Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 463
________________ ૭૪૮ ઢાળ-૧૭ : ગાથા-૭-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ શ્રી ગુરુ જિતવિજય તસ સીસો, મહિમાવંત મહંતો | શ્રી નયવિજય વિબુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંતો રે . હમચડી || ૧૭-૮ ગાથાર્થ– શ્રી હીરવિજયસુરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી થયા - કે જેમના ગુણોની શ્રેણી રાતદિવસ દેવો અને દાનવો ગાય છે. ૧૭-૬ ! તેમના શિષ્ય સૌભાગ્યશાળી શ્રી મહોપાધ્યાય લાભવિજયજી થયા કે જેઓની મતિ નિત્ય, શાસ્ત્રો (જૈનાગમો) અને વ્યાકરણાદિક ઘણા ગ્રંથોમાં લાગેલી હતી. II૧૭-૭ || તેમના શિષ્ય ગુરુ શ્રી જિતવિજયજી થયા કે જેનો મહિમા આ પૃથ્વી ઉપર ઘણો હતો. તેમના ગુરુભાઈ, અને મહાગુણીયલ એવા શ્રી પંડિત નયવિજયજી મ. શ્રી થયા. તે ૧૭-૮ | બો- શ્રી કલ્યાણવિજય નામા વડવાચક-મહોપાધ્યાય બિરૂદ પામ્યા છે. શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદયો = જે ઉપના છે. “જસ ગુણ સંતતિ” = તે શ્રેણી, ગાઈ છે. સુર કિન્નર પ્રમુખ નિશદિસ = રાત્રિદિવસ, ગુણશ્રેણી સદા કાલે ગાય છે. II ૧૭-ક | તેમના શિષ્ય ગુરુ લાભવિજય વડપંડિત છે. પંડિતપર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય-તેમના શિષ્ય મહાસોભાગી છે. શ્રુતવ્યાકરણાદિક બહુગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ, એકાંતે વાચના-પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા લક્ષણ પંચવિધ સક્ઝાય ધ્યાન કરતાં રહે છે. || ૧૭-૭ II ગુરુ શ્રી જિતવિજય નામે તેમના શિષ્ય પરંપરાયે થયા. મહામહિમાવંત છે. મહત છે. “જ્ઞાનાવિલુપતા મહાતા રૂતિ વાના, શ્રી નયવિજય પંડિત, તેમના ગુરુભ્રાતા-ગુરુભાઈ સંબંધે થયા. ગુરુશિષ્યર્વાત્ II ૧૭૮ II વિવેચન- શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજશ્રીથી ક્રમશઃ થયેલી આચાર્ય મહારાજાઓની પાટ પરંપરા સમજાવીને, હવે આ ગાથાથી તે જ શ્રીહીરવિજયસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475