Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્યાનુયોગની મહત્તા
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવિરચિત “દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગુજરાતી ગ્રન્થ પંડિતવર્ય શ્રી ધીરુભાઈ આલેખિત વિવેચનથી અલંકૃત બની સુંદર રીતે સમ્પાદિત થઈને પ્રકાશિત થઈ રહ્યો છે, તે અત્યંત હર્ષદાયી ઘટના છે.
દ્રવ્યાનુયોગના નામે કે નિશ્ચયનયના નામે કે પછી છેતરામણી આત્મદ્રવ્યની સિદ્ધિના નામે જિનાજ્ઞા નિરપેક્ષ ભળતી જ વાતો શાસ્ત્રીયતાની રંગે રંગીને આજે ઘણે સ્થાને પ્રચારિત થવાથી જ્યારે અનેક ધર્માર્થીઓ ગુમરાહ બની રહ્યા છે ત્યારે સાચા ધર્માર્થી જ્ઞાન-પિપાસુઓને માટે આ ગ્રન્થ અંધારામાં પ્રકાશ પાથરશે.
જૈન શાસનમાં જ્ઞાન-ક્રિયાના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ ભાખેલી છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં “પઢમં ના તો ત્યાં એવું માર્મિક સૂચન ઉપલબ્ધ છે. નવપદની ઢાળમાં પણ પ્રથમ જ્ઞાનને પછી અહિંસા “શ્રી સિદ્ધાન્ત ભાખી' એમ કહ્યું છે. જ્ઞાન વગરની માત્ર ક્રિયા આંધળી છે અને ક્રિયાશૂન્ય જ્ઞાન પાંગળું છે. તેથી નિષ્કર્ષ એ થાય છે કે મોક્ષપ્રાપ્તિ માટે બંનેનો (નહીં કે ગમે તે એકનો) ઉચિત સમન્વય જોઈએ. જોઈએ ને જોઈએ જ. બન્નેનો સમન્વય જ મોક્ષસાધક છે.
(અ) કઠીયારાનું કામ કરવા માટે કુઠાર તો જોઈએ જ. કુઠાર એટલે કે જે ઘન નક્કર લોહાગ્રનો ભાગ છે તે આગળ, એની પાછળ હાથો પણ હોવો જોઈએ. એકલા હાથાથી કે એકલા લોહાગ્રથી કાષ્ઠ છેદન ન થાય. બેનો ઉચિત સમન્વય એટલે કાષ્ઠ તરફ લોહાગ્ર અને પાછળ પકડવાનો હાથો હોવો જોઈએ. હાથમાં હાથ દ્વારા બળ પૂરાય તે લોહાગ્રમાં પહોંચે અને તે બળનો પ્રયોગ કાષ્ઠ ઉપર થાય એટલે કાષ્ઠ છેદાય. (બ) તથા ઘરમાં સાફસૂફી કરવા માટે પ્રકાશની (જ્ઞાનની) હયાતીમાં સાવરણી (ક્રિયા)નો પ્રયોગ કરવો પડે. એકલા પ્રકાશ કે પ્રકાશની ગેરહાજરીમાં એકલી સાવરણીથી અપેક્ષિત સાફસૂફી ન થાય. “પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા' એ