Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 471
________________ ૭૫૬ કળશ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एहवा जे गुरु, ते कहेवा छ ? संसार रूप सागर, तेहना तरण-तारण विषे वर कहेतां પ્રથાન “તરી" સમાન છે. “ત” હવે નામ નિહાનનો છે. વિવેચન– શ્રી દ્રવ્યગુણ પર્યાયનો રાસ હવે પૂર્ણ થાય છે. છેલ્લે છેલ્લે કળશરૂપે અંતિમ શ્લોક લખીને તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી યશોવિજયજી મહારાજશ્રી જણાવે છે કે આ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયે કરીને, એટલે કે કોઈપણ વસ્તુનું વર્ણન કરવું હોય તો પર્યાય લક્ષણ અને ભેદ વડે કરાય છે તેમાં પર્યાયવાચી નામો પ્રસિદ્ધ હોય છે. એટલે સઘળી જગ્યાએ પર્યાયવાચી નામો કહેવાતાં નથી, ભેદો વિવક્ષાના વશથી અનેક પ્રકારે જુદી જુદી રીતે થાય છે. આવા ભેદો દશમી ઢાળથી કહ્યા જ છે. તથા લક્ષણોથી દ્રવ્યનું ગુણનું અને પર્યાયનું સ્વરૂપ બીજી ઢાળથી સમજાવ્યું છે. સારાંશ કે દ્રવ્યનાં લક્ષણ, ગુણનાં લક્ષણ તથા પર્યાયનાં લક્ષણ સમજાવવા દ્વારા, તથા ઢાળ ૧૦ થી ૧૪માં દ્રવ્યના ગુણના અને પર્યાયના ભેદો સમજાવવા દ્વારા શ્રી વીતરાગ પરમાત્માની યથાર્થભાવોને નિરૂપણ કરનારી જે આ વાણી છે. તે જ અહીં વિસ્તારથી આ ગ્રંથમાં મેં ગુંથી છે. આ વીતરાગપ્રભુની વાણી છે. ૧. પતિપાર = ગુરુ = ઉંડા એવા સંસાર સાગરના તિવાર = પાર પામેલા એવા ગુરુભગવંતો તરણ તારા = પોતે તરનારા છે અને બીજાને તારનારા છે. એથી વરતી = શ્રેષ્ઠ નૌકા સમાન છે જેમ વિશિષ્ટ કાષ્ટમાંથી બનાવેલી નૌકા સમુદ્રમાં પોતે પણ તરે છે. અને તેના આશ્રિતોને પણ તારે છે. તેવી જ રીતે વીતરાગ પરમાત્માની આ વાણી જે ભણાવે છે તે ગુરુજી પોતે આ સંસારસાગર તરે છે. અને બીજાને પણ તારે છે. तेह में भाखी, ते केहने अर्थे ? ते कहे छे. सुजन जे भलो लोक, सत्संगति क. आत्मद्रव्यई षड्द्रव्यनां उपलक्षण-ओलखणहार, तेहने रमणीक सुरतरु जे कल्पवृक्ष तेहनी मंजरी समान छे. ૨. તથા વલી સંસાર સાગરમાં તરણતારણમાં સમર્થ એવા ગુરુઓની કૃપાથી રચાયેલી આ વાણી સજન આત્માઓ રૂપી ભમરાઓને રમણ = ગુંજારવ કરવા માટે (આત્માર્થ વિષયક આનંદ પ્રમોદ મેળવવા માટે) કલ્પવૃક્ષની મંજરી સમાન છે. જેમ કલ્પવૃક્ષની મંજરી અત્યંત સુગંધી હોવાથી ભમરાઓ ત્યાં આનંદિત થયા છતા ઘણો જ ગુંજારવ કરે છે. સુગંધમાં આસક્ત થયા છતા અતિશય આનંદ અનુભવે છે. તેમ આત્માર્થિ આત્માઓ આવી વીતરાગપરમાત્માની વાણી રૂપી મંજરીની સુગંધ માણવામાં તન્મય થયા છતા ઘણા આનંદ-પ્રમોદને અનુભવે છે.

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475