય બાબતોમાં ભિન્નતા જણાય છે. ઉદાહરણ તરીકે રામકથાને જ લો. અધિકાંશ વર્ણન તો વિમલસૂરિ રચિત પમિચરિય સમાન છે પણ કેટલીક વાતોમાં ભેદ છે, જેમકે રાવણની બહેનને પઉમરિયમાં ચન્દ્રનખા કહી છે જ્યારે અહીં તેનું નામ સૂર્પનખા છે, પઉમરિયમાં રાવણ લક્ષ્મણના સ્વરમાં સિંહનાદ કરીને રામને ધોખો દે છે, પરંતુ અહીં સુવર્ણમય માયામૃગનો પ્રયોગ કરીને ધોખો દે છે, અહીં રામના હાથે બલિનો વધ થતો બતાવ્યો છે જ્યારે પહેમચરિયમાં બલિ દીક્ષા લે છે. આ બધી વાતો ઉપરથી લાગે છે કે આ રચના ઉપર વાલ્મીકિ રામાયણનો અધિક પ્રભાવ છે. ગ્રંથના અંતે શીલાંકે તો સ્પષ્ટ કહ્યું છે કે રામલક્ષ્મણનાં ચરિત્ર પઉમરિયમાં વિસ્તારથી આલેખવામાં આવ્યાં છે.
આ ગ્રંથનાં ૪૦ ચરિત્રોમાં ૨૧ ચરિત્રો તો કથાઓની અતિ સંક્ષિપ્ત નોંધ જેવાં લાગે છે. કેટલાંક તો ૫-૭ પંક્તિઓમાં કે અડધા-પોણા પૃષ્ઠમાં અને વધુમાં વધુ એક કે સવા પૃષ્ઠમાં સમાપ્ત કરવામાં આવ્યાં છે. માત્ર ૧૯ ચરિત્ર અનેક વિશેષતાઓના કારણે વિસ્તાર પામ્યાં છે – જેમકે મહાપુરુષના ક્રમથી ૧-૨. ઋષભ-ભરત ચરિત, ૩૦-૩૧. શાંતિનાથચરિત (તીર્થંકર-ચક્રવર્તી), ૪૧. મલ્લિસ્વામી અને પ૩. પાર્થસ્વામીચરિત – આ ચાર કથાનાયકના પૂર્વભવોનું વિસ્તારથી વર્ણન છે. ૭. સુમતિસ્વામચરિત પૂર્વભવની કથા તથા શુભાશુભ કર્મવિપાકના લાંબા ઉપદેશના કારણે વિસ્તારથી આલિખિત છે. ૪. સગરચરિત, ૨૯. સનકુમારચરિત, ૩૮. સુભૂમચરિત, ૪૯-૫૦-૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org