________________
પૌરાણિક મહાકાવ્ય
૭૧
કર્તા અને રચનાકાલ – આ મહત્ત્વપૂર્ણ કૃતિના સર્જક ભદ્રેશ્વરસૂરિ છે. તે અભયદેવસૂરિના ગુરુ હતા. અભયદેવના શિષ્ય આષાઢનો સમય વિ.સં. ૧૨૪૮ છે. તેથી ભદ્રેશ્વરનો સમય ૧૨મી શતાબ્દીનાં મધ્યની આસપાસ માની શકાય. પરંતુ આ ગ્રંથની ભાષા ચૂર્તિઓની ભાષાની બહુ જ નજીક છે. સંપાદકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે કહાવલિ ગ્રંથ ૧૨મી શતાબ્દીથી બહુ જ પહેલાનો છે. જુઓ ઉક્ત ગ્રંથની સ્થવિરાવલીના અંશમાંથી નીચેનું અવતરણ : “કો ૩ મઝિવા पुव्वगयावगही खमापहाणो समणो सो खमासमणो नाम जहा आसी इह संपयं देवलाय (देवलोयं) गओ जिणभद्दि(छ)गणि खमासमणो त्ति रयियाइं च तेण विसेसावस्सय विसेसणवई सत्थाणि जेसु केवलनाणदस्सणवियारावसरे पयडियाभिप्पाओ सिद्धसेन વિવાયરો |' આ અવતરણ ઉપરથી જણાય છે કે જિનભદ્ર ક્ષમાશ્રમણ સંપર્ય (આ સમયે) દેવલોક ગયા છે. તેથી કહાવલિને જિનભદ્રથી એકદમ છ છ શતાબ્દીઓ પાછળ ન મૂકી શકાય. જિનભદ્ર બહુ જ ખ્યાતિપ્રાપ્ત હોવાથી તેમના માટે “સાંપ્રત શબ્દ બે શતાબ્દીઓ પાછળ એ અર્થમાં લઈ શકાય. તેથી કહાવલિને આઠમી શતાબ્દી પછીની રચના ગણવી ઉચિત નથી. ૧
ચઉપમહાપુરિસચરિયઆ પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ ૧૦૩ અધિકારોમાં વિભક્ત છે. તેનો મુખ્ય છંદ ગાથા છે. તે ૧૦૦૫૦ શ્લોકપ્રમાણ છે. તેમાં ૮૭૩૫ ગાથાઓ અને ૧૦૦ ઈતર વૃત્ત છે. આ ગ્રંથ હજુ સુધી અપ્રકાશિત છે.
તેમાં પણ ચોપ્પન મહાપુરુષોનાં ચરિત્રોનું આલેખન છે. ગ્રંથ પૂરો થયા પછી ઉપસંહારમાં કહેવામાં આવ્યું છે કે પ૪માં ૯ પ્રતિવાસુદેવો ઉમેરવાથી ત્રેસઠ શલાકાપુરુષો બને છે. આમાં તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓના ઉલ્લેખો છે, આ ઉલ્લેખો પ્રાચીનતમ ગ્રંથોમાં નથી મળતા, તેથી સંભાવના કરી શકાય કે આ ગ્રંથ શીલાંકના ચઉપૂત્રમહાપુરિસચરિય પછી રચાયો હશે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા આગ્ર કવિ છે. ગ્રંથના પ્રારંભ અને અંતમાં ગ્રંથકારે પોતાના માટે “અમ્મ' શબ્દ ઉપરાંત કોઈ વિશેષ પરિચાયક સામગ્રી આપી
૧. જૈન સત્યપ્રકાશ, ભાગ ૧૭, સં. ૪, જાન્યુઆરી ૧૯૫૯માં ઉ. પ્ર. શાહનો લેખ; ઑલ
ઈન્ડિયા ઓરિ. કૉ. વર્ષ ૨૦ ભાગ ૨ના મૃ. ૧૪૭માં પણ સંપાદકનો ઉક્ત અભિપ્રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org