________________
ઢાળ-૧૪ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
તથા વળી કાલાશ્રયી પણ કેવલજ્ઞાન પ્રતિસમયે બદલાય છે. તે આ પ્રમાણે-જ્યારે આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારે તે પ્રથમસમયે પ્રથમસમયાવછિન્ન સયોગિભવસ્થ કેવલજ્ઞાન કહેવાય છે.” બીજા સમયે અપ્રથમસમયાવચ્છિન્ન (અર્થાત્ દ્વિતીયસમયાવચ્છિન્ન) ઈત્યાદિ રૂપે કેવલજ્ઞાન પણ એક એક સમયના વધારા પ્રમાણે ભિન્ન ભિન્ન થાય છે. આવું શાસ્ત્રવચન હોવાથી કેવલજ્ઞાનમાં પણ પ્રતિસમયે થનારા અર્થપર્યાયો સંભવે છે. તે માટે સૂક્ષ્મ ઋજુસૂત્રનયની આજ્ઞાનુસારે શુદ્ધગુણના પણ એકસામયિક (એક એક સમયના કાલ વાલા) અર્થપર્યાયો હોય છે. આમ જાણવું. ॥ ૨૩૩ ॥
૬૬૮
શુદ્ધ દ્રવ્ય વ્યંજન અણૂ, પુદ્ગલ પર્યાય । અશુદ્ધ હ્રયણુકાદિક ગુણા, નિજ ગુણ પજ્જાય ॥
શ્રી જિનવાણી આદરો || ૧૪-૮ ||
ગાથાર્થ “પરમાણુ” એ પુદ્ગલદ્રવ્યનો શુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાય, હૃયણુકાદિક તે અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય, તેવી જ રીતે પોતાના ગુણોના પણ તે તે (શુદ્ધાશુદ્ધ) પર્યાય સમજી લેવા. ॥ ૧૪-૮ ॥
ટબો– પુદ્ગલદ્રવ્યનો શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય, અણુ ક. પરમાણુઓ જાણવો. તે પરમાણુનો કહિઈં નાશ નથી, તે ભણી.
દ્વયણુકાદિક દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્યના અશુદ્ધ વ્યંજનપર્યાય, સંયોગજનિત છઈ તે માર્ટિ. ઈમ ગુણા કહતાં-પુદ્ગલદ્રવ્યના શુદ્ધગુણ વ્યંજનપર્યાય, અશુદ્ધ ગુણવ્યંજન પર્યાય તે નિજ નિજ ગુણાશ્રિત જાણવા. પરમાણુનો ગુણ તે શુદ્ધગુણવ્યંજન પર્યાય, દ્વિપ્રદેશાદિકનો તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈં. || ૧૪-૮ ||
વિવેચન સાતમી ગાથા સુધીમાં જીવદ્રવ્યના આઠ જાતના પર્યાય સમજાવ્યા. હવે આ ગાથામાં પુદ્ગલદ્રવ્યના ૮ જાતના પર્યાયો સમજાવે છે.
पुद्गलद्रव्यनो शुद्धद्रव्यव्यंजनपर्याय, अणु क. परमाणुओ जाणवो. ते परमाणुनो कहि नाश नथी. ते भणी.
यणुकादिकद्रव्य ते पुद्गलद्रव्यना अशुद्धव्यंजनपर्याय. संयोगजनित छड़, ते माटिं. इम गुण कहतां - पुद्गलद्रव्यना शुद्धगुणव्यंजन पर्याय, अशुद्धगुणव्यंजनपर्याय ते निजनिज गुणाश्रित जाणवा. परमाणुनो गुण ते शुद्धगुणव्यंजनपर्याय, द्विप्रदेशादिकनो ते अशुद्ध गुणव्यंजनपर्याय कहि ॥ १४-८ ॥