Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૪૪
ઢાળ-૯ : ગાથા-૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વિભાગ અથવા ઉભય) કરાયે છતે જ ઘટ પટ આદિ કાર્યો સિદ્ધ થાય છે. કપાલના સંયોગથી ઘટ, તન્તુઓના સંયોગથી પટ ઈત્યાદિ કાર્યો અવયવોના સંયોગે કરીને સિદ્ધ થાય છે. ખંટપટાદિની ઉત્પત્તિ વિભાગથી થાય છે. અને કેટલાંક સ્થૂલ કાર્યો જેમ કે બારી-બારણાં ટેબલ-સીવેલાં કપડાં વિગેરે કાર્યો પુદ્ગલોના સંયોગ અને વિભાગ એમ ઉભયથી થાય છે. તથા પ્રતિસમયનાં પુદ્ગલનાં કાર્યો તેના પૂરણગલન સ્વભાવને કારણે ઉભયજનિત થાય છે. આ બાબતમાં સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે.
उपाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव ।
તત્ત્વ ય ઓપનળિયો, સમુદ્યવાઓ સરિશુદ્ધો ॥ રૂ-રૂર॥ ॥ -૧ ॥ ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજનિત, અને બીજો વિશ્રસા. ત્યાં પ્રયોગજનિત ઉત્પાદ નક્કી સમુદાયમાં જ હોય છે. અને તેથી તે અપરિશુદ્ધ ઉત્પાદ કહેવાય છે.
|| ૩-૩૨ ||
આ પ્રમાણે પ્રયોગજનિત ઉત્પાદ સમજાવીને હવે વિશ્ર્વસા ઉત્પાદ સમજાવે છે.
|| ૧૫૨ ॥
સહજઈ થાઈ, તે વીસસા, સમુદય એકત્વ પ્રકાર રે । સમુદય અચેતન બંધનો, વલી સચિત મીસ નિરધાર રે
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૦ ॥
ગાથાર્થ સ્વાભાવિકપણે જે ઉત્પાદ થાય છે. તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. તેના પણ બે ભેદ છે. એક સમુદાય જનિત, અને બીજો ઐકત્વિક. ત્યાં પ્રથમ સમુદાયજનિત જે ઉત્પાદ છે. તે અચિત્તસ્કંધોમાં જાણવો. તથા વળી ચિત્ત અને મિશ્ર ઉત્પાદ પણ સહજ હોય છે. | ૯-૨૦ ||
ટબો- જે સહજઈ = યતનવિના ઉત્પાદ થાઈ, તે વિશ્રસા ઉત્પાદ કહિઈં, તે એક સમુદયજનિત, બીજો ઐકત્વિક. ૩ાં ચ
" साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होज्जाहि" ३-३३
સમુદયજનિત વિશ્રસા ઉત્પાદ, તે અચેતનસ્કંધ અભ્રાદિકનો, તથા સચિત્ત મિશ્ર શરીર વર્ણાદિકનો નિર્ધાર જાણવો. ॥ ૯-૨૦ ||
=