________________
૪૯૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૭
વિવેચન- આગળલી છઠ્ઠી ગાથામાં ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં જેમાં પ્રમાણ જણાવ્યું, તેમ હવે આ ગાથામાં અધર્માસ્તિકાયદ્રવ્યના અસ્તિત્વનું પ્રમાણ કહે છે. તેના વિષે અનુમાન પ્રમાણ (પુરાવો) જણાવે છે.
___ हवइ अधर्मास्तिकायनइं विषई प्रमाण देखाडई छई.- जो सर्व जीव पुद्गल साधारण स्थितिहेतु अधर्मास्तिकाय द्रव्य न कहिइं, किंतु- "धर्मास्तिकायाभावप्रयुक्तगत्यभावई अलोकइं स्थित्यभाव" इम कहिइं-तो अलोकाकाशइं कोइक स्थानइं गति विना पुद्गलजीवद्रव्यनी नित्यस्थिति पामी जोइइ.
હવે અધર્માસ્તિકાયદ્રવ્યને વિષે પ્રમાણ દેખાડે છે. જેમ સિદ્ધપરમાત્મા ઉર્ધ્વગતિ સ્વભાવવાળા હોવા છતાં લોકના અંતે વિરામ પામે છે. પણ અલોકમાં જતા નથી, તેથી ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય અવશ્ય સ્વતંત્ર પણ કારણસ્વરૂપે છે જ. તેવી જ રીતે અધર્માસ્તિકાયદ્રવ્ય પણ અવશ્ય એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે. અર્થાત્ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ બન્ને દ્રવ્યો સ્વતંત્રપણે કારણદ્રવ્યો છે. ધર્મદ્રવ્ય સકલ જીવ-પુગલોને સાધારણ પણે જેમ ગતિ હેતુ છે. તેમ અધર્મદ્રવ્ય સકલ જીવ-પુદ્ગલોને સાધારણપણે સ્થિતિહેતુ છે. અલોકમાં જેમ ધર્મદ્રવ્ય નથી તેથી જીવ-પુદ્ગલોની ગતિ થતી નથી. તેમ અધર્મદ્રવ્ય પણ નથી તેથી તેઓની સ્થિતિ પણ ત્યાં થતી નથી.
પ્રશ્ન– આ સંસારમાં આ બે દ્રવ્યમાંથી ફક્ત એક ધર્મદ્રવ્ય છે. અને અધર્મદ્રવ્ય નથી. એમ માનીએ તો શું દોષ આવે ? ઉત્તર- જીવ-
પુલોની સ્થિતિ કોના આધારે માનશો ? પ્રશ્ન- જીવ-પુદ્ગલોની ગતિ ધર્મદ્રવ્યથી થાય છે. તેથી ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થશે. એટલે આપોઆપ સ્થિતિ છે. આમ સિદ્ધ થઈ જશે. અર્થાત્ ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થતાં જીવ પુગલની સ્થિતિ છે. આમ નક્કી થઈ જ જાય છે. તો સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય જુદુ છે. આમ માનવાની શું જરૂર ?
ઉત્તર- આ રીતે “જો સર્વ જીવ-પુગલદ્રવ્યોમાં સાધારણપણે સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન માનીએ” અને “ધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો ગત્યભાવ થાય છે.” આમ માનીને અલોકમાં ધર્મદ્રવ્યનો અભાવ હોવાથી જીવ-પુદ્ગલોની ત્યાં ગતિ જ થતી નથી. તેથી ગતિના અભાવે જ સ્થિતિનો પણ અભાવ છે. કારણ કે લોકમાંથી જીવ-પુગલની અલોકમાં ગતિ થતી હોય તો સ્થિતિ માનવાનો પ્રસંગ આવે. પણ ત્યાં ગતિ જ થતી નથી, માટે સ્થિતિ પણ નથી આમ જ કહેશો તો, એટલે કે ધર્મદ્રવ્ય (PI) ૯