________________
૭૦
ઉદ્ધરણો દ્વારા જાણ થાય છે કે શીલાંકે રચેલી કોઈ ‘દેશીનામમાલા' કે દેશીશબ્દકોશની કોઈ ટીકા હશે. એમ તો શીલાંક નામના અન્ય આચાર્ય પણ થઈ ગયા છે પણ તેમની રચનાઓ આગમવિષયક જ છે. બૃહટ્ટિપ્પનિકામાં ‘ચઉપન્નમહાપુરિસરિયં’ની રચનાનો સમય વિ.સં. ૯૨૫ આપ્યો છે. આ શીલાચાર્ય પોતાના સમકાલીન શીલાચાર્ય અ૫૨નામ તત્ત્વાદિત્યથી ભિન્ન છે. તત્ત્વાદિત્યે આચારાંગ તથા સૂત્રકૃતાંગ ઉપર વૃત્તિ લખી છે.
-
કહાવલિ આ ગ્રંથમાં ત્રેસઠ મહાપુરુષોના ચરિત્રોનું આલેખન છે. તેની રચના પ્રાકૃત ગદ્યમાં કરવામાં આવી છે પણ અહીં-તહીં પદ્ય પણ મળે છે. ગ્રંથમાં કોઈ પણ પ્રકારના અધ્યાયોનો વિભાગ નથી. કથાઓના આરંભમાં મા મળ', ‘વાળા મળ' ઇત્યાદિ રૂપે નિર્દેશ માત્ર કરી દેવામાં આવ્યો છે. આ કૃતિ પશ્ચાત્કાલીન ત્રિષષ્ટિશલાકપુરુષચરિત (હેમચન્દ્ર) આદિ રચનાઓનો આધાર છે. તેના ઐતિહાસિક ભાગ ‘થેરાવલીરિયં’ની સામગ્રીનો હેમચન્દ્ર ‘પરિશિષ્ટપર્વ’ અપરનામ ‘સ્થવિરાવલીરિત'માં ઉપયોગ કર્યો છે. આમાં રામાયણની કથા વિમલસૂરિકૃત ‘પઉમચરિય'ને અનુસરે છે પણ અહીંતહીં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમકે સીતાના ગૃહનિર્વાસના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સીતા ગર્ભવતી થઈ ત્યારે તેણે સ્વપ્રમાં જોયું કે તેને બે પરાક્રમી પુત્ર થશે. સ્વપ્રની આ વાત સપત્નીઓ માટે ઈર્ષ્યાનો વિષય બની અને તેમણે છલથી રામની આગળ તેને બદનામ કરવા ઈછ્યું. તેમણે સીતાને રાવણનું ચિત્ર બનાવવાનો આગ્રહ કર્યો. પોતે રાવણનાં મુખ આદિ અંગોને જોયાં જ નથી એમ કહી સીતાએ રાવણના કેવળ પગોનું ચિત્ર બનાવ્યું. એટલે સપત્નીઓએ લાંછન લગાવ્યું કે સીતા રાવણ ઉપર અનુરક્ત છે અને તેનાં ચરણોને વંદન કરે છે. રામે જો કે તેના ઉપર તત્કાલ કોઈ ધ્યાન આપ્યું નહિ પણ સપત્નીઓએ જનતામાં જ્યારે અપવાદ ફેલાવવો શરૂ કર્યો ત્યારે રામે વિવશ બનીને સીતાને નિર્વાસિત કરવી પડી.
જૈન કાવ્યસાહિત્ય
રાવણના ચિત્રની આ ઘટના હેમચન્દ્રે પણ પોતાના ત્રિષષ્ટિશલાકપુરુષચરિતમાં આપી છે.
૧. આનું સંપાદન ઉ. પ્રે. શાહ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ માટે કરી રહ્યા છે. (પરંતુ તે કરી શક્યા નથી. એટલે હવે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીએ ડૉ. રમણીકભાઈ મ. શાહને આ કામ સોંપ્યું છે. બેએક વર્ષમાં પ્રકાશિત થઈ જવાની ધારણા છે. – અનુ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org