Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001097/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ cercareer cenaze HIIHON VISanna ਪੋਹ ਦਾ ਦਰਦ = = ਆਓ ੨ 22 GIG SIGHICIS ez da. ਹੈ : ੩੨ ਵਾ c) ਮ = Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિ વિરચિત Aણ પયયન) પજ્ઞ ટીકા સંયુક્ત તોપજ્ઞ ટીકાસણs : ભાગ - ૨ (46 : વિવેચક: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત S) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક સ્વોપજ્ઞા શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, | સુરત - ૩૯૫ ૦૦૯. Guj. (INDIA). ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩) ( 2 વિક્રમ સંવત : ૨૦૬૧ પ્રાપ્તિસ્થાન) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત - ૩૯૫ ૦૦૯. Guj. (INDIA). ફોનઃ (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ C D વીર સંવત પ્રાભિસ્થ વીર સંવત ઃ ૨૫૩૧ દ્રવ્યગણ પર્યાયિનો રાસ રબા સંયુક્ત . શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉત્તર ગુજરાત) = C ઈ.સઃ ૨૦૦૫ પ્રાપ્તિસ્થાન છે. સેવંતીલાલ વી. જેના ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪૦૦ ૦૦૨. ફોન (૦૨૨) ૨૨૪૧૨૪૪૫ પ્રથમવૃત્તિ પ્રાપ્તિસ્થાન ) સરસવતી પુસ્તક ભંડાર જેન પ્રકાશન મંદિર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોન (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ ફોન (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ નકલઃ ૧૨૦૦ - 6 મુદ્રક ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ બન્ને ભાગો મળીને એક પુસ્તકનો પ્રકાશન ખર્ચ આશરે ખાસ ( ૩૨૦, ત્રણસો વીસ રૂપિયા આવેલ છે. પરંતુ તેમાં નીચેની 3 વ્યક્તિઓ તરફથી યથાયોગ્ય આર્થિક સધ્યોગ પ્રાપ્ત થયેલ છે. તેના કારણે– (૧) પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને આ પુસ્તક ભેટ અપાશે. (૨) શ્રાવક-શ્રાવિકાઓને અર્ધી કિમતે (રૂ. ૧૬૦/-માં) અપાશે. (૩) જ્ઞાનભંડારોને તથા સંસ્થાઓને પણ અધ કિંમતે (રૂ. ૧૬૦/-માં) અપાશે. - સહાયકોની નામાવલિ :(૧) શ્રી રજનીભાઈ તથા ડૉ. જ્યોતિબેન - ન્યુયોર્ક, યુ.એસ.એ. (૨) શ્રી પ્રભુદાસ આર. લાખાણી - ક્લીવલેન્ડ, યુ.એસ.એ. (૩) શ્રી કિરણભાઈ ઘડીયાળી તથા તેમનાં માતુશ્રી - ન્યુજરસી, યુ.એસ.એ. (૪) શ્રી ધનાબેન ચેરિહિલ્લ - યુ.એસ.એ. (૫) શ્રી મધુબેન જગદીશભાઈ શેઠ એટલુંટા, યુ. એસ. એ. (૬) પૂ. પંન્યાસજી મ. શ્રી વજૂસેનવિજયજીની પ્રેરણાથી આરાધનાધામ” જામનગર. (૭) પૂજ્ય સુમંગલાશ્રીજી મ.સા.ના ઉપદેશથી હીરા-મોતી જૈન ઉપાશ્રય - સાબરમતી (૮) પૂ. શશી પ્રભાશ્રીજી મ.સા. અરિહંત આરાધના ભવન, શીતલવાડી પાસે ગોપીપુરા. (૯) પૂ. અમિતગુણાશ્રીજી મ.સા. તથા પૂ. આત્મયશાશ્રીજી મ.સા.ના ઉપદેશથી (લીંબડાના ઉપાશ્રયવાળા) શાલપુર, પીપલેન શ્રીસંઘ (મ.પ્ર.) (૧૦) પૂ. મદનસેનાશ્રીજી તથા પૂ. વિશ્વગુણાશ્રીજી મ.ના ઉપદેશથી શ્રી સિદ્ધિ સુમતિ-આરાધના ભુવન. સુરત. (૧૧) પૂ. પદ્મલત્તાશ્રીજી મ.સા. તથા પૂ. પ્રિયદર્શનાશ્રીજી મ.સા.(ડહેલાવાળા)ના ઉપદેશથી રત્ન રેખા જૈન ઉપાશ્રય. સુરત. (૧૨) પૂ. જયશીલાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સિદ્ધિ-રિદ્ધિ કુંથુનાથ જૈન સંઘ તથા ભુરીબેન કકલદાસ અજબાણી જૈનમ્ ઉપાશ્રય, સંઘવી કોપ્લેક્ષ. (૧૩) પૂ. શીલપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી - કીર્તિધામ, સાબરમતી. (૧૪) પૂ. જયવંતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સાબરમતી જૈન આરાધના ભુવન. (૧૫) પૂ. ભાવપૂર્ણાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી ચિંતામણી જૈન ઉપાશ્રય, નવસારી. | Page #5 -------------------------------------------------------------------------- ________________ | मङ्गलाचरणम् ॥ नत्वा श्रीपार्श्वनाथं, प्रणतसुरगणं, नष्टमोहारिवृन्दम् । संज्ञातद्रव्यसार्थं, सममलवचनं वीतरागत्वशोभम् ॥ पञ्चत्रिंशद्गुणौघैः हितवचनकरं, सर्वतो सुप्रसिद्धम् । पद्मावत्या च भक्त्या, सुरकरकमलैः पूजितं धैर्ययुक्तम् ॥१॥ प्रणम्य वचनातीतं, त्यक्तदोषं जिनेश्वरम् । वागीशं, सर्वभावज्ञं, विश्ववासववन्दितम् ॥२॥ सुधर्मादिगणेशाना-मात्मार्थिनां महात्मनाम् । विविधशास्त्रकर्तृणां, वन्दित्वा पादपङ्कजम् ॥३॥ स्तौमि वागीश्वरी देवी, पवित्रां हंसवाहिनीम् । वीणापाणिं सुवक्त्राब्जा, ग्रन्थसमाप्तिहेतवे ॥ ४ ॥ यस्याः कृपासुधावृष्ट्या, शास्त्रान्तं यान्ति साक्षराः । सा हि मयि प्रसन्नाऽस्तु ग्रन्थारम्भे सरस्वती ॥५॥ स्मृत्वा वाग्देवताख्यं, कमलगणकर, पुस्तकव्यग्रहस्तम् । यद्वात्सल्यप्रसादात्, तनुमतिरपि ना, शास्त्रपारं गतस्तम् ॥ प्रारप्स्ये द्रव्यरासं, चतुरनृसुखदं, भाषितं तीर्थनाथै - स्तद्ग्रन्थार्थः प्रपाठ्यो, विविधनयमयो, धैर्यमद्भिश्चकोरैः ॥६॥ विवेचनमिदं दृब्धं, मृदुगुर्जरभाषया । टीकाग्रन्थानुसारेण, बालानां सुखहेतवे ॥७॥ श्रीद्रव्यगुणपर्याय-रासस्त्वतिमहार्थकः । सूक्ष्मधिया तथेक्ष्योऽयं तत्त्वप्राप्तिर्भवेद् यथा ॥८॥ चतुर्विधानुयोगेषु सर्वश्रेष्ठो मतो ह्ययम् । यदभ्यासे विलग्नानां, विकारा न स्फुरन्ति यत् ॥९॥ आगमतोयराशेस्तूद्धत्य योऽसौ महात्मना । श्रीयशोविजयाख्येन, द्रव्यानुयोगरागिणा ॥ १० ॥ रचितोऽयं महाग्रन्थः परोपकारहेतवे । सः प्रसिद्धिं हि प्राप्नोतु, यावच्चन्द्रदिवाकरौ ॥११ ॥ अत्युपयोगपूर्वेण कृतमिदं विवेचनम् । तथापि क्षतिसम्भूति स्स्याच्छद्मस्था यतो वयम् ॥१२॥ क्षाम्यन्तु तां क्षतिं सर्वां, धैर्यधना महाजनाः । स्वभावोऽस्ति यतस्तेषां, जन्मत एव हीदृशः ॥१३ ॥ Page #6 -------------------------------------------------------------------------- ________________ I[ પ્રસ્તાવના || ભારતની ભૂમિ, ધર્મ-અર્થ-કામ અને મોક્ષ, આમ ચાર પ્રકારનાં કાર્યો સાધવામાં સદા પ્રધાન રહી છે. તેમાં પણ મોક્ષ સાધવામાં અને તેના કારણરૂપે ધર્મ સાધવામાં અતિશય વિશિષ્ટ પ્રધાન રહી છે. વર્તમાનકાળે પણ તેમ છે. અને ભવિષ્યમાં પણ આમ જ રહેશે. તે કારણે તે ભૂમિનો ઈતિહાસ અને તે ભૂમિનું ગૌરવ લાખો-કરોડો વર્ષો પુરાણું છે. આ જ ભૂમિ ઉપર અનેક જીવોને સંસારસાગરથી તારનારા તીર્થંકર પરમાત્માઓ, ગણધરભગવંતો, અનેક આચાર્ય મહારાજાઓ તથા સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ થયા છે. કે જે સર્વે જૈન સંત પુરુષોએ આત્માના કલ્યાણ કરનારી ધર્મમય વાણીનો વરસાદ વરસાવ્યો છે. જે વાણીના પ્રતાપે અનેક આત્માઓએ આર્યત્વના સંસ્કાર પામી, ઉત્તમ ધર્મતત્ત્વ આરાધી, આત્મ-કલ્યાણ સાધ્યું છે અને સાધે છે. વૈરાગ્યવાહિની વાણી સાંભળીને અસાર સંસારનો ત્યાગ કરીને જૈનપણાની દીક્ષા સ્વીકારી આ જ ભૂમિ ઉપર અનેક આત્માઓએ આત્મસાધના કરી છે અને કરે છે.” તથા ઘણા જૈનેતર ઋષિ મુનિઓ પણ આ ભૂમિ ઉપર થયા છે અને પોતપોતાના દર્શનાનુસારે જનતાને ધર્મતત્ત્વ સમજાવ્યું છે. જૈન શાસનમાં ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ ચોથા આરાના અંતે થયા. તેઓશ્રીની ૩૫ ગુણયુક્ત પરમપવિત્ર વાણી સાંભળીને ગૌતમસ્વામી આદિ ૧૧ ગણધર ભગવંતો થયા કે જેઓએ દ્વાદશાંગીની રચના કરી. ત્યારબાદ શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અનેક મહાત્મા પુરુષો થયા કે જે મહર્ષિ પુરુષોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નાનાં મોટાં અનેક આગમશાસ્ત્રો તથા પ્રાકરણિકશાસ્ત્રો બનાવી પરમાત્માની વાણીનો વિસ્તાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું. શ્રેષ્ઠકોટિનું સાહિત્ય સર્જન કરવા દ્વારા જગતના જીવોનું કલ્યાણ કરનારા આવા પ્રકારના ઘણા મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા. આવા મહાત્મા પુરુષોમાં પૂજ્ય ભદ્રબાહુસ્વામીજી, પૂ. ઉમાસ્વાતિજી, પૂ. જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી, પૂ. હરિભદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી, પૂ. આ. શ્રી મલયગિરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી તથા પૂજ્યશ્રી યશોવિજયજી ઉપાધ્યાય આદિનાં નામો શ્વેતાંબરાન્ઝાયમાં સારી રીતે પ્રસિદ્ધ છે. તે જ રીતે દિગંબરાસ્નાયમાં પણ શ્રી કુંદકુંદાચાર્યજી, પૂજ્યપાદ સ્વામીજી, સમંતભદ્રજી, અલંકાચાર્યજી, અમૃતચંદ્રાચાર્યજી, આચાર્ય નેમિચંદ્રજી વગેરે સંતો થયા છે. આ ૨૫૦૦ વર્ષના ગાળામાં આવા જ્ઞાનગંગામાં ઓતપ્રોત બનેલા અનેક મહાત્મા પુરુષો આ ભૂમિ ઉપર થયા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગ્રંથકારશ્રીની યશસ્વી ગુરુપરંપરા - વિક્રમ સંવત ૧૫૦૧ થી ૧૬૦૦ના ગાળામાં એટલે કે સોળમા સૈકામાં, અકબર બાદશાહના પ્રતિબોધક અને “જગદ્ગ”ના હુલામણા નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા પૂ. આચાર્ય શ્રી “હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી થયા, કે જેઓનો જન્મ પાલનપુરમાં અને સ્વર્ગવાસ ઉનામાં થયેલો. તેઓના શિષ્ય-પ્રશિષ્યવર્ગમાં અનેક પૂ. આચાર્ય મહારાજશ્રી તથા અનેક પૂ. ઉપાધ્યાય મહારાજશ્રી આદિ થયા. તેમાં ક્રમશઃ પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ., પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ. અને પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રી થયા. તેવી જ રીતે ઉપાધ્યાય પદે શોભતા પૂ. શ્રી કલ્યાણવિજયજી મ., પૂ. શ્રી લાભવિજયજી મ., પૂ. શ્રી જિતવિજયજી મ. અને પૂ. શ્રી નવિજયજી મ. શ્રી થયા. આ પૂજ્ય નયવિજયજી મ. શ્રી એ જ ગ્રંથકર્તા શ્રી યશોવિજયજી મ. શ્રીના ગુરુજી છે. તથા પૂજ્ય યશોવિજયજી મ.શ્રીને પણ શ્રી ગુણવિજયજી વગેરે શિષ્ય પરિવાર હતો. તે સર્વેની સામાન્યથી પટ્ટપરંપરા આ પ્રમાણે છે – પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ. શ્રી આચાર્ય મહારાજશ્રી (૧) પૂ. શ્રી વિજયસેનસૂરીશ્વરજી ઉપાધ્યાય મહારાજશ્રી (૧) શ્રી કલ્યાણવિજયજી ઉ. (૨) પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી (૨) શ્રી લાભવિજયજી ઉ. પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી, પૂ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી શ્રીજિતવિજયજી મ. શ્રી નવિજયજી મ. શ્રી યશોવિજયજી ઉ. મ. ગુણવિજયજી તત્ત્વવિજયજી માનવિજયજી લક્ષ્મીવિજયજી હેમવિજયજી કેસરવિજયજી સુમતિવિજયજી પ્રેમવિજયજી વિનીતવિજયગણિજી | ઉત્તમવિજયજી Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગ્રંથકારશ્રીનું સંસારી જીવન અને દીક્ષા : -- -- - --- -- -- -- --- ગ્રંથકર્તા પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીનો જન્મ ઉત્તરગુજરાતમાં મહેસાણા પાસેના ધીણોજથી નજીક અને ગાંભુગામથી ૬ કિલોમીટર દૂર કનોડા ગામમાં થયેલો. પિતાનું નામ નારાયણશ્રેષ્ઠી, માતાનું નામ સૌભાગ્યદેવી, મોટાભાઈનું નામ પદ્મસિંહ અને પોતાનું નામ જસવંતસિંહ” હતું. માત-પિતા આદિ પરિવારના ધર્મમય સંસ્કારી જીવનના કારણે આ સમગ્ર કુટુંબ ત્યાગ, તપ, વૈરાગ્ય અને સ્વાધ્યાયના રંગે રંગાયેલું હતું. પૂજ્ય શ્રી વિજયજી મ.શ્રી કુણગેર’ ગામમાં ચાતુર્માસ કરીને વિક્રમ સંવત ૧૬૮૮માં કનોડા ગામે પધાર્યા. વૈરાગ્યમયી ધર્મદેશનાથી આ સમગ્ર કુટુંબ ધર્મભાવનાથી વધારે સુવાસિત થયું. સૌભાગ્યદેવી માતાને દરરોજ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ પચ્ચકખાણ પાળવાનો નિયમ હતો. એક વખત સતત વધારે વરસાદ ચાલુ રહેવાથી ઉપાશ્રયે ન જઈ શકવાથી ઉપવાસ થયા. જસવંતસિંહે કુતુહલ વશથી પૂછતાં માતાએ ભક્તામર સાંભળીને પચ્ચકખાણ પાળવાની પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. તે વાત સાંભળીને જસવંતસિંહે “હું તમને ભક્તામર સ્તોત્ર' સંભળાવું. આવી વાત કરતાં માતા આશ્ચર્ય પામ્યાં, જસવંતસિંહે સ્પષ્ટાક્ષરે ભક્તામર સંભળાવ્યું, માતાએ પારણું કર્યું. વરસાદ બંધ થતાં માતા ઉપાશ્રયે જ્યારે ગયાં ત્યારે ગુરુજી શ્રી નવિજયજીએ આ વાત જાણી. ગુરુજીએ જસવંતસિંહની ધારણાશક્તિ અને સ્મરણશક્તિ જોઈને તે બાળકને દીક્ષા અપાવવાની વાત તેના માતા-પિતાને કરી. આ બાજુ જસવંતસિંહના સ્ટયમાં પણ અસાર સંસારનો ત્યાગ કરી દીક્ષા લેવાની ભાવના હતી અને આ કારણે વૈરાગ્યભાવના તીવ્ર બની. ગુરુજી શ્રી નવિજયજી મ. શ્રી વિહાર કરીને પાટણ પધાર્યા. માત-પિતાએ જસવંતસિંહને મોહને વશ ઘણો સમજાવ્યો. પરંતુ તેનો વિચાર “અફર' હોવાથી માતા-પિતાના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. અંતે માતા-પિતાએ ઘણા જ ઉત્સાહ અને ઉમંગ સાથે મહોત્સવ પૂર્વક વિક્રમ સંવત ૧૬૮૮માં પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે પાટણમાં, પંચાસરાના દેરાસર પાસે, પોળીયાના ઉપાશ્રયમાં ભાઈશ્રી જસવંતસિંહને દીક્ષા અપાવી. જસવંતસિંહજી હવે બન્યા “શ્રી યશોવિજયજી મહારાજ.' ભાઈની પણ દીક્ષા અને અભ્યાસ : --------------- જસવંતસિંહની દીક્ષા જોઈને મોટાભાઈ પદ્ધસિંહને પણ દીક્ષા લેવાની ભાવના થઈ. અને તેમની દીક્ષા પણ પાટણમાં જ થઈ. અને તેમને ‘પદ્મવિજયજી'ના નામે ઘોષિત કરાયા. બન્ને ભાઈઓની વડી દીક્ષા પણ વિક્રમ સંવત ૧૬૮૮માં પાટણમાં જ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના હાથે જ થઈ. અને પૂજ્ય નયવિજયજી મ.શ્રી ના શિષ્ય તરીકે ઘોષિત કરાયા. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્યગુણ-પર્યાયનો રાસ નાની ઉંમર, સુંદર બુદ્ધિ, નિર્મળ ચિત્ત, ભણવા માટે હાર્દિક ધગશ, ઉત્તમ ધર્મગુરુનો યોગ ઈત્યાદિ અભ્યાસની તક એવી ઉજળી મળી કે જાણે સરસ્વતીની સાધનાનો સહ્યોગ સાંપડ્યો હોય તેવું બન્યું. અભ્યાસ કરવાની એવી લગની લાગી કે ૧૬૮૮ થી ૧૬૯૯ આમ માત્ર ૧૧ વર્ષ જેટલા નાના ગાળામાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા, ધર્મશાસ્ત્રો, આગમ શાસ્ત્રો, પ્રાકરણિક ગ્રંથો, ઈત્યાદિ અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. ઘણા-ઘણા શાસ્ત્રોમાં પારંગત થયા. આ બાબતમાં સુજસવેલી ભાસ'ની સાક્ષી ગાથાઓ આ પ્રમાણે છે – ગજજરઘર મંડBણ અછે જી, નામે કનોડું ગામ, સિહાં વસે વ્યવહારીયોજી, નારયણા એહવે નામ. તસ થરાણી સોભાગદેજી, તસ નંદન ગુણવંત, લઘુ પણ બુદ્ધ આગળોજી, નામે કુંવર જસવંત. સંવત સોલ અચાસીએજી, રહી કાગેટ ચોમાસ, શ્રી નયવિજય પંડિતજી, અાચા કન્હોને ઉલ્લાસ. માતા પુત્રસું સાધુનાજી, તiદી ચરણ સુવિલાસ, સુગર ઘર્મ ઉપદેશથીજી, પામી વૈરાગ પ્રકાશ. અણહીલપુર પાટણ જઈજી, ચઈ ગુરુ પાસે ચારિત્ર, યશોવિજય’ એહવી કરીજી, થાપના નામની તત્ર. પસિંહ બીજો વલીજી, તસ બાંઘવ ગુણવંત, તેહ પ્રસંગે પ્રેરીયોજી, તે પણ થયો તવંત. વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ, બિઠું તે સોલ અચાસીએજી, કરતાં ચોગ અભ્યાસ. ગ્રંથકારશ્રીનો અવધાન પ્રયોગ : તે કાલે પૂ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા. સૌથી મોટા હતા. તેમની પાસે તથા પૂ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા.ની પાસે અને અન્ય મહાત્માઓ પાસે પૂ. યશોવિજયજી મહારાજશ્રીએ અભ્યાસ કર્યો. ૧૧ વર્ષ સુધી સુંદર અભ્યાસ કરી વિક્રમ સંવત ૧૬૯૯માં ગુરુમહારાજની સાથે અમદાવાદમાં નાગોરી શાળાના ઉપાશ્રયે પધાર્યા. પૂજય નયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે તમે શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કર્યો છે. તેથી રાજનગરના જૈનસંઘ સમક્ષ કંઈક અદ્ભુતતા બતાવો. આ રીતે ગુરુજીની આજ્ઞા મળતાં ચતુર્વિધ શ્રી જૈન સંઘ સમક્ષ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આઠ અવધાન પ્રયોગ કરી બતાવ્યા. (આ પ્રયોગમાં જુદી જુદી આઠ વ્યક્તિઓ આઠ-આઠ પ્રશ્નો પૂછે. ૮૪૮૪૬૪ આ ચોસઠ પ્રશ્નો ક્રમશઃ યાદ રાખીને તેના ક્રમશઃ જ સચોટ ઉત્તર આપવા. તે આઠ અવધાન કહેવાય છે.) આવા પ્રકારના અવધાન પ્રયોગથી પૂ. યશોવિજયજી મ. શ્રી ઉપર “રાજનગરનો શ્રી જૈન સંઘ” ઘણો જ ખુશ થયો. શ્રી યશોવિજયજી મ. શ્રીની કીર્તિ-પ્રશંસા Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ચોતરફ ખૂબ જ વધવા લાગી. મહારાજશ્રીમાં અતિશય બુદ્ધિમત્તા દેખીને ત્યાંના શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સૂરાએ ગુરુમહારાજશ્રીને વિનંતી કરી કે આ મહારાજશ્રી ઘણા જ બુદ્ધિશાળી છે, તીવ્રસ્મરણશક્તિવાળા છે. તેથી તેમને કાશી મોકલો. અને ન્યાયનો, તર્કશાસ્ત્રોનો અને છએ દર્શનશાસ્ત્રોનો સૂક્ષ્મ અભ્યાસ કરાવો. આ મહાત્માને જો બરાબર ભણાવવામાં આવે તો આ કાળમાં બીજા શ્રી હરિભદ્રસૂરિજી અથવા બીજા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી (તુલ્ય) પાકશે. ગુરુજીએ કહ્યું કે મારી પણ આ જ ઈચ્છા છે કે કાશીમાં જઈને સુંદર અભ્યાસ કરાવવો. પરંતુ ત્યાં વિદ્યાગુરુઓ (ભટ્ટારકો) ધન વિના વિદ્યાભ્યાસ કરાવતા નથી. તેના ઉત્તરમાં ધનજી સુરાએ કહ્યું કે, “આ લાભ મને આપો' આ વિષયનો તમામ ખર્ચ હું આપીશ. પંડિતજીને સારી રીતે સન્માનીશ. સારૂં યોગ્ય પાત્ર કાશીમાં જઈ દર્શન આદિના શાસ્ત્રો ભણીને જૈન શાસનની જ્યોત જગાવે તો મારો તમામ ખર્ચ સફળ જ થયો છે. એમ હું માનું છું. યોગ્યપાત્ર વિદ્યાસજી, થાણ્યું એ બીજો હેમ. જે કાશી જઈ અભ્યસેજી, પદનના ગ્રંથ, કરી દેખાડે ઉજળુંજી, કામ પડશે જિનપંથ. દોઈ સહસ દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથrfઘ અચણ્યું હો લાલ. છે મુજ એવી ચાહ, ભBraો તે ભણજો હો લાલ, ઈમ સુણી કાનો રાહ, ઝહે ગુરુ દિનમણિ હો લાલ. “સુજસવેલી ભાસ' ગ્રંથકારશ્રીનો કાશી તરફ વિહાર : શિષ્યને અભ્યાસ કરાવવાના આ પ્રમાણે સાનુકુળ સંજોગો થતાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિચાર વિનિમય કરીને ગુરુ મહારાજશ્રી નવિજયજી મ.શ્રીએ કાશી તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. અને કાશી તરફ વિહાર કરતાં પહેલાં ૧૭૮૧નું ચાતુર્માસ કપડવંજ પાસેના “આંતરોલી ગામમાં કર્યું. તે ચાતુર્માસ દરમ્યાન “સ્યાદ્વાદ રહસ્ય” નામના ગ્રંથની રચના કરી. અભ્યાસ કરવા જતાં પહેલાં આવા દુર્ગમ ગ્રંથની રચના કરવી તે તેઓશ્રીની પ્રખર પંડિતાઈનો પાકો પુરાવો છે. કાશી તરફ વિહાર કરતાં પહેલાં પૂજ્ય આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.શ્રીએ સંયમ-તપત્યાગ અને વૈરાગ્યને જાળવી રાખવા માટે તથા પંચાચારના પાલન આદિ માટે ઘણી ઘણી હિતશિક્ષા આપી. તથા ગંગાતટે સરસ્વતીની ઉપાસના કરાવી લેવાની અને ભણીને જૈન શાસનની પરમ જ્યોત જગાવવાની પણ શીખ આપી. ૧૭૮૧ના ચાતુર્માસ બાદ કોઈ શુભ દિવસે ગુરુજી શ્રી નયવિજયજીએ શિષ્ય પરિવાર સાથે આંતરોલીથી કાશી તરફ વિહાર કર્યો. અને વિહાર કરતાં કરતાં ગંગાતટે આવી પહોંચ્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગંગાતટે સરસ્વતીની ઉપાસના - પૂજ્ય શ્રી સિંહસૂરીશ્વરજી મ.સા.ની સૂચના મુજબ, ગુરુવર્ય શ્રી નવિજયજી મહારાજશ્રીએ શ્રી યશોવિજયજીને શાસ્ત્રોક્તવિધિપૂર્વક ગંગાતટે “ એવો સરસ્વતીમંત્ર આપ્યો. જે મંત્રની ૨૧ દિવસ સુધી ગંગાતટે જ સ્થિરાસને બેસીને સાધના કરી, અંતે સરસ્વતીદેવી સાક્ષાત્ પ્રસન્ન થયાં અને યોગ્ય પાત્ર દેખીને તર્કવાદમાં (વાદવિવાદના વ્યવહારમાં) અને કવિત્વશક્તિમાં નિપુણતાનું વરદાન આપ્યું. આ હકીકત તેઓશ્રીએ જ “જંબૂસ્વામી રાસમાં લખી છે. તે આ પ્રમાણે – શારદે સાર યા કરો, અાપો વચન સુરંગ, તું સુકી મુજ ઉપરે, જાપ કરત ઉપગં. તર્ક કાચનો તઈ તરા, દીઘો વર અભિરામ, लाषा पशिधरीत्यतर, शाजासभपरिशाभ. ‘૩ૐ' એ પંચ પરમેષ્ઠિ મંત્ર છે. હીં ચોવીસ તીર્થંકર પ્રભુની આરાધનાનો મંત્ર છે. શ્રી લક્ષ્મીદેવીનો મંત્ર છે. “ક્લી” ઈચ્છાપૂર્તિ (કામ)નો મંત્ર છે. તેમ “ સરસ્વતીદેવીની સાધનાનો મંત્ર છે. આ પ્રમાણે સરસ્વતીદેવીની સાધના કરી, તેમને પ્રસન્ન કરી, શુભદિવસે ગુરુજી શ્રી નયવિજયજી મહારાજશ્રીએ પોતાના શિષ્ય પરિવાર સાથે કાશીનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બીરાજમાન ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના-વંદના કરી ઉપાશ્રયમાં સ્થિરતા કરી. કાશીનો શ્રી જૈન સંઘ તથા ગુજરાતનો શ્રી જૈન સંઘ, તેઓશ્રીની ઋતપાસનાના કાર્યમાં પુરેપુરો સહયોગ આપવા માટે સદા તત્પર હતો. ભટ્ટારકજી પાસે વિદ્યાભ્યાસ : છએ દર્શનશાસ્ત્રોના સર્વોચ્ચ વિદ્વાન અને નવ્યાયના પ્રખર પંડિત એવા એક ભટ્ટારકજી પાસે ન્યાયશાસ્ત્રાદિનો અભ્યાસ ચાલુ કર્યો, આ ભટ્ટારકજી ન્યાય - વૈશેષિક, મીમાંસક – ચાર્વાક સાંખ્ય અને બૌદ્ધ આદિ અનેક દર્શન શાસ્ત્રોમાં તથા નવ્ય ન્યાયમાં અતિશય નિષ્ણાત હતા. તેઓની પાસે નિઃશૂલ્કપણે ૭૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. અને તેમને રાજ્ય તરફથી પગાર મળતો હતો. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીને ભણાવવાનો પ્રતિદિન એક રૂપીયો જૈનસંઘ તરફથી આપવામાં આવતો હતો. તેમાં તેઓ ઘણા ખુશી હતા. હૃદયની લાગણી અને ખંતપૂર્વક ભટ્ટારકજી એવું સુંદર ભણાવતા અને પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રી એવું સુંદર ભણતા હતા કે બીજા વિદ્યાર્થીઓ જે ન્યાયશાસ્ત્ર અને પદર્શનનાં શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ ૧૧-૧૨ વર્ષમાં સમાપ્ત કરે, તે જ અભ્યાસ શ્રી યશોવિજયજી મ. શ્રીએ ફક્ત ત્રણ જ વર્ષમાં સંપૂર્ણ કર્યો. આ અવસરે એક આવો પ્રસંગ બને છે કે – Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી : કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું ધામ હતું. ત્યાંથી આવેલા એક વિદ્વાન સંન્યાસીએ કાશીના રાજદરબારમાં પંડિતો સામે વાદવિવાદ માટે પડકાર ફેંક્યો. તે કાળ વાદવિવાદ માટે બહુ જ જાણીતો હતો. ભટ્ટારકજીના ૭૦૦ વિદ્યાર્થીઓ-પંડિતોમાંથી આ પડકાર ઝીલવા કોઈ તૈયાર ન હતું. પૂજ્ય યશોવિજયજી મ. શ્રી ભટ્ટારકજી પાસે ભણતા હતા. પણ બ્રાહ્મણોના વિરોધના કારણે “મુનિપણું છધરૂપે પાળતા હતા” જ્યારે પડકાર ઝીલવાનું આવ્યું ત્યારે જૈન શાસનની પ્રભાવના થાય તે માટે “જૈન મુનિપણે” પ્રગટ થઈને પડકાર ઝીલવાનું સ્વીકાર્યું. ભટ્ટારકજીના મનની ઈચ્છા એવી હતી કે જૈનમુનિ' ને બદલે પોતાની નાતનો કોઈ બ્રાહ્મણ પંડિત આ પડકાર ઝીલે અને વિજય પ્રાપ્ત કરે તો સારું. તે કારણે ફરીથી ભટ્ટારકજીએ બ્રાહ્મણ પંડિતો તરફ વાદવિવાદનું બીડું ઝીલવા માટે દૃષ્ટિપાત કર્યો. પરંતુ તેમાં સફળતા ન મળતાં પાઠશાળા વતી પડકાર ઝીલવા અને કાશીની ઈજ્જત જાળવવા માટે ભટ્ટારકજીએ છેવટે “જૈનમુનિને કહ્યું. - વિદ્યાગુરુની સમ્મતિ મળતાં જ શ્રી યશોવિજયજી મ. શ્રીએ વિદ્વાન સંન્યાસી સાથે અનેક વિદ્વાન બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં તથા વિદ્યાગુરુ ભટ્ટારકજીની નિશ્રામાં રાજદરબારની અંદર વાદવિવાદ શરૂ કર્યો. અકાઢ્ય દલીલો, બુલંદ અવાજ, નિર્ભય ચિત્તપરિણતિ અને નીડર વકતૃત્વકલા વડે પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ તે સંન્યાસીનો પરાભવ કરી તેને હાર આપી અને વિજય પ્રાપ્ત કરીને પાઠશાળાની, ભટ્ટારકજીની અને કાશીનગરની ઈજ્જત અને શોભા વધારી. તેથી અત્યન્ત ખુશ-ખુશાલ થયેલા ત્યાંના તે જ ૭૦૦ પંડિતોએ તથા ગુરુજીએ સાથે મળીને શ્રી યશોવિજયજી મ. સા. ને “ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ'નાં બે બીરુદ આપ્યાં. ભટ્ટારકજીની અત્યન્ત પ્રસન્નતા પ્રાપ્ત કરીને શ્રી ગંગેશપાધ્યાયજી કૃત દુર્ગમ અને દુષ્માપ્ય એવા “ન્યાયચિંતામણિ' નામના ગ્રંથનો પણ સાંગોપાંગ સુંદર અભ્યાસ કર્યો. શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતે જ આ રાસની ઢાળ ૧૭ની ગાથા ૧૦માં કહ્યું છે કે – જસ સેવા સુપસાયઈ સહજિં, “ચિંતામણિ' મેં લહીઉં તસગુણ ગાઈ શકું કિમ સઘળા, ગાવાનઈ, ગહગહીઓ, હમચડી. કાશીથી આગ્રા તરફ ગમન અને ત્યાં અભ્યાસ :કાશીના ભટ્ટારકજીએ કહ્યું કે મારી પાસે જેટલી વિદ્યા હતી તેટલી સઘળી વિદ્યા આ જૈનમુનિએ પ્રાપ્ત કરી લીધી છે. હવે આથી પણ વધુ અભ્યાસ કરાવનારા બીજા મહાવિદ્વાન એક ભટ્ટારકજી આગ્રામાં છે ત્યાં જઈને આ “જૈનમુનિને' અભ્યાસ કરાવો. આવી સૂચના મળતાં જ ગુરુવર્ય શ્રી નવિજયજી મ.શ્રીએ શિષ્ય પરિવાર સાથે કાશીથી વિહાર કર્યો અને સારા દિવસે આગ્રામાં પ્રવેશ કર્યો. અને ત્યાં જ બીજા ચાર વર્ષો સુધી નવ્યન્યાય આદિનાં શાસ્ત્રોનો ઘણો ઊંડો Page #13 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તલસ્પર્શી અભ્યાસ કર્યો. જાણે સાક્ષાત્ સરસ્વતીનો અવતાર જ હોય તેવા વિદ્યાના પારગામી બન્યા. આ રીતે વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૮/૯ સુધીમાં અનેક દર્શનશાસ્ત્રોનો અને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીએ કર્યો. તે કાલે આગ્રામાં દિગંબરાસ્નાયના મહાવિદ્વાન ગણાતા પંડિત શ્રી બનારસીદાસ હતા. તે શ્રી બનારસીદાસની સાથે પણ વાદવિવાદ ગોઠવાયો. બનારસીદાસ એકાન્તનિશ્ચયની પક્કડવાળા અને વ્યવહારના ઉચ્છેદક હતા. તેઓની સામે વ્યવહાર-નિશ્ચય ઉભયનું યથાર્થ સમન્વયાત્મકભાવે મંડન કરી તેમાં પણ વિજય પ્રાપ્ત કરીને તે જ વખતે આ વાદવિવાદમાં કહેવાયેલી અને અકાઢ્ય યુક્તિઓથી ભરપૂર ‘અધ્યાત્મમત ખંડન’ એટલે કે ‘અધ્યાત્મમત પરીક્ષા’ નામનો ગ્રંથ બનાવ્યો. તે ગ્રંથમાં (૧) સ્ત્રી મુક્તિ (૨) કેવલી ભુક્તિ (૩) કરપાત્રી અને (૪) વસ્ત્ર પરિધાન. આ ચાર બાબતોની ઘણી ચર્ચા કરેલી છે. અને અંતે સત્યની સિદ્ધિ કરેલી છે. વળી નિશ્ચયની જેમ વ્યવહારની પણ આવશ્યક્તા સિદ્ધ કરેલી છે. તથા તે સમયે ત્યાં કેટલાક દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. ગુજરાતમાં આગમન અને અવધાન પ્રયોગઃ ૧૨ પ્રસ્તાવના આ બાજુ ગુજરાતમાં પૂજ્ય હીરસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.શ્રી તથા ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. શ્રી આદિના સ્વર્ગવાસ પછી શિથિલાચાર વધતો જતો હતો. પરસ્પર કલેશ અને કડવાશનાં બીજ પણ શરૂ થયાં હતાં. યતિ સંપ્રદાય જેવી પ્રથા ચાલુ થઈ ચુકી હતી. ક્રિયોદ્ધાર કરવાની તાતી જરૂર હતી. તે વખતે વયોવૃદ્ધ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીએ સમુદાયની ધુરાના નાયકપદે ‘આચાર્યશ્રી વિજયસિંહસૂરીશ્વરજીને થાપ્યા’ તેઓશ્રી પ્રખર વિદ્વાન, વૈરાગ્યવાસિત, નિરતિચાર, સંયમપાલનમાં અડગ અને સિંહના જેવા પ્રતાપી હતા. પરંતુ તેઓશ્રી આ પાટ ઉપર ફક્ત બે જ વર્ષ રહ્યા અને વિક્રમ સંવત ૧૭૦૮માં અષાઢ સુદ ૨ ના દિવસે કાલધર્મ પામ્યા. તેથી પાછી સમુદાયની ધુરા પાછલી ઉંમરે પણ શ્રી વિજયદેવસૂરીશ્વરજીના માથે આવી. આ બધા સમાચાર પૂજ્ય નયવિજયજી મ. અને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીને મળતા રહેતા હતા. તેથી તેઓ પણ ગુજરાત તરફ આવવા વિશેષ ઉત્સુક હતા. આગ્રાથી વિહાર કરી ૧૭૦૯નું ચાતુર્માસ રાજસ્થાનમાં ક્યાંક કરીને ૧૭૧૦માં પાટણ પધાર્યા. સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ ૧૭૧૦માં પાલનપુર પાસેના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો અને તેમાં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીએ ઘણો જ સહકાર આપ્યો. આવો ઉલ્લેખ શ્રી વિબુધવિમલજી કૃત સમ્યક્ત્વ પરીક્ષા નામના ગ્રંથમાં છે. તેથી ૧૭૧૦માં પાટણ આવી ગયા છે. આમ જણાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૧૩ આ ‘વિમલ’ શાખા પણ તપાગચ્છની ૧૮ શાખા પૈકીની જ એક શાખા છે. એ અઢાર શાખાનાં નામ આ પ્રમાણે છે. (૧) વિજય (૨) વિમલ (૩) સાગર (૪) ચંદ્ર (૫)હર્ષ (૬) સૌભાગ્ય (૭) સુંદર (૮) રત્ન (૯) ધર્મ (૧૦) હંસ (૧૧) આનંદ (૧૨) વર્ધન (૧૩) સોમ (૧૪) રૂચિ (૧૫) સાર (૧૬) રાજ (૧૭) કુશલ (૧૮) ઉદય. આજે પણ આ શબ્દો સાધુ મહારાજ સાહેબોના નામોમાં જોવા મળે છે. પાટણમાં એક બ્રાહ્મણ પંડિતજી પાસે પૂજ્ય મલ્લવાદીજીએ રચેલા ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ‘નયચક્ર’ નામના ગ્રંથની જૈન જ્ઞાનભંડારની એક પોથી (પ્રત) હતી જે બીજા કોઈ જ્ઞાનભંડારોમાં લભ્ય ન હતી. તે પોથી પંડિતજી પાસે માગતાં તેઓએ આપવાની ના કહી. તેથી તેઓ જ્યારે બહારગામ ગયા ત્યારે તેમનાં ધર્મપત્ની પાસેથી માત્ર પંદર દિવસ માટે તે પોથી મેળવી. અને પૂજ્ય યશોવિજયજી આદિ સાત મુનિરાજોએ સાથે મળીને તે ગ્રંથની સંપૂર્ણ કોપી કરી લીધી. શ્રુતજ્ઞાનની આવી ભક્તિ પાટણમાં ૧૭૧૦ના પોષ માસમાં કર્યાનો ઉલ્લેખ મળે છે તેથી તેઓ ૧૭૧૦માં ગુજરાતમાં આવી ગયા છે. આમ જણાય છે. પાટણથી વિહાર કરી શ્રી નયવિજયજી મ.શ્રી સર્વ મુનિવૃંદ સાથે રાજનગરમાં (અમદાવાદમાં) પધાર્યા. અમદાવાદના સંઘે તેઓશ્રીનું ભવ્ય સામૈયું કર્યું. તેઓશ્રીની વિદ્વાનપણાની અને કવિપણાની કીર્તિ ચારે તરફ ઘણી જ વ્યાપ્ત થઈ હતી. તે વખતે દિલ્હીમાં ઔરંગઝેબ બાદશાહ રાજ્ય કરતો હતો. તેના સુબા તરીકે ‘મહોબતખાન’ અમદાવાદમાં રાજ્ય ચલાવતો હતો. તેણે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીના પાંડિત્યની કીર્તિ ધનજી શુરા આદિ શ્રેષ્ઠીગણ દ્વારા સાંભળી હતી. તે મહોબતખાન ઉદાર દીલવાળો હતો. તેને ઈચ્છા થઈ કે શ્રી યશોવિજયજી રાજ્યસભામાં આવે અને કોઈક ચમત્કારિક પ્રયોગ બતાવે. ધનજી શૂરા આદિ દ્વારા આમંત્રણ મોકલ્યું. જૈનશાસનની પ્રભાવના થશે એમ સમજીને ગુરુમહારાજે આજ્ઞા કરી, ગુરુજીની આજ્ઞા થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીએ રાજ્યસભામાં આવીને ઘણી વિશાળ સભા સમક્ષ ૧૮ (અઢાર) અવધાન પ્રયોગ કર્યા. તે દેખીને મહોબતખાન તથા સામાન્ય પ્રજા ઘણી જ ખુશ-ખુશાલ થઈ ગઈ. આ પ્રયોગોથી પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીની સ્મરણશક્તિ, ધારણાશક્તિ, વિદ્વત્તાશક્તિ અને ઉત્તરદાયિત્ત્વની શક્તિની ચોતરફ અધિકાધિક પ્રશંસા થવા લાગી. મહોબતખાને પણ પ્રભાવિત થઈને ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું ઘણું જ બહુમાન કર્યું. સાહિત્યસર્જન અને આ રાસની રચના : જેમ ચોમાસામાં કરેલી વાવણીનું ફળ કારતક-માગસર માસમાં લેવાય. વાવેલા દાણા અલ્પ હોય પરંતુ તેના ફળ રૂપે પાકેલું ધાન્ય ગાડેગાડાં ભરાય. તેવી જ રીતે શ્રી યશોવિજયજી મ.શ્રીએ ગુરુ મહારાજશ્રી પાસેથી તથા કાશી અને આગ્રાના ભટ્ટારકજી પાસેથી મેળવેલી વિદ્યાથી તેના ફળ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે હવે ૧૭૧૦થી અનેક ગ્રંથોની રચના કરવા રૂપે સાહિત્યસર્જનની શરૂઆત કરી. સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી અને મારવાડી ભાષામાં રચેલું તેઓશ્રીનું ઘણું સાહિત્ય આજે પણ મળે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની રચના પણ આ જ સમયમાં થઈ છે. કારણ કે તેઓના જ ગુરુજી શ્રી નવિજયજી મ.શ્રી ના કરકમલથી વિક્રમ સંવત ૧૭૧૧માં સિદ્ધપુરમાં લખાયેલી પોથી મળે છે. સાહિત્યરચનાના પ્રારંભકાળમાં જ આવા પ્રકારના કઠીન, વિષમ અને દુર્બોધ એવા વિષયની ગુજરાતી ભાષામાં જે રચના છે. તે તેઓશ્રીની પ્રખર પંડિતતાનો પ્રબળ પુરાવો છે. તેઓશ્રીની સાહિત્યરચના મુખ્યત્વે ત્રણ પ્રકારે જણાય છે. (૧) શાસ્ત્રાભ્યાસથી અને ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા પોતાના અનુભવબલથી સ્વયં સ્કૂરણા દ્વારા અપૂર્વ ગ્રંથોની રચના. જેમ કે જ્ઞાનસાર અષ્ટક આદિ. (૨) પૂર્વના મહાપુરુષોએ રચેલા ગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાગ્રંથો. જેમ કે કર્મપ્રકૃતિ ઉપર ટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપર સ્યાદ્વાદ કલ્પલતા આદિ ટીકાગ્રંથો. (૩) પૂ. હરિભદ્રસૂરીશ્વરજી આદિએ રચેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરી તે જ વિષયોની ગુજરાતી ભાષામાં સરળ અને રસપ્રદ કાવ્યમય રચના. જેમકે આઠ દૃષ્ટિની સજઝાય અને સમ્યકત્વના ૬૭ બોલની સઝાય વગેરે. તેઓશ્રીએ જે સાહિત્ય બનાવ્યું છે તેમાંના એક એક ગ્રંથ વિષે જેટલું લખીએ તેટલું ઓછું છે. તેમના સાહિત્યમાં વાણીની મીઠાશ તો એટલી બધી છે કે તેનો સ્વાદ જે ભણે તે જ જાણે. શ્રુતજ્ઞાનની ઉપાસનાનો જબરજસ્ત રંગ લાગ્યો હતો. વિ. સં. ૧૭૪૨માં સુરતમાં રચાયેલી ૧૧ અંગો ઉપરની સક્ઝાયમાં તેઓશ્રી પોતે જ કહે છે કે – ખis ગળી, સાકર ગળી, વળી અમૃત ગવું કહેવાય, માહરે તો મન ગ્રુત આગળે, તે કોઈ ન આવે દાય. તેઓશ્રીના રચાયેલા ગ્રંથોનો યત્કિંચિત પરિચય : (૧) અધ્યાત્મ મત પરીક્ષા = મૂળ ગાથા ૧૮૪ છે. પ્રાકૃતભાષા છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ટીકા રચી છે. કેવલિભક્તિ, સ્ત્રીમુક્તિ, કરપાત્રી અને વસ્ત્ર પરિધાન આ ચાર બાબતો ઘણી જ યુક્તિપૂર્વક સમજાવી દિગંબર માન્યતાનું નિરસન કરેલ છે. (૨) અધ્યાત્મ સાર = મૂળ શ્લોક ૧૩૦૦ છે. તેના ઉપર ગંભીરવિજયજી મ.શ્રીએ સંસ્કૃત ટીકા બનાવી છે. કોઈક સ્થાને ૯૪૯ શ્લોકો હોવાનો ઉલ્લેખ છે. તેમાં સાત પ્રબંધો છે. દંભત્યાગ આદિ વિવિધ વિષયોનું સુંદર વર્ણન છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના (૩) અધ્યાત્મોપનિષદ્ = સંસ્કૃતભાષામાં ૨૩૧ અનુષ્ટુપ શ્લોકો છે. તેમાં શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, જ્ઞાનયોગાધિકાર, ક્રિયાયોગાધિકાર અને સામ્યાધિકાર આમ ચાર અધિકારોનું વર્ણન છે. (૪) અનેકાન્ત વ્યવસ્થા = મૂળ શ્લોકો ૩૩૫૭ છે. અનેકાન્તવાદ સમજાવેલ છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં લખેલા સર્વે વિષયોનું આ ગ્રંથમાં સંસ્કૃતભાષામાં સુંદર આલેખન છે. ૧૫ (૫) દેવધર્મ પરીક્ષા = મૂળ શ્લોક ૪૨૫ છે. સ્વર્ગમાં રહેલા દેવો પણ પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. તે સમજાવ્યું છે તથા જુદા જુદા ૧૭ મુદ્દાઓ દ્વારા દેવો ધર્મી છે. સમ્યક્ત્વધારી છે ઈત્યાદિ કહીને દેવ-દેવીઓએ કરેલી પ્રભુની પ્રતિમાની પૂજાને માન્ય રાખવાનું સમજાવેલ છે. (૬) જૈન તર્ક પરિભાષા મૂળ શ્લોક ૮૦૦ છે. તેના ત્રણ પરિચ્છેદ છે. એક એક પરિચ્છેદમાં પ્રમાણ-નય અને નિક્ષેપાનું સવિસ્તર વર્ણન છે. (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય = મૂળ શ્લોક ૯૦૫ છે. પ્રાકૃતભાષામાં પદ્યરચનાવાળો આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ ૭૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃતભાષામાં ગદ્ય ટીકા બનાવી છે. તેમાં ચાર ઉલ્લાસની સંકલના છે. (૮) દ્વાત્રિંશદ્વાત્રિંશિકા = મૂળ શ્લોક ૧૦૬૪ છે. સંસ્કૃત પદ્યમય કાવ્ય છે. દાન વગે૨ે ૩૨ વિષયો ઉપર બત્રીસ બત્રીસ શ્લોકોની રચના છે. તેના ઉપર પોતાની જ બનાવેલી સ્વોપક્ષ સુંદ૨ ટીકા છે. તેનું ગુજરાતી ભાષાન્તર હમણાં જ વિ.સં. ૨૦૬૦માં જ પૂ. આ. મ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયવર્તી પૂજ્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કર્યું છે. જે ગ્રંથ વિમોચનનો પ્રસંગ અમદાવાદમાં પાલડીમાં ઘણા ઉત્સવ અને ઉમંગ સાથે થયો હતો. (૯) યતિલક્ષણ સમુચ્ચય = મૂળ શ્લોક ૨૬૩ છે. પ્રાકૃત પદ્યરચના છે. સાધુ મહાત્માનાં ૭ લક્ષણોનું સવિસ્તર વર્ણન છે. (૧૦) નયરહસ્ય નૈગમાદિ સાત નયોનું તથા સપ્તભંગીનું વર્ણન છે. તેમજ કયા કયા નયના એકાન્તવાદમાંથી કયા કયા દર્શનની ઉત્પત્તિ થઈ છે ? ઈત્યાદિ વર્ણન છે. = (૧૧) નયપ્રદીપ = સંસ્કૃતભાષામાં ગદ્યરૂપે લખાયેલો આશરે ૫૦૦ શ્લોકો પ્રમાણ આ ગ્રંથ છે. તેમાં ૨ સર્ગ છે. પહેલામાં સમભંગીનું સમર્થન અને બીજામાં નયોનું સમર્થન કરેલ છે. (૧૨) નયોપદેશ = પ્રસ્થક - પ્રદેશ આદિના ઉદાહરણો આપીને સાત નયોનું વર્ણન કરેલ છે. પોતાની જ બનાવેલ નયામૃત તરંગિણી ટીકા છે. = (૧૩) જ્ઞાનબિંદુ = મૂલ શ્લોકો ૧૨૫૦ છે. જ્ઞાનના મતિજ્ઞાનાદિ પાંચ ભેદો તથા તેના ઉત્તરભેદોનું સ્વરૂપ તથા લક્ષણો સમજાવ્યાં છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૧૪) જ્ઞાનસાર = મૂળ શ્લોકો ૨૫૬ છે. પૂર્ણતા-મગ્નતા વિગેરે ૩૨ વિષયો ઉપર આઠ આઠ અનુષ્ટ્રપ શ્લોકો છે. જ્ઞાનના પરિપક્વ નિચોડ રૂપે આ ગ્રંથ છે. તેના ઉપર પોતે જ બાલાવબોધ (ગુજરાતી ટબો) બનાવેલ છે. તથા પૂજ્ય દેવચંદજી મ.શ્રીએ અને પૂજ્ય ગંભીરવિજયજી મ.શ્રીએ તે ગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા બનાવી છે. (૧૫) ન્યાય ખંડન ખંડ ખાદ્ય = મૂળ શ્લોકો ૫૫00 છે. નવ્યન્યાયથી ભરપૂર ભરેલો. અર્થગંભીર, અને ઘણો જ જટિલગ્રંથ છે. તેના ઉપર પૂજ્ય આ. ભ. શ્રી નેમિસૂરિજી મ.શ્રીએ તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજયદર્શનસૂરિજીએ ટીકા બનાવી છે. (૧૬) ન્યાયાલોક = મૂલ શ્લોકો ૧૨૦૦ છે. તેમાં ન્યાયની નીતિરીતિ મુજબ સ્યાદ્વાદ આદિ વિષયોનું નિરૂપણ છે. (૧૭) પ્રતિમાશતક = મૂલ શ્લોકો ૧૦૦ છે. તેના ઉપર સ્વપજ્ઞ ટીકા છે. પરમાત્માની પૂજા-દર્શન-વંદન આદિની શાસ્ત્રપાઠો આપીને સિદ્ધિ કરેલી છે. ૧૭૯૩માં શ્રી ભાવપ્રભસૂરિજીએ આ ગ્રંથ ઉપર નાની ટીકા બનાવી છે. (૧૮) ઐન્દ્રસ્તુતય: = આ ગ્રંથમાં પરમાત્માની સ્તુતિઓ છે. શોભન સ્તુતિ ગ્રંથમાં કરાયેલી સ્તુતિઓ જેવી સ્તુતિઓ છે. (૧૯) ઉપદેશ રહસ્ય (૨૮) આરાધક-વિરાધક ચતુર્ભગી (૩૭) વૈરાગ્ય કલ્પલતા (૨૦) આદિજિન સ્તવન (૨૯) નિશા ભક્તવિચાર (૩૮) શ્રી ગોડી પાર્શ્વ સ્તોત્ર (૨૧) તત્ત્વવિવેક (૩૦) પરમાત્મા પંચવિંશિકા (૩૯) શ્રીવિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૨) તિડત્વયોક્તિ (૩૧) અસ્પૃશદ્ગતિવાદ (૪૦) શંખેશ્વર પાર્થસ્તોત્ર (૨૩) ધર્મ પરીક્ષા (૩૨) પંચનિગ્રંથી પ્રકરણ (૪૧) સમીકાપાર્શ્વ સ્તોત્ર (૨૪) જ્ઞાનાર્ણવ (૩૩) પરમ જ્યોતિ પંચવિંશિકા (૪૨) સામાચારી પ્રકરણ (૨૫) ભાષા રહસ્ય (૩૪) પ્રતિમા સ્થાપન ન્યાય (૪૩) સ્તોત્રાવલી (૨૬) માર્ગ પરિશુદ્ધિ (૩૫) ફલાફલ વિષયક પ્રશ્નોત્તર (૪૪) વાદમાલા (૨૭) મુક્તાશક્તિ (૩૬) યતિદિન ચર્યા પ્રકરણ - પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ બધા ગ્રંથો સ્વયં સ્કૂરણાથી અને અનુભવબળથી મૌલિકગ્રંથો બનાવ્યા છે. એટલે કે સ્વતંત્રપણે નવા અપૂર્વ ગ્રંથોની રચના કરી છે. ગૌરવ થવાના ભયથી એક એક ગ્રંથની વધારે વિગત અમે અહીં લખી નથી. Page #18 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૧૭ ગ્રંથકારશ્રી કૃત ટીકાગ્રંથો (૪૫) અષ્ટ સહસ્રી તાત્પર્ય વિવરણ = આ મૂલગ્રંથ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીનો છે. આમ મીમાંસા તેનું નામ છે. તેના ઉપર ભાષ્ય લખનાર અકલંકાચાર્ય છે. તેના ઉપર દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદજી કૃત ‘‘અષ્ટસહસ્રી’’ ટીકા છે. તે ટીકાની ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ વિવરણ કર્યું છે. આ વિવરણનું સંપાદન પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજીએ કરેલ છે. જે ગ્રંથનું હમણાં જ કા. સુદ ૧૧નું વિમોચન થયેલ છે. : (૪૬) કર્મપ્રકૃતિની બૃહદ્ ટીકા = મૂલગ્રંથકર્તા શ્રી શિવશર્મસૂરીશ્વરજી છે. પ્રાકૃતભાષામાં પદ્યગ્રંથ છે. તેના ઉપર આ. શ્રી મલયગિરિજી મ. શ્રીની ટીકા છે. તે સરળ છે. તથા આ કર્મપ્રકૃતિ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ ગદ્ય અને ન્યાયની પરિભાષાથી યુક્ત કંઈક કઠીન ટીકા બનાવી છે. (૪૭) કર્મપ્રકૃતિની લઘુટીકા = જે આત્માનંદ જૈન સભા તરફથી છપાઈ છે. (૪૮) તત્ત્વાર્થવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય ઉમાસ્વાતિજીનો ૩૫૦ થી ૪૦૦ સૂત્ર પ્રમાણ સંસ્કૃત છે. તેના ઉપર પૂ. શ્રી હરિભદ્રસૂરિજી તથા પૂ. શ્રી સિદ્ધસેનગણિજીની ટીકા છે. તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ પણ ટીકા બનાવી છે. પરંતુ ફક્ત પહેલા અધ્યાયની જ ટીકા મળે છે. = (૪૯) દ્વાદશા૨ નયચક્રોદ્વાર વિવરણ = પૂજ્ય મલ્લવાદીસૂરિજી કૃત શ્રી દ્વાદશાર નયચક્ર ગ્રંથ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ ૧૮૦૦0 શ્લોક પ્રમાણ વિવરણ (વિવેચન) સંસ્કૃત ભાષામાં ગદ્યરૂપે લખેલ છે. (૫૦) ધર્મસંગ્રહ ટીપ્પણ મૂલગ્રંથકર્તા પૂજ્ય ઉ. શ્રી માનવિજયજી મ.શ્રી, તેના ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ ટીપ્પણ લખી છે. જે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૧) પાતંજલ યોગસૂત્રવૃત્તિ = પતંજલિ ઋષિના બનાવેલા ‘યોગસૂત્ર’ ઉપર ગ્રંથકારશ્રીએ ટીકા લખી છે. જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૨) યોગવિંશિકા પ્રકરણ=પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીની બનાવેલી વિંશતિવિંશિકામાં આવેલી ‘યોગવિંશિકા’ ઉપર સંસ્કૃત ટીકા લખી છે જેનું ગુજરાતીમાં વિવેચન અમે પણ પ્રકાશિત કર્યું છે. (૫૩) શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ = મૂલગ્રંથ પૂજ્ય હરિભદ્રસૂરિજી મ.શ્રીનો છે. સંસ્કૃતભાષામાં પદ્યરચના છે. તેના ૮ સ્તબક છે. તેના ઉપર ગ્રંથકારશ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી છે. તેનું નામ ‘સ્યાદ્વાદ કલ્પલતા’ છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત ૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ થયેલ છે. તેનું ગુજરાતી ભાષાન્તર પૂજ્ય આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયવર્તી શ્રી જયસુંદરવિજયજી ગણિ (જે હાલ પૂજ્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.શ્રી)એ કરેલ છે. (૫૪) ષોડશકવૃત્તિ = મૂલગ્રંથના કર્તા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી છે. ૧૬ વિષયો ઉપર સોળ-સોળ શ્લોકો છે. કુલ ૨૫૬ શ્લોકો છે. તેના ઉપર ૧૨૦૦ શ્લોકો પ્રમાણ સંસ્કૃતટીકા પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ બનાવી છે. તેનું નામ “યોગદીપિકા' છે. દેવચંદ લાલભાઈ સુરત તરફથી પ્રકાશિત થયેલ છે. (૫૫) સ્તવપરિજ્ઞા પદ્ધતિ = આ ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. પરંતુ શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ટીકામાં (સ્યાદ્વાદ કલ્પલતામાં) આ ગ્રંથની સાક્ષી આપી છે. તથા પ્રતિમા શતક ગ્રંથમાં પણ સ્તવપરિજ્ઞાની સાક્ષી આપેલ છે. ગ્રંથકારશ્રીના બનાવેલા અનુપલભ્ય ગ્રંથો :પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.શ્રીએ જે બીજા કેટલાક ગ્રંથો બનાવ્યા છે. અને તેવા તે ગ્રંથોની સાક્ષી પ્રચલિત અન્યગ્રંથોમાં તથા વોક્તમમ્મમ: લખીને આપી છે. પરંતુ હાલ જે મળી શકતા નથી તેવા પણ અનેક ગ્રંથો છે. તેની યાદી આ પ્રમાણે છે – (પ૬) અધ્યાત્મબિંદુ (૬૫) ત્રિસૂટયાલોક વિધિ (૭૪) વેદાંત નિર્ણય (૫૭) અધ્યાત્મોપદેશ (૬૬) દ્રવ્યાલોક (૭૫) વેદાંતનિર્ણય સર્વસ્વ (૫૮) અલંકારચૂડામણિ ટીકા (૬૭) પ્રમા રહસ્ય (૭૬) વૈરાગ્યરતિ (૫૯) આકરગ્રંથ (૬૮) મંગલવાદ (૭૭) શઠ પ્રકરણ (૬૦) આત્મખ્યાતિ (૬૯) લત્તાદ્વય (૭૮) સિદ્ધાન્તતર્ક પરિસ્કાર (૬૧) કાવ્યપ્રકાશ ટીકા (૭૦) વાદ રહસ્ય (૭૯) સિદ્ધાન્તમંજરી ટીકા (૬૨) છંદચૂડામણિ ટીકા (૭૧) વિચારબિંદુ (૮૦) સ્યાદ્વાદ મંજાષા (૬૩) જ્ઞાનસાર ચૂર્ણિ (૭૨) વિવિવાદ (૮૧) સ્યાદ્વાદ રહસ્ય (૬૪) તત્ત્વલોક વિવરણ (૭૩) વીરસ્તવ ટીકા આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પોતાના બનાવેલા મૌલિક ગ્રંથો ૪૪, ટીકાગ્રંથો ૧૧ અને અનુપલભ્ય ગ્રંથો ર૬ આમ કુલ ૮૧ ગ્રંથોની વિગત અમને મળી શકી છે તે વિસ્તારરુચિ જીવોના ઉપકાર માટે અહીં લખી છે. ૧૭૧૦ થી ૧૭૪૪ સુધીના ટુંકાગાળામાં આ મહાત્મા પુરુષે અદ્ભુત શાસ્ત્રરચના કરીને કેટલી શ્રુતભક્તિ કરી છે અને તે દ્વારા કેટલી શાસન સેવા કરી છે. તે જાણવાથી તેઓશ્રી કેટલા મહાન પ્રખર પંડિત હશે ? કેટલા અપ્રમાદી હશે ? તે સમજાય છે. તેઓશ્રીને ભાવપૂર્વક લાખો લાખો વંદન. Page #20 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ગુજરાતી ભાષાની મહાન કૃતિઓ: (૧) અધ્યાત્મમત પરીક્ષાનો ટબો (૨) આનંદઘન અષ્ટપદી (૩) તત્ત્વાર્થસૂત્રનો ટબો (૪) દ્રવ્યગુણ પર્યાયનો રાસ (૫) દ્રવ્યગુણ પર્યાયના રાસનો ટબો (૬) દિપટ ચોરાશી બોલ (૭) લોકનાલિ બાલાવબોધ (૮) શઠ પ્રકરણનો બાલાવબોધ (૯) જેસલમેર પત્ર (૧૦) જ્ઞાનસારનો ટબો (૧૧) ઉપદેશ માલા (૧૨) પંચપરમેષ્ઠિ ગીતા | (૧૩) જંબૂસ્વામી રાસ (૧૪) જયવિલાસ (૧૫) બ્રહ્મગીતા (૧૬) વિચારબિંદુ (૧૭) વિચારબિંદુનો ટબો (૧૮) સમાધિ શતક (૧૯) સમતાશતક (૨૦) સમ્યકશાસ્ત્ર સાર પત્ર (૨૧) સમ્યત્વ ચોપાઈ (૨૨) સમુદ્રવહાણ સંવાદ (૨૩) શ્રીપાળ રાજાના રાસનો ઉત્તર ભાગ (વિ.સં. ૧૭૩૦માં) ઉપાધ્યાયજી મ. કૃત ગુજરાતી સ્તવનોઃ (૨૪) આવશ્યક સ્તવન = જેમાં છ આવશ્યકનું વર્ણન છે. (૨૫) કુમતિખંડન સ્તવન = મિથ્યામતિઓના વિચારોનું ખંડન (૨૬) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૭) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવન (બીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૮) વર્તમાન ચોવીશીના ૨૪ ભગવંતોનાં સ્તવનો (ત્રીજી ચોવીશી) = જેમાં ભક્તિરસ અદ્ભુત છે (૨૯) નવપદપૂજા = જે શ્રીપાલરાજાના રાસમાં ચોથા ખંડમાં આવે છે. (૩૦) નયગર્ભિત શ્રી શાન્તિનાથજિન સ્તવન (૩૧) નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી પ્રભુનું સ્તવન (૩૨) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (એક) (૩૩) પાર્શ્વનાથ પ્રભુજીનું સ્તવન (બીજું) (૩૪) શ્રી મહાવીર પરમાત્માનું સ્તવન (૩૫) દશમતોનું સ્તવન (આ સ્તવન પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીનું હોય તે વાત કંઈક શંકાસ્પદ છે. એટલે નિશ્ચિત ન જાણવું) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રસ્તાવના (૩૬) મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન (૩૭) વિહરમાન જિન વીશીનું સ્તવન દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૩૮) શ્રી સીમંધર સ્વામિનું ચૈત્યવંદન (૩૯) શ્રી સીમંધર સ્વામીનું ૧૨૫ ગાથાનું સ્તવન = જેને હુંડીનું સ્તવન કહેવાય છે (૪૦) શ્રી વી૨૫૨માત્માનું ૧૫૦ ગાથાનું સ્તવન (૪૧) શ્રી સીમંધર સ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન અંગે ઉપયોગી ભાવો સમજાવ્યા છે. (૪૨) અઢાર પાપસ્થાનકની સજ્ઝાય (૪૩) અગિયાર અંગની સજ્ઝાય (૪૪) અગિયાર ઉપાંગની સજ્ઝાય (૪૫) આઠદૃષ્ટિની સજ્ઝાય (૪૬) અમૃતવેલની સજ્ઝાય (૪૭) આત્મ પ્રબોધની સજ્ઝાય (૪૮) ઉપશમશ્રેણીની સજ્ઝાય (૪૯) ચડતા-પડતાની સજ્ઝાય (૫૦) ચાર પ્રકારના આહારની સજ્ઝાય (૫૧) પાંચ મહાવ્રતોની સજ્ઝાય (૫૨) પ્રતિક્રમણગર્ભહેતુની સજ્ઝાય જેમાં પ્રતિમાની પૂજાદિ સિદ્ધ કરેલ છે. જેમાં સાધુજીવન અને શ્રાવક જીવનને = (૫૩) પ્રતિમા સ્થાપનની સજ્ઝાય (૫૪) યતિધર્મ બત્રીશીની સજ્ઝાય (૫૫) સ્થાપના કલ્પની સજ્ઝાય (૫૬) સમકિતના ૬૭ બોલની સજ્ઝાય (૫૭) જ્ઞાનક્રિયાની સજ્ઝાય (૫૮) પાંચ કુગુરુની સજ્ઝાય (૫૯) સુગુરુની સજ્ઝાય (૬૦) સંયમશ્રેણીની સજ્ઝાય (૬૧) હરિયાળીની સજ્ઝાય (૬૨) હિતશિક્ષાની સજ્ઝાય પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીકૃત ગુજરાતી સ્તવનો, સજ્ઝાયો તથા બીજા કેટલાક દુહાઓ વગેરે ગુજરાતી તમામ સાહિત્ય મૂળમાત્ર, ‘ગુર્જર સાહિત્યસંગ્રહ' જિનશાસન રક્ષા સમિતિ, લાલબાગ મુંબઈ તરફથી પ્રકાશિત થયેલ ભાગ ૧-૨માં છપાયેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતી છે. આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃતભાષામાં મૌલિકગ્રંથો, ટીકાગ્રંથો, અને અનુપલભ્ય ગ્રંથો કુલ ૮૧ તથા ગુજરાતી ભાષામાં કાવ્યમય ગ્રંથો-સ્તવનો અને સાયો વગેરે મળીને ૬૨ આમ કુલ ૧૪૩ શાસ્ત્રોનાં નામો ‘ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ ૧-૨'ના આધારે તથા ‘યશોદોહન’ આદિ પુસ્તકોના આધારે મળી શક્યાં છે. પરંતુ ભક્તિરસિક, પરોપકારપરાયણ, શાસન સમર્પિત અને શ્રુતગંગામાં લયલીન બનેલા એવા ઉપાધ્યાયજી મ.શ્રીએ બીજાં પણ કેટલુંય સાહિત્ય સર્જ્યું હશે કે જેનાં નામો અને તે તે ગ્રંથો નષ્ટ થઈ ગયા હોવાથી આપણને અત્યારે મળી શકતા ન હોય આવું પણ બન્યું હોય. કારણ કે ઉપલભ્ય ગ્રંથો જોતાં તેઓશ્રી નીડરવક્તા, પ્રખરપંડિત અને સત્યમાર્ગ પ્રરૂપક હતા. તેથી શિથિલાચારીઓએ અને વિરોધીઓએ તેમના સાહિત્યનો ઘણો ઘણો નાશ કર્યો પણ હશે. એટલું જ નહીં પરંતુ ઉપાધ્યાયજી મ.શ્રીને ઘણી ઘણી મુશ્કેલીઓ પણ ઉભી કરી હોય. આમ Page #22 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના લાગે છે અને આવા કટોકટીના પ્રસંગોમાં ઘણી સમતા રાખી હશે ત્યારે જ “અબ મોહે ઐસી આય બની, પ્રભુ તું મુજ એક ધણી” જેવાં ભાવવાહી પદો તેઓશ્રીના મુખમાંથી નીકળેલાં આપણને મલ્યાં છે. તેના માનમાં જ તેઓશ્રી વધારે મગ્ન બન્યા છે. ઉપાધ્યાયજી મ. શ્રીએ કેવલ વિદ્વદ્ભોગ્ય જ સાહિત્ય બનાવીને સંતોષ માણ્યો નથી. પરંતુ બાલજીવોનો પણ ઉપકાર થાય તેવી ઉત્કંઠાથી બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવેલ છે અને જુદા-જુદા આનંદદાયક રાગોમાં ગુજરાતી ભાષામાં કાવ્યમય સુંદર રચનાઓ પણ કરેલી છે. દ્રવ્યગુણ-પર્યાયના રાસમાં પૂ. ઉપાધ્યાજી મ. શ્રીએ જ કહ્યું છે કે “દેવોને અમૃત ઉપલબ્ધ હોવા છતાં દેવાંગનાઓના અધર પાનમાં જ તેઓને વધારે રસ હોય છે. તેમ મને સંસ્કૃત-પ્રાકૃત કરતાં ગુજરાતી ભાષા મારી માતૃભાષા હોવાથી તથા ઘણી પ્રિય હોવાથી તેમાં લખવાનો મને ઘણો આનંદ છે. જ્યાં તેઓશ્રીના આયુષ્યની સીમા? અને ક્યાં આટલી બધી જટિલ અને દુર્બોધ ગ્રંથરચના? સાથે સાથે સાધુપણાની સામાચારી સાચવી રાખવાની પણ પુરેપુરી ભાવના, ત્યાગ-તપ-ઉદાત્ત-ચારિત્ર અને સમાજની સાથેના સંબંધો જાળવીને આટલું બધું શાસ્ત્રસર્જન સરજવું. આ કંઈ નાની અને સામાન્ય વાત નથી. હૃદયમાં રહેલો વૈરાગ્ય, અધ્યાત્મરસ અને જૈનશાસનનો સાચો પ્રેમ જ દુષ્કર કાર્યને સુકર બનાવે છે. ક્યારેક ક્યારેક તો આ કવિરાજના મુખેથી એવી સુંદર સૂક્તિરૂ૫ પંક્તિઓ નીકળી પડે છે કે જેને વારંવાર દોહરાવવાનું જ મન થાય છે. તેવી કેટલીક પંક્તિઓ, જેમ કે જ્ઞાન દર્શન ચરણગુણ વિના, જે કરા કુલાચાર રે, લુંટાયા તે જન દેખતાં, કહાં કરે લોક પોકાર રે. ૧-૩ વિષય રસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુ મદપૂર રે, ધૂમણામે ઘમઘમ ચલી, જ્ઞાન માગ રહ્યો દૂર રે. ૧-૭ મન થકી મીલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે, કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. ૧૧-૫ તુજ વચન રાગસુખ આગળ, નહિ ગણું સુરનર શર્મ રે, કોડી કપટ જે કોઈ દાખવે, નતિ સર્જે તો ય તુજ ધર્મ રે ૧૧-૬ કોડી છે દાસ પ્રભ તાહરે, માહરે દેવ તું એક રે, કીજીએ સાર સેવક તણfી, એ તુજ ઊંચિત વિવેક રે. ૧૧-૮ સવાસો ગાથાનું સ્તવન. ખંડ ખંડ પતિ જે હોવે, તે નહિ કહીયે નpી, નિશ્વિત સમય લહે તે નાણfી, સઢમતિની સહી નાણfી. ૧-૧૩ નિજ ગણા સંચે, મન નવ ખંચે, ગ્રંથ ભfી જન વંચે, ઉંચે કેશ ન સંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય. ૧૫-૨૦ ચોગગ્રંથના ભાવ ન જાણે, જાણ તો ન પ્રકાશ, ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ઘન્ય. ૧૫-૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ મેલે વેશે મહીતલ મ્હાલે, બક પરે નીચો ચાલે, જ્ઞાન વિના જગ વંધે ઘાલે, તે કિમ સારગ ચાલે. વ. ૧૫-૨૨ કોઈ કહે મુક્તિ છે વીણાતાં ચીથર, કોઈ કહે સહજ જમતાં દર દહીંથરાં, મૂઢ એ દોય તસ ભેદ જાણ નહી જ્ઞાનયોને ક્રિયા સાધતા તે સહી, ૧૬-૨૪ વેગલો મત તુજે દેવ મુજ મન થકી, કમલના વન થકી જિમ પરાગો, ચમક પાષાણ જિમ લોહને ખેંચશે. મુક્તિને સહજ તુઝ ભક્તિ રાગો. આજ. ૧૭-૨ સાડા ત્રણસો ગાથાનું સ્તવન. પાપ નવી તીવ્રભાવે કરે, જેને નવી ભવરગ રે, ઊંચિત સ્થિતિ જેઠ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે, ચેતન. ૨૧ દેહ, મન, વચન પુલ થકી, કર્મચી ભિન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ રૂપ રે. ચેતન. ૨૪ અમૃતવેલની સઝાય. ખજુઅા સમી ક્રિયા કહી, નrણ ભDણ સમ જોઈ. કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝઈ કોઈ. ૧૫-૪ नारा परमगुश वनो, नाश लवन्नवधोत મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત - ૧૫-૮ દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ. स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः । कर्तृत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ॥ परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखं । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ જ્ઞાનસરિષ્ટિક આવા પ્રકારનાં કેટલાંય પદો એવાં છે કે જે સાકર અને અમૃત કરતાં પણ વધારે મધુર છે. જેથી વારંવાર સાંભળવાનું અને ગાવાનું જ મન થાય, આવી ઉત્તમ રચના કરનાર તે ધન્ય પુરુષને લાખો લાખો વંદન. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી, અવધૂતયોગી એવા શ્રી આનંદઘનજી મ.શ્રીને આબુથી આગળ મેડતા ગામમાં અથવા તેની આસપાસના પ્રદેશમાં મળ્યા હોય એમ લાગે છે. એક અવધૂતયોગી અને બીજા પ્રખર પંડિત તથા બને અધ્યાત્મરુચિ મહાત્માઓ, કેવું બન્નેનું સુંદર મીલન. તે તો તેઓશ્રીના મુખમાંથી સરી આવતી પંક્તિઓ જ કહે છે – આનંદઘન કહે “જસ' સુણો બતાં, એહીં મળે તો મેરો ફેરો ટળે. માગ, ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત અાનંદ ભરપૂર જશવજય કહે સુણો આનંદઘન, હમામ મીલે હજુર. એહી આજ આનંદ ભયો મેરે, તેરો સુખ નીરખ નીરખ. આનંદઘનકે સંગ સુજસ હી નીલે, જબ તબ આનંદ સમ ભયો સુજસ. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીનું જીવન, નિર્મળ ચારિત્રપાલન કરવા દ્વારા, સતત અનુપમ શ્રુતપાસના કરવા દ્વારા, અને જૈનશાસનની પ્રભાવના કરવા દ્વારા અત્યંત સ્વચ્છ, પવિત્ર અને યશસ્વી બન્યું હતું. ચારે તરફ તેમની વિદ્વત્તાની તથા સ્વચ્છ ચારિત્રની પ્રશંસા થતી હતી. તેઓએ વીશસ્થાનક તપની સુંદર આરાધના કરી હતી. પૂજ્ય આચાર્ય મ. શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ તથા રાજનગરના જૈન સંઘે વિચાર કરીને તેમને ઉપાધ્યાય પદવી આપવાનો નિર્ણય કર્યો પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. શ્રી કાલધર્મ પામ્યા. શ્રી દેવસૂરીશ્વરજી મશ્રીના પ્રથમ શિષ્ય પૂ. આ. શ્રી સિંહસૂરીશ્વરજી મ. શ્રી તો ૧૭૦૮માં પહેલાં જ કાલધર્મ પામ્યા હતા. તેથી ગચ્છનો બધો ભાર પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. સા. ઉપર આવ્યો. આ કારણે પૂજ્ય શ્રી યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાયપદવી વિક્રમ સંવત ૧૭૧૮માં અમદાવાદમાં ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં ધનજી શૂરા આદિ શ્રેષ્ઠિગણ હોતે છતે પૂ. આ. વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે થઈ. તે વખતે શ્રી જૈન સંઘમાં અપૂર્વ ઉલ્લાસ પ્રવર્તતો હતો. આ ઉપાધ્યાય પદવીને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ એવી દીપાવી-શોભાવી કે તેઓ ઉપાધ્યાયજી મ.ના નામે જ વધારે પ્રસિદ્ધિ પામ્યા. “ઉપાધ્યાયજી મ. એટલે યશોવિજયજી મ. અને યશોવિજયજી મ. એટલે ઉપાધ્યાયજી મ.” ત્યારપછી આજ સુધી તેમના માટે “ઉપાધ્યાય' એ શબ્દ પદવી માત્ર રૂપે ન રહેતાં તેમના બીજા પર્યાયવાચી નામ રૂપે જ બની ગયો. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીકૃત આતમીમાંસા ઉપર અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ, પતંજલિ ઋષિકૃત યોગસૂત્ર ઉપર વૃત્તિ, મમ્મટ ઋષિકૃત કાવ્યપ્રકાશ ઉપર વૃત્તિ, અને જાનકીનાથ પંડિત શર્માચાર્ય કૃત “ન્યાય સિદ્ધાન્તમંજરી' ઉપર વૃત્તિ લખી છે. આ રીતે અન્યદર્શનકારોના પણ જે ગ્રંથો ઉપયોગી લાગ્યા તેના ઉપર સુંદર સાહિત્યસર્જન કર્યું છે તથા પોતાના રચેલા ગ્રંથોમાં અમુક અમુક સ્થાનોએ યોગવાસિષ્ઠ, ઉપનિષદ્, શ્રીમદ્ભગવદ્ગીતા આદિના આધારો આપ્યા છે. આ બધું જોતાં પોતાના સંપ્રદાયથી પરશાસ્ત્રોમાં પણ જ્યાં જ્યાં હિતકારી તત્ત્વ જણાયું છે તેને વીણવામાં અને વિસ્તારવામાં તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. તેમાં તેમની ઉદારતા અને ગુણગ્રાહી દૃષ્ટિ જ કારણભૂત છે. ધન્ય છે તે મહાત્મા પુરુષને. (૧) તેઓએ શ્રાવકો સામે પણ આગમવાચના આદિ દ્વારા સુંદર અધ્યાપન કરાવ્યું હોય તેમ તેઓશ્રીનું સાહિત્ય જોતાં જણાય છે. સુરતમાં ૧૭૨૨ના ચાતુર્માસમાં રચાયેલી અગીયાર અંગની સક્ઝાયમાં છેલ્લે કળશમાં આવો પાઠ છે - માર બકાઈ મંગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર' માકાળે કઈ સાંભળ્યો રે, વિધિસ્યું અંગ ઈગ્યાર / ૫ w યુગ યુગ સુનિ” વિષ્ણુ વચ્છરે રે, શ્રી જશવજય ઉવાયે સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસય. n ૬ / Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૨) દોઢસો ગાથાનું ભગવાન મહાવીરસ્વામીનું સ્તવન, અમદાવાદમાં ઈગલપુર નામના પરામાં ૧૭૩૩ના ચાતુર્માસમાં દોશી મૂલાના પુત્ર દોશી મેઘાના નિમિત્તે (ઢુંઢીયાના પંથમાંથી મૂર્તિપૂજક બનાવવાના અવસરે) બનાવ્યું હોય તેવો ઉલ્લેખ તે જ સ્તવનમાં સાતમી ઢાળની ત્રીજી અને પાંચમી ગાથામાં જોવા મળે છે – ઈલપુરમાં રહીય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તર તેત્રીસ વરસે, વિજયદાનો મન ભાયાજી, વિજયપ્રભસૂરિ સવાચા, વિજય રતન યુવરાયા જી, તસરાજે ભજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયા જી. ૭-૩ દોશી મૂલા સૂત સુવિવેકી, દોશી મેઘા હેતે છે, એક સ્તવન મેં કીધું સુંદર, ચુત અક્ષર સંકેત છે. એ જિનગણ સુરતનો પરિમલ, અનુભવ તો તે લહેગ્રેજી, ભ્રમર પર જે અરથી હોઈને, ગુણ આ શિર વહેચેજી. ૭-૫ (૩) શ્રી જંબૂસ્વામી રાસની રચના ખંભાતનગરમાં ૧૭૩૯માં થઈ. ખંભનગરે થયા ચિરિ હર્ષ, જંબૂ રણું ભુવન મુનિ ચંદ' વર્ષે શ્રી જયવિજય બુથ સુગુર સીસ, કહે અધિક પુરચો મન જઈશ. (૪) સમુદ્રવહાણ સંવાદ = સત્તર ઢાળની લગભગ ૨૮૬ ગાથા રૂપે કાવ્યમય સુંદર આ રચના ઘોઘાબંદરે ૧૭૧૭માં કરેલી છે. શ્રી નયવિજય વિબુઘતો હો, સીસ ભણો ઉલ્લાસ, એ ઉપદેશ જ રહે, તે પામે સુજસ વિલાસ. હરખિત. n ૧૭-૧૮ લિ' મુનિ સંવત જાણીયે હો, તે જ વર્ષ પ્રમાણ, ઘોઘા બંદરે એ રચ્યો, ઉપદેશ ચઢશો સુપ્રમાણ. હરખિત. * ૧૭-૧૯ (૫) વિક્રમ સંવત ૧૭૩૭માં પૂજ્ય વિનયવિજયજી મ.શ્રી રાંદેર નગરમાં ચાતુર્માસ હતા. ઘણા જ વયોવૃદ્ધ હતા, રાંદેરના સંઘે “શ્રીપાળરાજાનો' રાસ રચવાની વિનંતી કરી. તેઓએ કહ્યું કે જો આ રાસ કદાચ અધુરો રહી જાય અને શ્રી યશોવિજયજી મ. પુરો કરવાની સમ્મતિ આપતા હોય તો શરૂ કરૂં. આવી વાત થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીને રાંદેરના સંઘે ઉપરોક્ત વાત કહી, તેઓશ્રીની સમ્મતિ મળતાં શ્રી વિનયવિજયજી મ.શ્રીએ શ્રીપાળરાજાનો રાસ શરૂ કર્યો. ૭૫૦ ગાથા રચાતાં (ચોથા ખંડનો કેટલોક ભાગ રચાયા પછી) પૂજ્ય શ્રી વિનયવિજયજી મ. શ્રી કાળધર્મ પામ્યા, બાકી રહેલો રાસ રાંદેર જૈન સંઘની વિનંતિથી પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીએ પૂર્ણ કર્યો. છેલ્લે કળશમાં લખ્યું છે કે – Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના “સંવત સત્તર અડત્રીસ વરસે, રહી રાંદેર ચોમાસે છે, સંઘતા આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે જી. ૯ સાર્થ સપ્તશત ગાથા વિરચી, તે પહોંચ્યા સુરલોકેજી, તેહના ગુણ ગાવે છે ગોરી, મિલી મિલી થોકે થોકે છે. ૧૦ તાસ વિહ્વાસ ભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહયા છે, શ્રી નચવિજય વિબુઘ પયસેવક, સુજસવિજય ઉવાચાજી / ૧૧ / ભાગ થાકતો પૂરાણ કીધો, તાસ વચન સંકેતે જી, વળી સમકિતદષ્ટિ જે નર, તાસ તણી લહત હેતે જી, આ ૧૨ / પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. સાહેબ આદિ પૂર્વાચાર્યોના રચેલા સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોમાંથી કોઈ કોઈ ગ્રંથને ગુજરાતી કાવ્ય રૂપે બનાવીને વિશ્વભ્રોગ્યમાંથી બાલભોગ્ય સાહિત્ય પણ આ મહાત્મા પુરુષે બનાવ્યું છે જેમ કે સમ્યકત્વસતતિકા ઉપરથી સમકિતના ૬૭ બોલની સજઝાય, અને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ઉપરથી આઠદષ્ટિની સઝાય વગેરે, તેઓશ્રીની ગ્રંથરચનામાં પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મ.સાહેબના ગ્રંથોનું અનુસરણ વધારે દેખાય છે. લખવાની શૈલિમાં પણ શ્રી હરિભદ્રસૂરિજીની છાયા વધારે જણાય છે તેથી જ શ્રી ઉપાધ્યાયજી મ.શ્રીનું ઉપનામ ‘લઘુ હરિભદ્રસૂરિ' તરીકે શાસનમાં પ્રસિદ્ધિ પામ્યું છે. પૂજ્ય શ્રી યશોવિજય મ. શ્રીની આવા પ્રકારની જબરજસ્ત અદ્ભુત ગ્રંથરચના, સ્મરણશક્તિ, ધારણાશક્તિ, કવિત્વશક્તિ અને તાર્કિકશક્તિ આદિ જોઈને ભૂતકાળનો અને વર્તમાનકાળનો જૈન સમાજ તેઓને (૧) તાર્કિકશિરોમણિ (૨) લઘુહરિભદ્રસૂરિ (૩) દ્વિતીય હેમચંદ્ર (૪) યોગવિશારદ (૫) સત્યગષક ૬) સમયવિચારક (૭) કૂર્ચાલી શારદ (૮) મહાન સમન્વયકારક (૯) પ્રખર તૈયાયિક (૧૦) વાદિમતભંજક (૧૧) શુદ્ધ આચાર-ક્રિયાપાલક, આદિ અનેક ઉપનામોથી બિરદાવે છે. ઉપાધ્યાયજી મ.શ્રીના સમયકાલમાં થયેલા અને ધર્મસંગ્રહના કર્તા પૂજ્ય માનવિજયજી મ.શ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે – પ્રજairદક શ્રત કેવલજી, આગે દુઆ પs જિમ, કલમાંહી જોતાં થયાં છે, એ પણ કૃતઘર તમ. આ પ્રમાણે ઉપાધ્યાયજી મ.શ્રીનું જીવન ઘણું જ પવિત્ર, વૈરાગ્યવાહી, સાહિત્યોપાસક અને અત્યંત શાસન સમર્પિત હતું - તેઓશ્રી ૧૭૪૪માં વડોદરાની પાસેના ડભોઈ ગામમાં ૧૧ દિવસનું અનશન કરવા પૂર્વક સમાધિ સાથે સ્વર્ગગામી બન્યા. આજે પણ તેમના સમાધિ સ્થાને સ્વર્ગવાસના દિવસે “ન્યાયનો ધ્વનિ સંભળાય છે. આવી કિવદન્તી છે. અલ્પકાળમાં ઘણી જ સુંદર નામના અને સુવાસ પ્રસરાવતા ગયા. તેઓશ્રીને વારંવાર ભાવપૂર્વક વંદના. પૂજય ઉપાધ્યાયજી મ. શ્રીના જીવન ચરિત્ર વિષે કેટલીક વાત કહીને હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ વિષે કેટલીક સંક્ષિપ્ત વાત કહીશું. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની અલ્ય રૂપરેખા: | વિક્રમ સંવત ૧૭૦૯/૧૭૧૦ આસપાસમાં આ ગ્રંથ બનાવાયો છે. છ દ્રવ્ય, તેના સામાન્યવિશેષ ગુણો, સામાન્ય-વિશેષ સ્વભાવો તથા વ્યંજનપર્યાય અને અર્થપર્યાયનું વર્ણન છે. દ્રવ્યથી ગુણો અને પર્યાયો કથંચિત્ ભિન્ન છે. કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ ભિન્ન-ભિન્ન છે તેનું યુક્તિપૂર્વક વર્ણન છે. તેમાંથી જ સપ્તભંગી થાય છે તે સમજાવીને દિગંબરાસ્નાયના શ્રી કુંદકુંદાચાર્ય રચિત પ્રવચનસાર અને શ્રી દેવસેન આચાર્ય કૃત “નયચક્ર'ની કેટલીક સમીક્ષા પણ કરવામાં આવી છે. નયો-ઉપનયો અને અધ્યાત્મ નો સમજાવીને તેમાં જે જે અનુચિત અંશ છે તેનું દલીલો પૂર્વક નિરસન પણ કરવામાં આવ્યું છે. જૈનદર્શનમાં ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે રચાયેલા આ ગ્રંથ ઉપર પૂ. શ્રી ભોજસાગરજી કવિએ “દ્રવ્યાનુયોગ તર્કણા' નામની સંસ્કૃત ટીકા બનાવી છે. સંસ્કૃત રચના ઉપર ગુજરાતી વિવેચનો ઘણાં હશે. પરંતુ ગુજરાતી રચના ઉપર સંસ્કૃત ટીકા થઈ હોય તો આ એક જ ગ્રંથ છે. આ ગ્રંથની કુલ ૧૭ ઢાળો છે. ૨૮૫ ગાથા છે. પહેલી ઢાળમાં - મંગલાચરણ – વિષય - સંબંધ અને પ્રયોજન જણાવીને અનુયોગના ૪ ભેદ સમજાવ્યા છે. એક એક અનુયોગ પ્રધાનપણે કયા શાસ્ત્રોમાં છે તે જણાવીને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો અતિશય આવશ્યક છે. તેના અભ્યાસ વિના ચરણકરણાનુયોગ પણ વિશિષ્ટફળદાયક થતો નથી. એમ જણાવી દ્રવ્યાનુયોગ ભણવા માટે આધાકર્માદિ દોષ કદાચ સેવવા પડે તો પણ તે દોષો યત્કિંચિત્ હોવાથી તીવ્ર દોષી ગણાતા નથી. અને આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ મનશુદ્ધિ કરાવવા દ્વારા શુક્લધ્યાનની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન અપાવનાર બને છે. તેથી તેના અભ્યાસ માટે ગુરુનિશ્રા-જ ઉપકારી છે. તથા તેના અભ્યાસમાં જ ઓતપ્રોત રહેવાનું ભારપૂર્વક આ ઢાળમાં સૂચન કરવામાં આવ્યું છે. બીજી ઢાળમાં - દ્રવ્ય-ગુણ અને પર્યાયની વ્યાખ્યાઓ સમજાવી આ ગ્રંથમાં શું સમજાવાશે? તેનો વિષય જણાવ્યો છે. (૧) કથંચિભેદ (૨) કથંચિત્ અભેદ (૩) દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપે ત્રિવિધતા અને (૪) ઉત્પાદવ્યય-ધ્રુવ આમ ૩ લક્ષણો, તેના ભેદો (૫) દ્રવ્યના ભેદો (૬) ગુણ-સ્વભાવના ભેદો અને (૭) પર્યાયના ભેદો આમ દ્વારા સમજાવ્યાં છે, મોતી, મોતીની માલા અને ઉજ્વળતાની જેમ દ્રવ્ય-ગુણ અને પર્યાય કંઈક ભિન્ન છે. અને કંઈક અભિન્ન પણ છે. સર્વે દ્રવ્યોમાં પોત પોતાના પર્યાયો પામવાની સ્વાભાવિક રીતે જ (પારિણામિક ભાવે જ) શક્તિ રહેલી છે. કાળક્રમે પ્રગટ Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૨૭ થતા પર્યાયોમાં રહેલી જે સામાન્ય દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતા સામાન્ય અને એકકાળે ભિન્નભિન્ન ક્ષેત્રવર્તી ભિન્ન ભિન્ન દ્રવ્યના પ્રગટ થયેલા પર્યાયમાં રહેલી જે સમાનતા તે તિર્યસામાન્ય શક્તિ છે. ઊર્ધ્વતા સામાન્યના ૧ ઓઘશક્તિ અને ર સમુચ્ચિતશક્તિ આમ બે ભેદ છે. દૂર દૂર કારણમાં રહેલી જે કાર્યશક્તિ તે ઓઘશક્તિ અને નિકટ-નિકટતમ કારણમાં રહેલી કાર્યશક્તિ તે સમુચ્ચિત શક્તિ છે. જેમ તૃણમાં અને દૂધમાં ઘીની શક્તિ તથા અચરમાવર્ત અને ચરમાવર્તમાં ધર્મશક્તિ. આ પ્રમાણે પર્યાયો પામવાની શક્તિ દ્રવ્યોમાં સ્વયં અને સહજ છે જ. દિગંબરાસ્નાયમાં ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ માનવામાં આવી છે. પરંતુ ગુણ એ પર્યાયથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી કે જેથી દ્રવ્યની જેમ તેમાં શક્તિ હોય. વાસ્તવિક સ્થિતિ એ છે કે દ્રવ્યની અંદર જ ગુણોને આશ્રયી પરિવર્તન (પર્યાય) થાય છે. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક આમ બે જ નય હોવાથી ગુણ ત્રીજો પદાર્થ જ નથી. તો ત્યાં શક્તિ કેમ મનાય ! દ્રવ્યથી ગુણ-પર્યાયોનો નીચેની પાંચ યુક્તિઓથી કથંચિત્ ભેદ સમજાવેલ છે. (૧) દ્રવ્ય એક છે. ગુણ-પર્યાયો અનેક છે. આમ સંખ્યાભેદ છે. (૨) દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાયો આધય છે. આમ આધારાધેયપણે ભેદ છે. (૩) દ્રવ્ય (નૈયાયિકાદિ દર્શનની દૃષ્ટિએ) દ્વીન્દ્રિય ગોચર છે. જ્યારે ગુણ-પર્યાયો એકેન્દ્રિયગોચર છે. આમ ઈન્દ્રિયગોચરતાથી ભેદ છે. (૪) દ્રવ્ય-ગુણ-પર્યાય આમ નામથી ભેદ છે. આ સંજ્ઞાથી ભેદ જાણવો. (૫) આ ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે. આ લક્ષણથી ભેદ જાણવો. આ રીતે બીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ સમજાવ્યો છે. ત્રીજી ઢાળમાં - દ્રવ્યથી ગુણ-પર્યાયોનો કથંચિત્ અભેદ સમજાવવામાં આવ્યો છે તેમાં નીચેની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. (૧) અભેદ ન માનીએ તો ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ થાય. (૨) સમવાયસંબંધ માનીએ તો “અનવસ્થા દોષ” આવે. (૩) “જે સુવર્ણ હતું તેજ કુંડલ બન્યું છે જે શ્યામ ઘટ હતો તે જ રક્ત બન્યો છે. આ વ્યવહાર જો અભેદ ન માનીએ તો ન ઘટે. (૪) અવયવ-અવયવીનો (સ્કંધ અને દેશનો) જો અભેદ ન માનીએ તો બમણી ગુરુતા થવાનો દોષ આવે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૫) ભિન્ન-ભિન્ન દ્રવ્યોનો અભેદરૂપે જો એક પર્યાય બને છે તો એક દ્રવ્યનો પર્યાય તેનાથી અભિન્ન કેમ ન હોય ? (૬) જો દ્રવ્યમાં પર્યાયોનું અભેદભાવે પણ અસ્તિત્વ ન માનીએ તો તે પર્યાયાત્મક કાર્ય શશશૃંગની જેમ અસત્ થવાથી તે કાર્ય કદાપિ થાય નહીં. આ રીતે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો અભેદ છે. નૈયાયિકો ભૂતકાળના પદાર્થને અસત્ માનીને તેના સ્મરણની જેમ અસત્ની ઉત્પત્તિ પણ ઘટાવે છે. પરંતુ ભૂતકાલનો પદાર્થ સર્વથા અસત્ નથી, ફક્ત તે પર્યાયાર્થિક નયથી જ અસત્ છે. દ્રવ્યાર્થિકનયથી સત્ છે. માટે સર્વથા અસત્ત્ની સ્મૃતિ કે ઉત્પત્તિ થતી નથી. જો સર્વથા અસત્ વસ્તુ જ્ઞાનમાં જણાતી હોય તો કેવલ માત્ર જ્ઞાનવાદી એવા બૌદ્ધનો જ વિજય થાય. ‘મેં હમણાં ઘટ જાણ્યો’ એવું જે જણાય છે. તે પણ અતીતપર્યાયમાં વર્તમાનતાનો આરોપ છે. આ રીતે નૈયાયિકાદિ એકાન્તે ભેદ, સાંખ્યાદિ એકાન્તે અભેદ માને છે. અને જૈનો અપેક્ષાએ ભેદાભેદ છે. આમ કહે છે. આવી વાતો ત્રીજી ઢાળમાં કહી છે. ચોથી ઢાળમાં : આતપ અને અંધકારનું ઉદાહરણ આપીને ભેદ-અભેદ સાથે માનવામાં વિરોધ આવશે એવી શંકા ઉઠાવીને તેનો ઉત્તર આપતાં ‘પુદ્ગલદ્રવ્યમાં જેમ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ઇન્દ્રિય ગ્રાહ્યતાની અપેક્ષાએ' કંઈક ભિન્ન અને એકક્ષેત્રાવગાહીપણે કંઈક અભિન્ન છે. તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયો ભિન્નાભિન્ન હોઈ શકે છે. તેમાં કંઈ વિરોધ આવતો નથી. કાચો ઘટ અને પક્વ ઘટ શ્યામ અને રક્તપણે ભિન્ન છે. છતાં ઘટપણે અભિન્ન છે. દેવદત્ત નામનો પુરુષ, બાલ-તરુણભાવે ન્યારો (ભિન્ન) છે. છતાં દેવદત્તપણે અભિન્ન છે. આ રીતે જડચેતન જેવા સર્વથા ભિન્ન જણાતા પદાર્થો પણ ‘દ્રવ્યપણાને’ આશ્રયી અભિન્ન પણ છે જ. આમ સર્વત્ર ભેદાભેદ ઉભયસ્વરૂપ હોવાથી કોઈ જાતનો વિરોધ આવતો નથી. બલ્કે હૃદયમાં ‘સ્યાદ્વાદ’ રાખીને જ બોલવાનું રહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને આશ્રયી પદાર્થોના સ્વરૂપને સમજાવનારી અનેક ભંગી થાય છે. છતાં સંક્ષેપથી સર્વત્ર સપ્તભંગી જ કહેવાય છે. પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષા વારાફરતી બદલતાં (૧)કથંચિભિન્ન, (૨) કથંચિદ્ અભિન્ન, (૩) કથંચિદ્ ભિન્ના-ભિન્ન, (૪) કથંચિત્ અવક્તવ્ય, (૫) કથંચિત્ ભિન્ન-અવક્તવ્ય, (૬) કથંચિદ્ અભિન્ન અવક્તવ્ય, (૭) કથંચિદ્ ભિન્નાભિન્ન અવક્તવ્ય. આ સુંદર સપ્તભંગીનો અભ્યાસ જેઓ કરશે. તેઓનો યશ અને કીર્તિ આપોઆપ જગતમાં વધશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૨૯ પાંચમી ઢાળમાં : વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ જણાવનારી જે જ્ઞાનદૃષ્ટિ તે પ્રમાણ કહેવાય છે. આ પ્રમાણ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. પરંતુ પ્રમાણના એક અંશભૂત એવી નયદૃષ્ટિ પણ વસ્તુના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. તફાવત માત્ર એટલો જ છે કે નયદ્રષ્ટિમાં એક સ્વરૂપ મુખ્યવૃત્તિથી (પ્રધાનતાએ) જણાય છે. અને બીજું સ્વરૂપ ગૌરવૃત્તિથી (ઉપચારથી-લક્ષણોથી) જણાય છે. તેથી જ આ નયદૃષ્ટિ, એ પ્રમાણ દૃષ્ટિનો એક અંશ કહેવાય છે. દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ અભેદ મુખ્યવૃત્તિથી અને ભેદ ગૌરવૃત્તિથી જણાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ભેદ મુખ્યવૃત્તિથી અને અભેદ ગૌરવૃત્તિથી જણાય છે. કોઈપણ નયજ્ઞાનમાં બીજા નયનો વિષય ગૌણપણે અવશ્ય જણાય જ છે. તો જ તે સુનય કહેવાય છે. જો બીજા નયનો વિષય વિવક્ષિત નયના વિષયમાં સર્વથા (ગૌણપણે પણ) ન જણાય તો તે નય દુર્નય બને છે. નયાભાસ કહેવાય છે. તેને જ મિથ્યાષ્ટિ કહેવાય છે. આ બાબતનો વિશેષાવશ્યકભાષ્યનો અને સમ્મતિતર્કનો સાક્ષી પાઠ આ ઢાળમાં આપેલ છે. આ રીતે મુખ્યપણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે નય છે. અને તેના ઉત્તરભેદ રૂપે નૈગમાદિ ૭ નયો છે. આવું શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ઘોષિત કરેલું છે. નયોની બાબતમાં આવો ધોરીમાર્ગ હોવા છતાં પણ આવા ધોરીમાર્ગને (રાજમાર્ગને) છોડીને શ્રી દિગંબરાસ્નાયમાં દેવસેનાચાર્યકૃત નયચક્રમાં ૨+૭=કુલ ૯ નવ નય, ત્રણ ઉપનય, અધ્યાત્મદષ્ટિએ નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ નયોની જે કલ્પના કરવામાં આવી છે તે શાસ્ત્ર અને યુક્તિથી વિરુદ્ધ છે માટે બરાબર નથી. તેથી આ વિષય તેઓએ તેમના શાસ્ત્રમાં જેમ લખ્યો છે. તેમ અમે અહીં પ્રથમ લખીએ છીએ. પછી તેની ચર્ચા કરીશું તેમાં યોગ્યયોગ્યનો વિચાર જણાવીશું) તેમના કહેવા પ્રમાણે નયચક્રમાં પ્રથમ દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ આ પ્રમાણે છે. (૧) અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યા. (૬) ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૨) ઉત્પાદવ્યયગૌણ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યા. (૭) અન્વય દ્રવ્યા. (૩) ભેદ કલ્પના રહિત શુદ્ધ દ્રવ્યા. (૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૪) કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૯) પર દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૫) ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૧૦) પરમ ભાવગ્રાહક દ્રવ્યા. આ દશે ભેદોના અર્થો, ઉદાહરણ સાથે આ ઢાળમાં સમજાવ્યા છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છઠ્ઠી ઢાળમાં - દિગંબરામ્નાય પ્રમાણે પર્યાયાર્થિકનયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે – (૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૪) નિત્ય અશુદ્ધ પર્યાયા. (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયા. | (૫) કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયા. (૩) અનિત્ય શુદ્ધ પર્યાયા. (૬) કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયા. પર્યાયાર્થિક નયના આ છ ભેદોનું વર્ણન કરીને નૈગમનયના ૩, સંગ્રહનયના ૨, વ્યવહારનયના ૨, ઋજાસૂત્રનયના ૨ અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયના એક એક એમ કુલ સાત નયના ૩+૧+૨+૨+૧+૧+૧=૧૨ ભેદો મળીને નવનયોના ૧૦+૬+૧૨=૨૮ ભેદોનું વર્ણન આ ઢાળમાં છે આ ૨૮ ભેદોના અર્થો ઉદાહરણો સાથે અહીં સમજાવવામાં આવ્યા છે. સાતમી ઢાળમાં - | દિગંબરશાસ્ત્રને અનુસારે ૩ ઉપનયો આ ઢાળમાં સમજાવ્યા છે. (૧) સભૂતવ્યવહાર ઉપનય, (૨) અસભૂત વ્યવહાર ઉપનય, (૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ઉપનય. આ ત્રણે ઉપનયના અનુક્રમે ૨+૯+૩ ભેદો છે. વચ્ચેના અસદ્ભુત વ્યવહાર ઉપનયના બીજી વિરક્ષા પ્રમાણે ૯ ને બદલે ૩ ભેદ પણ છે. આ સઘળા ભેદ-પ્રભેદોનું વર્ણન આ ઢાળમાં છે. આઠમી ઢાળમાં - અધ્યાત્મદષ્ટિએ નિશ્ચયનય અને વ્યવહારનય આમ બે નયોનું વર્ણન આ ઢાળમાં છે. આ પ્રમાણે દિગંબરાસ્નાયને અનુસારે “નયચક્ર' ગ્રંથમાં કહ્યા મુજબ નિયો, ઉપનયો અને અધ્યાત્મનો સમજાવીને આ ઢાળની ગાથા ૮ મીથી તેનું નિરસન કરેલ છે. તેઓએ ૭ નયને બદલે જે ૯ નયો કર્યા છે તેનું, તથા ૧૦૬ વગેરે જે ઉત્તરભેદો કર્યા છે તેનું, તથા શાસ્ત્રસિદ્ધ નિશ્ચય વ્યવહારનયના અર્થો ત્યજીને નવા અર્થો જે કર્યા છે, તેનું અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓથી આ ઢાળમાં નિરસન કર્યું છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ મૂળભૂત ર નય છે. તેના ઉત્તરભેદ રૂપે ૭ નયો છે. તેને બદલે ૨+૩=૯ નયો કરવાથી ‘વહેંચાયેલાનું વહેંચવું” આવો દોષ લાગે. જેમ જીવના બે ભેદ છે સંસારી અને મુક્ત, તેને બદલે સંસારી-મુક્ત અને જીવ આમ ત્રણ ભેદ પાડીએ તો તે ઉચિત નથી. કારણ કે સંસારી અને મુક્તમાં જ બધા જીવો વહેંચાઈ ગયા. (આવી ગયા.) પછી ત્રીજા ભેદ તરીકે જીવ લેવાથી કોઈ પદાર્થ તો બાકી રહેતો નથી. તેમ અહીં સમજવું. આ રીતે નયો માટેની તેઓની (દિગંબરોની) આ પ્રક્રિયા બરાબર નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૩૧ નવમી ઢાળમાં ઃ ‘ઉત્પાદ-વ્યય અને ધ્રુવ’ આમ ત્રિપદી સમજાવી છે. સર્વે દ્રવ્યો પ્રતિસમયે પૂર્વપર્યાયની અપેક્ષાએ વ્યયાત્મક, ઉત્તરપર્યાયની અપેક્ષાએ ઉત્પાદાત્મક અને દ્રવ્યસ્વરૂપે ધ્રુવાત્મક આમ ત્રિપદી સ્વરૂપ છે. વ્યવહારનય ભેદગ્રાહી હોવાથી પૂર્વસમયમાં વ્યય અને ઉત્તર સમયે ઉત્પાદ કહે છે. જેમ કે બારમા ગુણસ્થાનકના ચરમસમયે જ્ઞાનાવરણીયનો ક્ષય, અને તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે આમ કહે છે. પરંતુ નિશ્ચયનય અભેદગ્રાહી હોવાથી એક જ સમયમાં વ્યય-ઉત્પાદ કહે છે. અને ધ્રુવ તો છે જ. બારમાનો જે ચરમસમય છે. તે જ તેરમાનો પ્રથમ સમય છે. અને તે એક જ સમયમાં જ્ઞાનાવરણીયનો ક્ષય અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આમ કહે છે. તથા જે સમયે વસ્તુ નાશ પામે છે તે એક સમયમાં જ નષ્ટ નશ્યમાન અને તંતે કહેવાય છે. તેવી જ રીતે જે સમયે વસ્તુ ઉત્પાદ પામે છે તે એક સમયમાં જ ઉત્પન્ન, ઉત્પદ્યમાન અને ઉત્પત્યંતે કહેવાય છે. એક એક સમયમાં અનંત અનંત પર્યાયોને આશ્રયી આવી રીતે અનંત વ્યય, તે જ રીતે અનંત ઉત્પાદ અને અનંત ધ્રુવત્વ છે આ વિષય સમજાવ્યો છે. તથા ઉત્પાદના બે પ્રકાર (૧) પ્રયત્નજન્મ. અને (૨) વિશ્વસા. તે જ રીતે વ્યયના બે પ્રકાર (૧) રૂપાન્તરનાશ અને (૨) અર્થાન્તરનાશ. વળી ધ્રુવના પણ બે પ્રકા૨ (૧) પરિમિતકાલનું ધ્રુવત્વ (૨) ત્રૈકાલિક ધ્રુવત્વ આ ભેદ-પ્રભેદો સારી રીતે સમજાવ્યા છે. દશમી ઢાળમાં ઃ ધર્મ, અધર્મ, આકાશ, કાલ, જીવ અને પુદ્ગલ આ છ દ્રવ્યોનું વર્ણન છે. પ્રથમનાં ૩ દ્રવ્યો એક એક છે. પાછળનાં ૩ દ્રવ્યો અનંત છે. જો ધર્મદ્રવ્ય ન માનીએ તો સિદ્ધપ૨માત્માની લોકાગ્રે ગતિ જે વિરામ પામે છે તે વિરામ ન પામે પરંતુ અનંત અલોકમાં અનંત ગતિ કર્યા જ કરે. જે બરાબર નથી. જો અધર્મ દ્રવ્ય ન માનીએ અને તેના વિના જીવ-પુદ્ગલની સ્થિતિ થતી હોય આમ માનીએ તો અલોકમાં પણ ક્યાંક જીવ-પુદ્ગલની નિત્યસ્થિતિ હોવી જોઈએ. આવી યુક્તિઓથી આ બે દ્રવ્યોની સિદ્ધિ કરી છે. તે બે દ્રવ્યો લોકાકાશ પ્રમાણ છે. આકાશ પ્રસિદ્ધ જ છે. તેના પરદ્રવ્યાપેક્ષિત બે ભેદ છે. જીવ પુદ્ગલાદિના સંયોગવાળું આકાશ તે લોકાકાશ અને જીવ-પુદ્ગલના સંયોગ વિનાનું જે આકાશ તે અલોકાકાશ છે. લોકાકાશ ચારે બાજુથી પરિમિત છે અને અલોકાકાશ નિરધિક છે. જો અલોકાકાશને સાધિક માનીએ તો અલોકાકાશને છેડે ફરીથી આવો બીજો લોકાકાશ છે આમ માનવું પડે. તે શાસ્ત્રથી વિરુદ્ધ છે. માટે અલોકાકાશ નિરવવિધક છે. કાળની બાબતમાં શ્વેતાંબર આમ્નાયમાં બે નયને આશ્રયી બે વિચારધારા પ્રવર્તે છે. એક વિચારધારા એવી છે કે જીવ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પુદ્ગલના વર્તના-પરિણામ આદિ રૂપ જે પર્યાયો છે. તે જ કાલ છે. અર્થાત્ કાલ એ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય નથી. જીવ-પુગલોના પર્યાય સ્વરૂપ કાલ છે. તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને કાળને ઉપચરિત દ્રવ્ય કહ્યું છે. બીજી વિચારધારા એવી પ્રવર્તે છે કે જ્યોતિષચક્રના ચાર પ્રમાણે જણાતું અઢીદ્વીપવ્યાપી કાલ એ છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય છે અને કાલને દ્રવ્ય માનીએ તો જ છ દ્રવ્યો છે. આવું પરમાત્માનું વચન યથાર્થ થાય. જ્યારે દિગંબરાસ્નાયમાં લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાલાણું છે. જે ડબ્બામાં ભરેલા રેતીના દાણાતુલ્ય છે. પરસ્પર પિંડીભાવ પામતા નથી. તેથી સ્કંધ બનતો નથી માટે કાલાસ્તિકાય કહેવાતો નથી. એક પરમાણુ એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેમાં સમય જણાવવામાં આ કાલાણ સહાયક છે. આવી માન્યતા દિગંબરસંપ્રદાયની છે ત્યારબાદ તે ઢાળમાં દિગંબરમતનું નિરસન કરેલ છે તથા જીવ-પુદ્ગલ દ્રવ્યોનું વર્ણન કરીને આ ઢાળ પૂર્ણ કરેલ છે. અગિયારમી ઢાળમાં - છએ દ્રવ્યોના ગુણ અને સ્વભાવોનું વર્ણન છે. “અસ્તિત્વાદિ' ૧૦ સામાન્ય ગુણો છે. અને જ્ઞાન-દર્શનાદિ ૧૬ વિશેષગુણો છે. છએ દ્રવ્યોમાં જે વર્તે તે સામાન્યગુણ અને અમુક-અમુક દ્રવ્યોમાં જે વર્તે તે વિશેષ ગુણ કહેવાય છે. આ સર્વે ગુણોનું વર્ણન આ ઢાળમાં છે. તથા “અસ્તિસ્વભાવ' આદિ ૧૧ સામાન્ય સ્વભાવ છે. અને “ચેતનતા' આદિ ૧૦ વિશેષ સ્વભાવો છે. તેમાંથી ૧૧ સામાન્યસ્વભાવોનું વર્ણન આ ઢાળમાં છે અને વિશેષ સ્વભાવોનું વર્ણન ૧૨મી ઢાળમાં છે અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધ ધર્મ-ધર્મભાવની પ્રધાનતાએ સ્વભાવો કહેવાય છે અને તેને જ ઈતરપદાર્થોથી વ્યાવર્તકપણાને આશ્રયી ગુણો કહેવાય છે. પરમાર્થે બન્ને જાદા નથી. તથા ચેતનતા-અચેતનતા અને મૂર્તતા-અમૂર્તતા સામાન્યગુણમાં પણ છે અને વિશેષગુણમાં પણ છે. ચેતનતાગુણ સર્વે જીવદ્રવ્યોમાં છે માટે સામાન્ય અને જીવમાં જ છે, પુદ્ગલાદિમાં નથી માટે વિશેષ. આમ અચેતનતા આદિમાં પણ સમજવું. તથા “અસ્તિસ્વભાવ” આદિ ૧૧ સામાન્ય સ્વભાવોમાં એકએક સ્વભાવ ન માનીએ તો શું દોષ આવે? તે સમજાવીને અગિયારે સ્વભાવ છએ દ્રવ્યોમાં માનવા જરૂરી છે. આ વાત આ ઢાળમાં સિદ્ધ કરી છે. બારમી ઢાળમાં - ====== ૧૦ વિશેષ સ્વભાવોનું વર્ણન છે. ચેતનતા આદિ આ ૧૦ વિશેષ સ્વભાવો જો ન માનીએ તો શું દોષ આવે ? તે પણ એક એક સ્વભાવ આશ્રયી આ ઢાળમાં જણાવ્યું છે તેથી ૧૦ વિશેષસ્વભાવો માનવા જરૂરી સમજાવ્યા છે. આમ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં ૧૬/૧૬ સ્વભાવો છે. જીવ-પુદ્ગલમાં ૨૧ ૨૧ સ્વભાવો છે અને કાળમાં ૧૫ સ્વભાવ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૩૩ તેરમી ઢાળમાં ઃ ૧૧ સામાન્ય સ્વભાવો અને ૧૦ વિશેષસ્વભાવો આમ કુલ ૨૧ સ્વભાવો ઉપર નયો ઘટાવવામાં આવ્યા છે. આ એક એક સ્વભાવ કયા કયા નયથી સંભવે ? તે નયોની વિવક્ષા આ ઢાળમાં સમજાવી છે. ચૌદમી ઢાળમાં ઃ પર્યાયોનું વર્ણન આ ઢાળમાં છે. પર્યાયના પ્રધાનતાએ ૨ ભેદ છે (૧) વ્યંજન પર્યાય, અને (૨) અર્થપર્યાય. દીર્ઘકાલવર્તી પર્યાય કે જે શબ્દો (વ્યંજનો) દ્વારા બોલી શકાય જેમ કે જીવનો મનુષ્યપર્યાય, તે વ્યંજનપર્યાય કહેવાય છે. અને ક્ષણ-ક્ષણના એક-એક સમયવર્તી પર્યાય કે જે શબ્દોથી બોલી ન શકાય પણ અર્થમાં (પદાર્થમાં) હોય જ તે અર્થપર્યાય. તે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય આમ બન્નેના દ્રવ્ય-ગુણ એમ બે બે ભેદ છે તેના પણ શુદ્ધઅશુદ્ધ આમ બે બે ભેદ છે. એટલે ૨×૨૪૨=૮ ભેદો પર્યાયના થાય છે. ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો કે જે વ્યવહારનયથી અપરિણામી છે. તેમાં પણ નિશ્ચયનયથી આ અષ્ટવિધ પર્યાયો હોય જ છે. તેથી તે ત્રણ દ્રવ્યો પણ નિશ્ચયનયથી પરિણામી જ છે. છએ દ્રવ્યો ત્રિપદીયુક્ત હોવાથી પરિણામી નિત્ય છે. પણ કૂટસ્થ નિત્ય કે ક્ષણિક માત્ર નથી. ‘જલ’ પોતે નિયતાકારવાળું નથી. ઘટમાં ભરીએ તો ઘટાકા૨પણે બને અને તપેલામાં ભરીએ તો તપેલાના આકારે બને, તેમ ધર્મ-અધર્મ દ્રવ્યો પણ લોકાકાશવ્યાપી હોવાથી તે આકારે પરિણામ પામ્યા છે. તેથી તે દ્રવ્યોમાં પણ પર્યાય છે. તથા ગતિ-સ્થિતિ-અવગાહના કરતા જીવ-પુદ્ગલોને સહાયક થવાના પર્યાયમાં આ ત્રણે દ્રવ્યો વર્તે છે તેથી પણ પરિણામી છે. પંદરમી ઢાળમાં ઃ ‘જ્ઞાનગુણ’ એ જીવનમાં ઉદ્યોત-પ્રકાશ લાવનાર છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર છે. ભવસાગરમાં જહાજ સમાન છે. જ્ઞાન વિનાની ક્રિયા ખાઆ સમાન છે અને ક્રિયા વિનાનું જ્ઞાન સૂર્યસમાન છે. જ્ઞાનગુણ યુક્ત ક્રિયાસંપન્ન જે મુનિઓ છે તે ધન્ય છે. જ્ઞાનપ્રાપ્તિ માટે જે ગીતાર્થનિશ્રાએ વિહાર કરે છે તે મુનિઓ પણ ધન્ય છે. જે જ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવાની ઉપેક્ષા કરીને અજ્ઞાનમાં જ રચ્યા-પચ્યા રહેતા છતા કપટપૂર્વક ક્રિયા કરી માન વહન કરે છે તે નિર્દોષ માર્ગે નથી. જ્ઞાનદશાની ઉપેક્ષા કરી સ્વતંત્રપણે વિચરતા અને બાહ્યભાવમાં જ રાચતા મુનિઓને આ ઢાળમાં ઘણો ઉપાલંભ આપ્યો છે. જે ખરેખર ભાવથી મનન કરવા જેવો છે. ૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સોળમી ઢાળમાં - દ્રવ્યાનુયોગ”નું જ્ઞાન એ સામાન્ય નથી. આ તો બ્રહ્માણી છે અર્થાત્ પરમાત્મા વીતરાગદેવની પવિત્ર વાણી છે. માટે ગીતાર્થ ગુરુઓ પાસે જ ભણવાનું કહ્યું છે ભણ્યા પછી પણ તુચ્છબુદ્ધિવાળાને આવા ગંભીર મહાન અર્થવાળા અનુયોગ ભણાવવા નહીં એવી આજ્ઞા કરી છે. કારણ કે સામાન્ય માણસને કિંમતી વસ્તુ આપવાથી વસ્તુની કિંમત ઘટે છે. તે જીવને આવી મહામૂલ્યવાન વસ્તુઓની કિંમત હોતી નથી. આવા પ્રકારના ગંભીર અર્થવાળા દ્રવ્યાનુયોગના ઘણા ભાવો તો કેવલી ભગવાન જ જાણે છે. છતાં સંક્ષેપમાં ગુન્ગમથી અને અનુભવબળથી કેટલાક ભાવો આ ગ્રંથમાં વર્ણવ્યા છે આવો દ્રવ્યાનુયોગ ભણવાથી પાપની શ્રેણી નાશ પામે છે. મુક્તિ પટરાણી પ્રાપ્ત થાય છે. તલને જેમ ઘાણી પીલે તેમ ઘનઘાતી કર્મો પીડાય છે. તથા દુર્જન માણસો આવા ગ્રંથો જોઈને ટીકાનિંદા અવશ્ય કરશે જ. કારણ કે જેને જ્ઞાનરુચિ નથી તે નિંદામાં જ મસ્ત હોય છે. તો પણ જ્ઞાનરુચિ એવા સજ્જન જીવોથી આ ગ્રંથ પણ જૈનશાસનમાં જરૂર પ્રતિષ્ઠા પામશે. સત્તરમી ઢાળમાં - પૂજ્ય ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાની યશસ્વી ગુરુ પાટપરંપરા વર્ણવી છે. અકબર બાદશાહના પ્રતિબોધક ૧૬મા સૈકામાં થયેલા પૂજ્ય જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્ય- વર્ગમાં આચાર્યોના નામો જણાવીને પછી પૂજ્ય શ્રી કલ્યાણવિજયજી મ.સા.થી ઉપાધ્યાયનાં નામો જણાવીને તેમાં થયેલા પૂજ્ય શ્રીજિતવિજયજી મ.શ્રીના લઘુ ગુરુભાઈ શ્રી નયવિજયજી મ.શ્રીના વિનીતશિષ્ય શ્રી યશોવિજયવાચકની આ ગ્રંથરચના છે. આમ કહીને જે ગુરુકૃપાથી કાશીમાં ન્યાયશાસ્ત્રાદિ ભણવાની તથા દુર્બોધ એવા ન્યાયચિંતામણિ ગ્રંથના અભ્યાસની પ્રાપ્તિ થઈ. તે ગુરુપરંપરાનો ઉપકાર માની ગ્રંથ સમાપ્ત કરેલ છે. આ પ્રમાણે આ ગ્રંથમાં તથા તેની એક એક ઢાળમાં શું શું વિષય આલેખાયો છે. તેની સામાન્ય રૂપરેખા આ સમજાવી છે. આ જ વિષય દિગંબરાસ્નાયમાં પ્રવચનસાર અને નયચક્ર આદિ ગ્રંથમાં છે. પરંતુ તેમાં કેટલીક જે કલ્પનાઓ માત્ર કરવામાં આવી છે તે બરાબર નથી. તેથી આ ગ્રંથમાં તેની સમીક્ષા કરવામાં આવી છે. ગ્રંથકારશ્રીએ આ જ વિષયને સંસ્કૃત ભાષામાં સમજાવતો “અનેકાન્ત વ્યવસ્થા” નામનો ગ્રંથ પણ બનાવ્યો છે. ગ્રંથકારશ્રીએ શ્રી વિશેષાવશ્યકભાષ્ય, સમ્મતિતર્ક, પ્રમાણનયતત્ત્વાલક અને અનુયોગદ્વાર આદિ પૂર્વાચાર્યરચિત ગ્રંથોનો આધાર લઈને આ અપૂર્વ ગ્રંથરચના કરી છે. ગુજરાતી ભાષામાં કાવ્યરૂપે સુંદર અને રસપ્રદ એવી આ રચના છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૩૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ ગ્રંથ ભણવાની પ્રેરણા - ----------- શ્રી મહેસાણા પાઠશાળામાં મેં વિક્રમ સંવત ૨૦૦૪ થી ૨૦૧૦ સુધી કુલ ૭ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત તથા ધાર્મિક કેટલાક ગ્રંથોનો અભ્યાસ કર્યો પરંતુ દ્રવ્યાનુયોગના ગ્રંથોનો અભ્યાસ કરવાનો યોગ ત્યાં આવ્યો ન હતો. વિક્રમ સંવત ૨૦૧૨માં અમદાવાદમાં આવવાનું થયું. ત્યાં ઉજમફઈની ધર્મશાળામાં વિક્રમ સંવત ૨૦૧૩માં પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ હતા. તેઓશ્રીની નિશ્રામાં પૂજ્ય સાધુભગવંતોને તથા પૂજ્ય મૃગેન્દ્રશ્રીજી મ. સા. આદિ સાધ્વીજી મ.શ્રીઓને પંડિતવર્ય શ્રી શાન્તિલાલ કેશવલાલ શાહ આ રાસનું વિવેચન સમજાવતા હતા. આચાર્ય મહારાજશ્રીએ મને આ ધાર્મિક વર્ગમાં બેસવાનું સૂચન કર્યું ત્યારે સૌથી પ્રથમ મને આ ગ્રંથનો યત્કિંચિત્ સ્પર્શ થયો. ત્યારબાદ પંડિતજી શ્રી શાન્તિભાઈ પાસે મેં આ ગ્રંથનો પદ્ધતિસર અભ્યાસ કર્યો. તેઓશ્રીની અંદરથી વાત્સલ્યભરી અમૃતસરખી પણ બહારથી કંઈક કડવી લાગતી વાણીથી કંઈક વિશેષ અર્થબોધ થયો. પરંતુ તેઓની જ પ્રેરણાથી અમારી પાઠશાળામાં જ આ પાઠ ભણાવવાનો મેં ચાલુ કર્યો. તેમાં તેઓશ્રી લગભગ દરરોજ આવતા. આ રીતે તેઓશ્રીની પાસેથી મને આ ગ્રંથ કંઈક વધારે સમજાયો. વારંવાર ભણાવવાથી અને શ્રી શાન્તિભાઈની પુરેપુરી કૃપાદ્રુષ્ટિથી તથા વર્ગમાં ભણવા આવતાં બુદ્ધિશાળી પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓની સહાયથી આ ગ્રંથ કંઈક અંશે હું જાણી શક્યો છું. આ સમયે આ સર્વેનો હું ઉપકાર તથા આભાર માનું છું. વિવેચન લખવાની પ્રેરણા : ----------- પાઠશાળામાં વારંવાર આ ગ્રંથ ભણાવવાથી અંતઃસ્કુરણા થઈ કે જો આ ગ્રંથનું વિવેચન લખી શકાય તો ઘણું સારું થાય. વળી આ વર્ગમાં અભ્યાસ કરતા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓએ પણ વારંવાર ઘણી જ પ્રેરણા કરી કે આ ગ્રંથનું વિવેચન સરળભાષામાં તૈયાર કરો. તથા આ વર્ગમાં પ્રતિદિન સાંભળવા આવતા થરાદનિવાસી શેઠશ્રી રસિકલાલ કાળીદાસ વોરા, શેઠ શ્રી બાબુભાઈ મોહનલાલ તથા સંઘવી શ્રી પ્રવિણભાઈ વાઘજીભાઈ આદિએ પણ વારંવાર વિશેષ પ્રેરણા કરી. છેલ્લા ૭-૮ વર્ષોથી એટલે કે વિક્રમ સંવત ૨૦૫૨-૨૦૧૩ થી જ આ ગ્રંથ ઉપર વિવેચન લખવાનું શરૂ કરેલું. પરંતુ બીજાં કેટલાંક કારણોસર આ લખાણનું કામકાજ ધીમું પડી ગયેલું. છેલ્લા બે વર્ષોથી એકધારી આ વિવેચન તૈયાર કરવામાં મહેનત કરી છે. ગ્રંથ લાંબો અને કંઈક કઠીનાઈ ભર્યો હોવાથી વિવેચન પણ કંઈક લાંબુ થઈ ગયું છે. કારણકે શક્ય બની શકે તેટલી ભાષાની સરળતા અને વિષયને સમજવા-સમજાવવામાં વધારે સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રસ્તાવના દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સંદિગ્ધ અર્થો ઉકેલવામાં ઉપકારી પુરુષો : કોઈ કોઈ ગાથાઓ ઘણી જ દુર્ગમ છે. જેમ કે નવમી ઢાળની ગાથા ૧૧-૧૨ અને ૧૩ તથા સ્વોપજ્ઞ ટબામાં તો ઘણી પંક્તિઓ અત્યન્ત દુર્ગમ છે. વારંવાર બેસાડવા છતાં તેમાં કહેલો વિષય સ્કૃતિ અને ધારણા બહાર ચાલ્યો જાય છે. તેથી આવી ગાથાઓના ભાવાર્થો તથા ટબાની કઠીન પંક્તિઓના અર્થો ઉકેલવામાં પૂ. આ. ભ. શ્રી ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આ. ભ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય શ્રી યશોવિજયજી ગણિવરજી આદિ મુનિ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી મ.શ્રી શીલવર્ષાશ્રી મ.સા (લીંબડાના ઉપાશ્રયવાળા) આ મહાત્માઓએ મારા ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. અત્યન્ત વાત્સલ્યભાવથી વિષય સ્કુટ કરીને મને સમજાવવા તેઓશ્રીએ પ્રયત્ન કર્યો છે. તથા જરૂરી સાહિત્ય સામગ્રી પણ પુરી પાડી છે. આ સમયે આ સર્વે ઉપકારી મહાત્માઓને ભાવપૂર્વક વંદના કરી તેઓશ્રીનો ઉપકાર સ્વીકારવા પૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રકાશનમાં સહયોગ :ગ્રંથ મોટો છે. અર્થવિવેચન ઘણું લાંબું છે. પ્રકાશન ખર્ચ પણ સવિશેષ છે. છતાં આ કાર્ય સહેલાઈથી સમાપ્ત થયું છે. આ ગ્રંથ જેમ જેમ લખાતો જતો હતો તથા જેમ જેમ છપાતો જતો હતો ત્યારે નીચેના મહાત્મા પુરુષોએ તથા અમેરિકામાં વસતા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ-બહેનોએ યથાયોગ્ય કોપીઓ નોંધાવીને પ્રકાશનકાર્યમાં સુંદર સહયોગ આપેલ છે. પહેલેથી જ કોપીઓ નોંધાવી સહકાર આપી વિવેચન લખવામાં મને ઉત્સાહિત કરવા બદલ આ અવસરે તે સર્વેનો પણ હું આભાર માનું છું. (૧) આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળા – અમદાવાદ પૂજ્ય ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રામસૂરીશ્વરજી મ. સા.(ડહેલાવાળા)ની પ્રેરણાથી (૫૦ કોપી) (૨) પરમ પૂજ્ય આચાર્ય, મ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. (૧૦૦ કોપી) (૩) પ. પૂ. આચાર્ય, મ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. કલ્યાણબોધિવિજયજી મ. સા. (૨00 કોપી) (૪) પરમ પૂજ્ય આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. સા. (ત્રિસ્તુતિક) (૧૦૦ કોપી) (૫) પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી સાગરચંદ્રસાગરજી મ.સા. (૧૫૦ કોપી) (૬) શ્રી કીરીટભાઈ દફતરી પરિવાર (૧૦૦ કોપી) વેક્કો, યુ.એસ.એ. (૭) દેવયાની ચંદ્રકાન્તભાઈ શાહ. શામ્બર્ગ, યુ.એસ.એ. (૧૦૦ કોપી) Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના ૫૦ તથા તેથી ઓછી યથોચિત કોપીઓ નોંઘાવીને. નીચેના ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપેલ છે. (૧) શ્રી રમણીકભાઈ ગોહેલ તથા રસિલાબેન. સલ્ફાન્સીસકો, યુ.એસ.એ. અમેરિકા (૨) એક સાધર્મિક મુમુક્ષુભાઈ-યુ.એસ.એ. એલ એ. અમેરિકા (૩) શ્રી રાજેન્દ્રભાઈ અને ગીતાબેન મોદી (ખેડાવાળા) સલ્ફાન્સીસકો., યુ.એસ.એ. (૪) વત્સલાબેન ચંપકલાલ ડાહ્યાલાલ શાહ (સુસ્મિતાબેન) જૈનસ્ટ્રીટ, વાપી. તથા યુ. એસ. એ. (૫) કિરીટ આર. શાહ-રાલે., નોર્થ કેરેલા, યુ.એસ.એ. (૬) શ્રી રમેશભાઈ અમુલખભાઈ થરાદવાળા (યુ. એસ. એ.) (૭) થરાદનિવાસી વોરા કાળીદાસ ત્રિકમભાઈ (હ. આર. કે.) બીજી કેટલીક સહાયકતા પરમ પૂજય ગ્રંથકાર શ્રી યશોવિજયજી મ.સા. ના જીવનચરિત્રને લગતા ૮ થી ૧૦ સારા અને સુંદર ફોટાઓની કોપી આપી આ પુસ્તકની શોભા વધારનાર પાલીતાણામાં બીરાજમાન પ. પૂ. આ. મ. શ્રી ભદ્રસેનસૂરીશ્વરજી મ. સા. નો પણ આ અવસરે આભાર માનું છું. જેઓશ્રીએ પૂજ્ય ઉપાધ્યાયજી મ. સા. ના જીવન વિષેના ૧૦ ફોટાઓ આ પુસ્તકમાં છાપવા માટે લાગણીપૂર્વક આપ્યા છે. તથા કોબામાં પૂજ્ય કલ્યાણસાગરસૂરીશ્વરજી અને પૂજ્ય પધસાગરસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી થયેલ જૈન પુસ્તકાલયની લાયબ્રેરીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની હસ્તલેખિત આખી પ્રતની ઝેરોક્ષ કોપી કાઢી આપીને ગ્રંથ સુધારવામાં સહાયકતા કરી આપી છે. તે બદલ પૂ. આ. મહારાજશ્રીનો તથા કોબા જૈન પુસ્તકાલયનો (અને તેઓના કર્મચારીઓનો) પણ આભાર માનું છું. અર્થો લખવામાં, વિવેચન વિસ્તારવામાં ઘણો જ ઉપયોગ રાખ્યો છે. બહુ જ કાળજી અને સાવધાનીપૂર્વક કામકાજ કર્યું છે. એટલા માટે જ આ પુસ્તકનું ચાર વાર મુફરીડીંગનું કામ પણ મેં પોતે જાતે જ કર્યું છે. તથા લખીને તૈયાર થયેલા મેટરને પણ પૂજ્ય સાધ્વીજી મ. શ્રી શીલવર્ષાશ્રીજી મ.શ્રીએ (કે જેઓ સુંદર અભ્યાસી છે તથા અનેક સાધ્વીજી મ.શ્રીઓને ન્યાયના વિષયો ભણાવે છે. તેઓએ) ઘણી જ ચોકસાઈપૂર્વક સુધારી આપ્યું છે. આમ છતાં ઉપયોગની શૂન્યતાએ તથા છદ્મસ્થપણાના કારણે જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે બદલ સકલસંઘ સમક્ષ ક્ષમા માગું છું. તથા જે કોઈ ભૂલ જણાય તે તુરત મને જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. સુંદર ટાઈપસેટીંગ તથા વ્યવસ્થિત છાપકામ બદલ ‘ભરત ગ્રાફીક્સ-અમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સ્ટાફનો પણ આભાર માનું છું. એજ લિ. ૭૦૨, રામસા ટાવર, અડાજણ પાટીયા, સુરત-૩૯૫OO Gujarat, India) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા તા. ૨૨/૧૨/૨૦૦૪, મૌન એકાદશી હોટ ફોનઃ (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ 9 VINYUs AYO 2SM CO “દ્રવ્ય-ગુણ-પચયનો સસ” નામના આ મહાગ્રંથના વિવેચન વિષે આવેલા મહાત્મા પુરુષોનાં આશીર્વાદ વચનો તથા વિદ્વાન પંડિતોના અભિપ્રાયો..... BO( Page #40 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યગુણપર્યાયની વિભાવના છે પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજાની સાહિત્ય-શાસ્ત્રયાત્રામાં આવતાં અનેક (જ્ઞાત-અજ્ઞાત-૧૪૩) તીર્થો પૈકીનું એક તીર્થ એટલે દ્રવ્યગુણપર્યાયનો રાસ. પદ્યબદ્ધ નોખી અનોખી કૃતિ કહી શકાય, ગુજરાતી માતૃભાષામાં રચાયેલી હોવા છતાં કઠિન હોવાથી તે ભાવોને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રીએ પોતે જ (સ્વોપજ્ઞ) ગુજરાતી ટબો (તબક) રચી દીધો. તો પણ આ કૃતિને સમજવા પંડિતજનો પણ માથું ખંજવાળે? તીક્ષ્ણ બુદ્ધિ બન્યા વિના સામાન્યજન માટે તો આ કૃતિ દુર્ગમ અને દુર્બોધ ગણી શકાય. પ્રભુશાસનના સિદ્ધાંતને પૂર્વમહાપુરુષોએ ૪ વિભાગમાં વિભાજિત કરેલ, તેમાં સૌથી કઠિન વિભાગ એટલે દ્રવ્યાનુયોગ. સર્વ અનુયોગોમાં પ્રધાન-સર્વ અનુયોગોનો રાજા. એટલે દ્રવ્યાનુયોગ. આ દ્રવ્યાનુયોગના વિષયને સમજવા માટે ઉપયોગી આકરગ્રંથો સૂયગડાંગસૂત્ર, સંમતિતર્ક, તત્ત્વાર્થ વગેરે છે. દ્રવ્યાનુયોગમાં મુખ્ય વિષય છે આ જગતના દૃશ્ય-અદશ્ય છ દ્રવ્યો (ગુણપર્યાયનો આધાર, ત્રણે કાલે એક સ્વરૂપે રહે તે દ્રવ્ય) તથા તેના સહભાવી (યાવદ્ દ્રવ્યભાવી) અનંતા ગુણો અને ક્રમભાવી (અયાવદ્ દ્રવ્યભાવી) અનંતા પર્યાયો. પ્રત્યેક પદાર્થો દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ જ હોય છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિપદીમય પણ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય, આમ આ ત્રણ પદાર્થની તલસ્પર્શી-સર્વગ્રાહી-ચરમબિંદુની વિભાવના જો થઈ જાય, તો લોકાલોક હસ્તામલકવતું પ્રત્યક્ષ દીસે. પરંતુ આવી સર્વોત્કૃષ્ટ વિભાવના આપણા જેવા સામાન્ય જીવો માટે યોજનોનાં યોજનો દૂર છે. છતાં, પ્રયત્ન સાધ્ય એવી આ વિભાવનાનો મહાપુરુષોએ કંડારેલી કેડી જેવા કેટલાક ગ્રંથોથી રસાસ્વાદ ચાખી શકાય છે. તેમાં પણ આ ઉપાધ્યાયજી મહારાજનો બનાવેલો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તો વિભાવના માટેનો વિષયપ્રવેશ કરાવનારો મૌલિક ગ્રંથ કહી શકાય. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા ગ્રંથની તાત્ત્વિક વિભાવના આપણી મેઘા-પ્રજ્ઞા-બુદ્ધિને સતેજ અને સૂક્ષ્મ બનાવે છે. તેથી ગૂઢ અને ગહન શાસ્ત્રોના રહસ્યને પામવા સમર્થ બની શકાય છે. જો કે આવા ગહન-શ્રમસાધ્ય વિષયોના અભ્યાસુઓ અલ્પ હોય છે. આજથી ૨૫ વર્ષ પહેલાં તો આ ગ્રંથનો પ્રચાર નહિવત્ હતો. પરંતુ પં. શ્રી શાંતિભાઈ તથા પં. શ્રી ધીરૂભાઈ જેવા કેટલાક સુજ્ઞ આત્માઓ ખાસ કરીને આ ગ્રંથને સ્વાધ્યાયમાં લાવ્યા છે. આજે ઘણા સાધુ-સાધ્વીજીઓ પણ આ ગ્રંથના અભ્યાસી બન્યા છે અને તેઓ આ ગ્રંથ અન્ય સાધુ-સાધ્વીજીઓને ભણાવે પણ છે. આ ગ્રંથ ઉપર જુદા-જુદા ૨-૩ અન્ય વિવેચનો પણ ઉપલબ્ધ છે. પં. શ્રી ધીરૂભાઈએ કરેલ વિવેચન વિસ્તારની દૃષ્ટિએ તથા આધુનિક સંદર્ભમાં દાખલાદૃષ્ટાંતો-યુક્તિઓ પૂર્વકનું હોઈ સરલતાની દૃષ્ટિએ પૂર્વના વિવેચનો કરતા અલગ તરી આવે તેવું છે. તેમણે ગ્રંથમાં રહેલી કઠિનતા-ગહનતાને સરલ કરી આ ગ્રંથને વધુ અધ્યયનોપયોગી બનાવેલ છે. ૭૦ વર્ષની વયે પણ તેમનો અધ્યયન-અધ્યાપન પ્રત્યેનો ઉદ્યમ-ઉત્સાહ-અપ્રમત્તતા આદિ ગુણો સાધુજનો માટે પણ અનુકરણીય અને અનુમોદનીય છે. તેમણે કરેલા પ્રયત્નની અનુમોદના કરી સાધુવાદ આપુ છું. પ્રભુ શ્રી પાર્થ જન્મકલ્યાણક દિન પોષ દશમી, સં. ૨૦૬૧, ગોપીપુરા, સુરત. વિજયરામસૂરિ (ડહેલાવાળા) તથા જગશ્ચંદ્રસૂરિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ॥ अहम् नमः ॥ मंगल कामना के दो शब्द । (on मुझे यह जानकर प्रसन्नता हुई कि सरस्वती के वरद पुत्र न्यायविशारद महामहोपाध्याय श्री यशोविजयजी म. रचित द्रव्य गुण पर्याय रास का संपादन एवं विवेचन समर्थ जैन विद्वान् पं. श्री धीरजलाल डाह्यालालभाई महेता ने किया हे । ग्रंथ के रचनाकार महामहोपाध्याय श्री प्रसिद्ध-प्रखर विद्वान थे । काशी के विद्वान् पंडितोंने जिनको अभिनंदित किया है। जिसकी साहित्य-काव्य-न्याय-दर्शन आदि साहित्य की रचना अद्वितीय है । तदुपरांत बालजीवों को तत्त्व का बोध सरलता से हो सके इस भावना से लोकभाषा में भी रास-चउपाई-स्तवन-पद-सज्झाय आदि की रचना करके महत् उपकार किया है । उनकी रचनाएं तत्त्वसभर एवं भावपूर्ण है । शब्द की रचना अपूर्व प्रकार की है। रचनाओं में प्रभु को पाने की प्यास छिपी है । संयम रस के आनंद का भाव भी पदों में व्यक्त किया है। वे अपने समय के प्रभावक एक महापुरुष थे । चलते-फिरते विश्व विद्यालय जैसे थे । द्रव्य-गुण-पर्याय रास उनकी श्रेष्ठ रचना है । आत्मद्रव्य की परिपूर्णता का परिचय इस ग्रन्थमें मिलता है । भिन्न-भिन्न दृष्टिकोण से आत्मादि द्रव्य-गुण और उसके पर्याय को समझाने का सुंदर प्रयास किया गया है । अलग अलग ढालों में द्रव्यार्थिक -पर्यायार्थिक नयों के द्वारा दार्शनिक दृष्टि से द्रव्य-गण-पर्याय का संदर निरुपण किया है। आत्मा और आत्मा से संबंधित गुण-पर्याय के अस्तित्व का बोध यह ग्रन्थ देता है । सम्यक् विचारों से समृद्ध-सुसज्जित यह ग्रन्थ है । ग्रन्थ के स्वाध्याय करनेवाले व्यक्ति को अपूर्व स्वाद की अनुभूति प्रदान करता है । मुझे विश्वास है कि यह ग्रन्थ तत्त्वजिज्ञासु आत्माओं की प्यास को बुझायेगा । इस ग्रन्थ के विद्वान् विवेचक पं. श्री धीरजलालभाई महेता ने बहुत सुंदर सरल तरीके से ग्रन्थ के तत्त्व रहस्य को समझाने का प्रयास किया है, जो अभिनंदनीय है । वे स्वयं अच्छे लेखक एवं विवेचनकार हैं । देश-विदेश में अनेक आत्माओं को ज्ञानामृत का पान करा रहे हैं । स्वभाव से विनम्र-ज्ञान दान में उदार आचारसंपन्न धार्मिक शिक्षक हैं । इस ग्रन्थ के लिए किया गया उनका प्रयास सफल हो यही मंगल कामना.... । आचार्य पद्मसागरसूरि दि. १६-१-२००५ Page #43 -------------------------------------------------------------------------- ________________ 'સર્જક અને સર્જનનો સરવાળો પ૨માત્માની અને પરમાત્માના શાસનની એક વિશિષ્ટ બલીહારી કહો કે પૂન્યાઈ કહો, જે સમયે જેવા વ્યક્તિત્વવાળા નોખા-અનોખા મહાપુરુષની જરૂર હોય છે તે સમયે તે પુરુષનો અવતાર શાસનની પુણ્યાઈથી થઈ જતો હોવાથી શાસનનું નાવડુ અબાધિત પણે આગળ વધતું જ રહે છે. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી, આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજી, આ. ભ. શ્રી હીરવિજયસૂરિજી..... જેવા ધુરંધરો નિયત અને જરૂરી સમયાંતરે થયા છે. આ. શ્રી હરિભદ્રસૂરિજી પછી લગભગ હજાર વર્ષ બાદ આવા જ ધુરંધર ઉપા. શ્રી યશોવિજયજી મ. થયા. જેમણે કુમતોના અપપ્રચારો, વલ્લભાચાર્ય જેવાના શ્રૃંગારપ્રધાન ધર્મની પ્રરૂપણા, પ્રતિમા વિરોધીઓના હુમલાઓ, ચૈતન્યવાસીઓના શિથીલાચાર વિ. અનેકવિધ પડકારોનો જબ્બર સામનો કરી શાસ્ત્રીય અને સત્યમાર્ગની પ્રરૂપણા અને આચરણા દ્વારા જિનશાસનની આબાદીને ચાર ચાંદ લગાવ્યા હતા. દીક્ષા બાદ ૧૧ વર્ષ નયવિજયજી ગુરૂ પાસે ભણ્યા. ધનજી સૂરાના આર્થિક લાભથી, પંડિતોના રોજના ૧ રૂા. પગારથી ત્રણ વર્ષ કાશીમાં ભણ્યા, ‘ન્યાયવિશારદ’ બન્યા. બાદ ચાર વર્ષ આગ્રામાં પંડિતો પાસે રહી તર્કશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી તાર્કિકશીરોમણી બન્યા. કુલ ૧૮ વર્ષ સુધી જૈન-જૈનેતર તમામ ધર્મનો સાહિત્યિક અને દાર્શનિક અભ્યાસ કર્યો. ન્યાય-વૈશેષિક-સાખ્ય-બૌદ્ધ-જૈમિની વિ. ના સિદ્ધાંતોનો અભ્યાસ કરી ‘વિબુધચુડામણી' બન્યા. અમદાવાદ રાજનગરમાં અષ્ટાવધાન કરી મોગલ સુબાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. ‘કુર્ચલસરસ્વતીના' બિરૂદને ધારણ કરનારા યશોવિજયજીને ૧૭૧૮માં વાચક + ઉપાધ્યાય પદથી અલંકૃત કરાયા. સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે અઢળક સાહિત્યનું સર્જન કર્યુ. કોઈપણ દર્શન કે કોઈપણ વિષય તેમનાથી વણખેડાયેલો ન હતો. જૈન તર્કભાષા જેવા ગ્રંથો રચી જૈનેતરના તર્કસંગ્રહ વિ. ગ્રંથોની ખોટ પૂરી હતી. નયપ્રદીપ-નયરહસ્ય, ન્યાયાલોક-ન્યાયખંડનખંડખાદ્ય અષ્ટસહસ્રીતાત્પર્ય વિવરણ-જેવા તાર્કિક ગ્રંથો રચી પોતાની તર્ક શક્તિની ઉત્કૃષ્ટ ખીલાવટને જગત સમક્ષ મૂકી હતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો ૪૩ ‘રહસ્ય પદથી અંકિત ૧૦૦ જેટલા ગ્રંથોની રચના કરી (જે રચવાની ઈચ્છા તેમણે ભાષા રહસ્ય નામક ગ્રંથમાં વ્યક્ત કરી છે) જૈનદર્શનને ન્યાયના વિષયમાં ટોચ ઉપર બિરાજીત કરવાનું યશસ્વી કાર્ય કર્યું હતું. તેમના સમકાલીન થયેલા લાભાનંદજી (આનંદઘનજી) મહારાજાના સહવાસથી તર્ક સાથે તેમની આધ્યાત્મિક અનુભૂતિની ચેતના પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી. તેમના જ શબ્દોમાં : ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ, આનંદઘન કે સંગ સુજશ હી મિલે જબ, તબ આનંદસમ ભયો સકસ... આવી અધ્યાત્મ ચેતનામાંથી જ અધ્યાત્મસાર-જ્ઞાનસાર-અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોના નિણંદો, સર્જન થયા છે. બાકી અધ્યાત્મ વગરના તર્કમાં શુષ્કતા અને જડતા આવી જતાં વાર નથી લાગતી. ઉપા. યશોવિજયજી મ. ઉપર “ગુરૂકૃપા' ની મહેર તો હતી જ. સાથે જ માઁ સરસ્વતીની મહેર પણ અપરંપાર હતી. “ઊં” આ મંત્રના બીજાક્ષરથી માતા સરસ્વતીએ તુષ્ટ થઈને ગંગાનદીના કાંઠે તેમને તર્ક-કાવ્યનું વરદાન આપ્યું હતું. ભારતીની આ કૃપાથી તેમનું બુદ્ધિબળ-તેમની વિચક્ષણતા આસમાને પહોંચી હતી. આ સરસ્વતીદત્ત મંત્રકૃપાને જીવંત રાખવા માટે જ તેઓ પોતાના દરેક ગ્રંથોની રચનાનો પ્રારંભ “ઈંદ્ર” શબ્દાંતગર્ત “É” શબ્દથી કરતા. કૃપાબળ અને બુદ્ધિબળના જોરે ઉપાધ્યાયજીએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અઢળક સાહિત્ય સર્જન કર્યું. તેમના સર્જનમાં સૂક્ષ્મતા, સ્પષ્ટતા અને સમન્વયતાનો સુભગ સમાગમ દિવા જેવો સ્પષ્ટ દેખાય છે. એક બાજુ વિદ્વાનોને પણ સમજાવવામાં ભેજાનું દહીં થઈ જાય તેવા તર્ક ભરપૂર ગ્રંથો સર્જન કરવા, તો બીજી બાજુ અભણ માણસો પણ સરળતાથી ગાઈ શકે, અધ્યાત્મ ભક્તિમાં ભીંજાઈ શકે, એવા સરળ ગુજરાતી ભાષાબદ્ધ સ્તવનોના સર્જન કરવા... આ જ તેમની કોઈક વિશિષ્ટ વિશેષતા હતી. ગુર્જરભાષાનાં સ્તવનો, કાવ્યો, અધ્યાત્મિક પદો, ગીતો ઉપરાંત રાસોની રચના પણ તેમને રસાળ શૈલીમાં કરી છે જેનાથી સર્વતોવ્યાપ્ત તેમની વિદ્વતા પ્રગટ થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપાધ્યાયજીએ અનેક રાસોની સાથે “દ્રવ્યગુણપર્યાયનો રાસ” આ નામના ગ્રંથનું બેનમુન સર્જન કરીને તો કમાલ કરી છે. સામાન્યતયા રાસનો અર્થ થાય છે કે “ચારિત્રના માધ્યમે કથાનાયકોના ગુણગાન કરવા.” અહી રાસનો આ અર્થ નથી. અહી કોઈનું ચરિત્ર નથી કે કોઈ ચરિત્રનાયક નથી અહીં તો બુદ્ધિને કસે એવા કર્કશ પદાર્થોનું ગુર્જર કાવ્યમાં પદ્યમય સચોટ અને સરળ નિરૂપણ છે. દ્રવ્યાનુયોગના ભરપૂર પદાર્થોને રાસના બિબામાં ઢાળવાના કપરા કાર્યની જહેમત ઉઠાવવાનું પહેલું બીડુ ઉપાધ્યાયજી મ.શ્રીએ જ ઝડપ્યું લાગે છે. તર્ક સંબદ્ધ પદાર્થોને ગુર્જર કાવ્યમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ બોધ થાય અને કોઈ પદાર્થના રહસ્યોને અન્યાય ન થાય અર્થાત છૂટી ન જાય એ રીતે પઘનિબદ્ધ કરવા એ કોઈ નાની સુની વાત નથી. ગુરુકૃપા અને માઁ સરસ્વતીની કૃપાથી અશક્ય લાગતું આ સર્જન શક્ય બન્યું છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુર્જર ભાષાનિબદ્ધ આ રાસના અભ્યાસુઓ પણ જૂજ છે. ગુજરાતી રાસને પણ સમજવો ઘણું કઠણ કાર્ય લાગે છે. પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ જેવા શાસનપ્રેમી, આચારસંપન્ન અને શાસ્ત્ર-સંનિષ્ઠ વિદ્વાનો આજે જૈન સંઘના ગૌરવરૂપ છે. જેઓ દેશ-વિદેશમાં આવા ઉંચા ગ્રંથોના અધ્યાપન દ્વારા જ્ઞાનદાનના માધ્યમે જબરજસ્ત શાસનસેવા કરી રહ્યા છે. સમાજનું-સાધુ-સાધ્વીજી ભગવંતોનું જ્ઞાનસ્તર ઉચું લાવવાનો ભગીરથ પ્રયાસ તેઓ વર્ષોથી કરી રહ્યા છે. આ કાર્ય માટે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ કે બહારથી અનેક ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ લાગતો આપણો આ જૈન સંઘ જ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ દરિદ્ર હોય એવું અચૂક લાગે છે. ત્યારે ઉચ્ચ ગ્રંથોના અધ્યાપનનું તેઓનું આ કાર્ય ઘણું અનુમોદનીય અને સરાહનીય બની શકે છે. તેમણે “દ્રવ્યગુણપર્યાયનો રાસ' આ ગ્રંથનું અધ્યયન કર્યું. અનેક ગુરૂભગવંતોને અધ્યાપન કરાવ્યું. વિદેશમાં રહી સમયનો સદુપયોગ કરી તેના ઉપર વિવેચન તૈયાર કર્યું. અનેક વિદ્વાન ગુરૂભગવંતો પાસે શંકાના નિવારણાદિ દ્વારા લખાણનું સંમાર્જનાદિ કર્યું અને કરાવ્યું. પૂરો વિગેરે જોયા. સૈકાઓ સુધી ઉપયોગી બની રહે એવા એક અમૂલ્ય ગ્રંથરત્નની ભેટ આજે તેઓ સંઘના કરકમલોમાં ધરી રહ્યા છે તે ઘણો જ આનંદનો વિષય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો ૪૫ શાસનદેવ તેમને દીર્ઘ આયુષ્ય અને પૂર્ણ સ્વાસ્થ્ય અર્પણ કરે, કે જેના દ્વારા હજી તેઓ ઉત્તરોત્તર વિશિષ્ટ ગ્રંથોના સંશોધન-સંપાદન-સર્જન કરી સંઘના જ્ઞાનવારસાને સમૃદ્ધ કરી શકે. અમારા પૂજ્ય ગુરુદેવશ્રી આ. વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ચાલતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને તેઓના આવા જ્ઞાનવર્ધક કાર્યો ઉપર પહેલેથી જ પૂર્ણ સદ્ભાવ છે. તેઓના આવા સર્જનકાર્યમાં ટ્રસ્ટ યથાયોગ્ય સહયોગ આપી કૃતાર્થ બની રહ્યું છે. પ્રાંતે એટલું જ કહીશ, કે કઠણ લાગતા અને નામ સાંભળીને જ ગભરાટ ઉભો કરતા આ ‘રાસ'નું વિવેચન જ્યારે થઈ જ ચુક્યું છે. તેનાથી કઠણ લાગતો ગ્રંથ ઘણો સરળ થઈ ગયો છે. ત્યારે અનેક જ્ઞાનપિપાસુ આત્માર્થી આત્માઓ આ ગ્રંથનો અભ્યાસ કરી સૂક્ષ્મબોધ દ્વારા મતિને પરિકમ્મત કરે, આત્માને શુદ્ધ કરે અને શીઘ્ર શુદ્ધ દ્રવ્યગુણપર્યાયના આસામી બને એજ એક અંતરની અભ્યર્થના..... પિંડવાડા કા. સુ. ૧, સં, ૨૦૬૧ પૂ. આ. વિ. હેમચંદ્રશિશુ પં. કલ્યાણબોધિવિજયજી Page #47 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગની મહત્તા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવિરચિત “દ્રવ્યગુણપર્યાયનો રાસ' ગુજરાતી ગ્રન્થ પંડિતવર્ય શ્રી ધીરુભાઈ આલેખિત વિવેચનથી અલંકૃત બની સુંદર રીતે સમ્પાદિત થઈને પ્રકાશિત થઈ રહ્યો છે, તે અત્યંત હર્ષદાયી ઘટના છે. દ્રવ્યાનુયોગના નામે કે નિશ્ચયનયના નામે કે પછી છેતરામણી આત્મદ્રવ્યની સિદ્ધિના નામે જિનાજ્ઞા નિરપેક્ષ ભળતી જ વાતો શાસ્ત્રીયતાની રંગે રંગીને આજે ઘણે સ્થાને પ્રચારિત થવાથી જ્યારે અનેક ધર્માર્થીઓ ગુમરાહ બની રહ્યા છે ત્યારે સાચા ધર્માર્થી જ્ઞાન-પિપાસુઓને માટે આ ગ્રન્થ અંધારામાં પ્રકાશ પાથરશે. જૈન શાસનમાં જ્ઞાન-ક્રિયાના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ ભાખેલી છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં “પઢમં ના તો ત્યાં એવું માર્મિક સૂચન ઉપલબ્ધ છે. નવપદની ઢાળમાં પણ પ્રથમ જ્ઞાનને પછી અહિંસા “શ્રી સિદ્ધાન્ત ભાખી' એમ કહ્યું છે. જ્ઞાન વગરની માત્ર ક્રિયા આંધળી છે અને ક્રિયાશૂન્ય જ્ઞાન પાંગળું છે. તેથી નિષ્કર્ષ એ થાય છે કે મોક્ષપ્રાપ્તિ માટે બંનેનો (નહીં કે ગમે તે એકનો) ઉચિત સમન્વય જોઈએ. જોઈએ ને જોઈએ જ. બન્નેનો સમન્વય જ મોક્ષસાધક છે. (અ) કઠીયારાનું કામ કરવા માટે કુઠાર તો જોઈએ જ. કુઠાર એટલે કે જે ઘન નક્કર લોહાગ્રનો ભાગ છે તે આગળ, એની પાછળ હાથો પણ હોવો જોઈએ. એકલા હાથાથી કે એકલા લોહાગ્રથી કાષ્ઠ છેદન ન થાય. બેનો ઉચિત સમન્વય એટલે કાષ્ઠ તરફ લોહાગ્ર અને પાછળ પકડવાનો હાથો હોવો જોઈએ. હાથમાં હાથ દ્વારા બળ પૂરાય તે લોહાગ્રમાં પહોંચે અને તે બળનો પ્રયોગ કાષ્ઠ ઉપર થાય એટલે કાષ્ઠ છેદાય. (બ) તથા ઘરમાં સાફસૂફી કરવા માટે પ્રકાશની (જ્ઞાનની) હયાતીમાં સાવરણી (ક્રિયા)નો પ્રયોગ કરવો પડે. એકલા પ્રકાશ કે પ્રકાશની ગેરહાજરીમાં એકલી સાવરણીથી અપેક્ષિત સાફસૂફી ન થાય. “પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા' એ Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો પંક્તિનું હાર્દ આ છે કે સાવરણી ફેરવતી વખતે પ્રકાશ પાથરવો જોઈએ-હોવો જોઈએ. પહેલી વયમાં માણસ પ્રકાશ પાથર્યા કરે અને પાછલી વયમાં માત્ર સાવરણી ફેરવ્યા કરે એવો અર્થ જરા પણ સંગત નથી. તાત્પર્ય એ છે કે જ્ઞાન અને ક્રિયા બંને સમસામયિક હોવા જોઈએ. પરંતુ જેમ ઘોડાગાડીમાં ઘોડો પહેલા અને પછી ગાડી જોડી હોય તો સવારી સારી થાય અને ઇચ્છિત સ્થાને શીઘ્ર પહોંચાય. એમાં પહેલાં એકલો ઘોડો આગળ ચાલે અને પાછળ ઘોડાથી દૂર એકલી ગાડી ચાલ્યા કરે એવું બનવાનું નથી. બંનેએ ચાલવાનું તો સમકાળે જ છે. ઘોડો આગળ ભાગે અને ગાડી પાછળ ઊભી રહે તો ગાડીમાં બેઠેલા ઠેરના ઠેર રહી જાય. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા' આ શાસ્ત્રકથનને આ રીતે વિચારવાથી તેનું ખરું હાર્દ પામી શકાશે. સદા બન્નેનો સહયોગ જ રહેવો જોઈએ. ૪૭ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે કહ્યું છે કે વાણી (કે લેખન) ક્રમિક હોય છે. એક સાથે બધું સમકાળે કહી નંખાતુ નથી. ઘોડા-ગાડીનું વર્ણન કરવાનું હોય તો ક્રમશઃ પહેલાં પાનાના પાના ભરીને ભાગ-૧ રૂપે ઘોડાનું વર્ણન થાય અને પછી ભાગ-૨માં પાનાના પાના ભરીને ગાડીનું વર્ણન થાય. કદાચ બે ગ્રન્થના નામ જુદા પડે એકનું નામ ‘અશ્વ’ હોય, બીજાનું નામ ‘ગાડી' હોય. પણ સૂક્ષ્મબુદ્ધિ પરીક્ષક સમજી શકે છે કે આ બન્ને ગ્રન્થ ભેગા થઈને એક સમન્વિત ‘ઘોડાગાડી’નું વર્ણન કરે છે. પરીક્ષક એ પણ સમજી શકે છે કે આ રીતે બોલવામાં, લખવામાં કે વાંચવામાં ભલે ઘોડા-ગાડીનો કાળ ભિન્ન ભિન્ન હોય, પણ તેના વપરાશ વખતે ઘોડો અને ગાડી બંનેને એક સાથે જ પ્રયોજવાનાં છે. ઓપરેટ કરવાનાં છે. અલગ અલગ કાળમાં નહીં. જ્ઞાન-ક્રિયાનું પણ એવું જ છે– એના વ્યુત્પાદક ગ્રન્થો ભલે અલગ અલગ હોય પણ મોક્ષપ્રાપ્તિ માટે બંનેને સાથે જ પ્રયોજવાના છે. એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાને કે બંનેને પરસ્પર નિરપેક્ષ પ્રયોજવાથી મોક્ષ ન જ મળે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે ચરણ-ક૨ણાનુયોગને દર્શાવનારા માર્ગપરિશુદ્ધિ, યતિધર્મસમુચ્ચય વગેરે ઘણા ગ્રન્થો રચ્યા છે. તે ગ્રન્થોમાં ચારિત્રક્રિયા-ચરણકરણાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. જ્યારે દ્રવ્યાનુયોગના ગ્રન્થોમાં દ્રવ્યાનુયોગની મહત્તા સ્થાપિત કરી છે. એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં પહેલી ઢાળમાં દ્રવ્યાનુયોગના પુષ્કળ ગુણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાયા છે. એને સર્વોપરિ જણાવ્યો છે. આ એક નયદેશના છે. વાચકવર્ગ જો અનેકાન્તવાદથી નિરપેક્ષપણે પહેલી ઢાળ વાંચશે તો તે નયવાદ ન સમજવાના કારણે ગેરમાર્ગે દોરાય તેવો સંભવ છે. પછી એ વાચકવર્ગ દ્રવ્યાનુયોગ પર ચઢી જઈને ક્રિયાયોગને ફેંકી પણ દે અથવા ક્રિયાયોગના આરાધકોને તુચ્છ દૃષ્ટિથી જોવા માંડે તો એવાને આ દ્રવ્યાનુયોગના અભ્યાસથી કંઈ લાભ નહીં થાય. જ્ઞાન-ક્રિયા બંને સમન્વિત રીતે ઉપયોગી હોવા છતાં પણ જેમ ઘોડો ચાલે એ રીતે ગાડીને ચાલવાનું છે, નહીં કે ગાડીને સ્વતંત્રપણે ચાલવાનું હોય, એ રીતે જ્ઞાનક્રિયા બંને ઉપયોગી હોવા છતાં સમ્યજ્ઞાન દોરે એ રીતે ક્રિયા કરવાની છે–એટલે જ શાસ્ત્રકારોએ ચરણકરણાનુયોગ કરતાં દ્રવ્યાનુયોગની મહત્તાના ગુણગાન કર્યા છે. આ પરમાર્થ હૃદયમાં રાખીને સૌ કોઈ જિજ્ઞાસુ આરાધક પુણ્યાત્માઓ મુક્તિમાર્ગે પ્રગતિ કરવા માટે આ ગ્રન્થનો સુંદર અભ્યાસ કરી આત્માને કર્મના ભારથી હળવો કરે એ જ પવિત્ર ભાવના. આ ગ્રન્થના વિવેચક પંડિત શ્રી ધીરુભાઈને તથા તેમાં સહાયક બનનારાં સાધ્વીજીઓ વગેરે સૌને શત શત અભિનંદન... શિવમસ્તુ સર્વજગતઃ લિ. શ્રી જયસુંદરસૂરિ વડોદરા Page #50 -------------------------------------------------------------------------- ________________ 0 અરિહંત પદ ધ્યાતો થકો, દહ-ગુણ-પાયો રે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર મહારાજાના શ્રીમુખે ત્રિપદીને પામી શ્રી ગૌતમસ્વામીજી આદિ અગ્યારેય ગણધરોએ અંતર્મુહૂર્ત માત્રમાં જ ચૌદપૂર્વ સમેત સમસ્ત દ્વાદશાંગીની રચના કરી. પરમાત્માએ પોતાની કૈવલ્ય દૃષ્ટિથી એને પરિપૂર્ણ સુંદ૨ જાણીજોઈ એના પર પ્રામાણિકતાની મહોરછાપ મારી. તીર્થ પ્રવર્તન થયું. શ્રુત એના વહનનું અમોધ સાધન બન્યું. સમગ્ર શ્રુતમાં ચાર-ચાર અનુયોગો સમાયેલ હતા. જે ભાવિકાલીન શ્રમણોની પ્રજ્ઞાહીનતાને લક્ષમાં લઈ યુગપ્રધાન, સાધિક નવ પૂર્વધર પૂ. શ્રીઆર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજાએ પૃથક્ પૃથક્ કરી આપ્યા. આ ચાર અનુયોગો છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ચરણકરણાનુયોગ (૩) ગણિતાનુયોગ (૪) ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં નવતત્ત્વ, ષદ્રવ્ય, લોક, કર્મ, અધ્યાત્મ, યોગ, ધ્યાન, લેશ્યા જેવા ગહન પદાર્થોનો સમાવેશ થાય છે. ચરણકરણાનુયોગમાં આત્માને કર્મથી જુદો કરી સહજ સ્વરૂપને પામવા જરૂરી ચારિત્રાચાર-ક્રિયામાર્ગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ગણિતાનુયોગમાં ક્ષેત્રનાં માપો, કાળનું સ્વરૂપ વગેરે ગણિત સંબંધિ ઝીણવટભરી માહિતિઓનો સમાવેશ થાય છે. જ્યારે ધર્મકથાનુયોગમાં વિવિધ કથાઓ, પ્રસંગો, દૃષ્ટાંતો, ઉદાહરણો, ઉપમાઓ આદિ દ્વારા ધર્મોપદેશ કરાતો હોય છે. જીવવિશેષને આશ્રયીને તે તે અનુયોગ દ્વારા ધર્માચાર્યો તે તે જીવને પ્રતિબોધ કરી આત્મકલ્યાણના માર્ગે ચડાવતા-ચલાવતા હોય છે. અનુયોગ એટલે વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન-વિવેચન કરવાની શૈલિવિશેષ. આ ચારેય અનુયોગોમાં ‘દ્રવ્યાનુયોગ’ કઠણતાની દૃષ્ટિએ અવ્વલ નંબરે છે. એમાં સમજવા-સમજાવવામાં બુદ્ધિને ખૂબ કસવી પડે છે. મતિજ્ઞાનાવરણીય તેમજ શ્રુતજ્ઞાનાવરણીય Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કર્મનો સવિશેષ ક્ષયોપશમ જેમનો હોય એવા જ સાધકો આ અનુયોગમાં પ્રગતિ સાધી શકે છે. સમ્યગદર્શનની વિશિષ્ટ કક્ષાની શુદ્ધિને કરનાર આ અનુયોગ હોવાથી ચારિત્રી આત્માઓને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવા માટે શાસ્ત્રકારોએ કેટલીક વિશિષ્ટ છૂટછાટો પણ આપેલી છે. તેનાથી પણ આ અનુયોગનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્યનો અનુયોગ. જગતમાં જેટલા પણ દ્રવ્યો છે તેમનું દરેક નય-નિક્ષેપ-પ્રમાણ આદિના પરિપ્રેક્ષ્યમાં સાંગોપાંગ જ્ઞાન પ્રાપ્ત કરવું-કરાવવું. નવપદની આરાધનામાં પ્રથમ શ્રી અરિહંતપદને આરાધતા આરાધકો એક દુહો બોલે છે– “અરિહંત પદ ધ્યાતો થકો, દબહ-ગુણ-પન્જાયો રે, ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાયો રે.” આ દુહો દ્રવ્ય-ગુણ-પર્યાય અંગે વાત કરે છે. “અરિહંત-દ્રવ્યમાં દ્રવ્યપણું કર્યું? એના ગુણ કયા? અને એના પર્યાયો કયા? એ બધું જાણી, તેનું ધ્યાન ધરી, અરિહંત અને પોતાના આત્માનો ભેદ જાણી તે ભેદનો છેદ કરવાથી જ આત્મા પોતે અરિહંતરૂપી થાય છે. આ એનો પરમાર્થ છે. દ્રવ્યાનુયોગનું સ્થાન દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવા પુરતું છે. એનું ધ્યાન ચરણકરણાનુંયોગમાં સમાવેશ પામે છે. એ ધ્યાનથી જ અરિહંત અને સ્વની વચ્ચેનો ભેદ છેદાય છે. અને આત્માની અરિહંત સ્વરૂપ પ્રાપ્તિ એનું અંતિમ ફળ છે. એ પ્રાપ્ત કરવા માટે જ દ્રવ્યાનુયોગને જાણવાનો છે. પૂ. ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, લઘુહરિભદ્ર ઉપમા પ્રાપ્ત, કલિકાલમાં શ્રુતકેવળીના જ્ઞાનનું સ્મરણ કરાવનાર, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે દ્રવ્યાનુયોગના અર્ક સમો દ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાનના નિચોડ સમો રાસ ગુજરાતી ભાષામાં બનાવ્યો છે. તેજ આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. આ ગ્રંથની મહત્તા એટલી બધી વિશિષ્ટ છે કે ગુજરાતી એવા આ ગ્રંથનો અનુવાદ પંડિત ભોજસાગરે સંસ્કૃતમાં કર્યો. દ્રવ્યાનુયો-તપ નામે એ ગ્રંથ પૂ. ઉપાધ્યાયજી મહારાજના પુરૂષાર્થને સો-સો સલામી ભરે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આ કૃતિ ભલે ગુજરાતીમાં, ગેય ઢાળીયા રૂપે રચાયેલ છે પણ એની પંક્તિએ-પંક્તિ વિદ્વાનોને માથાં ડોલાવવાં પડે તેવી નક્કર છે. એઓ શ્રીમદ્રના ગંભીર આગમ-ઉદધિના ઊંડા અવગાહન બાદ, સ્વદર્શનના રહસ્યોથી પરિણત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો થયેલ માર્ગાનુસારી બુદ્ધિના ઉદ્ભવ બાદ, વાયગ્રંથ, દર્શનગ્રંથ, કાવ્યગ્રંથ, વ્યાકરણગ્રંથ આદિ અનેકાનેક જ્ઞાન-વિજ્ઞાન શાખાના મૂળ સુધી પહોંચીને સંપ્રાપ્ત કરેલ વિશિષ્ટ પ્રતિભાના પ્રકાશ બાદ રચાયેલ અનેક કૃતિ પૈકીની આ એક કૃતિ છે. આમાં સર્વનયાત્મક, પ્રમાણ પુરસ્કૃત, શ્વેતાંબર જૈન મત માન્ય સિદ્ધાંતોનું જબરદસ્ત મંડન છે. આ મંડન કરવા માટે એમણે અગાધ શ્વેતાંબર આગમરાશિમાંથી કિંમતી રત્નોનો સહારો લીધો છે. તેમ જ દિગંબર ગ્રંથકારોની અને અજૈન દર્શનકારોની વિવિધ વિષયક પંક્તિઓનો પણ ઉપયોગ કર્યો છે. આમ કરવા છતાં એ અધૂરા અપ્રમાણ મિથ્યાદર્શનોને અને તેમના દર્શનાનુયાયીઓની મોટી વાતોને ક્યાંય ટેકો ન મળી જાય તેની પૂરતી કાળજી પણ રાખી છે. આ રાસગ્રંથ દ્રવ્યાનુયોગમાં પ્રવેશ કરવા માટે દ્વાર તુલ્ય હોઈ સાધકો અનુકૂળતા મેળવી એનો અભ્યાસ કરતા આવ્યા છે. જૂજ જ સંખ્યામાં એનો અભ્યાસ કરાવતા પ્રજ્ઞાપુરુષો મળે છે. તેમ અભ્યાસકોની સંખ્યા પણ જૂજ જ હોય છે. છતાં પણ આમાં જે પડે છે તે જ આનો આસ્વાદ માણી શકે છે. સૂરિપુરંદર પૂ. આ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન માટે સુખારંભ શબ્દ પ્રયોજે છે. તો સમ્યગ્દર્શનની સવિશેષ શુદ્ધિનિર્મળતા કરનારા આવા ગ્રંથોના અવગાહનથી તો એ સુખમાં કેટલી ગણી વૃદ્ધિ થતી હશે તે તો અનુભવી જ જાણી-માણી શકે છે. આ રાસ ગ્રંથની ગહનતા જોઈ પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ એના ઉપર ટબા (સ્તબક-બાલાવબોધ)ની એટલે કે ગુજરાતી ટીકાની સ૨ચના કરી સ્વકૃત પદ્ય કૃતિનો પરમાર્થ ગદ્યમય શૈલીમાં ખોલી આપ્યો છે છતાં એ પણ મધ્યમ બુદ્ધિ-સાધકો માટે દુરુહ બનતાં એના પર જુદાં જુદાં વિવેચનો-ભાષાંતરો પણ લખાયાં છે. જેની અનેક આવૃતિઓ આ પૂર્વે બહાર પડેલી છે. પ્રકાશિત થયેલી છે. આમ છતાં પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ બુઝર્ગ ગણી શકાય એવી વયે જ્ઞાનનો સતત પુરુષાર્થ જારી રાખી આ વિદ્વદ્ભોગ્ય રાસ-ગ્રંથ પર સુવિસ્તૃત વિવેચન લખી અનુમોદનીય કાર્ય કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચતુર્વિધ શ્રીસંઘને તેઓ પોતાની જ્ઞાનલક્ષ્મીનો સુંદર લાભ આપી રહ્યા છે. અધ્યાપન ક્ષેત્રે કાર્ય કરતાં કરતાં જે જે મુશ્કેલીઓનો સામનો અભ્યાસ વર્ગને કરવો પડે છે તેનો અનુભવ તેમને થતાં એ મુશ્કેલીઓ ઓછી થાય એવા ઉદેશથી તેઓ વર્ષોથી અભ્યાસ ગ્રંથોના સરળ વિવેચનો-ભાષાંતરો કરી સંઘ સમક્ષ ધરતા આવ્યા Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. એનાથી તેમને જ્ઞાનભક્તિનો ઉત્તમ લાભ મળવા સાથોસાથ અભ્યાસુ વર્ગને પણ અભ્યાસનું એક આધારભૂત આલંબન સાંપડે છે. ગ્રંથ આકર છે, પદાર્થ ગહન છે, નય-નિક્ષેપા-ન્યાયની પ્રાચીન અને નવ્યશૈલીનો પ્રચુર ઉપયોગ છે. વિવિધ દર્શન શાસ્ત્રોના પદાર્થો અને ઉદાહરણો આદિથી સભર છે. તેથી એનું ભાષાંતર અને વિવેચન કરવું એ કાર્ય સહેલું તો નથી જ. તે વિષયોનું સુંદર જ્ઞાન, તેનો પરમાર્થ કાઢવાની વિરલ આવડત અને વિદ્વજોખરો સુધીના વાચકો માટે રસાળ છતાંય સરળ બની રહે એવું વિવેચન કરવાની ક્ષમતા. આવી અનેકવિધ આવડત હોય તો જ આ કામ શક્ય બની શકે છે. વૃદ્ધવયમાં પણ દેવ-ગુરુની કૃપા ઝીલી તેઓએ આ સઘન પુરુષાર્થ કર્યો છે તેની અનુમોદના કરવાપૂર્વક ભાવમાં પણ તેઓના હાથે આવા ગ્રંથો સરળ વિવેચનાદિ રૂપે લખાય-પ્રકાશિત થાય એવી અભિલાષા વ્યક્ત કરું છું. સમયના અભાવે આ વિવેચનનું માત્ર ઉપરછલ્લું જ અવલોકન શક્ય બન્યું છે. છતાં એમાં જે જે વાંચવાનું બન્યું છે તે પ્રામાણિકપણે ગ્રંથ સાપેક્ષ રહીને જ લખવાનો પ્રયાસ કર્યો છે એવું મને સ્પષ્ટ જણાયું છે. આમ છતાં આ આકર વિવેચન ગ્રંથમાં કોઈ વિદ્વાનને કોઈ પંક્તિ કે નિરૂપણમાં કચાશ કે શાસ્ત્ર અસંગતતા લાગે તો તે બાબત પંડિતજીને લખી જણાવશે તો તેઓ જરૂર એ બાબત વિચારી નૂતન આવૃત્તિ આદિમાં એ અંગેનો જરૂરી સુધારો કરશે એવો વિશ્વાસ છે. સં. ૨૦૬૧, કારતક સુદ-૧ શ્રી ગૌતમસ્વામિજી કૈવલ્યપ્રગટન દિન સુરત, એજ લિ. વિજયકીર્તિયશસૂરિ = == Page #54 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની ધ્યાનાસાધનાનાં - અમી છાંટણાં-સમો ગ્રંથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુએ ચારિત્રધર્મ અંગીકાર કર્યા પછી આશરે સાડા બાર વર્ષે પર્યન્ત મૌનપણે આત્મસાધના કરી તેવું આપણે શાસ્ત્રકારોના મુખે સાંભળીએ છીએ. ભગવાને કરેલા ઘોર-કઠિન તપનું વર્ણન પણ આપણને આગમગ્રંથો દ્વારા જાણવા મળે છે. તો એ વર્ષોના સાધનાકાળ દરમ્યાન ભગવાને આત્માના શુદ્ધ ગુણોને ઉજાગર કરવાની કેવી આત્મસાધના કરી, તેનું બયાન પણ કલ્પસૂત્રના સૂત્રોમાં વિશદરૂપે મળે છે. એમાં ભગવાને અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અનુત્તર આલય, અનુત્તર સત્ય-સંયમ, અનુત્તર આર્જવ-માર્દવ, તપ, ક્ષમા વગેરે ગુણોને કેવા ઉજાગર કર્યા તેની વાતો પ્રેરણાદાયક ઢંગથી કરવામાં આવી છે. વળી, આ વર્ષો દરમ્યાન પરમાત્માએ ધર્મધ્યાનની ધારામાં આગળ વધતા વધતા શુક્લધ્યાનના બે ચરણની સાધના કરી હતી, તેનું પણ શાસ્ત્રોમાં પ્રતિપાદન થયેલું છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના સ્વરૂપનું ચિંતન-મનન-નિદિધ્યાસન કરતાં કરતાં તેનો સાક્ષાત્કાર કહી શકીએ તે હદે બોધ મેળવીને પછી જ્યારે શુક્લધ્યાનની ધારામાં પ્રભુ પ્રવેશ્યા હોય, ત્યારે દ્રવ્ય-ગુણ અને પર્યાયના સૂક્ષ્મ ચિંતન-અવલોકનની પ્રક્રિયા આપોઆપ આરંભાઈ જ હોય. ઘણીવાર ઘણા સવાલ પૂછે છે કે પરમાત્માએ આ બાર વર્ષમાં કાયોત્સર્ગ કર્યા, તેમાં શું ચિંતવ્યું હશે? તેનો જવાબ આ છે : પરમાત્માએ શુકલધ્યાનના રૂપમાં જગતમાં વર્તતાં પદ્રવ્યોના તેમજ તેના ગુણ-પર્યાયોના સ્વરૂપનું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરીક્ષણ, ચિંતન તેમજ અનુભૂતિ કર્યા છે. જગતના જે ભાવો જેવા સ્વરૂપે હતા, તેવા જ સ્વરૂપે પ્રભુએ જોયા-જાણ્યા, અને પછી તેનું યથાતથ પ્રતિપાદન જગત સમક્ષ કર્યું, માટે જ પ્રભુને આપ્તપુરુષ, સર્વજ્ઞ કે યથાર્થવક્તા તરીકે આપણા શાસ્ત્રકારોએ નવાજ્યા છે તથા ઓળખાવ્યા છે. પરમાત્માના તે યથાર્થ દર્શનની તેમજ તેમણે કરેલા યથાતથ પ્રતિપાદનની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આશીર્વાદ વચનો દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આછી-પાતળી ઝલક દરેક જિજ્ઞાસુ જીવને મળી રહે તે હેતુથી આપણા જ્ઞાની પુરુષોએ અનેક અનેક શાસ્ત્રોની રચના કરી છે. એમાં દ્વાદશાંગી પ્રવચન તો મુખ્ય છે જ. પરંતુ તે ઉપરાંત પણ સન્મતિતર્ક તથા નયચક્ર જેવા આકર ગ્રંથો પશ્ચાદ્વર્તી શ્રતધર પુરુષોએ રચ્યા છે, જેનું અધ્યયન કરનારને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપનો તથા તેને જોવા-જાણવા માટેની નય-પ્રમાણાદિરૂપ દૃષ્ટિનો પરિચય મળી રહે તેમ છે. મહાપુરુષોના રચેલા એ ગ્રંથોના આધારે ચાલનારા તથા તેનો આધાર લઈને અનેક શાસ્ત્રગ્રંથોની રચના કરનારા અનેક જ્ઞાની પુરુષો આપણે ત્યાં થયા છે. જેમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિનું નામ અગ્રક્રમે લઈ શકાય તેમ છે. તેઓએ સંસ્કૃત-પ્રાકૃતમાં તો અસંખ્ય શાસ્ત્રો રચ્યા જ છે. પરંતુ સાથે જ, બાળભોગ્ય દેશીગુજરાતી કે મારુગુર્જર-કહી શકીએ તેવી ભાષામાં, તે પણ ગેય સ્વરૂપમાં, પણ કેટલાક વિશિષ્ટ ગ્રંથોની રચના કરી છે. પ્રસ્તુત “દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' તે પણ તેમાંની જ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આ કૃતિનું પરિશીલત-અધ્યયન કરવાથી આપણને સમજાય છે કે પ્રભુએ સાડાબાર વર્ષ સુધી જે ધ્યાન-ચિંતન કર્યું હશે તેનો વિષય, તેની પ્રક્રિયા તથા તેનું સ્વરૂપ કેવાં હશે. તેમની સમક્ષ પણ કણાદ, ગૌતમ, જૈમિનિ, કપિલ વગેરે કેટકેટલા મતમતાંતરો હશે, ને તે બધાએ નક્કી કરી નાખેલા દ્રવ્યાદિનું સ્વરૂપ અને તેની સામે પ્રભુને પોતાને પોતાની ધ્યાનધારામાં પ્રત્યક્ષ થતું દ્રવ્યાદિનું સ્વરૂપ તે બેમાં કેટલો બધો પાયાનો તફાવત હશે. તે બધાનો આપણને આછેરો અણસાર મળી રહે છે. વધુમાં, પરમાત્માના સમયમાં જે અજૈન ચિંતકો ને ગ્રંથકારો ન હોતા, જે પાછળથી થયા, તેમના ચિંતનની તથા દિગંબરોના “મૌલિક' કહી શકાય તેવા ચિંતનની વાતો કરવાની, તેમજ તે વાતોની અયોગ્યતા પુરવાર કરવાની, તક આ ગ્રંથના ગ્રંથકારશ્રીએ જે રીતે આ રાસ-ગ્રંથમાં ઝડપી લીધી છે તે પણ આપણને, યુગે યુગે ઉદ્દભવતા-બદલાતા રહેતા મત-મતાંતરો સાથે/સામે, કેવી રીતે કામ પાડવું, તેની ચાવી બતાવી આપનારૂં છે. સાચો જિજ્ઞાસુ તો આ રાસ-ગ્રંથના માધ્યમથી દ્રવ્યાદિના સ્વરૂપનો પરિચય પામીને તીવ્રપણે લાલાયિત થાય કે જો આ નાનકડા ગ્રંથમાં પણ આટલું ગહન રહસ્ય ખૂલતું હોય ને તેથી તત્ત્વદર્શનનો મહાન આનંદ અનુભવાતો હોય તો, ખરેખર જ્યારે શુક્લધ્યાનની ધારામાં વર્તીને દ્રવ્યાદિના પરમ ગૂઢ રહસ્યોનો પ્રત્યક્ષ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આશીર્વાદ વચનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિ આવે ત્યારે કેવો રોમાંચ દેહ-મનના અણુ-અણુમાં વ્યાપી જાય! અને તે સ્થિતિ- તે “અર્પવ અવસર આપણને ક્યારે સાંપડશે? દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અધ્યયન કરનાર માટે સન્મતિતર્ક જેવા મહાન દાર્શનિક ગ્રંથનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. આ રાસ બરાબર ભણવામાં આવે તો આકર ગ્રંથો પણ પ્રમાણમાં સુગમ થઈ પડે. આજે આપણા સંઘમાં આ રાસનું વિપુલ પ્રમાણમાં અધ્યયન થવા માંડ્યું છે તેનું શ્રેય ૫. પૂ. ધર્મધુરન્ધરસૂરિજી મ.સા., પં. શાંતિલાલ કેશવલાલ શાહ તથા ૫. ધીરુભાઈ જેવા વિદ્વાન શ્રાવકોને ઘટે છે. આ કૃતિનું નામ તો “રાસ” છે. પરંતુ તેનું પોત તો એક ગૂઢ કે કઠિન દાર્શનિક ગ્રંથ જેવું છે. તેનું અધ્યયન, માત્ર મધ્યકાલીન રાસ સાહિત્યનો પરિચય હોય તેટલા માત્રથી થઈ શકે તેમ નથી. તેના અધ્યયન માટે તો જૈન દર્શન ઉપરાંત અન્ય છએ દર્શનોની તેમજ જૈનોમાં પણ બે શાખાઓના સિદ્ધાંતો તથા મતોની જાણકારી હોવી એ અનિવાર્ય હોય છે. વળી, તેવી જાણકારી હોય તો પણ આ રાસ બરોબર સમજાય જ તેવું તો નથી જ. આ સ્થિતિમાં આવી ગંભીર રાસ-રચના ઉપર એક વિશદ વિવેચન હોય તો તે આવશ્યક ગણાય. અલબત્ત, વિવેચનો તો પૂર્વસૂરિઓનાં રચેલાં છે જ અને તે જિજ્ઞાસુઓને ઉપકારક પણ બની જ રહ્યાં છે, છતાં એક વધુ વિશદ, વધુ વિસ્તૃત ને વધુ બાળભોગ્ય વિવેચન અત્યંત આવશ્યક હતું. જેની પૂર્તિ પંડિત શ્રી ધીરુભાઈએ આ વિવેચનગ્રંથ દ્વારા કરી છે. તે ઘણા આનંદની વાત બને છે. પં. ધીરુભાઈનું આ પ્રદાન જૈન સંઘના જ્ઞાનપિપાસુ જીવો માટે અત્યંત ઉપકારક બની રહેશે. શ્રીસંઘને શ્રુતાભ્યાસના કાર્યમાં સહાયક બનવાનું આ પુણ્ય છે અને તે ધીરુભાઈને સંઘમાં ચિરસ્મરણીય બનાવશે તેમાં કોઈ શંકા નથી. સં. ૨૦૬૧, માગશર વદિ-૩ વિજયશીલચન્દ્રસૂરિ Page #57 -------------------------------------------------------------------------- ________________ કેવલજ્ઞાનના નિર્મલ પ્રકાશમાં પદ્રવ્યાત્મક લોકનું દર્શન કરી પરમતારક, જ્ઞાનયોગનો રણકાર | દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા લોકના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરે છે. તારક તીર્થકર પરમાત્માની વાણી સ્યાદ્વાદમય હોય છે. પરમવિનેયી શ્રી ગણધર ભગવંતોને “૩૫ને વા, વિરેફ વા, યુવેર વા" આ ત્રિપદી આપી પદ્રવ્યાત્મક લોકના યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવે છે. મહાન ગ્રંથકાર પૂજ્યપાદ ભગવાન ઉમાસ્વાતિજી તત્ત્વાર્થાધિગમસૂત્રના “દ્વિ-વ્યય-ધ્રૌવ્યયુવત્તિ સન્' આ સૂત્રમાં ત્રિપદીનું રહસ્ય ખોલે છે. વિશ્વમાં જે પદાર્થોનું અસ્તિત્વ છે તે દરેક ઉત્પત્તિ, વિનાશ અને સ્થિર ધર્મવાળા પ્રતિસમયમાં છે. અર્થાત્ સર્વપદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપે નિત્ય છે. પરંતુ સહભાવી એવા ગુણોમાં પ્રતિસમયે હાનિ-વૃદ્ધિરૂપ થતા પર્યાયોની અપેક્ષાએ તે દ્રવ્ય અનિત્ય પણ છે. સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સાહેબ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં ત્રિપદીનું રહસ્ય, દ્રવ્યથી ગુણ અને પર્યાયનો ભેદ તથા અભેદ, દ્રવ્ય-ગુણ-પર્યાયનું લક્ષણ અને નય-સપ્તભંગીના વિષયો જણાવવા સાથે આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં દ્રવ્યાનુયોગના ગ્રન્થોનું અધ્યયન, મનન, પરિશીલન આ જ મુખ્યમાર્ગ છે આવું ભારપૂર્વક ગુજરાતી પદ્યના આ ગ્રન્થમાં સ્પષ્ટપણે કહે છે. - દ્રવ્ય કદાપિ ગુણ-પર્યાય રહિત ન હોય અને ગુણ-પર્યાયો દ્રવ્ય વિના સ્વતંત્ર ક્યારેય ન હોય. ગુણ અને પર્યાય ભિન્ન નથી. દ્રવ્ય સહભાવી (દ્રવ્યની સાથે જ રહેનાર) તે ગુણ છે અને ક્રમભાવી (ક્રમશઃ થતી દ્રવ્યની નવી નવી અવસ્થા અર્થાત્ પૂર્વ અવસ્થાનો વ્યય તથા ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ) તે પર્યાય છે. વ્યાયા નિપા ગુ, તતિાવઃ પરિણામ: (તત્ત્વાર્થસૂત્ર) રાસની બીજી ઢાળની કેટલીક પંક્તિઓ આ જ હકીકત સ્પષ્ટ કરે છે... ગુણ-પર્યાય તણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે, ધરમ કહી જઇ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે. અપેક્ષાવિશેષથી સર્વપદાર્થો ભિન્ન પણ છે-અભિન્ન પણ છે તથા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપવાળા છે. દેખાતી વિરોધી આવી અનેક બાબતો પરમાર્થથી અવિરોધી છે આવી સમન્વય દૃષ્ટિ સાધી આપનાર સ્યાદ્વાદ સિદ્ધાન્તમય જૈનદર્શન વિશ્વનું અદ્વિતીય-લોકોત્તર દર્શન છે. રાસની પહેલી ઢાળમાં પૂજ્યપાદ્ ઉપાધ્યાયજી મ. સાહેબે દ્રવ્યાનુયોગના ગ્રન્થોના (સમ્મતિતર્ક, તત્ત્વાર્થાધિગમસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, ધર્મસંગ્રહણી, કમ્મપયડી આદિના) અધ્યયન ઉપર ભાર મૂકી શ્રુતધર મહાપુરુષોના ટંકશાળી વચનોની સાક્ષી આપી જ્ઞાનયોગની પ્રધાનતા સમજાવી છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો ૫૭ चरण-करणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा । ર0-રપ/૪ સાર, નિર્જીવતું નાપતિ છે (સમ્મતિપ્રકરણ) દ્રવ્યાનુયોગના ગ્રન્થોના અભ્યાસ, ચિંતન અને મનનની જો ઉપેક્ષા છે તો મહાવ્રતાદિના પાલનરૂપ ધર્મક્રિયાઓ સર્વકર્મક્ષયરૂપ મોક્ષફળને આપવા અસમર્થ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ ઉપદેશપદાદિ ગ્રન્થોની સાક્ષી આપી આજ વાત પુષ્ટ કરે છે...... શુદ્ધ આહારાદિક તનુયોગ, મોટો કહીઓ દ્રવ્ય અનુયોગ, એ ઉપદેશ પદાદિક ગ્રંથિ, સાખી લહી ચાલો શુભપંથિ. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહાર, પડિલેહણ, પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયા એ નાનો યોગ છે. આત્મા અને દેહ ભિન્ન છે, રાગ-દ્વેષ આ જ જીવના સંસારનું કારણ છે. કષાયો જેમ-જેમ મંદ થાય તેમ-તેમ આત્મગુણો પ્રગટ થાય છે. કષાયોથી મુક્ત થવું એ જ મોક્ષ છે. આવી જ્ઞાનસાધના કરવી એ જ મહાન યોગ છે. ટૂંકમાં ક્રિયામાર્ગ એ સાધના છે. જ્ઞાનમાર્ગ એ સાધ્ય છે. સાધ્યની સિદ્ધિમાં સાધન જરૂરી છે પરંતુ સાધ્યના ધ્યેય વિનાનું સાધન પરમાર્થથી સાધન જ નથી. તથા સાધન વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. એ યોગિ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ, પંચકલ્પભાષ્યની સાક્ષી આપી પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ. સાહેબ જણાવે છે કે.... દ્રવ્યાનુયોગના વિચારરૂપ જ્ઞાનયોગમાં જે પુણ્યાત્માને રંગ લાગે છે. અર્થાત્ જ્ઞાનાભ્યાસમાં મગ્ન બને છે. તેઓ ક્યારેક સંયમની સુરક્ષા આદિના કારણે આધાકર્માદિકથી દોષિત આહાર ગ્રહણ કરે તો પણ ચારિત્રનો ભંગ થતો નથી. દ્રવ્યાનુયોગના ગ્રન્થોના પરમાર્થને પામવા મતિ-શ્રુતજ્ઞાનાવરણીયનો તીવ્ર ક્ષયોપશમ જરૂરી છે. તીવ્ર ક્ષયોપશમવાળા જિજ્ઞાસુઓને પણ દ્રવ્યાનુયોગના ઊંડા અભ્યાસી એવા જ્ઞાની ગુરુનો યોગ જો મળે તો જ અધ્યાત્મના રહસ્યોને તેઓ પામી શકે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની તથા સ્વોપજ્ઞ ટબાની ગુજરાતી ભાષા સાધિક ત્રણસો વરસ પહેલાની છે. જે સમજવી કઠીન હોવાથી ભૂતકાળમાં વિદ્વાન ગુરુ ભગવંતો અને વિદ્વાન શ્રાવકો તરફથી વર્તમાન ગુજરાતી ભાષામાં વિવેચન લખાયાં છે. પરંતુ આ વિવેચનની ભાષા પણ વિદ્રશ્નોગ્ય જેવી જ છે. વિદ્વાન છતાં સ્વભાવે સૌમ્ય, સરળ અને અમારા જેવા અધ્યાપકો માટે હૃદયમાં લાગણી ધરાવતા પંડિતવર્ય શ્રી ધીરુભાઈએ સ્વોપજ્ઞ ગુજરાતી ટબાની પંક્તિઓ સાથે રાખી, બની શકે તેટલું સરળ ભાષામાં દૃષ્ટાન્તો આપી જે આ વિવેચન લખ્યું છે. તે ઘણું જ અનુમોદનીય કાર્ય છે. વિદેશમાં મળતા સમયનો સદુપયોગ કરી આ જ રીતે કર્મગ્રન્થાદિ વિવિધ ૨૪ ગ્રથો ઉપર પણ સરળ વિવેચન તેઓએ લખ્યું છે. જે અધ્યાપકો અને અભ્યાસકોને અતિ ઉપયોગી બન્યું છે. શારીરિક સ્વાથ્યની અનુકૂળતા સાથે પંડિતજી જ્ઞાનસાધનામાં ઉત્તરોત્તર આગળ વધે એવી ભગવતી સરસ્વતી માતાજીને પ્રાર્થના........ -વસંતલાલ મફતલાલ દોશી-અમદાવાદ Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદીપનાં અજવાળા ૨૨/૨ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. માત્ર જૈન નભોમંડળનાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય દાર્શનિક પરંપરાના નભોમંડળના તેજસ્વી સિતારા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની જ્ઞાન સાધનાની સૂચિ જોતાં કોઈને પણ આશ્ચર્ય ઉપજે. અનેક વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન અને અનેક વિષયોનું મૂલાવગાહી જ્ઞાન, પંડિતો અને વિદ્વાનોને મુગ્ધ કરી દે તેવું છે. આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આવી અનેરી વિદ્વત્તા ધરાવતા ઉપાધ્યાયજીની એક વિશિષ્ટ વિશેષતા સહુ કોઈને આશ્ચર્ય ઉપજાવે તેવી છે તે તેમની ગુજરાતી ભાષામાં સરળ અને સહજ શૈલીમાં રચવામાં આવેલી કૃતિઓ. ગહનતમ વિષયોને પણ સરળ-ગેમ-ગુજરાતી ભાષામાં લખવાની તેમની કળા અદ્ભુત છે. દર્શનનો વિષય અત્યંત શુષ્ક ગણાય, સામાન્યજનને કંટાળો ચડે તેવી વાતો જેમાં કરવામાં આવી હોય, તર્કની તિક્ષ્ણતા અને વિચારોની જટિલતા સામાન્ય જનને થકવી નાંખે તેવી હોય તેમ છતાં તેવી ગંભીર વાતોને ગુજરાતી સરળ ભાષામાં રચવાની કળાને લીધે પણ ગુજરાત સદાય ઉપાધ્યાયજીનું ઋણી રહેશે. ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાના સ્તવનોમાં પણ સૈદ્ધાંતિક વિષયને ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યો છે. નિશ્ચયવ્યવહારનયની વાતને સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે. જૈનદર્શનના નયને સમજાવવા તેમણે દ્રવ્ય-ગુણ પર્યાયના રાસ” નામની આ ગુજરાતી કૃતિ રચી છે. ઉપા. યશોવિજયજીએ નય સિદ્ધાંતને સ્પષ્ટ કરવા સંસ્કૃત ભાષામાં જ ત્રણ કૃતિઓ રચી છે. તે ઉપરાંત સ્યાદ્વાદ કલ્પલતા, અષ્ટસહસીતાત્પર્ય વિવરણ અને ન્યાયખંડન ખંડ ખાદ્યમાં નયોની ચર્ચા પ્રચુર માત્રામાં કરી છે. નય ઉપર તેમનું ચિંતન આશ્ચર્ય ઉપજાવે તેવું છે. આથી જ કહેવાયું પણ છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વાણી એક પણ નયથી અધૂરી નથી. અર્થાત્ સંપૂર્ણ નયોથી ભરપૂર છે. નયનો સિદ્ધાંત જૈન ધર્મનો વિશિષ્ટ સિદ્ધાંત છે. વર્તમાનકાળે નૈગમાદિ સાત નો શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં સુપ્રસિદ્ધ છે. પરંતુ પૂર્વકાળે સાતસો નયોની પરંપરા પણ પ્રચલિત હતી તેવા ઉલ્લેખો દ્વાદશાર નયચક્ર અને આવશ્યક નિર્યુક્તિ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દ્વાદશાર નયચક્રમાં વિધિ, નિયમ આદિ ૧૨ નયોની એક અન્ય પરંપરા પણ પ્રાપ્ત થાય છે. આજે તો તે પરંપરા લુપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત દિગંબર પરંપરામાં માઈલ્લ ધવલ અને આ. દેવસેને નયચક્ર નામના ગ્રંથો રચ્યા છે. આ નયચક્રમાં તેઓએ પ્રચલિત નય વિભાજનની પરંપરાથી અલગ જ સ્વમતિ કલ્પિત નવી પરંપરા ઊભી કરી છે. તે પરંપરા પ્રમાણે તેમણે નયોના સાત Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો પ૯ કરતાં વધુ ભેદો પાડી બતાવ્યા છે. આ ભેદો શાસ્ત્રીય રીતે ખરા કે નહીં ? તેની વિચારણા આ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કરવામાં આવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે આ. દેવસેનના નયચક્રની તાર્કિક સમાલોચના કરી છે. અકાઢ્ય તર્કો દ્વારા તેમણે દિગંબર સંમત નવિભાજનને દોષપૂર્ણ બતાવ્યું છે. આ ઉપરાંત દ્રવ્ય, ગુણ, પર્યાયને શાસ્ત્રીય રીતે મૂલવ્યા છે. સન્મતિ આદિ અનેક ગ્રંથોનો આધાર-હવાલા આપી વિષયને વધુ સુંદર રીતે સ્પષ્ટ કર્યો છે. ગેય એવા રાસ શૈલીમાં રચાયેલી આ કૃતિનો અર્થ સમજાય તેવો સરળ હોવા છતાં પણ કાવ્યાત્મક હોવાને કારણે ક્યાંક ક્યાંક કઠીન પણ ભાસે છે. તે કઠીનતાને દૂર કરવા પૂ. યશોવિજયજી મ. સાહેબે સ્વયં પોતે જ દબો રચ્યો છે. તેમ છતાં વર્તમાનકાળે ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેવા વિવેચનની આવશ્યકતા હતી જ. આ ગ્રંથ ઉપર પૂર્વે પૂ. આ. શ્રી ધર્મધૂરંધરસૂરિજી મ. સાહેબે વિસ્તૃત વિવેચન લખ્યું હતું પણ તે કૃતિ હાલ પ્રાપ્ય ન હોવાથી અભ્યાસુને ગ્રંથનો અભ્યાસ કરવામાં કઠીનતાનો અનુભવ કરવો પડતો હતો. આ કઠીનાઈ દૂર કરવા માટે એક નૂતન વિવેચનની આવશ્યકતા હતી જ, આ ખોટ પ્રસ્તુત વિવેચનથી પૂર્ણ થઈ જશે. પં. શ્રી ધીરુભાઈ છેલ્લા પાંચ દાયકાથી નિરંતર પૂ. સાધુ-સાધ્વીજી મ. સા.ને અધ્યયન-અધ્યાપન કરાવતા રહ્યા છે. તેમના જૈન સાહિત્ય, સિદ્ધાંત અને દર્શન વિષયક જ્ઞાનથી અનેક આત્માઓ લાભાન્વિત થયા છે. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓશ્રી અમેરિકામાં વસતા જૈન ભાઈ-બહેનોને સ્વાધ્યાય કરાવવા જાય છે. તેમની વાણીથી ત્યાંના અનેક ગૃહસ્થો તત્ત્વરુચિવાળા બન્યા છે. વિશુદ્ધ ધર્મ જાણવાની જિજ્ઞાસા પ્રગટી છે. સ્વાધ્યાય સિવાયના સમયમાં પંડિતજી ગ્રંથોના અનુવાદ, વિવેચન આદિ લખવાનો સ્વાધ્યાય કરે છે. છેલ્લા દાયકામાં તેમણે ૨૪ થી વધુ ગ્રંથોનું વિવેચન કર્યું છે. ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા છે. તે શ્રેણીમાં આજે એક વધુ છોગું ઉમેરાય છે. તેમણે સરળ ભાષામાં છણાવટ કરી પ્રત્યેક વિષયને સ્પષ્ટ કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. જરૂર જણાય ત્યાં મૂળ ગ્રંથોના પાઠો અને વાદોને પણ સ્પષ્ટ કર્યા છે. તેમણે કરેલું વિવેચન પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જિજ્ઞાસુઓને ઉપયોગી નિવડશે. આ માટે પંડિતજીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. ભવિષ્યમાં બીજા ઉપયોગી ગ્રંથોનાં વિવેચન પણ તેમના તરફથી પ્રાપ્ત થતાં રહેશે તેવી શુભેચ્છા રાખીએ. લિ. ડૉ. જિતેન્દ્ર શાહ અમદાવાદ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રાઃ કથન જૈનશાસનમાં ચાર પ્રકારના અનુયોગ જણાવ્યા છે. તેમાં સર્વથી મહત્ત્વનો ચરણકરણાનુયોગ છે. કારણકે અજ્ઞાન-મોહવશ આત્મામાં પડેલા અનાદિના કુસંસ્કારોને ચરણકરણાનુયોગ જ શુભક્રિયાઓના વારંવાર સેવનના બલથી દૂર કરી આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પરંતુ જે આત્માઓએ આત્મિક ઘડતરની ભૂમિકા તૈયાર કરી લીધી છે તેવા આત્માઓને તે ભૂમિકા ઉપર સંસ્કારોનું દઢ મંડાણ કરવામાં દ્રવ્યાનુયોગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે ચરણકરણાનુયોગની સફળતા માટે દ્રવ્યાનુયોગની જ પ્રધાનતા છે. તેથી દ્રવ્યાનુયોગ માટે યોગદષ્ટિ, પ્રમાણનયતત્ત્વ, નયકર્ણિકા, કર્મગ્રન્થો, દ્રવ્યગુણ-પર્યાયનો રાસ આદિ તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન જરૂરી છે. કેમકે જ્યાં સુધી કર્મના સંસ્કારોની પ્રબળતા ઘટતી નથી ત્યાં સુધી ચિત્તની સ્થિરતા = સમાધિ પ્રાપ્ત થતી નથી. એ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગપૂર્વકની શુભક્રિયાઓ સમર્થ બને છે. ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે ધર્મપરીક્ષા ગાથા-૧૦૩માં જણાવ્યું છે કેअण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तो हं। . सुद्धो एस वियप्पो, अवियप्पसमाहिसंजणओ॥ (દેહાદિ) પૌગલિકભાવો મારાથી ભિન્ન છે અને જ્ઞાનમાત્ર સ્વરૂપવાળો હું (આત્મા) તેનાથી ભિન્ન છું. શુદ્ધ (નયસાપેક્ષ) આ વિચાર નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન કરનાર છે. જ્યાં સુધી પુદ્ગલ અને આત્મા-આદિનું સ્વરૂપ જાણીએ નહિ ત્યાં સુધી આ શુદ્ધ (નયસાપેક્ષ) વિચાર ઘટી શકતો નથી. માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ જરૂરી છે. આ જે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કેદ્રવ્યાદિક ચિંતાઈ સાર, શુક્લધ્યાન પણ લહિઇ પાર, તે માટે એક જ આદરો, સગુરુ વિણ મત ભૂલા ફરો I૧-૬ (દ્રવ્યાનુયોગ દ્વારા) દ્રવ્ય-ગુણ-પર્યાયની ભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો પ્રથમ પાયો અને અભેદ વિચારણા દ્વારા શુક્લધ્યાનનો બીજો પાયો અને શુદ્ધ દ્રવ્યગુણાદિના ચિંતન દ્વારા શુક્લધ્યાનનું ફળ પણ પ્રાપ્ત કરાય છે. માટે આ દ્રવ્યાનુયોગનો આદર કરો. પરંતુ સદ્દગુરુની હાજરી વિના સ્વમતિકલ્પના દ્વારા ભટકતા ન રહેશો. Page #62 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો અહિં ઉપાધ્યાયજી મ. દ્રવ્યાનુયોગની ખાસ ભલામણ કરે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દ્રવ્યાનુયોગનો અણમોલ ખજાનો છે. તો ઉપા. મ. શ્રી જૈનશાસનનું મહામૂલું રતન છે. તેમણે જે જ્ઞાનવારસો આપ્યો છે તેમાંના એક-એક ગ્રંથ અમૂલ્ય રત્નોની મંજુષા-પેટી સમાન છે. પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજી મ.સા. અને પૂ. ઉપા. મ.સા. વગેરેએ આ જ્ઞાનવારસો આપ્યો ન હોત તો ખરેખર આપણે શાસ્ત્રજ્ઞાનની બાબતમાં ખૂબ રાંક બની ગયા હોત. આ મહાપુરુષોની કેવી વિશિષ્ટ પ્રજ્ઞાશક્તિ હશે? અને કેવી જીવંત અપ્રમત્તતા હશે? ક્યારે તેઓશ્રીએ આવશ્યક ક્રિયાઓ કરી હશે? ક્યારે વ્યાખ્યાન-વાચનાઓ આપી હશે? ક્યારે લોકોની સાથેના યથોચિત વ્યવહારો કર્યા હશે. તો ક્યારે આ ગ્રન્થોની રચના કરી હશે? અને ક્યારે પોતાની જનેતા પાછળ કોટિ નમસ્કાર મહામંત્રોનો જાપ કર્યો હશે? ગ્રન્થોની રચનાઓ પણ કેવી વિશિષ્ઠ! જાણે ટંકશાળી વચનો! વધારાની વાત નહિ તો પૂર્વાચાર્યોની સાક્ષી સિવાયનું વચન નહિ? આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ પણ પૂ. ઉપાધ્યાયજી મ.ની જ રચના છે. પૂજ્યશ્રીનું જીવનચરિત્ર પ્રસ્તાવનામાં આપેલ છે. તેમાં જ તેમની રચના-કૃતિઓ પણ જણાવી છે. વિશિષ્ટ પ્રજ્ઞાબળે શતાવધાન અને અષ્ટાવધાન પણ જૈનશાસનની પ્રભાવના માટે તેઓશ્રીએ રાજસભામાં કરેલ. વર્તમાન પ્રતિક્રમણવિધિ પૂ. તપાગચ્છાધિપતિ શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં ગોઠવાઈ હતી. તેમાં તેઓશ્રીની સાથે જે વિદ્વાન સ્થવિર મહાત્માઓ હતા તેમાં પૂ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મ.સા. સાથે પૂ. ઉપાધ્યાયજી મ.સા. પણ હાજર હતા. એવો રાધનપુર કડવામતિના ભંડારની હસ્તલિખિત પ્રતમાં ઉલ્લેખ છે. આવા પૂ. ઉપા. મ.સા.ની આ રચનામાં ગુજરાતી ભાષા હોવા છતાં પણ પદાર્થનું એટલું ઊંડાણ છે કે તેના ઉપર વિશિષ્ટ વિવેચન સિવાય પ્રાકૃતજનની ચાંચ પણ ડૂબે નહિ. તેથી માનનીય પંડિતજી શ્રી ધીરુભાઈએ વિવેચન લખવાનો જે પ્રયત્ન કર્યો છે. તે પણ ખૂબ અનુમોદનીય છે તથા સુંદર અને સરળ રીતે વિવેચન લખવું તે તો અત્યંત સરાહનીય છે. સમય કાઢી આવું વિવેચન લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રાન્ત આ રાસના વાંચન-મનન-નિદિધ્યાસન દ્વારા દ્રવ્યાનુયોગમાં સ્થિર બની ભિવ્યાત્માઓ ચરણકરણાનુયોગની સફળતાને પ્રાપ્ત કરે એજ અભિલાષા. ૨૦૪, કુંદન એપા. ગોપીપુરા, સુરત. રતિલાલ ચીમનલાલ દોશી પોષ દશમી પ્રભુ પાર્શ્વનાથ જન્મકલ્યાણ. Page #63 -------------------------------------------------------------------------- ________________ રાસના અભ્યાસની આવશ્યકતા અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોએ માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ. જૈનશાસનમાં કથાનુયોગ આદિ ચાર અનુયોગ જણાવ્યા છે. સ્યાદ્વાદ શૈલીવાળા જૈનદર્શનમાં ચારે અનુયોગો ઉપકારી હોવાં છતાં ચરણકરણાનુયોગ ક્રિયા સ્વરૂપે અને દ્રવ્યાનુયોગ દ્રવ્યોના જ્ઞાન સ્વરૂપે જીવોનો સવિશેષ ઉપકાર કરે છે. બહિર્મુખદશામાંથી અંતર્મુખદશા અને વિભાવદશામાંથી સ્વભાવદશા પ્રાપ્ત કરવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અતિશય ઉપયોગી છે. મહામહોપાધ્યાય અને ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી મ. શ્રીએ આ રાસની રચના કરીને દ્રવ્યાનુયોગના અભ્યાસનું શ્રેષ્ઠતમ સાધન શ્રી સંઘને અર્પણ કરેલ છે. તેઓએ કરેલી જ્ઞાનપ્રાપ્તિમાં શ્રેષ્ઠિવર્ય શ્રી ધનજી સુરાએ દાખવેલી ઉદારતા ઘણી અનુમોદનીય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ અધ્યાત્મમત પરીક્ષા-પ્રતિમા શતક આદિ વિદ્વદ્ભોગ્ય, સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથોની રચના કરીને ગુજરાતી ભાષામાં પણ સ્તવનચોવીશી, આઠ દૃષ્ટિની સજ્ઝાય, સમકિતની સજ્ઝાય, ૧૨૫-૩૫૦ ગાથાનાં સીમંધરસ્વામિનાં સ્તવનો આદિ બાલભોગ્ય સાહિત્ય પણ ઘણું બનાવ્યું છે. આવા પ્રકારના ભક્તિયોગ દ્વારા પરમાત્મા સાથે તાદાત્મ્યભાવ સાધવા સુંદર પ્રયત્ન કર્યો છે. ‘‘મુળપાયવત્ દ્રવ્યમ્'' ‘‘દ્રવ્યાશ્રયા નિનુંળા મુળાઃ '' ઈત્યાદિ તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલા સૂત્રોને અનુસારે છ દ્રવ્યો, તેના ગુણ-પર્યાયો, તેઓના ભેદાભેદ, સાતનય, સપ્તભંગી ઈત્યાદિ અનેક વિષયો, આ રાસમાં સુંદર રીતે ચર્ચેલા છે. ગુરુનિશ્રાની આવશ્યકતા, દરેક ઢાળોમાં કયો કયો વિષય કેવી સુંદર શૈલિથી વર્ણવેલો છે. તે બાબત પ્રસ્તાવનામાં જણાવેલ છે. આ ગ્રન્થના સરળ ગુજરાતી અનુવાદની ખાસ આવશ્યકતા હતી. પંડિત શ્રી ધીરૂભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસક છે. અભ્યાસ ક૨વા-કરાવવામાં સતત પ્રયત્નશીલ પંડિતજીએ અધ્યયનની સાથે ગહન ગ્રન્થોનો અભ્યાસ ચાલુ રાખી અધ્યાપકની સજ્જનતા પ્રાપ્ત કરી છે. તાત્ત્વિક વિષયના હાર્દ સુધી પહોંચવા અને અભ્યાસકોને પણ તેટલા જ ઊંડાણમાં લઈ જવા આગવી શૈલિથી તત્ત્વજ્ઞાનના વિષયને સુંદર રીતે રજુ કરે છે. તેથી તથા સરળતા, વિનય, વિવેક આદિ ગુણોથી અભ્યાસકોમાં તથા વિદ્વાનોમાં આદરપાત્ર સ્થાન મેળવેલ છે. સંયમી જીવનમાં સ્વાધ્યાય, તપશ્ચર્યા, વૈયાવચ્ચ અને ધર્માનુષ્ઠાનો આદિ બધા યોગોમાં સ્વાધ્યાય સવિશેષ ઉપયોગી છે. આ ગ્રન્થના પ્રકાશનથી દ્રવ્યાનુયોગના અભ્યાસી આત્માઓને ઘણી સરળતા થશે. પંડિતજી શ્રી ધીરુભાઈએ રત્નાકરાવતારિકા ભાગ- ૧, ૨, ૩ તથા યોગદૃષ્ટિ સમુચ્ચય અને દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ જેવા ઉત્તમ અને ગહન Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અભિપ્રાયો ગ્રંથોનું સંપાદન કરી જ્ઞાન તરફની ઘણી લાગણી વ્યક્ત કરી છે. આવા જ બીજા સુંદર ગ્રંથોનો અનુવાદ તૈયાર કરી જૈન સંઘને અર્પણ કરે અને તે માટે શાસનદેવ તેઓનું સ્વાથ્ય સારું રાખવામાં સહાયક થાય. એ જ આશા... લિ. ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, ગોપીપુરા, કાજીનું મેદાન, સુરત. તા. ૬-૧૨-૨૦૦૪ માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી, ડી. બી. એડ. (પ્રથમવર્ગ - વિશેષયોગ્યતા સાથે) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એટલે જગત્તત્વ અરિહંત પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી “૩પને વા, વિપામે વા, યુવે વા' આ ત્રિપદી આપવા દ્વારા ગણધર ભગવંતોની તથા શ્રી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરે છે. ગણધર ભગવંતો ત્રિપદીને પ્રાપ્ત કરીને દ્વાદશાંગી રચે છે. જેમાં જગતના સર્વ પદાર્થોનું કદ્રવ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. પરંતુ દ્વાદશાંગી ભણવાના અનધિકારી જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યો નાના-મોટા અનેક પ્રાકરણિક ગ્રંથો રચે છે. ભગવાન મહાવીરસ્વામી પછી પૂ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ. આદિ મહાત્માઓએ અનેક ગ્રંથો બનાવ્યા છે. સત્તરમા સૈકામાં થયેલા ન્યાયાચાર્ય પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. શ્રીએ છ દ્રવ્યોના વિસ્તૃત વર્ણન સ્વરૂપે આ “રાસ” બનાવ્યો છે. આ મહાત્માએ સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો બનાવ્યા છે. પરંતુ ગુજરાતી ભાષામાં પણ બાલભોગ્ય ઘણુ સાહિત્ય બનાવ્યું છે. તેમાં આ “રાસ” એ અદ્વિતીય કૃતિ છે. ગુજરાતી હોવા છતાં તેના ભાવો સમજવા ઘણા જ કઠીન છે તેથી અમારા વડીલબંધુ પં. શ્રી ધીરુભાઇએ સરળ ભાષામાં સમજાય તેવું જે વિવરણ કર્યું છે તે ઘણું જ અનુમોદનીય છે. છ દ્રવ્યોના યથાર્થ જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે છે. સાચું સ્વરૂપ જાણવાથી જીવઅજીવનો ભેદ સમજાય છે. રાગ-દ્વેષ ઘટે છે અને આત્મા શુદ્ધ-બુદ્ધ બને છે. સાગર સમાન અને ન્યાયયુક્ત આ ગ્રંથને સરળ ભાષામાં સમજાવવાનો શ્રી ધીરુભાઇનો જે આ પ્રયત્ન છે. તે પ્રશંસનીય છે અને તેની ભુરી-ભુરી અનુમોદના કરું છું. શ્રી કુમુદચંદ્ર એપાર્ટમેન્ટ એજ લિ. સોની ફળીયા-ગોપીપુરા, સુરત. મહેતા રસિકલાલ શાન્તિલાલ Page #65 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીના ફોટોઓનો સંક્ષિપ્ત પરિચય (૧) અષાઢી મેઘના સતત વરસાદથી માતા સૌભાગ્યદેવીને ત્રણ ઉપવાસ થયા છે. ભક્તામરના શ્રવણ વિના માતા ભોજન લેતાં નથી, તેજસ્વી બાળ જસવંત આ વાત જાણીને નિર્દોષ ભાવે વિનંતી કરે છે અને ભક્તામર શુદ્ધ રીતે સંભળાવે છે. માતા ખુશ-ખુશ થાય છે. (૨). પૂજ્ય શ્રી નવિજયજી મ. સાહેબની વૈરાગ્યમય વાણી સાંભળી બન્ને ભાઈઓ સંયમના પંથે વિચરવા તૈયાર થયા. પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં સંયમ સ્વીકારી શ્રી પદ્મવિજયજી અને શ્રી યશોવિજયજીના નામે ઘોષિત થયા. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્ય પૂ. શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી લાભવિજયજી, તેમના શિષ્ય પૂ. શ્રી નવિજયજી મ. તેમના શિષ્ય પૂ. શ્રી યશોવિજયજી મ. થયા. આ મહાત્મા મહામહોપાધ્યાય બન્યા. એક જ માતાના બે બાળકોમાંથી એક મહાન જ્ઞાની બન્યા અને બીજા અધ્યાત્મરસિક, ભકિપરિણામી આરાધક બન્યા. ડભોઈમંડણ શ્રી લોઢણ પાર્શ્વનાથ પ્રભુની આરાધના-જાપમાં વિશેષ જોડાયા. ચૈત્યવંદન-દેવવંદન આદિ અનેકવિધ ગુજરાતી કાવ્યોના કર્તા બન્યા. ગુરુ મહારાજની આજ્ઞાથી અમદાવાદમાં વિ. સં. ૧૬૯૯માં (ઉં. વર્ષ ૨૧) જૈન સંઘ સમક્ષ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. જેથી પ્રસન્ન થયેલા ધનજી સુરા પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને ન્યાયવ્યાકરણાદિના વિશિષ્ટ અભ્યાસ નિમિત્તે કાશી મોકલવાની ગુરુજીને વિનંતી કરે છે અને ખર્ચનો લાભ મને આપો એમ કહે છે. વિ. સં. ૧૭૦૧માં કાશીનગરમાં પ્રવેશ. ગંગાતટે જે મંત્રબીજપૂર્વક સરસ્વતી માતાની સાધના, માતાની પ્રસન્નતા, તર્કશાસ્ત્ર, કાવ્યશાસ્ત્રમાં નિપુણતાના સરસ્વતી માતાના આશીર્વાદ, ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં વિદ્યાભ્યાસ. અન્ય દર્શનના પ્રખર પંડિત સાથે વાદ-વિવાદ, વાદીનો પરાભવ કરી જીત મેળવીને જૈનશાસનની પ્રભાવના કરી. તે સમયે કાશીના વિદ્વાનોએ ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી આપી. વિ. સં. ૧૭૦૮માં પૂ. આ. મ. શ્રી સિંહસૂરીશ્વરજીએ સાધુ સંસ્થામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરવા પૂજ્ય શ્રી સત્યવિજયજી મ.સા.ને પ્રેરણા કરી તથા આ ભગીરથ કાર્યમાં સહાયક થવા પૂ. શ્રી યશોવિજયજી મ. શ્રીને પણ સૂચના કરી. (૯) પ્રખર વિદ્વાન પૂ. ઉપાધ્યાયજી મ. શ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી અને બીજી કેટલીક ભાષાઓમાં અદ્ભુત સાહિત્ય રચના શરૂ કરી. અધ્યાત્માદિ અનેક વિષયનાં ઘણાં શાસ્ત્રો બનાવ્યાં. (૧૦) પૂજ્ય આચાર્ય શ્રી મલ્લવાદીજી કૃત નયચક્રગ્રંથની અલભ્ય એક પ્રત ૧૫ દિવસ માટે જ મળતાં વિક્રમ સંવત ૧૭૧૦માં સાત મુનિઓએ સાથે મળીને તેની કોપી કરી લીધી. (૧) પૂ. નયવિજયજી મ., (૨) પૂ. બાલવિજયજી મ. (૩) પૂ. જયસોમવિજયજી મ., (૪) પૂ. કીર્તિરત્ન ગણિ, (૫) પૂ. વિજયજી મ. (૬) પૂ. રવિવિજયજી મ. અને (૭) પૂ. શ્રી યશોવિજયજી મ. સા. (૧૧) પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રીનું તથા પૂજ્ય આનંદઘનજી મ.નું પરસ્પર મિલન અને ધર્મચર્ચા દ્વારા અધ્યાત્મરસની વિશેષ વૃદ્ધિ. પૂ. આ. ભ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે વિ. સં. ૧૭૧૮માં પૂજ્ય યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાય પદવી. પદવી એવી શોભાવી કે પોતે તે જ નામે પ્રસિદ્ધ થયા. વિ. સં. ૧૭૪૩ મહા સુદ ૫ ના દિવસે ડભોઇમાં ૧૧ દિવસના અનશનના અંતે સ્વર્ગવાસ થયા. Page #66 -------------------------------------------------------------------------- ________________ બાલ જશવંત માતાને ભક્તામર સ્તોત્રા સંભળાવી રહ્યા છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ બંને ભાઈઓ દીક્ષાના પંથે... Page #68 -------------------------------------------------------------------------- ________________ મહા મહોપાધ્યાય બન્યા પૂ. શ્રી યશોવિજયજી મ.સા. Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મરસિક બન્યા પૂ. શ્રી પદ્મવિજયજી મ.સા. Page #70 -------------------------------------------------------------------------- ________________ When ઉપાધ્યાય પૂ, શ્રી યશોવિજયજી મસાની અમદાવાદ મળે. અષ્ટાવધાનની પ્રયોગ Page #71 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની સરસવતી સાધનાથી સરસ્વતી પ્રસન્ની Page #72 -------------------------------------------------------------------------- ________________ કાશી તથા આગ્રામાં વિદ્યા અભ્યાસ કરી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી મેળવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ --- વિધાભ્યાસકાલે સંયમની શુદ્ધતા જાળવી રાખવા માટે પૂજ્યશ્રીને આ. મ. શ્રી સિહંસૂરીશ્વરજીની શિખામણ Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની અદ્ભૂત સાહિત્ય રચના Page #75 -------------------------------------------------------------------------- ________________ અલભ્ય નયચક્ર ગ્રંથનો ઉતારો કરતા પૂજ્યશ્રીઓ Ad જાવા કે જેમાં મારી Page #76 -------------------------------------------------------------------------- ________________ હું પૂ, શ્રી યશોવિજયજી મ.સા. તથા પૂ. શ્રી આનંદઘનવિજયજી મ.સા.નું પરસ્પર મિલના Page #77 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની ઉપાધ્યાય પદવીની પ્રાપ્તિ Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ ૨ ઢાળ – નવમી એક અરથ તિહું લક્ષણ, જિમ સહિત કહઈ જિનરાજ રે । તિમ સદહણા મનિ ધારતાં, સીઝઈ સઘલાં શુભકાજ રે ।। જિનવાણી પ્રાણી સાંભલો || ૯-૧ ॥ ગાથાર્થ- ઘટ પટ આદિ પ્રત્યેક પદાર્થો (ઉત્પાદાદિ) ત્રણે લક્ષણોથી સહિત છે. આવા પ્રકારનું જિનેશ્વર પરમાત્મા જેમ કહે છે. તેમ મનમાં શ્રદ્ધા કરતાં સઘળાં શુભ કાર્યો સિદ્ધ થાય છે. હે પ્રાણી ! જિનેશ્વર પરમાત્માની વાણી તમે ભાવપૂર્વક ધ્યાનથી સાંભળો. ॥ ૯-૧ ॥ 39 ટબો– એક જ અર્થ- જીવ પુદ્ગલાદિક-ઘટપટાદિક જિમ ૩ લક્ષણે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યÛ કરી સહિત શ્રી જિનરાજ કહઈ છઈ. કચ્છને રૂ વા, વિમે રૂ વા, વે ૐ વા, એ ત્રિપદીû કરીનÛ, તિમ સહણા મનમાંહિ ધરતાં, સર્વ કાર્ય સીઝેઈ. એ ત્રિપદીન, સર્વ અર્થ વ્યાપકપણું ધારવું. તે જિનશાસનાર્થ, પણિ કેટલાંઇક નિત્ય, કેટલાંઇક અનિત્ય ઈમ નૈયાયિકાદિક કહઈ છઈ, તે રીતિ નહીં. નિત્યેકાન્ત, અનિત્યેકાન્ત, પક્ષમાં લોક્યુક્તિ પણિ વિરુદ્ધ છઈં, તે માર્ટિ દીપથી માંડી આકાશતાંઈ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણ માનવું. તેહજ પ્રમાણ. વતં ચ आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः || (અન્યયો વ્યવછેવદ્વાત્રિંશિા । શ્લોક-૫) || ૯-૧ ॥ વિવેચન– દ્રવ્યથી ગુણ-પર્યાયો પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અને કથંચિભિન્ન છે. એટલે કે ભિન્નાભિન્ન છે. તેથી સપ્તભંગી થાય છે. તથા એક એક પદાર્થો દ્રવ્યગુણ અને પર્યાયાત્મક પણ છે. એટલે કે ત્રિવિધ છે. આ વાતો ઢાળ ૨ થી ૫માં સમજાવી. તે પ્રસંગે નયોની વાત નીકળતાં દિગંબરાચાર્ય શ્રી દેવસેનાચાર્યે કરેલી નયોની કેટલીક સમીક્ષા કરી. હવે સર્વે પણ પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, આમ ત્રણ લક્ષણોવાળા છે. તે વાત ગ્રંથકારશ્રી સમજાવે છે. (PI) ૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઢાળ-૯ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एक ज अर्थ-जीव पुद्गलादिक, घटपटादिक जिम ३ लक्षणे उत्पाद-व्ययधौव्यइं करी सहित श्रीजिनराज कहइ छइ, "उप्पन्ने इ वा, विगमे इ वा, धुवे इ वा" ए त्रिपदीइं करीनइं. तिम सद्दहणा मनमांहि धरतां, सर्व कार्य सीझेइ. આ સંસારમાં જે કોઈ પદાર્થ દેખાય છે. અથવા સૂક્ષ્મ હોવાથી ન દેખાતા એવા પણ જે કોઈ પદાર્થો છે. તે અનંત પદાર્થો છે. અપાર છે. આખો આ લોક અનંતાનંત પદાર્થોથી ભરેલો છે. તે પદાર્થોને “દ્રવ્ય” કહેવાય છે. અનુભવમાં આવતાં આ સર્વે દ્રવ્યો મુખ્યપણે બે પ્રકારે છે. જીવ અને અજીવ. પરંતુ તેના પેટાભેદ રૂપે આ સંસાર કુલ ૬ દ્રવ્યોથી ભરેલો છે. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ, જે દશમી ઢાળમાં સમજાવાશે. સ્વયં પોતાના ભાવે ગતિ પરિણામને પામેલાં જીવ પુદગલને ગતિમાં અપેક્ષા કારણ એવું જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય, સ્વયં પોતાના ભાવે સ્થિતિ પરિણામને પામેલાં જીવપુગલને સ્થિતિમાં અપેક્ષા કારણભૂત જે દ્રવ્ય તે અધમસ્તિકાય, સ્વયં અવગાહના ભાવને પામેલાં જીવપુગલને અવગાહનામાં જે અપેક્ષાકારણ તે આકાશાસ્તિકાય, ચૈતન્યગુણવાળા જે પદાર્થો તે જીવ, અને ચૈતન્યગુણ રહિત જે વર્ણાદિવાળા પદાર્થ તે પુગલ. જીવ અને પુગલના નવા-જુનાપણામાં અપેક્ષાકારણ જે દ્રવ્ય તે કાળ. આમ કુલ ૬ દ્રવ્યો છે. તેને પદ્રવ્ય કહેવાય છે. અથવા ૬ પદાર્થ પણ કહેવાય છે. આ છ દ્રવ્યોમાં પ્રથમનાં ૩ દ્રવ્યો સંખ્યામાં એક એક છે. બાકીનાં ૩ દ્રવ્યો અનંત અનંત છે. પ્રથમનાં ૨ લોકાકાશવ્યાપી છે. આકાશ લોકાલોકવ્યાપી છે. જીવ અને પુદ્ગલ સમૂહાત્મકભાવે લોકાકાશવ્યાપી છે. વ્યક્તિરૂપે લોકના અમુક અમુક ભાગમાં હોય છે. પ્રથમનાં પાંચ દ્રવ્યો પરમાર્થથી પદાર્થ છે. છઠ્ઠ દ્રવ્ય જે કાળ છે. તે ઔપચારિકદ્રવ્ય છે. પરમાર્થથી જીવ અને પુદ્ગલના પર્યાયાત્મક છે. દ્રવ્યોની સંખ્યા બાબતમાં સર્વે દર્શનકારો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. પરંતુ પરમાર્થથી આ ૬ જ દ્રવ્યો છે. આ ૬ દ્રવ્યો પરમાર્થપણે વિદ્યમાન હોવાથી તેને “સ” કહેવાય છે. “જે છે તે સ” અને જે સંત છે. તે છે સહુ કોને કહેવાય ? સર નું સ્વરૂપ શું ? આ બાબતમાં પણ દરેક દર્શનકારો જુદી જુદી વિચારધારા ધરાવે છે. બૌદ્ધદર્શન એમ માને છે કે “યત્ ક્ષ મ, તત્ સ” જે જે ક્ષણિક છે. તે તે સત્ છે. અર્થાત્ ક્ષણમાત્ર વર્તી પદાર્થ તે જ સત્ છે. વેદાન્ત દર્શન “ઘા સત્ય ના”િ એકાન્ત નિત્ય જે બ્રહ્મ છે તે જ સત્ છે. આમ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો સમવાય સંબંધથી “સત્તા” જેમાં વર્તે છે. તે સત્ છે. આમ કહે છે. આ બધા દર્શનોની ચર્ચા અહીં કરતા નથી. પરંતુ ઉપર જણાવેલી દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતાઓ બુદ્ધિથી કલ્પાયેલા મનના વિકલ્પો માત્ર છે. તેઓમાં યથાર્થદર્શિતા નથી. કારણકે તેઓની માન્યતા દોષયુક્ત અને યુક્તિરહિત છે તે માટે. “જૈનદર્શન” વીતરાગ અને સર્વજ્ઞ પ્રણીત હોવાથી તેમાં બુદ્ધિની કલ્પનાઓ નથી. પરંતુ જે પદાર્થ જેવો છે. તે પદાર્થને તેવો તે જ્ઞાનીઓએ જોયો છે અને પછી તેવો કહ્યો છે. તેથી યથાર્થદર્શન છે. ત્રિકાલાબાધિત કેવલજ્ઞાનવાલા સર્વજ્ઞપરમાત્મા સમજાવનારા હોવાથી પદાર્થનું સ્વરૂપ યથાર્થ છે. અને તેઓ વીતરાગ હોવાથી કોઈ પણ પક્ષમાં ખેંચાયા વિના તટસ્થપણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવનારા છે. તેથી જૈનદર્શન નિર્દોષ છે. અને અત્યન્ત સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવનારૂ દર્શન છે. તેમાં માન્યતા નથી, પરંતુ યથાર્થતા છે. તેમાં સત્ નું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે. આ સંસારમાં જે કોઈ પદાર્થો છે. તે એક એક પદાર્થ, જેમ કે જીવ હોય કે પુગલ હોય, ઘટ હોય કે પટ હોય, અર્થાત્ સૂક્ષ્મ અને આંખે ન દેખાતા એવા જીવ'પરમાણુ આદિ પદાર્થો હોય કે આંખે દેખાતા ઘટ પટ આદિ સ્થલ પદાર્થો હોય તે સર્વે પણ પદાર્થો ૩ લક્ષણોએ કરીને સહિત છે. એટલે કે “ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય” આ ત્રણ લક્ષણોએ કરી સહિત છે. જિનેશ્વરભગવંતોએ જેવા પ્રકારના જોયા છે. તે પદાર્થો તેવા પ્રકારના જ છે. એવી શ્રદ્ધા જો મનમાં ધારણ કરવામાં આવે તો સઘળાં શુભકાર્યો સિદ્ધ થાય છે. તથા યથાર્થજ્ઞાતા અને યથાર્થવક્તાપણાનો યશ પણ મળે જ છે. | સર્વે પણ પદાર્થો પોત પોતાના પૂર્વપર્યાયથી વ્યય પામે છે. અને નવા નવા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. અને દ્રવ્યરૂપે સદા ધ્રુવ રહે છે. આ ત્રણે ધર્મોવાળા જે પદાર્થો છે તેને “ક” કહેવાય છે. જેમ કે જીવદ્રવ્ય દેવ-નરક-તિર્યંચ અને મનુષ્યભવોમાં જન્મ-મરણ પામતો છતો, એકભવ રૂપે (પૂર્વભવ રૂપે) વ્યય પામે છે. બીજા નવા ભવરૂપે ઉત્પન્ન થાય છે. અને જીવદ્રવ્યપણે ધ્રૌવ્ય રહે છે. એકભવમાં પણ બાલ્ય રૂપે વ્યય પામે છે. યુવાન પણે ઉત્પન્ન થાય છે અને દેવદત્તાદિભાવે ધ્રૌવ્ય રહે છે. એ જ પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય પણ કટકમાંથી કંકણ બનાવતાં કટકપણે વ્યય, કંકણ પણે ઉત્પાદ અને સુવર્ણપણે ધ્રૌવ્ય છે. ઘટ-પટાદિ પદાર્થોમાં પણ ઘટપણે વ્યય, કપાલ પણે ઉત્પાદ અને પુગલ પણે ધ્રૌવ્ય, અખંડપટ પણે વ્યય, ખંડપટ પણે ઉત્પાદ, અને પટપણે ધ્રૌવ્ય છે. અને આ ૩ ધર્મવાળો જે પદાર્થ છે. તે જ “સત્” કહેવાય છે. ૧. જીવ-પુદ્ગલ, આ ઈન્દ્રિય અગોચરનું દૃષ્ટાત્ત છે. અને ઘટ-મટ, આ ઈન્દ્રિયગોચરનું દૃષ્ટાંત છે. એક સૂક્ષ્મ છે અને બીજુ સ્થૂલ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઢાળ-૯ : ગાથા-૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જિનેશ્વરભગવંતોને ઘનઘાતી કર્મોનો જ્યારે ક્ષય થાય છે. ત્યારે કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓશ્રી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. તેથી આ જગતના સર્વે પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી સંપૂર્ણપણે દેખે છે. જાણે છે. ત્યારબાદ ધર્મદેશના આપતાં તેમના પ્રથમ પંક્તિના શિષ્યોને (ગણધરોને) તેઓશ્રી આ જ તત્ત્વ સમજાવે છે અને આ જ તત્ત્વ સમજાવવા દ્વારા એકાન્તક્ષણિકપણાની અને એકાન્ત નિત્યપણાની તેઓની બુદ્ધિને દૂર કરીને “નિત્યાનિત્ય” ઈત્યાદિ અનેકાન્તમય પદાર્થોનું સ્વરૂપ તેઓની બુદ્ધિમાં સ્થિર કરે છે. અને તેનાથી ગણધર થનારા જીવો સમ્યકત્વ સહિત વિશાળ શ્રુતજ્ઞાન પરમાત્મા પાસેથી પામે છે. અને દ્વાદશાંગીની રચના કરે છે. જિનેશ્વરભગવંતો કહે છે કે ૩પુને ફુવા = જગતના પદાર્થો પ્રતિસમયે નવા નવા પર્યાયો સ્વરૂપે ઉત્પન પણ થાય છે. વિશે ? વા = પ્રતિ સમયે જુના જુના પર્યાયસ્વરૂપે વ્યય પણ પામે છે. અને યુવે રૂ વ = દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ રહે છે. આ ત્રણ પદને ત્રિપદી કહેવાય છે. આ ત્રિપદીનો જેમ જેમ અભ્યાસ કરવામાં આવે, તેનું ચિંતન-મનન અને વારંવાર ગુરુગમથી શ્રવણ કરવામાં આવે, તેમ તેમ “સ”નું સ્વરૂપ વધારે સમજાતુ જાય છે. તેનો પ્રકાશ સ્થિર અને તેજસ્વી બને છે. આ ત્રિપદીની ઉપર સાચા હૃદયથી જો પ્રેમ માત્ર કરવામાં આવે, એટલે કે “આ જ સાચું તત્ત્વ છે” એવો દઢ વિશ્વાસ માત્ર જો સંપાદન કરવામાં આવે તો પણ અમાપ કર્મો (મિથ્યાત્વાદિ) તુટી જવાથી સમ્યકત્વાદિ સાચો માર્ગ પ્રાપ્ત થવા દ્વારા આ જીવનાં સઘળાં મનવાંછિતો સિદ્ધ થાય છે. ત્રિપદીનો આવા પ્રકારનો અનુપમ પ્રભાવ છે. ए त्रिपदीनइं सर्व अर्थ व्यापकपणुं धारवं. ते जिनशासनार्थ. पणि केटलाइक नित्य, केटलाइक अनित्य. इम नैयायिकादिक कहइ छइ. ते रीति नहीं. नित्यैकान्त अनित्यैकान्त पक्षमा लोकयुक्तिं पणि विरुद्ध छइ. ते माटिं दीपथी मांडी आकाशताइ उत्पाद-व्यय-धौव्य लक्षण मानवं. तेहज प्रमाण. उक्तं च - આ ત્રિપદીનું સર્વ પદાર્થોમાં વ્યાપકપણે સમજવું. એટલે કે ત્રણે કાળના સર્વે ક્ષેત્રોના સર્વે પણ પદાર્થો પ્રતિસમયે ઉપરોક્ત ત્રણપદવાળા જ છે. ત્રિપદીમય જ છે. પ્રતિસમયે પર્યાયરૂપે પલટાતા અને દ્રવ્યરૂપે તેના તેજ રૂપે રહેતા એવા આ સઘળા પદાર્થો છે. માટે ત્રિપદી સર્વ પદાર્થોમાં વ્યાપક રીતે વર્તે છે. આ જ જૈનશાસનનો સાર છે. પરંતુ કેટલાક પદાર્થો નિત્ય જ છે. અને કેટલાક પદાર્થો અનિત્ય જ છે આવા Page #82 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા—૧ ૩૬૭ પ્રકારનું ઐયાયિકાદિ અન્યદર્શનકારો જે રીતે કહે છે. તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. તેઓ વ્યવહારમાત્ર દૃષ્ટિ (ઉપલકદૃષ્ટિ)વાળા છે. એટલે પાણીના પરપોટા, ઘટ, પટ, આદિ સ્થૂલ પદાર્થો નાશ પામતા દેખાય છે માટે અનિત્ય જ છે. અને પરમાણુ-જીવ આકાશ આદિ સૂક્ષ્મપદાર્થો અનાદિ અનંત કાળ સંસારમાં છે માટે નિત્ય જ છે. આમ નૈયાયિકાદિ માને છે. પરંતુ તે રીતે પદાર્થોનું સ્વરૂપ નથી. કારણ કે આવા પ્રકારનો અમુક પદાર્થને આશ્રયી નિત્યનો એકાન્ત, અને અમુક પદાર્થને આશ્રયી અનિત્યનો એકાન્ત માનવામાં લોકદૃષ્ટિએ અને યુક્તિની રીતિએ પણ વિરુદ્ધ જણાય છે. લોકવિરૂદ્ધ અને યુક્તિવિરુદ્ધ આમ, બન્ને રીતે વિરૂદ્ધ છે. કારણ કે ઘટ ફુટે ત્યારે ભલે ઘટનો નાશ થાય છે. પરંતુ તે જ ક્ષણે કપાલની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા પણ લોકોને દેખાય જ છે. અને યુક્તિથી પણ સમજાય જ છે. તો ઘટ એકાન્તે અનિત્ય છે આમ કેમ કહેવાય ? એવી જ રીતે જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો પણ પ્રતિસમયે પોત પોતાના નવા નવા પર્યાયમાં પર્યાયાન્તરને પામતાં હોય તેમ લોકોને પણ જણાય છે. અને યુક્તિથી પણ બેસે છે. બાળકપણે રહેલો જીવ જો પ્રતિસમયે પલટાતો ન હોય તો ક્યારેય પણ તે યુવાન અને વૃદ્ધ થાય જ નહી, પણ ચોક્કસ થાય તો છે જ. માટે સ્થૂલદૃષ્ટિએ પરપોટા, દીપક, ઘટ પટ આદિ પદાર્થો ભલે નાશ પામતા (અનિત્ય) દેખાય, અને જીવ આકાશ આદિ પદાર્થો ભલે ધ્રુવતા વાળા (નિત્ય) દેખાય. પરંતુ પરમાર્થથી વિચારીએ તો “પરપોટાથી માંડીને પર્વત સુધીના અને દીપકથી માંડીને આકાશ સુધીના” સઘળા પણ પદાર્થો ઉત્પત્તિ-વિનાશ ધ્રૌવ્ય ધર્મવાળા જ છે. “આવી મહોરછાપથી અંકાયેલા જ છે" કુમારપાલપ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ. બનાવેલી અન્યયોગવ્યવચ્છેદિકા નામની બત્રિશિકામાં શ્લોક પાંચમામાં કહ્યું છે કે आदीपमाव्योम समस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः 11 अन्ययोगव्यवच्छेदिका श्लोक - ५ દીપકથી પ્રારંભીને વ્યોમ સુધીની સઘળીએ વસ્તુઓ સરખા સ્વભાવવાળી છે. કારણ કે તે વસ્તુઓ સ્યાદ્વાદની મુદ્રાને (આજ્ઞાને) જરા પણ ઉલ્લંઘન કરનારી નથી. છતાં તે સર્વે વસ્તુઓમાંથી કોઈ એકાદ બે વસ્તુ (આકાશ-આત્મા-કાલ વિગેરે) નિત્ય જ છે. અને અન્ય કોઈ વસ્તુ (ઘટ-પટ-દીપક-પરપોટા આદિ વસ્તુ) અનિત્ય જ છે. આવું બોલવું તે હે વીતરાગ પ્રભુ ! તમારી આશાના દ્વેષી માણસોના પ્રલાપ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઢાળ-૯ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેઓને તમારી આજ્ઞા ઉપર અત્યન્ત દ્વેષ હોય છે. તે જ આવું એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય બોલે છે. તેઓનું બોલવું યુક્તિરિક્ત હોવાથી પ્રલાપરૂપ (બબડવા તુલ્યો છે. સામાન્ય લોકોને અનિત્ય તરીકે ભાસતા દીપકના અને નિત્ય તરીકે ભાસતા આકાશનો ઉલ્લેખ કરીને, તથા ત્યાં સુધીના તમામ પદાર્થો આમ કહીને સઘળા પણ પદાર્થો નિત્યાનિત્ય છે. આવો આશય કર્તાનો છે. ll૧૩જા ઉત્પાદ વ્યય ધ્રુવ પણઈ, કઈ સમય સમય પરિણામ રે ! પદ્રવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે . જિન વાણી પ્રાણી સાંભળો | ૯-૨ || ગાથાર્થ– છએ દ્રવ્યોમાં સમયે સમયે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યપણાનો પરિણામ છે જ. આ વાત પ્રત્યક્ષથી દેખાય જ છે. તેથી તેમાં કંઇ પણ વિરોધનું સ્થાન નથી. / ૯-૨ || ટબો- એક જ ભાવ વિવરીનઈ કહઈ છઈ. ઉત્પાદ ૧, વ્યય ૨, ધ્રુવ ૩ એ ૩ લક્ષણો ષટુ દ્રવ્યનો સમય સમય પરિણામ છઈ કોઈ કહચઇ જે- “જિહાં ઉત્પાદ વ્યયપણું, તિહાં ધ્રુવપણું નહીં, જિહાં ધ્રુવપણું, તિહાં ઉત્પાદ-વ્યય નહીં એવો વિરોધ છઈ. તો ૩ લક્ષણ એક કામિ કિમ હોઈ ? તેમ-૩ લક્ષણ એકઠામિ ન હુઆં જોઈઈ.” તેહનાઇ કહિઈ જે-શીત ઉષ્ણસ્પર્શ જલ અનલનઇ વિષઇ પરસ્પરઇ પરિહારધં દીઠા છઇં, તેહનઇં એક ઠામઇ ઉપસંહાર વિરોધ કહિછે. ઇમાં તો-૩ લક્ષણ સર્વત્ર એકઠામઇ જ પ્રત્યક્ષથી દીસઇ છઇં. પરસ્પરપરિહારધં કિહાંઇ પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ વિરોધનો ઠામ કિમ હોઇ ? અનાદિકાલીન એકાન્તવાસનાઇ મોહિતજીવ એહોનો વિરોધ જાણઈ છઈ. પણિ-પરમાર્થઈ વિચારી જોતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિરોધ ભંજક છઈ. I ૯-૨ II વિવેચનદ ન ભાવ વિવરીનહું હરે છ– “ત્રણે કાળના સર્વે પદાર્થો ત્રિપદીમય જ છે” આ જ ભાવાર્થ હવે વિસ્તાર કરીને ગ્રંથકારશ્રી કહે છે. ભૂત-ભાવિ કે વર્તમાનમાં ક્યારેય પણ એવું બન્યું નથી બનતું નથી અને બનશે નહી, કે આ સર્વે પદાર્થોમાંનો કોઈ એક પદાર્થ પણ આ ત્રિપદીવાળો ન હોય. આ ત્રિપદીની મહોરછાપ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૩૬૯ ત્રિકાલાબાધિત છે. સર્વત્ર વ્યાપક છે. સર્વજ્ઞ તીર્થકર ભગવન્તો વડે સર્વત્ર આ ત્રિપદી જણાયેલી છે દેખાયેલી છે. અને જાણ્યા-દેખ્યા પછી પ્રરૂપણા કરાયેલી છે. પરંતુ કલ્પના કરીને બતાવેલી નથી. અથવા તેઓ આવી માન્યતા ધરાવે છે. તેવું નથી. उत्पाद १. व्यय २. ध्रुव ३. ए ३ लक्षणो षट् द्रव्यनो समय समय परिणाम छइ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણે લક્ષણો છએ દ્રવ્યોનો સમયે સમયે પરિણામ છે. છએ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય એવું નથી અને કોઈ પણ સમય એવો નથી કે જે સમયે તે છએ દ્રવ્યમાં આ ત્રણ લક્ષણો ન હોય. ત્રણમાંથી એકાદ-બે હોય અને શેષ એકાદ-બે ન હોય એવું પણ ક્યારે ય બનતું નથી. સર્વત્ર સર્વદા ત્રણે લક્ષણો હોય જ છે. માટે જ ત્રિપદી વ્યાપક છે. પૂર્વ પૂર્વ પર્યાયથી સર્વે પણ દ્રવ્ય વ્યય પામે છે. ઉત્તર ઉત્તર પર્યાયથી સર્વે પણ દ્રવ્ય ઉત્પાદ પામે છે. અને છતાં તે તે દ્રવ્ય પોતાના દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ છે. મણકાઓની બનેલી ૧ માળા, ગણતી વખતે મણકાને આશ્રયી એક જાય છે અને બીજો આવે છે. પરંતુ માળાને આશ્રયી તો તેની તે જ માળા ગણાય છે. શ્રોફ દ ને- “નિહાં-૩૯-૦થપણું, તિહાં યુવા નહીં,” “નિહાં ध्रुवपणुं, तिहां उत्पाद-व्यय नहीं" एहवो विरोध छइ. तो ३ लक्षण एक ठामि किम होइ ? तेम ३ लक्षण एकठामि न हुआं जोइइ." અહીં કોઈક શિષ્ય પ્રશ્ન કરશે. અર્થાત્ આવું કહેશે કે “જ્યાં જ્યાં ઉત્પાદવ્યયપણું (અનિત્યપણું) હોય, ત્યાં ત્યાં ધ્રુવપણું (નિત્યપણું) નથી. અને “જ્યાં જ્યાં ધ્રુવપણું છે. ત્યાં ત્યાં ઉત્પાદ વ્યયપણું નથી” કારણકે આ ત્રણેનો પરસ્પર વિરોધ છે. જેમ કે જે માતા હોય તે વધ્યા કેમ હોય ? અને જે વધ્યા હોય તે માતા કેમ હોય? જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેમ હોય ? અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર કેમ હોય ? પરસ્પર વિરોધ છે. તેમ જ્યાં અનિત્યતા હોય, ત્યાં નિત્યતા ન હોય અને જ્યાં નિત્યતા હોય, ત્યાં અનિત્યતા ન હોય. આવો વિરોધ દોષ ત્રિપદીમાં આવે છે. તેથી ત્રણે લક્ષણો એક જ સ્થાનમાં કહો તો ખરા, કે કેમ હોય ? તેમ = તે રીતે વિચારતાં આ ૩ લક્ષણ એકસ્થાને એક કાળે ન હોવાં જોઈએ. ત્રણે લક્ષણો એકસ્થાને સાથે હોય આવી જૈનોની વાત યુક્તિસંગત નથી. પરંતુ પરસ્પર વિરોધી છે. આમ કોઈ શિષ્ય શંકા કરે છે. तेहनई कहिई जे-शीत उष्ण स्पर्श, जल अनलनई विषई परस्परइं परिहारइं दीठा छइं. तेहनई एक ठामइं उपसंहारई विरोध कहिइं. इहां तो ३ लक्षण सर्वत्र Page #85 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ ઃ ગાથા-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एकठामई ज प्रत्यक्षथी दीसई छई. परस्पर परिहारई किहाई प्रत्यक्षसिद्ध नथीं, तो ए विरोधनो ठाम किम होइ ? ૩૭૦ ઉપરોક્ત શંકા કરતા તે શિષ્યને ગુરુજી જે ઉત્તર કહે છે તે ઉત્તર આ પ્રમાણે છે– શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ અનુક્રમે જળમાં અને અગ્નિમાં પરસ્પર પરિહારપણે દેખેલા છે. એટલે કે શીતળતા જળમાં છે ત્યાં ઉષ્ણતા નથી. અને ઉષ્ણતા અગ્નિમાં છે ત્યાં શીતળતા નથી. તેથી આ બે ગુણધર્મો એક બીજાના પરિહારમાં (અભાવમાં) જ વર્તે છે આવું પ્રત્યક્ષ નજરોનજર દેખાય છે. તેથી તેનડું - તે બન્નેને એટલે કે શીતસ્પર્શને અને ઉષ્ણસ્પર્શને એક જ સ્થાને ૩પસંહારૂં સાથે રહે છે. આમ કહીએ તો વિરોધ કહેવાય. જે બે વસ્તુ સાથે નથી જ રહેતી એવી પરસ્પર વિરોધી બે વસ્તુને એકસ્થાને સાથે રહે છે. આમ જો કહીએ તો જરૂર વિરોધદોષ આવે. = = = हां तो પરંતુ અહીં તો ત્રણે લક્ષણો સર્વ સ્થાનોમાં એકસાથે રહેતા પ્રત્યક્ષપ્રમાણથી દેખાય જ છે. ક્યાંય પણ પરસ્પર પરિહારે (એકબીજાને છોડીને) રહેતા હોય એવું પ્રત્યક્ષસિદ્ધ દેખાતું નથી. અર્થાત્ ઉત્પાદને છોડીને એકલો વ્યય કે ધ્રુવ હોય, અથવા વ્યયને છોડીને એકલો ઉત્પાદ કે ધ્રુવ હોય, અથવા ધ્રુવને છોડીને એકલો ઉત્પાદ કે વ્યય હોય આવું કોઈ પણ પદાર્થમાં કોઈ પણ સ્થાને કે કોઈ પણ કાલે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતું નથી. બલ્કે બધે જ ત્રણે સાથે રહેલા જ જણાય છે. શીતઉષ્ણ સ્પર્શ સાથે નથી જણાતા. તેથી ત્યાં વિરોધ આવે. પરંતુ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો તો સર્વત્ર વ્યાપકપણે સાથે જ રહેલા જણાય છે. તેથી ત્રણ લક્ષણોને સાથે માનવામાં તમે કહેલા એવા આ વિરોધદોષનું સ્થાન અહીં કેમ હોય ? અર્થાત્ ત્રણ લક્ષણો સાથે માનવામાં કોઈ પણ જાતનો વિરોધ દોષ આવતો નથી જ. अनादिकालीन एकान्तवासनाइं मोहितजीव एहोनो विरोध जाणई छई. पणिपरमार्थइं विचारी जोतां विरोध नथी. समनियतताइं प्रत्यय ज विरोध भंजक छइ. ॥ ૧-૨ II આ જીવમાં અનાદિકાળથી ઘર કરીને બેઠેલી “એકસ્થાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ન જ રહે” આવા પ્રકારની ભૂલ ભરેલી ભ્રમણા, તથા મિથ્યાર્દષ્ટિ એવા અન્ય અન્ય દર્શનકારોનો સહવાસ, તથા તેઓના અનુયાયીઓનો નિરંતર પરિચય, અને તેઓનાં એકાન્તવાદ પ્રતિપાદક શાસ્ત્રોનો જ નિરંતર અભ્યાસ ઇત્યાદિ કારણોથી “વસ્તુ કાં તો નિત્ય જ હોય અથવા કાં તો અનિત્ય જ હોય પરંતુ બન્ને સાથે ન જ હોય” આવા પ્રકારની બુદ્ધિમાં ઠસી ગયેલી એકાન્તપક્ષની વાસનાથી પરાધીન થયેલો અને મોહાન્ધ Page #86 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ ૩૭૧ બનેલો આ જીવ આ ઉત્પાદાદિ ત્રણેનો નિરંતર વિરોધ જ દેખ્યા કરે છે. “બાપ હોય તે બેટો કેમ હોય? અને બેટો હોય તે બાપ કેમ હોય? જે ઉત્તરમાં હોય તે દક્ષિણમાં કેમ હોય? અને જે દક્ષિણમાં હોય તે ઉત્તરમાં કેમ કહેવાય ? આમ સંસારી લોકો ઉપરછલ્લો વિરોધ જેમ દેખે છે તેમ જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ હોય? આમ ઉપરછલ્લો શાબ્દિક વિરોધ જ આ જીવનિરંતર જોયા કરે છે. આવા પ્રકારનો અજ્ઞાની જીવ તત્ત્વનો ઉંડાણથી વિચાર કરતો નથી. સત્સંગથી, સાચા સ્વાધ્યાયથી અને સાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરવાથી તથા ગીતાર્થ જ્ઞાનીઓના પરિચયથી જ્યારે આ જીવની આ ભ્રામકદષ્ટિ ટળે છે. અને પરમાર્થદષ્ટિ જાગે છે ત્યારે તે જીવ આપ મેળે જ સમજી શકે છે કે જે પુરુષ તેના પુત્રનો બાપ છે. તે જ પુરુષ તેના પોતાના પિતાનો બેટો પણ સાથે જ છે. જે સુરત શહેર મુંબઈથી ઉત્તરમાં આવેલું છે. તે જ સુરત શહેર અમદાવાદની અપેક્ષાએ દક્ષિણમાં પણ સાથે જ આવેલું છે. તેમ જે વસ્તુ દ્રવ્યપણે નિત્ય છે. તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય પણ સાથે જ છે. તેમાં કંઈ જ વિરોધ નથી. અપેક્ષાભેદ માત્ર જ છે. બન્ને સાથે માનવા. એ જ વસ્તુનું પારમાર્થિક સાચું સ્વરૂપ છે. આવું, પરમાર્થષ્ટિ ખુલતાં સ્વયં સમજાઈ જ જાય છે. ઉજવળ એવો પણ શંખ કાચકામલિકા (કમળા)ના રોગવાળાને જે પીળો દેખાય છે. તે જ શંખ કાળાન્તરે રોગમુક્ત નેત્રવાળા તે જ પુરુષને સ્વયં જ ઉજ્વળ દેખાય છે. “આ શંખ ઉજ્વળ છે” આમ કહેવું કે દેખાડવું પડતું નથી. હું પીળો જે દેખતો હતો તે ભૂલ હતી. આવું આપોઆપ સમજાઈ જ જાય છે. તેની જેમ “પરમાર્થદૃષ્ટિ” ઉઘડતાં અને તે દૃષ્ટિથી જોતાં તે જ પુરુષને હવે કંઈ પણ વિરોધ દેખાતો નથી. પરંતુ આવા પ્રકારનું તત્ત્વનું યથાર્થદર્શન જીવમાં સદ્ગુરુના યોગે પોતાની રીતે સહજપણે જ થાય છે. અને વસ્તુના સાચા સ્વરૂપને જાણવાનો આનંદ આનંદ પ્રગટે છે. સનિયતતારું પ્રત્યય = ઉત્પાદાદિ ત્રણે લક્ષણોનું સમાન પણે (એક પણ સ્થાને હીન નહી કે અધિક નહી. પરંતુ સર્વત્ર ત્રણે સાથે જ છે. આમ સમાન રીતે) નિયતતાએ (એવકારપૂર્વક) સાથે રહેવા પણાનો જે પ્રત્યય ન = બોધ થાય છે. તે બોધ જ વિરોધમંન આજ સુધી જે વિરોધ દેખાતો હતો, તેને ભાંગીને ભુક્કો કરી નાખે છે “આ ત્રણે સર્વત્ર સાથે જ વર્તે છે” આવો સન્શાસ્ત્રોથી અને સગુરુઓથી એવકારવાળો થયેલો જે બોધ છે, તે બોધ જ અનાદિકાલીન મિથ્યાત્વ મોહસંબંધી વાસનાજન્ય વિરોધનો ભંજક (ભાંગનાર) છે. મેં ૧૩૫ / Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઢાળ-૯ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટ મુકુટ સુવર્ણ હ અર્થિ, વ્યય ઉતપતિ થિતિ પેખત રે ! નિજ રૂપમાં હોવઈ હેમથી, દુઃખ હર્ષ ઉપેક્ષાવંત રે || જિનવાણી પ્રાણી સાંભળો ૯-૩ | ગાથાર્થ– ઘટ મુકુટ અને સુવર્ણના અર્થી જીવો, વ્યય ઉત્પત્તિ અને સ્થિતિને દેખતા છતા, પોત પોતાના તે વ્યયાદિ રૂપે થયેલા સુવર્ણથી જ અનુક્રમે દુઃખ હર્ષ અને ઉપેક્ષાવાળા બને છે. જે ૯-૩ || ટબો- તેમ જ દેખાડઈ છઈ. એક જ હેમ દ્રવ્યનઇ વિષઇ ઘટાકારઇ નાશ, મુકુટાકારઇ ઉત્પાદ, અનઇ હેમાકારઇ સ્થિતિ. એ ૩ લક્ષણ પ્રકટ દીસઈ છઈ. જે માટિં હેમઘટ ભાંજી ડેમમુકુટ થાઈ છઈ. તિવારઈં-હેમઘટાર્થી દુખવંત થાઈ, તે માર્ટિ ઘટાકારઈ હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિ હેમમુકુટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ મુકુટાકારઇં હેમોત્પત્તિ સત્ય છઇં. ઈમ- હેમમાનાર્થી તે કાલે-ન સુખવંત, ન દુખવંત થાઈ છઈ. સ્થિતપરિણામઇ રહઇ છઈ. તે માટિ હેમ સામાન્ય સત્ય છઈ. ઈમ સર્વત્ર ઉત્પાદ વ્યય સ્થિતિ પર્યાય દ્રવ્યરૂપે જાણવા. ઈહાં ઉત્પાદવ્યયભાગી ભિન્નદ્રવ્ય, અનઈ સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય, કોઈ દીસતું નથી. જે માટિં ઘટમુકુટાધાકારાત્પર્શી હેમદ્રવ્ય કઈં નહીં, જે-એક ધ્રુવ હોઈ. ધ્રુવતાની પ્રતીતિ પણિ છઈ. તે માર્ટિ “તદ્માવી નિત્યમ્” (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) એ લક્ષણઈ પરિણામઈ ધ્રુવ અનઈ પરિણામઈ અધ્રુવ સર્વ ભાવવું. I ૯-૩ II | વિવેચન- તેદા રેવડ છ = સર્વે પણ પદાર્થો ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળા જ નિયમ છે. આ વાત દઢતાપૂર્વક=ઉદ્ઘોષણા કરવા પૂર્વક દેખાડે છે एक ज हेमद्रव्यनइं विषई घटाकारइं नाश, मुकुटाकारइं उत्पाद, अनइं हेमाकारइं स्थिति ए ३ लक्षण प्रकट दीसई छई । કોઈ એક શ્રીમંતને ઘેર સુવર્ણનો બનેલો ઘટ છે. તે શ્રીમંતે સુવર્ણનો તે ઘટ નાના છોકરાને રમવા માટે આપ્યો. તે જોઈને મોટા છોકરાએ આવો જ સુવર્ણનો મુકુટ પહેરવાની ઈચ્છા કરી, પિતા પાસે કજીયો કર્યો, તેની શાન્તિ માટે પિતા અને પુત્રોને સાથે લઈને સોની (સુવર્ણકાર) પાસે ગયા. અને કહ્યું કે સુવર્ણના આ ઘટને ભાંગીને સુવર્ણનો મુકુટ બનાવી આપ. સોની તે ઘટને ભાંગીને મુકુટ બનાવે છે. બન્ને પુત્રો અને પિતા આમ, ત્રણે સામે બેઠા છે. હવે વિચારો કે આ ત્રણેની મુખમુદ્રા કેવી હશે? Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ - દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ નાનો પુત્ર રડે છે. કારણ કે તે વ્યયને જ જુએ છે. મોટો પુત્ર હરખાય છે. કારણકે તે ઉત્પાદને જ જુએ છે. અને પિતા ઉપેક્ષાવંત છે. કારણ કે તે પોતાના સુવર્ણને જ (દ્રવ્યને જ) જુએ છે. આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને આ ટબાની પંક્તિઓના અર્થ આપણે વિચારીએ. એક જ સુવર્ણદ્રવ્યને વિષે ઘટાકારપણે (સુવર્ણનો) નાશ, મુકુટાકારપણે (સુવર્ણનો) ઉત્પાદ, અને હેમાકારપણે (સુવર્ણની) ધ્રુવતા, આમ આ ત્રણે લક્ષણો પદાર્થમાં પ્રત્યક્ષ દેખાય જ છે. તેની વધારે સ્પષ્ટ સમજણ આ પ્રમાણે છે. जे माटि हेमघट भांजी हेममुकुट थाइ छइ, तिवारइं = हेमघटार्थी दुःखवंत थाइ, ते माटिं घटाकारइं हेमव्यय सत्य छइ. જે માટે = એટલે કારણકે, જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને તે જ સુવર્ણમાંથી હેમનો મુકટ બનાવાય છે. ત્યારે સુવર્ણના ઘટનો અર્થ એવો નાનો પુત્ર દુઃખવાલો થાય છે. તે માટે તે કાલે ઘટાકારપણે સુવર્ણ દ્રવ્યનો જે નાશ છે. તે સાચો છે. જો તે કાળે ઘટાકારપણે સોનાનો નાશ ન થતો હોત તો નાના પુત્રનું જે ઈષ્ટ, ઘટાકારતામયસુવર્ણ, તે તો છે જ, તો નાના પુત્રને દુઃખ કેમ થાય ? અર્થાત્ ન થવું જોઈએ. પરંતુ જેમ જેમ ઘટ ભાંગે છે તેમ તેમ તે નાનો પુત્ર વધારે વધારે જોરથી રડે છે. તેથી તે કાળે ઘટાદારતાનો નાશ એટલે કે ઘટાકારપણે પરિણામ પામેલા સુવર્ણનો નાશ અવશ્ય છે જ. આ રીતે ઘટાકારપણે હેમનો વ્યય ત્યાં છે જ. આ વાત સંપૂર્ણપણે સાચી ઠરે છે. આ રીતે ઘટાકારરૂપે હેમવ્યય અવશ્ય સત્ય છે. એ સિદ્ધ થયું. जे माटि हेममुकुटार्थी हर्षवंत थाइ, ते माटिं-मुकुटाकारइं हेमोत्पत्ति सत्य छइ. તથા જે માટે સુવર્ણના મુકુટનો અર્થ એવો મોટો છોકરો હર્ષવાળો થાય છે. તે માટે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ પણ જરૂર છે જ, અને તે સાચી છે, જો મુકુટરૂપે સુવર્ણની ઉત્પત્તિ તેમાં ન હોત તો મોટા પુત્રને હર્ષ કેમ થાય ? કારણ કે પોતાનું ઇષ્ટ = જે સુવર્ણનો મુકુટ, તેની ઉત્પત્તિ તો તેમાં નથી, તો હર્ષ થવાનું કારણ શું ? અને હર્ષ થતો દીસે છે. તેથી અવશ્ય તેમાં મુકુટાકારની ઉત્પત્તિ એટલે કે મુકુટાકારપણે સુવર્ણની ઉત્પત્તિ છે જ. અને તે સંપૂર્ણપણે સાચી જ વાત છે. આમ સિદ્ધ થયું. इम हेममात्रार्थी ते काले न सुखवंत, न दुःखवंत थाइ छड़, स्थितपरिणामइं रहइ छइ. ते माटिं हेमसामान्य स्थिति सत्य छइ. इम सर्वत्र उत्पाद व्यय स्थिति पर्याय द्रव्य रूपे जाणवा. Page #89 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તથા- આ જ પ્રમાણે જે માટે સુવર્ણમાત્રનો અર્થી (બન્ને પુત્રોનો પિતા) તે કાળે (ઘટ ભાગે છે અને મુગટ થાય છે ત્યારે) નથી સુખવાળો થતો, કે નથી દુઃખવાળો થતો. પરંતુ સ્થિતિપરિણામવાળો (તટસ્થબુદ્ધિવાળો) જ રહે છે કારણકે તેને સુવર્ણની ધ્રુવતા જ દેખાય છે. તે માટે ઘટ ભાંગવા છતાં, મુકુટ થવા છતાં, હેમસામાન્યપણે (સુવર્ણમાત્ર રૂપે) સ્થિતિ પણ અવશ્ય છે જ. અને તે પણ તેટલી જ સાચી છે. જો આ સુવર્ણપણાની સ્થિતિ તેમાં ન હોત તો પિતા કાં તો ઉત્પાદમાત્ર જોઈને હર્ષવંત થવા જોઈએ, અથવા નાશમાત્ર જોઈને દુઃખવંત થવા જોઈએ. પરંતુ પિતા તેવા થતા નથી. તેનો અર્થ એ થાય છે કે પિતાને જે પોતાના સુવર્ણપણાની માલિકીની બુદ્ધિ છે. તે સુવર્ણપણું તો તેમાં અવશ્ય ધ્રુવ છે જ. આમ દેખાય જ છે. અને તેથી જ તે હર્ષશોક ન કરતાં ઉપેક્ષાવંત રહે છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-અને સ્થિતિ, આ ત્રણે પર્યાયો જે દેખાય છે તે સુવર્ણ નામના દ્રવ્યમાં થાય છે. આમ જાણવું. ઘટાકારપણે જે નાશ છે તે પણ સુવર્ણનો નાશ છે. મુકુટાકાર પણે જે ઉત્પત્તિ છે. તે પણ સુવર્ણની જ ઉત્ત્પત્તિ છે. અને હેમાકારપણે જે ધ્રુવતા છે તે પણ સુવર્ણદ્રવ્યની જ છે. આમ ત્રણે પર્યાયો સુવર્ણદ્રવ્યમાં થાય છે. તેથી સર્વત્ર દ્રવ્ય ૩ લક્ષણોવાળું છે. આમ, સર્વદ્રવ્યોમાં વ્યયાદિ આ ૩ લક્ષણો જાણવાં. ૩૭૪ इहां उत्पादव्ययभागी भिन्नद्रव्य, अनइं स्थितिभागी भिन्नद्रव्य, कोइ दीसतुं नथी. जे माटिं घटमुकुटाद्याकारास्पर्शी हेमद्रव्य छई नहीं, जे एक ध्रुव होइ. ( तथा ) ध्रुवतानी પ્રતીતિ પળિ છડું, તે માર્ટિ ‘‘તદ્માવાવ્યયં નિત્યમ્'' (તત્ત્વાર્થસૂત્ર ૫-૩૩) ર્ નક્ષળવું परिणाम ध्रुव अनइं परिणाम अध्रुव सर्व भाववुं ॥ ९३ ॥ આ પ્રમાણે સર્વે દ્રવ્યો ત્રિપદીમય છે. તેથી માત્ર ઉત્પત્તિ અને વ્યયને જ ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે (જેમ કે ઘટપટાદિ), અને સ્થિતિને જ માત્ર ભજનારૂં દ્રવ્ય ભિન્ન છે. (જેમ કે પરમાણુ, જીવ, આકાશ આદિ) આમ કોઈ દીસતુ (દેખાતું) નથી. અર્થાત્ એકલા ઉત્પાદ-વ્યયનો જ આધાર હોય પણ સ્થિતિ ન જ હોય એવું કોઈ દ્રવ્ય દેખાતું નથી તથા એકલી સ્થિતિનો જ આધાર હોય પણ ઉત્પાદવ્યય ન હોય એવું પણ કોઈ દ્રવ્ય દેખાતું નથી. નૈયાયિક-વૈશેષિકો જે આમ માને છે કે પૃથ્વી-જલ-તેજ-વાયુના પરમાણુઓ અને આકાશાદિ દ્રવ્યો નિત્ય જ છે. અને હ્રયણુકાદિ સ્થૂલ દ્રવ્યો અનિત્ય જ છે. તે ખોટી વાસના છે. તેઓની આ માન્યતા મિથ્યા છે. કારણ કે નિત્ય એવા Page #90 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૩ ૩૭૫ પરમાણુ આદિ દ્રવ્યોમાં પણ વર્ણાદિના રૂપાન્તરો હોવાથી ઉત્પાદ-વ્યય છે જ, તથા પરમાણુઓ પણ કાળાન્તરે અનેક અણુઓ સાથે ભળ્યા છતા જુદા જુદા સ્કંધોરૂપે પરિણામ પામે જ છે. માટે તેમાં પણ ઉત્પાદવ્યય છે જ. તથા આકાશાદિ દ્રવ્યોમાં પણ અવગાહકદ્રવ્યના સંયોગ-વિયોગ દ્વારા ઉત્પાદવ્યય છે જ. તથા ઘટપટ આદિ સ્થૂલદ્રવ્યોમાં તે તે આકારે ઉત્પાદ-વ્યય હોવા છતાં પણ મૂલ પદાર્થ રૂપે ધ્રુવતા પણ અવશ્ય અંદર રહેલી જ છે. માટે ૩ લક્ષણોવાળુ જ દ્રવ્ય સર્વત્ર દેખાય છે એક એક લક્ષણવાળું કે બે લક્ષણોવાળું દ્રવ્ય ક્યાંય પણ દેખાતુ નથી. અને તેવું છે પણ નહીં. जे मार्टि જે માટે ઘટાકાર અને મુકુટાકારઆદિ ભિન્ન ભિન્ન આકારોને (પર્યાયોને) ન સ્પર્શનારૂ કેવળ એકલું સુવર્ણદ્રવ્ય છે જ નહીં, કે જે એક (એકલી) ધ્રુવ (ધ્રુવતા) સિદ્ધ થાય. અર્થાત્ જો ઘટાકારતાના વ્યયને અને મુકુટાકારતાની ઉત્પત્તિને ન સ્પર્શનારૂં કેવલ એકલું સુવર્ણદ્રવ્ય હોય, તો કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થાત. પરંતુ તેમ નથી. ઘટાકારને અને મુકુટાકારને ન સ્પર્શનારૂં દ્રવ્ય નથી. કોઈને કોઈ આકારવાળું જ સુવર્ણદ્રવ્ય છે. અને આકારોવાળું હોવાથી આકારો પલટાયે છતે ઉત્પાદ-વ્યયવાળું પણ છે જ. માટે કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થતી નથી. (તથા) ધ્રુવતાની પ્રતીતિ પત્નિ છફ = તથા વળી સુવર્ણપણે ધ્રુવતા તે દ્રવ્યમાં (સાપેક્ષપણે) અવશ્ય પ્રતીત પણ થાય જ છે. તે માટે સુવર્ણપણે ધ્રુવતા પણ છે જ. ફક્ત એકલી ધ્રુવતા નથી પરંતુ ઉત્પાદ-વ્યય સાપેક્ષ એવી ધ્રુવતા છે. તેથી તત્ત્વાર્થસૂત્રકારે કરેલું નિત્યનું લક્ષણ જ સાચું છે. નૈયાયિક વૈશેષિકોએ કરેલું નિત્યનું લક્ષણ સાચું નથી. તે બન્નેના લક્ષણની ચર્ચા આ પ્રમાણે છે— ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન આદિ દર્શનકારો સાપ્રતિયોગિત્યું નિત્યસ્ય નક્ષળમ્ કહે છે. જે પદાર્થ ભાવિકાળે થનારા સનો અપ્રતિયોગી હોય તે નિત્ય કહેવાય છે. અર્થાત્ જેનો ભાવિમાં નાશ ન થવાનો હોય તે નિત્ય. જેમ કે પરમાણુ-જીવ અને આકાશ આદિ પદાર્થો. પરંતુ આ પદાર્થો પણ માત્ર દ્રવ્યરૂપે જ નાશ નથી પામવાના, પર્યાયરૂપે (પરિવર્તનરૂપે) તો આ દ્રવ્યો પણ પ્રતિક્ષણે નાશ પામે જ છે. કોઈ પણ દ્રવ્ય એવું નથી કે જે પૂર્વોત્તર પર્યાયરૂપે નાશ અને ઉત્પાદ ન પામતું હોય, તેથી નાશ ન જ પામે (ધ્વંસ ન થાય) એવું કોઈ દ્રવ્ય છે જ નહીં. સર્વે પણ દ્રવ્યો જેમ ધ્રુવ છે તેમ ઉત્પાદવિનાશશાલી પણ છે જ. આ કારણથી તૈયાયિકનું આ લક્ષણ અસંભવ દોષવાળું છે. તેથી મિથ્યા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઢાળ–૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - તત્ત્વાર્થસૂત્રકારે કહ્યું છે કે તમવ = અર્થાત્ સમાવ થી જે વ્યય ન પામે તે, એટલે કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણ લક્ષણો જેમાં હોય તે સત કહેવાય અને આવા ત્રણ લક્ષણવાળા સિત પણાના ભાવથી જે કદાપિ ચલિત ન થાય તે નિત્ય, આ રીતે નિત્ય તેને કહેવાય કે જેમાં અનિત્યતા રહેલી જ હોય, પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલી અનિત્યતા સાપેક્ષ એવી દ્રવ્યરૂપની જે સ્થિરતા, તે નિત્ય કહેવાય છે. આમાં કોઈ દોષો આવતા નથી. સર્વત્ર ત્રિપદીવાળું લક્ષણ હોવાથી પરિણામી એવું ધ્રુવપણું સર્વપદાર્થોમાં જાણવું. પરંતુ બૌદ્ધો એકલું અધ્રુવપણું (અનિત્યપણું) અને સાંખ્યો એકલું ધ્રુવપણું (નિત્યપણું) અને નૈયાયિક-વૈશેષિકો પરમાણુ આદિ અમુકદ્રવ્યોમાં એકલું ધ્રુવપણું અને ઘટપટ આદિ અમુકદ્રવ્યોમાં એકલું અધ્રુવપણું ઇત્યાદિ કલ્પીને જે જે એકાન્તમાન્યતાઓ ધરાવે છે. તે સર્વે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી મોહિતજીવોની અજ્ઞાનદશા (તાત્ત્વિક અંધતા) જાણવી. તે ૧૩૬ / ઘટવ્યય તે ઉતપત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે ! દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે ! જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૪ ગાથાર્થ ઘટનો જે વ્યય છે. તે જ મુકુટની ઉત્પત્તિ છે. અને તે જ કંચનની ધ્રુવતા છે. આમ એક જ દલમાં (ઉપાદાનકારણમાં) એક જ કાળે આ ત્રણે લક્ષણો એક (એકમેક) થઈને વર્તે છે. છતાં પોતપોતાનું કાર્ય કરવાની શક્તિરૂપે અનેક (પરસ્પર ભિન્ન) પણ છે. તે ૯-૪ ટબો- ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદ સંબદ્ધ ભેદ દેખાડઈ છઈ હેમઘટવ્યય તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ, એક કારણજન્ય થઈ તે માર્ટિ, વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન છઇ. તેથી જ ઘટનાશ વ્યવહાર સંભવઈ જઈ તે માર્ટિ. પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેમ જ છઈ. જે માટિં-પ્રતીત્વ પર્યાયોત્પાદઇ એક સંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ. એ ૩ લક્ષણ એકદલઇ એકદા વર્તઇ છઇ. ઇમ અભિન્નપણઇ. પર્ણિ શોક પ્રમોદ માધ્યય્યરૂપ અનેક કાર્ય દેખીનઇ તત્કારણશક્તિરૂપઇ અનેકપણે-ભિન્નતા પણિ જાણવી. સામાન્ય રૂપઇ ધ્રૌવ્ય અનઇ વિશેષ રૂપઇ ઉત્પાદ વ્યય ઈમ માનતાં વિરોધ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૭૭ વ્યવહાર તો સર્વત્ર સ્યાદર્યાનુપ્રવેશઈ જ હોઈ. વિશેષપરતા પણિ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઈ. ગત - “ફિત્યારે, યાનતિ, ૬ યુવમ્'' ઈમ જ વાક્યપ્રયોગ કીજઈ. “૩પ્પને ૩ વા” ત્યાતિૌ વા શબ્દો વ્યવસ્થાયામ, ર ચાચ્છષ્ટ્ર સમાનાર્થ, મત પર્વ : : એ લૌકિકવાક્યઇ પણિ સ્વાચ્છદ લેઈઈ છઈ. જે માર્ટિ-સર્પનઈ પૃષ્ઠાવચ્છેદકઈં શ્યામતા છઈ, ઉદરવચ્છેદઈ નથી. તથા સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઈ છઈ. તે માર્ટિ-વિશેષણ-વિશેષ્ય નિયમાર્થ જો સ્વાચ્છદ પ્રયોગ છઈ, તો ત્રિપદી મહાવાક્ય પણિ સ્વાત્કારગર્ભ જ સંભવાઈ. | ૯-૪ I વિવેચન- સર્વે પદાર્થ માત્ર ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિલક્ષણયુક્ત છે. પદાર્થનું આ સ્વરૂપ જ છે. સ્વરૂપ વિનાનો પદાર્થ ક્યારેય પણ હોય નહીં. જ્યાં જ્યાં પદાર્થપણું હોય ત્યાં ત્યાં આ ત્રિલક્ષણાત્મક સ્વરૂપ છે જ. આ સ્વરૂપને સમજ્યા વિના કરવામાં આવતી વિચારણા ઉપકારક થતી નથી. બલ્ક એકાત્ત આગ્રહ પકડાતાં મિથ્યાત્વ રૂપ બને છે. વિશ્વમાં વર્તતા વિવાદોનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો આ મિથ્થાબુદ્ધિ જ છે. તેથી વસ્તુના યથાર્થ સ્વરૂપને અવશ્ય સમજવું જોઈએ. અને તેને સમજવા માટે પોતાની દૃષ્ટિને અતિશય સૂક્ષ્મ, વ્યાપક, ઉદાર, વિશાળ પક્ષપાતવિનાની, તટસ્થ, સુંદર તથા નિર્મળ બનાવવી જોઈએ. દૃષ્ટિનો વિપર્યાસ જ સંસારવર્ધક છે. પદાર્થના યથાર્થ ત્રિલક્ષણવાળા સ્વરૂપને નહી સમજીને એકલું ધ્રૌવ્ય સ્વરૂપ પકડી લેનારા દર્શનકારો જગતના પદાર્થોમાં થતા અને પ્રત્યક્ષ નજરોનજર દેખાતા પરિવર્તનોનો મેળ કરી શકતા નથી અને ખોટી દલીલોથી ગુંચવણ ઉભી કરે છે. એવી જ રીતે કેવળ એકલું ઉત્પાદ વિનાશવાળું વિનશ્વર સ્વરૂપ માત્ર માની લઈને સ્થાયિતત્ત્વ નહી માનનારા દર્શનકારો દોરા વિના મણકા જેમ ટકે નહી તેમ સ્થાયિતત્ત્વ વિના પરિવર્તનો ઘટે નહીં છતાં આવી ખોટી માન્યતાથી અનેક વિડંબનાઓ ઉભી કરે છે. તેથી બુદ્ધિને આવા એકાન્તવાદના આગ્રહમાં કુંઠિત ન કરી દેતાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ત્રણે ધર્મો સાથે રહે છે અને છતાં ત્રણે પોતપોતાના કાર્યથી જુદા પણ છે. આમ માનવું તે જ હિતકારી સાચું તત્ત્વ છે. આવા પ્રકારની સબુદ્ધિ પ્રાપ્ત થવી, એ જ સાચો પુણ્યોદય છે. આ વાત ઉપર, ગ્રંથકારશ્રી પ્રકાશ પાડે છે. उत्पाद-व्यय-ध्रौव्यनो अभेदसंबद्ध भेद देखाडइ छइ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોનો એક જ કાળે એક જ દ્રવ્યમાં એકી સાથે અભેદ સંબધ પણ છે. અને છતાં પોતપોતાનું જુદુ જુદુ કાર્ય કરતા હોવાથી ભેદસંબંધ પણ છે. આમ સમજાવવા અભેદથી સંબદ્ધ (યુક્ત) એવો ભેદ દેખાડે છે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ हेमघटव्यय तेह ज हेममुकुटनी उत्पत्ति, एककारणजन्य छइ ते माटिं विसभागपर्यायोत्पत्तिसंतान छइ. तेहथी ज घटनाशव्यवहार संभवइ छइ, ते माटिं. पणि उत्तरपर्यायोत्पत्ति ते पूर्वपर्यायनो नाश जाणवो. कंचननी ध्रुवता पणि तेहज छइ जे माटिं प्रतीत्य पर्यायोत्पादई एक संतानपणुं, तेह ज द्रव्यलक्षण धौव्य छइ. સ્થૂલદષ્ટિએ પૂર્વસમયમાં કારણ અને ઉત્તરસમયમાં કાર્ય જણાય છે. એટલે કે કારણ કાર્યનો ભેદ જણાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચાર કરતાં તેમ નથી. એક જ સમયમાં કારણ-કાર્ય છે તથા વિવક્ષાએ જ કારણ છે તે જ કાર્યરૂપે પરિણામ પામે છે. હેમઘટનો જે વ્યય છે તે જ હેમમુકુટની ઉત્પત્તિ છે. માટે તેમાં સમયભેદ નથી. આ વાત એક ઉદાહરણથી સમજીએ. જે સમયે સુવર્ણકાર હેમઘટનો વ્યય કરે છે. તે સમયે તેટલા અંશે અવશ્ય મુકુટની ઉત્પત્તિ પણ થાય છે. સુવર્ણઘટનો નાશ અને સુવર્ણમુકુટની ઉત્પત્તિ આ બન્ને કાર્યો સુવર્ણનામના એક જ દ્રવ્યના પરિવર્તનાત્મક કાર્યો છે. સુવર્ણ નામના એક જ કારણમાં વ્યય અને ઉત્પત્તિ આમ બને સાથે જ જન્મ પામે છે. તેથી એક જ કારણથી જન્ય હોવાને લીધે તે બન્ને એક જ છે. વિવક્ષા માત્રથી જ ભેદ છે. “ઘટ” જ્યાં સુધી ઘટપણે વર્તે છે. ત્યાં સુધી પ્રતિસમયે તેમાં પણ થતા પુરણગલન રૂપ ઉત્પાદ અને વ્યય છે. પરંતુ તે લોકવ્યવહાર ગમ્ય નથી. કારણ કે ઘટાકારતા” પણે સમાન સમાન ભાગરૂપ (સભાગ) પર્યાયની ઉત્પત્તિ છે. તેથી તેને સભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. અને ઘટનો નાશ થઈને કપાલની ઉત્પત્તિ થાય કે જ્યાં લોકવ્યવહારથી નાશ-ઉત્પત્તિ દેખાય છે. વિજાતીય (અર્થાત્ વિપરીત) કાર્યની ઉત્પત્તિ જ્યાં થાય છે. તેને વિસભાગ પર્યાયોત્પત્તિસંતાન કહેવાય છે. તે વિસભાગપર્યાયોત્પત્તિ સંતાન જ્યારે થાય છે ત્યારે ઘટના નાશનો વ્યવહાર લોકમાં સંભવે છે. અને મુકુટની ઉત્પત્તિનો વ્યવહારતું પણ સંભવે છે. કારણ કે તે વિસભાગ હોવાથી એટલે કે ઘટાકારમાત્ર પણે સમાન = સજાતીય ન હોવાથી વિજાતીય પણે થતા નાશકાલે નાશનો વ્યવહાર લોકગમ્ય છે. પરંતુ સભાગસંતતિમાં પણ લોકભોગ્ય ન હોવા છતાં પ્રતિસમયે ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને પૂર્વપર્યાયનો નાશ રહેલો જ છે આમ જાણવું. તે સભાગસંતતિ હોવાથી નાશ-ઉત્પાદ લોકગમ્ય નથી. સભાગસંતતિમાં કે વિસભાગસંતતિમાં પૂર્વોત્તર પર્યાયનો નાશ અને ઉત્પાદ થવા છતાં કંચનની ધ્રુવતાને કોઈ પણ જાતની આંચ આવતી નથી. કંચનની ધૃવતા પણ અખંડિતપણે તેમાં અબાધિત રહેલી જ છે. કારણ કે પ્રતિસમયે થતા નવા નવા Page #94 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૭૯ પર્યાયોના વ્યય અને ઉત્પત્તિને પ્રતીત્ય-આશ્રયી તેમાં રહેલી એક સંતાનતા (મૂલ પદાર્થની એકધારાવાહિતા) તે જ દ્રવ્યનું લક્ષણ છે. અને તે લક્ષણમાં ધ્રુવસ્વરૂપ પણ છે. પ્રતિસમયે પૂર્વોત્તર પર્યાયોનો નાશ-ઉત્પાદ જેમ થાય છે તેમ કંચનની એકસંતાનતા પણ ત્યાં વર્તે જ છે. તેથી આ ત્રણે એક જ દ્રવ્યમાં એક જ કાલે સાથે રહે છે. માટે એક છે. છતાં જે નાશ થાય છે, તે શોક કરાવે છે. જે ઉત્પાદ થાય છે, તે હર્ષ કરાવે છે. અને જે ધ્રુવતા છે. તે ઉપેક્ષા કરાવે છે. આમ ભિન્ન ભિન્ન કાર્યજનક હોવાથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ. ए ३ लक्षण एकदलई एकदा वर्तइ छइ, इम अभिन्नपणइ, पणि शोक प्रमोद माध्यस्थ्य रूप अनेककार्य देखीनई तत्कारणशक्तिरूप अनेकपणे भिन्नता पणि जाणवी. सामान्य रूप ध्रौव्य अनइं विशेषरूपई उत्पाद व्यय, इम मानतां विरोध नथी. ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણો સર્વે દ્રવ્યોમાં પ્રતિસમયે અવશ્ય છે જ. કોઈ પણ સમયે અને કોઈ પણ દ્રવ્યમાં આ ત્રણ નથી એમ નહીં. સર્વત્ર વ્યાપકપણે આ ત્રિપદી રહેલી છે. તથા આ ત્રણે લક્ષણો માંહોમાંહે કથંચિત્ અભિન્ન પણ છે અને કથંચિત્ ભિન્ન પણ છે. “એક દલમાં (એક જ આધારભૂત દ્રવ્યમાં) એક જ કાળે આ ૩ લક્ષણો સાથે વર્તે છે” તે માટે એકદ્રવ્યવ્યાપિત્વ અને એકક્ષેત્રાવગાહિત્યની અપેક્ષાએ આ ત્રણે લક્ષણો અભિન્ન છે. પરંતુ શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ અનેક (ભિન્ન ભિન્ન) કાર્ય કરે છે. તે દેખીને, તે તે કાર્યકરવાની શક્તિ સ્વરૂપે અનેક પણું (ભિન્નપણું) પણ છે. તેથી ભિન્નતા પણ જાણવી. જેમ એક જ આમ્રફળમાં (કેરીમાં) સર્વપ્રદેશે એક જ કાળે વર્ણ ગંધ રસ અને સ્પર્શ સાથે વર્તે છે. તેથી અભિન્ન પણ છે. અને ચાક્ષુષ પ્રત્યક્ષ, ઘ્રાણજ પ્રત્યક્ષ, રાસનપ્રત્યક્ષ, અને સ્પાર્શન પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા સ્વરૂપ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેથી તેવા તેવા પ્રકારનું ભિન્ન ભિન્ન જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ સ્વરૂપે વર્ણાદિ ભિન્ન ભિન્ન પણ છે. તેમ અહીં જાણવું. ઘટવ્યય એ શોકને ઉત્પન્ન કરે છે. મુકુટઉત્પાદ એ પ્રમોદને ઉત્પન્ન કરે છે. અને કંચનનું ધ્રૌવ્ય એ માધ્યસ્થ્યને ઉત્પન્ન કરે છે. આમ ત્રિવિધ કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે તે ત્રિવિધ કાર્ય કરવાની શક્તિસ્વરૂપે વ્યયાદિ ત્રણે લક્ષણો કથંચિત્ ભિન્ન પણ છે. એક જ દ્રવ્યમાં એક જ કાળે સાથે વર્તે છે એટલે અભિન્ન પણ જરૂર છે. છતાં તે ત્રણે એકસ્વરૂપ થઇ ગયા હોય, અર્થાત્ એક જ બની ગયા હોય તેવા અભિન્ન નથી. એકમાં રહે અને એકકાળે રહે એટલે એક થઈ જાય આવો નિયમ નથી. પોતાના (PI) ૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વરૂપે ભિન્ન પણ હોય છે જ. જેમ કે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ. આમ, આ વ્યયઉત્પાદ અને ધ્રૌવ્ય પરસ્પર ભિનાભિન્ન છે. પરંતુ એકલાં ભિન કે એકલાં અભિન્ન આ લક્ષણો નથી. તથા “આ કંચન છે” આમ સામાન્ય પણે જ્યારે જોઈએ ત્યારે જ્યાં ધ્રૌવ્ય દેખાય છે. ત્યાં જ ઘટ-મુકુટ ઈત્યાદિ વિશેષપણે જો જોઈએ તો વ્યય-ઉત્પાદ પણ અવશ્ય દેખાય જ છે. દેવદત્તમાં પુરુષપણે ધ્રૌવ્ય અને બાલ્યાદિભાવે વ્યય-ઉત્પાદ પણ દેખાય જ છે. આ રીતે સામાન્યપણે (દ્રવ્યસ્વરૂપે) જોતાં જ્યાં ધ્રૌવ્ય રહેલું જણાય છે. ત્યાં જ વિશેષપણે (પર્યાય સ્વરૂપે) જોતાં વ્યય અને ઉત્પાદ પણ રહેલા દેખાય જ છે. આમ આ ત્રણે લક્ષણો પોતપોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સાથે રહેવામાં (એક જ દ્રવ્યમાં એક જ ક્ષેત્રે અને એક જ કાળે વર્તવામાં) તેઓમાં કંઈ વિરોધ આવતો નથી. કેટલાક દર્શનકારો મિથ્યાત્વમોહની વાસનાથી “બાપ-બેટાની જેમ” ઉપરછલ્લો અર્થ સાંભળીને જ્યાં ધ્રૌવ્ય હોય ત્યાં ઉત્પાદ-વ્યય કેમ રહે ? અને જ્યાં ઉત્પાદ-વ્યય હોય, ત્યાં ધ્રૌવ્ય કેમ રહે? કારણ કે પરસ્પર વિરોધી છે આમ સમજીને વિરોધ જોયા જ કરે છે. તેથી એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય માની લે છે. પરંતુ ખરેખર અપેક્ષાભેદે સાથે માનવામાં કંઈ જ વિરોધ નથી. व्यवहार तो सर्वत्र स्यादर्थानुप्रवेशइ ज होइ, विशेषपरता पणि व्युत्पत्तिविशेषज्ञ ज होइ. अत एव "स्यादुत्पद्यते, स्पान्नश्यति, स्याधुवम्" इम ज वाक्यप्रयोग कीजइं. "उप्पन्नेइ वा" इत्यादौ वा शब्दो व्यवस्थायाम्, स च स्याच्छब्दसमानार्थः ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે પોતપોતાના સ્વરૂપે ભિન્ન છે, છતાં સાથે રહે છે માટે અભિન્ન પણ છે. તેથી આ ત્રણે લક્ષણો ભિન્નભિન્ન હોવાથી જ્યારે જ્યારે કોઈ એકનો વ્યવહાર કરવો હોય ત્યારે એકનો વ્યવહાર કરવામાં બાકીનાં બે લક્ષણો રહી ન જાય અથવા ઉડી ન જાય, એટલે કે લોપાઈ ન જાય એટલા માટે સર્વ ઠેકાણે “ચા” શબ્દ કહેવો જોઈએ, કદાચ સ્પષ્ટરૂપે શબ્દથી બોલો કે કદાચ ના બોલો તો પણ “ચ”ના અર્થનો અનુપ્રવેશ તો હોય જ છે. આમ સમજી લેવું. બધે ઠેકાણે આ શબ્દ બોલવામાં આવતો નથી. પરંતુ અર્થથી અનુસરાયેલો તો હોય જ છે. અને તો જ તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર કહેવાય છે. કાર્ય કરનાર બને છે. અન્યથા અશુદ્ધ વ્યવહાર કહેવાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૪ ૩૮૧ જ્યાં જ્યાં સામાન્યપ્રયોગ કરાયો હોય ત્યાં ત્યાં વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) પણ વ્યુત્પત્તિવિશેષે (અપેક્ષાવિશેષથી) સર્વત્ર હોય જ છે. સામાન્ય વિવક્ષામાં પણ વિશેષવિવક્ષા અવશ્ય સમાયેલી જ હોય છે. જેમ કે ભોજનકરનારા પુરુષે “નતં મે રેફ્રિ” કહ્યું. અને સ્નાન કરવા બેસનારા પુરુષે પણ “નાં મે રેહિ” કહ્યું અર્થાત્ “મને પાણી આપો” આવું એકસરખું સમાન (સામાન્ય) વાક્ય જ બન્ને સ્થાને બોલાયું છે. તો પણ આશયવિશેષને સમજીને પાણી આપનાર વ્યક્તિ ભોજનકાળે ગ્લાસમાં પાણી આપે છે. અને સ્નાનકાળે ડોલમાં પાણી આપે છે. ભોજનકાળે શીતળ પાણી આપે છે. અને સ્નાનકાળે કંઇક ગરમ પાણી આપે છે. આવી વિશેષપરતા (વિશેષ અર્થની વિવક્ષા) વ્યુત્પત્તિવિશેષથી (પ્રસંગાનુસાર અપેક્ષા સમજવાથી) સમજાય જ છે. આમ સર્વત્ર “સ્યાત્” શબ્દ ન બોલવા છતાં પણ તે શબ્દનો અર્થ ગર્ભિત રીતે છુપાયેલો જ જાણવો. સ્વાત્ એટલે વિમ્ અર્થાત્ અમુકઅપેક્ષાએ, આવો અર્થ કરવો. તેથી સ્યાદ્વાદ, કથંચિદ્વાદ, અપેક્ષાવાદ, અનેકાન્તવાદ આ બધા શબ્દો એકાર્થક છે. આ કારણથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યમાં પણ સ્થાત્ શબ્દ સમજી લેવો. તેથી ૧ કથંચિત્ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ મુગટપણે જ સુવર્ણ ઉત્પન્ન થાય છે) ૨ કથંચિદ્ નાશ પામે છે (અર્થાત્ ઘટપણે જ સુવર્ણ નાશ પામે છે) અને ૩ કથંચિત્ ધ્રુવ છે. (અર્થાત્ સુવર્ણપણે સુવર્ણ ધ્રુવ છે.) આવો જ વાક્ય પ્રયોગ થાય છે. સ્વાત્ શબ્દ બોલવામાં ન આવ્યો હોય તો પણ અર્થથી મનમાં અનુસરીને જ વાક્યનો અર્થ કરવો જોઇએ. પરમાત્મા શ્રી તીર્થંકર દેવો વડે ગણધરભગવંતોને અપાયેલી ત્રિપદીમાં પણ “સપ્પનેફ વા” ઇત્યાદિ વાક્યોમાં બોલાયેલો વા એવો જે શબ્દ છે. તે આવા પ્રકારની વ્યવસ્થા સૂચવે છે. એટલે કે અમુક પર્યાયની અપેક્ષાએ જ ઉત્પાદ છે. સર્વપર્યાયને આશ્રયીને ઉત્પાદ નથી. જેમ ચાલુ ઉદાહરણમાં મુકુટપણે જ સોનાનો ઉત્પાદ છે. પરંતુ ઘટાદિ બીજા પર્યાય રૂપે તે કાળે સોનાનો ઉત્પાદ નથી. તથા સર્વથા નવું અપૂર્વ જ સુવર્ણ ઉત્પન્ન થાય છે. આમ પણ નથી. સુવર્ણ તો છે જ. પરંતુ તેનો માત્ર મુકુટપણે જ ઉત્પાદ થાય છે. આમ વા શબ્દ અમુક પર્યાયથી ઉત્પાદ અને અમુક પર્યાયથી નાશ છે. એવી વ્યવસ્થા સૂચવે છે. તેથી વા શબ્દ અને સ્વાત્ શબ્દ, આ બન્ને સમાન અર્થવાળા જાણવા. ત્રિપદીમાં લખેલો વા શબ્દ, સ્થાત્ શબ્દની સાથે સમાન અર્થ વાળો જાણવો. ** '' 'अत एव कृष्णसर्पः " ए लौकिकवाक्यइं पणि स्याच्छब्ध लेइइं छई, जे माटिं सर्पनइं पृष्ठावच्छेदकइं श्यामता छइ, उदरावच्छेदइ नथी, तथा सर्पमात्रइ कृष्णता नथी, शेषनाग शुक्ल कहवाइ छइ. ते माटिं- विशेषण - विशेष्यनियमार्थ जो स्याच्छब्द प्रयोग छइ, तो त्रिपदी महावाक्य पणि स्यात्कारगर्भज संभवइ ॥ ९-४ ॥ ', Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઢાળ-૯ : ગાથા-૪ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ “ચા” શબ્દ બોલાય કે ન બોલાય તો પણ તું શબ્દના અર્થને અનુસરીને જ વાક્ય પ્રયોગ જાણવો. આમ હોવાથી “JI” સર્પ કાળો છે. આવા પ્રકારનું એક સર્પ વ્યક્તિને આશ્રયી લૌકિકવાક્ય ભલે સામાન્યરૂપે બોલાતું હોય, તો પણ તેમાં થતું શબ્દ લેવાનો છે. કારણ કે જે સર્પને ઉદેશીને આ “કાળો સર્પ” છે આમ કહ્યું. ત્યાં તે એક સર્પ વ્યક્તિમાં પણ પૃષ્ઠાવચ્છેદે જ શ્યામતા છે. એટલે કે ઉપર ઉપર દેખાતી પીઠને આશ્રયીને જ તે સર્પ કાળો છે. પરંતુ નીચે રહેલા ઉદરાવચ્છેદે = ઉદરભાગને આશ્રયીને તો આ સર્પ કાળો નથી પરંતુ ધોળો છે. તેથી જ સર્પ જ્યારે ફણા કરે છે ત્યારે ઉપરથી કાળો દેખાતો સર્પ, ફણાની નીચેના સર્વ ભાગમાં ધોળો સર્વજનને પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી “સર્પ કાળો છે” એ વાક્યનો અર્થ સર્પ કથંચિ કાળો છે. આમ અંદર થાત્ શબ્દનો અર્થ રહેલો છે. તથા આ જ વાક્ય જાતિને આશ્રયી કદાચ આવા અર્થમાં ક્યારેક બોલાયું હોય કે “સાપ કાળા હોય છે” તો ત્યાં પણ સર્પમાત્રમાં (સઘળી સર્પની જાતિમાત્રમાં) કૃષ્ણતા હોતી નથી. લોકમાં શેષનાગ શુક્લ તરીકે પ્રસિદ્ધ છે. એવી જ રીતે બીજા પણ કોઈ કોઈ સર્પ શુક્લાદિ ઈતર વર્ણવાળા પણ હોઈ શકે છે. સર્પની જાતિમાં ઘણા ખરા સર્પ કાળા હોય છે. તેથી આમ વાક્ય બોલાય છે. પણ બધા જ સર્પ કાળા જ હોય છે આમ સમજવાનું નથી. આ પણ ચાત્ ના અર્થનું જ અનુસરણ થયું. આ રીતે “MT-” આ વાક્યમાં કૃષ્ણ શબ્દ વિશેષણ છે અને સર્પ શબ્દ વિશેષ્ય છે. એ બન્નેને નિયમિત કરવા માટે અત્ શબ્દ અર્થથી જોડવો જ પડે છે. કૃષ્ણતા પણ સર્વત્ર નથી માત્ર પીઠભાગથી છે. શેષ ભાગથી નથી. આ વિશેષણને પીઠભાગમાં નિયમિત કર્યું. તથા સર્પ પણ બધા જ ન લેવા, પણ શેષનાગાદિ કેટલાક શુક્લસર્પને છોડીને બાકીના જ સર્પ લેવા, આ વિશેષ્યને નિયમિત કર્યું. આ રીતે વિશેષણ અને વિશેષ્યને નિયમિત અર્થમાં લઈ જવા માટે જો લૌકિકવાક્યોમાં પણ થાત્ શબ્દનું ઉચ્ચારણ કર્યું હોય કે ન કર્યું હોય તો પણ અર્થથી પ્રયોગમાં લેવાય જ છે. તો પછી ત્રિપદી જેવા મહાવાક્યમાં પણ અવશ્ય ચાર શબ્દથી ગર્ભિત જ પ્રયોગ સમજવો જોઈએ. લૌકિક વાક્યો જો સાપેક્ષભાવવાળાં હોય છે તો પછી ત્રિપદીનાં મહાકાવ્યો તો અવશ્ય સાપેક્ષભાવવાળાં જ હોય છે. આ રીતે શોક પ્રમોદ અને માધ્યસ્થ આમ ત્રણ કાર્યો (બહુકાર્યો) હોવાથી તેના કારણભૂત વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય આમ કારણશક્તિ પણ ત્રણ છે. પરંતુ એક જ કાળે એક દ્રવ્યમાં સાથે વર્તે છે એટલે કથંચિત્ એક (અભિન) પણ કહેવાય છે. તે ૧૩૭ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-પ ૩૮૩ બહુ કારય કારણ એક જો, કહિએ તે દ્રવ્યસ્વભાવ રે ! તો કારણભેદભાવથી, હુઈ કારયભેદભાવ રે || જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૫ | ગાથાર્થ– કાર્ય બહુ છે. અને કારણ એક જ છે. આવો દ્રવ્યસ્વભાવ છે. આમ જો કહીએ તો કારણના ભેદનો અભાવ માનવાથી કાર્યના ભેદનો પણ અભાવ થઈ જાય. || ૯-૫ || ટબો- હવઈ-જો ઈમ કહિઈ જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત થઈ, વિકાર તે મિથ્યા છઇં. શોકાદિકકાર્યત્રયજનનૈકશક્તિ સ્વભાવ તે છઈ. તે માટિ “તેહથી શોકાદિક કાર્યલય થાઈ છઈ” તો કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ થાઈ ? Qષ્ટસાધન, તે પ્રમોદજનક. સ્વાનિષ્ટસાધન, તે શોકજનક. તદુભયભિન્ન, તે માધ્યચ્યજનક. એ ત્રિવિધકાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ દૃષ્ટાનુસારઇ કGિઇં છઇં. નહીં તો અગ્નિસમીપઇ જલ દાહજનનસ્વભાવ ઈત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધક છઈ ? તમા-શક્તિભેદે કારણભેદ કાર્યભેદાનુસારઇ અવશ્ય અનુસરવો. અનેકજનનૈ-કશક્તિશબ્દ જ એકત્વાનેકત્વ સ્યાદ્વાદ સૂચઇ છ6 | ૯-૫ | વિવેચન – પૂર્વ પર્યાયનો વ્યય, ઉત્તરપર્યાયનો ઉત્પાદ, અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય આમ આ ત્રિપદી (ત્રણ લક્ષણ) પ્રત્યેક પદાર્થોમાં એકકાલે સાર્થે વર્તે છે માટે કથંચિત્ અભિન્ન પણ છે. અને શોક-પ્રમોદ-માધ્યશ્ય આમ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. માટે કથંચિ ભિન્ન પણ છે. આ બાબતમાં ઘણી ચર્ચા થઈ છે. તો પણ કોઈક પ્રશ્ન કરે છે. _हवइ-जो इम कहिइं-जे हेमद्रव्य एक ज अविकृत छइ. विकार ते मिथ्या छइ. शोकादिककार्यत्रयजननैकशक्तिस्वभाव ते छइ, ते. माटिं. "तेहथी शोकादिक कार्यत्रय थाइ छइ" तो कारणना भेद विना कार्यनो भेद किम थाइ ? હવે કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે– ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણ ન માનીએ. અને ફક્ત એક અવિકારી “સુવર્ણદ્રવ્ય” જ છે અને વિકારો સિગ્યા છે એમ માનીએ તો શું દોષ આવે ? એટલે કે જ્યારે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા—પ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બનાવાય છે. ત્યારે જો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો સુવર્ણ એ તો સુવર્ણ જ રહે છે. તેમાં કંઈ ફેરફાર થતો નથી (સુવર્ણને બદલે રૂપું કે લોખંડ કંઈ બની જતું નથી). જે ઘટાકાર હતો તે ગયો અને મુકુટાકાર નવો આવ્યો. તે તો આકારમાત્ર છે. અને આકાર તે વાસ્તવિક કોઈ વસ્તુ નથી. આકારો તે અવાસ્તવિક છે. જે સુવર્ણ પહેલાં ઘટાકારે હતું, તે જ સુવર્ણ હવે મુકુટાકારે બન્યું. તેમાં સુવર્ણ જ સદા રહે છે. આકારો તો એક કાલ્પનિક વસ્તુસ્વરૂપ છે. તથ્ય નથી. જેમ કોઈ એક સાડી કે ધોતી આદિ વસ્ર વિસ્તૃત કરેલું હોય કે સંકેલેલું હોય. તેમાં શું વિશેષતા ? આખર કહેવાય તો છે સાડી કે ધોતી જ. અને છે પણ સાડી કે ધોતી જ. તે માટે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો (ત્રણ વિકારો) માનવા, તે મિથ્યા છે. અર્થાત્ કંઈ જ નથી. ત્રણ લક્ષણો એ વસ્તુનું સ્વરૂપ છે. આમ જૈનો જે માને છે. તે મિથ્યા છે. માત્ર અવિકારી એક શુદ્ધ સુવર્ણદ્રવ્ય જ છે. આમ માનવું જોઈએ. ઉત્પાદ-વ્યય મિથ્યા છે. ધ્રૌવ્ય એવું દ્રવ્યમાત્ર જ સાચું છે. તેથી “ધ્રોવ્ય” આ એક જ લક્ષણ બરાબર છે. આવો કોઇ પ્રશ્ન કરે છે. ૩૮૪ પ્રશ્ન કરનાર શિષ્ય જ હજુ પોતાનો પ્રશ્ન મજબૂત કરતાં ગુરુજીને કહે છે કે કદાચ તમે મને એવો ઉત્તર આપો કે જો એક અવિકારી સુવર્ણદ્રવ્ય જ માનીએ અને ઉત્પાદાદિ ત્રણ કાર્યોને (વિકારોને) મિથ્યા જ માનીએ તો શોક પ્રમોદ અને માધ્યસ્થ્ય રૂપ ત્રણ કાર્યો કેમ થયાં ? આવું ગુરુજી જો તમે કહો તો તમારે આવું ન કહેવું. કારણ કે “શોાાિયંત્રયજ્ઞનન-શક્તિસ્વમાવ કૃત્યાદ્રિ” અમે એમ માનીશું કે વિકારો બધા મિથ્યા છે. અવિકારી એક સુવર્ણ દ્રવ્ય જ છે. અને તે સુવર્ણ દ્રવ્ય જ “શોકાદિ (શોક-પ્રમોદ અને માધ્યસ્થ્ય) સ્વરૂપ ત્રણ કાર્યોને કરવાની ‘એક શક્તિ”ના સ્વભાવવાળું છે. અર્થાત્ તેવા પ્રકારના કાર્યત્રય જનન એવી એકશક્તિ સ્વભાવવાળું દ્રવ્ય છે તે માટે તે અવિકારી એકશક્તિસ્વભાવવાળા દ્રવ્યથી શોકાદિ ત્રણ કાર્યો થાય છે. સારાંશ કે વિકારો મિથ્યા છે. અવિકારી એક દ્રવ્યમાત્ર છે. તે પણ એક જ શક્તિસ્વભાવવાળું છે. અને તે એશક્તિ જ ત્રણકાર્યો કરવાના સ્વભાવવાળી છે. એટલે કે શોકાદિ ત્રણે કાર્યો કરે એવા સ્વભાવવાળી એકશક્તિ છે. અને તે એકશક્તિવાળું અવિકારી દ્રવ્ય છે. જેમ શિક્ષક નિરીક્ષક અને પરીક્ષકનું આમ ત્રણ કાર્યો કરે એવી એક વ્યક્તિ હોય છે. તેમ અહીં જાણવું. આમ માનીએ તો શું દોષ ? આમ માનવામાં કોઈ વિરોધ જણાતો નથી. તો શા માટે એક જ પદાર્થને ઉત્પાદાદિ ત્રણ લક્ષણોવાળો માનવો ? અવિકારી દ્રવ્ય માની એકલું ધ્રૌવ્ય લક્ષણ કેમ ન માનવું ? Page #100 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા—પ ઉત્તર- તો વ્યારાના ભેદ્દ વિના જો આમ માનીએ કે દ્રવ્ય એકશક્તિસ્વભાવવાળું અવિકારી છે. એકરૂપ છે. તેમાં વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય રૂપ ત્રણ વિકારો, કે જે શોક-પ્રમોદ-માધ્યસ્થ્યનું કારણ છે. તે વ્યયાદિ નથી. આમ જો માનીએ તો ત્રણ પ્રકારના વ્યયાદિ કારણો માન્યા વિના શોકાદિ કાર્યનો ભેદ કેમ ઘટે ? અર્થાત્ નહી જ ઘટે. કેમ કે કારણ ભિન્ન ભિન્ન હોય તો જ કાર્ય ભિન્ન ભિન્ન થાય. અહીં વ્યય ઉત્પાદ-અને ધ્રૌવ્ય કારણને મિથ્યા માનવામાં આવે અને અવિકારી એકલા ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ દ્રવ્યને માનવામાં આવે તો અવિકારી એવા એક દ્રવ્યથી કારણના ભેદ વિના શોકાદિ કાર્યભેદ=ત્રણ પ્રકારનાં શોક-પ્રમોદ-માધ્યસ્થ રૂપ ભિન્નભિન્ન કાર્યો કેમ થાય ? અર્થાત્ શોકાદિ ભિન્નભિન્ન કાર્યો નહીં થાય. કારણના ભેદ વિના કાર્યનો ભેદ ન હોય. - ૩૮૫ स्वेष्टसाधन, ते प्रमोदजनक. स्वानिष्टसाधन ते शोकजनक. तदुभयभिन्न, ते माध्यस्थ्यजनक. ए त्रिविध कार्य, एकरूप (कारण) थी किम होइ ? शक्ति पणि दृष्टानुसार कल्पि छई. नहीं तो अग्निसमीपइं जल दाहजननस्वभाव इत्यादिक कल्पतां पणि कुण निषेधक छइ. ? આ જ ઉત્તરનો વિસ્તાર કરતા ગુરુજી કહે છે કે ૧ પોતાને ઇષ્ટ જે સાધન “મારો મુકુટ થાય છે” એ મુકુટનો ઉત્પાદ જ પ્રમોદજનક છે. ૨ પોતાને અનિષ્ટ જે સાધન “મારા ઘટનો અભાવ થાય છે” આ ઘટનો નાશ જે છે. તે જ શોકજનક છે. ૩ તે બન્નેથી ભિન્ન “મારું સુવર્ણ તો મારા ઘરમાં જ રહે છે” આવું જે ધ્રૌવ્ય, તે જ માધ્યસ્થતાજનક છે. આમ પ્રમોદ શોક અને માધ્યસ્થ્ય રૂપ જે ત્રણ પ્રકારનું કાર્ય છે. તે ત્રિવિધકાર્ય જો અવિકારી એકશક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય હોય તો તેનાથી કેમ થાય? દ્રવ્યને અવિકારી અને એક જ શક્તિ સ્વભાવવાળું માનીએ તો કાર્યોત્પાદક શક્તિરૂપ કારણ ભિન્ન ભિન્ન ન હોવાથી “કારણના ભેદનો અભાવ હોવાના કારણે' પ્રમોદશોકાદિરૂપ ત્રિવિધ કાર્ય (કાર્યભેદ પણ) કેમ થાય ? અર્થાત્ ન થાય. અને જો આવો ઉત્તર આપવામાં આવે કે– એક જ કારણ જુદાં જુદાં ત્રણ કાર્યો કરે છે તો વિશ્વની વ્યવસ્થા જ તુટી જાય. માટીમાંથી ઘટ બને છે અને તન્તુમાંથી પટ બને છે તેના બદલે માટીમાંથી પણ ઘટ અને પટ બન્ને બનવાં જોઈએ અને તન્તુમાંથી પણ ઘટ-પટ એમ બન્ને બનવાં જોઈએ. કારણકે અનેક કાર્યો કરવાની એક શક્તિ સ્વભાવવાળું જ દ્રવ્ય માન્યું છે. તે માટે ગમે તે કારણમાંથી ગમે તે કાર્યો બનવાં જોઈએ. પરંતુ બનતાં નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઢાળ-૯ : ગાથા-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તેથી જે જે કાર્યની શક્તિ છે જે કારણમાં નિયત હોય છે. તે તે કાર્ય જ, તે તે કારણમાંથી બને છે. તેથી કાર્યભેદ હોવાથી સુવર્ણમાં કારણભેદ પણ અવશ્ય છે જ. કારણમાં કાર્યોત્પાદક શક્તિ જે માનવામાં આવે છે તે શક્તિ પણ દૃષ્ટને અનુસારે જ (અનુભવને અનુસારે જ – અર્થાત્ સંસારમાં જે કારણમાં જે કાર્યશક્તિ જણાતી હોય તે શક્તિને જ) ત્યાં માનવી જોઈએ. ઘટોત્પાદનની શક્તિ માટીમાં, અને પટોત્પાદનની શક્તિ જેમ તજુમાં દેખાય છે. તેમ શોકાદિ ત્રિવિધ કાર્યની ઉત્પાદક એવી ત્રિવિધ શક્તિ સુવર્ણદ્રવ્યમાં માનવી જોઈએ. આ રીતે ત્રિવિધ શક્તિથી યુક્ત સુવર્ણદ્રવ્યને કારણે માનવું જોઈએ. ન તો = જો આમ માનવામાં ન આવે અને ગમે તેમ માનીને ચલાવી લેવામાં આવે તો અગ્નિમાં જેમ દાહશક્તિ છે. તેમ અગ્નિના સમીપમાં રહેલા જળમાં પણ દાહશક્તિસ્વભાવ છે. આમ માનવામાં કોણ રોકનાર છે ? એવી જ રીતે એક જ કારણથી અનેક કાર્યો જો થતાં હોય તો દેખાતા એવા કોઈ પણ એક કારણથી (દાખલા તરીકે માટીથી) જ અનેક કાર્યો થવાં જોઈએ (જેમ ઘટ થાય છે. તેમ પટ-મઠ આદિ સર્વે કાર્યો થવાં જોઈએ) પરંતુ આમ બનતું નથી. માટે જે કારણમાંથી જેટલાં કાર્યો થાય છે તેટલી શક્તિઓ કારણમાં જરૂર છે જ. કાર્યભેદને અનુસાર કારણભૂત દ્રવ્યમાં પણ શક્તિભેદ અવશ્ય માનવો જોઈએ. तस्मात्-शक्तिभेदे कारणभेद, कार्यभेदानुसारइ अवश्य अनुसरवो. अनेकजननैकशक्ति शब्द ज एकत्वानेकत्व स्याद्वाद सूचई छइ ॥ ९-५ ॥ તેથી જુદાં-જુદાં અનેક કાર્યો કરવાની જુદી જુદી અનેક શક્તિઓ એક કારણદ્રવ્યમાં રહેલી હોવાથી કાર્યના ભેદને અનુસાર કારણનો (શક્તિનો) પણ અવશ્ય કથંચિત્ ભેદ દ્રવ્યમાં મનાય છે. આ રીતે કાર્યો (પ્રમોદ-શોક-માધ્ધથ્ય આમ) અનેક થાય છે. તેથી એક સુવર્ણદ્રવ્યમાં પ્રમોદજનક = ઉત્પાદશક્તિ, શોકજનક વ્યયશક્તિ, અને માધ્યય્યજનક દ્રવ્યશક્તિ અવશ્ય માનવી જોઈએ. અને સુવર્ણમાં ત્રિવિધશક્તિ માનવાથી શક્તિભેદે કારણનો પણ ભેદ અવશ્ય માનવો જોઈએ. આ રીતે કારણભેદ સિદ્ધ થાય તો જ કાર્યભેદ સિદ્ધ થાય છે. તે માટે સુવર્ણમાં ઉત્પાદાદિ ત્રણ વિકારો (શક્તિઓ) મિથ્યા નથી પણ પરમાર્થથી સત્ય છે. તથા વળી અનેકકાર્યજનનૈકશક્તિ” આવો શબ્દપ્રયોગ કરીને પ્રશ્ન કરનારાને કહે છે. એટલે કે એક જ શક્તિ છે (ત્રિવિધ શક્તિ નથી) અને તે એક શક્તિ જ ત્રિવિધ કાર્ય કરે છે. આમ “અનેક કાર્યને ઉત્પન્ન કરનારી એવી એક શક્તિ છે” Page #102 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૮૭ આવુ બોલનારા પ્રશ્નકારને (વાદીને) પણ “શક્તિ એક, અને કાર્ય કરે અનેક” આમ એકત્વ અને અનેકત્વ તો આવું જ. આ જ સૂચવે છે કે ગમે તેટલો હઠવાદ આ મિથ્યાત્વી જીવ રાખે તો પણ આખરે સ્યાદ્વાદ જ સ્વીકારવો પડે છે. તો પછી પહેલેથી જ અનેક શક્તિઓવાળું એવું આ સુવર્ણદ્રવ્ય છે. આમ માનવું શું ખોટું ? આ પ્રમાણે આ સુવર્ણદ્રવ્ય કારણ બનતું હોવાથી તે સુવર્ણદ્રવ્યમાં ભિન્ન ભિન્ન કાર્યજનક અનેક શક્તિઓ છે. આમ તે અનેક શક્તિઓની અપેક્ષાએ તત્તત્સક્તિયુક્ત એવું કારણ દ્રવ્ય પણ જુદુ જુદુ છે. આમ માનવું શું ખોટું ? તેથી કારણભેદ અવશ્ય થયો જ. અને કારણભેદથી કાર્યભેદ પણ થયો જ. તેથી એક કારણથી અનેકકાર્ય થતાં નથી. પરંતુ કારણ (એવા સુવર્ણ)માં ઉત્પાદાદિ રૂપ ત્રિવિધ શક્તિ હોવાથી સુવર્ણાત્મક કારણ પણ ત્રિવિધ છે. અને ત્રિવિધ એવા કારણમાંથી પ્રમોદાદિ કાર્ય પણ ત્રિવિધ થાય છે. આ જ વાત પારમાર્થિક છે. સત્ય છે. સર્વજ્ઞ ભાસિત છે. અને યથાર્થ છે. ૧૩૮ || શોકાદિકજનનઈ વાસના, ભેદઈ કોઈ બોલઈ બુદ્ધ રે ! તસ મનસકારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે // - જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૬ // ગાથાર્થ– “વાસનાના ભેદથી જ શોકાદિનો જન્મ થાય છે” આમ કોઈ બૌદ્ધદર્શનકાર કહે છે. તેને મનની ભિન્નતા પણ નિમિત્તભેદ વિના શુદ્ધ રીતે સંગતિને કેમ પામે ? | -૬ / ટબો- બૌદ્ધ ઈમ કહઈ છઈ જે- “તુલા નમનોનમનની પરિ ઉત્પાદ વ્યય જ એકદા છઈ, ક્ષણિકસ્વલક્ષણનઇ ઘોવ તો કઈ જ નહીં. હેમથી શોકાદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના થઈ, તે વતી.” જિમ એક જ વસ્તુ વાસનાભેદઇ કોઈનઇ-ઈષ્ટ, કોઈકનઈ-અનિષ્ટ, એ પ્રત્યક્ષ છઈ. સેલડી પ્રમુખ મનુષ્યઈ ઈષ્ટ છઈ, કરભનઈ અનિષ્ટ થઈ. પણિ તિહાં વસ્તુભેદ નથી. તિમ ઈહાં પણિ જાણવું” તે બૌદ્ધનઈ નિમિત્તભેદ વિના વાસના રૂપ મનસકારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ ? તે માટઇં શોકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન, તિમ નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઈષ્ટાનિષ્ટતા છઈ. તિહાં પણિ એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજનન શક્તિરૂપ પર્યાયભેદ કહેવા જ. II ૯- I Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઢાળ-૯ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન- “જ્યાં જ્યાં કાર્યભેદ હોય છે. ત્યાં ત્યાં કારણભેદ પણ અવશ્ય હોય જ છે” એક જ કારણથી અનેકકાર્ય થતાં નથી. જો કારણભેદનો અભાવ હોય તો કાર્યભેદનો પણ અભાવ જ થાય ઇત્યાદિન્યાયને અનુસાર પ્રમોદ શોક અને માધ્યથ્ય રૂપ કાર્યભેદ છે તેથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ પણ અવશ્ય માનવો જોઈએ. આ પ્રમાણે ત્રિવિધ શક્તિરૂપ કારણભેદ સુવર્ણમાં છે. તેથી સુવર્ણ પણ ત્રિવિધ છે. તેથી દ્રવ્ય ત્રિપદીવાળું છે. આમ જે ઉપર સમજાવવામાં આવ્યું છે. તેમાં કોઈ બૌદ્ધ આ પ્રમાણે પ્રશ્ન કરે છે. बौद्ध इम कहइ छइ, जे "तुलानमनोन्नमननी परि उत्पाद व्यय ज एकदा छइ, क्षणिकस्वलक्षणनई धौव्य तो छइ ज नहीं. हेमथी शोकादिक कार्य होइ छइ. भिन्न भिन्न लोकनी भिन्न भिन्न वासना छइ, ते वती. બૌદ્ધના ચાર ફિરકા છે. તેમાં પ્રથમના બે ફિરકા સૌત્રાન્તિક અને વૈભાસિક બૌદ્ધો છે. તેઓ ઘટ-પટ આદિ પદાર્થો છે. એમ માને છે. પરંતુ તે ક્ષણમાત્ર સ્થાયિ છે. આમ માને છે. તેમાંના કોઈક બૌદ્ધ આ વિષયમાં આવો પ્રશ્ન કરે છે કે– આ વિશ્વમાં ઘટ પટ આદિ જે કોઈ સ્થૂલ-સૂક્ષ્મ-સચેતન-અચેતન પદાર્થ છે. તે સર્વે પણ ક્ષણિક માત્ર જ છે. “સર્વ ક્ષ મ” આવો ન્યાય હોવાથી પ્રત્યેક ક્ષણે સર્વે પદાર્થો માત્ર ઉત્પાદ અને વિનાશશાલી જ છે. ધ્રૌવ્યસ્વરૂપવાળા નથી. જેમ તુલાના (ત્રાજવાના) બે પલ્લાં નમન (એક નીચે જાય છે) અને ઉન્નમન પામે છે (બીજુ ઉપર જાય છે) તેમ પ્રત્યેક પદાર્થો એકકાળે ઉત્પાદ અને નાશના જ માત્ર સ્વભાવવાળા છે. કોઈ પણ દ્રવ્ય ધ્રુવ છે જ નહીં. કારણ કે “ક્ષણિકત્વ” (એક ક્ષણ માત્ર રહેવા પણું) આ જ તેનું (પદાર્થનું) લક્ષણ છે. જૈન- જો ઉત્પાદાદિ ત્રણ ન હોય અને વ્યય-ઉત્પાદ બે જ હોય (ધ્રૌવ્ય ન હોય) તો શોકાદિ ત્રણ કાર્યો કેમ થાય છે. કાર્યો પણ બે જ થવાં જોઈએ. બૌદ્ધ- તેનો ઉત્તર આપતાં બૌદ્ધ કહે છે કે શોકાદિ ત્રણ કાર્યોને આગળ કરીને વ્યયાદિ ત્રણ લક્ષણવાળું દ્રવ્ય છે. આ પ્રમાણે જૈનો જે સમજાવે છે તે યુક્તિયુક્ત નથી. પરંતુ સામે રહેલું “સુવર્ણ” દ્રવ્ય ક્ષણિક જ છે. અને તે એકવિધ જ છે. ત્રિવિધ નથી અને ક્ષણમાત્ર વર્તવારૂપ એકવિધ એવા તે હેમથી જ શોકાદિ ત્રણે કાર્યો થાય છે. શોકાદિ ત્રિવિધ કાર્ય કરનારી વ્યયાદિ ત્રિવિધ શક્તિ સ્વભાવવાળું સુવર્ણ દ્રવ્ય નથી. પરંતુ સુવર્ણ દ્રવ્ય તો કેવું છે તે તેવું એકવિધ જ છે. પરંતુ તેને જોનારા જુદા જુદા Page #104 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૮૯ જીવોના મનની જુદી જુદી જે વાસના છે તે વાસનાના ભેદથી શોકાદિ ત્રિવિધ કાર્યો થાય છે. પરંતુ સુવર્ણમાં વ્યયાદિ ત્રિવિધતા નથી. અને તેનાથી (વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્યથી) શોકાદિ ત્રિવિધ કાર્ય થાય છે આવી જૈનોની વાત પણ બરાબર નથી. સારાંશ કે હેમદ્રવ્યમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો નથી. માત્ર ઉત્પાદ અને વ્યય છે. ધ્રૌવ્ય નથી. તેથી તેના થકી શોકાદિ ત્રણ કાર્યો થતાં નથી. પરંતુ “હેમ” ને જોઈને જે શોકાદિ ત્રિવિધ કાર્ય ઉત્પન્ન થતાં દેખાય છે. તે તેને જોનારા લોકોના મનમાં જે જુદી જુદી વાસના પડેલી છે. (બુદ્ધિગત જુદા જુદા જે સંસ્કારો પડેલા છે.) તે વાસના વતી (તે વાસનાના ભેદના કારણે) શોકાદિત્રિવિધ કાર્ય થાય છે. સ્વેષ્ટસાધનતા, સ્વાનિષ્ટસાધનતા, તદુભયભિન્નતા આવા પ્રકારની જોનારાઓમાં રહેલી ભિન્ન ભિન જે વાસના છે. તેનાથી હર્ષાદિ થાય છે. આમ કહીને બૌદ્ધ ધ્રૌવ્યતત્ત્વને ઉડાવે છે. આ જ વાત બૌદ્ધ એક ઉદાહરણ આપીને જૈનોની સામે પોતાની વાત વધારે દૃઢ કરે છે. जिम-एक ज वस्तु वासनाभेदई कोइनइं-इष्ट, कोइकनइ-अनिष्ट ए प्रत्यक्ष छइं. सेलडीप्रमुख मनुष्यनइं इष्ट छइं, करभनइं अनिष्ट छइं. पणि तिहां वस्तुभेद नथी. तिम-इहां पणि जाणवू. બૌદ્ધ કહે છે કે જેમ વસ્તુ એક જ હોય છે. પરંતુ મનમાં તે વસ્તુ પ્રત્યેની જુદા જુદા લોકોના મનમાં જુદી જુદી વાસના (સંસ્કાર) હોય છે. તેને લીધે તે વસ્તુ પ્રત્યે જુદા જુદા ભાવો (અભિપ્રાયો) તેમના હૃદયમાં પ્રગટ થાય છે પણ સામે રહેલી વસ્તુ તો જે જેવી છે તે તેવી જ છે. એકરૂપવાળી જ છે. તેમાં કંઈ પણ વિકારો કે જુદા જુદા ધર્મો નથી. એટલે ત્રિવિધતા કે વિવિધતા નથી પરંતુ તે તે વસ્તુ પ્રત્યે લોકોના મનમાં બંધાયેલા ભિન્ન ભિન્ન સંસ્કારોથી (અભિપ્રાયોથી) ભિન્ન ભિન્ન અસરો લોકોને થાય છે જેમ કે સામે ઉભેલી એક જ વ્યક્તિ છે. તે વ્યક્તિ તેના રાગી-પ્રેમી એવા કોઈકને ઈષ્ટ છે. અને તેના દ્વેષી-શત્રુ એવા કોઈકને તે અનિષ્ટ છે. આવુ સંસારમાં પ્રત્યક્ષ જણાય જ છે. આમ થવામાં રાગી વ્યક્તિમાં રહેલા રાગના સંસ્કાર અને દ્વેષી વ્યક્તિમાં રહેલા ટ્રેષના સંસ્કાર (વાસના) જ કારણ છે. પરંતુ સામે ઉભેલી વ્યક્તિમાં કોઈ વિકારો કે ધર્મો નથી. રાગ-દ્વેષી વ્યક્તિને થતી રાગ-દ્વેષની વાસનામાં સામે ઉભેલી વ્યક્તિને કંઈ લેવા દેવા નથી. સામે ઉભેલી વ્યક્તિ ત્રિવિધ કે વિવિધ નથી. પરંતુ એકવિધ જ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઢાળ-૯ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા શેલડી વિગેરે (શેલડી, દ્રાક્ષ, સાકર આદિ) વસ્તુઓ મનુષ્યને જે ઈષ્ટ છે. તે જ વસ્તુઓ કરભને (ઉંટને-ગધેડાને) અનિષ્ટ છે. પણ તેથી કંઈ શેલડી વિગેરે વસ્તુઓ બદલાઈ જતી નથી. વસ્તુમાં કંઈ ભેદ થતો નથી. સાકર આદિ તે દ્રવ્યો તો જેમ છે, તેમ જ રહે છે. તેવી જ રીતે સુવર્ણનો ઘટ ભાંગીને મુકુટ બનાવે ત્યારે ઘટના અર્થીના મનની વાસના ઘટમાં હોવાથી, અને તે ભંગાતો જતો હોવાથી, અનિષ્ટસાધનતાની વાસના થાય છે. તે જ શોક કરાવે છે. એવી જ રીતે મુકુટના અર્થીના મનની વાસના મુકુટમાં હોવાથી, અને તે થતો જતો હોવાથી ઈષ્ટ સાધનતાની વાસના થાય છે. તે જ પ્રમોદ કરાવે છે. તથા સુવર્ણના અર્થીના મનની વાસના સુવર્ણમાં હોવાથી, અને તે સુવર્ણ અબાધિત હોવાથી ઈષ્યનિષ્ઠ બુદ્ધિના અભાવવાળી વાસના થવાથી માધ્યય્યતા કરાવે છે. આમ વાસનાનો ભેદ જ શોકાદિકાર્યનું જનક છે. પરંતુ વસ્તુમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય, અને તે હર્ષાદિ કરાવતું હોય તેમ નથી. જોનારી વ્યક્તિઓના મનમાં જે વિવિધ વાસના છે. તેનાથી જ શોકાદિ ત્રણ કાર્યો થાય છે. પરંતુ સામે દેખાતી વસ્તુમાં ઉત્પાદાદિ ત્રિવિધતા નથી. આમ બૌદ્ધ કહે છે. ते बौद्धने निमित्तभेद विना वासनारूप मनस्कारनी भिन्नता किम शुद्ध थाइ ? ते माटई शोकादिक, उपादान जिम भिन्न, तिम निमित्त पणि अवश्य भिन्न मानवं. एक वस्तुनी प्रमातृभेदई इष्टानिष्टता छइ. तिहां पणि एकद्रव्यना इष्टानिष्ट ज्ञानजनन શરૂપ પામે દેવા . || -૬ | જેન- ઉપર કહ્યા મુજબ ૩ લક્ષણોને ઉડાડી મુક્તા બૌદ્ધને ઉત્તર આપતાં જૈન કહે છે કે જો “વસ્તુમાં ૩ લક્ષણો ન હોય, અને વસ્તુ પોતે એકરૂપ જ હોય,” અને ઈષ્યનિષ્ઠ બુદ્ધિરૂપ વાસનાના ભેદમાત્રથી જ હર્ષ શોકાદિ કાર્યનિષ્પત્તિ થતી હોય તો, નિમિત્તભેદ વિના વાસનારૂપ મનની ભિન્નતા પણ કેમ શુદ્ધ થશે? અર્થાત્ કેમ ઘટશે? જો પોતાનામાં રહેલી ઈષ્ટતાબુદ્ધિ, અનિષ્ટતાબુદ્ધિ અને તદુભય ભિન્નબુદ્ધિ રૂપ મનની ભિન્ન ભિન્ન વાસનામાત્રથી જ હર્ષશોકાદિ કાર્ય થતાં હોય તો એકને ઈષ્ટતાબુદ્ધિરૂપ વાસના, બીજાને અનિષ્ટતાબુદ્ધિરૂપ વાસના, અને ત્રીજાને તદુભયભિન વાસના, જે થાય છે. આમ મનની વાસનાનો આ ભેદ કોના નિમિત્તે થયો? જો સામે રહેલી વસ્તુ તેમાં નિમિત્ત ન બનતી હોય અને જોનારાના કેવળ એકલા ઉપાદાનભૂત આત્મામાંથી જ ઇષ્ટતાબુદ્ધિ આદિ રૂપ ત્રણ જુદી જુદી વાસના તે ત્રણ આત્મામાં થતી હોય તો ઈષ્ટતાબુદ્ધિની વાસનાવાળા માનવને સર્વત્ર ઇષ્ટતાબુદ્ધિ જ થવી જોઈએ. Page #106 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૬ ૩૯૧ શેરડીને જોઈને જેમ ઈષ્ટતાબુદ્ધિની વાસના થાય છે. તેમ ઘાસ, કાદવ અને વિષ્ટા આદિ જોઈને પણ ઈષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ, તેવી જ રીતે અનિષ્ટતા બુદ્ધિની વાસનામાં પણ બાહ્ય વસ્તુ જો નિમિત્ત ન બનતી હોય તો તે અનિષ્ટ વાસનાવાળા ઉંટને લીંબડામાં અને ગધેડાને રખ્યામાં પણ અનિષ્ટતા બુદ્ધિ જ થવી જોઈએ. એવી જ રીતે તદુભયભિન્નબુદ્ધિની વાસના વાળાને સર્વત્ર માધ્યશ્યતા જ થવી જોઈએ. અને તેથી પોતાના રાગ-દ્વેષીને જોઈને પણ તદુભયભિન્ન જ વાસના રહેવી જોઈએ. પરંતુ સંસારમાં આમ થતું નથી. માટે ભિન્ન ભિન્ન વાસના થવામાં સામે રહેલી બાહ્યવસ્તુ અને તે બાહ્યવસ્તુમાં રહેલી ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્યની ભિન્ન ભિન્ન શક્તિઓ જ અવશ્ય નિમિત્ત છે. બાહ્યપદાર્થમાં રહેલી આવા પ્રકારની ભિન્ન ભિન્ન શક્તિઓ જ તેમાં અવશ્ય નિમિત્ત બને છે. આવા પ્રકારનાં ભિન્ન ભિન્ન નિમિત્ત માન્યા વિના ભિન્ન ભિન્ન વાસના થવા રૂપ મનની ભિન્નતા પણ બૌદ્ધના મતે કોઈ રીતે શુદ્ધ પણે (નિર્દોષપણે) સંગત થશે નહીં. તે માટે શોક-હર્ષ-અને માધ્યથ્યનું ઉપાદાન કારણ જેમ ત્રણ વ્યક્તિઓ (બે પુત્ર અને એક પિતા આમ ત્રણ જુદા જુદા આત્મા) છે. તેમ નિમિત્તકારણ પણ અવશ્ય ભિન્ન ભિન્ન સ્વીકારવું જોઈએ. તેથી શેલડી આદિ દ્રવ્યમાં માનવને આશ્રયી જેમ ઇષ્ટતાબુદ્ધિની વાસનાની નિમિત્તતા રૂપ પર્યાય છે તેવી જ રીતે તે શેલડી આદિમાં ઉંટગધેડાને આશ્રયી અનિષ્ટબુદ્ધિની વાસનાની નિમિત્તતારૂપ ભિન્ન પર્યાય પણ છે. આમ બાહ્ય વસ્તુમાં હર્ષ-શોકાદિમાં કારણભૂત માનેલી એવી વાસનાના ભેદમાં ભિન્ન ભિન્ન નિમિત્તતા રૂપ અનંતા પર્યાયો રહેલા છે. માટે એક જ વસ્તુ પ્રત્યે પ્રમાતૃભેદે (ભિન્ન ભિન્ન પ્રમાતાને) ઇષ્ટ-અનિષ્ટ-તદુભયભિન્ન ઇત્યાદિ ભિન્ન ભિન્ન વાસના જે જન્મે છે. તે વાસના પણ પદાર્થમાં રહેલી જુદી જુદી શક્તિ સ્વરૂપ નિમિત્તભેદ માન્યા વિના ઘટે નહીં એમને એમ જુદી જુદી વાસના પ્રમાતામાં થાય નહીં. તેથી પ્રમાતાભેદે બાહ્ય એક જ વસ્તુને આશ્રયીને થતી ભિન્ન ભિન્ન વાસનામાં ઈષ્ટતાજ્ઞાનજનન શક્તિરૂપ, અનિષ્ટતાજ્ઞાનજનનશક્તિરૂપ, અને માધ્યસ્થતા જ્ઞાન જનનશક્તિરૂપ જુદા જુદા પર્યાયો =જૂદી જુદી શક્તિઓ તે બાહ્યવસ્તુમાં પણ છે જ. અને તે જ ઉત્પાદાદિ પર્યાયરૂપ છે. બાહ્ય વસ્તુમાં આવા ઉત્પાદાદિ ભિન્ન ભિન્ન જે પર્યાયો છે. તે નિમિત્તભેદ છે. તેનાથી પ્રમાતામાં ઇષ્ટનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેનાથી હર્ષશોકાદિ કાર્ય થાય છે. તેથી હર્ષશોકાદિ કાર્ય થવામાં જુદા જુદા આત્મા સ્વરૂપ જેમ ઉપાદાનકારણનો ભેદ છે. તેમ બાહ્યવસ્તુમાં રહેલા ઉત્પાદાદિ પર્યાયો રૂપ નિમિત્તભેદ પણ અવશ્ય છે જ. | ૧૩૯ / Page #107 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો નિમિત્તભેદ વિન જ્ઞાનથી, શક્તિ સંકલ્પ વિકલ્પ રે | તો બાહ્યવસ્તુના લોપથી, ન ઘટઈ તુજ ઘટ પટ જલ્પ રે જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૭ | ગાથાર્થ– જો નિમિત્તભેદ વિના જ્ઞાનમાત્રથી જ શોકપ્રમોદાદિના સંકલ્પવિકલ્પ થતા હોય તો બાહ્યવસ્તુઓનો લોપ થવાથી તે બૌદ્ધ ! તને “આ ઘટ છે. અને આ પટ છે” આવું બોલવું પણ ઘટશે નહીં. તે ૯-૭ | ટબો- જો યોગાચારવાદી બોદ્ધ કહસ્યઈ જે- “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી શોક પ્રમોદાદિક સંકલ્પ વિકલ્પ હોઈ છઈ' તો- “ઘટ પટાદિ નિમિત્ત વિના જ વાસના વિશેષાં ઘટ પટાધાકાર જ્ઞાન હોઈ" તિવારઇ-બાહ્ય વસ્તુ સર્વ લોપાઇ, અનઇ નિષ્કારણ તત્તદાકાર જ્ઞાન પર્ણિ ન સંભવઈ. અંતર બહિરાકાર વિરોધઇ, બાહાકાર મિથ્યા કહિછે. તો ચિત્રવસ્તુવિષય નીલપીતાધાકાર જ્ઞાન પણિ મિથ્યા હુઈ જાઈ. તથા સુખાધાકાર નીલાધાકાર પણિ વિરુદ્ધ થાઈ. તિવારઈ-સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઈ. ૩વર્ત - किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ? શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધિ-અસિદ્ધિ વ્યાહત થઈ. તે માર્ટિ સર્વનયશુદ્ધ ચાટ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો. I ૯-૭ | વિવેચન– ઉપરની ગાથાઓમાં આમ સમજાવવામાં આવ્યું છે કે પ્રત્યેક પદાર્થોમાં પ્રતિક્ષણે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ૩ લક્ષણો છે. તથા તે ત્રણ લક્ષણો જ પ્રમાતામાં ઈષ્ટાનિષ્ટબુદ્ધિરૂપ જ્ઞાન ઉત્પન્ન કરવા દ્વારા વાસનાના નિમિત્તભૂત બને છે. પ્રત્યેક વસ્તુઓમાં આવા આવા અનંત અનંત પર્યાયો પડેલા છે. માટે શેલડી સાકર દ્રાક્ષ આદિ પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટજ્ઞાનને ઉત્પન્ન કરવા રૂપ શક્તિઓ પડેલી છે. તેના નિમિત્તે જ આવા પ્રકારની જ્ઞાન સ્વરૂપ વાસનાઓ થાય છે. અને તેનાથી (તેવા પ્રકારના જ્ઞાનથી જ) શોકાદિ થાય છે. આમ જગતનું સ્વરૂપ સ્વયં છે જ. કોઈએ બનાવ્યું નથી. પદાર્થોનો પારિણામિક ભાવે આ સ્વભાવ જ છે. આ વિષયમાં કોઈ બૌદ્ધ શંકા કરે છે. બૌદ્ધદર્શનના અનુયાયીના ચાર પેટાભેદ છે. ૧ સૌત્રાન્તિક, ૨ વૈભાસિક, ૩ યોગાચાર અને ૪ માધ્યમિકપ્રથમના બે ભેદવાળા સર્વે બૌદ્ધો વસ્તુઓને માને છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૩ અને તેને ક્ષણિક માને છે એટલે કે ક્ષણિક એવી વસ્તુઓ (પદાર્થો) જગતમાં સત્ છે. આમ માને છે. તેઓ ભલે ક્ષણિક માને પરંતુ વસ્તુઓ છે. આમ માને છે. જ્યારે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો તો આ સંસારમાં ઘટપટાદિ કોઈ પદાર્થો છે જ નહીં. માત્ર જ્ઞાન જ છે. અર્થાત્ શેય નથી અને જ્ઞાન જ છે. આમ માને છે. અને ચોથા માધ્યમિક બૌદ્ધો તો એમ માને છે કે આ સંસારમાં શેય પણ નથી. અને જ્ઞાન પણ નથી. સર્વથા શૂન્ય માત્ર આ જગત છે. ત્યાં આ ચાર પ્રકારના બૌદ્ધોમાંથી હવે ત્રીજા યોગાચારવાદી બૌદ્ધો આ પ્રમાણે કહે છે કે जो योगाचारवादी बौद्ध कहस्यइ, जे "निमित्तकारणना भेद विना ज वासनाजनित ज्ञानस्वभावथी शोक प्रमोदादिक संकल्प विकल्प होइ छइ" तो घटपटादि निमित्त विना ज वासना विशेषज्ञ "घटपटाद्याकार ज्ञान होइ" तिवारइं बाह्य वस्तु सर्व लोपाइ अनइ-निष्कारण तत्तदाकार ज्ञान पणि न संभवइ. બૌદ્ધના ચાર ફિરકાઓમાંના ત્રીજા ફિરકાવાળા જે યોગાચારવાદી બૌદ્ધો છે. તે જ્ઞાનમાત્રને જ માનનારા અને શેયતત્ત્વને નહી માનનારા છે. તેથી તેઓ અહીં કદાચ આવો પ્રશ્ન કરશે કે- ઝાંઝવાના જળનું જે જ્ઞાન થાય છે. ત્યાં જળ હોતું નથી. અર્થાત્ ોય એવું જળ નથી. માત્ર જળનું જ્ઞાન જ થાય છે. એટલે જ્ઞાનાકાર રૂપ જળ છે. પણ પદાર્થ રૂપે જળ નથી. તેમ આ વિશ્વમાં રહેલા અને નજરોનજર દેખાતા ઘટ-પટ આદિ સમસ્ત પદાર્થો વાસ્તવિક પદાર્થરૂપે કંઈ છે જ નહીં. માત્ર જ્ઞાનાકાર એ જ પદાર્થ છે. તેથી “વાસનાથી જ્ઞાન જન્મે છે. અને જ્ઞાનથી હર્ષશોકાદિ થાય છે.” આટલું જ માત્ર માનવા જેવું છે. બાકી વાસનામાં નિમિત્ત બને એવો સુવર્ણઘટ, સુવર્ણમુગટ, કે સુવર્ણ જેવા કોઈ પદાર્થો છે જ નહીં. અને તેથી તેમાં મનની ભિન્ન ભિન્ન વાસનામાં નિમિત્ત બને તેવા ઉત્પાદાદિ પર્યાયો રૂપ ભિન્ન ભિન્ન નિમિત્તો પણ નથી. પદાર્થ અને પદાર્થમાં રહેલા ઉત્પાદાદિ ત્રણ લક્ષણો કે જેને તમે (જૈનો) વાસનાનું નિમિત્ત માનો છો. તે છે જ નહીં. તે તો ઝાંઝવાના જલની જેમ શૂન્ય છે. આ રીતે નિમિત્તભૂત કારણના ભેદ (સુવર્ણઘટ-સુવર્ણમુગટ, સુવર્ણ, અને તેના ઉત્પાદાદિ ૩ લક્ષણ રૂપ જે ભિન્ન ભિન્ન નિમિત્ત તમે (જૈનો) માનો છો. તેના વિના જ વાસના જન્મે છે. અને તે વાસનાના ભેદ જનિત જ્ઞાનસ્વભાવ (જ્ઞાનાકાર) છે. અને તે જ્ઞાનાકારથી શોક-પ્રમોદ આદિના સંકલ્પો અને વિકલ્પો મનમાં ઉઠે છે. એટલે પદાર્થોને નિમિત્તભૂત માનવા કે હર્ષશોકાંદિ કાર્યોને આગળ કરીને તેમાં ઉત્પાદાદિ નિમિત્ત ભેદ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઢાળ-૯ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘટાવવો એ મૂર્ખતા છે કારણ કે તે પદાર્થો, કે તેમાં ત્રણ લક્ષણો આવી કોઈ વસ્તુ છે જ નહીં. આ સંસારમાં ફક્ત જ્ઞાન માત્ર જ છે. શેય કોઈ છે જ નહીં તેથી શેય એવા પદાર્થોથી આ જગત શુન્ય જ છે. આમ બૌદ્ધ કહે છે. જૈન તો = જો આમ જ હોય એટલે કે વાસનામાં સામે રહેલા પદાર્થો અને તેમાં રહેલા ઉત્પાદાદિ ધર્મો જો નિમિત્ત ન બનતા હોય, અને સામે રહેલા કોઈ પદાર્થો કે તેમાં રહેલાં ઉત્પાદાદિ લક્ષણો વિગેરે કંઈ જ ન હોય, શેયમાત્ર જ ન હોય અને કેવળ એકલો જ્ઞાનાકાર માત્ર જ હોય આવું માનીએ તો આ રીતે ઘટ-પટ આદિ પૌગલિક પદાર્થોના નિમિત્ત વિના જ સ્વયં એકલી વાસના વિશેષથી જ ઘટપટાદિના આકારવાળું જ્ઞાન થાય છે. આવો અર્થ થશે. અને આમ જ જો હોય તો બાહ્ય એવા ઘટ-પટ આદિ સઘળા પદાર્થોનો લોપ થવાથી (એટલે બાહ્ય પદાર્થ કોઈ કંઈ છે જ નહીં. આમ માનવાથી) તે તે વિવક્ષિત બાહ્ય કારણવિના તે તે વિવક્ષિત આકારવાળું જ્ઞાન પણ ન સંભવી શકે. જો ઘટ પટ આદિ કોઈ પદાર્થો જ નથી. તો આ જ્ઞાન ઘટાકારરૂપ છે. અને આ જ્ઞાન પટાકારરૂપ છે. આમ પણ કેમ બને ? વળી ય વિના જ્ઞાન પણ કેમ ઉત્પન્ન થાય ? ઝાંઝવાના જળનો જ દાખલો આપ્યો તે પણ મિથ્યા છે. ઝાંઝવામાં જળ નથી પરંતુ સંસારમાં જળ નથી એમ નહીં. સમુદ્રાદિમાં જળ છે, તો જ તેની સશતા લાગવાથી ઝાંઝવામાં જળનો ભ્રમ થાય છે. સંસારમાં જો જળ જ ન હોત તો જળ જોયા વિના ઝાંઝવામાં જળનો ભ્રમ પણ ન થાત તેથી ભ્રમાત્મકજ્ઞાન કે પ્રમાત્મકજ્ઞાન જે કોઈ જ્ઞાન થાય છે. તેનો વિષય ત્યાં હોય કે ત્યાં કદાચ ન પણ હોય, પરંતુ સંસારમાં તો હોય જ છે. પદાર્થ હોય તો જ તે પદાર્થના આકારવાળું જ્ઞાન સંભવે છે. માટે જ્ઞાનમાં નિમિત્ત થનારા પદાર્થોને અને તગત ઉત્પાદાદિને સાચા જ છે. આમ માનવું જોઈએ. પદાર્થો અને તેમાં થતા ઉત્પાદાદિ ધર્મો સાચા છે. તો જ તે વિષયનું જ્ઞાન થાય છે અને ઈષ્ટાનિષ્ટ વાસના થાય છે. अंतरबहिराकार विरोधइ, बाह्याकार मिथ्या कहिइं, तो चित्रवस्तुविषय नीलपीताद्याकारज्ञान पणि मिथ्या हुइ जाइ. तथा सुखाद्याकार नीलाद्याकार पणि विरुद्ध थाइ. तिवारइं-सर्वशून्य ज्ञानवादी माध्यमिक बौद्धनुं मत आवी जाइ. उक्तं च ઝાંઝવાના જળના દાખલાને જ આગળ કરીને હે બૌદ્ધ ! જો તમે આમ કહ્યા કરશો કે મનની અંદર જળાકાર જ્ઞાન થાય છે. અને બહાર ઝાંઝવામાં જળ નથી. આ રીતે અંદરના જ્ઞાનના આકારનો અને બાહ્ય જળના આકારનો પરસ્પર વિરોધ દેખાય Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ છે. અર્થાત્ સામે બાહ્ય જળ નથી અને અંદર મનમાં જળનો આકાર જણાય છે. તેથી જો બાહ્ય જળ પદાર્થ, જ્ઞાનાકારનું નિમિત્ત બનતું હોય તો જેવો જળનો જ્ઞાનાકાર મનમાં થયો તેવો બાહ્ય જળાકાર ઝાંઝવાના જળમાં પણ હોવો જોઈએ. પણ તે દેખાતું નથી. અને અંદર જ્ઞાનાકાર થાય છે. તેથી આ રીતે અંદરના અને બહારના આકારનો વિરોધ દેખાતો હોવાથી જણાય છે કે બાહ્યાકાર મિથ્યા છે. આવું હે બૌદ્ધ ! જો તમે કહેશો તો- તો રંગબેરંગી વસ્તુ જોઈને તે વસ્તુના વિષયવાળુ નીલપીતાદિ અનેકાકારવાળું જે જ્ઞાન થાય છે. તેને પણ મિથ્યા માનવું પડશે. કારણકે સામે તેવો વિષય તો નથી અને જ્ઞાન થયું. માટે તેવા પ્રકારના ચિત્ર-વિચિત્ર નલ-પીતાદિ આકારવાળા જ્ઞાનને પણ મિથ્યા માનવું પડશે. તથા આજુબાજુમાં અનુકુળ સાધનો હોતે છતે જ, જે સુખના અનુભવવાળું સુખાકારજ્ઞાન થાય છે. તથા જ્યારે નીલાદિ પદાર્થ હોય ત્યારે જ નીલાદિ આકારવાળુ જે જ્ઞાન થાય છે ત્યાં સર્વત્ર વિરોધ થશે. કારણકે તમારી દૃષ્ટિએ બાહ્યવસ્તુ તો છે જ નહીં. તો પછી સુખનાં સાધનોની વિદ્યમાનતામાં જેમ સુખાકારતાનું જ્ઞાન થાય છે તેમ દુઃખના સાધનોની વિદ્યમાનતામાં પણ સુખાકારતાનું જ્ઞાન થવું જોઈએ. તથા સુખનાં સાધનોની હાજરીમાં દુઃખાકારતાનું જ્ઞાન પણ થવું જોઈએ. નીલ-પીતાદિ વસ્તુઓ વિના, કાળી-ધોળી વસ્તુઓના યોગ કાળે પણ નીલપીતાદિ આકારનું જ્ઞાન થવું જોઈએ. કારણકે તમે બાહ્યવસ્તુ જ માનતા નથી. તેથી તે વસ્તુઓ જ્ઞાનમાં નિમિત્ત છે જ નહીં, આમ માનો છો માટે આમ વિપરીત બોધ પણ થવો જોઈએ. પરંતુ આમ થતું નથી માટે બાહ્ય પદાર્થ સત્ય માનવા જોઈએ. બાહ્યપદાર્થો જ્ઞાનમાં અને વાસનામાં નિમિત્ત બને જ છે. આમ માનવું જોઈએ. જો આમ માનવામાં ન જ આવે અને બાહ્ય પદાર્થોનો અપલાપ જ કરવામાં આવે તો શેયપદાર્થો ન હોતે છતે તે તે પ્રતિનિયત વિષયવાળુ જ્ઞાન પણ ન સંભવતું હોવાથી સર્વથા આ સંસાર શુન્ય જ છે. આમ જ સિદ્ધ થાય. અને આમ કહેતાં સર્વશૂન્યજ્ઞાનવાદી એવા માધ્યમિક નામના બૌદ્ધના ચોથા પક્ષનો જે મત છે. તે સિદ્ધ થાય. પણ યોગાચારવાદીનો મત ટકે નહીં. બૌદ્ધદર્શનમાં જ કહ્યું છે કે किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्त्वस्यां मतावपि, यदीयं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥ शून्यवाद पणि प्रमाण सिद्धयसिद्धिं व्याहत छइ, ते माटिं सर्वनयशुद्ध स्याद्वाद ज वीतरागप्रणीत आदरवो. ॥ ९-७ ॥ (PI) ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઢાળ-૯ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બૌદ્ધદર્શનના “ધર્મકીર્તિ” નામના આચાર્ય તેમના બનાવેલા “પ્રમાણવાર્તિક” નામના ગ્રંથમાં કહે છે કે અન્યદર્શનકારો (જૈન-સાંખ્ય-નૈયાયિકાદિ) ઘટ-પટ વિગેરે પદાર્થો જગતમાં સાચા છે. અને તેમાં ચિત્રતા પણ સાચી છે. કે જે વાસનાના ભેદનું કારણ બને છે. આમ માને છે. તુ = પરંતુ, સા ચિત્રતા = તે ચિત્રતા, વિર્યા મરયાં મતાપિ = એકલી એવી આ મતિમાં (જ્ઞાનમાત્રમાં) પણ ત્ = હોય, આવું વિહં ન ચત્ = કેમ ન બને ? જેમ તમે પદાર્થોમાં ચિત્રતા માનો છો. તેને બદલે એકલા જ્ઞાનમાં પણ ચિત્રતા માનીએ તો કોઈ દોષ જણાતો નથી. તેથી જ્ઞાનમાત્ર જ જગતમાં છે. અને તેમાં જ ચિત્રતા છે. આવું જ સ્વરૂપ છે. ઘટ-પટ આદિ કોઈ પદાર્થો સત્ છે જ નહીં. મત જ છે. છતાં ચઢિ = જો ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોને સ્વયં = પોતાને જ જેતે = રૂચતી હોય, અથવા દ્રિ = જે, ફર્થ = આ ચિત્રતા, મથનાં = પદાર્થોની જ છે. આમ વર્ગ = ઈતરદર્શનકારોને પોતાને (હઠાગ્રહથી) તે = રૂચતું હોય તો, તત્ર = તે બાબતમાં તે વયમ્ = અમે અટકાવનારા કોણ ? ગમે તે વ્યક્તિએ ગમે તે અર્થ અને અર્થસ્વરૂપ માની જ લેવું હોય, પોતાની માન્યતા છોડવી જ ન હોય, અત્યન્ત હઠાગ્રહી અને કદાગ્રહી જ બનવું હોય તો તેઓને બ્રહ્મા પણ સમજાવી શકતા નથી. તો પછી તેઓને સમજાવનારા અમે કોણ ! આમ ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્યનું કહેવું છે. પરંતુ આ કથન સર્વથા ખોટું છે. તે આપણે ઉપર કરેલી ચર્ચાથી જાણ્યું. શ્રી તપાગચ્છમાં થયેલા પૂજ્યવિનીતસાગરજીના શિષ્ય શ્રી ભોજસાગરજીની બનાવેલી દ્રવ્યાનુયોગ તર્કણામાં આ શ્લોક કંઈક જુદા પાઠાન્તર સાથે મળે છે. તેઓશ્રીએ શ્લોક અને તેનો અર્થ નીચે મુજબ લખ્યો છે. किं स्यात्सा चेन्न तैः, किं स्यान्न स्यात्तस्मान्मतावपि, यदियं स्वयमर्थानां, रोचते तत्र के वयम् ॥ १ ॥ જો વાસના છે. તો શું ન હોય ? અર્થાત્ બધુ જ હોય છે. તથા જો બાહ્ય પદાર્થ છે. પણ વાસના નથી. તો તે બાહ્યપદાર્થોથી શું થાય ? અર્થાત્ કંઈ જ ન થાય? કારણ કે વાસના વિના બાહ્ય પદાર્થો બુદ્ધિમાં બેસતા જ નથી. તેથી જો વાસના પદાર્થોને સ્વયં રૂચે છે. ત્યાં આપણે નિષેધ કરનારા કોણ ? Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૭ ૩૯૭ ઉપરોક્ત ચર્ચાના સારરૂપે અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે કોઈ પણ એક વિષયને (યપદાર્થને) જોનારા અનેક પ્રમાતાઓમાં તે વિષય વિષે જુદા જુદા ભાવોનું જે જ્ઞાન થાય છે. તેનાથી તેવા તેવા જ્ઞાનમાં વિષય બનવા રૂપે જ્ઞાનવિષયતા (જ્ઞાનની નિમિત્તતા)રૂપ અનેક પર્યાયો તે વિષયમાં પણ છે જ. જેમ કે એક જ રૂપવતી શ્રૃંગારયુક્ત સ્ત્રીને જોઈને ભોગી કામુક્તાના વિચારમાં જાય છે અને યોગી અશુચિનો પિંડ સમજીને વૈરાગ્ય તરફ જાય છે. તેથી કામુક્તાના જ્ઞાનની વિષમતારૂપ પર્યાય અને વૈરાગ્યના જ્ઞાનની વિષયતા રૂપ પર્યાય, શેય એવી તે સ્ત્રીમાં છે જ. એવી જ રીતે મકાનના કોઈ ખુણામાં હોય રજુ જ, પરંતુ તેને જોનારા પ્રમાતાઓમાં કોઈને રજુ દેખાય અને કોઈને સર્પ જણાય, તથા સમુદ્ર તટે હોય છીપલી જ, પરંતુ જોનારાઓમાં કોઈને છીપલી જ જણાય અને કોઈને રજત જણાય. ઇત્યાદિ રીતે ભ્રમાત્મકશાન થાય તો પણ અને પ્રમાત્મકશાન થાય તો પણ જ્ઞાનની નિમિત્તરૂપે ભિન્ન ભિન્ન વિષયનારૂપ પર્યાયો તે શેયમાં છે જ. તેથી પદાર્થ પણ સત્ય છે જ અને ઈઝનિષ્ટસાધનતાના જ્ઞાનના વિષયતારૂપ ઉત્પાદાદિ પર્યાયો પણ પદાર્થમાં સત્ય છે જ માટે નિમિત્તભેદ પણ છે જ. જો પદાર્થો નથી એમ માનીએ અને વાસનાજન્ય જ્ઞાનમાત્રથી જ બધા હર્ષશોકાદિ વ્યવહારો થાય છે. આમ માનીએ તો બાહ્યવસ્તુઓનો તો સર્વથા લોપ થવાથી “ઘટને” જ ઘટ કહેવાય અને “પટને” જ પટ કહેવાય એવું બોલવું બૌદ્ધને ઘટે નહીં. કારણ કે મનની વાસના માત્રથી જ જો જ્ઞાન થાય છે. તો કોઈને ઘટમાં પટનું, જળનું, અગ્નિનું અને પટમાં ઘટનું તળાવનું, સરોવરનું એમ જેમ તેમ જ્ઞાન વાસનાના બળથી કરવું હોય તો થવું જોઈએ. તથા ઘટમાં ચૈત્રને આ ઘટ છે એમ જણાય અને મૈત્રને આ પટ છે એમ જણાય, આવું પણ જ્ઞાન થવું જોઈએ. પણ તે થતું નથી. માટે પદાર્થો નથી કે તેમાં ઉત્પાદાદિ નથી આ યોગાચારવાદીની વાત સર્વથા યુક્તિરિક્ત છે. તેથી જ્ઞાનમાત્રથી જ વાસના થાય છે. અને તેનાથી હર્ષાદિ થાય છે. આ વાત પણ યુક્તિ વિનાની છે. તથા માધ્યમિક બૌદ્ધોની સર્વશૂન્યની વાત પણ યુક્તિ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. અમે (જૈનો) તે માધ્યમિકબૌદ્ધને આટલું જ પુછીએ છીએ કે “તારી માનેલી સર્વશૂન્યતા શું પ્રમાણપૂર્વક છે ? કે પ્રમાણરહિત છે ? જો સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણોથી સિદ્ધ હોય, તો સર્વશૂન્યતાને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષાદિ તે તે પ્રમાણો તો સંસારમાં છે જ, આમ નક્કી થયું. એટલે તમે પ્રમાણો તો માન્યાં, તેથી સર્વશૂન્યતા ક્યાં રહી ? એવી જ રીતે જો આ સર્વશૂન્યતા પ્રત્યક્ષાદિ પ્રમાણો વિના છે. એમ કહેશો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઢાળ-૯ : ગાથા−૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને તેમાં કારણ એ આપશો કે પ્રત્યક્ષાદિ પ્રમાણો જ સંસારમાં નથી માટે, તો પ્રમાણવિનાની વાત વિદ્વાનોની સભામાં કેમ કહી શકાય ? આમ સર્વશૂન્યતાનો વાદ પણ પ્રમાણોથી સિદ્ધ છે કે પ્રમાણોથી અસિદ્ધ છે ? આવા બે પક્ષો દ્વારા વ્યાહત (ખંડિત) થઈ જ જાય છે એટલે તેના માટે અધિક કંઈ કહેવાની જરૂર જ રહેતી નથી. આ રીતે વૈભાસિક સૌત્રાન્તિક યોગાચારવાદી કે માધ્યમિક આમ ચારે પ્રકારના બૌદ્ધ વિગેરે અન્ય દર્શનોની બધી માન્યતાઓ કેવળ કપોલ કલ્પિત જ હોવાથી અને અનેકદોષોથી જ ભરપૂર ભરેલી હોવાથી આવા ગંદા વિચારોમાં ન ફસાતાં સર્વનયોથી શુદ્ધ એવો સ્યાદ્વાદ માર્ગ જ આદરવો કે જે વીતરાગ સર્વજ્ઞ તીર્થંકરદેવો દ્વારા પ્રણીત છે. સર્વથા નિર્દોષ છે. યુક્તિ અને લોકવ્યવહારથી સંપૂર્ણ પણે અબાધિત છે. || ૧૪૦ || । ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, ઘટ હેમ એકજ હેતુ રે એકાન્તભેદની વાસના, નઈયાયિક પણિ કિમ દેત રે ॥ જિનવાણી પ્રાણી સાંભળો ॥ ૯-૮ ॥ ગાથાર્થ ઘટ નાશ અને મુકુટની ઉત્પત્તિમાં (આમ બન્ને કાર્યોમાં) હેમઘટ એ એક જ કારણ છે. છતાં નૈયાયિક પણ એકાન્ત ભેદની વાસના (એકાન્ત ભેદના સંસ્કારો) કેમ આપતા હશે ? લોકોને એકાન્ત ભેદવાદ કેમ સમજાવતા હશે. Il૯-૮॥ ટબો- ઈમ-શોકાદિ કાર્યત્રયનઈ ભેદઈં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય એ ૩ લક્ષણવસ્તુમાંહિ સાધ્યાં, પણિ-અવિભક્ત દ્રવ્યપણઈ અભિન્ન છઈં. अत एव - હેમઘટનાશાભિન્ન-હેમમુકુટોત્પત્તિનÛ વિષŪ-હેમઘટાવયવવિભાગાદિક હેતુ છઈ. अत સ્વ ત્રે- મહાપટનાશાભિનખંડપટોત્પત્તિ પ્રતિ એકાદિતંતુ સંયોગાપગમ હેતુ છઈ. ખંડપટઈં મહાપટનાશની હેતુતા કલ્પિઇં, તો મહાગૌરવ થાઈ. ઈમ જાણતો ઈ લાધવપ્રિય નૈયાયિક નાશોત્પત્તિમાં એકાન્તભેદની વાસના કિમ દેઈ છઈ ? તેહનું મત છઈં જેकल्पना गौरवं यत्र, तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ॥ १ ॥ || ૯-૮ ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૮ ૩૯૯ - વિવેચન- વિશ્વવર્તી જે સમસ્ત પદાર્થો છે. તે સર્વે સત્ છે. અને ઉત્પાદાદિ ત્રણે લક્ષણોથી યુક્ત છે. યોગાચાર બૌદ્ધો કે માધ્યમિક બૌદ્ધો કહે છે તેવી શૂન્યતા આ સંસારમાં નથી. પરંતુ આ સત્ય સમજવા માટે એકાન્તમત છોડીને અનેકાન્તદષ્ટિ (સ્યાદ્વાદષ્ટિ) જો ધારણ કરવામાં આવે તો જ સમજાય છે. જ્યાં સુધી એકાન્તવાદની માન્યતાઓ જોર કરે છે ત્યાં સુધી સાચુ સત્ય સમજાતું નથી. અને વસ્તુનું ખોટુસ્વરૂપ સાચું લાગે છે. અને તેને સત્યની મહોર મારવા માટે ઘણા તર્કો (કુતર્કો) તે જીવ કરે છે. કાર્ય-કારણની માન્યતામાં પણ એકાન્તભેદની વાસના આવી જ ગુંચવણો ઉભી કરે છે. તે ગ્રંથકારશ્રી જણાવે છે. અહીં સુધી બૌદ્ધની વાત કહીને હવે તૈયાયિકની કંઈક વાત લખે છે इम-शोकादिकार्यत्रयनइ भेदइं-उत्पाद-व्यय-ध्रौव्य ए ३ लक्षण वस्तुमांहि साध्यां. पणि अविभक्तद्रव्यपणइ अभिन्न छइं. સુવર્ણ ઘટનાશ, સુવર્ણમુકુટોત્પત્તિ, અને સુવર્ણનું ધ્રૌવ્ય આમ પદાર્થમાં ત્રિપદી છે. અને તેનાથી પ્રમાતામાં શોક-હર્ષ-અને માધ્યથ્ય આ ત્રણ કાર્યો થાય છે. આ રીતે શોકાદિ ભિન્ન ભિન્ન ત્રણ કાર્યો થતાં દેખીને પદાર્થમાં ઉત્પાદાદિ આ ત્રણે લક્ષણો કારણપણે ભિન્ન ભિન્ન સમજાવ્યાં. પરંતુ અવિભાગી દ્રવ્યપણે વિચારીએ તો આ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો સુવર્ણમાં જ (એક દ્રવ્યમાં જ) થાય છે. આમ “સુવર્ણદ્રવ્યપણે” ત્રણે અભિન્ન છે. સારાંશ કે ઉત્પાદને ઉત્પાદરૂપે, વ્યયને વ્યયરૂપે, અને ધ્રૌવ્યને ધ્રૌવ્યરૂપે જોઈએ તો આ ત્રણે ભિન્ન ભિન્ન છે. તેથી જ તે ઉત્પાદાદિ ત્રણે પર્યાયો અનુક્રમે શોકાદિ ત્રણ કાર્યો ભિન્ન-ભિન્ન કરે છે. પરંતુ આ ત્રણે એક સુવર્ણમાં જ છે. આમ એકાશ્રયવૃત્તિએ જોઈએ તો આ ત્રણે અભિન્ન પણ છે. તેથી જ બીજી ઢાળની નવમી ગાથામાં આવ્યું હતું કે ભેદને પ્રધાનપણે જોનારા વ્યવહારનયથી કાર્યભેદે શક્તિભેદ છે. આમ દેખાય પરંતુ અભેદ પ્રધાનદષ્ટિવાળા નિશ્ચયનયથી જોઈએ તો કાર્ય અનેક છે. અને કારણ એક છે. વ્યવહારનયથી ઘટભાંગીને મુકુટ થાય છે. એટલે કે ઘટના નાશથી મુકુટ થાય છે. ઈત્યાદિ સ્થૂલદૃષ્ટિએ જોતાં ઘટનાશ (પૂર્વપર્યાય) કારણરૂપે દેખાય છે. તથા પૂર્વ સમયમાં દેખાય છે. અને મુકુટોત્પત્તિ (ઉત્તર પર્યાય) કાર્યરૂપે દેખાય છે. તથા પછીના સમયમાં દેખાય છે. પરંતુ કંઈક સૂમદૃષ્ટિએ વિચારીએ તો આ વિચારણામાં કંઈક ગુંચવણ અનુભવાશે. ઘટનો નાશ થવાથી જો મુકુટની ઉત્પત્તિ થતી હોય તો ઘટનો નાશ પ્રથમસમયમાં અને મુકુટની ઉત્પત્તિ બીજા સમયમાં થશે. આમ સમયભેદ થશે. આમ થવાથી નાશકાળે ઉત્પત્તિ નહીં અને ઉત્પત્તિકાળે નાશ નહીં આ રીતે કોઈ પણ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પદાર્થમાં કોઈ પણ સમયે ત્રિપદી ઘટશે નહીં. તથા વળી પ્રથમ ઘટનો નાશ થાય અને તે કાળે મુકુટોત્પત્તિ ન થાય તો ઘટ તો ચાલ્યો ગયો, અને મુકુટ આવ્યો નહી ત્યારે તે કાળે દ્રવ્ય કેવું રહ્યું ? શું પર્યાય વિનાનું બન્યું ? કે દ્રવ્યનો પણ સર્વથા અભાવ જ બન્યો ? આવી ગુંચ ઉભી થાય છે. નૈયાયિકો અહીં જ મુંઝાયા છે. તેઓ એકાન્તભેદવાદી છે. તેથી નાશને કારણ માનતા હોવાથી પૂર્વસમયમાં લે છે અને ઉત્પાદને કાર્ય માનતા હોવાથી ઉત્તરસમયમાં લે છે. કારણ કે તેઓ એકાન્તભેદવાદી છે. એટલે કારણ પૂર્વસમયમાં જ અને કાર્ય ઉત્તર સમયમાં જ હોય, એમ માને છે. તેથી આવા પ્રકારની કાર્યકારણની વ્યવસ્થા કરે છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે-વાનિયતપૂર્વવૃત્તિ IRU{ આમ માનવાથી એકે એક પદાર્થમાં પ્રતિસમયે ત્રિપદી છે. આવી જૈનોની વાત ઉડી જાય છે. એટલે કે સર્વથા ખોટી જ પડે છે. અને તેથી ઉત્પાદાદિ ૩ લક્ષણવાળો જે પદાર્થ છે તે સત્ છે. આ વાત તુટી જાય છે ઉત્પાદ અને નાશ તેમની દૃષ્ટિએ સમકાળે રહેતાં જ નથી. પૂર્વાપર સમયમાં રહે છે. આ કારણે ત્રિપદી એકસમયમાં જ છે. આ વાત સમજાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે “ઘટના નાશથી મુકુટની ઉત્પત્તિ થાય છે” આમ સ્થૂલદૃષ્ટિએ ભલે ભેદ દેખાય. પરંતુ સૂક્ષમદૃષ્ટિએ તો “ઘટનો નાશ એ જ મુકુટની ઉત્પત્તિ છે” જે સમયે ઘટનો જેટલો ધ્વંસ થાય છે. તે સમયે તેટલી મુકુટની ઉત્પત્તિ થાય જ છે. વાસ્તવિક તો નાશ અને ઉત્પત્તિ આમ બે નથી. એક જ રૂપાન્તરતા જ છે. માત્ર તે રૂપાન્તરતાને પૂર્વપર્યાયથી જોઈએ ત્યારે નશ્યમાનતા દેખાય છે અને ઉત્તરપર્યાયથી જોઈએ તો ઉત્પમાનતા દેખાય છે. આ રીતે રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. સારાંશ કે પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા એ કાર્ય છે. અને તેમાં રહેલું અવિભક્ત એવું સુવર્ણદ્રવ્ય એ કારણ છે. અર્થાત્ પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય એ કાર્ય આમ નથી. પરંતુ રૂપાન્તરતા થવા રૂપ પર્યાયારતા એ કાર્ય છે. કે જેમાં ઉત્પાદ-વ્યય સમાયેલા છે. અને તેના આધાર ભૂત મૂલ દ્રવ્ય એ કારણ છે કે જેમાં ધ્રૌવ્ય સમાયેલું છે. ___ अत एव हेमघटनाशाभिन्न-हेममुकुटोत्पत्तिनइं विषई हेमघटावयवविभागादिक हेतु छइ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૪૦૧ આ કારણથી જ સુવર્ણના ઘટના નાશથી અભિન એવી હેમમુકુટોત્પત્તિને વિષે હેમઘટના “અવયવોનો વિભાગ” વિગેરે કારણ છે. અર્થાત્ ઉત્પત્તિ નાશથી અભિન છે. બન્ને એકરૂપ છે. એટલે કે પૂર્વપર્યાયનો નાશ એ જ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ છે. અને તેમાં અવયવવિભાગ એ જ હેતુ છે. પરંતુ પૂર્વપર્યાયનો નાશ તે હેતુ નથી. તથા નાશ અને ઉત્પત્તિ ભિન્ન ભિન્ન સમયવર્તી પણ નથી. વ્યવહારથી એમ લાગે કે ગ્લાસ પડ્યો એટલે ફુટ્યો. પરંતુ વાસ્તવિક તો જે સમયે પડ્યો તે સમયે જ ફુટ્યો છે. એક વક્ર અંગુલીને સીધી કરતાં વ્યવહારથી એમ લાગે છે કે વાંકાપણું ગયા પછી સરળપણું આવ્યું. પરંતુ પરમાર્થદૃષ્ટિએ તો જે જે સમયે જેટલી જેટલી વક્રતા ગઈ તે તે સમયે તેટલી તેટલી ઋજુતા આવી જ છે. “આ કપડું ફાડીને બે ટુકડા કરી આપો” આમ સ્થૂલદષ્ટિએ બોલાય છે. પરંતુ કપડુ જેમ જેમ ફાટતું જાય છે તેમ તેમ તે સમયે ટુકડા થતા જ જાય છે. ફાડ્યા પછી ટુકડા થતા નથી. ફાડતી વખતે જ થાય છે. એટલે કે ફાડવું એ જ ટુકડા થવા રૂપ છે. આ બધાં ઉદાહરણોથી સમજાશે કે પૂર્વોત્તર પર્યાયમાં નાશ-ઉત્પત્તિ એ બે જુદી વસ્તુ નથી. એ બેમાં પરસ્પર કાર્યકારણભાવ નથી. આ બને ભાવો, એ એક જાતની રૂપાન્તરતા માત્ર છે અને તેમાં “અવયવોનો વિભાગ”(એટલે કે અવયવોના વિભાગરૂપે રહેલું દ્રવ્ય) એ જ એક કારણ છે. अत एव महापटनाशाभिन्न खंडपटोत्पत्तिं प्रति एकादितंतु संयोगापगम हेतु छइ. આ કારણથી એક અખંડ વસ્ત્ર હોય અને તેના ટુકડા કરવામાં આવે ત્યાં મહાપટનો નાશ પણ છે અને ખંડપટની ઉત્પત્તિ પણ છે. પરંતુ આ બને અભિન્ન છે. અર્થાત્ એક જ છે. અને તેમાં એક-બે-ચાર તંતુઓના સંયોગનો અપગમ (નાશ) થવો એ જ કારણ છે. તેથી મહાપટના નાશથી અભિન્ન એવા ખંડપટની ઉત્પત્તિમાં એકાદિતંતુઓના સંયોગનો અપગમ એ જ વાસ્તવિક કારણ છે. પરંતુ પૂર્વપર્યાયના નાશાત્મક મહાપટનો નાશ, એ ખંડપટની ઉત્પત્તિમાં કારણ નથી. કારણ કે જેમ ખંડપટ ઉત્પન્ન થાય છે. તેમ મહાપટનો નાશ પણ ઉત્પન્ન થતો હોવાથી કાર્યાત્મક છે. કારણાત્મક નથી. જેમ ઉત્તરપર્યાયનો ઉત્પાદ ઉત્પન્ન થાય છે તેથી કાર્યાત્મક છે. તેમ પૂર્વપર્યાયનો નાશ પણ ઉત્પત્તિવાળો હોવાથી તે પણ કાર્ય સ્વરૂપ છે કારણ સ્વરૂપ નથી. કારણ કે ઉત્પાદની જેમ નાશ પણ ઉત્પદ્યમાન છે. અને અવયવોનું છુટા પડવું તે તેમાં કારણ છે. આ રીતે ઘટનાશ અને મુકુટોત્પત્તિ આ બન્ને રૂપાન્તરતા સ્વરૂપે એક જ કાર્ય છે. અને તેમાં અવયવવિભાગ એ જ એક કારણ છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઢાળ-૯ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આમ સ્પષ્ટ સમજાય તેમ છે કે ઘટનાશ-મુકુટોત્પત્તિ એ બને ભિન્ન ભિન્ન કાર્ય પણ નથી તથા કાર્યકારણ પણ નથી. બન્ને એક જ કાર્યસ્વરૂપ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. રૂપાન્તર થવા સ્વરૂપ છે અને તેમાં થતી રૂપાન્તરતા તે એક જ કાર્યાત્મક છે. અને અવયવવિભાગ એ જ કારણ છે. આવો કાર્યકારણભાવ છે. આવું પદાર્થોનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તભેદવાદના સંસ્કારોને (વાસનાને) પામેલા નૈયાયિકોને તો જ્યાં ત્યાં ભેદ જ કલ્પવા જોઈએ છે. પછી અભેદને માનવા કરતાં ભેદને માનવામાં ભલે ગૌરવ આવે. તો પણ તે ગૌરવને ચલાવી લે, માની લે, ફળમુખ ગૌરવ છે એમ કહીને સ્વીકારી લે, પરંતુ એકાન્તભેદના સંસ્કાર છોડે નહીં. આ જ વાત ગુરુજી કહે છેનૈયાયિકની દૃષ્ટિએ પરમાર્થ દૃષ્ટિએ કાર્ય અવયવ કારણ પૂર્વોત્તરપર્યાયના વિભાગ એ નાશોત્પત્તિરૂપ પૂર્વસમયવર્તી ઉત્તરસમયવર્તી કારણ રૂપાન્તર એ એક જ કાર્ય મહાપટનાશ ખંડપટોત્પત્તિ खंडपटई महापटनाशनी हेतुता कल्पिइं तो महागौरव थाइ, इम जाणतो इ लाघवप्रिय नैयायिक नाशोत्पत्तिमा एकान्तंभेदनी वासना किम देइ छइ ? तेहनुं मत छई जे कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे । कल्पनालाघवं यत्र, तं पक्षं तु सहामहे ॥ १ ॥ ॥ ९-८ ॥ ખંડપટ બનાવવામાં (એટલે કે ખંડપટની ઉત્પત્તિમાં) મહાપટના નાશને હેતુ કલ્પતાં તો મહાગૌરવ થાય. આવું જાણતો એવો ૩ = આ લાઘવપ્રિય નૈયાયિક, નાશાત્મક કાર્યમાં અને ઉત્પત્યાત્મકકાર્યમાં સમયભેદ કરીને એકાત્ત ભેદની વાસના (એટલે એકાન્ત કાર્ય-કારણ ભિન્ન જ છે આવા સંસ્કારો) લોકોને કેમ દે છે ? લોકોને આવું ઉલટુ ઉલટુ કેમ સમજાવે છે ? નાશને કારણે માનવામાં કાર્ય-કારણ ભિન સમયમાં થયાં એ જ પહેલું મોટુ ગૌરવ આવ્યું. જ્યાં સુધી તત્સમયવર્તી કારણ ઉપલબ્ધ હોય ત્યાં સુધી પૂર્વસમય સુધી શું કામ જવું ? તથા વળી ઉત્તરસમયમાં જ્યારે કાર્ય થાય છે. ત્યારે કારણ નથી. એટલે કારણના અભાવમાં જ કાર્ય થયું એવો અર્થ થશે. માટે બુદ્ધિશાળી ગણાતો, લાઘવપ્રિય તરીકે પંકાયેલો, અને નામ પ્રમાણે ન્યાયની પ્રિયતાવાળો પણ આ નૈયાયિક કલ્પનાગૌરવ હોવા છતાં પણ તે ગૌરવને સહી Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ૪૦૩ લઈને, ફળમુખ ગૌરવ માની લઈને ચલાવી લે છે. પરંતુ એકાન્તભેદની વાસના ત્યજતો નથી. એટલે કે “કથંચિત્ અભેદ પણ છે” આમ (સ્યાદ્વાદને) સ્વીકારતો નથી. કારણ કે એમ સ્વીકારવામાં સ્યાદ્વાદનો આશ્રય આવી જ જાય છે. સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલાને અને હાથમાં આવેલા ખોટા માર્ગને સાચો માનવાના હઠાગ્રહીને ખોટાને સાચુ કરવા કેટલાં કપટ કરવાં પડે છે ? તેનું આ ઉદાહરણ છે ? તેના કરતાં સાચું તત્ત્વ માની લે, તો શું નુકશાન તેથી ગ્રંથકારશ્રી ભાવદયાથી કહે છે કે આવો ડાહ્યો ગણાતો નૈયાયિક એકાન્ત ભેદની વાસના (એકાન્તભેદના સંસ્કારો) જગતને કેમ આપતો હશે ? સાચું કેમ નહી સમજતો હોય અને લોકોને સાચુ કેમ નહી (સમજાવતો) આપતો હોય ? (મિથ્યાત્વ) મોહની વાસના જ ભયંકર છે. તેઓનો મત આવો છે કે જ્યાં જ્યાં કલ્પનાનું ગૌરવ હોય છે. તેને અમે સહન ન કરીએ. પરંતુ જ્યાં કલ્પનાનું લાઘવ હોય તેને સહન કરીએ. પરંતુ હવે તો આ બોલવા પુરતું જ રહ્યું. આમ જાણવું. ॥ ૧૪૧ || દુગ્ધવ્રત દધિ ભુંજઈ નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઈ રે । નવિ દોઈ અગોરસવ્રત જિમઈ, તિણિ તિય લક્ષણ જગ થાઈ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૯ | ગાથાર્થ દૂધના વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી, દહીંના વ્રતવાળો પુરુષ દૂધ ખાતો(પીતો) નથી. અને “અગોરસના વ્રતવાળો” પુરુષ બન્ને જમતો નથી. તે કારણથી જગત્ (જગતના સર્વે પદાર્થો) ત્રણલક્ષણવાળું (વાળા) છે. ॥ ૯-૯ ॥ ટબો- દધિદ્રવ્ય તે દુગ્ધદ્રવ્ય નહીં. જે માટિ-જેહનઇં દૂધનું વ્રત છઇં, “દૂધ જ જિમવું” એહવી પ્રતિજ્ઞારૂપ, તે દહીં જિમઈં નહીં. દુગ્ધપરિણામ જ દધિ, ઇમ જો અભેદ કહિÛ. તો દધિ જિમતાં દુગ્ધવ્રત ભંગ થયો ન જોઈઈં. ઈમ દૂધ તે દધિદ્રવ્ય નહીં, પરિણામી માટઇં અભેદ કહિü. તો દૂધ જિમતાં દધિવ્રતભંગ ન થયો જોઈઈં. દધિવ્રત તો દૂધ નથી જિમતો. તથા “અગોરસ જ જિમું' એહવા વ્રતવંત દૂધ-દહીં ૨ ન જિમÛ, ઇમ ગોરસપણઇં ૨ નઇં અભેદ છઇં. ઇહાં-દધિપણઇં ઉત્પત્તિ, દુગ્ધ પણ ́ નાશ, ગોરસપણÛ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ છઈ. એ દૃષ્ટાન્તઈ સર્વજગર્તિ ભાવનÛ લક્ષણત્રયયુક્તપણું કહેવું. શ્લોક Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઢાળ-૯ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । અગોરસવ્રતો નોમે, તસ્માત્ વસ્તુ ત્રયાત્મમ્ ॥ ↑ ॥ (શા. વા. સ. ૯-૩) અન્વયિરૂપ અનઇ, વ્યતિરેકિરૂપ, દ્રવ્ય પર્યાયથી સિદ્ધાન્તાવિરોધÛ સર્વત્ર અવતારીનઈ ૩ લક્ષણ કહવાં. કૈતલાઈક ભાવ વ્યતિરેકિ જ'' કેતલાઈક ભાવ અન્વયિ જ” ઈમ જે અન્યદર્શની કહઈ છઈ, તિહાં અનેરાં ભાવ સ્યાદ્વાદવ્યુત્પત્તિ દેખાડવાં. બીજું વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈં “ઉત્પાર્વ્યય થ્રૌવ્યયુń સત્” ૫-૨૯ કૃતિ તત્ત્વાર્થવષનાત્, તો સત્તા પ્રત્યક્ષ તેહ જ ત્રિલક્ષણ સાક્ષી છઈ. તથારૂપઈ સર્વ્યવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિÜ છ ́. || ૯-૯ || વિવેચન– મનની વાસનાના ભેદથી જ શોકાદિકાર્યો થાય છે. પરંતુ પદાર્થમાં ઉત્પાદાદિ ૩ લક્ષણો નથી એમ માનીને બૌદ્ધોએ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. તથા નૈયાયિકો એકાન્તભેદવાદી હોવાથી તે ભેદનયના સંસ્કારોની પરવશતાથી મહાગૌરવ હોવા છતાં પૂર્વ સમયમાં નાશ અને ઉત્તર સમયમાં ઉત્પાદ માનીને એકસમયમાં આ ૩ લક્ષણો હોતાં નથી આમ તેઓએ પણ ત્રિપદીને ઉડાવવા પ્રયત્ન કરેલો છે. આ બધા વાદીઓને યથોચિત સુંદર ઉત્તર આપીને તેવી તેવી માન્યતામાં શું શું દોષો આવે છે. તે જણાવીને પ્રત્યેક સમયે પ્રત્યેક પદાર્થોમાં આ ૩ લક્ષણરૂપ ત્રિપદી છે જ. અને તો જ તે પદાર્થ સત્ બને છે. પણ પદાર્થોમાં સમવાયસંબંધથી સત્તા રહે છે માટે સત્ બને છે. આમ નથી અર્થાત્ સત્તાના સમવાયથી પદાર્થ સત્ બનતો નથી. આ વાત સમજાવીને એક જ સમયમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો છે જ, આ વાત એક સુંદર ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી ફરી ફરી સમજાવે છે. તે ઉદાહરણ આ પ્રમાણે છે. નધિદ્રવ્ય, તે દુધદ્રવ્ય નહીં, ને માર્ટિ-નેનડું દૂધનું વ્રત છડ઼- ‘‘દૂધ ન નિમવું’’ एहवी प्रतिज्ञारूप, ते दहीं जिमई नहीं. दुग्धपरिणाम ज दधि, इम जो अभेद कहिइं, तो दधि जिमतां दुग्धव्रतभंग थयो न जोइइं. દૂધમાં મેળવણ (ખટાશ) નાખવાથી જે દૂધ છે તે જ દહીં રૂપ બને છે આ ઉદાહરણ સર્વ જીવોને અનુભવસિદ્ધ છે. અહીં દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ પ્રતિસમયે એકી સાથે છે. દૂધનો નાશ અને દહીની ઉત્પત્તિ થવા છતાં તેમાં ગોરસપણું (ગાયના અંશપણું) કાયમ રહે જ છે. તે ચાલ્યું જતું નથી. આ રીતે નાશ-ઉત્પત્તિ અને ધ્રૌવ્ય ત્રણે લક્ષણો તે પદાર્થમાં પ્રતિસમયે છે. ત્યાં “દૂધના નાશખી યુક્તિ પ્રથમ જણાવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ૪૦૫ આખો દિવસ “દૂધ જ પીવું” (બીજું કંઈ ખાવું નહીં, એવો નિયમ જેણે લીધો હોય તે દુગ્ધવ્રતવાળો પુરુષ જાણવો. એવી જ રીતે આખો દિવસ ' “દહી જ ખાવું” (બીજું કશું જ લેવું નહીં) આવા નિયમવાળો પુરુષ તે દધિવ્રતવાળો જાણવો. તથા આજે આખો દિવસ “અગોરસ જ ખાવું” (ગાયનું દૂધ, અને તે દૂધમાંથી બનેલા તમામ પદાર્થોને છોડીને બીજા જ પદાર્થો ખાવા) આવો નિયમ જેઓએ લીધો હોય તે અગોરસવતવાળા” જાણવા. આમ ધારો કે જુદા જુદા ત્રણ નિયમવાળા ત્રણ પુરુષો છે. દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે હવે જે દહીંદ્રવ્ય બન્યું છે. તે દૂધદ્રવ્ય મનાય નહીં, અને કહેવાય પણ નહીં. જે માટે = કારણ કે જેને “દુષ્પવ્રત છે.” એટલે કે મારે આજે આખો દિવસ “દૂધ જ જમવું” આવી પ્રતિજ્ઞા પાળવા રૂપ વ્રત જેણે લીધું છે. તે સંસારમાં દહીં જમતા (દેખાતા) નથી. અહીં કોઈ એવો તર્ક લગાવે કે આ જે દહી છે તે દૂધનો પરિણામ જ છે. દૂધનું રૂપાન્તરમાત્ર જ છે. અર્થાત્ બીજા રૂપે બનેલું દૂધ જ છે. આમ જો કોઈ અભેદ કહે તો તે દહીને (દૂધ માનીને) જમતાં દુગ્ધ જ જમવું” એવા લીધેલા દુષ્પવ્રતના નિયમનો ભંગ થવો ન જોઈએ. પરંતુ સંસારમાં દુધના વ્રતવાળા કોઈ પુરુષો દહીં જમતા નથી. અને જો જમે તો વ્રતભંગ મનાય છે. તેથી નક્કી સમજાય છે કે “દહીમાં હવે દૂધપણું રહ્યું નથી જ” દૂધપણું ચાલ્યું જ ગયું છે. અર્થાત્ દૂધનો નાશ તેમાં અવશ્ય થયેલો છે જ. આ દૂધનો નાશ સમજાવ્યો. દહીં બનેલા કાળે દૂધપણાનો નાશ થયેલ હોવાથી અને “દૂધ જ પીવું” આવી પ્રતિજ્ઞા હોવાથી દહીં ખવાતું નથી. અને જો દહીં ખાય તો વ્રત ભંગ થાય છે. इम-दूध, ते दहींद्रव्य नहीं, परिणामी माटइ अभेद कहिइं, तो दूध जिमतां दधिव्रतभंग न थयो जोइइ. दधिव्रत तो दूध नथी जिमतो. હવે દહીનો ઉત્પાદ સમજાવે છે કે- આ પ્રમાણે જે દૂધ છે. તે દૂધને દહીં દ્રવ્ય કહેવાય નહીં. તે દૂધને દહીં જ છે. આમ માનીને દહીંનો વ્યવહાર ન કરાય. કદાચ કોઈ પ્રશ્ન કરે કે- દહીં એ દૂધનો જ પરિણામ છે. રૂપાન્તર જ છે. પરિણાના દૂધના પરિણામવાળું જ દહીં છે. કંઈ નવું દ્રવ્ય નથી. તેનું તે જ દ્રવ્ય છે. એમ માનીને દૂધ-દહીનો અભેદ (એક જ) છે. આમ જો કોઈ કહે તો “મારે આજે આખો દિવસ દહીં જ ખાવું” આવા પ્રકારના દહીના વ્રતવાળા પુરુષને દૂધનું ભોજન કરતાં “દધિવ્રત” નો ભંગ ન થવો જોઈએ. પરંતુ મારૂ દધિવ્રત ભાંગી જશે આમ સમજીને દધિવ્રતવાળા પુરુષો દૂધ જમતા નથી. તેથી નક્કી થાય છે કે દૂધ અને દહીં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ઢાળ-૯ : ગાથા—૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ બન્ને ભિન્ન દ્રવ્યો છે. અને દૂધકાળે હજુ દહીં દ્રવ્ય બન્યુ નથી. કાળાન્તરે બને છે. તેથી જ્યારે દહીં બને છે. ત્યારે જ દહીંનો ઉત્પાદ થાય છે. દૂધકાળે દહીંપણું નથી જ. આમ દહીનો અવશ્ય ઉત્પાદ છે. આ દહીંનો ઉત્પાદ સિદ્ધ કર્યો. · तथा " अगोरस ज जिमुं" एहवा व्रतवंत दूध-दहीं २ न जिमइं. इम गोरसपणइ २ नई अभेद छइ. इहां दधिपणई उत्पत्ति, दुग्धपणई नाश, गोरसपणई ध्रुवपणुं, प्रत्यक्षसिद्ध छइ. ए दृष्टान्तई सर्वजगद्वर्ति भावनइ लक्षणत्रययुक्तपणुं कहेवुं. श्लोक તથા મારે “અગોરસ જ જમવું” ગાયના રસથી (દૂધ અને દૂધથી) બનેલા સઘળા પદાર્થો ન જમવા. બાકીના જ પદાર્થો જમવા. આવા પ્રકારના વ્રતવાળા પુરુષો ૧ દૂધ અને ૨ દહીં. આ બન્ને પદાર્થો જમતા નથી. આ પ્રમાણે દૂધનો નાશ થવા છતાં, દહીંનો ઉત્પાદ થવા છતાં “ગોરસપણે” ગાયના રસપણે, દૂધ-દહીંનો અભેદ (એકતા) પણ છે જ. તેથી ધ્રૌવ્ય પણ અવશ્ય છે. આ ઉદાહરણમાં દૂધકાળે દહીં નથી મનાતું. પણ દહીંકાળે જ દહીં મનાય છે. તેથી દહીંકાળે દહીંપણે ઉત્પાદ પણ છે જ. દૂધનો નાશ પણ છે જ. તથા દૂધ-દહીંમાં ગોરસપણું ધ્રુવ પણ રહે જ છે. તેથી ધ્રૌવ્યપણું છે જ. આમ દધિપણે ઉત્પાદ, દૂધપણે નાશ, અને ગોરસપણે ધ્રુવતા આ ત્રણે લક્ષણો પ્રત્યક્ષપ્રમાણથી અનુભવસિદ્ધ છે જ. વધારે કહેવાની કંઈ જરૂર જ નથી. જ્યાં પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. ત્યાં અનુમાનાદિ અન્ય પ્રમાણોની જરૂર નથી. આ એક દૃષ્ટાન્તને અનુસારે સમસ્ત જગર્તી સઘળા ભાવોનું (પદાર્થોનું) ત્રણલક્ષણોથી યુક્તપણું છે. આમ કહેવું. કારણકે આ હકીકત સો ટચના સોના જેવી સંપૂર્ણ સત્ય છે. બૌદ્ધ અને નૈયાયિકની જેમ મિથ્યા નથી કે કલ્પનામાત્ર નથી. પણ સંપૂર્ણ સત્ય છે. આ જ બાબતને સમજાવનારો શ્લોક આ પ્રમાણે છે. पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । અગોરવ્રતો નોષે, તસ્માત્ વસ્તુ ત્રયાભમ્ ॥ ↑ " (શા. વા. સ. ૯/૩) अन्वयिरूप अनइ व्यतिरेकिरूप द्रव्य-पर्यायथी सिद्धान्ताविरोधइं सर्वत्र अवतारीनइ ३ लक्षण कहवां. "केतलाइक भाव व्यतिरेकिज, केतलाइक भाव अन्वयिज" इम जे अन्यदर्शनी कहइ छइ तिहां अनेरां भाव स्याद्वादव्युत्पत्तिं देखाडवा. Page #122 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૯ ४०७ પથર્ના (દૂધના) વ્રતવાળો પુરુષ દહીં જમતો નથી. અને દધિના વ્રતવાળો પુરુષ દૂધ જમતો નથી. અને અગોરસવ્રતવાળો પુરુષ ઉભયને (દહી-દૂધને) જમતો નથી. તેથી વસ્તુ ત્રણધર્માત્મક છે. આ શ્લોક શાસ્ત્રવાર્તા સમુચ્ચયના નવમા સ્તબકનો ત્રીજો શ્લોક છે. આ રીતે અન્વયિ સ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે એટલે કે દ્રવ્યદ્રષ્ટિએ અને પર્યાયદષ્ટિએ કોઈ પણ વસ્તુ ત્રણધર્મવાળી છે. એમ સિદ્ધાન્તની સાથે અવિરોધીપણે સર્વઠેકાણે ૩ લક્ષણો ઉતારીને કહેવાં. જગતના સર્વે પણ પદાર્થો દ્રવ્યદૃષ્ટિએ અન્વયિસ્વરૂપવાળા (સદા રહેવાવાળા અર્થાત્ બ્રૌવ્ય સ્વરૂપવાળા) છે. અને પર્યાયદૃષ્ટિએ વ્યતિરેકિસ્વરૂપવાળા (પ્રતિસમયે બદલાતા અર્થાત્ ઉત્પાદ-વ્યયના સ્વરૂપવાળા) છે. કોઈ કોઈ દર્શનકારો કે જેઓની એકાન્ત પર્યાયદૃષ્ટિ છે અથવા એકાન્તદ્રવ્યદૃષ્ટિ છે. તેઓ કેટલાક પદાર્થો વ્યતિરેકી જ છે. અને કેટલાક પદાર્થો અન્વયિ જ છે આમ માને છે. જેમ કે નૈયાયિક વૈશેષિકો ઘટપટાદિ કેટલાક સ્થૂલ (અંધાત્મક) પદાર્થોને અનિત્ય જ (એટલે વ્યતિરેકી જ- = ઉત્પાદ વ્યયવાળા જ) માને છે. અને પૃથ્વી આદિ ૪ દ્રવ્યોના પરમાણુઓને અને આકાશાદિ પાંચ દ્રવ્યોને નિત્ય જ (એટલે કે અન્વય જ- = માત્ર ધ્રૌવ્ય સ્વરૂપવાળા જ) માને છે. તેવી જ રીતે બૌદ્ધો સર્વદ્રવ્યોને વ્યતિરેકી જ માને છે. વેદાન્તિકો સર્વ પદાર્થોને માત્ર સત્ રૂપે માનતા હોવાથી અવયિ જ માને છે. આ સઘળી એક નય તરફ ઢળી ગયેલી એકાન્તદષ્ટિ જ છે. બીજી બાજુમાં રહેલું પદાર્થનું સ્વરૂપ જોવામાં આ દૃષ્ટિ અંધ બનેલી છે. તેથી જૈનદર્શન પામેલા મહાત્મા પુરુષોએ પછી ભલે તે સાધુ હોય, સાધ્વીજી હોય, શ્રાવક હોય, કે શ્રાવિકા હોય, આમ કોઈ પણ અંગ હોય, તો પણ શાસ્ત્રોનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરીને આવા પ્રકારની અન્યદર્શનીઓની જે જે એકાન્તમાન્યતા છે. તિહાં = ત્યાં અનેરાભાવ એટલે કે તે તે દર્શનકારોએ ન માનેલા બીજાનયની દૃષ્ટિએ બીજા ભાવ પણ, સ્યાદ્વાદની અપેક્ષાએ લોકોને દેખાડવા. જે દર્શનકારો એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને વ્યતિરેકી જ (ઉત્પાદ-વ્યયવાળા જ) માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ) અન્વયિ પણું પણ (ધ્રૌવ્યપણું પણ) સમજાવવું. એવી જ રીતે જે દર્શનકારો એકાન્ત દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિવાળા જ છે. અને તેથી સર્વે પદાર્થોને અન્વયિ (ધ્રૌવ્યસ્વરૂપવાળા) છે. આમ માને છે. ત્યાં અનેરાભાવ (એટલે કે પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ) વ્યતિરેકિપણું (ઉત્પાદ વ્યયવાળા પણું પણ) સમજાવવું. જગતના પદાર્થોનું સ્વરૂપ બને નયોથી ભરેલું છે. માટે બને નયોનું સ્વરૂપ સમજવું અને સમજાવવું. એ જે યથાર્થવાદ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ઢાળ-૯ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ बीजं वस्तुनी सत्ता त्रिलक्षणरूप ज छइ. "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' ५-२९ इति तत्त्वार्थवचनात्, तो सत्ताप्रत्यक्ष तेह ज विलक्षण साक्षी छइ. तथारूपइ सद्व्यवहार साधवा अनुमानादिक प्रमाण अनुसरिइं छइं. ॥ ९-९ ॥ તથા વળી બીજી વાત એવી છે કે વસ્તુમાત્રની સત્તા ત્રણલક્ષણરૂપ જ છે. જ્યાં જ્યાં સત્તા હોય છે. ત્યાં ત્યાં અવશ્ય ઉત્પાદાદિ ૩ લક્ષણો હોય જ છે. અને જ્યાં જ્યાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. ત્યાં ત્યાં જ સત્તા હોય છે. તત્ત્વાર્થસૂત્રકારે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોથી યુક્ત જે પદાર્થ છે. તે “સ” કહેવાય છે. વસ્તુ પોતે સ્વયં અસત્ હોય અને તેને સત્તાનો સમવાય થવાથી તે સત્ બને, એવી તૈયાયિકાદિની વાત સર્વથા મિથ્યા છે. કારણ કે જે પદાર્થ પોતે સ્વયં અસત્ હોય તે સત્તાના યોગથી પણ સત્ બને નહીં. અને જો આમ બને તો શશશૃંગાદિ અસત્ પદાર્થો પણ સત્તાના સમવાયથી સત્ બનવા જોઈએ. માટે સત્તાના સમવાયથી સત્ નહીં પરંતુ સ્વયં પદાર્થ પોતે ત્રિલક્ષણયુક્ત છે. માટે સત્ છે. “ત્રિલક્ષણ યુક્તતા” એ જ સનું સાચું લક્ષણ છે. તે = તેથી જે જે પદાર્થોની સત્તા પ્રત્યક્ષ સાક્ષાત્ દેખાય છે. તે સત્તાનું પ્રત્યક્ષદર્શન જ “વસ્તુ ત્રણ લક્ષણાત્મક છે” આ વાતમાં સાક્ષીભૂત છે. જો ત્રણલક્ષણાત્મક ન હોત તો શશશૃંગની જેમ સત્તા જ ન હોત. તેથી સત્તાની જે પ્રત્યક્ષતા જણાય છે તેનાથી જ ત્રણલક્ષણાત્મકતા પ્રત્યક્ષ છે. અને જ્યાં પ્રત્યક્ષપ્રમાણતા હોય છે. ત્યાં અન્ય અનુમાનાદિ પ્રમાણો લગાવવાની જરૂર રહેતી જ નથી. છતાં વસ્તુ જે સ્વરૂપે “સ” છે. તેવા સ્વરૂપે વસ્તુના સત્ સ્વરૂપનો વ્યવહાર સાધવા માટે અનુમાનાદિક પ્રમાણો પણ અનુસરવામાં આવે છે. સમજાવવાનો આશય એવો છે કે જેમ ઘટ પટાદિ જે પદાર્થો ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાય છે તેને સાધવા અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર જ રહેતી નથી. તેમ સત્તા પણ સાક્ષાત્ જણાતી હોવાથી ત્રણલક્ષણાત્મકતા પણ સ્વયં પ્રત્યક્ષ જણાય જ છે. સાક્ષાત્ દેખાય જ છે. તેથી ત્રિલક્ષણાત્મકતા સિદ્ધ કરવામાં અનુમાનાદિ ઈતર પ્રમાણોની જરૂર નથી. છતાં અનુમાનાદિ ઈતર પ્રમાણોથી પણ ત્રિલક્ષણાત્મકતા સમજાવાવમાં આવે છે. તે સવ્યવહારને વધારે દઢ-સ્પષ્ટ અને વિશદ કરવા માટે કરાય છે. દ્રવ્ય, ત્રિનૈક્ષત્મિ, કવ્યાયાત્મવાત વ્યવહા૨૬ વા પટપટાવતું આ રીતે સર્વત્ર અનુમાનાદિ પ્રમાણો પણ સમજવાં. તે ૧૪૨ | Page #124 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૦ ૪૦૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્પનઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિ નાશ કિમ હોઈ રે ! સુણિ ધ્રુવતામાં પહિલા ભજિયા, છઈ અનુગમશક્તિ દોઈ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૦ || ગાથાર્થ– ઉત્પન્ન થઈ ચુકેલા એવા ઘટમાં પોતાના દ્રવ્યના ઉત્પાદ અને નાશ હવે કેમ હોય ? હે શિષ્ય સાંભળ ! (અનુગમ શક્તિથી એટલે) એકતાશક્તિથી તે ઉત્પાદ અને નાશ એમ બને ધ્રૌવ્ય એવા દ્રવ્યમાં પહેલેથી જ ભળેલા છે. ૯-૧all - ટબો- ચાવત્કાલ એક વસ્તુમાંહિ વણિ ૩ લક્ષણ કિમ હોઈ ? તે નિર્ધાર છઇ. “ઉત્પત્તિ થઈ છઈ જેહની, એડવો જે-ઘટ, તેહનઇ વિષઈ દ્વિતીયાદિ ક્ષણ સ્વદ્રવ્ય સંબંધે ઉત્પત્તિ નાશ કિમ હોઈ ? જે માટઇ પ્રથમક્ષણસંબંધ રૂપઉત્તરપર્યાયોત્પત્તિ, તેહ જ- પૂર્વપર્યાયનાશ, તુહે પૂર્તિ થાપ્યો છઈ,” એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુ પ્રતિ, ઈહાં ગુરુ ઉત્તર શિષ્ય પ્રતિ કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા-પ્રથમ ક્ષણઈ થયા જે ઉત્પત્તિ નાશ, તે ધ્રુવતામાંહિ ભલ્યા. અનુગમ કહેતાં એકતા, તે શક્તિ સદાઈ છઈ, અછતઈ પણિ આધક્ષણઈ ઉપલક્ષણ થઈનઈ આગલિં ક્ષણઈ દ્રવ્યરૂપ તત્સંબંધ કહિઈ, “ઉત્પનો ઘટા, નષ્ટો પર: રૂતિ સર્વપ્રથોદ્. “નીમુત્વ નષ્ટ:” ઈમ કહિઈ, તિવારઈ-એતણવિશિષ્ટતા ઉત્પત્તિનાશનઈ જાણિઈ, તે દ્વિતીયાદિક્ષણઈ નથી. તે માટઈ દ્વિતીયાદિક્ષણઈ “ફાનીમુનઃ” ઈત્યાદિ પ્રયોગ ન થાઈ. “ઘટ” કહેતાં ઇહાં દ્રવ્યાથદેશઈ મૃદદ્રવ્ય લેવું. જે માટિ ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપ કહિઈ તત્વતિયોગિતા તે વિશેષરૂપઈ કહિ૪. I ૯-૧૦ | વિવેચન– ઉપરની ગાથાઓમાં પ્રત્યેક પદાર્થો પ્રતિસમયે સત્ છે. અને જે સત્ હોય છે. તે અવશ્ય ત્રિલક્ષણયુક્ત જ હોય છે. તેથી સર્વે દ્રવ્યો પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ ધર્મોવાળાં છે. આમ સિદ્ધ કર્યું. તે બાબતમાં કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે यावत्काल एक वस्तुमांहि त्रणि ३ लक्षण किम होइ ? ते निर्धारई छई ઘટ-પટ આદિ જે કોઈ પદાર્થો છે. તે પદાર્થો જે સમયે બને છે. (ઉત્પન થાય છે) તે સમયે તો તેમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો હોય છે. આ વાત સમજાય છે. પરંતુ યાવત્કાલ સુધી એટલે કે જે ઘટપટ બન્યા છે, તે જ્યાં સુધી ફુટે નહી, ત્યાં સુધી હવે તે એક (એક) વસ્તુમાં ઉત્પાદાદિ આ ત્રણ લક્ષણો પ્રતિસમયે કેમ હોય ? કારણ કે ઉત્પત્તિ સમયે જ ઉત્પાદાદિ બની ગયા. હવે તો તે ઉત્પત્તિ-નાશ રહ્યા નથી, માત્ર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઢાળ-૯ : ગાથા--૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધ્રૌવ્ય નામનું એક જ લક્ષણ દેખાય છે. ત્રણ લક્ષણો દેખાતાં નથી. તો હવે તે ત્રણ લક્ષણો કેમ સંભવે ? આવો પ્રશ્ન આ ગાળામાં શિષ્ય કરે છે– તેને સમજાવવા પ્રતિસમયે ત્રણ લક્ષણો છે. આ વાત નિશ્ચય પૂર્વક સિદ્ધ કરે છે. "उत्पत्ति थइ छइ जेहनी, एहवो-जे घट, तेहनइं विषई द्वितीयादिक्षणस्त्रद्रव्यसंबंधे उत्पत्ति नाश किम होइ ? जे माटई प्रथमक्षण संबंधरूपउत्तरपर्यायोत्पत्ति, तेह ज पूर्वपर्यायनाश तुझे पूर्वि थाप्यो छइ" ए शिष्ये प्रश्न पूछयुं गुरुप्रति, इहां गुरु उत्तर शिष्य प्रतिं कहइ छइ - सांभलइ शिष्य. પ્રથમ સમયમમાં ઉત્પત્તિ થઈ ગઈ છે જેની, એડવો જે ઘટપદાર્થ છે. તેનાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ લક્ષણો પ્રથમસમયમાં તો હોય, પરંતુ તે ઘટને વિષે દ્વિતીયાદિ સમયોમાં પોતાના તે દ્રવ્યના સંબંધે હવે ઉત્પત્તિ અને નાશ કેમ હોઈ શકે? પ્રથમક્ષણના સંબંધમાં જે મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને તે ઉત્પત્તિ તો પ્રથમ સમયમાં જ વર્તે છે. તે નાશ અને તે ઉત્પત્તિ દ્વિતીયાદિ ક્ષણોમાં પોતાના દ્રવ્યમાં હવે કેમ રહે ? તથા દ્વિતીયાદિ સમયથી જ્યાં સુધી તે ઘટ ફુટે નહીં, ત્યાં સુધી ઘટ તેવોને તેવો જ રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે બીજા પણ કોઈ ઉત્પાદ અને નાશ દેખાતા નથી તો ત્યાં ઉત્પાદ અને નાશ કેમ ઘટે ? કેવળ એકલું ધ્રૌવ્ય જ જણાય છે. એટલે દ્વિતીયાદિક્ષણોમાં ઘટ સત્ છે પરંતુ ત્રણલક્ષણયુક્ત નથી. માટે જે પરમાર્થ દૃષ્ટિએ સત્ હોય, તે ત્રણ લક્ષણ યુક્ત જ હોય આ જૈનોની વાત બરાબર સંગત થતી નથી. સારાંશ કે પ્રથમ સમયે થયેલ નાશ અને ઉત્પત્તિ, પ્રથમ સમયમાં જ રહે છે. દ્વિતીયાદિ સમયમાં તે નાશ અને ઉત્પત્તિ આવતી નથી. અને નવી કોઈ ઉત્પત્તિ અને નાશ ત્યાં દેખાતાં નથી. તેથી સર્વ સમયોમાં “ઉત્પત્તિ અને નાશ” હોતાં નથી. કેવળ ધ્રૌવ્ય જ હોય છે. જ્યારે ઘટ ફુટે છે. ત્યારે ફરીથી નાશ અને કપાલની ઉત્પત્તિ આવે છે. ત્યાં સુધી નાશ-ઉત્પત્તિ વિના કેવળ ધ્રૌવ્ય છે. તેથી સર નું લક્ષણ ત્રિપદી કેમ ઘટે? કારણ કે પ્રથમક્ષણના સંબંધમાં જે ઉત્તર પર્યાયની (ઘટની) ઉત્પત્તિ છે. તે જ પૂર્વપર્યાયનો (મૃતિંડપર્યાયનો) નાશ છે. આવું તમે જ પહેલાં નિશ્ચિત કર્યું છે. માટે આવી ઉત્પત્તિ અને આવો નાશ આ બે લક્ષણો તો પ્રથમ સમયમાં જ હો. અને ધ્રૌવ્ય લક્ષણ સર્વસમયોમાં હો. પણ ત્રિપદી સર્વ સમયોમાં સંભવતી નથી. આવો પ્રશ્ન શિષ્ય ગુરુ પ્રત્યે પુછયો છે. હવે અહીં ગુરુજી શિષ્ય પ્રત્યે ઉત્તર કહે છે કે હે શિષ્ય ! ઉત્તર સાંભળ. Page #126 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૦ ૪૧૧ पहिला-प्रथमक्षणइं थया, जे उत्पत्ति-नाश, ते ध्रुवतामांहि भल्या. अनुगम कहतांएकता, ते शक्ति सदाई छइ, अछतइं पणि आद्यक्षणइं उपलक्षण थइनइं आगलिं क्षणइं, द्रव्यरूपतत्संबंध कहिइं. "उत्पन्नो घटः, नष्टो घटः" इति सर्वप्रयोगात् દિન શબ્દનો અર્થ જે પ્રથમક્ષણ, તે પ્રથમક્ષણમાં જે (મૃતિંડનો) નાશ, અને (ઘટપર્યાયની) ઉત્પત્તિ થઈ છે. તે નાશ અને ઉત્પત્તિ પ્રથમ સમયમાં તો છે જ, પરંતુ ત્યાં આવિર્ભાવ રૂપે (પ્રગટપણે) છે. અને બાકીના દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં પણ તે ઉત્પાદ અને વ્યય અનુગમશક્તિથી એટલે કે એકતા એવી તે શક્તિથી હંમેશાં વર્તે છે. સારાંશ કે પ્રથમ સમયે થયેલ મૃર્લિંડનાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ પ્રથમ સમયમાં આવિર્ભાવ પણે (એટલે કે પ્રગટપણે) વર્તે છે. અને તે જ નાશ અને ઉત્પત્તિ દ્વિતીયાદિ સમયોમાં તે જ દ્રવ્યમાં તિરોભાવે સદા રહેલી છે. અહીં અનુગમશક્તિ શબ્દનો અર્થ એકતાશક્તિ, અને તેનો અર્થ આદ્યસમયનું અને દ્વિતીયાદિ સમયનું દ્રવ્ય તેનું તે એક જ છે. અન્વયરૂપે ધ્રુવ છે. તેથી એકના એક એવા દ્રવ્યમાં તે ઉત્પાદ-વ્યય તિરોભાવે સર્વ સમયોમાં અવશ્ય રહેલા જ છે. આમ જાણવું. મછત૬ પદ = જે આદ્યક્ષણ હતો, તે ભલે દ્વિતીયાદિસમયોમાં અછતો થઈ ગયો. આમ આધક્ષણ અછતો થવા છતાં પણ તથા તે પ્રથમ સમયવર્તી નાશ અને ઉત્પાદ આવિર્ભાવે અછતા થવા છતાં પણ ઉપલક્ષણ થઈ (ગુપ્તપણે થઈને અર્થાત્ તિરોભાવપણે થઈને) તે ઉત્પાદ-નાશ આગલા ક્ષણોમાં (દ્વિતીયાદિ ક્ષણોમાં) પણ દ્રવ્યરૂપ પણાના સંબંધથી અવશ્ય વર્વે જ છે. આમ સમજવું અને આમ કહેવું. પ્રથમ સમયે જે મૃદ્ધવ્યમાં ઉત્પાદ અને વ્યય થયા, તે જ મૃદ્ધવ્ય દ્વિતીયાદિ સમયમાં પણ વર્તે જ છે, આમ દ્રવ્યની પૂર્વાપર સમયમાં એકતા હોવાથી સર્વ સમયોમાં દ્રવ્યનો અન્વય હોવાથી દ્રવ્યરૂપે તે ઉત્પાદવ્યયનો સંબંધ તિરોભાવે અન્યસમયોમાં પણ વર્તે જ છે. પ્રથમ સમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે દ્વિતીયાદિ સમયોમાં પણ ઉપલક્ષણ પણે (તિરોભાવ પણે) વર્તે છે. તેથી જ દ્વિતીયાદિ સર્વ સમયોમાં જ્યારે જ્યારે તે વસ્તુ તરફ જોઈએ ત્યારે ત્યારે આ ઘટ ઉત્પન્ન થયો છે. આ ઘટ નષ્ટ થયો છે. આવું દેખાય છે. અને આવો પ્રયોગ થઈ શકે છે. જો પ્રથમસમયના ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં પ્રથમસમયવર્તી નાશ અને ઉત્પત્તિ ન હોવાથી તે ઉત્પત્તિ અને નાશ વિના ઉત્પન અને નષ્ટના વ્યવહારનો (અતીત વિષયક) પ્રયોગ પણ ન થાત. પણ ઉત્પન્ન અને નષ્ટનો વ્યવહાર થાય છે. (PI) ૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ઢાળ–૯ : ગાથા-૧૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ માટે ઉત્પત્તિ નાશ છે. પ્રથમ સમયમાં થયેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સર્વ સમયોમાં તિરોભાવે તે ધટપટમાં વર્તે જ છે. તેથી જ ઉત્પન્ન અને નષ્ટ આવા વ્યવહારો થાય છે. દ્વિતીયાદિ સમયવર્તી ધટપટમાં પ્રથમ સમયસંબંધી ઉત્પત્તિ જો રહેલી હોય તો જ ઉત્પન્ન; અને નાશ જો રહેલો હોય, તો જ નષ્ટ પ્રયોગ થાય. અન્યથા ન થાય. માટે પ્રથમ સમયન્મ ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં છે. તથા પ્રતિસમયે સામાન્યપણે ઘટ એ ઘટ જ છે બીજો કોઈ ઉત્પાદ-વ્યય નથી દેખાતો. આમ સ્થૂલદૃષ્ટિથી દેખાય છે. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ તેમાં પણ પ્રતિસમયે પુદ્ગલોના ગમનાગમનને લીધે ઉત્પાદ-વ્યય, નવા નવા પણુ ચાલુ જ છે. કેવળ એકલું ધ્રૌવ્યલક્ષણ નથી. પ્રતિસમયે ઘટદ્રવ્ય પુદ્ગલોની પરાવૃત્તિથી બદલાતો જ રહે છે. આમ પણ ઉત્પાદ-વ્યય છે. અને તે ઉત્પાદવ્યય આવિર્ભાવે છે. તથા પ્રથમ સમયે થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે પણ દ્વિતીયાદિ સમયોમાં છે. પરંતુ તે તિરોભાવે છે. આમ એક એક સમયમાં અનંત અનંત ઉત્પાદ-વ્યય છે. ભૂત-ભાવિના તમામ ઉત્પાદ અને વ્યય તિરોભાવે છે. અને વર્તમાનના ઉત્પાદ-વ્યય આવિર્ભાવે રહેલા છે. ‘‘નીમુત્પન્નઃ નષ્ટ; '' રૂમ હિડું, ત્તિવાડું-તત્ક્ષ-વિશિષ્ટતા ઉત્પત્તિનાશનનું जाणि, ते द्वितीयादि क्षणइं नथी. ते माटइं द्वितीयादिक्षणइं "इदानीमुत्पन्नः" इत्यादि प्रयोग न थाई. "घट" कहेतां इहां द्रव्यार्थादेशइं मृद्रव्य लेवुं. जे माटिं-उत्पत्तिनाशाधारता सामान्यरूपई कहिइं, तत्प्रतियोगिता ते विशेषरूपई कहि ॥ ९-१० ॥ પ્રથમસમયમાં પ્રગટેલા ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં ધ્રુવ એવા મૃદ્રવ્યમાં અન્વયશક્તિથી (તેનું તે જ દ્રવ્ય હોવાથી) તિરોભાવે વર્તે જ છે. તેથી જ તે માટીદ્રવ્ય જોઈને તેમાં જ અયં ઘટ: ઉત્પન્નઃ, અર્થ ઘટ: નષ્ટ:, આમ દ્વિતીયાદિ સમયોમાં પણ બોલાય છે. જો પ્રથમસમય સંબંધી ઉત્પાદ અને નાશ માત્ર પ્રથમસમયમાં જ હોત, દ્વિતીયાદિ સમયોમાં ન જ હોત તો દ્વિતીયાદિ સમયોમાં ઉત્પન્ન અને નષ્ટ નો વ્યવહાર થાત નહીં. પણ થાય છે તેથી પ્રથમ સમયસંબંધી ઉત્પાદ-વ્યય દ્વિતીયાદિ સમયોમાં પણ છે જ. પરંતુ એટલી વિશેષતા છે કે જ્યારે “હમણાં જ (આ જ સમયે) ઘટ ઉત્પન્ન થયો છે અથવા હમણાં જ (આ જ સમયે) ઘટ નષ્ટ થયો છે. “આમ જ્યારે કહીએ ત્યારે “એતત્ક્ષણથી વિશિષ્ટ” એવા અર્થાત્ એતત્સમયાવચ્છિન્ન એવું વિશેષણ લગાડીને, તેવા વિશેષણવાળા ઉત્પાદ-નાશને જો જાણીએ તો તેવા પ્રથમસમયાવચ્છિન્ન વિશેષણવાળા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૧ તે ઉત્પાદનનાશ પ્રથમસમયમાં જ આવિર્ભાવે છે. દ્વિતીયાદિ ક્ષણોમાં તે ઉત્પાદ અને નાશ આવિર્ભાવ નથી, દ્વિતીયાદિક્ષણોમાં તો દ્વિતીયાદિક્ષણવિશિષ્ટ ઉત્પાદ-વ્યય આવિર્ભાવે વર્તે છે. પણ પ્રથમક્ષણાવચ્છિન્ન ઉત્પાદ-વ્યય ત્યાં આવિર્ભાવે વર્તતા નથી. તેથી જ “ફાનીમુનઃ” ફલાની નષ્ટ: આવા પ્રયોગો આ સમયે (બીજા સમયે) કરાતા નથી. કારણ કે તતક્ષણા વચ્છિન્ન (પ્રથમ સમયાવચ્છિન્ન) એવા વિશેષણવાળો ઉત્પાદ અને નાશ દ્વિતીયાદિ સમયોમાં સંભવતો નથી. કોઈ પણ એકસમયમાં થયેલા જે ઉત્પાદ અને નાશ છે. તે આવિર્ભાવે તે સમયમાં જ છે. અને તિરોભાવે શેષ સર્વ સમયમાં પણ છે. તેથી જ ઉત્પન્ન ઘટ, નષ્ટ ઘટ નો વ્યવહાર દ્વિતીયાદિ સમયોમાં થાય છે. પરંતુ પ્રતિસમયે જે પુરણગલન થવાથી ઘટની અપૂર્વ અપૂર્વ અવસ્થા બને છે. તે રૂપે થતા ઉત્પાદ-વ્યય પ્રતિસમયમાં આવિર્ભાવે જ વર્તે છે. તેથી પ્રતિસમયે કંઈકને કંઈક નવા નવા સ્વરૂપે ઘટ ઉત્પન પણ થાય છે. અને જુના સ્વરૂપે ઘટ નાશ પણ પામે છે. તેથી જ કાલક્રમે ઘટ જુનો બને છે. અહીં પ્રતિસમયે પુગલોના પુરણગલનને લીધે “અપૂર્વ અપૂર્વ ઘટ ઉત્પન્ન થયો” આમ બોલવામાં જે “ઘટ” શબ્દ બોલાય છે. તથા પ્રથમસમયમાં મૃર્લિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ થાય છે. ઈત્યાદિ વાક્યોમાં જે “ઘટ” શબ્દ કહેવાય છે. ત્યાં “ઘટ” શબ્દ કહેતાં દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ મૃદ્ધવ્ય જાણવું. એટલે કે પ્રતિસમયમાં કે પ્રથમસમયમાં જે “ઘટ ઉત્પન્ન થયો ઘટ ઉત્પન થયો” આમ જે બોલાય છે. તેનો અર્થ દ્રવ્યાર્થિકનયથી આવો લેવો કે માટી દ્રવ્ય જ રૂપાન્તરતાને પામ્ય છતું અન્વયિભાવે વર્તે છે. એટલે કે ઘટાકારપણે મદ્રવ્ય ઉત્પન્ન થયું. અર્થાત્ જે મૃદ્રવ્ય પહેલાં પિંડાકારે હતું તે મૃદ્ધવ્ય, હવે પિંડ આકારે નાશ પામ્યું અને ઘટાકારે જે પૂર્વે ન હતું તે હવે આ જ પૃદ્રવ્ય ઘટાકારે ઉત્પન્ન થયું. આમ, મૃદદ્રવ્ય જ નાશ પામ્યું અને મૃદ્ધ જ ઉત્પન થયું. આવો અર્થ સમજવો. કારણ કે ઉત્પત્તિ અને નાશ આ બે પર્યાયો હોવાથી, તે બેની આધારતા સામાન્યરૂપમાં (દ્રવ્યમાં) જ કહેવાય. આ રીતે દ્રવ્ય પોતે જ તે તે આકારે નાશ અને ઉત્પાદ પામે છે. તેથી જે પિંડાકાર હતો, તે નાશ પામ્યો, તેનો અભાવ થયો, અર્થાત્ પિંડાકાર પ્રતિયોગિભાવને પામ્યો, અને ઘટાકાર જે ન હતો, ઘટાકારનો જે અભાવ હતો, અર્થાત્ જે ઘટાકાર પ્રતિયોગી હતો, તે જ ઘટ હવે ઉત્પન્ન થયો, ભાવાત્મક બન્યો, અપ્રતિયોગી બન્યો આમ ઉત્પાદ અને નાશ જ્યારે “ફાની પ્રતિમયાવચ્છિન” ઈત્યાદિ પણે વિશેષરૂપે વિવક્ષીએ ત્યારે તે Page #129 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિશેષરૂપવાળા ઉત્પાદ-વ્યય કહેવાય છે. મૃÑિડ નામનો પર્યાય નાશ પામ્યો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને પિંડાકારે મૃદ્રવ્ય નાશ પામ્યું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. તથા ઘટ ઉત્પન્ન થયો આમ બોલવું તે પર્યાયાર્થિકનય છે. અને ઘટાકારે મૃદ્રવ્ય ઉત્પન્ન થયું આમ બોલવું તે દ્રવ્યાર્થિકનય છે. સામાન્યરૂપે રહેલા દ્રવ્યને જ્યારે ઉત્પાદ-વ્યયનો આધાર બનાવીએ ત્યારે તે દ્રવ્યાર્થિકનય જાણવો. અને પૂર્વોત્તર પર્યાયરૂપે રહેલા વિશેષને જ્યારે નાશ અને ઉત્પાદ રૂપે વિચારીએ ત્યારે તે પર્યાયાર્થિક નય જાણવો. ૪૧૪ આ રીતે કોઈ પણ એકસમયમાં તત્તત્સમયવર્તી ઉત્પાદ વ્યય પણ છે. અને ભૂતભાવિના અનંતકાળમાં થયેલા અને થવાવાળા ઉત્પાદવ્યય પણ છે જ. માત્ર તત્તસમયવર્તી ઉત્પાદ વ્યય આવિર્ભાવે છે. અને ભૂતભાવિના ઉત્પાદવ્યયો તે વિક્ષિત સમયમાં તિરોભાવે છે. તેથી જ ઉત્પન્ન, નષ્ટ, ઉત્પત્યતે, નંફ્યતે ઈત્યાદિ પ્રયોગો મૂલભૂત પદાર્થને જોઈને કરી શકાય છે. અને આવા જે પ્રયોગો થાય છે તે અવશ્ય સાચા છે. કારણ કે તે ભૂત-ભાવિના ઉત્પાદવ્યયો, તેમાં તિરોભાવે પણ છે જ. ૫૧૪૩॥ ઉત્પત્તિનાશનઇ અનુગમઇ, ભૂતાદિક પ્રત્યય ભાન રે । પર્યાયારથથી સવિ ઘટઇ, તે માનઈ સમય પ્રમાણ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૧ || ગાથાર્થ ઉત્પત્તિ અને નાશનો પ્રતિસમયમાં અન્વય હોવાથી જ ભૂતાદિકનો બોધ થાય છે. પર્યાયાર્થિક નયથી પ્રતિસમયમાં ઉત્પાદ-વ્યય ઘટી શકે છે. કારણકે આ નય સમય-સમયના પર્યાયને માને છે. । ૯-૧૧ ॥ ટબો- નિશ્ચયનયથી “ષમાળે કે એ વચન અનુસરીનઈં ત્વદ્યમાન ઉત્પન” ઈમ કહિઈં, પણિ વ્યવહારનયŪ “ઉત્પદ્યતે, ઉત્પન્નમ્, ઉત્પત્યતે” “નશ્યતિ, નષ્ટમ, નવુતિ” એ વિભક્તિ કાલત્રયપ્રયોગ છઈ. તે પ્રતિક્ષણ પર્યાય-ઉત્પત્તિનાશવાદી જે ઋજુસૂત્રનય, તેણઈં અનુગૃહીત જે વ્યવહારનય, તે લઈનઈ કહિÛ, જે માર્ટિ જુસૂત્રનય સમયપ્રમાણ વસ્તુ માનઈં છઈં. તિહાં-જે પર્યાયના ઉત્પત્તિ-નાશ વિવક્ષિÛ, તે લેઈનઈં-પદ્યતે–નતિ” કહિઈં. અતીત તે લેઈ ૩ત્વનો નષ્ટ:” ઈમ કહીઈં, અનાગત તે લેઇ-ઉત્પત્યંતે નવુતિ” ઈમ કહઈં. વ્યવસ્થા સર્વત્ર સ્થાત્ શબ્દ પ્રયોગઈં સંભવÛ || ૯-૧૧ || Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૧ વિવેચન— દસમી ગાથામાં સમજાવ્યા પ્રમાણે સર્વે પણ દ્રવ્યોમાં પ્રતિસમયે પ્રગટ થતા ઉત્પાદ અને વ્યય પર્યાયર્થિકનયથી આવિર્ભાવ પણે ભલે તે તે સમયમાં જ હોય છે. તો પણ દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ પણે અન્વયશક્તિથી સર્વ સમયોમાં પણ તે ઉત્પાદ અને વ્યય હોય જ છે. તેથી ભૂતાદિનો (ભૂત-ભાવિનો) બોધ થાય છે. જે સમયે નૃષિંડમાંથી ઘટ બન્યો, તે સમયે તો કૃષિંડનો નાશ અને ઘટની ઉત્પત્તિ છે. પરંતુ પ્રથમ સમયે થયેલી આ નાશ અને આ ઉત્પત્તિ તિરોભાવે દ્વિતીયાદિ શેષ સમયોમાં પણ અન્વયરૂપે છે જ. તેથી જ “ઘટ: ઉત્પન: વૃભિંડો નષ્ટ: = ઘટ ઉત્પન્ન થયો છે. ઘટ જોઈને સૃષિંડ નાશ પામ્યો છે. કપાલ જોઈને ઘટ નાશ પામ્યો છે. આમ ભૂતકાલવિષયક બોધ થાય છે. ૪૧૫ જો પ્રથમ સમયમાં થયેલી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિ શેષ સમયોમાં અનુગમશક્તિથી પણ ન જ હોત તો “આ ઘટ ઉત્પન્ન થયો, નૃષિંડ નાશ પામ્યો.” આવા પ્રકારનો ભૂતકાળ વિષયક બોધ દ્વિતીયાદિ સમયોમાં ન જ થાત. કારણ કે ત્યાં પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ નથી. પરંતુ ભૂતકાલવિષયક બોધ તો તે ઉત્પત્તિ નાશનો થાય જ છે. તે માટે પ્રથમસમયવર્તી ઉત્પત્તિ અને નાશ દ્વિતીયાદિસમયોમાં પણ અનુગમશક્તિથી (એટલે કે અન્વયરૂપે) તે તે દ્રવ્યોમાં અતીત રૂપે અવશ્ય છે જ. આ વાત દસમી ગાથામાં સમજાવી. હવે આ અગ્યારમી ગાથામાં નિશ્ચયનયથી અને વ્યવહારનયથી ઉત્પત્તિ અને નાશનું સ્વરૂપ સમજાવે છે. निश्चयनयथी " कयमाणे कडे" ए वचन अनुसरीनई "उत्पद्यमानं उत्पन्नं" इम હિ, પળિ વ્યવહારનયરૂં ‘ત્વદ્યતે, ઉત્પન્નમ, ઉત્પત્સ્યને, નતિ, નષ્ટમ્ નઽક્ષ્યતિ'' ए विभक्ति कालत्रयप्रयोग होइ. જે વસ્તુ જે સમયે ઉત્પદ્યમાન (ઉત્પન્ન થતી) હોય છે. તે વસ્તુ તે વિવક્ષિત એક સમયમાં જ કેટલાક અંશે બની ચુકી છે માટે ઉત્પન્ન, ઉત્પત્તિ ચાલુ હોવાથી બીજા કેટલાક અંશે બનવાની છે. માટે ઉત્પત્યમાન, અને ઉત્પત્તિપ્રક્રિયા ચાલુ હોવાથી ઉત્પદ્યમાન, આમ નિશ્ચયનય વસ્તુના ઉત્પદ્યમાન સ્વરૂપવાળા ૧ સમયમાં જ ત્રણે કાળનો અન્વય કરે છે. એ જ રીતે નાશ પામતી વસ્તુમાં પણ વિક્ષિત એક સમયમાં જ નતિ, નષ્ટમ્ અને નતિ આમ ત્રણ કાળનો અન્વય કરે છે. તેથી જ્યમાળે ડે” “કરાતું હોય તેને કર્યું કહેવાય” આવા પ્રકારના નિશ્ચયનયના વચનને અનુસરીને અભેદપ્રધાન દૃષ્ટિના કારણે એક જ સમયમાં ત્રણે કાળનો પ્રયોગ કરે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ હાળ-૯ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ખ = પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન દૃષ્ટિવાળો હોવાથી વસ્તુની ઉત્પત્તિ જ્યારે થતી હોય છે. ત્યારે તે સમયમાં ઉત્પન્ન થતા પદાર્થને “માત્ર મીન” જ કહે છે. પૂર્વકાલીન (વીતી ગયેલા) સમયોમાં ઉત્પમાન કહે છે. અને ઉત્તરકાલીન (વસ્તુ બની ગયા પછીના) સમયોમાં ઉત્પન કહે છે. તેવી જ રીતે નાશ પામતી વસ્તુને વર્તમાન ૧ સમયમાં નત્તિ, પૂર્વકાલીન શેષ સમયોમાં નહતિ અને ઉત્તરકાલીન શેષ સમયોમાં નષ્ટ આ રીતે કાળત્રયને (કાળભેદને) આશ્રયી વિમવિત વિભાગવાર ત્રણ કાળનો પ્રયોગ થાય છે. આમ વ્યવહારનય માને છે. સારાંશ કે “યમા વડે"ના વચનને અનુસરીને ત્રણે કાળસંબંધી સ્વરૂપ નિશ્ચયનય ૧ સમયમાં જ સ્વીકારે છે. પરંતુ વ્યવહારનય “ મેવ ” આવા વચનને અનુસરીને કાલભેદે પૂર્વસમયોમાં, વર્તમાન સમયમાં, અને ભાવિ સમયોમાં અનુક્રમે ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન, અને ઉત્પન્ન આવું વિભક્ત સ્વરૂપ સ્વીકારે છે. ते प्रतिक्षणपर्याय-उत्पत्तिनाशवादी जे ऋजुसूत्रनय, तेणइ अनुगृहीत जे व्यवहार नय, ते लेइनइ कहिइं, जे माटिं ऋजुसूत्रनय समयप्रमाण वस्तु मानइ छइ. तिहां जे पर्यायना उत्पत्ति-नाश विवक्षिइ, ते लेइनइं "उत्पद्यते नश्यति" कहिइं. ઉપર સમજાવ્યા પ્રમાણે જે વ્યવહાર નય ભિન્ન ભિન્ન સમયોમાં ચમન, સત્યદામાન અને ઉત્પન કહે છે. તથા નડા , નથતિ અને નષ્ટ આમ કહે છે તે વ્યવહારનય, પ્રત્યેક સમયમાં ઉત્પત્તિ અને નાશ હોય છે આમ કહેનારો જે ઋજુસૂત્ર નય છે. તેનાથી અનુગૃહીત થયેલો છે. (તે તરફ આકર્ષાયેલો, તેની છાયામાં આવેલો, અર્થાત્ તેના તરફના ઢોળાવવાળો છે.). સયમ-સમયના ઉત્પત્તિ-નાશને માનનારા ઋજુ સુત્રનયથી પ્રભાવિત થયેલો એવો જે વ્યવહારનય છે. તે ત્રણે કાળનો વિભક્ત = ભિન્ન ભિન્ન પ્રયોગ કરે છે. જો કે સામાન્યથી વ્યવહાર ન નિકટવર્તી ભૂત-ભાવિને પણ માનનાર હોય છે. પરંતુ જ્યારે તે ઋજુસૂત્રનયની છાયાવાળો બને છે ત્યારે તે ભૂતભાવિને ગૌણ કરીને વર્તમાનની પ્રધાનતાવાળો થવાથી વિભક્ત કલત્રય સ્વીકારે છે. કારણ કે ઋજુસૂત્રનય સર્વે વસ્તુ ૧ સમય પ્રમાણ” જ હોય છે. આમ માને છે. તેથી ઋજુસૂત્ર નય તરફની પ્રધાનતાવાળો વ્યવહાર નય પણ, જે સમયમાં જે પર્યાયનાં ઉત્પત્તિ અને નાશ વિવક્ષીએ (પ્રધાન કરીએ) તે સમયમાં તે પર્યાયને આશ્રયી તે વસ્તુ “દરે અને નતિ કહે છે. આમ માત્ર વર્તમાનકાળનો જ પ્રયોગ કરે છે. પરંતુ નિશ્ચયનયની જેમ કાળત્રયનો પ્રયોગ વિવક્ષિત ૧ સમયમાં ઋજુસૂત્રનયાનુગૃહીત વ્યવહારનય કરતો નથી.” Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ઃ ગાથા-૧૨ ૪૧૭ અતીત, તે “ઉત્પનો નષ્ટ' રૂમ દિઉં. अनागत, ते लेइ "उत्पत्स्यते, नडक्ष्यति" इम कहिइं. વ્યવસ્થા સર્વત્ર યાત્' શબ્દ પ્રયોગડું સંભવ૬. | ૧-૧૨ | પૂર્વસમયમાં જે પર્યાય પ્રગટ થઈ ચુક્યો છે અથવા જે પર્યાય નાશ પામી ચુક્યો છે. અને તેથી જે પર્યાય અતીત બની ચુક્યો છે. તેવા તે અતીતપર્યાયને લઈને (અતીતપર્યાયને આશ્રયીને) ૩ીન અને નષ્ટ આવો પ્રયોગ આ વ્યવહારનય કરે છે. કારણકે અતીત પર્યાયને આશ્રયી વસ્તુ તેવી થયેલી છે. તથા જે પર્યાય ભાવિ સમયમાં પ્રગટ થવાનો છે અથવા નાશ પામવાનો છે. અને તેથી જે અનાગત છે. તેવા અનાગતપર્યાયને લઈને (તેને આશ્રયીને) ઉત્પત્તિ અને નરતિ આવો પ્રયોગ વ્યવહારનય કરે છે. કારણ કે તેવા પ્રકારના અનાગતપર્યાયને આશ્રયી વસ્તુ ભાવિમાં તેવી બનવાવાળી છે. આ રીતે વ્યવહારનય વિભક્ત કલત્રયપ્રયોગ કરે છે. અને નિશ્ચયનય એક જ સમયમાં કાલત્રયપ્રયોગ કરે છે. તેથી આ બને નયોની પરસ્પર સંગતિ કરવા સર્વ ઠેકાણે “ત” શબ્દનો પ્રયોગ હોવો જ જોઈએ. તો જ આ વ્યવસ્થા સુસંગત થાય છે. માટે “ર” શબ્દથી યુક્ત એટલે કે જુદી જુદી અપેક્ષાવિશેષ આ બન્ને નયોની વાત યુક્તિયુક્ત છે. જે ૧૪૪ | જો તુઝ ઉત્પત્તિ વિશિષ્ટનો, વ્યવહાર નાશનો ઈષ્ટ રે ! તો વ્યવહાર્િ ઉત્પત્તિ આદરો, જે પહિલાં અછતિ વિશિષ્ટ રે .. - જિનવાણી પ્રાણી સાંભળો. / ૯-૧૨ // ગાથાર્થ– જો તને પૂર્વસમયમાં થયેલી ઉત્પત્તિથી યુક્ત એવા પર્યાયના નાશનો વ્યવહાર ઈષ્ટ છે. તો તે જ વ્યવહારને અનુસારે આગલા સમયમાં ઉત્પત્તિ પણ સ્વીકાર. કે જે પૂર્વસમયમાં ન હતી, તેનાથી વિશિષ્ટ (યુક્ત) બને છે. . ૯-૧૨ | ટબો- જે ઉત્પત્તિધારારૂપ નાશનઈ વિષઈ ભૂતાદિક પ્રત્યય ન કહિઈ, અનઈ ન ધાતુનો અર્થ નાશ નઈ ઉત્પત્તિ એ ૨ લેઈ તદુત્પત્તિકાલયનો અન્વય સંભવતો કહિઈ. ઈમ કહતાં-નાશ્યત્સમયઈ “નદ:” એ પ્રયોગ ન હોઈ, જે માર્ટેિ તે કાલર્દી નાશોત્પત્તિનું અતીતત્ત્વ નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ઢાળ–૯ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ 'ઈમ સમર્થન નાશવ્યવહારનું જો કરો છો. તો વ્યવહારઈ ઉત્પત્તિક્ષણસંબંધ માત્ર કહો. તિહાં-પ્રાગભાવāસના કાલત્રયથી કાલત્રયનો અન્વય સમર્થન કરો. અનઈ જો ઈમ વિચારસ્યો– “ઘટનઈ વર્તમાનત્યાદિકઈ જિમ પટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, ઘટધર્મવર્તમાનત્યાદિકઈ ઘટવર્તમાનત્યાદિ વ્યવહાર ન હોઈ, તિમ નાશોત્પત્તિવર્તમાનતાદિકઈ નાશવર્તમાનાદિ વ્યવહાર ન હોઈ તો ક્રિયાનિષ્ઠાપરિણામરૂપ વર્તમાનત્વ અતીતત્ત્વ લેઈ “નયતિ, નષ્ટ. સત્યઘતે, સત્યન” એ વિભક્ત વ્યવહાર સમર્થન કરો. મત વિ-ક્રિયાકાલ-નિષ્ઠાકાલ યૌગપદ્યવિવક્ષાઈ “srદીમાનકુનિ, વિછિદ્ર વિતિ” એ સૈદ્ધાત્તિક પ્રયોગ સંભવઈ, પરમાઈ “કાન ધ્વસ્ત પટ:” એ આદ્યક્ષણઈ વ્યવહાર સર્વથા ન ઘટઈ, અહ્માઈનયભેદઈ સંભવઈ મત્ર મતિઃ उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ॥ ३-३७ ॥ ॥ ९-१२ ॥ વિવેચન- અગ્યારમી ગાથામાં જોઈ ગયા કે નિશ્ચયનય ઉદ્યમાન અને નશ્યમાન વસ્તુને તે જ સમયમાં ઉત્પસ્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન માને છે અને નશ્યમાન વસ્તુને સંસ્થમાણ, નશ્યમાન અને નષ્ટ માને છે. એટલે કે અભેદ પ્રધાનદષ્ટિ હોવાથી એકજ સમયમાં કાળઝયનો અન્વય (સંબંધ) કરે છે જ્યારે વ્યવહારનય ભેદ પ્રધાનદૃષ્ટિવાળો હોવાથી ભિન્ન ભિન્ન સમયોમાં કાલ ત્રયનો વ્યવહાર કરે છે. ઉત્પદ્યમાન સમયમાં માત્ર ઉત્પત્તિનો જ વ્યવહાર કરે છે પણ ઉત્પસ્યમાન કે ઉત્પનનો વ્યવહાર આ નય કરતો નથી. તેવી જ રીતે વસ્તુના નશ્યમાન સમયમાં (એટલે કે વસ્તુ નાશ પામતી હોય તે સમયમાં) નશ્યતિનો પ્રયોગ કરે છે. પરંતુ નષ્ટ અને સંસ્થમાણનો પ્રયોગ કરતો નથી. આમ બને નયોની આવી ભિન્ન ભિન્ન દૃષ્ટિ છે. તથા નિશ્ચયનય અભેદપ્રધાન હોવાથી પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ આ બન્ને એક જ સમયમાં હોય છે. આમ માને છે. અર્થાત્ નાશ અને ઉત્પત્તિ જુદાં નથી. એક રૂપ જ છે. રૂપાન્તરતા જ માત્ર છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય ભેદપ્રધાન હોવાથી પૂર્વસમયમાં નાશ અને પછીના સમયમાં ઉત્પત્તિ માને છે. જેમ કે બારમાના ચરમસમયે જ્ઞાનાવરણીયાદિકર્મોનો નાશ, અને તેરમા ગુણઠાણાના પ્રથમસમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ માને છે વસ્ત્ર ફાડીએ પછી જ તેના ખંડ થાય, આંગળી વાંકાપણે મટી જાય ત્યારબાદ જ સરળ થાય. આમ ભેદદૃષ્ટિએ સમયભેદ માને છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૨ ૪૧૯ તથા નિશ્ચયનય પ્રત્યેકસમયમાં પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ સાથે જ થાય છે. આમ માને છે. જ્યારે વ્યવહારનય સ્થૂલદષ્ટિવાળો હોવાથી ક્રિયાકાળના સર્વસમયોમાં કાર્યની અનુત્પત્તિ જ રહે છે. આમ માને છે. એટલે કે કાર્યની ઉત્પત્તિ સર્વ સમયમાં થતી નથી કારણકે તેને કાર્યની ઉત્પત્તિ નિષ્ઠાકાળે જ દેખાય છે. જેમ કે મૃત્યિંડમાંથી ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો ત્યાં સર્વ સમયોમાં મૃર્લિંડનો નાશ છે પરંતુ ઘટની ઉત્પત્તિ તો ચાર કલાકના ચરમસમયમાં જ થાય છે. આમ માને છે. આવા પ્રકારની જુદી માન્યતા ધરાવનારા વ્યવહારનયને નિશ્ચયનય આ બારમી ગાથામાં સમજાવે છે કે जो उत्पत्तिधारारूप नाशनइं विषई भूतादिकप्रत्यय न कहिइं, अनइं नश् धातुनो अर्थ "नाश नई उत्पत्ति" ए २ लेइ "तदुत्पत्तिकालत्रयनो अन्वय संभवतो कहिइं. इम कहतां नश्यत्समयइं "नष्टः" ए प्रयोग न होइ, जे माटिं ते कालई नाशोत्पत्तिनुं अतीतत्त्व नथी. इम समर्थन नाशव्यवहारनुं जो करो छो. પ્રત્યેક સમયોમાં પૂર્વ પૂર્વ કાલમાં ઉત્પન્ન થયેલા પર્યાયોનો નાશ થાય છે. દાખલા તરીકે પૂર્વે ઉત્પન્ન થયેલા મૃર્લિંડનો ઘટ બનાવતી વેળાએ નાશ થાય છે. મનુષ્ય મરીને દેવ થાય છે. ત્યાં પૂર્વકાલમાં જે મનુષ્યપર્યાય ઉત્પન્ન થયેલો છે. તેનો મૃત્યકાલે નાશ થાય છે. આમ પ્રત્યેકસમયોમાં પૂર્વે ઉત્પન્ન થયેલા પર્યાયનો નાશ થાય છે. આ રીતે “નાશની ઉત્પત્તિ” સર્વ સમયોમાં થતી હોવાથી આ નાશની ઉત્પત્તિધારા કહેવાય છે. ઉત્પત્તિધારા રૂપે થતા નાશને વિષે એટલે કે પ્રત્યેક સમયોમાં છે ઉત્પત્તિ જેની એવા નાશને વિષે તે તે વર્તમાન સમયમાં જો ભૂતાદિકનો (ભૂત-ભાવિનો) પ્રત્યય (બોધ) ન કહીએ, અર્થાત્ એક વર્તમાન કાળમાં ત્રણે કાળનો અન્વય ન કરીએ અને નાશ પામતાને (નશ્યમાનને) નષ્ટ અને સંસ્થતિ જો ન માનીએ અને તેથી ન ધાતુનો અર્થ માત્ર “નાશ થવો” અને નાશની ઉત્પત્તિ થવી આમ જ અર્થ કરીને તે વર્તમાન સમયમાં “નાશ અને નાશથી જે માત્ર ઉત્પત્તિ” આમ આ જ બે અર્થ ન ધાતુના લઈને નશ્યમાનતા જ માત્ર વર્તમાનમાં માનીને ભૂતકાલીન સમયમાં નત, અને ભાવિના સમયમાં જ નહી માતા માનીએ અને આમ વિભક્તપણે તદુત્તત્નિત્રયનો = તે નાશની ઉત્પત્તિનો ભિન્ન ભિન્ન ત્રણ કાળની સાથે જ અન્વય સંભવે છે. આમ હે વ્યવહારવાદી જો તું કહે છે. તો નથ૯મથરું = નશ્યમાન સમયને વિષે (ઘટ જે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઢાળ—૯ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સમયે નશ્યમાન છે = નાશ પામી રહ્યો છે. નાશની ઉત્પત્તિ થઈ રહી છે. તે સમયને વિષે) “અર્થ ઘટો નષ્ટ:' (અર્થ ઘટો નઽત્તિ) આ ઘટ નાશ પામ્યો છે. આ ઘટ નાશ પામશે આવા પ્રયોગો થશે નહીં એટલે કે નશ્યમાન સમયમાં અત્યં ઘટ: નતિ - આ એક જ પ્રયોગ થશે. પરંતુ ભૂત-ભાવિના પ્રયોગ થશે નહીં. કારણ કે તે વર્તમાન એવા નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ જ થઈ રહી છે. એટલે તે નાશની ઉત્પત્તિની વર્તમાનતા છે. પરંતુ અતીતતા અને અનાગતતા નથી. તેથી હે વ્યવહારવાદી ? તે નશ્યમાન સમયમાં પટો નતિ આવો એક જ વ્યવહાર થશે. પરંતુ નષ્ટ અને નકતિ આવા અતીત અને અનાગતના વ્યવહાર થશે નહીં. આ રીતે સર્વ સમયોમાં નશ્યમાનતા જ દેખાશે. આમ હે વ્યવહારવાદી ! જો તું સર્વ સમયોમાં “નાશ જ માત્ર” હોય છે. આવા પ્રકારના નાશના વ્યવવારનું જ કેવળ એકલું સમર્થન કરે છે. તો, तो व्यवहारइं- उत्पत्तिक्षणसंबंधमात्र कहो. तिहां प्रागभाव ध्वंसना कालत्रयथीकालत्रयनो अन्वय समर्थन करो. હૈ વ્યવહારવાદી ! જે સમયમાં પદાર્થની નશ્યમાનતા છે. નાશ થઈ રહ્યો છે. તે જ સમયમાં નષ્ટતા અને નક્ષમાણતા પણ કંઈક અંશે અવશ્ય રહેલી જ છે. કારણ કે જ્યારે નશ્યમાનતા છે (એટલે કે નાશ થાય છે) ત્યારે જો નાશનો વ્યવહાર સ્વીકારો છો તો તે જ નીતિ-રીતિને અનુસારે તે ક્ષણના સંબંધમાત્રથી તો નાશની ઉત્પત્તિ પણ સ્વીકારી લેવી જોઈએ. એટલે કે જે સમયમાં નાશ થાય છે તે સમયમાં તે નાશની ઉત્પત્તિ કંઈક થઈ ગઈ છે. આમ પણ તમે સ્વીકારો. કારણકે અત્યાર સુધી વસ્તુનો નાશ થયો ન હતો, વસ્તુ પોતે હયાત હતી, તેથી નાશનો પ્રાગભાવ હતો. પરંતુ જે સમયે વસ્તુનો નાશ થયો. તે સમયે નાશનો પ્રાગભાવ ચાલ્યો ગયો. તેથી નાશના પ્રાગભાવનો ધ્વંસ થવાથી નાશ ઉત્પન્ન થઈ ચુક્યો કહેવાશે. હવે જો નાશની ઉત્પત્તિ તે સમયમાં થઈ ચુકી છે નાશના પ્રાગભાગનો ધ્વંસ થયો જ છે. તો તે “ન” “નષ્ટ” જ થયું. આ રીતે નશ્યમાનને નષ્ટાદિ કહેવામાં તમને શું દોષ દેખાય છે ? નશ્યમાન સમયમાંજ, નાશના પ્રાગભાવના ધ્વંસને લીધે નાશની ઉત્પત્તિ થઈ જવાથી નતિનષ્ટ-અને નંક્ષ્યમાણ આમ ત્રણે કાળ (જોડવા) થી ત્રણે કાળનું સમર્થન કરોને ? તેમાં કંઈ દોષ નથી. કારણ કે તે વિવક્ષિત એક સમયમાં જ જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થઈ છે તે નષ્ટતા છે. જેટલી જેટલી નાશની ઉત્પત્તિ થાય છે તે નશ્યતિ છે. અને નાશની ઉત્પત્તિ ચાલુ હોવાથી જેટલે અંશે તે થવાની છે. તે નૃશ્યમાણતા છે. આમ નાશના સમર્થનની સાથે જ “નાશની ઉત્પત્તિની સમર્થતા” એટલે નષ્ટતાદિનું હોવું પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ ઃ ગાથા-૧૨ સ્વીકારો. જેથી ૧ સમયમાં જ ભૂતાદિકનું ભાન આવશે જ. એક સમયમાં જ કાલત્રયનો અન્વય કરવામાં કંઈ દોષ નથી. ૪૨૧ अनइं- जो इम विचारस्यो - "घटनई वर्तमानत्वादिकइं जिम पटवर्तमानत्वादि व्यवहार न होइ, घटधर्मवर्तमानत्वादिकइं घटवर्तमानत्वादि व्यवहार न होइ तिमनाशोत्यत्ति वर्तमानत्वादिकइं नाशवर्तमानत्वादिव्यवहार न होइ तो અને હવે કે વ્યવહારવાદી ! કદાચ તમે જો આવો વિચાર કરશો કે (૧) જ્યાં ઘટસંબંધી વર્તમાનતાદિ (વર્તમાનતા-અતીતતા અને અનાગતતા) છે. તેને વિષે જેમ પટની વર્તમાનતાદિકનો (એટલે કે પટની વર્તમાનતા-અતીતતા અને અનાગાતાનો) વ્યવહાર થતો નથી. એટલે કે ઘટ વર્તનો હોય ત્યાં પટ વર્તે છે. આમ વ્યવહાર થતો નથી. તથા ઘટના ધર્મોની (રક્તતાવાળી મજીઠમાં, શ્યામતાવાળા કાજળમાં, અને વર્તુલાકારવાળા કંકણમાં) જેમ ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. એટલે કે ઘટનો રક્તતાધર્મ મજીઠમાં છે. ઘટનો શ્યામતાધર્મ કાજળમાં છે. અને ઘટનો વર્તુલાકારતા ધર્મ કંકણમાં છે, પણ તેથી કંઈ ઘટ વર્તતો કહેવાતો નથી. માટે ઘટના ધર્મોની વર્તમાનતામાં ઘટની વર્તમાનતાનો વ્યવહાર જેમ થતો નથી. અર્થાત્ તે તે ધર્મોની વર્તમાનતામાં ધર્મી એવા ઘટની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. તેની જેમ “જો નાશના ઉત્પત્તિધર્મની વર્તમાનતા આદિ માનીએ તો ત્યાં ધર્મી એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન સંભવે. સારાંશ કે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. તેથી નશ્યમાન સમયમાં નાશની ઉત્પત્તિ થઈ છે આમ જો ઉત્પત્તિ ધર્મની વર્તમાનતા માનીએ પણ ધર્મ એવા નાશની વર્તમાનતાનો વ્યવહાર ન થાય આમ જો તું માનીશ. તો તેથી તે સમયે ઘટ (ધર્મી) નાશ પામે છે. આમ કહેવાશે નહીં. કારણકે ધર્મની વર્તમાનતામાં ધર્મની વર્તમાનતાનો વ્યવહાર થતો નથી. પરંતુ ઘટ ફુટે છે = ઘટ નાશ પામે છે આવો નાશનો વ્યવહાર તો સંસારમાં થાય છે. તેથી નાશનો વ્યવહાર સંસારમાં થતો હોવાથી નાશની ઉત્પત્તિનો વ્યવહાર પણ (નષ્ટતાનો વ્યવહાર પણ) સ્વીકારી લેવો જોઈએ. અને આમ નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બન્ને સાથે માનવી જોઈએ. છતાં તને તે માનવામાં મને બાધા આવશે. આવો ભય હે વ્યવહારવાદી ? જો તને હોય, અને તેથી જ તું નશ્યમાન સમયમાં નાશમાત્ર જ સ્વીકારતો હોય પણ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) ન સ્વીકારતો હોય તો— Page #137 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (તો) ક્રિયાનિષ્ઠાપરનામરૂપવર્તમાનત્વ-અતીતત્વ ભેરૂ ‘‘નતિ, નષ્ટ: ઉત્પદ્યતે, उत्पन्नः ए विभक्त व्यवहारसमर्थन करो. अत एव क्रियाकालनिष्ठाकालयोग पद्यविवक्षाइं "उत्पद्यमानमुत्पन्नम्, विगच्छद् विगतम् " ए सैद्धान्तिकप्रयोग संभवइ. ૪૨૨ '' જ્યાં સુધી વસ્તુ કરાતી હોય ત્યાં સુધી તે વસ્તુનો તે કાલ ક્રિયાકાલ કહેવાય છે. અને જ્યારે વસ્તુ સમાપ્ત થાય છે. પૂર્ણ થાય છે. ત્યારે નિષ્ઠાકાલ કહેવાય છે. હવે જે સમયે જે નાશ આરંભાય છે. તે સમય તે નાશનો ક્રિયાકાલ સમજવો. અને જે સમયે નાશની ઉત્પત્તિ થઈ, નાશ થઈ ચુક્યો. તે સમય નાશનો નિષ્ઠાકાળ જાણવો. જે સમયે ઘટનો નાશ આરંભાય છે તે જ સમયે તે ઘટનો તેટલો નાશ થઈ જ જાય છે. જે સમયે કપડુ ફાડવાનો આરંભ કરાય છે. તે સમયે જ તેટલું કપડુ ફાડવાનું કામ પૂર્ણ જ થાય છે. જે સમયે કાચનો ગ્લાસ ભૂમિ સાથે ટકરાય છે અને નાશ આરંભાય છે તે જ સમયે કાચના ગ્લાસની અખંડિતતાનો નાશ થઈ જ જાય છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને એક સમયમાં સાથે વિચારીએ તો ક્રિયાકાલના પરિણામ સ્વરૂપ જે છે તે વર્તમાનતા છે. અને નિષ્ઠાકાલના પરિણામ સ્વરૂપ જે છે. તે અતીતતા છે. આ રીતે ક્રિયાકાલ અને નિષ્ઠા-કાલના પરિણામ સ્વરૂપ વર્તમાનતા અને અતીતતાની સાથે વિવક્ષા કરીએ તો “નતિ-નષ્ટ તે વિવક્ષિત એક સમયમાં પણ વસ્તુ, નાશ પણ પામે છે. અને નાશ પામી પણ છે. તથા ઉત્પદ્યતે ઉત્પન” તેવી જ રીતે તે વિક્ષિત એક સમયમાં વસ્તુ ઉત્પન્ન પણ થાય છે અને ઉત્પન્ન થઈ પણ છે. આમ એક જ સમયમાં ક્રિયાકાલને આશ્રયી વર્તમાનતાનો અને નિષ્ઠાકાલને આશ્રયી અતીતતાનો આમ विभक्त પ્રયોગ જુદા જુદા ત્રણે કાળના વ્યવહારના પ્રયોગનું પણ સમર્થન કરો. તેમા કંઈ દોષ નથી. = અત વ આમ વિવક્ષા કરવાથી ક્રિયાકાલ અને નિષ્ઠાકાલને (પ્રારંભને અને સમાપ્તિને) એકી સાથે એક જ સમયમાં વિવક્ષા કરવાથી “ઉત્પન્ન થતી વસ્તુને ઉત્પન્ન થઈ. આમ કહેવાય' આવા પ્રકારનો શાસ્ર સિદ્ધ પ્રયોગ પણ નિર્દોષપણે સિદ્ધ થાય છે. કારણ કે જે વસ્તુ જે સમયે જેટલી આરંભાય છે. તે વસ્તુ તે સમયે તેટલા અંશે અવશ્ય સમાપ્ત પણ થાય જ છે આમ ક્રિયાકાલ-નિષ્ઠાકાલ એક હોવાથી પ્રારંભ-સમાપ્તિ સાથે હોવાથી વર્તમાનતા અને અતીતતાની પણ સાથે વિવક્ષા કરી શકાય છે. આવી વિચારસરણી રાખવાથી નિશ્ચયદૃષ્ટિવાળાં શાસ્ત્રવાક્યો પણ સારી રીતે સંગતિને પામે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૩ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ જો બારમા ગુણઠાણાના ચરમ સમયે આરંભાયો છે. તો તે નાશ તે જ સમયે સમાપ્ત થાય છે. એટલે નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) બારમાના ચરમસમયે જ થાય છે. તેથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ બારમાના ચરમસમયે જ છે. એટલું જ નહી પણ તે જ તેરમાનો પ્રથમ સમય છે. આમ અભેદ વિચારવો તે જ વધારે હિતાવહ છે. તેથી હે વ્યવહારવાદી ! આ બાબતમાં તું સૂક્ષ્મતાથી વિચાર કર. નાશનો અને નાશની ઉત્પત્તિનો (નષ્ટતાનો) ભેદ નથી. પરંતુ અભેદ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ બારમાના ચરમ સમયે હોય, અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા) તેરમાના પ્રથમસમયે હોય આવું બનતું નથી. તેથી જ જે સમયે નાશ આરંભાય છે. તે જ સમયે નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જ જાય છે. તેથી તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ પણ થઈ જ જાય છે. પરંતુ તું માને છે તેવો સમયભેદ નથી. परमतइं "इदानीं ध्वस्तो घटः " ए आद्यक्षणइं व्यवहार सर्वथा न घटइ. अह्यारइंनयभेदई सम्भवइ - अत्र सम्मतिः ૪૨૩ અન્યદર્શનીઓના મતે એટલે કે જેઓ એકાન્તભેદવાદી જ છે. તેઓના મતે (નૈયાયિકાદિના મતે) “અત્યારે જ, હમણાં જ ઘટ ફુટયો છે” આવો પ્રયોગ જ્યારે ઘટ ફુટે છે ત્યારે પ્રથમ સમયે સર્વથા ઘટશે નહીં. કારણ કે અન્યમતવાળા ભેદના એકાન્તવાદી હોવાથી નાશને નશ્યમાનસમયમાં માને છે. અને નાશની ઉત્પત્તિને (નષ્ટતાને) તેના પછીના બીજા સમયમાં માને છે. એકાન્ત ભેદવાદી હોવાથી “નાશ અને નાશની ઉત્પત્તિ (નષ્ટતા)” સાથે ન માનતા હોવાથી આદ્યક્ષણમાં ઘટ:- નતિ ઘટ ફુટે છે ઘટ ફુટે છે આમ જ બોલાશે પણ પટ: નઇઃ ઘટ ફુટ્યો આમ બોલાશે નહીં. અમારે જૈનદર્શનાનુયાયીઓને તો નયભેદે આ વ્યવહાર પણ સંભવશે-નિશ્ચયનયની અપેક્ષાએ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ સાથે જ હોવાથી નશ્યમાનકાલે જ નાશની ઉત્પત્તિ (નષ્ટતા) થઈ જતી હોવાથી “નટોથં ઘટ:” આવું બોલાશે. અને વ્યવહારનયની અપેક્ષાએ “નશ્યમાનોવં ષટ:” આમ પણ બોલાશે. આ બાબતમાં સમ્મતિપ્રકરણમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણે– = उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । વિયં પળવયંતો, તિજાતવિસયં વિશેષેફ ॥ રૂ-૩૭ ॥ ॥ ૧-૨૨॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૧૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્પન્ન થતી વસ્તુને તે જ કાલે ઉત્પન્ન થઈ, અને નાશ પામતી વસ્તુને તે જ કાલે નાશ પામી. આમ કહેવાય છે કારણ કે વસ્તુ આવી છે. આ પ્રમાણે દ્રવ્યના સ્વરૂપને જણાવતા મહાત્માઓ તે દ્રવ્યને એક સમયમાં પણ (નિશ્ચયનયની અપેક્ષાએ) ત્રણે કાળના વિષયવાળું કરે છે. ॥ ૩-૩૭ ॥ ॥ ૧૪૫ ॥ ૪૨૪ ઉત્પત્તિ નહીં જો આગલિં, તો અનુત્પન્ન તે થાઈ રે । જિમ નાશ વિના અવિનષ્ટ છઈ, પહિલાં તુઝ કિમ ન સુહાઈ રે । જિનવાણી પ્રાણી સાંભળો. ॥ ૯-૧૩ II ગાથાર્થ– જો આગળ-આગળ ઉત્પત્તિ ન માનીએ તો વસ્તુ અનુત્પન્ન જ થાય. જેમ નાશ ન થાય ત્યાં સુધી વસ્તુ અનષ્ટ જ રહે છે. તેમ. આ તર્ક તને પહેલાં કેમ સૂઝતો નથી ? ॥ ૯-૧૩ || ટબો- જો આગલિ-દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિ નહીં, તો ઘટાદિક દ્વિતીયાદિક્ષણઈં અનુત્પન્ન થાઈ, જિમ પહિલાં-ધ્વંસ થયા પહિલાં-નાશ વિના “અવિનષ્ટ:' કહિઈં છઈં. એ તર્ક તુઝનઈં કિમ સુહાતો નથી ? તે માર્ટિ પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઈં માનવા. દ્રવ્યાર્લાદેશઈં દ્વિતીયાદિક્ષણŪ ઉત્પત્તિવ્યવહાર કહિઈં. તો નાશવ્યવહાર પણિ તથા હુઓ જોઈઈં. તથા ક્ષણાંતર્ભાવŪ દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિ પામી જોઈઈં. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ; તો પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈ જોઈŪ. II ૯-૧૩ || વિવેચન– નિશ્ચયનયની વિચારધારા પ્રમાણે ઉત્પદ્યમાન વસ્તુ ઉત્પત્યમાન, ઉત્પદ્યમાન અને ઉત્પન્ન છે. તેવી જ રીતે નશ્યમાન વસ્તુ તે જ સમયમાં નંક્ષ્યમાણનશ્યમાન અને નષ્ટ છે. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એકસમયમાં જ હોય છે. જે સમયે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય થાય છે. તે સમયમાં જ ક્ષય થઈ ચુક્યો છે. માટે તે જ સમયમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષણાન્તરે થતી નથી. જે સમયે મિથ્યાત્વનો ઉદય વિરામ પામે છે. તે સમયે જ મિથ્યાત્વના ઉદયની સમાપ્તિ થાય છે. અને તેથી તે જ સમયમાં જીવ સમ્યક્ત્વ પામે છે. આ રીતે વિચારતાં કેવલી જ કેવલજ્ઞાન પામે છે. સમ્યક્ત્વી જ સમ્યક્ત્વ પામે છે. સંયમી જ સંયમ પામે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૩ પરંતુ વ્યવહારનય ભેદપ્રધાન છે. તેથી તેની દૃષ્ટિએ જે સમયે વસ્તુ નશ્યમાન છે. તે સમયે નાશ થાય છે. પણ નષ્ટતા તે સમયમાં હોતી નથી. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય બારમાના ચરમસમયે થાય છે. પરંતુ કેવલ જ્ઞાનની ઉત્પત્તિ તે સમયે થતી નથી. કારણકે આવરણોની નષ્ટતા ત્યાં નથી. પણ તેરમે છે. તેથી તેરમાના પ્રથમ સમયે કેવલજ્ઞાન થાય છે. આ પ્રમાણે ભેદ પ્રધાન દૃષ્ટિવાળો આ વ્યવહારનય છે. તે વ્યવહાર નયને નિશ્ચયનયે બારમી ગાથામાં ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો. હજુ આ તેરમી ગાથામાં પણ નિશ્ચયનય વ્યવહારનયને સમજાવતાં કહે છે કે जो आगलिं-द्वितीयादिक्षणई उत्पत्ति नहीं. तो घटादिक द्वितीयादिक्षणइं अनुत्पन्न थाइं. जिम पहिला-ध्वंस थया पहिला-नाश विना "अविनष्टः" कहिइं छइं. ए तर्क तुझनई किम सुहातो नथी ? ते माटिं प्रतिक्षणोत्पाद-विनाश परिणामद्धारई मानवा. જે વસ્તુ જે સમયે પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં નિશ્ચયનયથી ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. રૂપાન્તરપણે પરિણામ પામે છે. અને વ્યવહારનયથી ભેદપ્રધાનદૃષ્ટિ હોવાથી દ્વિતીયસમયે ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. આમ વસ્તુસ્વરૂપ છે. હવે જે વસ્તુ જે સમયે પૂર્વ પર્યાયરૂપે નાશ પામે છે. તે વસ્તુ તે જ સમયમાં અથવા (વયભેદે) દ્વિતીયાદિ સમયમાં ઉત્તરપર્યાયરૂપે ઉત્પન્ન થાય જ છે. છતાં સ્થૂલદૃષ્ટિવાળાને ક્રિયાકાળ ઘણો લાંબો દેખાય છે. અને નિષ્ઠાકાલ અન્તિમ એક સમયમાં જ દેખાય છે. જેમ કે ઘટ બનાવતાં ૪ કલાક થાય છે. તો મૃર્લિંડ કરવામાં, સ્થાસ-કોશ કુશૂલાદિ કરવામાં ક્રિયાકાલ ઘણો લાંબો દેખાય છે. અને ઘટની ઉત્પત્તિ ૪ કલાકના અંતિમ એક સમયમાં જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ટ્રેનને મુંબઈ પહોચતાં ધારો કે ૯ કલાક થાય છે. ત્યાં જેવી ગાડી ચાલુ થઈ એટલે તુરંત જ અમદાવાદનું જવું, નડીયાદ-વડોદરા-સુરતનું ચાલ્યા જવું દેખાય છે. પણ મુંબઈનું આવવું નથી દેખાતું. તેમ ક્રિયાકાલના પ્રતિ સમયમાં નાશ દેખાય છે. પરંતુ કાર્યની ઉત્પત્તિ તો માત્ર નિષ્ઠાકાલે જ દેખાય છે. આમ પ્રતિ સમયમાં કાર્યની ઉત્પત્તિ વ્યવહારનયને દેખાતી નથી. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલના ભેદ તરફની દૃષ્ટિથી વ્યવહાર નયને આવું દેખાય છે. ત્યાં નિશ્ચયનય પૂલદષ્ટિવાળા વ્યવહારનયને સમજાવે છે કે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો પ્રતિસમયે આગળ-આગળ મૃત્યિંડાદિના નાશની સાથે સાથે તે જ સમયમાં ઘટકાર્યની ઉત્પત્તિ થતી ન હોય, અને વ્યવહારનયથી મૃતિંડાદિના નાશની સાથે આગળ દ્વિતીયાદિક્ષણોમાં પણ જો કાર્યની ઉત્પત્તિ થતી નથી એમ કહીએ અને અન્તિમ નિષ્ઠાકાલે જ કાર્યની ઉત્પત્તિ થાય છેઆમ જો કહીએ તો મૃત્યિંડાદિનો નાશ થયા પછી દ્વિતીયાદિક્ષણોમાં ઘટ-પટાદિક કાર્યની અનુત્પત્તિ જ થશે. અને આમ ક્વિાકાલના સર્વ સમયોમાં અનુત્પત્તિ જ માત્ર માનવાથી ક્યારેય પણ તે ઘટ-પટાદિ કાર્ય ઉત્પન્ન થશે જ નહીં. સર્વથા અનુત્પન જ બનશે. જેમ પહેલાં એટલે કે ધ્વંસ ન પામે ત્યાં સુધીમાં ધ્વંસ થયો નથી માટે તે વસ્તુ “અવિનષ્ટ” કહેવાય છે. જ્યાં સુધી ઘટ-પટનો ધ્વંસ ન થાય, ત્યાં સુધી નાશ વિના (ધ્વંસ થયા વિના) તે વસ્તુ અવિનષ્ટ (જીવંત) કહેવાય છે. તેમ ઉત્પત્તિ વિના તે વસ્તુ અનુત્પન જ રહેશે. આ તર્ક તને કેમ સુઝતો નથી ? જો ક્રિયાકાલમાં એકલો નાશ જ માનીશ અને ઉત્પત્તિ નહી માને અને કાર્યની ઉત્પત્તિ કેવલ નિષ્ઠકાલે જ = ચરમસમયે જ જો તું માનીશ તો પૂર્વપર્યાયનો નાશ થઈ ગયો. નવો પર્યાય ત્યાં ઉત્પન્ન ન થયો. તો તે સદા અનુત્પન્ન રહેશે. કારણ કે પ્રતિ સમયે જો તે કાર્યની ઉત્પત્તિ કંઈક કંઈક ન થતી હોય તો એકલા ચરમ સમયમાત્રમાં જ સંપૂર્ણ કાર્ય કેમ બને ? તે માટે સમજવું જોઈએ કે પ્રતિક્ષણે જેમ નાશ માનો છો તેમ અંતિમ સમયે થનારા કાર્યનો ઉત્પાદ પણ સર્વ સમયોમાં માનવો જોઈએ. અર્થાત્ પ્રતિસમયે ઉત્પાદ અને નાશ આમ બને છે. અને તે દ્રવ્યમાં રહેલા પારિણામિક સ્વભાવને લીધે છે. પરિણામ દ્વારા એટલે કે વસ્તુના પારિણામિક સ્વભાવ દ્વારા ઉત્પાદ-વ્યય બને સાથે માનવા જોઈએ. . द्रव्यार्थादेशइं द्वितीयादिक्षणइं उत्पत्ति-व्यवहार कहिइं. तो नाशव्यवार पणि तथा हुओ जोइइं. तथा-क्षणांतर्भावई द्वितीयादिक्षणइं उत्पत्ति पामी जोइइं. अकल्पित अनुत्पन्नता न होइ. तो पणि प्रतिक्षण उत्पत्ति विना परमार्थथी अनुत्पन्नता थइ जोइइ. મૃતિંડમાંથી ઘટ બનાવતાં ધારો કે ૪ કલાક થાય છે. તેમાં પિંડનો નાશ ક્રિયાકાલના સર્વસમયોમાં દેખાય છે. પરંતુ ઘટની ઉત્પત્તિ નિષ્ઠા કાળ = ચરમસમયે જ પૂલદૃષ્ટિએ દેખાય છે. સોનાની ૪ બંગડી ભગાવીને ગળાનો હાર બનાવતાં બંગડીનો નાશ ક્રિયાકાળના સર્વસમયોમાં જણાય છે. પરંતુ હારની ઉત્પત્તિ ચરમસમયે Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ ૪૨૭ જ દેખાય છે. અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડીમાં અમદાવાદ આદિ શહેરોનું ચાલ્યા જવું સર્વ સમયોમાં છે. પરંતુ મુંબઈનું આવવું છેલ્લા સમયે જ છે આવાં ઉદાહરણો ઉપરથી નાશ સર્વ સમયોમાં જણાય છે. પરંતુ ઉત્પત્તિ છેલ્લા સમયે જ દેખાય છે. તેવા સ્થૂલદષ્ટિવાળા જીવને નિશ્ચયનય સમજાવે છે કે જો પ્રતિસમયે નાશ હોય અને ઉત્પત્તિ ન હોય તો તે કાર્ય ક્યારેય પણ બનશે જ નહીં. કારણકે સમયે સમયે જેમ જેમ પૂર્વ પર્યાયનો નાશ થાય છે. તેમ તેમ અંશે અંશે ઘટ-પટ આદિ કાર્ય પણ થાય જ છે. જો ઘટ-પટ આદિ કાર્યની પ્રતિસમયે ઉત્પત્તિ ન માનીએ તો એકલા એક ચરમસમયમાં કાર્ય થાય જ નહીં. તેથી કાર્યની અનુત્પન્નતા જ થાય. આવો દોષ તને આવશે. અહીં સ્થૂલદૃષ્ટિવાળો આ વ્યવહારનય કદાચ આવો પોતાનો બચાવ કરે કે “ફિતીયરિવું = દ્વિતીયાદિ સર્વ સમયોમાં દ્રવ્યાર્થિકનયથી તિરોભાવે અન્વયમાત્ર રૂપે જ ઉત્પત્તિ હોય છે. પર્યાયાર્થિકનયથી આવિર્ભાવે તો ઉત્પત્તિ ચરમસમયે જ હોય છે. તેથી ક્રિયાકાળના સર્વસમયમાં ઉત્પત્તિ નથી એમ નહીં પરંતુ તે દ્રવ્યાર્થિકનયથી તિરોભાવ રૂપે જ છે. તેથી અનુત્પન્નતાનો દોષ મને આવશે નહીં. અને પ્રગટપણે ઉત્પત્તિ તો ચરમસમયે જ સર્વને જણાય છે. આવો બચાવ જ કરે તો નાશવ્યવહાર પણ = નાશનો વ્યવહાર પણ તેવો જ હોવો જોઈએ. એટલે કે ક્રિયાકાલના સર્વ સમયોમાં નાશ પણ તિરોભાવે જ થાય છે. પરમાર્થથી તો નાશ ચરમ સમયે જ થાય છે. આમ નાશમાં પણ તેમજ માનવું જોઈએ. પરંતુ નાશ તો પ્રથમ સમયથી જ દેખાય છે. તેથી ઉત્પત્તિ પણ પ્રથમ અને દ્વિતીયાદિ સમયોમાં અંશે અંશે માની લેવી જ જોઈએ. અને જો આ રીતે નાશની જેમ જ પ્રત્યેક સમયમાં ઘટ-પટ પર્યાયની અંશે અંશે ઉત્પત્તિ સ્વીકારવામાં આવે તો મલ્પિત = વાસ્તવિક મનુત્યનતા = અનુત્પત્તિ આવવાનો દોષ ન હો = હવે આવે જ નહીં. આવું વસ્તુ સ્વરૂપ છે. અને તે જ સાચું સ્વરૂપ છે. તો પણ = છતાં પણ જો પ્રતિક્ષણ = પ્રત્યેક ક્ષણોમાં ઉત્પત્તિ વિના અંશે અંશે કંઈક કંઈક ઘટ-પટ કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં ન આવે અને ચરમ સમયે જ માત્ર કાર્યની ઉત્પત્તિ થાય છે. આમ જો માનવામાં આવે તો, એટલે કે પ્રતિસમયે ઉત્પત્તિ માન્યા વિના ચરમસયમાં પણ પરમાર્થથી ૩ નુત્યનતા = વાસ્તવિકપણે અનુત્પન્નતા થ નફર = થઈ જવી જોઈએ. જો અંશે અંશે કાર્યની ઉત્પત્તિ ન માનીએ તો છેલ્લા એક સમયમાત્રમાં સંપૂર્ણકાર્ય નીપજે નહીં. તેથી કાર્યની અનુત્યનતા જ થાય. (PI) ૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઢાળ-૯ : ગાથા-૧૪-૧૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે તે વ્યવહારનયવાદી ? મૃર્લિંડના નાશથી માંડીને ઘટ બને ત્યાં સુધીના સર્વ સમયોમાં પૂર્વ પર્યાયનો જેમ નાશ પારમાર્થિક છે. તેમ પ્રતિસમયમાં ઉત્તરપર્યાયની (ઘટપર્યાયની) ઉત્પત્તિ પણ અંશે અંશે પારમાર્થિક છે જ. અમદાવાદનું જવું જેમ સાચું છે. તેમ પ્રતિસમયમાં મુંબઈનું આવવું પણ સાચું જ છે. આમ સર્વસમયોમાં નાશ અને ઉત્પત્તિ બને છે. ધ્રુવતા તો અનુભવ સિદ્ધ છે જ. જેથી સર્વ સમયોમાં ત્રિપદી એ જ સાચું “સ” નું લક્ષણ છે.' | ૧૪૬ // એણઈ ભાઈ ભાસિલું, સમ્મતિમાંહિ એ ભાવ રે સંઘયણાદિક ભવભાવથી, સીઝંતાં કેવલ જાઈ રે || જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૪ . તે સિદ્ધપણઈ વળી ઉપજઈ, કેવલભાવઈ જઈ તેહ રે / વ્યયતિપત્તિ અનુગમથી સદા,શિવમાંહિતિયલક્ષણ એહરે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૧૫ // ગાથાર્થ– આ ભાવોને ધ્યાનમાં રાખીને સમ્મતિતર્કમાં પણ આ (ત્રિપદીના) ભાવો કહેલા છે. સંઘયણાદિક સાંસારિક સંબંધોવાળું કેવળજ્ઞાન મોક્ષે જતાં ચાલ્યું જાય છે. || ૯-૧૪ || વળી સિદ્ધપણે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવલજ્ઞાનભાવે તેહનું તેલ જ રહે છે. તથા શિવમાંહે (મોક્ષમાં) પણ વ્યય, ઉત્પત્તિ અને અન્વયે આ ત્રણે સદા હોવાથી ત્યાં પણ ત્રણલક્ષણ હોય છે. તે ૯-૧૫ / ટબો- છમ પરિણામથી સર્વ દ્રવ્યનઇ ત્રિલક્ષણયોગ સમર્થિઓ. એણઈ જ અભિપ્રાયઈ સમ્મતિગ્રંથમાંહિં એ ભાવ ભાખીઉં. જે, “જે સંઘયણાદિક ભવભાવથી સીઝતાં મોક્ષસમયઇ કેવલજ્ઞાન જાઇ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાય નાશ થાઇં. એ અર્થ.” તે સિદ્ધપણઇ-સિદ્ધકેવલજ્ઞાન પણઇ ઉપજઈ, તેહ જ કેવલજ્ઞાનભાવ છઈ– ધ્રુવ છઈ, એ મોક્ષગમનસમયઇ જે વ્યય ઉત્પત્તિ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાંમોક્ષમાંહિં ૩ લક્ષણ હોઈ. સાથે૧. આ ઢાળની ગાથાં-૧૧-૧૨-૧૩ ના અર્થો વધારે દુર્ગમ છે. તેને સમજવા માટે બીજા કોઈ સાહિત્યમાંથી વધારે આધાર મળી શક્યો નથી. છતાં ગુરુગમથી જે મળી શક્યો છે તે જ અર્થ અમે અહીં લખ્યો છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા૧૪-૧૫ ૪૨૯ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया. ते सिज्झमाणसमये, ण होंति विगयं तओ होइ. ॥ २-३५ ॥ सिज्झत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ. केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥ એ ભાવ લઈનઈં “વનના સ્વરે નિત્તે, ભવસ્થવનના , સિદ્ધવનના ૪” ઈત્યાદિ સૂબિ ઉપદેશ છd. I ૯-૧૪ એ ઐલક્ષણ્ય સ્થૂલવ્યવહારઈ સિદ્ધનઈ આવ્યું, પણિ સૂક્ષ્મ નવાઈ નાવ્યું. જે માટિ સૂક્ષ્મનય-બાજુમૂત્રાદિક તે સમય સમય પ્રતિ ઉત્પાદ વ્યય માનઇ છઇં, તે લેઇનઈ. તથા દ્રવ્યાદિશનો અનુગમ લેઈનઈ જે સિદ્ધકેવલજ્ઞાનમાંહિં ઐલક્ષણ્ય કહિઇ, તેમ જ સૂક્ષ્મ કહવાઈ. ઈમ વિચારીનઈ પક્ષાંતર કહઈ છઈ. I ૯-૧૫ | વિવેચન- કોઈ પણ દ્રવ્ય વ્યવહારથી ઉત્પન થતું હોય અને નાશ પામતું હોય ત્યારે જ ઉત્પાદ-નાશ છે. અને વચ્ચેના ગાળામાં કેવળ એકલું ધ્રૌવ્ય છે. આમ સ્થૂલદૃષ્ટિએ દેખાય છે. પરંતુ પરમાર્થથી તેમ નથી. જેમ કે કોઈ પણ જીવ મનુષ્યપણે જન્મ્યો ત્યારે ઉત્પાદ, મૃત્યુ પામ્યો ત્યારે નાશ, જીવ્યો ત્યાં સુધી કેવળ ધ્રૌવ્ય, ઘટ બન્યો ત્યારે ઉત્પાદ, ફુટ્યો ત્યારે વ્યય, અને અખંડ રહ્યો ત્યાં સુધી કેવલ એકલું ધ્રૌવ્ય આમ સ્થૂલદૃષ્ટિવાળા જીવોને દેખાય છે. પરંતુ આમ સમજવાથી એક સમયમાં ત્રિપદીરૂપ લક્ષણ સંભવતું નથી. અને ત્રિલક્ષણ વિના પદાર્થ સત્ કહેવાતો નથી. તેથી આ ઢાળની ગાથા ૧૦ થી ૧૩ માં એ સમજાવવામાં આવ્યું છે કે પ્રતિસમયે સર્વે પદાર્થો નાશ અને ઉત્પાદ આમ બન્ને પામે જ છે. તથા દ્રવ્યપણે ધ્રુવ પણ છે જ. સ્થિર પડેલા ઘટ-પટમાં પણ પ્રતિસમયે પુગલોનો ફેરફાર થાય જ છે. જીવદ્રવ્યમાં પણ લેશ્યાજન્ય, કષાયજન્ય, જ્ઞાનોપયોગાદિ જન્ય અધ્યવસાયસ્થાનો બદલાયા જ કરે છે. ધર્માસ્તિકાયાદિમાં પણ સહાય લેનારાં દ્રવ્યો બદલાતાં હોવાથી સહાયકતાદિમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ છે. આ રીતે પ્રતિસમયમાં પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ સર્વ દ્રવ્યોમાં ચાલુ જ હોય છે. ઘણી વખત એવો પણ ભ્રમ થઈ જાય છે કે કંકણ ભાંગીને કુંડલ બનાવતા હોઈએ ત્યારે કંકણ ઉપર સુવર્ણકાર જેમ જેમ હથોટી મારે તેમ તેમ કંકણનો નાશ જ માત્ર દેખાય છે. પરંતુ કુંડલનો ઉત્પાદ દેખાતો નથી. કંડલનો ઉત્પાદ તો ચરમસમયે જ માત્ર દેખાય છે. ત્યાં સુધી પૂર્વપર્યાયનો નાશ માત્ર જ દેખાય. પરંતુ આ સઘળો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઢાળ-૯ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભ્રમમાત્ર જ છે. કારણ કે જ્યાં સુધી કંકણનો નાશ ચાલુ હતો ત્યાં સુધી જો પ્રતિસમયે આગળ આગળ અંશે અંશે તેટલી તેટલી કંડલની ઉત્પત્તિ ન માનીએ તો કુંડલ અનુત્પન્ન જ રહે. જુનું કંકણ જતુ રહે, અને નવું કુંડલ થાય જ નહી, જો આમ હોય તો દ્રવ્ય જ અસત્ બની જાય. તે માટે તેટલી તેટલી કુંડલની ઉત્પત્તિ પણ થાય જ છે. પ્રતિસમયે કંઈક કંઈક અંશે કુંડલની ઉત્પત્તિ થઈ રહી છે. તો જ ચરમ સમયે સંપૂર્ણ કુંડલ બને છે. इम-परिणामथी सर्व द्रव्यनइं त्रिलक्षणयोग समर्थिओ. एणइं ज अभिप्रायइं सम्मतिग्रंथमांहिं ए भाव भाखिउं जे- "जे संघयणादिक भवभावथी सीझंतां मोक्षसमयइं केवलज्ञान जाइं-भवस्थकेवलज्ञान पर्यायई नाश थाइं, ए अर्थ." ते सिद्धपणइं-सिद्धकेवलज्ञानपणइं उपजइ. तेह ज केवलज्ञान भाव छइ-ध्रुव छइ. ए मोक्षगमनसमयई जे व्यय उत्पत्ति हुआ. तत्परिणतसिद्धद्रव्यानुगमथी शिवमांमोक्षमांहिं ३ लक्षण होइ. गाथे આ રીતે પ્રતિસમયે દ્રવ્યોનો પરિવર્તન પામવાનો પારિણામિક સ્વભાવ હોવાથી સર્વે પણ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આમ ત્રણ લક્ષણોનો સંભવ છે જ. આ વાત અમે સમજાવી. સિદ્ધ કરી. હું = આ જ અભિપ્રાયથી સમ્મતિપ્રકરણ નામના મહા ગ્રંથમાં પણ આવો ભાવ કહ્યો છે. જ્યારે આત્મા દેહત્યાગ કરીને સંઘયણ-સંસ્થાન-અંગોપાંગ વિગેરે સાંસારિક ભાવોમાંથી નીકળીને સિદ્ધ થાય છે. ત્યારે એટલે કે મુક્તિપદ પ્રાપ્ત કરે છે. ત્યારે કેવલજ્ઞાન ચાલ્યું જાય છે.” તેનો અર્થ એવો છે કે ભવસ્થ કેવલજ્ઞાન પર્યાય તે વખતે નાશ પામે છે. તથા સિદ્ધપણે એટલે સિદ્ધ અવસ્થાસંબંધી અશરીરિભાવવાળું કેવલજ્ઞાન ઉત્પન થાય છે. અને સામાન્ય કેવલજ્ઞાનપણું તો છે જ, ધ્રુવ જ છે. સારાંશ કે સંસારના સંબંધવાળા કેવલજ્ઞાનનો નાશ, સિદ્ધના સંબંધવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ મોક્ષગમનના પ્રથમ સમયે આ ઉત્પત્તિ અને વ્યય થયાં, (ધ્રૌવ્ય તો પ્રસિદ્ધ છે જ). તથા તે તે ભાવે પરિણામ પામેલા એવા સિદ્ધદ્રવ્યના અનુગમથી (અન્વયથી) શિવમાં પણ એટલે કે મુક્તાવસ્થામાં પણ પ્રતિસમયે ૩ લક્ષણ હોય છે. મુક્તિગમન સમયે પણ ૩ લક્ષણ છે અને પ્રાપ્તમુક્તાવસ્થામાં પણ પર્યાયના પરિણમનથી પ્રત્યેક સમયમાં ૩ લક્ષણ છે જ. આ ભાવને સમજાવનારી સમ્મતિપ્રકરણની બે ગાથા આ પ્રમાણે છે– (ાથે શબ્દ દ્વિવચનમાં છે) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૬ जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया । ते सिज्झमाणसमये, ण होति विगयं तओ होइ ॥ २-३५ ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ । केवलभावं तु पडुच्च, केवलं दाइअं सुत्ते ॥ २-३६ ॥ અર્થ– જે સંઘયણ આદિના સંબંધવાળા ભવસ્થ એવા કેવળજ્ઞાનના વિશેષ પર્યાયો છે. તે પર્યાયો મુક્તિગમનસમયે જીવમાં હોતા નથી, તેથી વિનાશ પામે છે. અને વળી સિદ્ધપણે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ એક સમયના કાળવાળા જે પર્યાય છે. તે અર્થપર્યાય કહેવાય છે. વળી કેવલજ્ઞાનમાત્રને આશ્રયી કેવળ સદા હોય છે. આમ સૂત્રમાં આપેલું છે. || ર-૩૫,૩૬ // ए भाव लेइनइ "के वलनाणे दुविहे पण्णत्ते-भवत्थके वलनाणे य, fસથવાના ય' કૃત્યાદ્ધિ સૂત્ર ૩પવેશ છ૩. I ૬-૨૪ આ પ્રમાણે સમજાવેલા ભાવને ધ્યાનમાં રાખીને જ આગમશાસ્ત્રમાં “કેવલજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે. એક ભવસ્થકેવલજ્ઞાન અને બીજું સિદ્ધાવસ્થાવાળું કેવળજ્ઞાન” આવો ઉપદેશ આપેલો છે. (આ પાઠ ભગવતીસૂત્રનો હોય એમ લાગે છે.) જો ભવસ્થતા અને સિદ્ધસ્થતાના ભેદથી નાશ અને ઉત્પાદ ન વિચારીએ તો કેવળજ્ઞાન ક્ષાયિકભાવવાળું હોવાથી અને સાદિ અનંત હોવાથી એક જ પ્રકારનું હોય છે. તેના પ્રતિભેદ ન હોઈ શકે. છતાં પૂર્વમહર્ષિ પુરુષો આ પ્રમાણે ઉત્પાદ-વ્યય તેમાં કહે છે અને આ પ્રમાણે જગતના પદાર્થો જણાય છે. માટે પ્રતિસમયે નાશ-ઉત્પાદ અને ધ્રૌવ્ય માનવું જોઈએ. | ૧૪૭ ए त्रैलक्षण्य स्थूलव्यवहारइं सिद्धनइं आव्यु. पणि-सूक्ष्मनयइं नाव्यु. जे माटिसूक्ष्मनय-ऋजुसूत्रादिक, ते समय समय प्रति उत्पाद व्यय मानइं छइं, ते लेइनइ. तथा द्रव्यार्थादेशनो अनुगम लेइनइं जे सिद्धकेवलज्ञानमांहिं त्रैलक्षण्य कहिई, तेह ज सूक्ष्म कहवाई. इम विचारीनई पक्षांतर कहइ छइ ॥ ९-१५ ॥ જે સમયે આત્મા દેહત્યાગ કરી, સર્વકર્મ ક્ષય કરી, એકસમયની સમશ્રેણીથી મોક્ષે જતા હોય છે. તે સમયને આશ્રયીને સિદ્ધપરમાત્માને આ ત્રણ લક્ષણો જે સમજાવ્યાં, તે સ્થૂલવ્યવહારનયને આશ્રયી આવ્યાં, દેહત્યાગને આશ્રયી સશરીરપણે વ્યય અને અશરીરી પણ ઉત્પાદ લોકગમ્ય હોવાથી સમજાય તેવાં છે માટે સ્કૂલ વ્યવહારનય કહેવાય છે. પણ સૂક્ષ્મનયને આશ્રયી ત્રણ લક્ષણો હજુ આવ્યાં નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઢાળ-૯ : ગાથા-૧૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ કે આયુષ્યક્ષય, દેહત્યાગ, સર્વકર્મરહિત અવસ્થા, નિર્વાણપ્રાપ્તિ વિગેરે ભાવો લોકગમ્ય છે. સ્થૂલદૃષ્ટિએ આ અવસ્થાઓ જ્ઞાનથી પણ સમજાય તેવી છે. પરંતુ આત્મા સિદ્ધ અવસ્થા પામે, ત્યારબાદ સાદિ-અનંતકાળ સુધી ત્યાં જ રહેવાના છે. તેમાં પ્રતિસમયે જે ઉત્પાદ-વિનાશ છે. તે આવી કોઈ લોકાનુભવગમ્ય અવસ્થાઓ નહી હોવાથી જાણી શકાતી નથી. તેથી ત્યાં ઉત્પાદ વ્યયપણ સમજાતા નથી તે ઉત્પાદ-વ્યયને સમજવા માટે સૂક્ષ્મ દૃષ્ટિ દોડાવવી જ રહી. ને માર્ટિ = કારણ કે સૂક્ષ્મનય એટલે કે વર્તમાનકાળને જ પ્રધાન કરનારો જે ઋજુસૂત્રનયાદિ (શબ્દ સમભિરૂઢ-એવંભૂત) નય છે. તે સમય સમયને આશ્રયી ઉત્પાદ-વ્યય માને છે. તેને લઈને આ સૂક્ષમ ઉત્પાદવ્યય જાણવા, તથા દ્રવ્યાર્થિકનયથી અન્વય (ધ્રુવતા) લેઈને સિદ્ધાવસ્થામાં બિરાજમાન પરમાત્માના કેવલજ્ઞાનમાં સ્થિતિ (ધ્રુવતા) પણ સમજવી આ પ્રમાણે જે ત્રણલક્ષણ કહેવામાં આવે છે. તે જ સૂક્ષ્મનય કહેવાય છે. આમ વિચારીને હવે પ્રાપ્તસિદ્ધાવસ્થામાં ઉત્પાદ-વ્યય સમજાવવા પક્ષાન્તર (બીજી વિરક્ષા) સમજાવે છે. સારાંશ કે નિર્વાણ સમયે તો સંસારત્યાગ અને મુક્તિપ્રાપ્તિ હોવાથી વ્યય-ઉત્પાદ લોકોને અનુભવથી સમજાય તેવા છે. તેથી ચૂલદષ્ટિથી કહ્યા. પરંતુ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યા પછી ત્યાં પ્રતિસમયે જે વ્યય-ઉત્પાદ છે. તે આવી કોઈ સ્થૂલ અવસ્થાને આશ્રયી ન હોવાથી સ્થૂલબુદ્ધિથી સમજાય તેમ નથી. તેથી સૂક્ષ્મ એવો જે ઋજુસૂત્રનય, કે જે વર્તમાન કાળને જ પ્રધાન કરનાર છે. તેને આશ્રયી સિદ્ધાવસ્થામાં પણ પ્રતિસમયે વ્યયઉત્પાદ છે. તે બીજી વિવેક્ષાથી હવે પછીની ગાથામાં સમજાવે છે. તે ૧૪૮ / જે શેયાકારાં પરિણમઈ, જ્ઞાનાદિક નિજપર્યાય રે ! વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ, તિલક્ષણ ઈમ પણિ થાઈ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૬ || ગાથાર્થ– આત્માના પોતાના કેવળજ્ઞાનાદિ જે જે પર્યાયો છે. તે તે પર્યાયો પ્રતિક્ષણે જે શેયાકારે પરિણામ પામે છે. તે રીતે વ્યતિરેક થવાથી (સમયે સમયે ભેદ થવાથી) સિદ્ધના જીવોમાં પણ ૩ લક્ષણો આમ હોય છે. | ૯-૧૬ | ટબો- જે જ્ઞાનાદિક-કેવલજ્ઞાન-કેવલદર્શન, નિજ પર્યાયઈ, શેયાકારવર્તમાનાર્દિવિષયાકારઈં પરિણમઈ, વ્યતિરેકઈ કહતાં- પ્રતિક્ષણ અન્યોન્યપણઈ, સિદ્ધનઈ ઈમ પણિ વિલક્ષણ થાઈ. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ–૯ઃ ગાથા-૧૪-૧૫ પ્રથમાદિસમય-વર્તમાનાકાર છઈ, તેહનો દ્વિતીયાદિક્ષણઈ નાશ, અતીતાકારઈ ઉત્પાદ, આકારિભાવઈ-કેવલજ્ઞાન-કેવલદર્શનભાવઈ અથવા કેવલ માત્ર ભાવઈ ધ્રુવ, ઈમ ભાવના કરવી. ઈમ શેય-શ્યાકારસંબંધઈ કેવલન ઐલક્ષણ્ય કહિઉં, હવઈ નિરાકાર જે સત્કૃત્વ વીર્યાદિક ભાવ, તેહનઈ, તથા સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યનઈ કાલસંબંધથી ગ્રલક્ષણ્ય દેખાડઈ છઈ. I ૯-૧૦ || વિવેચન- જ્યારે કોઈ પણ આત્મા મોક્ષે જાય છે. ત્યારે તો પંદરમી ગાથામાં કહ્યા પ્રમાણે સંઘયણાદિક ભવ ભાવ સંબંધી કેવળજ્ઞાનનો નાશ, અને સિદ્ધાવસ્થાવાળા કેવળજ્ઞાનનો ઉત્પાદ, અને કેવળજ્ઞાનમાત્ર પણે ધ્રૌવ્ય, આમ ત્રિપદી સમજાય તેમ છે. પરંતુ જ્યારે જીવ મોશે પહોંચી જાય છે. ત્યારબાદ જન્મ મરણાદિ, બાલ્ય-યુવાદિ અવસ્થાઓ, દેવ નારકાદિ પર્યાયો કે નાના-મોટા થવા પણા રૂપ કોઈ બાહ્ય પરિવર્તન દેખાતું નથી. કારણકે હવે ઔદયિકભાવ નથી. કેવલજ્ઞાનાદિક ગુણો પણ ક્ષાયિકભાવના હોવાથી પરિપૂર્ણ છે. એટલે તેમાં પણ હાનિ-વૃદ્ધિ થતી નથી કારણકે હવે ક્ષાયોપથમિક ભાવપણ નથી તથા ક્ષેત્રાન્તરે ગમનાગમન કરવારૂપ ઔદયિક ભાવના પર્યાયો પણ થતા નથી તો ત્યાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય કેમ સંભવે ? અને જો ઉત્પાદ-વ્યય ન લઈએ તો “સ” પણું કેમ ઘટે ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં જણાવે છે– जे ज्ञानादिक-के वलज्ञान के वलदर्शन, निज पर्यायइं, ज्ञेयाकारइंवर्तमानादिविषयाकारइं परिणमइ, व्यतिरेकई कहतां-प्रतिक्षण अन्योन्यपणई, सिद्धनइं इम पणि त्रिलक्षण थाइं. સિદ્ધપરમાત્મામાં જે જ્ઞાનાદિક ગુણો છે. એટલે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન નામના પોતાના ગુણાત્મક જે પર્યાયો છે. તે પર્યાયોમાં જગદ્દવર્તી સર્વે શેય પદાર્થો પ્રતિબિંબિત થતા હોવાથી એટલે કે જણાતા હોવાથી ય પદાર્થોનું પ્રતિબિંબ પડે છે. આ રીતે સિદ્ધાત્માના પોતાના જ્ઞાનાદિક તે પર્યાયો, શેયપદાર્થના આકારે પરિણામ પામે છે. જગતમાં રહેલા ય પદાર્થો પ્રતિસમયે જેમ જેમ બદલાય છે તેમ તેમ તે શેયપદાર્થોને જાણવા-જોવા પણે સિદ્ધપરમાત્માનાં કેવલજ્ઞાન-કેવલદર્શન પણ પ્રતિસમયે બદલાય છે. આ રીતે સિદ્ધપરમાત્મામાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય હોય છે. વર્તમાનાદ્રિ વર્તમાનકાલીન વિષયપણે, માદ્રિ શબ્દથી અતીતવિષયપણે, અને ભાવિ વિષયપણે ઉત્પાદ અને નાશ થાય છે. કારણ કે વ્યતિરેક થાય છે માટે, (અહીં વ્યતિરેક થાય છે. એટલે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ઢાળ૯ : ગાથા-૧૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રત્યેક ક્ષણે શેયને જાણવા સ્વરૂપે ઉપયોગ બદલાય છે. તે માટે) વ્યતિરેક એટલે કે પ્રતિક્ષણે અન્ય અન્યપણે ભેદ પામે છે અર્થાત્ ઉપયોગ આશ્રયી પરિવર્તન છે માટે ત્યાં પણ ઉત્પાદ-વ્યય રહેલા છે. તથા ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ. મુક્તિગમનના પ્રથમસમયે જગત્ સર્વે પદાર્થોને સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન કેવલદર્શન જે જાણે છે અને જુએ છે તે જોવા-જાણવાપણું તે સમયે વર્તમાનરૂપે છે તેથી તેનો વર્તમાનપણે ઉત્પાદ છે. પરંતુ જ્યારે દ્વિતીયક્ષણ આવે છે. ત્યારે આ જ જોવા-જાણવાપણાના પર્યાયનો વર્તમાનાકારે નાશ થઈ જાય છે. કારણ કે હવે તે વર્તમાનરૂપે રહ્યો નથી. અને અતીતાકાર રૂપે ઉત્પાદ થાય છે. કારણ કે પ્રથમક્ષણે જે જોવા-જાણવાપણાનો પર્યાય હતો તે હવે દ્વિતીયક્ષણે વર્તમાન મટી જઈને અતીતરૂપે બન્યો છે. તેથી તેનો અતીતરૂપે ઉત્પાદ થાય છે અને વર્તમાનરૂપે નાશ પામે છે. ત્રીજા ક્ષણે પ્રથમક્ષણનો જોવા જાણવાપણાનો પર્યાય એકસમયના અતીત પણે નાશ પામે છે અને બે સમયના અતીતપણે ઉત્પન્ન થાય છે આમ પ્રતિસમયમાં વ્યતિરેકપણું થવાથી એટલે કે સમયે સમયે કાલ આશ્રયીને અન્ય અન્ય સ્વરૂપે આ પર્યાય બદલાતો જતો હોવાથી ત્યાં પણ ત્રણ લક્ષણ હોય છે. આ વાત સમજવા માટે એક માળાનું ઉદાહરણ લઈએ. માળા ગણતા હોઈએ, ત્યારે કોઈ એક જ મણકો ગણીએ તો પણ સર્વે મણકાઓમાં વ્યય ઉત્પાદ થાય છે. જેમ કે ૫૦મો એક મણકો ગણીને નીચે ઉતારીએ, ત્યાં તો ગણેલા ૧ થી ૪૯ મણકામાં નંબર બદલાઈ જવાથી તેમાં પણ વ્યય-ઉત્પાદ થયા. અને ભાવિમાં ગણાવાવાળા ૫૧ થી ૧૦૮ મણકામાં પણ એકની સંખ્યા ઘટી જવાથી તે સર્વેમાં પણ નંબર બદલાયા હોવાથી વ્યય ઉત્પાદ થયા. તે જ પ્રમાણે સિદ્ધાવસ્થામાં કેવલજ્ઞાન-કેવલદર્શન આદિમાં જાણવું. इम આ રીતે પર્યાયર્થિકનયથી વિચારણા કરતાં અને તેમાં પણ સૂક્ષ્મઋજુસૂત્રનયથી વિચારણા કરતાં સિદ્ધ પરમાત્માને પણ ત્રણ લક્ષણ થાય છે. આજ વાત વધારે સ્પષ્ટ કરે છે. = प्रथमादिसमयई वर्तमानाकार छई, तेहनो द्वितीयादिक्षणई नाश, अतीताकारइं उत्पाद, आकारिभावइं- केवलज्ञानकेवलदर्शन भावई अथवा केवलमात्रभावई ध्रुव, इम भावना करवी. Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૭ ૪૩૫ પ્રથમક્ષણે જે વર્તમાનપણે જોવા-જાણવાનો પર્યાય છે. તે જ પર્યાય દ્વિતીયાદિક્ષણોમાં વર્તમાનાકારપણે નાશ પામે છે અને અતીતાકારપણે ઉત્પન્ન થાય છે. છતાં આકારીભાવે એટલે કે આકાર જેમાં પ્રતિબિંબિંત થાય છે તેવા કેવલજ્ઞાન અને કેવલદર્શનપણે અથવા (જ્ઞાન-દર્શનની ભેદવિવેક્ષા ન કરીએ તો) કેવલમાત્ર પણે સદા ધ્રુવ રહે છે. તથા આ જ રીતે “પ્રથમ”િમાં લખેલા આદિ શબ્દથી દ્વિતીય સમયે જે જોવા જાણવાનો પર્યાય વર્તે છે. તે પર્યાય, તે સમયમાં વર્તમાનાકારે છે. તે જ પર્યાય ત્રીજા સમયમાં વર્તમાનાકારપણે નાશ પામશે અને અતીતાકારપણે ઉત્પન થશે, એવી જ રીતે ત્રીજાસમયે જે જુએ-જાણે છે તે ત્રીજા સમયમાં વર્તમાન છે. પરંતુ ચોથા સમયે તે વર્તમાનપણે નાશ પામશે અને અતીતપણે ઉત્પન થશે. ધ્રુવપણું તો સ્પષ્ટ છે જ. આમ સિદ્ધ પરમાત્મામાં પણ કેવલજ્ઞાન કેવલદર્શનમાં પ્રતિસમયે ઉત્પાદાદિ ત્રણ લક્ષણો થાય જ છે. પ્રશ્ન- કેવલજ્ઞાન-દર્શનથી સર્વે દ્રવ્યોના ત્રિકાલવર્તી સર્વે પર્યાયો પ્રથમ સમયે જ દેખાઈ જાય છે. કંઈ પણ જોવા-જાણવાનું બાકી જ રહેતું નથી. તો બીજા સમયે, ત્રીજા સમયે, તેઓ શું જુએ ? શું જાણે ? જો પ્રથમસમયે કંઈક બાકી હોય અને તેને દ્વિતીયાદિ સમયોમાં જુએ-જાણે તો કેવલજ્ઞાન-દર્શન પરિપૂર્ણ કહેવાય નહીં. શાસ્ત્રોમાં તો કેવલજ્ઞાન અને કેવલદર્શન પરિપૂર્ણ કહેલ હોવાથી, પ્રથમ સમયે જ બધું જોઈ જાણી લીધુ હોવાથી, હવે શું જુએ અને શું જાણે ? ઉત્તર– જે સમયે કેવલજ્ઞાન કેવલદર્શન પ્રગટ થાય છે. તે સમયે જ સર્વે દ્રવ્યોના ત્રિકલવર્તી સર્વપર્યાયોને પરમાત્મા જાણી લે છે. અને દેખી લે છે. કંઈ જ જોવા-જાણવાનું બાકી હોતું નથી. પરંતુ પ્રથમ સમયે જે દ્રવ્યોના જે પર્યાયો વર્તમાનપણે આવિર્ભત છે. તેને તે સમયે આવિર્ભતપણે દેખે છે. અને જે અતીતપર્યાયો છે. તે અતીત હોવાથી તેને અતીતપણે જાણે દેખે છે. તથા જે ભાવિપર્યાયો છે. તે ભાવિમાં બનવાના હોવાથી ભાવિરૂપે જાણે છે અને દેખે છે. જેમ કે એક મનુષ્ય છે કે જે મનુષ્ય પાછળલા ભવમાં પશુ હતો, અને આવતા ભવમાં દેવ થવાનો છે. તેથી તેના ત્રણે પર્યાયોને પરમાત્મા જાણે દેખે છે પણ પશુપણું અતીતપણે, મનુષ્યપણું વર્તમાનપણે, અને દેવપણું ભાવિપણે જાણે-દેખે છે. પરંતુ જ્યારે બીજો સમય શરૂ થયો ત્યારે ધારો કે તે પુરુષ મરીને દેવ થયો છે ત્યારે દ્વિતીયસમયે પશુપણાનો પર્યાય બે ભવ પૂર્વેના અતીતપણે બન્યો, મનુષ્યપર્યાય જે વર્તમાન હતો તે ૧ ભાવ પૂર્વેનો અતીત બન્યો, અને દેવપર્યાય જે ભાવિ હતો તે વર્તમાન બન્યો. આમ જગત બદલાયું. એટલે કેવલી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઢાળ-૯ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પરમાત્મા પણ બીજા સમયે કેવલજ્ઞાનદર્શનથી તે જીવના પશુપણાના પર્યાયને બે ભવ પૂર્વેના અતીતપણે, પુરુષપણાના પર્યાયને ૧ ભાવ પૂર્વેના અતીતપણે અને દેવભવના પર્યાયને વર્તમાન પણે જુએ અને જાણે છે. જે આ પર્યાયો પ્રથમસમયે આ રીતે નોતા જણાતા અને નોતા દેખાતા, કારણ કે કેવલજ્ઞાન-દર્શન અપૂર્ણ ન હતું. પરંતુ શેયપદાર્થ તેવો ન હતો. શેય જેવું હોય તેવું દેખે, વર્તમાન સમયે તે જીવ પુરુષ છે અને દેવ બનવાનો છે. તેથી ભગવાન પણ તે જીવને તે રીતે જુએ છે. “પુરુષ છે. અને દેવ બનશે.” આમ જુએ છે. બીજા સમયે તે પુરુષ નથી અને દેવ બન્યો છે. એટલે “પુરુષ હતો અને દેવ છે” આમ જુએ – જાણે છે. આ રીતે પ્રતિસમયે કેવલજ્ઞાન કેવલદર્શન શેયના આકારે પરિવર્તન પામે છે. આપણે સીનેમા જોતી વખતે ખુરશી ઉપર બેઠા છતા અત્યન્ત રસિક વસ્તુને જોવામાં શરીરથી અત્યન્ત સ્થિર છીએ પરંતુ સામે સીનેમાની પટ્ટીમાં દેખાડાતાં ચિત્રો જેમ જેમ બદલાતાં જાય છે તેમ તેમ તેને જોવા જાણવા રૂપે દેખનારો જીવ પણ ઉપયોગથી બદલાતો જ હોય છે. તેમ સિદ્ધ પરમાત્મામાં પણ સમજવું. તફાવત માત્ર એટલો જ છે કે સીનેમા જોનારાને રાગાદિ થાય છે. પરંતુ પ્રભુને રાગાદિ વિકારો થતા નથી. છતાં શેયાકારે જ્ઞાન દર્શન તો સિદ્ધમાં પણ પરિણામ પામે જ છે. આ રીતે સૂક્ષ્મ ઋજુસૂત્રનયથી સિદ્ધપરમાત્માને પણ ઉત્પાદ-વ્યય ઘટે જ છે અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ છે જ, તેથી ત્રણ લક્ષણ ત્યાં પણ પ્રતિસમયે હોય જ છે. આવી ભાવના ભાવવી. इम ज्ञेय-दृश्याकारसंबंधई केवलनइं त्रैलक्षण्य कहिउं. हवइ निराकार जे सम्यक्त्व वीर्यादिक भाव, तेहनइं, तथा सिद्धादिक शुद्धद्रव्यनइं कालसंबंधथी त्रैलक्षण्य देखाडइ છઠ્ઠ. || -૬ ! આ પ્રમાણે શેય અને દશ્ય પદાર્થોના આકારના સંબંધથી સાકાર-નિરાકાર ઉપયોગપણે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સિદ્ધાવસ્થામાં પણ ત્રણ લક્ષણ પ્રતિસમયે હોય છે. તે સમજાવ્યું. વ = હવે આવા પ્રકારના શેય કે દેશ્ય વસ્તુઓના આકારો જેમાં પ્રતિબિંબિત થતા નથી, એટલે કે જે ગુણો નિરાકાર છે એવા સમ્યકત્વ, અનંતવીર્ય, અનંતચારિત્ર ઈત્યાદિ ક્ષાયિકભાવના જે ગુણો છે. તેહને વિષે, તથા સિદ્ધાત્મા આદિ મૂલભૂત શુદ્ધદ્રવ્યને વિષે કાળના સંબંધથી ત્રણ લક્ષણ અવશ્ય સંભવે છે તે હવે પછીની ૧૭મી ગાથામાં દેખાડે છે. તે ૧૪૯ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા–૧૮ ઈમ જે પર્યાયઈ પરિણમઈ, ક્ષણસંબંધઈ પણિ ભાવ રે ! તેથી તિલક્ષણ સંભવઈ, નહીં તો તે થાઈ અભાવ રે ! જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૭ || ગાથાર્થ– આ પ્રમાણે જે જે પર્યાયો સમય સમયના સંબંધથી પરિણામ પામે છે. તે પર્યાયો ભાવાત્મક છે તેથી તે ગુણાત્મકપર્યાયોમાં પણ ત્રણે લક્ષણો સંભવે છે. જો ત્રણ લક્ષણ ન હોય તો તે ભાવો શશશૃંગાદિની જેમ અભાવાત્મક થાય. / ૯૧૭ || ટબો- ઈમ જે ભાવ ક્ષણસંબંધઈ પણિ પર્યાયથી પરિણમઈ, તેથી ૩ લક્ષણ સંભવઈ. જિમ– દ્વિતીયક્ષણઈં ભાવ-આધક્ષણઈ સંબંધ-પરિણામઈં નાશ પામ્યો, દ્વિતીયક્ષણ સંબંધ પરિણામઈ ઉપનો, ક્ષણસંબંધમાત્રઈ ધ્રુવ છઈ, તે કાલસંબંધથી ઐલક્ષણ્ય સંભવઈ. નહી તો તે વસ્તુ અભાવ થઈ જાઈ. ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યોગ જ ભાવલક્ષણ છે. તે રહિત શશવિષાણાદિક તે-અભાવરૂપ છ. I ૯-૧૭ II વિવેચન- કેવલજ્ઞાન અને કેવલદર્શનની જેમ જે ભાવો પ્રતિબિંબવાળા નથી. અર્થાત્ નિરાકાર છે. તથા જેમાં ક્ષયોપશમભાવ ન હોવાથી હાનિ-વૃદ્ધિ થતી નથી. તેવા અત્યન્ત સ્થિર અને સર્વસમયોમાં સમાન દેખાતા સમ્યકત્વગુણ વિર્યગુણ ચારિત્રગુણ આદિ ગુણોમાં પણ ત્રિપદી (ત્રણ લક્ષણો) હોય છે. તે સમજાવે છે. इम-जे भाव क्षणसंबंधईं पणि पर्यायथी परिणमइं. तेथी ३ लक्षण संभवइं. जिम-द्वितीयक्षणई भाव, आद्य क्षणइं संबंध-परिणामइं नाश पाम्यो, द्वितीयक्षणसंबंधपरिणामई उपनो. क्षणसंबंधमात्रइं ध्रुव छइं. ते कालसंबंधथी त्रैलक्षण्य संभवइं. આ પ્રમાણે જે જે ભાવો (ગુણાત્મક પર્યાયો-ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય, આદિ જે જે ભાવો) ક્ષણના સંબંધથી પણ (સમય સમયના સંબંધથી પણ) પર્યાયસ્વરૂપે પરિણામ પામે છે. તેથી તેમાં પણ અવશ્ય ૩ લક્ષણો સંભવે છે. ભાવાર્થ આ પ્રમાણે છે– સિદ્ધત્વાવસ્થાની પ્રાપ્તિની પ્રથમસમયે જે સાયિકસમ્યકત્વાદિ (અનંતવીર્ય વિગેરે) ગુણો છે. તે ગુણોનું તે સમયે અસ્તિત્વ પ્રથમસમયાવચ્છિન્ન (પ્રથમસમય સંબંધી) છે. તેવા પ્રકારનું પ્રથમસમયાવચ્છિન્ન અસ્તિત્વ બીજા સમયે તે ગુણોનું રહેતું નથી. કારણ કે તે ગુણોને સિદ્ધ આત્મામાં રહ્યાને ૨ સમય થઈ ચુક્યા છે. તેથી કિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. ત્રીજા સમયે પ્રથમસમયાવચ્છિન્ન અને ક્રિસમયાવચ્છિન્ન આમ બન્ને પ્રકારનું તે ગુણોનું અસ્તિત્વ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ઢાળ-૯ : ગાથા-૧૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ રહેતું નથી. કારણ કે ગુણોને રહ્યાને ત્રણ સમયનો કાળ થઈ ચુક્યો છે. તેથી ત્રિસમયાવચ્છિન્ન અસ્તિત્વ આવે છે. સંસારમાં કોઈ માણસ અમદાવાદથી સુરત રહેવા આવ્યો હોય, ત્યારે પહેલા દિવસે “હું આજે આવ્યો” કહે છે. બીજા દિવસે મને આવ્યાને બે દિવસ થયા આમ કહે છે. ત્રીજા દિવસે મને આવ્યાને ત્રણ દિવસો થયા આમ કહે છે. જેમ જેમ સમય જાય છે તેમ તેમ કાળના સંબંધથી તે પુરુષનું સુરતમાં રહેવા માટે આવવાપણાનું અસ્તિત્વ બદલાય છે. વર્ષો જતાં તેનું રહેવાપણાનું અસ્તિત્વ ઘણું જુનું થઈ જાય છે. તેવી જ રીતે કાળના સંબંધથી સિદ્ધપરમાત્માના નિરાકાર ગુણોનું (તથા સાકાર કેવલજ્ઞાનાદિ ગુણોનું પણ) અસ્તિત્વ બદલાય છે. તેથી તે ગુણોમાં પણ કાલના સંબંધથી ત્રણલક્ષણ સંભવે છે. તે જ વાત સમજાવે છે કે નિજ પ્રિતીયક્ષUડ્ડ-જેમ કે બીજા સમયમાં, આદ્યસમયના સંબંધવાળો ભાવ નાશ પામ્યો છે. એટલે કે આઘસમયરૂપે પરિણામ પામેલા ક્ષાયિક સમ્યકત્વાદિ જે ગુણાત્મક પર્યાયો છે. તે બીજા સમયમાં આદ્યસમયના સંબંધીપણે એટલે કે આદ્ય સમયાવચ્છિન્નપણે નાશ પામ્યા છે. તથા તે જ ગુણાત્મક પર્યાયો દ્વિતીયક્ષણના સંબંધપણે = જેને પ્રગટ થયાને બે સમયનો કાળ થયો છે તે રૂપે ઉત્પન્ન થયા છે. પરંતુ આદ્ય કે દ્વિતીય આવું વિશેષણ જો ન લગાડીએ અને ક્ષણસંબંધ માત્રથી જ વિચારીએ તો ધ્રૌવ્યરૂપે પણ છે જ. તે રીતે ક્ષાયિકગુણોમાં હાનિ-વૃદ્ધિ કે પ્રતિબિંબાકાર ન હોવા છતાં કાળના સંબંધથી ત્રણ લક્ષણો સંભવે છે. એક સમયાવચ્છિન્નગુણો, કિસમયાવચ્છિન્નગુણો, ત્રિસમયાવચ્છિન્નગુણો, ઈત્યાદિભાવે ગુણોનું પ્રતિસમયે પરિવર્તન (ઉત્પાદ-વ્યય) ચાલુ જ છે. અને ધ્રૌવ્ય તો સ્પષ્ટ પણે સમજાય જ છે. આમ ત્રણ લક્ષણો જાણવાં. नहीं तो ते वस्तु अभाव थइ जाइ. उत्पाद, व्यय, धौव्य योग ज भावलक्षण छइ. ते रहित शशविषाणादिक ते अभावरूप छइं. ॥ ९-१७ ॥ આ રીતે કોઈ પણ પદાર્થમાં કે કોઈ પણ ગુણોમાં જો ત્રણલક્ષણ ન સ્વીકારીએ તો તે વસ્તુ અભાવાત્મક (શૂન્યાત્મક) જ થઈ જાય, કારણ કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના યોગે જ વસ્તુમાં સત્યg-ભાવપણુ આવે છે. આ ત્રણલક્ષણોનો યોગ જ ભાવનું (વસ્તુનું) લક્ષણ છે. ભાવાત્મક વસ્તુનું આ જ લક્ષણ છે કે જે ત્રણ લક્ષણનું હોવું. જો તે ત્રણલક્ષણોથી રહિત વિચારીએ તો જેમ સસલાનાં શૃંગ નથી, આકાશપુષ્પ નથી, વંધ્યાપુત્ર નથી, તેમ તે વસ્તુપણ અભાવરૂપ (અભાવાત્મક) બની જાય. માટે સર્વે વસ્તુઓમાં આ ત્રણ લક્ષણો છે જ. આ ત્રણ લક્ષણો એ જ સંત વસ્તુનું સાચું સ્વરૂપ છે. || ૧૫૦ || Page #154 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૧૮ ૪૩૯ નિજ પર પર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે | ઉત્પત્તિ નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં દ્રવ્ય સ્વરૂપ રે / - જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૧૮ | ગાથાર્થ– પોતાના પર્યાયથી અને પરના પર્યાયથી એક જ કાળે જુદી જુદી જાતના ઘણા સંબંધોએ કરીને બહુ પ્રકારે આ પ્રમાણે ઉત્પાદ અને નાશ સંભવે છે. તથા ત્યાં ધ્રૌવ્ય સ્વરૂપ પણ નિયમો છે જ. || ૯-૧૮ || - ટબો- ઈમ-નિજપર્યાયઈ જીવ-પુગલનઈ, તથા પરપર્યાયઈ આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૩ દ્રવ્યનઈ, એકકાલઈ ઘણાઈ સંબંધઈ- બહુ પ્રકાર ઉત્પત્તિ-નાશ સંભવઈ, જેટલા સ્વ-પર પર્યાય, તેટલા ઉત્પત્તિ નાશ હોઈ તે વતી, તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ તેટલા નિરધાર છઈ. પૂર્વાપરપર્યાયાનુગતાધારાંશ તાવન્માત્ર હોઈ, તે વતી. મંત્ર सम्मतिगाथा एगसमयम्मि एगदवियस्स, बहुआ वि होंति उप्पाया. ઉપાયમાં વિમા, ૩િ ૩યામો નિયમ છે રૂ-૪૨ ૧-૧૮ વિવેચન- આ સંસારમાં જીવ-પુગલ-ધર્મ-અધર્મ અને આકાશ આમ પાંચ દ્રવ્યો પરમાર્થથી છે. અને કાલ એ ઔપચારિક દ્રવ્ય છે. આ છએ દ્રવ્યોમાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય-અને ધ્રૌવ્ય છે એટલું જ નહીં પરંતુ અનેક રીતે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંભવે છે. તે સમજાવે છે. इम-निजपर्यायई जीवपुद्गलनइं, तथा परपर्यायई आकाश, धर्मास्तिकाय, अधर्मास्तिकाय ए त्रण द्रव्यनइं, एककालई, घणाई संबंधइं- बहु प्रकार उत्पत्ति नाश संभवइ. જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી છે. એટલે કે અન્ય અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સંબંધથી આ બને દ્રવ્યો તેવા તેવા ભાવે પરિણામ પામે છે. જેમ કે મનુષ્ય મરીને પશુ થાય તો દેહ જ માત્ર બદલાય છે એમ નહીં. પરંતુ જીવદ્રવ્ય પણ મનુષ્યપણામાં અનાજનું ભોજન કરનારો હતો, વ્યક્તવાચાવાળો હતો, વિવેકપૂર્વકના મલમૂત્રકરવાવાળો હતો, તે બધું બદલાઈને તૃણભક્ષી, અવ્યક્તવાણીવાળો, અવિવેકયુક્ત મળમૂત્ર કરવાવાળો થાય છે તેથી જીવ પણ તે ભાવે પરિણામ પામ્યો છે. એ જ રીતે તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ઢાળ-૯ : ગાથા-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવ પશુમાંથી મરીને સર્પ થયો તો દેહ જ માત્ર બદલાય છે આમ નહીં. પરંતુ પશુપણાના ભાવોમાંથી નાશ પામી, સર્પપણાના ભાવરૂપે પરિણામ પામ્યો છે. આમ પુદ્ગલમાં પણ સમજવું. કાદવમાં ભળેલો મોદક પણ કાદવરૂપ બની જાય છે. આ રીતે જીવ અને પુદ્ગલ સ્વતઃ પરિણામી છે. પરંતુ આકાશ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ ત્રણ દ્રવ્યો જીવ-પુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ નિશ્ચયનયથી પરિણામ છે. અને વ્યવહારનયથી તે ત્રણે દ્રવ્યો અપરિણામી છે. કારણ કે કોઈ પણ આકાશમાં સુગંધી પદાર્થ હોય કે દુર્ગન્ધી પદાર્થ હોય, પશુ નિવાસ કરે કે મનુષ્યો નિવાસ કરે પરંતુ આકાશ તે ભાવે રંગાતુ નથી. જેમ સ્વચ્છ છે. તેમ સ્વચ્છ જ રહે છે. તેથી તે વ્યવહારથી પરિણામ પામવાવાળું નથી. માટે અપરિણામી છે. પરંતુ અવકાશ આપવારૂપે સહાયક છે. તેથી અવકાશ લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે. તેમ તેમ અવકાશ આપવામાં સહાયક થવારૂપે આકાશાસ્તિકાય દ્રવ્ય પણ બદલાય છે. આ રીતે નિશ્ચયનયથી આ દ્રવ્ય પણ પરને સહાય કરવાના ભાવે પરિણામ પામે છે. એટલે પરમત્યયિક પણે તે દ્રવ્ય પણ ઉત્પાદ-વ્યયવાળું જ છે. પરિણામી છે. તથા ધર્મ-અધર્મ દ્રવ્ય પણ જીવ-પુદ્રલનની જેમ પર દ્રવ્ય સાથે ભળ્યા છતા પરભાવે પરિણામ પામતા નથી. માટે વ્યવહારનયથી પરિણામી નથી. પરંતુ ગતિ-સ્થિતિ કરનારા જીવ-પુગલો બદલાતે છતે ગતિસ્થિતિમાં સહાયક થવારૂપે તે બન્ને દ્રવ્ય પણ બદલાય જ છે. આ રીતે જીવ અને પુદ્ગલો વ્યવહાર નથી પરિણામી હોવાથી નિજપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળાં છે. અને ધર્મ-અધર્મ-આકાશ આ ત્રણ દ્રવ્યો સહાય લેનારા જીવ-પુગલોના આધારે અર્થાત્ પરદ્રવ્યોના સંયોગથી ઉત્પાદ-વ્યયવાળાં બને છે. એક જ કાળ એટલે કે એક જ સમયમાં સહાય લેનારાં અનંત-જીવ અને અનંત પુદ્ગલદ્રવ્યોને સહાયક થવારૂપે ઘણા પણ ઉત્પાદ-વ્યય આ ત્રણ દ્રવ્યોમાં હોય છે. અલોકાકાશ એ જુદુ દ્રવ્ય ન હોવાથી લોકાકાશમાં અવગાહ લેનારા જીવ-પુગલોના લીધે થતા જે ઉત્પાદ-વ્યય છે તે કેવળ એકલા લોકાકાશના કે અલોકાકાશન ને કહેતાં સમસ્ત આકાશ દ્રવ્યના જ ગણાય છે. કારણ કે લોકાલોક એવો ભેદ વિવક્ષાકૃત છે. મૂલદ્રવ્ય એક આકાશ જ છે. जेटला स्वपरपर्याय, तेटला उत्पत्ति-नाश होइ, ते वती, तिहां ध्रौव्य स्वरूप तेटला निरधार छइ. पूर्वापरपर्यायानुगताधारांश तावन्मात्र होइ. अत्र सम्मतिगाथा Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા૧૯ પાંચે દ્રવ્યોમાં જેટલા સ્વપર પર્યાયો છે. એટલે કે જીવપુદ્ગલોમાં વ્યવહારનયથી પરિણામી પણાને લીધે પ્રતિસમયે પરિવર્તન પામવા સ્વરૂપે સ્વદ્રવ્ય નિમિત્તક જેટલા પર્યાયો છે. તથા ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી પરિણામી નથી. તે માટે આ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યનિમિત્તક જેટલા પર્યાયો છે. તેટલા જ તે પાંચે દ્રવ્યોમાં ઉત્પાદ-નાશ પ્રતિસમયે હોય છે. તે વતિ = તે કારણે ઘણા ઉત્પાદ અને ઘણા વ્યય સંભવી શકે છે. તથા ત્યાં જ ધ્રૌવ્ય સ્વરૂપ પણ તેટલાં જ (ઘણાં જ = અનંતાં જ) છે. એમ નિર્ધાર (નિશ્ચય) કરવો જોઈએ. કારણ કે જો પૂર્વાપર રૂપે થતા પર્યાયો અનંતા છે. તો તેમાં અન્વયસ્વરૂપે આધારાંશ બનવા પણે ધ્રૌવ્યતા પણ તેટલી જ માત્રાવાળી છે. આ બાબતમાં સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે છે एगसमयम्मि एगदवियस्स, बहुआ वि होंति उप्पाया. ૩ણા સમા વિરામ, વિટ્ટ ૩ સાગો વિમા કે રૂ-૪ | -૨૮ | “એક સમયમાં એકદ્રવ્યના બહુ જ (અનંતા) ઉત્પાદ થાય છે. અને જેટલા ઉત્પાદ થાય છે. તેની સમાન જ વિગમો (નાશ) પણ થાય છે. તથા સ્થિતિ પણ સામાન્યથી નક્કી તેટલી જ છે.” અહીં એક વાત બહુ જ સૂક્ષ્મપણે જાણવા જેવી છે કે કોઈ પણ એક દ્રવ્યમાં વર્તમાન સમયના પર્યાયોનો તો ઉત્પાદ-વ્યય થાય છે. પરંતુ ભૂતકાળમાં વીતી ગયેલા અને ભાવિકાળમાં આવવાવાળા એવા સત્તાગત તિરોભાવે રહેલા પર્યાયોનો પણ કાળ આશ્રયી ઉત્પાદ-વ્યય વર્તમાન સમયમાં પણ ચાલુ જ હોય છે.” જેમ કે કોઈ એક મનુષ્ય મૃત્યુ પામીને દેવ થયો. તે સમયે વર્તમાન એવા મનુષ્યભવનો વ્યય અને દેવભવનો ઉત્પાદ તો થયો, તથા તેની સાથે દ્વિજ્ઞાનવત્વ, ઔદારિકશરીરિત્વ, કવલાહારિત્વ ઇત્યાદિ વર્તમાન પર્યાયોનો નાશ, અને ત્રિજ્ઞાનવત્ત્વ, વૈક્રિયશરીરિત્વ, લોમાહારિત્વ ઈિત્યાદિ દેવભવસંબંધી ઘણા પર્યાયોનો ઉત્પાદ પણ થયો જ. પરંતુ સાથે સાથે અનાદિકાળથી આ જીવમાં જે જે પર્યાયો પસાર થઈ ચુક્યા છે. અતીત બન્યા છે. હાલ તિરોભાવે છે. તે સર્વે પણ પર્યાયોમાં જેટલો જેટલો કાળ ગયો છે. તેમાં ૧ સમયનો વધારો થયો. એટલે જેટલોકાળ થયો છે તેટલાકાળ પણે નાશ, અને એકસમય અધિક તેટલા કાળ પણે ઉત્પાદ વર્તમાન સમયમાં થાય છે. તેવી જ રીતે ભાવિમાં આવનારા સર્વે પણ પર્યાયોમાં જેટલો કાલ બાકી છે તેટલા કાળ પણે નાશ, અને ૧ સમય હનપણે ઉત્પાદ હાલ વર્તમાન સમયમાં જ થાય છે. જેમ કે ૧૦૮ મણકાની એક માળા ગણતાં ધારોકે ૫૦મો મણકો ગણાય છે. તે ગણીને ઉતાર્યો અને ૫૧ મો મણકો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઢાળ–૯ ગાથા-૨૦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગણવા માટે શરૂ કર્યો, એટલે ગણાયેલા મણકામાં ૧ થી ૪૯ મણકાને પણ કંઇક નીચે ઉતરવું પડ્યું છે અને ગણાયેલા પણામાં ૧ની સંખ્યાના વધારા પણે બનવું પડયું છે. એ જ રીતે હવે ગણાવા માટે વારાફરતી આવનારા પર થી ૧૦૮ મણકાનો પણ કંઈક નિકટતમ થવા પણે ઉત્પાદ થયો. સંખ્યામાં ૧ ની હાનિરૂપે પણ ઉત્પાદ થયો. જેમ કે ૫૦ મો મણકો ગણાતો હતો. ત્યારે પર મો મણકો બીજો અને પ૩મો મણકો ત્રીજો હતો. જ્યારે ૫૦મો મણકો ગણાઈ ગયો અને ૫૧મો મણકો ગણવા લીધો ત્યારે બાવનમાં મણકાનો બીજા નંબર પણે વ્યય અને પહેલા નંબર પણ ઉત્પાદ થયો, તથા પ૩મા મણકાનો ત્રીજા નંબરપણે વ્યય અને બીજા નંબરપણે ઉત્પાદ થયો. આ રીતે એક એક દ્રવ્યના સત્તાગત ભૂત-ભાવિના વીતી ગયેલા અને આવવાવાળા તમામ પર્યાયોનો વર્તમાન એક સમયમાં પણ ઉત્પાદ-વ્યય ચાલુ જ હોય છે. તેથી બહુ ઉત્પાદ-વ્યયનું વિધાન ગાથામાં ગ્રંથકારશ્રીએ જે કર્યું છે. તે આમ અનેક રીતે સમજવાનું છે. ધ્રૌવ્યાંશ તેટલા તો છે જ. આમ ત્રિલક્ષણતા પાંચે દ્રવ્યોમાં જાણવી. આ રીતે બહુ જ વિસ્તારથી ત્રિલક્ષણતા સમજાવીને હવે ઉત્પાદ-વ્યયના અને ધ્રૌવ્યના પેટાભેદો સમજાવે છે. ત્યાં પ્રથમ ઉત્પાદના ભેદ કહે છે. જે ૧૫૧ | દ્વિવિધ પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે | તે નિયમઈ સમુદયવાદનો, યતનાં સંયોગ જ સિદ્ધ રે ! જિનવાણી પ્રાણી સાંભળો // ૯-૧૯ || ગાથાર્થ– ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજ, અને બીજો વિશ્રસા. તે બેમાં પહેલો ઉત્પાદ અશુદ્ધ કહેવાય છે. તે ઉત્પાદ નિયમા (નક્કી) સમુદાયમાં જ થાય છે. અને તે ઘણા પ્રયત્નો કરવાથી અવયવોના સંયોગ દ્વારા જ સિદ્ધ થાય છે. | ૯-૧૯ | ટબો- હવઈ ઉત્પાદના ભેદ કહઈ છઈ. દ્વિવિધ = ઉત્પાદ ૨ પ્રકારઇ છ6. એક પ્રયોગજ. બીજો વીસમા, કહતાં સ્વભાવજનિત. પહિલો ઉત્પાદ તે વ્યવહારનો છે. તે માટઇ અવિશુદ્ધ કહિઇ. તે નિર્ધાર સમુદાયવાદનો તથા ચેતનઇ કરી અવયવસંયોગઇ સિદ્ધ કહિઈ. મંત્ર સમ્પતિ ગાથા उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव, । તત્ય પોઝિળિો , સમુદ્રયવીમો મારિયો રૂ-રૂર છે ૨-૨ // Page #158 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા-૨૦ ૪૪૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચન– પ્રતિસમયે સર્વદ્રવ્યોમાં અનેકપ્રકારના ઉત્પાદ, અનેકપ્રકારના વ્યય અને અનેક પ્રકારનું વ્રૌવ્ય હોય છે. તે સમજાવ્યું. હવે આ ત્રણેના પ્રકારો સમજાવે છે. हवइ उत्पादना भेद कहइ छइ द्विविध = उत्पाद २ प्रकारइं छइं, एक प्रयोगज, बीजो वीससा कहतां स्वभावजनित. पहिलो उत्पाद ते व्यवहारनो छइ. ते माटइं अविशुद्ध कहिइं, ते निर्धार समुदयवादनो तथा यतनइं करी अवयवसंयोगई सिद्ध कहिइं. अत्र सम्मतिगाथा - હવે પ્રથમ ઉત્પાદન ભેદો (પ્રકારો) જણાવે છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું. પ્રગટ થવું. આવિર્ભત થવું. ઉપાદાનમાં જે કાર્ય સત્તાગત રીતે રહેલું છે તેનું પ્રગટપણે નીપજવું તે ઉત્પાદ જાણવો. તેના ૨ પ્રકાર છે. એક પ્રયોગજ અને બીજો વિશ્રસા. પ્રયત્નથી જે થાય, લોકો જે ઉત્પાદને પ્રગટ કરવામાં પ્રયત્નવિશેષ કરે, લોકો વડે કરાતો પ્રયત્ન જેમાં દેખાય તે પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. જેમાં લોકોનો પ્રયત્નવિશેષ ન હોય, તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે ઘટ-પટનો જે ઉત્પાદ છે તે કુંભકાર અને વણકરના પ્રયત્ન વિશેષથી થાય છે. તેથી પ્રયોગજ ઉત્પાદ કહેવાય છે. અને વાદળ-વીજળી ઈન્દ્રધનુષ આદિનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો વિશ્રસા ઉત્પાદ છે. પ્રથમ જે પ્રયોગ ઉત્પાદ છે. તે વ્યવહારનો વિષય છે. તે અનંત અનંત પ્રદેશોના બનેલા સ્કંધોમાં જ હોય છે. એટલે વ્યવહારી જીવો વડે ગમ્ય હોય છે. તથા અનેક અવયવોથી આ કાર્ય બન્યું છે. કોઈ એક ભાગમાત્રથી-કે એક અવયવમાત્રથી બન્યું નથી. એટલા માટે તે ઉત્પાદ વ્યવહારનો વિષય કહેવાય છે. તથા અનેક પ્રદેશજન્ય હોવાથી અશુદ્ધ કહેવાય છે. જેમ કે માટીના ઘણા પ્રદેશોથી ઘટ બનાવવામાં આવ્યો છે. એટલે આ ઘટ કોઈ એક જ પ્રદેશનો બન્યો છે. એમ કહી નહી શકાય. જ્યાં અનેક પ્રદેશો કારણ હોય છે. ત્યાં અમુક ચોક્કસ નિયત પ્રદેશોનું જ આ કાર્ય છે. નિયત પ્રદેશોનો જ આ ઘટ છે આમ કહેવાતું નથી. આ રીતે અનેક પ્રદેશોથી જન્ય છે તે માટે અશુદ્ધ ઉત્પાદ કહેવાય છે. આવા પ્રયોગજન્ય જે જે ઉત્પાદ થાય છે. તે સર્વે નક્કી (અર્થાત અવશ્ય) સમુદાયવાદનો જ હોય છે. એટલે કે અનંત અનંત પ્રદેશોમાં જ (તેના સમુદાયમાં જ) થાય છે. તથા કુંભકાર, વણકર આદિ તે તે કર્તાઓની યતના દ્વારા = પ્રયત્નવિશેષ દ્વારા જ પોતપોતાના અવયવોનો સંયોગ (અથવા (PI) ૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ઢાળ-૯ : ગાથા-૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિભાગ અથવા ઉભય) કરાયે છતે જ ઘટ પટ આદિ કાર્યો સિદ્ધ થાય છે. કપાલના સંયોગથી ઘટ, તન્તુઓના સંયોગથી પટ ઈત્યાદિ કાર્યો અવયવોના સંયોગે કરીને સિદ્ધ થાય છે. ખંટપટાદિની ઉત્પત્તિ વિભાગથી થાય છે. અને કેટલાંક સ્થૂલ કાર્યો જેમ કે બારી-બારણાં ટેબલ-સીવેલાં કપડાં વિગેરે કાર્યો પુદ્ગલોના સંયોગ અને વિભાગ એમ ઉભયથી થાય છે. તથા પ્રતિસમયનાં પુદ્ગલનાં કાર્યો તેના પૂરણગલન સ્વભાવને કારણે ઉભયજનિત થાય છે. આ બાબતમાં સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે. उपाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव । તત્ત્વ ય ઓપનળિયો, સમુદ્યવાઓ સરિશુદ્ધો ॥ રૂ-રૂર॥ ॥ -૧ ॥ ઉત્પાદ બે પ્રકારનો છે. એક પ્રયોગજનિત, અને બીજો વિશ્રસા. ત્યાં પ્રયોગજનિત ઉત્પાદ નક્કી સમુદાયમાં જ હોય છે. અને તેથી તે અપરિશુદ્ધ ઉત્પાદ કહેવાય છે. || ૩-૩૨ || આ પ્રમાણે પ્રયોગજનિત ઉત્પાદ સમજાવીને હવે વિશ્ર્વસા ઉત્પાદ સમજાવે છે. || ૧૫૨ ॥ સહજઈ થાઈ, તે વીસસા, સમુદય એકત્વ પ્રકાર રે । સમુદય અચેતન બંધનો, વલી સચિત મીસ નિરધાર રે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૦ ॥ ગાથાર્થ સ્વાભાવિકપણે જે ઉત્પાદ થાય છે. તે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે. તેના પણ બે ભેદ છે. એક સમુદાય જનિત, અને બીજો ઐકત્વિક. ત્યાં પ્રથમ સમુદાયજનિત જે ઉત્પાદ છે. તે અચિત્તસ્કંધોમાં જાણવો. તથા વળી ચિત્ત અને મિશ્ર ઉત્પાદ પણ સહજ હોય છે. | ૯-૨૦ || ટબો- જે સહજઈ = યતનવિના ઉત્પાદ થાઈ, તે વિશ્રસા ઉત્પાદ કહિઈં, તે એક સમુદયજનિત, બીજો ઐકત્વિક. ૩ાં ચ " साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होज्जाहि" ३-३३ સમુદયજનિત વિશ્રસા ઉત્પાદ, તે અચેતનસ્કંધ અભ્રાદિકનો, તથા સચિત્ત મિશ્ર શરીર વર્ણાદિકનો નિર્ધાર જાણવો. ॥ ૯-૨૦ || = Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૧ | વિવેચન– પ્રયોગજન્ય ઉત્પાદ સમજાવીને હવે વિશ્વસા નામનો બીજ ઉત્પાદ સમજાવે છે. જે સ્વાભાવિકપણે જ વસ્તુ ઉત્પન્ન થાય, જેમાં કોઈ કર્તાનો પ્રયત્નવિશેષ ન હોય, સહજ રીતે જ થાય તે વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે આકાશમાં થતાં વાદળ, વિજળી, ઈન્દ્રધનુષ આદિ. તે સમજાવે છે. जे सहजइ-यतन विना उत्पाद थाइ, ते विश्रसा उत्पाद कहिइं. ते एक समुदयजनित, बीजो ऐकत्विक. उक्तं च "साहाविओ वि समुदयकओव्व एगत्तिओऽव्व होजाहि" ३-३३ समुदयजनित विश्रसाउत्पाद, ते अचेतनस्कंध अभ्रादिकनो, तथा सचित मिश्र શરીર વહિનો નિર્ધાર = નાખવો. મે -૨૦ || જે ઉત્પાદ સ્વાભાવિકપણે થાય, જે ઉત્પાદ યત્ન વિના થાય. તે વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. તેના બે ભેદ છે. એક સમુદાયજનિત અને બીજો ઐકત્વિક. જે ઘણા ઘણા પુદ્ગલપ્રદેશોનો સ્વયં ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રાસા ઉત્પાદ કહેવાય છે. તથા બે પ્રદેશો, અથવા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય, તે વિભકત થવાથી છુટા પડે, એટલે કે એકલાપણે જે ઉત્પાદ થાય તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. અર્થાત્ સંયોગ ન હોય પણ વિભાગ હોય તે ઐકત્વિક ઉત્પાદ જાણવો. સમ્મતિતર્કમાં કહ્યું છે કે साहाविओ वि समुदयकओ व्व एगत्तिओ व्व होजाहि । आगासाईआणं तिण्हं, परपच्चओ णियमा ॥ ३-३३ ॥ “સ્વાભાવિક ઉત્પાદ પણ સમુદાયકૃત તથા ઐકત્વિક આમ બે પ્રકારનો જાણવો.” આકાશાદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક છે. (ત્રીજો કાંડ, ગાથા તેત્રીસ). બે ચાર પાંચ પચીસ સંખ્યાત અસંખ્યાત અને અનંતપ્રદેશોનો સ્વયં સંયોગ થવાથી (પરસ્પર મળવાથી) જે ઉત્પાદ થાય છે. તે સમુદાયજનિત વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે વાદળ, વીજળી, ઈન્દ્રધનુષ અને પર્વતાદિ. પુદ્ગલોનો સ્વયં પિંડ થવાથી કોઈ પણ કર્તાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના સહજપણે આ પદાર્થો થાય છે. તેથી સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. આવો ઉત્પાદ બહુલતાએ અચિત્તસ્કંધોમાં હોય છે જેમ કે વાદળ આદિમાં. તથા શરીરની રચના જે થાય છે તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઢાળ-૯ : ગાથા-૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સચિત્ત વિશ્વસા ઉત્પાદ કહેવાય છે કારણ કે જીવકૃત આ રચના છે માટે સચિત્ત, અનાભોગપણે રચના છે માટે વિશ્વસા ઉત્પાદ કહેવાય છે તથા શરીરનાં વર્ણાદિની જે ઉત્પત્તિ છે. તે મિશ્ર વિશ્રસા ઉત્પાદ છે. ત્યાં જીવસંબંધી નામકર્મોદય અને શરીરસંબંધી પુદ્ગલનો પારિણામિકસ્વભાવ એમ ઉભય કારણ હોવાથી મિશ્ર ઉત્પાદ છે. આભોગપૂર્વક ન હોવાથી વિશ્વસા છે આ રીતે અચિત્ત-સચિત્ત અને મિશ્ર ઉત્પાદ જાણવો. દ્રવ્યાનુયોગ તર્કણામાં આ વિષય અસ્પષ્ટ જ રાખવામાં આવ્યો છે. આ રીતે સમુદાયનિત વિશ્વસા ઉત્પાદનો નિર્ધાર કરવો. એટલે કે નિશ્ચય પૂર્વક જાણવો. સારાંશ કે વાદળાં વિજળી વિગેરે અચિત્તસ્કંધોનો જે ઉત્પાદ તે અચિત્તનો અને શરીરની જે રચના તે ઉત્પાદ ચિત્તનો તથા શરીરના વર્ણાદિનો જે ઉત્પાદ તે સચિત્તથી (જીવથી) મિશ્ર એવો સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે. આમ સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ અચિત્ત, સચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. ॥ ૧૫૩ ॥ સંયોગ વિના એકત્વનો, તે દ્રવ્યવિભાગઈ સિદ્ધ રે । જિમ ખંધવિભાગઈ અણુપણું, વળી કર્મવિભાગઈ સિદ્ધ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૧ || ગાથાર્થ સંયોગ થયા વિના જે ઉત્પાદ થાય છે તે, તથા બે દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. જેમ કે પુદ્ગલસ્કંધોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે તે, તથા કર્મોનો વિભાગ થવાથી જીવ જે સિદ્ધ થાય છે તે સઘળો ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. ॥ ૯-૨૧ || ટબો- સંયોગ વિના જે વિશ્રસાઉત્પાદ તે ઐકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગŪ સિદ્ધ કહતાં ઉત્પન્ન જાણવો. જિમ દ્વિપ્રદેશાદિક સ્કંધવિભાગઈં અણુપણું કહતાં પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ. તથા કર્મવિભાગŪ સિદ્ધપર્યાયનો ઉત્પાદ. “અવયવસંયોગઇં જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગŪ ન હોઈ' એહવું જે નૈયાયિકાદિક કહે છઈ, તેહનઈં એક તત્ત્વાવિ વિભાગઈં ખંડપટોત્પત્તિ કિમ ઘટઈં ? પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવયવ સંયોગનઈં હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ. તે માટિ કિહાંઈક સંયોગ, કિહાંઈક વિભાગ દ્રવ્યોત્પાદક માનવો. તિવારŪ વિભાગ જ પરમાણુત્પાદ પણ અર્થસિદ્ધ થયો. એ સમ્મતિમાંહિ સૂચિ છઇં. તદ્રુક્તમ્ Page #162 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૧ ૪૪૭ दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाsकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे, आद्धे "तिअणुअं" ति ववएसो । तत्तो अ पुण विभत्तो, "अणु" त्ति जाओ अणू होइ ॥ ३ - ३९॥ ૬-૨૨૫ વિવેચન– વિશ્વસા ઉત્પાદના બે ભેદમાંથી પ્રથમ ભેદ જે સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ છે તે સમજાવ્યો. હવે બીજો ભેદ જે ઐકત્વિક ઉત્પાદ છે. તે સમજાવે છે— संयोगविना जे विश्रसा उत्पाद ते ऐकत्विक जाणवो. ते द्रव्य विभागइं सिद्ध कहतां उत्पन्न जाणवो. जिम द्विप्रदेशादिक स्कंध विभागइं अणुपणुं कहतां परमाणु द्रव्यनो उत्पाद तथा कर्मविभागइं सिद्धपर्यायनो उत्पाद. જે ઉત્પાદમાં ‘સંયોગ' કારણ નથી પણ “વિભાગ” કારણ છે. તે ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. સંયોગ થયા વિના વિભાગ થવાથી જે વિશ્રસા ઉત્પાદ થાય છે. તે એકત્વિક ઉત્પાદ જાણવો. તે ઐકત્વિક ઉત્પાદ કોઈ પણ બે દ્રવ્યોના વિભાગથી સિદ્ધ થાય છે. જેમ કે જીવ અને કર્મ આમ બે દ્રવ્યોનો જે અનાદિકાળથી સંયોગ છે. તે બન્ને દ્રવ્યોનો વિભાગ થવાથી જે ઉત્પાદ થાય છે. તે ઐકત્વિક ઉત્પાદ થાય છે. આવો અર્થ કરવો. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જે દ્વિપ્રદેશી-ત્રિપ્રદેશી-ચતુષ્પદેશી આદિ પ્રદેશોના પિંડરૂપ સ્કંધો છે. તે ધોનો વિભાગ થવાથી તેમાંથી એક એક પ્રદેશો છુટા પડી પડીને જે પરમાણુરૂપે બને છે તે સઘળો ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. કારણ કે એક એક પ્રદેશ જે પૂર્વે સંધરૂપે અથવા સ્કંધના પ્રદેશસ્વરૂપે હતા પરંતુ પરમાણુ સ્વરૂપે ન હતા. અને વિભાગ થવાથી પરમાણુરૂપે બન્યા એટલે ઉત્પાદ થયો કહેવાય, સ્વયં થયા છે માટે વિશ્વસા કહેવાય, અને એકપણે (એકપરમાણુ સ્વરૂપે) બન્યા માટે ઐકત્વિક કહેવાય છે. આ રીતે વિભાગ થવાથી પ્રદેશોની પરમાણુપણે જે ઉત્પત્તિ થઈ તે ઐકત્વિક વિશ્વસા ઉત્પાદ જાણવો. આ પ્રદેશવિભાગ જન્ય ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ બને છે. કારણ કે પ્રદેશોનો (અવયવોનો-અંશોનો) વિભાગ થવાપણું પુદ્ગલદ્રવ્યમાં જ છે. ધર્મ-અધર્મ-આકાશ અને જીવદ્રવ્ય આ ચારે દ્રવ્ય અખંડદ્રવ્ય છે. તેના પ્રદેશો ક્યારેય પણ છુટા પડયા નથી, પડતા નથી, અને પડશે પણ નહીં તેથી પ્રદેશ વિભાગજન્ય આ ઐકત્વિક ઉત્પાદ પુદ્ગલદ્રવ્યમાં જ સંભવે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઢાળ-૯ : ગાથા–૨૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા બે દ્રવ્યો સંયોગ પામેલાં હોય લોહાગ્નિની જેમ એકમેક થયેલાં હોય અને પછી છુટાં પડે, તેથી તેમાંના કોઈપણ દ્રવ્યનું એકદ્રવ્યરૂપે જે બનવાપણું થાય છે. તે પણ ઐકત્વિક વિશ્રસા ઉત્પાદ કહેવાય છે. જેમ કે મુક્તિદશાની પ્રાપ્તિકાલે કર્મ અને જીવદ્રવ્યનો જે અનાદિ સંયોગ હતો તેનો વિયોગ થવાથી જીવદ્રવ્યનું સિદ્ધપણે બનવા પણું જે થયું તે પણ ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. કારણ કે આ પણ એકપણે ઉત્પત્તિ જ છે. જેમ સ્કંધમાંથી છુટો પડતો પરમાણુ એક પણે ઉત્પાદ પામે છે. તેમજ જીવ અને કર્મ આમ બે દ્રવ્યોના સંયોગમાંથી છુટો પડતો જીવ પણ એકપણે ઉત્પાદ પામે છે. આ ઉત્પાદ પણ ધર્મ-અધર્મ-આકાશમાં બનતો નથી. તથા પુદ્ગલાસ્તિકાયના મોટા સ્કંધો ફુટી-તુટી જતાં જે જે નાના નાના સ્કંધો થાય છે. તે જો કે અસંખ્યાત પ્રદેશના છે એટલે સમુદાયરૂપ છે. તો પણ સંયોગ થવાથી તે ઉત્પત્તિ થઈ નથી પરંતુ વિભાગ થવાથી ઉત્પત્તિ થઈ છે. અને સ્વાભાવિક થઈ છે. તેથી ઐકત્વિક વિશ્રા ઉત્પાદ કહેવાય છે. જેમ કે કાચની કોઈ વસ્તુ ઉપર વજન આવવાથી અથવા પવન આદિથી ખસી પડતાં તુટી કુટીને નાના નાના ટુકડા થાય છે. તે પણ એક એક ખંડ રૂપે ઉત્પત્તિ થઈ આ પણ ઐકત્વિક વિશ્રા ઉત્પાદ જાણવો. અહીં એક નાના સ્કંધપણે ઉત્પાદ થતો હોવાથી ઐકત્વિક ઉત્પાદ જાણવો. આ રીતે જૈનદર્શન સંયોગજન્ય તથા વિભાગજન્ય આમ બન્ને રીતે ઉત્પાદ થાય છે એમ કહે છે. તે બાબતમાં તૈયાયિક વૈશેષિકોની માન્યતા જુદી છે. તે જણાવીને તેનું નિરસન પણ કરે છે. "अवयवसंयोगई ज द्रव्यनी उत्पत्ति होइ, पणि विभागइं न होइ" एहवं जे नैयायिकादिक कहे छइ, तेहनइं एकतन्त्वादिविभागई खंडपटोत्पत्ति किम घटइ ? प्रतिबंधकाभावसहित अवस्थितावयवसंयोगनइ हेतुता कल्पतां महागौरव होइ. ते माटिं किहांइक संयोग, किहांइक विभाग द्रव्योत्पाद मानवो. तिवारई विभागज परमाणूत्पाद पण अर्थसिद्ध थयो. ए सम्मतिमांहिं सूचिउं छइं. तदुक्तम् નૈયાયિકાદિ દર્શનકારો “અવયવોના સંયોગે જ દ્રવ્યની ઉત્પત્તિ થાય” પરંતુ “વિભાગે ઉત્પત્તિ ન જ થાય” આમ, જે કહે છે. તે દર્શનકારોને અખંડપટમાંથી એકાદિ (એક-બે-ચાર) તખ્તઓનો વિભાગ થવાથી જે ખંડપટની ઉત્પત્તિ થાય છે. તે કેમ ઘટશે ? સારાંશ કે નૈયાયિકો વિજાતીય તેજસંયોગથી કોઈ પણ મહાત્કંધનો પ્રથમ આપરમાણવત્ત (પરમાણુ પરમાણપણે અંત આવે ત્યાં સુધીનો) ભંગ માને છે. ત્યારબાદ અણુઓના સંયોગથી મહાદ્રવ્યની ઉત્પત્તિ માને છે. ગોમુક્ત તૃણપુંજમાં તૃણારંભક Page #164 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૨ ૪૪૯ દ્રવ્યમાં પ્રથમ આપરમાણ્વન્ત ભંગ થઈને તૃણાનુકુલ વર્ણાદિનો નાશ થયા બાદ દુગ્ધાનુકુળ વર્ણાદિનો ઉત્પાદ થાય છે. ત્યાર બાદ દુગ્ધાણુઓના સંયોગથી જ દૃયણુકાદિ બનવા વડે મહાદૂધની ઉત્પત્તિ થાય છે આમ માને છે તેથી વિભાગજન્ય ઉત્પાદ માનતા નથી. ફક્ત સંયોગજન્ય જ ઉત્પાદ માને છે તેઓને અખંડપટમાંથી કેટલાક તત્તુઓનો વિભાગ કરવાથી જે ખંડપટ બન્યું. તે કેમ ઘટશે ? કારણ કે ત્યાં સંયોગ કારણ છે જ નહીં. કેવળ વિભાગ જ કારણ છે. આવો દોષ તૈયાયિકોને આવશે. આમ કાચ તુટતાં ખંડ ખંડ કાચ જે બને છે તે પણ કેમ ઘટશે ? કારણ કે ત્યાં પણ સંયોગ નથી જ. નૈયાયિક આ બાબતમાં પોતાના દર્શનશાસ્ત્રના આધારે નૈયાયિક આવો બચાવ કરે છે કે- ખંડપટ પણ પોતાના અવયવોના (તન્તુઓના) સંયોગથી જ બને છે પણ વિભાગથી બનતો નથી. જેમ અખંડપટ અવયવોના સંયોગથી બને છે તેમ ખંડપટ પણ અવયવોના સંયોગથી જ બને છે. (પણ વિભાગથી બનતું નથી) માત્ર જે અવયવોના સંયોગથી ખંડપટ બને છે. તેનાં એટલે કે ખંડપટનાં દર્શન કરાવવામાં ત્યાં અખંડપટની વિદ્યમાનતા એ પ્રતિબંધક છે. જેમ ઘટાત્યન્નાભાવ નિત્ય હોવાથી સર્વત્ર છે. પરંતુ જે ભૂતલ ઉપર ઘટ છે. ત્યાં ઘટનો અત્યન્નાભાવ નિત્ય હોવાથી વિધમાન હોવા છતાં પણ ત્યાં રહેલો એવો ઘટ તે અત્યન્તાભાવને દૃષ્ટિગોચર થવા દેતો નથી. કારણકે ન્યાયની રીતિએ ઘટકાલે ઘટાત્યન્નાભાવનો ભૂતલ સાથે સ્વરૂપસંબંધ રહેતો નથી. એટલે સરળ ભાષામાં સમજાય તે રીતિએ તે પ્રતિબંધક કહેવાય છે. પ્રતિબંધક એવો ઘટ જ્યારે જતો રહે છે. ત્યારે આપોઆપ ત્યાં વિદ્યમાન એવો ઘટનો અત્યન્નાભાવ દેખાવા લાગે છે. માત્ર ઘટકાલે પ્રતિબંધક એવો ઘટ વિદ્યમાન હોવાથી ભૂતલનો અને ઘટાત્યન્નાભાવનો સંબંધ ન રહેવાથી નિત્ય એવો પણ ઘટાત્યન્નાભાવ વિદ્યમાન હોવા છતાં પણ દૃષ્ટિગોચર થતો નથી. તેમ અહીં પણ તન્તુઓના સંયોગમાત્રથી જ બનેલા ખંડપટને દેખાડવામાં અખંડપટની હાજરી પ્રતિબંધક જાણવી. જ્યાં સુધી અખંડપટની વિદ્યમાનતા રૂપ પ્રતિબંધક હાજર હશે ત્યાં સુધી ખંડપટ દૃષ્ટિગોચર થશે નહીં. એક-બે-ચાર તત્તુઓ લઈ લેવાથી એટલે વિભાગ કરવાથી અખંડ પટનો (પ્રતિબંધકનો) નાશ જરૂર થાય છે. પરંતુ ખંડપટની ઉત્પત્તિ તેનાથી કંઈ થઈ જતી નથી. ખંડપટ તો પોતાના અવયવોના સંયોગથી જ બનેલો છે. તે હવે પ્રતિબંધકનો (અખંડપટનો) અભાવ થવાથી દેખાય છે. ખંડપટ ઉત્પન્ન થતો નથી, પરંતુ જે દેખાતો ન હતો તે હવે દેખાય છે. આ રીતે પ્રતિબંધકના અભાવ સહિત (અખંડ પટના અભાવ સહિત) પોતાના અવયવોનો જે અવસ્થિત સંયોગ છે. તે સંયોગ જ ખંડપટોત્પત્તિમાં કારણ છે. પરંતુ વિભાગ એ ઉત્પત્તિમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ નથી. ખંડપટના દર્શનમાં અખંડપટને અમે પ્રતિબંધક માનીશું. અને ખંડપટની ઉત્પત્તિ સ્વઅવયવસંયોગજન્ય જ કહીશું. તેથી વિભાગજન્ય ઉત્પત્તિ અમારે માનવાની રહેતી જ નથી. આવું નૈયાયિયકનું કહેવું છે. * જૈન– “પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવાયવસંયોગ” આટલું લાંબું લાંબુ ખંડપટોત્પત્તિમાં કારણ માનવું અને “વિભાગ” ને કારણ ન માનવું. તેમાં મહાગૌરવ છે. એટલે હઠાગ્રહ સિવાય બીજું કંઈ જ નથી. કારણ કે આમ કરવામાં લાઘવપ્રિય કહેવાના નૈયાયિકને તો શરીરકૃત મહાગૌરવ જ થાય છે. ૨૦ અક્ષરોના બનેલાને કારણ માનવું, પરંતુ “વિભાગ” આવા ૩ અક્ષરોના બનેલાને કારણ ન માનવું. અને લાઘવપ્રિયતાનો ઠેકો રાખવો આ બધુ મૂર્ખાઈ ભરેલું કામ છે. આમાં કદાગ્રહ વિના બીજુ કંઈ જ દેખાતું નથી. પોતે માનેલી ખોટી માન્યતાને કદાગ્રહથી પકડી રાખવા માટે અને પછી તેને યેન કેન પ્રકારે સિદ્ધ કરવા સારૂ ઘણી લાંબી લાંબી કલ્પનાઓ કરવી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ન સ્વીકારવી તે નરી મૂર્ખતા જ છે. તે માટે આવો કદાગ્રહ ત્યજીને ઘટ પટ આદિ કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં સંયોગ કારણ છે. અને પરમાણુ, સિદ્ધ, ખંડપટોત્પત્તિ, કાચના ટુકડા વગેરે કેટલાંક કાર્યોની ઉત્પત્તિમાં વિભાગ કારણ છે. આમ ક્યાંક સંયોગથી અને ક્યાંક વિભાગથી દ્રવ્યનો ઉત્પાદ જાણવો. તિવાર = ત્યારે, અર્થાત્ જ્યારે બે પ્રકારનો ઉત્પાદ યુક્તિયુક્ત સિદ્ધ થયો છે. ત્યારે “પરમાણુનો પરમાણુ પણે જે ઉત્પાદ થાય છે તે પણ વિભાગજન્ય જ ઉત્પાદ છે.” આવો અર્થ આપોઆપ જ સાચો અર્થ છે. આમ સિદ્ધ થયું. આ જ ભાવને સૂચવનારી સમ્મતિતર્કમાં ગાથા આ પ્રમાણે કહી છે. दव्वंतरसंजोगाहि, केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाऽकुसला, विभागजायं ण इच्छंति ॥ ३-३८ ॥ अणु दुअणुएहिं दव्वे आरद्धे, “ति अणुअं" ति ववएसो । તરો » પુન વિમત્તો, “મનુ રિ નામો પૂ દો . ૩-૩૨ ૨-૨૨ . જુદા-જુદા બે દ્રવ્યોના (અવયવોના) સંયોગથી જ દ્રવ્યનો (અવયવીનો) ઉત્પાદ થાય છે. આમ કેટલાક દર્શનકારો કહે છે. પરંતુ ઉત્પાદના સાચા અર્થને જાણવામાં અકુશલ એવા તેઓ વિભાગજાત ઉત્પાદને સમજતા નથી. પરંતુ જેમ એક પરમાણુ અને એક કયણુક, આ બન્નેનો સંયોગ થવાથી “ચણુક” થયો આમ વ્યપદેશ થાય છે તેવી જ રીતે એ ચણુકથી વિભક્ત થયેલો પરમાણુ હવે પરમાણુ બન્યો આમ પણ કહેવાય જ છે. (માટે વિભાગ જન્ય ઉત્પાદ પણ છે જ.) ૩-૩૮,૩૯ છે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૩ આ પ્રમાણે સમુદાયજનિત તથા (સંયોગ-વિભાગજન્ય એવો) ઐકત્વિક ઉત્પાદ, એમ બે પ્રકારનો વિશ્રસા ઉત્પાદ જીવ-પુગલ બે દ્રવ્યોમાં સમજાવ્યો. હવે ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યોમાં ઉત્પાદ સમજાવે છે. ૧૫૪ || વિણ બંધ હેતુ સંયોગ છે, પરસંયોગો ઉત્પાદ રે || વળી જે ખિણ ખિણ પર્યાયથી, તે એકત્વ જ અવિવાદ રે | - જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૨ / ગાથાર્થ– જે સંયોગ છે. પણ સ્કંધ બનવામાં હેતુ બનતો નથી. તેવા પરદ્રવ્યના સંયોગે પણ ઉત્પાદ થાય છે. (જે ધર્માદિ ત્રણ દ્રવ્યમાં સંભવે છે.) તેથી સમયે સમયે પર્યાયથી એકત્વપણાનો ઉત્પાદ નિર્વિવાદ થાય છે. | ૯-૨૨ | ટબો- જિમ પરમાણુનો ઉત્પાદ એકત્વ જ, તિમ જેણઈ સંયોગઈ કંધ ન નિપજઈ, એહવો જે ધર્માસ્તિકાયાદિકનો જીવ-પુદ્ગલાદિક સંયોગ, તદ્ધારઇ-જે સંયુક્ત દ્રવ્યોત્પાદ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક, તથા અજુર્બનયાભિમત જે ક્ષણિકપર્યાય, પ્રથમદ્વિતીયસમયાદિદ્રવ્ય વ્યવહારહેતુ, તદ્ધારઈ ઉત્પાદ, તે સર્વ એકત્વ જ જાણવો. ઈમાં કોઈ વિવાદ નથી. / ૯-૨૨ II વિવેચન– જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં ઉત્પાદના પ્રકારો જણાવ્યા પરંતુ ધર્મઅધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો સંખ્યામાં એક છે. અખંડ છે. પ્રદેશોના સંયોગથી બન્યાં નથી. તેમાં કદાપિ વિભાગ પણ થવાનો નથી. તો પછી તેમાં “ઉત્પાદ” કેવી રીતે સંભવે ? અને ધર્માદિ ત્રણ દ્રવ્યો પણ સ હોવાથી ઉત્પાદાદિ ૩ લક્ષણો તેમાં પણ ઘટવાં જ જોઈએ. કારણ કે આ ૩ લક્ષણો ઘટે તો જ તે સત કહેવાય છે. અને આ ત્રણ દ્રવ્યમાં સંયોગ જન્ય કે વિભાગ જન્ય ઉત્પાદ સંભવતા નથી તેથી ત્યાં ઉત્પાદ કેવી રીતે હોય ? તે હવે સમજાવે છે. जिम परमाणुनो उत्पाद एकत्वज, तिम जेणई संयोगई स्कंध न नीपजई, एहवो जे धर्मास्तिकायादिकनो जीवपुद्गलादिकसंयोग, तद्वारइं जे संयुक्तद्रव्योत्पाद, असंयुक्तावस्थाविनाशूपूर्वक, तथा ऋजुसूत्रनयाभिमत जे क्षणिकपर्याय, प्रथमद्वितीयसमयादिद्रव्यव्यवहारहेतु, तद्द्वारइ उत्पाद, ते सर्व एकत्व ज जाणवो. इहां कोई विवाद નથી કે ૨-૨૨ | Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેમ દિપ્રદેશમસ્કંધનો વિભાગ થતાં પરમાણુની પરમાણુપણે જે ઉત્પત્તિ થાય છે. તેને ઐકત્વિક ઉત્પાદ કહેવાય છે. તેમ ધર્મ-અધર્મ અને આકાશમાં પણ ઐકત્વિક ઉત્પાદ થાય છે. બે પદાર્થોનો જે સંયોગ થાય છે. તે સંયોગ બે જાતનો હોય છે. એક સંયોગ એવો હોય છે કે જેમાં દ્રવ્ય સ્કંધરૂપે બની જાય તેવો હોય છે. અને બીજો સંયોગ એવો હોય છે કે જે સ્કંધ ન બને પણ સંયોગરૂપે જ માત્ર રહે તેવો. જેમ કે મૃત્યિંડ, લોટનો બંધાયેલો પિંડ, ઇત્યાદિક કેટલાક પદાર્થોમાં સંયોગ પામીને પરસ્પર કણો બંધાઈ જાય છે. એટલે અંધ બની જાય છે. તથા રેતીના કણોનો સમૂહ અથવા રાઈના દાણાનો સમૂહ વિગેરે પદાર્થોનો જે સંયોગ છે કે સંયોજાવું = જે સંયોગ વડે સ્કંધ ન બને, માત્ર અમુક કાલ પુરતો સંયોગ જ રહે. આ બે પ્રકારના સંયોગમાંથી ધર્મ-અધર્મ અને આકાશની સાથે જીવ તથા પુદ્ગલનો જે સંયોગ થાય છે. તે સંયોગ સ્કંધ ન બને તેવો બે નંબરવાળો હોય છે. અર્થાત્ ગતિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલોનો ધર્માસ્તિકાય સાથે સંયોગ, સ્થિતિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોનો અધર્માસ્તિકાય સાથે સંયોગ, અને અવગાહક ભાવે પરિણત થયેલાં જીવ-પુદ્ગલોનો આકાશાસ્તિકાયની સાથે જે સંયોગ થાય છે તે સંયોગ, તેના પૂર્વકાલમાં હતો નહીં કારણ કે તે પૂર્વ સમયે જીવ-પુગલો તે તે ભાવે પરિણામ પામેલાં ન હતાં, તેથી તે ત્રણે દ્રવ્યોમાં તેવા પ્રકારના ગતિભાવે સ્થિતિભાવે અને અવગાહક ભાવે પરિણત થયેલા એવા જીવ-પુદ્ગલોનો સંયોગ પહેલાં ન હતો અને હવે થયો. આમ થવાથી આ ઉત્પાદ થયો છે. તેવા ભાવે પરિણત થયેલા જીવપુગલોની પૂર્વકાલમાં જે અસંયુક્તાવસ્થા હતી. તેનો વર્તમાન સમયે નાશ થયો છે. તેથી આ રીતે અસંયુક્તાવસ્થાનો નાશ થવા પૂર્વક, સ્કંધપણે પરિણામ ન પામે તેવી સંયુક્તાવસ્થાનો ઉત્પાદ થયો છે. ચૌદ રાજલોક પ્રમાણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં અનેક જીવ-પુદ્ગલોનો સ્કંધ ન બને તેવા પ્રકારનો સંયોગ જે પૂર્વ પૂર્વ સમયોમાં ન હતો અને ઉત્તર ઉત્તર સમયોમાં તે થાય છે. તેથી તે “ઐકત્વિક” ઉત્પાદ તે દ્રવ્યોમાં પણ અવશ્ય છે જ. તથા વળી ઋજુસૂત્રનયને માન્ય એવા જે ક્ષણ-ક્ષણના પર્યાયો છે. જેમ કે કોઈ એક જીવદ્રવ્ય પ્રથમસમયે જેવા જ્ઞાનાદિગુણભાવવાળો, રાગાદિદોષભાવવાળો, શરીરસંબંધી લંબાઈ પહોળાઈ આદિ અનેક ભાવવાળો છે. તેવો બીજા સમયે નથી. કારણકે ક્ષાયોપથમિકભાવે, ઔદયિકભાવે અને પરિણામિકભાવે પ્રતિસમયે અનેક ફેરફારો થાય છે. તેથી જે ભાવો પ્રથમ સમયે થયા, તે ભાવો બીજા સમયે નથી. અને જે ભાવો બીજા સમયે થયા તે ત્રીજા સમયે નથી. અને જે ભાવો ત્રીજા સમયે થયા તે ચોથા Page #168 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૩ ૪૫૩ સમયે સંભવતા નથી. આ રીતે આ પ્રથમ સમયાવચ્છિન્ન દ્રવ્ય, આ દ્વિતીયસમયાવચ્છિનન્નદ્રવ્ય, ઈત્યાદિ પ્રકારના વ્યવહારમાં હેતુભૂત જે પર્યાયો બને છે. તે પ્રતિક્ષણ વર્તી પર્યાયોને આશ્રયી પણ જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જાણવો. અહીં આ એક જીવ દ્રવ્યનું જે ઉદાહરણ આપ્યું છે. તેને અનુસાર ધર્મ-અધર્મઆકાશ. અનંત જીવ અને અનંતપુદ્ગલ આમ પાંચે દ્રવ્યોમાં પ્રતિક્ષણવર્તી પર્યાયોનો જે ઉત્પાદ થાય છે. તે સઘળો ઐકત્વિક ઉત્પાદ જ છે. આમ જાણવું. આમાં કોઈ વિવાદ નથી. આ વાત સહેજે સહેજે સમજાય તેવી હોવાથી તથા સર્વને અનુભવસિદ્ધ હોવાથી આ બાબતમાં કોઈને કંઈ વિવાદ નથી. || ૧પપ છે પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાખિઓ ઉત્પાદ રે ! નિજપ્રત્યય પણ તેહ જ કહો, જાણી અંતર નયવાદ રે | જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૩ || ગાથાર્થ– ધર્માદિ ત્રણ દ્રવ્યોનો જે ઉત્પાદ છે. તે નિયમ પરપ્રત્યય જ કહેલો છે. તથાપિ નયવાદના રહસ્યને જાણીને તેને સ્વપ્રત્યય પણ જાણો. | ૯-૨૩ | ટબો- ધમસ્તિકાયાદિકનો ઉત્પાદ, તે નિયમઈ પરપ્રત્યય, સ્વોપષ્ટભણત્યાદિ પરિણત જીવપુર્શલાદિનિમિત્ત જ ભાષિઓ. (જે) ઉભયજનિત તે એકજનિત પણિ હોઈ, તે માર્ટિ તેહનઇ નિજપ્રત્યય પણિ કહો. અંતર નયવાદ = નિશ્ચયવ્યવહાર જાણીનઈ. એ અર્થ. “ મારુંઝાઇ તિન્દુ પરંપવો () નિયમ૩-૩૩ એ સમ્મત્તિગાથા મધ્યે વાર પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિઓ છઈ. તે અનુસરીનઈ લિખ્યો છÓ. I ૯-૨૩ / વિવેચન- જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પરિણામી છે. પરદ્રવ્યના સંયોગે તે ભાવે પરિણામ પામે છે. જેમ મનુષ્યપણે વર્તતો જીવ મૃત્યુ પામીને પશુ-પક્ષીભાવે થયો છતો તે ભાવે પરિણામ પામે છે તેથી તેમાં તો પરદ્રવ્યના સંયોગે ઉત્પાદ-વ્યય સંભવી શકે છે. પરંતુ ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યો વ્યવહારનયથી તેવાં પરિણામી નથી. ગતિ-સ્થિતિ અને અવગાહનાના ભાવે પરિણામ પામેલાં જીવ-પુગલોનો ગમે તેટલો સંયોગ થાય તો પણ તે ત્રણ દ્રવ્યો તો બીજા કોઈ પણ ભાવે પરિણામ પામતાં નથી, પોતાના સ્વરૂપે જ રહે છે. જેવાં છે તેવાં જ રહે છે. અર્થાત્ વ્યવહારથી અપરિણામી છે. તેથી તેમાં ઉત્પાદાદિ કેમ ઘટે ? આવી શંકા થવી સંભવિત છે. તેનો આ ગાથામાં ઉત્તર આપે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ઢાળ-૯ : ગાથા-૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ धर्मास्तिकायादिकना उत्पाद, ते नियमई परप्रत्यय, स्वोपष्टम्भ गत्यादिपरिणत जीवपुद्गलादिनिमित्त ज भाखिओ. (जे) उभयजनित, ते एकजनित पणि होइ, ते माटिं तेहनई निजप्रत्यय पणि कहो. अंतर नयवाद = निश्चयव्यवहार जाणीनइं. ए अर्थ ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ (એટલે કે ઉત્પાદ-વ્યય) છે તે નક્કી પરદ્રવ્યના નિમિત્તે જ છે. કારણ કે પોતે તો વ્યવહારથી અપરિણામી દ્રવ્ય છે. જેમ ઘટ પટ નવા નવા સ્વરૂપે બને છે તથા જીવદ્રવ્યમાં ક્રોધ-માનાદિ વિકારો બને છે. તેમ આ ત્રણ દ્રવ્યો તેવાં પરિણામી નથી. તે માટે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થાય છે. તે નક્કી પરદ્રવ્યના (ગત્યાદિભાવે પરિણત થયેલાં જીવપુદ્ગલદ્રવ્યના) નિમિત્તે જ થાય છે. એટલે કે સ્વ-સ્વયં પોત પોતાના જ ૩૫ર્દમ આલંબનથી, ગતિ આદિ ત્રણ પ્રકારના પર્યાયે પરિણામ પામેલાં એવાં જીવપુગલદ્રવ્યોના નિમિત્તે જ આ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ થાય છે. આમ શાસ્ત્રોમાં કહેલું છે. અહીં એક વાત એ ખાસ જાણવા જેવી છે કે જે ઉત્પાદ બે દ્રવ્યોથી બનેલો હોય છે. તે ઉત્પાદ બન્ને દ્રવ્યોમાં કોઈ પણ એક એકનો પણ અવશ્ય કહેવાય જ છે. જેમ કે પુત્રાદિ સંતાનો સ્ત્રી-પુરુષ એમ ઉભયજન્ય હોવાથી સ્ત્રીનાં પણ સંતાન કહેવાય છે અને તે જ સંતાન પુરુષનાં પણ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રોમાં પણ આવો નિયમ આવે છે કે “મથસ્થાનિધ્યનોચેતાવ્યપદેશમા” બેના સ્થાને બનેલો આદેશ હોવા છતાં પણ બેમાંના ગમે તે એક એકનો છે આવો વ્યપદેશ પણ થાય છે. જેમ કે સૂર્યો અહીં સૂર્ય+ઉદય શબ્દ છે. ત્યાં +૩ મળીને મો થાય છે. તે એ આદેશ કવરનો આદેશ પણ કહેવાય છે. અને વેરનો આદેશ પણ કહેવાય છે. તે માટે ગત્યાદિભાવે પરિણત થયેલા જીવ-પુદ્ગલોના નિમિત્તે ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં જે ઉત્પાદ થયો, તેને નિજપ્રત્યય પણ (એટલે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો પોતાનો જ આ ઉત્પાદ છે. આમ પણ) કહો. નયવાદના અંતરને (એટલે ભેદને-રહસ્યને જાણીને એટલે કે ક્યાં કયો નય પ્રધાન કરવો તે રીતને) જાણીને આ અર્થ કરો. ભાવાર્થ એમ છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી હોવા છતાં પણ જીવપુગલની જેમ વ્યવહારનયથી પરિણામી નથી અર્થાત્ અપરિણામી છે. આ વાત ચોક્કસ છે. કારણ કે વ્યવહારનયથી તો સ્થૂલ પરિણામથી જ પરિણામીપણું દેખાય છે અને કહેવાય છે જે આ ત્રણ દ્રવ્યમાં દેખાતું નથી. જ્યારે નિશ્ચયનયથી તો સહાય લેનારા દ્રવ્યો જેમ જેમ બદલાય છે તેમ તેમ સહાય આપનારા ત્રણ દ્રવ્યોનો સહાયકતારૂપ પરિણામ પણ અવશ્ય પ્રતિસમયે બદલાય જ છે. અને તો જ તે “સ” કહેવાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ ૪૫૫ તે માટે નિશ્ચયનયથી આ ત્રણે દ્રવ્યો પ્રતિસમયે પરિણામી જ છે. અપરિણામી નથી તેથી પરદ્રવ્યના નિમિત્તે થયેલા ઉત્પાદાદિ સ્વનિમિત્તક પણ અવશ્ય જાણવા. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનયનો જે મર્મ છે, જે ભેદ છે. તે ભેદને જાણીને આ ત્રણ દ્રવ્યોના ઉત્પાદાદિ નિશ્ચય નયને આશ્રયી જાણવા. સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે "आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा" ३-३३ ए सम्मतिगाथामध्ये अकार प्रश्रेषइ बीजो अर्थ वृत्तिकारइ कहिओ छइ. ते અનુસરીનડું નિરક્યો છ. I -૨૩ | સમ્મતિતર્કના ત્રીજા કાંડની ૩૩મી ગાથાની અંદર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે “આકાશ આદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નિયમા પરપ્રત્યયિક હોય છે. અથવા “મણિમા' પાઠ લઈએ ત્યારે પરપ્રત્યયિક જ હોય એવો અનિયમ છે. = અર્થાત્ નિયમ નથી. ઉભયજન્ય હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ રીતે રિપત્ર ક્રમાં લઈએ ત્યારે વ્યવહારનયની પ્રધાનતા અને “મમમ'' લઈએ ત્યારે નિશ્ચયનયની પ્રધાનતા કરવી. આ પ્રમાણે મવાર ના પ્રશ્લેષવાલો બીજો અર્થ પૂજ્ય અભય દેવસૂરિજીકૃત સમ્મતિપ્રકરણની વૃત્તિમાં છે. આ ગાથામાં છેલ્લો શબ્દ નિયમ છે. તેનો અર્થ નિયમ અર્થાત્ નક્કી, “આમ જ છે” આવો થાય છે. તેથી આકાશાદિ ત્રણ દ્રવ્યોના ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક જ છે. પોતે અપરિણામી હોવાથી સ્વપ્રત્યયિક નથી જ, આમ વ્યવહારનયને અનુસરીને અર્થ થાય છે. પરંતુ આ ગાથા ઉપરની ટીકા લખનારા પૂજ્ય અભયદેવસૂરિજી ટીકાકારશ્રીએ પોતાની ટીકામાં નિયમો શબ્દની આગળ ૩૪ હતો અને લોપ થયેલો છે. આમ કહીને મારો પ્રશ્લેષ જણાવ્યો છે મારે છે પણ ડુબેલો છે આમ કહીને મળિયનો અર્થ કરેલો છે. તેથી એવો અર્થ નીકળે છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ પરપ્રત્યયિક જ હોય એવો નિયમ ન જાણવો. અર્થાત્ ઉભયજનિત હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ અર્થ નિશ્ચયનયને અનુસરીને કરેલ છે. નવાંગ વૃત્તિકાર પૂજ્યપાદ શ્રીઅભયદેવસૂરિજીએ કરેલી સમ્મતિપ્રકરણની વૃત્તિમાં આ અર્થ છે. અમે પણ તેને અનુસારે અર્થ લખ્યો છે. સમ્મતિપ્રકરણની આ ૩-૩૩મી ગાથા છે. તેનો ઉત્તરાર્ધ અહીં છે. અને પૂર્વાર્ધ આ જ નવમી ઢાળની ૨૦મી ગાથાના અર્થમાં છે. ત્યાંથી પૂર્વાર્ધ જાણી લેવો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ પ્રયત્નજન્ય નિયમા સમુદાય જન્ય જ. અને અશુદ્ધ જ. ઢાળ-૯ : ગાથા-૨૪ ઉત્પાદ સમુદાયજનિત વિશ્વસા દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સચિત્ત અચિત્ત I 1 I શરીરરચના વાદળ શરીરના ઈન્દ્રધનુષ વર્ણાદિ વીજળી એકત્ત્વિક મિશ્ર સંયોગ વિભાગ ઉભય ંજનિત જનિત જનિત સ્કંધહેતુ બને તે સ્કંધહેતુ ન બને તે | પુદ્ગલમાં ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પ્રશ્ન- જીવ-પુદ્ગલ પરિણામી હોવાથી અને ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યોના નિમિત્તે (નિશ્ચયનયથી) પરિણામી પણું હોવાથી ઉત્પાદ-વ્યય હોય એમ સમજાવવામાં આવ્યું છે. પરંતુ અલોકાકાશમાં તો કોઈ પરદ્રવ્ય જ નથી. તેનો સંયોગવિભાગ પણ નથી. અને “આકાશ” નામનો પદાર્થ તો છે. અને તે સત્ છે. તો ત્યાં ઉત્પાદવ્યય કેમ સંભવશે ? ઉત્તર– આ પ્રશ્નનો ઉત્તર અહીં મૂલગાથામાં (પ્રશ્ન કે ઉત્તર) નથી. તો પણ પૂર્વાપરની વિચારણાથી તેનો ઉત્તર નીચે મુજબ સંભવે છે કે- લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો નથી. સામાન્યબુદ્ધિથી આપણે લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો સમજી બેઠા છીએ. એટલે જ આ પ્રશ્ન થાય છે પરંતુ “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. લોક અને અલોક તો બાકીનાં ધર્માદિ ચાર દ્રવ્યોના સંયોગ અને વિયોગ દ્વારા ભિન્ન જણાય છે. પરમાર્થથી “ધર્મ-અધર્મ-જીવ-પુદ્ગલ અને આકાશ” આમ પાંચ જ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ દ્રવ્યો હોવાથી “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. આમ જાણવું મગજમાંથી લોક-અલોક તરીકેના બે ભેદ કાઢી નાખવા જોઈએ. અને સળંગ અખંડ એક. આકાશ દ્રવ્ય છે. આમ માનવું જોઈએ, કલ્પિતભેદને પારમાર્થિક સ્વરૂપ ન આપવું જોઈએ. હવે કોઈપણ દ્રવ્યના એકભાગમાં થયેલો વિકાર એકભાગનો વિકાર ગણતો નથી. પણ આખા દ્રવ્યનો જ વિકાર ગણાય છે. જેમ પાંચ મીટરની એક સાડી અખંડ, કિંમતી, ધારો કે ૨૦૦૦ રૂપીયાની છે. અને તેના કોઈ પણ ૧ ભાગમાં ૧ ઈંચ જેટલું કાણુ પડે, બળી જાય, અથવા ફાટી જાય તો તેટલા ભાગની જ કિંમત ઘટે એમ નહીં. પરંતુ આખી સાડીની જ કિંમત ઘટે છે. આખી સાડી જે પહેલાં અખંડ પણે હતી ત્યારે અને તેમાં ૧ઇંચ જેટલું કાણું પડવાથી તેનો નાશ થયો ત્યારે એટલે ખંડપટપણે ઉત્પન્ન થઈ ત્યારે તેના રૂપીયા એક ઈંચની કિંમત જેટલા જ ઓછા આવે એમ નહીં પરંતુ આખી સાડીના ઓછા- (ઘણા ઓછા) આવે. નિરોગી માણસના કપાલાદિ કોઈ એક ભાગમાં કોઢનો રોગ થાય અથવા કોઈ એક ભાગમાં લકવા થાય તો તેટલા જ ભાગની કિંમત ઘટે એમ નહીં પરંતુ આખા માણસની કિંમત ઘટે. કારણ કે આ એક અખંડ દ્રવ્ય છે. તેવી જ રીતે લોકાકાશવાળા ભાગમાં જીવ-પુદ્ગલોને અવકાશ આપવા રૂપે પ્રતિસમયે થતા ઉત્પાદ અને વ્યય, લોકાકાશવાળા જ આકાશના છે એમ નહીં. પરંતુ આકાશ એક અખંડદ્રવ્ય હોવાથી સમસ્ત આકાશ દ્રવ્યના તે ઉત્પાદ વ્યય છે. આમ સમજવું જોઈએ. જેમ કે કોઈ એક સાધુને અથવા સાધ્વીજી મ. શ્રીને વિજાતીય વ્યક્તિના હાથના-પગના કોઈ એક ભાગનો હાલતાં-ચાલતાં સ્પર્શ થઈ જાય (એક આંગળીનો પણ સ્પર્શ થઈ જાય) તો એક અવયવ માત્રનો જ સંયોગ થવા છતાં પણ આખા પરદ્રવ્યનો સંઘટ્ટો” થયો આમ જેમ કહેવાય છે. તેમ અહીં એકભાગમાં થયેલા ઉત્પાદ અને વ્યય સમસ્ત દ્રવ્યના છે. પણ દ્રવ્યના એકદેશમાત્રના નથી. આમ જાણવું જોઈએ. નયવાદના ભાવોને જાણીને આવા અર્થો સંગત કરવા. અખંડ વસ્તુના કોઈ પણ એકભાગમાં થતો ફેરફાર તે અખંડવસ્તુનો સમસ્તનો જ કહેવાય છે. તેમ “આકાશ દ્રવ્યના એક ભાગરૂપ લોકાકાશમાં” થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે લોકાલોક એવા સમસ્ત આકાશ દ્રવ્યના જ કહેવાય છે. પણ એકલા લોકાકાશના કે તેના ભાગના ન કહેવાય. ॥ ૧૫૬ ॥ દ્વિવિધ નાશ પણિ જાણિઇ, એક રૂપાંતર પરિણામ રે । અર્થાન્તરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૪ ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઢાળ-૯ : ગાથા-૨૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ગાથાર્થ– નાશ પણ (ઉત્પાદની જેમ જ) બે પ્રકારે છે એક રૂપાન્તર પરિણામ છે. અને વળી મનોહર એવો બીજો પ્રકાર અર્થાન્તરભાવગમન છે. તે ૯-૨૪ / ટબો- કથંચિત્ “સ” રૂપાન્તર પામઇ, સર્વથા વિણસઈ નહીં. તે દ્રવ્યાર્થિકનયનો પરિણામ કહિઓ. પૂર્વ સત્ પર્યાયછે વિણસઇ. ઉત્તર અસત્ પર્યાયછે ઉપજઈ, તે પર્યાયાર્થિકનયનો પરિણામ કહિઓ. એ અભિપ્રાય જોતાં-એક રૂપાન્તર પરિણામ વિનાશ, એક અર્થાન્તર ભાવ ગમનવિનાશ. એ વિનાશના ૨ ભેદ જાણવા. परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः, प्रादुर्भावोऽसता च पर्यायतः । द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्यवनयस्य ॥ એ વચન સમ્મતિ પ્રાપના પદ (૧૩) વૃત્તિ. I ૯-૨૪ / વિવેચન- વસ્તુના ઉત્પાદનો પ્રયોગજનિત અને વિશ્રા એમ બે ભેદ જેમ કહ્યા, તેમ નાશના પણ બે પ્રકાર છે. એક રૂપાન્તર નાશ અને બીજો અર્થાન્તરભાવગમન નાશ. જો કે પ્રતિસમયે વસ્તુ પરાવર્તન પામે છે. એટલે પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ પ્રતિસમયે થાય જ છે. તેને જ બે નયની દૃષ્ટિએ બે પ્રકારરૂપે ગ્રંથકારશ્રી જણાવે છે. कथंचित् "सत्" रूपान्तर पामइं, सर्वथा विणसई नहीं. ते द्रव्यार्थिक नयनो परिणाम कहिओ. पूर्व सत् पर्यायई विणसइ. उत्तर 'असत्" पर्यायइ उपजइ. ते पर्यायार्थिकनयनो परिणाम कहिओ. ए अभिप्राय जोतां-एक रूपान्तर परिणाम विनाश, एक अर्थान्तरभावगमनविनाश, ए विनाशना २ भेद जाणवा. દ્રવ્યાર્થિકનય નિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેની વિચારધારા એવી છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુ કથંચિત્ રૂપાન્તર પામે છે. પરંતુ સર્વથા વિનાશ પામતી નથી. જેમ ઘટ ફુટે તો કપાલ થાય, અખંડ પટ ફાટે તો ખંડપટ થાય, દૂધ જામે તો દહીં થાય, દહીં ભાગે તો છાશ થાય. આમ વિચારતાં કોઈ પણ દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. માત્ર નવા નવા રૂપે જ બને છે. તેથી જુના રૂપે જે નાશ થયો અને નવા રૂપે જે ઉત્પાદ થયો તેને જ રૂપાન્તરનાશ કહેવાય છે. માત્ર પર્યાય જ (સ્વરૂપ જ) બદલાય છે. દ્રવ્ય તો સદા નિત્ય નૈકાલિક ધ્રુવ છે. આવા પ્રકારનો દ્રવ્યાર્થિક નયનો પરિણામ (અધ્યવસાય-વિચારધારા) છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૬ પરંતુ પર્યાયાર્થિકનય અનિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેનો અભિપ્રાય એવો છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુમાં પૂર્વસમયવર્તી જે સત્ પર્યાય છે. તે પર્યાયપણે દ્રવ્ય પણ નાશ પામે છે. અને ઉત્તરકાલનો પર્યાય હાલ જે આવિર્ભાવ નથી, પણ અત્ છે. તે ઉત્તરકાલીન પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે તે પર્યાયપણે દ્રવ્ય પણ ઉત્પન્ન થાય છે. આવો પર્યાયાર્થિકનયનો પરિણામ છે. સારાંશ કે માત્ર પર્યાય જ બદલાય છે અને દ્રવ્ય તેનુ તે જ ધ્રુવ રહે છે એમ નહીં. પરંતુ પર્યાય બદલાયે છતે દ્રવ્ય પણ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. અને ઉત્તર પર્યાયરૂપે નવું જ દ્રવ્ય આવે છે. આમ દ્રવ્યની પરાવૃત્તિ થતી હોવાથી તેને અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્ને નયોના અભિપ્રાયો જોતાં એક રૂપાન્તરનાશ અને બીજો અર્થાન્તર નાશ, આમ બે નયોને અનુસાર વિનાશના બે ભેદ જાણવા. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય વિણસતું જ નથી. માત્ર પર્યાયો (રૂ૫) જ બદલાય છે. એટલે રૂપાન્તરનાશ જ થાય છે અને દેખાય છે. પરંતુ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ પર્યાય નાશ પામે છતે તે રૂપે દ્રવ્ય પણ નાશ જ પામે છે. દ્રવ્ય નવું રૂપ ધારણ કરે છે. નવા પર્યાયરૂપે દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે. એટલે અર્થ જ (દ્રવ્ય જ) બદલાતું હોવાથી અર્થાન્તરવિનાશ થાય છે. અને તે જ દેખાય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રતિસમયે દ્રવ્ય રૂપાન્તર જ પામે છે. દ્રવ્યનો નાશ થતો નથી. પરંતુ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. તેથી રૂપાન્તરનાશ જ કહેવાય છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી વિશિષ્ટરૂપ બદલાય ત્યારે રૂપની સાથે દ્રવ્ય પણ બદલાયું છે આમ માનીને દ્રવ્યનો પણ નાશ દેખે છે. તેથી તે નયની દૃષ્ટિએ દિવ્યાન્તરવિનાશ કહેવાય છે. સંક્ષેપમાં સાર એ છે કે-દ્રવ્યનું રૂપ બદલાયું છે. (દ્રવ્ય તેનું તેજ રહ્યું છે) આમ વિચારીએ ત્યારે રૂપાન્તરનાશ, અને સંયોગવિભાગાદિ થવાથી જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું છેઆમ વિચારીએ ત્યારે અર્થાન્તરનાશ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः प्रादुर्भावोऽसता च पर्यायतः । (PI) ૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ઢાળ-૯ : ગાથા–૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ द्रव्याणां परिणामः, प्रोक्तः खलु पर्यवनयस्य ॥ ૪ વન સમતિ, પ્રજ્ઞાપના પ૬ (૨૩) વૃત્તિ છે ૧-૨૪ છે પરિણામ એટલે અર્થાન્તરગમન થવું તે. કોઈ પણ પદાર્થ સર્વથા તેના તે જ સ્વરૂપમાં રહેતો નથી. તથા સર્વથા કોઈ પણ પદાર્થ નાશ પામતો નથી. આવો પરિણામ (પર્યાય) છે. આમ તઢિપુરુષોને આવા પ્રકારનો પરિણામ ઈષ્ટ છે. જે આવિર્ભાવે વિદ્યમાન પર્યાય છે. તેનો વિનાશ થાય છે. અને જે પ્રગટપણે અસત્ (અવિદ્યમાન) પર્યાય છે. તેનો પ્રાદુર્ભાવ થાય છે. દ્રવ્યોનો આવો પરિણામ છે. આમ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણામ કહેલો છે. ઉપરોક્ત બને ગાથામાં પરિણામનો જે અર્થ કર્યો છે. તથા પર્યાયાર્થિકનયની જે દૃષ્ટિ સમજાવી છે તે આ વચનને સમ્મતિ આપતું પદ પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં છે. ત્યાંથી જાણવું. | ૧૫૭ | અંધારાનાં ઉદ્યોતતા, રૂપાન્તરનો પરિણામ રે ! અણુનઈ અણુ અંતર સંક્રમઈ, અર્થાન્તરગતિનો ઠામ રે ! જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૫ / ગાથાર્થ– અંધકારમાંથી જે પ્રકાશિતતા થાય છે. તે રૂપાન્તરપરિણામ છે અને એક અણુની સાથે બીજો અણુ જોડાતાં જે ક્રિપ્રદેશ સ્કંધ બને છે તે અર્થાન્તરગતિનું ઉદાહરણ છે. | ૯-૨૫ | ટબો- તિહાં-અંધારાનઇ ઉધોતતા, તે અવસ્થિત દ્રવ્યનો રૂપાન્તર પરિણામઈ રૂપ નાશ જાણવો. અણુનાઈ-પરમાણુનઈ અણુઆંતર સંક્રમઈ દ્વિપ્રદેશાદિભાવ થાઈ છઈ, તિહાં-પરમાણુપર્યાય મૂલગો ટળ્યો, આંધપર્યાય ઊપનો, તેણઈ કરી અર્થાતરગતિ રૂપ નાશનો ઠામ જાણવો. | ૯-૨૫ I વિવેચન– નાશના બે પ્રકાર છે. ૧ રૂપાન્તર પરિણામ અને ૨ અર્થાન્તરગમનપરિણામ. ત્યાં કોઈ પણ દ્રવ્ય જુના સ્વરૂપે નાશ પામીને નવા રૂપે બને તેને રૂપાન્તર નાશ કહેવાય છે. અને સંયોગ અથવા વિભાગાદિક વડે મૂલભૂત દ્રવ્યનો જાણે નાશ થયો છે. આમ જણાય તે અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્નેનાં એક એક ઉદાહરણ આપે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ ઃ ગાથા-૨૬ ૪૬૧ तिहां- अंधारानई उद्योतता, ते अवस्थित द्रव्यनो रूपान्तर परिणामइ रूप नाश जाणवो. अणुनई- परमाणुनई अणुअंतर संक्रमई द्विप्रदेशादिभाव थाई छइं. तिहांपरमाणुपर्याय मूलगो टल्यो. स्कंधपर्याय ऊपनो, तेणई करी अर्थान्तरगति रूप नाशनो ામ નાખવો. ॥ ૧-૨ ॥ જે અંધકાર છે. તે જ સૂર્યોદયાદિ થતાં ઉદ્યોત સ્વરૂપે (પ્રકાશપણે) પરિણામ પામે છે. ત્યાં રૂપાન્તરપણું પામવા સ્વરૂપે અંધકારનો નાશ થયો કહેવાય છે. કારણ કે અંધકારમય જે પુદ્ગલદ્રવ્ય હતું તે જ દ્રવ્ય ઉદ્યોતપણે પરાવર્તન પામ્યુ છે. પરંતુ પુદ્ગલ પણે તો તે દ્રવ્ય તે જ સ્થિતિમાં રહ્યું છે. તે દ્રવ્યમાં દ્રવ્યપણે કંઈ પરાવર્તન થયું નથી. માત્ર પુદ્ગલદ્રવ્યોમાં જે અંધકારપર્યાય હતો તે ગયો છે અને ઉદ્યોતપર્યાય આવ્યો છે. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ તો તેવીને તેવી જ રહી છે એટલે તે પરાવર્તનને રૂપાન્તરપરિણામ નામનો નાશ કહેવાય છે. કારણ કે અંધકારરૂપ ગયું. અને ઉદ્યોત રૂપ થયું. જ્યારે એક પરમાણુ બીજા પરમાણુની સાથે મળે છે અને બન્ને પરમાણુ સાથે મળીને દ્વિપ્રદેશી સ્કંધપણે પરિણામ પામે છે. ત્યારે એક એક અણુમાં જે “અણુદ્રવ્યપણુ” હતું. તેનો જે નાશ થઈ જાય છે તે અર્થાન્તરગમન સ્વરૂપે નાશ થયો કહેવાય છે. કારણ કે જ્યારે આ નાશ થાય છે અને યણુક બને છે. ત્યારે અણુ જે અણુપણે ભૂલભૂત દ્રવ્ય હતું. તે હવે અણુપણે રહેતું જ નથી. તે અણુસ્વરૂપ દ્રવ્યપણું મૂળથી જ ટળી ગયું. હવે તે સ્કંધ બન્યો. માટે આ અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જો કે નિશ્ચયનયથી તો બે અણુ સાથે મળીને જે હ્રયણુક બન્યો તે પણ રૂપાન્તર નાશ જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિ દ્વારા ઉત્પત્તિ-નાશ જ્યારે થાય છે. ત્યારે જાણે જુનુ દ્રવ્ય ચાલ્યુ ગયુ હોય તેમ ભાસે છે તેથી અહીં તેની જુદી વિવક્ષા કરીને અર્થાન્તરગમન નાશ કહેલ છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળ આવનારી ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. || ૧૫૮ || અણુનઇ છઇ યદ્યપિ ખંધતા, રૂપાન્તર અણુ સંબંધ રે । સંયોગ વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે. 11 જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૬ || Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઢાળ-૯ : ગાથા-૨૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– એક પરમાણુની સાથે બીજા પરમાણુનો સંબંધ થતાં જે સ્કંધતા થાય છે. તે જો કે રૂપાન્તરતા જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિથી દ્રવ્યવિનાશના ભેદોની આ રચના સમજાવી છે. ૯-૨૬ | ટબો- યદ્યપિ અણુનઇ અણુસંબંધઇ ખંધતા છઇં. તે રૂપાન્તર પરિણામ જ છઈ. તો પણિ સંયોગ-વિભાગાદિકરૂપઇ દ્રવ્યવિનાશ સૈવિધ્યનું જ, એ ઉપલક્ષણ જાણવું. જે માટઇ દ્રવ્યોત્પાદવિભાગઇ જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમદ્રવ્યનાશવિભાગઇં જ પર્યાયનાશવિભાગ હોઈ, તે સમુદયવિભાગ અનઇ અર્થાતરગમન એ ૨ પ્રકાર ઠહરાઈ. પહલો-તંતુ પર્યત પટનાશ, બીજો ઘટોત્પત્તિ મૃતૈિડાદિનાથ જાણવો. વક્ત ૨ સમ્મત્ત विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो । સમુવિમામિત્ત, અત્યંતરમાવામut a | ૩-૩૪ છે -ર૬ વિવેચન- નાશના જો કે બે પ્રકારો જણાવ્યા છે. રૂપાન્તરતા અને અર્થાન્તરતા. છતાં પરમાર્થથી એટલે નિશ્ચયનયથી રૂપાન્તરતા એક જ પ્રકાર છે. વ્યવહારનયથી આ બે ભેદ છે તે વાત સ્પષ્ટ કરે છે. यद्यपि अणुनइं अणुसंबंधई खंधता छइं. ते रूपान्तर परिणाम ज छइ. तो पणि संयोगविभागादिक रूपई द्रव्यविनाश-द्वैविध्यनुं ज, ए उपलक्षण जाणवं. जे माटइंद्रव्योत्पादविभागई ज जिम पर्यायोत्पादविभाग, तिम द्रव्यनाशविभागई ज पर्यायनाशविभाग होइ. ते समुदयविभाग अनइं अर्थान्तरगमन ए २ प्रकार ठहराइ. पहलो तंतुपर्यन्त पटनाश, बीजो घटोत्पत्तिं मृत्पिडनाश जाणवो. उक्तं च सम्मत्ती જો કે અમે નાશના બે પ્રકાર ઉપર જણાવ્યા છે. અને તેનાં બે ઉદાહરણો પણ આપ્યાં છે. એક રૂપાન્તરતા પરિણામ-જેમ અંધકારમાં ઉદ્યોતતા આવે છે તે, અને બીજું અર્થતરતા-જેમ કે એક અણુ બીજા અણુ સાથે મળ્યો છતો કયણુક બને છે તે. આ બન્ને નાશમાં સૂક્ષ્મ વિચારણા કરતાં સમજાશે કે જે કોઈ નાશ થાય છે. તે રૂપાન્તરતાપરિણામ રૂપ જ હોય છે. કારણ કે અર્થાન્તરતા શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય અને પોતાના રૂપે નાશ પામે છે, પરંતુ આવું કદાપિ બનતું જ નથી કેમ કે જીવ દ્રવ્ય ગમે Page #178 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૭. ૪૬૩ તેટલો સમય અજીવ સાથે (શરીર સાથે) રહે તો પણ તે જીવ અજીવ બની જાય આવું ક્યારેય પણ બનતું નથી. તેથી અર્થાન્તરતા ક્યારેય પણ કોઈ પણ દ્રવ્યની થતી નથી. આ રીતે જો કે અણુનો અન્ય અણુની સાથે સંબંધ થતાં જે સ્કંધતા થાય છે અને અણુતાનો નાશ થાય છે. તે પણ રૂપાન્તરપણિામ જ છે. તો પણ સંયોગ અને વિભાગાદિક રૂપે દ્રવ્યનો જે વિનાશ થાય છે. તે જણાવવા માટે નાશના આવા પ્રકારના બે ભેદ પાડયા છે. આમ અધ્યાહારથી જાણવું. એટલે કે સંયોગથી જે નાશ થાય છે. તથા વિભાગથી જે નાશ થાય છે. અને વિમાાતિ માં લખેલા મારિ શબ્દથી સંયોગ-વિભાગ આમ ઉભય વડે જે નાશ થાય છે. તે બન્ને (ત્રણે) પ્રકારનો નાશ (રૂપાન્તરનાશ સ્વરૂપ હોવા છતાં) સ્થૂલવ્યવહારનયની દૃષ્ટિએ તેને અર્થાન્તરગમન સ્વરૂપવાળો નાશ કહેલો છે. આમ જાણવું. કારણ કે અણુઓની સાથે અણુઓ મળવાથી જાણે નવું જ એક દ્રવ્ય ઉત્પન્ન થયું હોય એમ જગતમાં દેખાય છે અને મનાય છે. તેથી છુટા છુટા દ્રવ્યરૂપે (સ્વતંત્ર પણે અણુ સ્વરૂપે જે પરમાણુઓ હતા) તેનો નાશ થયો છે. અને કયણુકાદિપણે નવા દ્રવ્યનો ઉત્પાદ થયો છે. આમ માનવાથી આ વાત સમજાઈ જાય છે. ઘણા તખ્તઓને યથાયોગ્ય સ્થાને જોડવાથી પટ બન્યો, તેનો અર્થ એ થયો કે છુટા છુટાપણે તન્તુદ્રવ્યનો નાશ થયો. અને પટપણે નવા દ્રવ્યની ઉત્પત્તિ થઈ આ અર્થાન્તર નાશ છે. તથા તંતુઓના સંયોગથી જેમ નાશ સમજાવ્યો. તેમ વિભાગથી પણ નાશ સમજી લેવો. તંતુઓનો વિભાગ કરવાથી ખંડપટની જેમ ઉત્પત્તિ થઈ, તેમ અખંડપટનો નાશ પણ થયો જ છે. આ જ રીતે સંયોગ અને વિભાગ એમ ઉભય સાથે હોય ત્યાં પણ નાશ જાણી લેવો. આમ, સંયોગજન્ય અને વિભાગજન્ય (તથા ઉભયજન્ય) જે જે નાશ થાય છે. તે રૂપાન્તરનાશ હોવા છતાં પણ જાણે નવું દ્રવ્ય જ બન્યું છે આમ વ્યવહારમાં ભાસ થતો હોવાથી જાણે જુનુ દ્રવ્ય નાશ પામ્યું છે આવો પણ ભાસ થાય જ છે આ જણાવવા માટે જ રૂપાન્તરતા અને અર્થાન્તરતા આમ નાશનું વૈવિધ્ય = દ્વિવિધપણું કહ્યું છે. વાસ્તવિક રીતે તો સર્વે દ્રવ્યો પોત પોતાના પર્યાયોમાં રૂપાન્તરતાને જ માત્ર પામે છે. એટલે એક જ ભેદ નાશનો સંભવે છે. છતાં જ્યાં મુખ્યપણે દ્રવ્યનો ધ્રુવભાવ દેખાતો હોય અને તેમાં વિવિધ પરિણમન જ માત્ર જણાતું હોય, જેમ કે દેવદત્ત પણે ધ્રુવ એવા દ્રવ્યમાં બાલ્ય યુવા અને વૃદ્ધાવસ્થા સ્વરૂપ પર્યાયોનું પલટાવાપણું જે છે. તે રૂપાન્તરનાશ કહેવાય છે અને જ્યાં સંયોગ-વિભાગાદિના કારણે સ્થૂલવ્યવહારથી દ્રવ્યનું જ મુખ્યપણે ઉત્પત્તિ-નાશ પણું દેખાતું હોય, જણાતું હોય, બોલાતું હોય તે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઢાળ-૯ : ગાથા- ૨૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરગમન કહેવાય છે. જેમ કે તે જ દેવદત્તનું મરણ પછી દેવાદિભાવ રૂપે થવું. અહીં પર્યાય બદલાયો હોવા છતાં દ્રવ્ય જ બદલાઈ ગયું એવો વ્યવહાર થાય છે. માટે આ અર્થાન્તરગમન છે તથા આ જ પ્રમાણે પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ ગુણધર્મો બદલાય તો રૂપાન્તરતા નાશ, અને અણુઓનો સંયોગ-વિભાગ થાય તો અર્થાન્તરનાશ, આમ ત્રિવિધતા જણાવવા માટે આ કથન કરેલ છે. ૩પત્નક્ષ નાખવું = આટલી વાત ઉપલક્ષણથી સમજી લેવી. આ રીતે જોતાં પર્યાય બદલાવા રૂપ પૂર્વ પર્યાયનો નાશ છે. આમ રૂપાન્તરતા નામનો નાશનો એક જ પ્રકાર છે. છતાં સ્થૂલવ્યવહારથી દ્રવ્યનાશ ગણીને ૨ ભેદ કહ્યા છે. ને માઠું = કારણ કે પ્રયોગજન્ય અને વિશ્રા આમ ઉત્પત્તિના જે ૨ પ્રકારો સમજાવ્યા, ત્યાં પણ દ્રવ્ય તો અનાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પરંતુ પર્યાય અને દ્રવ્ય કથંચિત્ અભિન્ન હોવાથી પર્યાયોનો જે ઉત્પાદ છે. તે જ દ્રવ્યનો ઉત્પાદ કહેવાય છે. તેથી દ્રવ્યના ઉત્પાદના વિભાગોમાં (પ્રયોગજન્ય અને વિશ્રમા આમ દ્રવ્યની ઉત્પત્તિના ૨ પ્રકારોમાં) જેમ પર્યાયોની જ ઉત્પત્તિના પ્રકારો છે. (કારણકે દ્રવ્ય તો અનાદિ-અનંત-ધ્રુવ છે. પર્યાયો જ નવા નવા ઉત્પન્ન થાય છે, છતાં દ્રવ્યના જ ઉત્પાદ કહેવાય છે તેમ આ બે ગાથાઓમાં દ્રવ્યના નાશના જે વિભાગો (રૂપાન્તરતા અને અર્થાન્તરતા) જણાવ્યા છે તે પણ પર્યાયના જ નાશના પ્રકારો જાણવા. છતાં દ્રવ્ય-પર્યાય-કથંચિત્ અભિન્ન હોવાથી તે દ્રવ્યના નાશના પ્રકાર કહેવાય છે. સારાંશ કે- દ્રવ્યની ઉત્પત્તિના ૨ વિભાગોમાં જેમ પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પર્યાયની જ ઉત્પત્તિના એ વિભાગો છે. પરંતુ દ્રવ્ય અને પર્યાય એમ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યના ઉત્પાદ કહેવાય છે. તેમ અત્યારે નાશના જે ભેદ સમજાવાય છે. તે પણ પરમાર્થથી પર્યાયના જ નાશના વિભાગો છે. પરંતુ દ્રવ્ય-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યના નાશના વિભાગો કહેવાય છે. દૂધમાંથી દહીં બને ત્યારે “દહીં દ્રવ્ય બન્યું” “દહીં દ્રવ્ય બન્યું” આમ વ્યવહારમાં દ્રવ્યની ઉત્પત્તિ બોલાય છે પરંતુ વાસ્તવિક તો તેમાં પર્યાયની ઉત્પત્તિ છે. કારણ કે દૂધ-દહીં વિગેરે ભાવો મૂલભૂત પુદ્ગલદ્રવ્યના પર્યાયો જ છે. તો પણ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યની ઉત્પત્તિ કહેવાય છે. તેવી જ રીતે દૂધદ્રવ્ય નાશ પામ્યું. દૂધદ્રવ્ય નાશ પામ્યું. ઈત્યાદિ રીતે જે દ્રવ્યનો નાશ કહેવાય છે. તે પર્યાયનો નાશ છે. છતાં અભેદ હોવાથી દ્રવ્યનો નાશ થયો આમ કહેવાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ . ઢાળ-૯ : ગાથા-૨૮ ૪૬૫ તેથી સમુદાયજનિત દ્રવ્ય ઉત્પાદ જેમ પ્રયોગજન્ય પણ હોય છે. (જેમ કે ઘટપટાદિ) અને વિશ્રા પણ હોય છે (જેમ કે વાદળ-વિજળી વિગેરે). તેવી જ રીતે સમુદાયજનિત નાશ પણ ૧ સમુદાયવિભાગ અને ૨ અર્થાતરગમન રૂપે ૨ પ્રકારનો હોય છે. એટલે કે ઘણા અંશો ભેગા થઈને જે અવયવી બન્યો છે. તે અંશોનો વિભાગ થવાથી અવયવી દ્રવ્યનો જે નાશ થાય છે. તે સમુદાય વિભાગ જન્ય નાશ નામનો આ પ્રથમભેદ છે. જેમ કે તંતુપર્યંત પટનાશ, ઘણા તજુઓનું બનેલું એક પટ છે. તેના તંતુઓ ખેંચતા જાઓ, જેમ જેમ તંતુઓ ખેંચાતા જાય છે તેમ તેમ પટદ્રવ્યનો નાશ થાય છે. આ જે નાશ થયો. તે વસ્તુઓનો યથાસ્થાને ગોઠવાયેલો જે સમુદાય હતો. તે સમુદાયનો વિભાગ થવાથી નાશ ઉત્પન્ન થયો કહેવાય છે. તે સમુદાય વિભાગના નામનો પ્રથમભેદ છે. જ્યાં અવયવોનો વિભાગ ન થાય, જેટલા અવયવો છે. તેટલા જ બરાબર રહે, એક પણ હીનાધિક ન થાય પરંતુ જે સ્વરૂપે હોય તેનાથી અન્ય સ્વરૂપે થાય, એટલેકે એનું સ્વરૂપ માત્ર બદલાય પણ તે સ્વરૂપ એવું બદલાય કે જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું હોય. એવું લાગે પરંતુ અંશો હીન કે અધિક થયા ન હોય તે અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જેમ કે ઘટોત્પત્તિ મૃતિંડાદિનાશ. એટલે કે જ્યારે જ્યારે ઘટની ઉત્પત્તિ કરીએ ત્યારે ત્યારે તે તે કાર્યની ઉત્પત્તિમાં પૂર્વકાલમાં રહેલો મૃતિંડ રૂપે જે આકાર (તથા મારિ શબ્દથી ઘટ બનાવતાં થતા સ્થાસ કોશ-કુશૂલાદિ જે આકારો) છે. તે આકારોનો નાશ થાય છે. કારણકે તે કાલે મૃત્યિંડાદિ આકારોનો નાશ થાય, તો જ ઘટોત્પત્તિ બને છે. અહીં મૃત્યિંડદ્રવ્યનો જે નાશ કહેવાય છે. તે (રૂપાન્તર નાશ હોવા છતાં) અર્થાતરગમન નાશ કહેવાય છે. આ રીતે સમુદાયજનિત નાશના બે પ્રકાર છે એક સમુદાયવિભાગ અને બીજો અર્થાન્તરગમન, સમ્પતિતર્કમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગાથા આ પ્રમાણે છે. - विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो । સમુદયવિમાનમાં, અતંરમાવામu a | ૩-૩૪ છે કે ૧-ર૬ છે નાશના ભેદોની પણ આ જ વિધિ છે. (ઉત્પત્તિના ભેદોની જેમ જ નાશના ભેદો પણ જાણવા.) સમુદાયજનિત નાશમાં તે નાશ બે પ્રકારે છે. એક સમુદાયનો વિભાગ માત્ર થાય છે જેમ કે ઘટ ફૂટે, પટ ફાટે, ઇત્યાદિ અને બીજો Page #181 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ : ગાથા૨૮ ૪૬૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરભાવગમન જેમ કે મૃર્લિંડનો નાશ થઈને ઘટોત્પત્તિ થાય તે, આમ નાશના બે પ્રકારો સમજાવ્યા. / ૧૫૯ | ધ્રુવભાવ થૂલ ઋજુસૂત્રનો, પર્યાયસમય અનુસાર રે ! સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજ દ્રવ્યજાતિ નિરધાર રે . જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૭ / ગાથાર્થ– ધ્રુવભાવ પણ ૨ પ્રકારનો છે. પ્રથમ પ્રકાર સ્કૂલઋજુસૂત્ર નયને અનુસાર પર્યાયના કાલ પ્રમાણ” જાણવો. અને બીજો સંગ્રહ નયને અનુસાર જે ત્રિકાલધૃવત્વ છે તે. જેમ કે પોતપોતાની દ્રવ્યજાતિ. આમ બે ભેદ જાણો. | ૯-૨૭ || ટબો- ધુવભાવ પણિ-પૂલ, સૂક્ષ્મ ભેદઈ ૨ પ્રકારનો, પહલો-પૂલબાજુસૂત્રનયનઇ અનુસારઇ મનુષ્યાદિક પર્યાય, સમય માન જાણવો. બીજે-સંગ્રહ નયનઇ સંમત, તે ત્રિકાલવ્યાપક જાણવો. પણિ જીવ-પુષ્ણલાદિક નિજ દ્રવ્યજાતિ = આત્મ દ્રવ્ય ગુણ પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય, પુદ્ગલ દ્રવ્ય ગુણ પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય. ઈમ નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. I ૯-૨૭ II વિવેચન- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોમાં (કાળ દ્રવ્ય એ ઉપચરિત દ્રવ્ય હોવાથી વિવક્ષા કરેલ નથી) ઉત્પાદન અને નાશના બે બે પ્રકારો જણાવ્યા. છતાં આ પાંચે દ્રવ્યો અનાદિ કાળથી છે. અને અનંતકાળ રહેશે. સર્વદા વિદ્યમાન છે. ધર્મ-અધર્મ-આકાશ એક છે. અને જીવ-પુદ્ગલો અનંત છે. જે દ્રવ્યો જેટલાં છે. તે દ્રવ્યો તેટલાં જ રહેવાનાં છે. કોઈ પણ દ્રવ્યોમાં મૂલભૂત દ્રવ્યપણે વૃદ્ધિ કે હાનિ થતી નથી અને થવાની નથી. તથા નવાં દ્રવ્યો ઉમેરાતાં નથી. અને જે છે તેનો સર્વથા નાશ કદાપિ થતો નથી. છતાં આ સંસારમાં જે ઉત્પત્તિ અને નાશ દેખાય છે. આજે જે પદાર્થ જેવો દેખાય છે તે પદાર્થ આવતી કાલે તેવો નથી દેખાતો. આ સઘળું દ્રવ્યોનું પરિવર્તન (રૂપાન્તર) માત્ર છે. સંયોગ અને વિભાગને લીધે પર્યાયને આશ્રયી દ્રવ્યનો ઉત્પાદ-નાશ કહેવાય છે. બે આદિ અણુઓના સંયોગે લયણુક-ચણક, તંતુઓના સંયોગે પટ, તખ્તઓના વિભાગે પટનાશ, ઘટના અવયવોના વિભાગે ઘટનાશ. ઈત્યાદિ જે કંઈ નાશ-ઉત્પત્તિ દેખાય છે. તે સર્વ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૮ રૂપાન્તરતા છે. છતાં તે રૂપાન્તરતાના આધારભૂત અંદર રહેલું મૂલભૂત જે દ્રવ્ય છે. તે સદા અવસ્થિત છે. જેમાં આ રૂપાન્તરતા થાય છે. - કોઈ પણ એક પર્યાય ઉપજે છે. બીજો પર્યાય વિલય પામે છે. પ્રતિસમયે પાંચે મૂલભૂત દ્રવ્યોમાં પરિવર્તન ચાલ્યા જ કરે છે. જો આ પરિવર્તન તરફ દૃષ્ટિપાત કરીએ તો સર્વત્ર ઉત્પાદ અને નાશ જ દેખાય છે. અને આ સઘળાં પરિવર્તનો જેમાં થાય છે. તેવા પ્રકારના અંદર રહેલા “સ્થાયિતત્ત્વ તરફ” દૃષ્ટિપાત કરીએ તો મૂળભૂત દ્રવ્ય ધ્રુવ છે. આમ પણ અવશ્ય દેખાય જ છે. ધર્મ-અધર્મ અને આકાશ દ્રવ્યોમાં પણ આ રીતે પરદ્રવ્યોના સંયોગ-વિયોગે ઉત્પાદ અને નાશના પ્રકાર સમજી લેવા. હવે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. તે સમજાવે છે. ध्रुवभाव पणि स्थूल-सूक्ष्म भेदई २ प्रकारनो, पहलो-स्थूलऋजुसूत्रनयनइं अनुसारइं 'मनुष्यादिक पर्याय. समय मान जाणवो. बीजो-संग्रहनयनइं सम्मत ते त्रिकालव्यापक जाणवो. पणि जीव-पुद्गलादिक निज द्रव्यजातिं = आत्म द्रव्यगुण पर्याय, आत्मद्रव्यानु गत ज धौव्य, पुद्गल द्रव्यगुण पर्याय- पुद्गलद्रव्यानुगत ज धौव्य, इम निज निज ગતિ નિર્ધાર ગાવો. ૨-ર૭ | જેમ ઉત્પત્તિ બે પ્રકારે છે. તથા નાશ બે પ્રકારે છે. તેમ ધ્રુવભાવ પણ બે પ્રકારે છે. ૧. સ્થૂલધ્રુવભાવ અને ૨. સૂમધ્રુવભાવ આવા પ્રકારના ભેદોએ કરીને તે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. ત્યાં પ્રથમ સ્થૂલધ્રુવભાવ ઋજુસૂત્રનયને અનુસાર જાણવો. અને બીજો સૂક્ષ્મધ્રુવભાવ સંગ્રહનયને અનુસાર જાણવો. નયભેદથી આ બે ભેદ જાણવા. ઋજુસૂત્રનય વર્તમાનકાળ ગ્રાહી છે. ત્યાં મનુષ્ય પશુ-પક્ષી આદિ સ્વરૂપે વર્તમાનકાળે જે જે “પરિમિત કાલસ્થાયી”પર્યાયો છે. તેના કાળવાળુ જે ધ્રુવતાનું માન (માપ) તે સ્થૂલધ્રુવભાવ કહેવાય છે. જન્મથી મરણ પર્યન્ત મનુષ્યાદિ પર્યાય જે સ્થિર રહ્યો છે. તે સ્કૂલધ્રુવભાવ જાણવો. જો કે આ મનુષ્યાદિભાવો એ પણ પર્યાયો જ હોવાથી ઉત્પત્તિ-નાશ વાળા છે. આદિ અને અંતવાળા છે. એટલે જ પરિમિતકાળ જ રહેનાર છે. પ્રતિસમયે બદલાવા વાળા છે. છતાં જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી તો સ્થિર છે. આમ પૂલબુદ્ધિથી જ આ ધ્રુવતા જણાવાય છે. તેથી તેને શૂલધુવભાવ કહ્યો છે. જે જે પર્યાય જેટલો જેટલો કાળ ટકે, તેટલા તેટલા કાળના માપ સમાન આ ધ્રુવભાવ જાણવો. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઢાળ-૯ : ગાથા-૨૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બીજો ભેદ છે સંગ્રહનયને અનુસાર, તે ધ્રુવભાવ ત્રણે કાળનો વ્યાપક જાણવો. જેમ કે જીવદ્રવ્યનો જીવદ્રવ્યપણે ધ્રુવભાવ, પુગલદ્રવ્યનો પુદ્ગલદ્રવ્ય પણે ધ્રુવભાવ, આમ સૈકાલિક જે ધ્રૌવ્યભાવ છે. તે સૂમધ્રુવભાવ કહેવાય છે. પાંચે દ્રવ્યો અનાદિ અનંત હોવાથી સદા સૂમધ્રુવભાવવાળાં જ છે. અને મનુષ્યાદિ તે તે વિવક્ષિત પર્યાયને આશ્રયી પરિમિતકાળપણે પણ ધ્રુવપણું છે. તે શૂલધ્રુવભાવ જાણવો. સારાંશ કે નિયતકાળસ્થાયિ જે ધૃવત્વ તે પૂલ, અને યાત્કાલસ્થાયિ જે ધૃવત્વ તે સૂક્ષ્મ. આમ બે ભેદ જાણવા. - સૈકાલિક એવો જે સૂક્ષ્મધ્રુવભાવ છે તે પોત પોતાની જાતિને આશ્રયી જાણવો. એટલે કે ચેતનદ્રવ્યના જે ગુણ-પર્યાયો છે. તેમાં ચેતનદ્રવ્યનું અન્વયપણું એ જ ધ્રૌવ્ય જાણવું. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યના જે ગુણ પર્યાયો છે. તેમાં પુદ્ગલદ્રવ્યનો જે અન્વય, તે જ ધ્રૌવ્ય જાણવું. પરંતુ ચેતનના દ્રવ્યગુણપર્યાયોમાં પુદ્ગલનો અન્વય કે પુદ્ગલના દ્રવ્યગુણ પર્યાયોમાં ચેતનનો અન્વય, આવું દ્રૌવ્ય ન જાણવું. આ પ્રમાણે પોત પોતાની મૂલભૂત દ્રવ્યજાતિને આશ્રયીને સંગ્રહાયને માન્ય એવું આ ધૃવત્વ છે. આમ નિર્ધાર કરીને નિર્ણય કરીને) આ તત્ત્વ જાણવું. / ૧૬૦ / સવિ અર્થ સમયમાં ભાખિઆ, ઈમ વિવિધ ત્રિલક્ષણશીલ રે .. જે ભાવઈ એહની ભાવના, તે પાવઈ સુખ જસ લીલ રે જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૮ | ગાથાર્થ– આ પ્રમાણે સર્વે પણ પદાર્થો જુદી જુદી રીતે ત્રણ લક્ષણોથી યુક્ત છે. આમ જૈનસિદ્ધાન્તમાં કહેલું છે, જે મહાત્માઓ આ ત્રણલક્ષણાત્મક તત્ત્વોની ચિંતવાણા કરશે, તે સુખ અને યશની લીલાને પામશે. | ૯-૨૮ ટબો- ઈમ સમય કહિઈ-સિદ્ધાંત, તેમાંહિ-સર્વ અર્થ વિવિધ પ્રકારઇ વિલક્ષણ કહિઇ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય, તત્સીલ-તસ્વભાવ ભાખિયા, જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવઈ. તે વિસ્તારરૂચિસમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઇ પ્રભાવકપણાનો યશ, તેહની લીલા પામઇ. I ૯-૨૮ H વિવેચન– ઉત્પાદના બે પ્રકાર ૧ પ્રયોગ જ, ૨ વિશ્રસા, તથા નાશના પણ બે પ્રકાર ૧ રૂપાન્તર પરિણામ, ૨ અર્થાન્તરભાવગમન, તથા ધ્રુવના પણ ૨ ભેદ. ૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૮ ૪૬૯ સ્થૂલધ્રૌવ્યભાવ ૨ સૂક્ષ્મદ્રૌવ્યભાવ. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થોમાં પ્રત્યેક સમયે આ ત્રિપદી-ત્રિલક્ષણ અવશ્ય હોય જ છે આ ત્રણ લક્ષણો હોય તો જ તે સત્ કહેવાય છે. તેથી કોઈપણ પદાર્થ એકાન્તે નિત્ય (ધ્રુવભાવવાળો) નથી કે એકાન્તે અનિત્ય (ઉત્પાદવ્યયવાળો) નથી. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. પર્યાયોની અપેક્ષાએ દ્રવ્ય પણ પ્રતિસમયે ઉત્પાદ-નાશવાળું છે. છતાં સ્થાયિતત્ત્વ પણે ભૂલભૂત આધાર સ્વરૂપે અંદર રહેલું દ્રવ્ય ધ્રુવ પણ છે જ. इम समय कहिइं- सिद्धान्त, तेमांहि सर्व अर्थ विविध प्रकारइं त्रिलक्षण कहिइं, उत्पाद व्यय ध्रौव्य तत्शील - तत्स्वभाव भाखिया, जे पुरुष ए त्रिलक्षणस्वभावनी भावना भावई. ते विस्तार रुचि सम्यक्त्व अवगाही अंतरंग सुख अनई प्रभावकपणानो यश, તેહની ભીતા પામડું ॥ ૧-૨૮ ॥ આ પ્રમાણે “સમયમાં” એટલે કે જૈનસિદ્ધાન્તમાં સર્વે પણ પદાર્થો વિવિધપ્રકારે અર્થાત્ અનેકપ્રકારે, ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રણે લક્ષણોના શીલ (સ્વભાવ) વાળા છે. આમ જિનેશ્વર ભગવંતોએ કહેલા છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ સમયમાં, આ ૩ લક્ષણોમાંથી કોઈ એકાદ લક્ષણથી પણ રહિત નથી. ધર્માસ્તિકાયાદિ સર્વે પણ પદાર્થો પૂર્વપર્યાયથી નાશવાળા છે. ઉત્તર પર્યાયથી ઉત્પત્તિવાળા છે. અને દ્રવ્યભાવે સદા ધ્રુવ છે. જે જે મહાત્મા પુરુષો આ ત્રણ લક્ષણની ચિંતવણા કરશે. ભાવના ભાવશે, નિરંતર તેની જ્ઞાનગોષ્ઠીમાં જ વર્તશે, તેઓની પરમાત્માના શાસન પ્રત્યે અને પદાર્થોના યથાર્થ સ્વરૂપ પ્રત્યે રૂચિ દિન-પ્રતિદિન વિસ્તાર પામશે, વૃદ્ધિયુક્ત બનશે, આવા પ્રકારની વિસ્તારવાળી, દૃઢ, મજબૂત, ઈન્દ્રાદિ દેવોથી પણ અલિત એવી રૂચિ સ્વરૂપ આત્માના “સમ્યક્ત્વ” ગુણનું અવગાહન કરીને (સમ્યક્ત્વ પામીને) પ્રથમ તો “અંતરંગ સુખને” પ્રાપ્ત કરશે. પદાર્થમાત્રમાં ત્રણ લક્ષણોના સ્વરૂપનો વિચાર કરવો અને તેનાથી પદાર્થ માત્ર પ્રત્યે “પરદ્રવ્ય છે. અનિત્ય છે.” આમ સમજી રાગાદિ કાષાયિક ભાવો ઓછા કરી સ્વભાવદશાની રમણતાનો જે આનંદ માણવો, તે આનંદ કોઈ અપૂર્વ જ છે. જેણે માણ્યો હોય તેને જ તેની કિંમત સમજાય, જગતનાં વિષયસુખોનો આનંદ પરિમિતકાળવાળો અને ઉપાધિઓથી ભરપૂર છે. અને આ ત્રિલક્ષણના સ્વરૂપની ભાવનાનો આનંદ અદ્ભૂત છે. નિરુપાધિક છે. તે આનંદના અનુભવમાં જે આત્માઓ વર્તે છે. તેઓનો સમય ક્યાં પસાર થઈ જાય છે. તેની તેઓને પોતાને પણ ખબર પડતી નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૯ ઃ ગાથા-૨૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તત્ત્વની ચિંતવણાની મસ્તી કોઈ ઓર જ હોય છે. તેમાં જ તન્મય થયેલા અને સાંસારિક ભાવો ભૂલી ગયેલા મહાત્માઓનાં કર્મો અલ્પસમયમાં તુટી જાય છે. કર્મો જ જાણે તેનાથી ભય પામ્યાં હોય તેમ ભાગી જાય છે. અને ગુણોના આવિર્ભાવરૂપ વાડી લીલીછમ થઈ જાય છે. આ અંતરંગ સુખનો આનંદ છે. તે તો પામે જ છે. પરંતુ તે પામ્યા બાદ વિશાળ શાસ્ત્રજ્ઞાન મેળવીને ગામે ગામ સાચા માર્ગની પ્રરૂપણા કરવા દ્વારા તે જ મહાત્માપુરુષો જૈનશાસનની પ્રભાવના કરતા કરતા જૈન-શાસનના પ્રભાવક પણાનો યશ” પણ પ્રાપ્ત કરે છે. પ્રભાવકપણાના યશની લીલા મેળવે છે. અંતરંગ સુખ અને પ્રભાવક્તાનો યશ આમ બન્ને ભાવો મળે છે “યશ” શબ્દથી ગ્રંથકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. | ૧૬૧ || ૪૭૦ નવમી ઢાળ સમાપ્ત ~~ Page #186 -------------------------------------------------------------------------- ________________ (ઢાળ- દશમી) ભિન્ન અભિન્નતિવિહતિય લક્ષણો, ભાસિઓ ઈમામઈરે અસ્થા ભેદ દ્રવ્ય ગુણ પજવના હવઈ, ભાખી જઈ પરમત્ય ૧૦-૧ || સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો, સમક્તિ વિણ સવિ બંધ ! સમક્તિ વિણ જે રે હઠ મારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ || ૧૦-૨ // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો // ગાથાર્થ– ભેદ, અભેદ, ત્રિવિધ, ત્રિલક્ષણવાળો એક એક પદાર્થ છે. આ પ્રમાણે મેં પહેલાં (ઢાળ-૨, ગાથા-રમાં) જે કહ્યું હતું તે સમજાવ્યું. હવે દ્રવ્યના, ગુણના અને પર્યાયના પરમાર્થદૃષ્ટિએ જે ભેદો છે. તે વિસ્તારથી કહીએ છીએ. જે ૧૦-૧ | આ પ્રમાણે સમ્યકત્વરૂપી “સુધા” (અમૃત) સ્વીકારો, સમ્યકત્વ વિના કરાતી જ્ઞાન અને ક્રિયાની સઘળી પ્રવૃતિ “ધંધ” (ધાંધલ-ધમાલ) છે. ધ્યાધ્ધ = બુદ્ધિની અંધતા છે. સમ્યકત્વ વિના જે લોકો હઠાગ્રહના માર્ગમાં પડ્યા છે. તે સર્વે જન્માંધ છે. આમ જાણવું. / ૧૦-૨ // - ટબો- “ભિન, અભિન, ત્રિવિધ, ત્રિલક્ષણ, એક અર્થ છઈ.” એહવું. જે પહલાં દ્વારરૂપ કહિઉં હતું, તે મઈ વિસ્તારીનઇ-એટલઈ ઢાળે કહિઉં, હવઈ-દ્રવ્ય ગુણ પર્યાયના જે પરમાર્થઈ ભેદ છઈ તે વિસ્તારી ભાખિઈ છÚ I ૧૦-૧ એણી પરિદ્રવ્ય ગુણ પર્યાય પરમાર્થ વિચારીનઇ, વિસ્તારરૂચિ સમક્તિ આદરો, તાદશ ધારણાશક્તિ ન હોઈ, અનઈ એ વિચાર ભાવથી સહઈ, જ્ઞાનવંતનો સગી હોઈ, તેહનઈ પણિ યોગ્યતાઇ દ્રવ્ય સમક્તિ હોઈ. એ ૨ પ્રકાર. સમક્તિવંતની દાનદયાદિક જે થોડીઈ ક્રિયા, તે સર્વ સફલ હોઈ. કવત્તિ વિશિવમ્ दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुँति किरिआओ । થાગો વિ ટુ નડ્ડા, મોવમવહનામો પર મ છે -૨૦ છે Page #187 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એ સમક્તિ વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમક્તિ વિના જે અગીતાર્થ, તથા અગીતાર્થનિશ્રિત સ્વ-સ્વાભિનિવેશ હઠમાર્ગિ પડિઆ છઈં. તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કર, તે પણિ ભલું ન હોઈ. વતં = सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होई । ૪૭૨ તે માર્ટિ ‘દ્રવ્યગુણ પર્યાય ભેદ પરિજ્ઞાનÛ કરીન સૂછું સમક્તિ આદરો” એ હિતોપદેશ. || ૧૦-૨ || વિવેચન– “” નું લક્ષણ જે ત્રિપદી-વૈલક્ષણ્ય હતું. તે નવમી ઢાળમાં સમજાવ્યું. આ પ્રમાણે બીજી ઢાળની બીજી ગાથામાં જે અમે આમ કહેલું હતું કે “દ્રવ્ય-ગુણ અને પર્યાય”ના પરસ્પર ભેદાદિ (ભેદ-અભેદ-ત્રિવિધ-ત્રિલક્ષણ) સમજાવીશું તે અમે સમજાવ્યા. હવે દ્રવ્યાદિના ભેદ સમજાવીએ છીએ. " भिन्न, अभिन्न, त्रिविध त्रिलक्षण एक अर्थ छइ" एहवुं जे पहलां द्वाररूप कहिउं हुतुं, ते मई विस्तारीनई-एटलइ ढाले कहिउं. हवइ-द्रव्य गुण पर्यायना जे પરમાર્થરૂં મેટ્ છડું, તે વિસ્તારી માહિરૂં રૂ. ૫ ૨૦-૨ ॥ દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર ૧ કથંચિત્ ભિન્ન છે. તથા ૨ કથંચિત્ અભિન્ન છે. ૩ દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. ૪ તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવ આમ ત્રણ લક્ષણાત્મક છે આવા પ્રકારનું જે પહેલાં બીજી ઢાળની બીજી ગાથામાં દ્વારરૂપે કહ્યું હતું. આટલાં દ્વારો અમે આ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહીશું, આવા પ્રકારનું પહેલાં અમે જે કહ્યું હતું. તે વિષયનો ઘણો વિસ્તાર કરીને આટલી ઢાળોમાં (૧થી૯ ઢાળો સુધીમાં) અમે સમજાવ્યું. હવે આ દશમી ઢાળથી દ્રવ્ય-ગુણ અને પર્યાયના પરમાર્થથી (વાસ્તવિક પણે) જે જે ભેદો (પ્રકારો) છે. તે સઘળા ભેદો વિસ્તારથી કહીએ છીએ. ॥ ૧૬૨ ૫ एणी परिं द्रव्य गुण पर्याय परमार्थ विचारीनई, विस्तार रुचि समकित आदरो. तादृश धारणाशक्ति न होइ, अनई ए विचार भावथी सद्दहइ, ज्ञानवंतनो रागी होइ, तेहनइं पणि योग्यताइं द्रव्यसमकित होइ. ए २ प्रकार. समकितवंतनी दानदयादिक जे थोडी क्रिया, ते सर्व सफल होइ. उक्तं च विंशिकायाम् આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયનો પરસ્પર કથંચિર્ભેદ પણ છે કે જે બીજી ઢાળમાં સમજાવ્યો છે. કથંચિત્ અભેદ પણ છે કે જે ત્રીજી ઢાળમાં સમજાવ્યો છે. તેથી Page #188 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા–૧-૨ - ૪૭૩ કથંચિત્ ભિનાભિન છે કે જે ચોથી ઢાળમાં સમજાવ્યો છે. તેથી સમસ્ત પદાર્થો સપ્તભંગીરૂપ છે. પરંતુ એકાન્ત કોઈ એક રૂપવાળા નથી. અનેકાન્તમય છે. આ વાત સમજવા-સમજાવવાના સાધનસ્વરૂપે નયોની વાત સમજાવી. તથા પૂર્વોત્તર પર્યાય રૂપે નાશ અને ઉત્પત્તિમય છે. છતાં દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ છે. ઈત્યાદિ જે પદાર્થનું જેવું સ્વરૂપ છે. તેવું સ્વરૂપ = એટલે કે પારમાર્થિક સ્વરૂપ અમે સમજાવ્યું છે. તે સ્વરૂપને બરાબર વિચારીને, ભણીને, ગુરુગમ દ્વારા જાણીને, અત્યન્ત સૂક્ષ્મતા પૂર્વકનો અભ્યાસ કરીને વિસ્તૃત રૂચિવાળું એટલે કે અત્યન્ત દૃઢ રૂચિ-પ્રીતિ-પરમવિશ્વાસવાળું ભાવસભ્યત્વ ‘તમે આદરો. કે જે ભાવસમ્યકત્વને કોઈ ચલિત કરી ન શકે કારણ કે જ્યારે પોતાને જે વસ્તુ બરાબર = યથાર્થ સમજાઈ હોય, હૈયામાં યથાર્થ જચી ગઈ હોય, યુક્તિઓ પૂર્વક બેસાડી હોય, સ્થિર કરી હોય ત્યારે તે શ્રદ્ધાને કોણ ચલિત કરી શકે ? અર્થાત્ કોઈ ચલિત ન કરી શકે. આવી મજબૂત શ્રદ્ધાવાળા સમ્યકત્વને તમે આવા ગ્રંથોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરો. હવે કદાચ ધારો કે દ્રવ્ય ગુણ પર્યાયનો અતિશય સૂક્ષ્મ અભ્યાસ કરવાની, સમજવાની, બરાબર યથાર્થ રીતે તેને સંગત કરવાની અને ધારણામાં રાખવાની તેવી ધારણાશક્તિ ન હોય અને તેના કારણે દ્રવ્ય-ગુણ પર્યાયનું અતિશય સૂક્ષ્મ ધારણાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો તો પણ આવા પ્રકારનું દ્રવ્યાદિનું સ્વરૂપ વારંવાર સાંભળતાં સાંભળતાં “આ વસ્તુઓ આમ જ છે. જેમ જિનેશ્વરભગવંતોએ શાસ્ત્રોમાં કહી છે” આવી પાકી ખાત્રી થવા રૂપ ભાવથી પાકી શ્રદ્ધા કરનારા બનો. . તેથી જે આત્માઓની પોતાની ધારણાશક્તિ તેવી વિશિષ્ટ નથી તેઓ પણ જેની વિશાલ ધારણાશક્તિ છે તેવા જ્ઞાનવંત મહાત્મા પુરુષો પ્રત્યે જ્ઞાનગુણે કરીને રાગી થયા છતા તેઓ પ્રત્યે પૂજ્યભાવવાળા જો બને તો તેવા આત્માર્થી શ્રદ્ધાવંતને પણ યથાર્થ તત્ત્વ જાણવાની યોગ્યતાના ગુણે કરીને (વિશિષ્ટજ્ઞાન ન હોવા છતાં) દ્રવ્યસમ્યકત્વ હોય છે. આ પ્રમાણે કાં તો પોતે સ્વયં જ્ઞાની થાય, ગીતાર્થ થાય, અથવા ભાવથી જ્ઞાનીઓ પ્રત્યે શ્રદ્ધા કરવાપૂર્વક ગીતાર્થની નિશ્રામાં રહે તો, આમ બે પ્રકારે સમત્વવાળા જીવોની જ્ઞાનાભ્યાસરૂપ અને દયા-દાનાદિરૂપ જે કોઈ અલ્પ પ્રમાણની પણ (અલ્પમાત્રાએ પણ કરાયેલી) ધર્મક્રિયાઓ હોય છે. તે સર્વે ધર્મક્રિયાઓ કર્મોની નિર્જરા કરવારૂપી ફળ આપવામાં સફળ જાણવી. પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિજીએ વિંશતિર્વિશિકામાં કહ્યું છે કે 'दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुंति किरिआओ । થાઓ વિ ટુ નડ્ડા, મોના પરમો એ છે ૬-૨૦ / ૧. “શુદ્ધધર્મ વિંશિકા” નામની છઠ્ઠી વિંશિકાની આ વીસમી ગાથા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ ઢાળ-૧૦ : ગાથા૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ સમ્યકત્વ ગુણ હોતે છતે જ દાનાદિ સર્વે પણ ક્રિયાઓ સફળ જાણવી. કારણ કે (સમ્યકત્વપૂર્વકની જ) આ ક્રિયાઓ મોક્ષફળને આપનારી બને છે અને અત્યન્ત શ્રેષ્ઠ છે. ૬-૨૦માં ઉપર મુજબ વિંશતિર્વિશિકામાં છઠ્ઠી વિંશિકાની વીસમી ગાથામાં કહ્યું છે. ए समकित विना सर्व क्रिया धंधरूप जाणवी. समकित विना जे अगीतार्थ तथा अगीतार्थनिश्रित स्व-स्वाभिनिवेशई हठमार्गि पडिआ छइं. ते सर्व जातिअंध सरखा નાવા. તે “મનું" નાખો વર, તો પા ભવ્યું ન હોડ. ૩ક્તિ – ' "सुंदरबुद्धिइ कयं, बहुअं पि ण सुंदरं होइ'' ते माटिं "द्रव्यगुण पर्याय भेद परिज्ञानइं करीनइं सूधुं समकित आदरो." ए હિતોપવેશ. મે ૨૦-૨ | ઉપર કહેલા “સમ્યકત્વ” ગુણ વિના કરાયેલી સર્વ ધર્મક્રિયાઓ ધાંધલ-ધમાલરૂપ જાણવી એટલે કે ધ્યાધ્ય સ્વરૂપ (બુદ્ધિની અંધતા સ્વરૂપ) જાણવી. કારણ કે તે ધર્મક્રિયાઓ યથાર્થ કર્મનિર્જરા રૂપ ફળને આપનારી બનતી નથી. જે આત્માઓ આવા પ્રકારનું સમ્યકત્વ પામ્યા નથી અને સમ્યકત્વગુણ વિના પોતે અગીતાર્થ થઈને ચાલે છે અથવા અગીતાર્થની નિશ્રાએ ચાલે છે તે સર્વે આત્માઓ પોતપોતાના મનમાં માની લીધેલા કુમાર્ગના હઠાગ્રહમાં (કદાગ્રહમાં) પડેલા છે. અને તે સર્વે જન્માંધ સરખા જાણવા. જેમ જન્માંધને ઘટ-પટ આદિ પદાર્થો દેખાતા નથી. તેવી રીતે આ આત્માઓને દ્રવ્યગુણપર્યાયનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. અને તેથી તે તરફની ઉપેક્ષાવાળા થયા છતા મિથ્યાજ્ઞાનમાં જ રાચનારા અને વિષયરસમાં જ નાચનારા બને છે. આવા આત્માઓ “મારૂ ભલું થશે એમ માનીને ધર્મક્રિયા કરે પરંતુ ભલું ન થાય.” જેને ઉંધી દિશા પકડાઈ છે. તે પોતાનું ઈષ્ટગામ આ દિશાએ જ છે એમ માનીને ગાડી દોડાવે પણ ઈર્ટગામ આવે નહીં. બલ્ક ઈષ્ટગામનું અંતર વધતું જાય. ઉપદેશમાલા શાસ્ત્રની ૪૧૪મી ગાથામાં કહ્યું છે કે સુંદરબુદ્ધિથી (લાગણીયુક્ત બુદ્ધિથી) કરેલું ઘણું કાર્ય પણ (અજ્ઞાનતાથી) ઉલટી દિશા તરફ હોય ત્યારે સુંદર ફળ આપનારૂં થતું નથી” તે માટે દ્રવ્યગુણ અને પર્યાયના ભેદ-પ્રભેદોનું યથાર્થજ્ઞાન કરીને “સૂવું” = સુધાતુલ્ય = અમૃતતુલ્ય એવું અથવા સુથા = શુદ્ધ = નિર્દોષ એવું સમક્તિ આદરી. પણ સમ્યત્વ વિના ભૂલા ન ભમો, આવો હિતોપદેશ ગુરુજી આપણને આપે છે. છે૧૬૩ | Page #190 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા ૩ ધર્મ અધર્મ હે ગગન સમય વલી, પુદ્ગલ જીવ જ એહ | ષટ્ દ્રવ્ય કહિયાં રે શ્રીજિનશાસનેં, જાસ ન આદિ ન છેહ સમક્તિ સૂકું રે ઈણિ પરિ આદરો II ૧૦-૩ | ૪૭૫ ગાથાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવ આમ કુલ ૬ દ્રવ્યો શ્રી જૈનશાસનમાં કહ્યાં છે. કે જે દ્રવ્યોની આદિ પણ નથી અને અંત પણ નથી. અર્થાત્ અનાદિ-અનંત છે. ॥ ૧૦-૩ || ટબો– ધર્મ ક. ધર્માસ્તિકાય, અધર્મ ક. અધર્માસ્તિકાય, ગગન ક. આકાશાસ્તિકાય, સમય ક. કાલદ્રવ્ય, અદ્ધા સમય જેહનું બીજું નામ, પુદ્ગલ ક. પુદ્ગલાસ્તિકાય, જીવ ક. જીવાસ્તિકાય, એહ ષડ્ દ્રવ્ય જિનશાસનનÛ વિષÛ કહિયાં, જેહનો દ્રવ્યજાતિ તથા પર્યાયપ્રવાહઈં આદિ તથા છેહ ક. અંત નથી. એહ મધ્યે કાલ વર્ઝનû ૫ અસ્તિકાય કહિÛ “અસ્તયઃ પ્રવેશા: તૈઃ જાયને શબ્વાયત્તે કૃતિ વ્યુત્પન્ને:, કાલદ્રવ્યનઇં અસ્તિકાય ન કહિઇં, જે માટઇં-તેહનÛ પ્રદેશસંઘાત નથી. એક સમય બીજા સમયનઇં ન મીલÛ. તે વતી. ઈમ બીજાં પણિ धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विना अस्तिकाया जीवमृते चाप्यकर्तॄणि ॥ २१४ ॥ ઈત્યાદિ સાધર્મ્સ-વૈધર્મ્સ પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. || ૧૦-૩ || વિવેચન– હવે સૌથી પ્રથમ દ્રવ્યના ભેદ જણાવે છે. શ્રી જૈનશાસનમાં દ્રવ્યના ભેદ ૬ કહ્યા છે. જે નવતત્ત્વાદિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે જણાવે છે. ધર્મ . ધર્માસ્તિવાય, અધર્મ . અધર્માસ્તિજાય, ન જ. આજાશાશ્તિાય, संमय क. कालद्रव्य, अद्धा समय जेहनुं बीजुं नाम, पुद्गल क. पुद्गलास्तिकाय, जीव क. जीवास्तिकाय, एह षड्द्रव्य जिनशासननदं विषई कहियां, जेहनो द्रव्यजातिं तथा पर्यायप्रवाह आदि तथा छेह क. अंत नथी. ધર્મ કહેતાં ધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્મ કહેતાં અધર્માસ્તિકાય દ્રવ્ય, ગગન કહેતાં આકાશાસ્તિકાય દ્રવ્ય, સમય કહેતાં કાલદ્રવ્ય કે જે કાલદ્રવ્યનાં બીજાં નામો અદ્ધા તથા સમય છે. પુદ્ગલ કહેતાં પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, અને જીવ કહેતાં જીવાસ્તિકાય દ્રવ્ય, આ છ દ્રવ્યો શ્રી તીર્થંકરભગવન્તોના શાસનની અંદર કહેલાં છે. (PI) ૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ઢાળ−૧૦ : ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ છએ દ્રવ્યોનો દ્રવ્યપણાની જાતિરૂપે એટલે કે દ્રવ્યત્વજાતિવાળા સ્વરૂપે તથા પર્યાય પામવાના પ્રવાહપણે એટલે કે પ્રતિસમયે નવા નવા પર્યાયો પ્રાપ્ત કરવાના સતત પ્રવાહ પણે કદાપિ આદિ પણ નથી અને અંત પણ નથી. એટલે કે અનાદિકાળથી છે અને અનંતકાળ રહેશે જ. આ છ દ્રવ્યો ભૂતકાળમાં ન હતાં, કે વર્તમાનકાળમાં નથી, કે ભાવિકાળમાં નહી હોય આવું કદાપિ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. તથા આ છએ દ્રવ્યો અનાદિ-અનંત હોવાથી જેવાં છે તેવાં જાણવાં, અનાદિ-અનંતપણે જ જાણવા પ્રયત્નશીલ થવું. પરંતુ આ જગતમાં આ દ્રવ્યો ક્યારે આવ્યાં ? જીવ ક્યારે આવ્યો ? કોણે બનાવ્યો ? ક્યાંથી આવ્યો ? ક્યારેક તો આ સંસારની શરૂઆત થઈ હશેને ? ભગવાન તો કેવલી હોવાથી પહેલું કોણ અને પછી કોણ ? એ જાણે જ ને? સૌથી પહેલું કોણ મોક્ષે ગયું ? નિગોદમાંથી પહેલો જીવ કોણ નીકળ્યો ? મોક્ષમાં જનારા જીવ વિના તે પ્રથમ કેવી રીતે નીકળ્યો? આવા કોઈ પણ પ્રશ્નો કરવા નહીં, આવા પ્રશ્નોની ઝંઝટમાં પડવું નહીં, નિરર્થક સમય ગુમાવવો નહીં. જગત અનાદિઅનંત છે. અને જેવું જગત છે તેવું જ ભગવાન કેવલજ્ઞાનથી દેખે છે. ભગવાન કેવલી હોવા છતાં ઘટને ઘટરૂપે જ જાણે, પટરૂપે ન જાણે, કારણ કે ઘટપદાર્થ એ પટ નથી. આ રીતે ઘટને પટપણે ન જાણવામાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પણ શૈય તેવું નથી. તેથી તેમ નથી જાણતા. જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી જાણે આ રીતે તેઓની આ યથાર્થદર્શિતા છે. તેવી જ રીતે જે જે પદાર્થો અનાદિ-અનંત છે. તે સર્વે પદાર્થોને તે રીતે જ એટલે કે અનાદિ-અનંતપણે જ ભગવાન જાણે છે. આદિ-અંતપણે જાણતા નથી તેમાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ તેવી એટલે કે આદિઅંતવાળી નથી. આ રીતે સાચી દૃષ્ટિ રાખીને પદાર્થોને યથાર્થપણે સમજવા. ૪૭૬ एह मध्ये काल वर्जीनई ५ अस्तिकाय कहिइं, "अस्तयः प्रदेशाः, तैः कायन्ते शब्दायन्ते " इति व्युत्पत्तेः । कालद्रव्यनई अस्तिकाय न कहिई, जे माटई तेहनइ प्रदेशसंघात नथी, एक समय बीजा समयनई न मिलई ते वती, इम बीजां पणि धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तॄणि ॥ २१४ ॥ इत्यादि साधर्म्य - वैधर्म्य प्रशमरत्यादि महाग्रंथथी जाणवुं ॥ १०-३ ॥ આ છ દ્રવ્યોની અંદર કાલદ્રવ્યને વર્જીને બાકીનાં ૫ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. અહીં “અસ્તિ” શબ્દનો અર્થ પ્રદેશ જાણવો. તે પ્રદેશો વડે જે ગવાય, એટલે કે પ્રદેશોવાળા છે. આમ જેઓને કહેવાય તે. અથવા પ્રદેશોનો જે સમૂહ તે અસ્તિકાય Page #192 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૩ અર્થાત્ પ્રદેશવાળા તરીકે પ્રખ્યાત જે દ્રવ્યો છે. તે અસ્તિકાય દ્રવ્યો જાણવાં, આવી વ્યુત્પત્તિ કરવી. કાલદ્રવ્યને અસ્તિકાય દ્રવ્ય કહેવાતું નથી. કારણ કે તે દ્રવ્યને પ્રદેશોનો સમૂહ નથી. કાળદ્રવ્યનો કોઈ પણ એક સમય બીજા સમયની સાથે મળતો નથી, બે સમયોનો પિંડ થતો નથી. એક સમય ગયા પછી જ બીજો સમય આવે છે. તે વતી = તે માટે અર્થાત્ સમયોનો પરસ્પર પિંડ થતો નથી તે કારણે કાલને અસ્તિકાય કહેવાતો નથી. આ રીતે બીજાં પણ સાધર્મ-વૈધર્મ અન્યગ્રંથોથી જાણવાં. સારાંશ કે અસ્તિકાય પણે પાંચદ્રવ્યોનું સાધર્યુ અને કાલદ્રવ્યનું વૈધર્મ જેમ સમજાવ્યું તેવી રીતે બીજાં પણ સાધચ્ચે-વૈધર્મ આ છ દ્રવ્યોમાં પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવાં. જેમ કે ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો એક એક છે આ ત્રણથી બાકીનાં ત્રણ દ્રવ્યો અનંત છે. કાલ વિનાનાં પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. અને જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. ઈત્યાદિ સાધર્મ અને વૈધર્મે પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવું. જે જે દ્રવ્યો, જે જે ધર્મથી પરસ્પર સમાન હોય, અરસપરસ મળતાં આવતાં હોય, તે સાધર્મ કહેવાય છે. અને જે જે દ્રવ્યો જે જે ધર્મથી અસમાન હોય, પરસ્પર મળતાં ન આવતાં હોય તે વૈધર્યુ કહેવાય છે. આ સાધર્મ વૈધર્મ જાણવા માટે નવતત્ત્વની આ ગાથા ભણવા જેવી છે. .. परिणामी जीवमुत्तं, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ॥ नवतत्त्व गाथा १४ ॥ આ ગાથામાં કુલ ૧૨ દ્વારો છે. તેનાં વિરોધી ધારો થર શબ્દથી લેવાનાં છે. એટલે પ્રતિપક્ષી સાથે કુલ ૨૪ ધારો થાય છે. તેમાં જે દ્રવ્યો જે ધર્મથી મળતાં આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે સાધર્મ જાણવું. અને મળતાં ન આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે પરસ્પર વૈધર્મ જાણવું. ૧. પરિણામી-અપરિણામી = અન્ય અન્ય દ્રવ્યના યોગે તે તે રૂપે પરિણામ પામવું તે પરિણામી અને પરિણામ ન પામવું તે અપરિણામી. અહીં જીવ અને પુલ આ બે દ્રવ્યો વ્યવહારનયથી નાના પ્રકારના પરિણામને પામે છે. માટે પરિણામી છે. શેષ ચાર દ્રવ્યો તેવા પરિણામને નથી પામતાં, માટે વ્યવહારનયથી અપરિણામી છે. નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોત-પોતાના પર્યાયોમાં અવશ્ય પરિણામ પામે છે. તેથી સર્વે દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ઢાળ-૧૦ઃ ગાથા-૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૨. જીવ-અજીવ- છ દ્રવ્યોની અંદર એક જીવ દ્રવ્ય જ જીવ સ્વરૂપ છે. બાકીનાં પાંચે દ્રવ્યો ચેતના વિનાનાં હોવાથી અજીવ સ્વરૂપ છે. ૩ મૂર્તિ-અમૂર્ત- જે દ્રવ્યમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય તે મૂર્તિ કહેવાય છે. અને જેમાં વર્ણાદિ ગુણો ન હોય તે અમૂર્ત કહેવાય છે. છ દ્રવ્યોમાં એક પુલાસ્તિકાયદ્રવ્ય જ વર્ણાદિગુણવાળું હોવાથી મૂર્તિ છે. બાકીનાં પાંચદ્રવ્યો વર્ણાદિ વિનાનાં હોવાથી અમૂર્ત છે. મૂર્ત એટલે રૂપી અને અમૂર્ત એટલે અરૂપી પણ કહેવાય છે. જીવદ્રવ્ય શરીરધારી હોવાથી વ્યવહારનયથી મૂર્ત કહેવાય છે. નિશ્ચયનયથી અરૂપી જાણવો. ૪ સપ્રદેશ-અપ્રદેશ- જે જે દ્રવ્યોના નિર્વિભાજ્ય ભાગો (એટલે જેના ફરી બે ખંડ ન થાય તેવા ભાગો) બુદ્ધિથી કરી શકાય તે દ્રવ્યો સપ્રદેશી (પ્રદેશવાળાં) કહેવાય છે. અને જે દ્રવ્યના આવા પ્રકારના પ્રદેશો ન થાય તે અપ્રદેશી કહેવાય છે કાલ વિનાનાં બાકીનાં પાંચ દ્રવ્યો સપ્રદેશ છે. અને કાલદ્રવ્ય અપ્રદેશ છે. ૫ એક-અનેક- જે જે દ્રવ્યો સંખ્યામાં એક જ હોય તે એક અને જે દ્રવ્યો ઘણાં હોય તે અનેક. આ છ દ્રવ્યોમાં ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક છે. અને જીવ-પુદ્ગલ તથા કાલ આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં અનંત છે તેથી અનેક છે. ૬ ક્ષેત્ર-ક્ષેત્રી (અક્ષેત્ર) = જે આધારભૂત દ્રવ્ય હોય, બીજા દ્રવ્યોને પોતાનામાં રાખતું હોય તે ક્ષેત્રદ્રવ્ય કહેવાય છે. અને જે આધેયભૂત દ્રવ્ય હોય, ક્ષેત્રભૂતદ્રવ્યના આધારમાં જે રહેતાં હોય તે રહેનારાં દ્રવ્યોને ક્ષેત્રી કહેવાય છે. આકાશદ્રવ્ય ક્ષેત્ર છે. કારણ કે તે પોતાનામાં સર્વદ્રવ્યોને રાખે છે, સર્વદ્રવ્યોનો તે આધાર છે. તે પોતે કોઈમાં રહેતુ નથી. બાકીનાં પાંચે દ્રવ્યો આકાશમાં વર્તે છે. માટે શેષ પાંચદ્રવ્યો ક્ષેત્રી છે. અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે બધી વસ્તુ કાલે કાલે થાય છે આવું ઘણીવાર બોલાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં વાઃ સર્વથાર: આવું વાક્ય આવે છે. એટલે કાલમાં સર્વ વસ્તુ રહે છે. આમ લાગે છે. પરંતુ હકીકતથી વિચારીએ તો કાલ એ કોઈ વાસ્તવિક દ્રવ્ય નથી. તેથી કાલ એ આધારભૂત દ્રવ્ય નથી. જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોની જે વર્તના નામનો પર્યાય છે તેને જ કાલ કહેવાય છે. એટલે કે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે માટે કાલ આધારભૂત દ્રવ્ય ન હોવાથી તેને ક્ષેત્ર સ્વરૂપ કહ્યું નથી. જીવ-પુદગલાદિ દ્રવ્યો આધેય હોવાથી ક્ષેત્રી કહેવાય છે. તેથી તેના પર્યાયભૂત કાલદ્રવ્ય પણ આકાશમાં વર્તમાન માનીને ક્ષેત્રી કહ્યું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૩ ૪૭૯ ૭ સક્રિય-અક્રિય. જો કે નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોતપોતાની નિયત ક્રિયા તો કરે જ છે. તેથી સર્વે દ્રવ્યો સક્રિય છે. તો પણ વ્યવહારનયથી ગમનાગમનાદિ પૂલ ક્રિયા જીવ-પુદ્ગલ આ બે જ દ્રવ્યો કરે છે. તેથી બે દ્રવ્યો સક્રિય છે. અને બાકીનાં ચાર દ્રવ્યો ગમનાગમનાદિરૂપ સ્થૂલક્રિયા ન કરતાં હોવાથી અક્રિય છે. ૮ નિત્ય-અનિત્ય- છ એ દ્રવ્યો અનાદિ-અનંત છે એટલે સદા રહેનાર છે. કોઈ પણ કાળે કોઈ પણ દ્રવ્ય નથી હોતું એમ નથી. આ દૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્ય છે. આમ નિશ્ચયનય કહે છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી જે જે દ્રવ્યો પરિણામી છે. નવી નવી અવસ્થા પામીને બદલાય છે. તે અવસ્થાઓને વધારે લક્ષ્યમાં લઈને જીવ-પુદ્ગલ આ બે દ્રવ્યોને અનિત્ય માને છે. અને ધર્માદિ શેષ ચારદ્રવ્યોને નિત્ય માને છે. પરમાર્થદૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્યાનિત્ય છે. ૯ કારણ-અકારણ- જે દ્રવ્ય બીજદ્રવ્યના ઉપયોગમાં આવે છે. તે કારણ, અને જે દ્રવ્યો બીજા દ્રવ્યના ઉપયોગમાં ન આવે તે અકારણ, જીવ સિવાયનાં શેષ પાંચે દ્રવ્યો ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા, આદિ રૂપે જીવના ઉપયોગમાં આવે છે. તેથી પાંચ દ્રવ્યો કારણ છે. અને જીવ દ્રવ્ય કોઈ પણ અજીવદ્રવ્યોના ઉપયોગમાં આવતું નથી. માટે અકારણ છે. ૧૦ કર્તા-અકર્તા- જે દ્રવ્ય રવતંત્ર હોય, બીજાં દ્રવ્યોનો ઉપયોગ કરનાર હોય તે કર્તા કહેવાય છે. જીવદ્રવ્ય આવા પ્રકારનું હોવાથી તે કર્તા છે. અને જે દ્રવ્યો પરતંત્ર હોય, એટલે કે ઉપભોક્તા ન હોય, પરંતુ ઉપભોગ્ય હોય. બીજાં દ્રવ્યોનો ઉપયોગ પોતે ન કરી શકે પરંતુ પોતાનો ઉપયોગ બીજું દ્રવ્ય કરે તે અકર્તા કહેવાય છે. આ રીતે જોતાં જીવ સિવાયનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. ૧૧ સર્વગત-અસર્વગત- લોક અને અલોક એમ બનેમાં જે વ્યાપ્ત હોય તે સર્વગત કહેવાય છે. આકાશનામનું એક જ દ્રવ્ય સર્વગત છે બાકીનાં પાંચ દ્રવ્યો લોકમાં જ માત્ર છે. લોકાલોકમાં નથી. તેથી અસર્વગત છે તેમાં પણ ધર્મ-અધર્મ દ્રવ્ય સમસ્ત લોકાકાશ વ્યાપી છે. કોઈપણ એક જીવ દ્રવ્ય લોકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. તેનાથી વધીને કેવલીસમુઘાતકાળે સમસ્ત લોકવ્યાપી પણ થાય છે. પુગલદ્રવ્ય સમસ્ત લઈએ તો લોકાકાશમાં વ્યાપ્ત છે. અને કોઈ એક દ્રવ્ય પુદ્ગલ લઈએ તો એટલે કે સંખ્યાત-અસંખ્યાત અનંત પ્રદેશી આદિ સ્કંધો માત્ર લઈએ તો લોકાકાશના એકપ્રદેશાદિ ક્ષેત્રોમાં યથાયોગ્ય વ્યાપ્ત છે. કાલદ્રવ્યમાં જ્યોતિચક્રના ચારથી થતો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ દ્રવ્યોનું સ્વરૂપ ૧ પરિણામી ૨ ૩ ૫ ξ તે બારે અમૂર્ત ૪ સપ્રદેશ X અપરિણામી જીવ X અજીવ મૂત 2 X અપ્રદેશ એક X અનેક ક્ષેત્ર x ક્ષેત્રી ૭ સક્રિય X અક્રિય ૮ નિત્ય X અનિત્ય કારણ X અકારણ ૧૦ કર્તા X અકર્તા ૧૧ સર્વગત X અસર્વગત ૧૨ પ્રવેશ X સપ્રવેશ ઢાળ-૧૦ : ગાથા-૩ દ્વારોનું કોષ્ટક કોષ્ટક (ચિત્ર-ટેબલ) આ પ્રમાણે છે. ૧ જીવ ૨ ધર્મ ૩ અધર્મ ૪આકાશ ૫ સમય ૬ પુદ્ગલ સાંક ૧ ૧ ફ્ ૧ ~-~ ૧ مه ૧ ન્મ ૧ -: ૧ ૧ ૧ ૧ ૧ ૧ |° ૧ ૧ ... ૧ : ૧ | ૧ ૧ ૧ ૧ | ૧ : | - ૧ ૧ می امی ૧ *** | ૧ ... : |∞ ૧ | ૧ : ܩܨ ૧ ૧ ૧ | ૧ : ૧ ૧ م می ૧ ' ... -- ... 1 ૧ ... ૧ -- ૧ ૧ ૧ ૧ ... ૧ ૧ —: ૧ ૧ ૧ --- | ૧ ૧ م می દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૧ بیانی ૧ ૧ ૧ ... ૧ : ૧ | ૧ ... ૧ | ૧ ૧ : م | م ૧ ૧ ૪ ૧ ૫ ૧ FF ૫ ૫ ૧ |” જી| ૧ ૫ ૨ ૪ ૪ ૨ ૫ ૧ ૧ રૂ| ૧ ૫ 1. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ વ્યવહારકાળ લઈએ તો માત્ર અઢીદ્વિીપમાં જ વ્યાપ્ત છે. પરંતુ વર્તના સ્વરૂપ નિશ્ચયકાલ લઈએ તો સમસ્ત લોકાકાશવ્યાપી છે. (અલોકાકાશ વ્યાપી પણ છે.) સર્વગતને સર્વવ્યાપી કહેવાય છે. અને અસર્વગતને અસર્વવ્યાપી અથવા દેશવ્યાપી પણ કહેવાય છે. ૧૨ સપ્રવેશ-અપ્રવેશ- જે દ્રવ્ય પોતાનું સ્વરૂપ ત્યજીને અન્ય દ્રવ્યરૂપે જ બની જાય તે સપ્રવેશ કહેવાય છે. અને બીજા દ્રવ્યસ્વરૂપે ન થાય તે અપ્રવેશ કહેવાય છે. છ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય, અન્ય દ્રવ્યની સાથે ગમે તેટલો કાળ રહે તો પણ અન્ય દ્રવ્ય સ્વરૂપે થતું નથી. તેથી છએ દ્રવ્યો અપ્રવેશી જ છે. કોઈ પણ દ્રવ્ય સપ્રવેશી નથી. જેમ કે જીવદ્રવ્ય ગમે તેટલો કાળ જડની સાથે રહે તો પણ તે જીવદ્રવ્ય જડદ્રવ્ય બનતું નથી. તેવી જ રીતે પુગલ દ્રવ્ય ગમે તેટલો કાળ જીવ દ્રવ્ય સાથે રહે તો પણ તે પુગલ દ્રવ્ય જીવદ્રવ્ય બનતું નથી. માટે અપ્રવેશી છે તેમ બાકીનાં દ્રવ્યો માટે પણ સમજી લેવું. - આ પ્રમાણે છએ દ્રવ્યોનું બાર પ્રકારે સાધચ્ચે વૈધર્મ સમજાવ્યું તેની વિચારણાવિશેષ કરવાથી દ્રવ્યોનું સ્વરૂપ અત્યન્ત સ્પષ્ટ થાય છે તથા કયું કર્યું દ્રવ્ય ક્યા ક્યા ગુણધર્મથી કયા કયા દ્રવ્યની સાથે મળતું આવે છે અને ક્યાં મળતું આવતું નથી. આમ અભેદ અને ભેદ પણ જણાય છે. તેને જ સાધર્મ-વૈધર્મ કહેવાય છે. II૧૬૪ ગતિપરિણામી રે પુગલ જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધરમદ્રવ્ય ગઈ રે સોઈ ૧૦-૪ || થિતિ પરિણામી રે પુગલજીવની, થિતિનો હેતુ અધર્મ સવિ સાધારણ ગતિ થિતિ હેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ, // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો / ૧૦-૫ ગાથાર્થ–મસ્યને ગતિમાં જેમ જલ અપેક્ષાકારણ છે. તેમ ગતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદગલ દ્રવ્યોને આ લોકમાં જે ગતિમાં અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. (ઝષને = મત્સ્યને, ગઈ = જાણવું, સોઈ = તે) એવી જ રીતે સ્થિતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદ્ગલદ્રવ્યોને સ્થિતિમાં હેતુભૂત જે દ્રવ્ય છે. તે અધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. સર્વે જીવ-પુદ્ગલ દ્રવ્યમાં સાધારણપણે (સામાન્યથી માત્ર એક સરખા સમાન કારણ સ્વરૂપે) ગતિ-સ્થિતિમાં હેતુતા, એ જ આ બે દ્રવ્યોનો ધર્મ છે. આમ જાણવું. || ૧૦-૪-પા Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- તિહાં ધુરિ ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ- ગતિપરિણામી જે પુદ્ગલ જીવ દ્રવ્ય, લોક ક. ચતુર્દશરજવાત્મક આકાશખંડ, તેહમાંહિં છઈ, તેહનું જે અપેક્ષા કારણ-પરિણામ વ્યાપાર રહિત, અધિકરણરૂપ, ઉદાસીન કારણ, જિમ ગમનાગમનાદિ ક્રિયા પરિણત ઝષ ક. મત્સ્ય, તેહનાં જળ અપેક્ષાકારણ છઇં. તે ધર્મદ્રવ્ય ક. ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. "स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद् इति दिग् ॥ १०-४ ॥ ઈમ હિવઈ-અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છઈ સ્થિતિપરિણામી જે પુદ્ગલ જીવદ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિછે, અપેક્ષાકારણ જે દ્રવ્ય, તે અધર્માસ્તિકાય જાણવો. ગતિ સ્થિતિપરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઇ કારણ સિદ્ધ હોઈ, તે એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિ ગત્યપેક્ષાકારણ જલાદિ દ્રવ્યનઇ વિષઇ ધમસ્તિકાયાદિ દ્રવ્ય લક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. | ૧૦-૫ | વિવેચન– છએ દ્રવ્યોનાં નામ કહ્યાં, હવે એક એક દ્રવ્યનું ક્રમશઃ સ્વરૂપ સમજાવે છે. तिहां धुरि धर्मास्तिकाय लक्षण कहई छई- गतिपरिणामी जे पुद्गल जीव द्रव्य, लोक० क० चतुर्दशरज्वात्मक आकाशखंड, तेहमांहिं-छई, तेहy जे अपेक्षा कारण-परिणाम व्यापार रहित, अधिकरणरूप, उदासीनकारण, जिम-गमनागमनादि क्रियापरिणत झष क. मत्स्य, तेहनइं-जल अपेक्षाकारण छइं, ते धर्मद्रव्य क० धर्मास्तिकाय द्रव्य जाणवं. તે છએ દ્રવ્યોમાં દુર = પ્રથમ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેલું છે. તેથી પ્રથમ ધર્માસ્તિકાયનું લક્ષણ કહીએ છીએ. પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય ગતિપરિણામી છે. ગમનાગમન કરવાના સ્વભાવવાળાં છે. આ બન્ને દ્રવ્યોનું ગમનાગમન, લોક કહેતાં ચૌદ રજુ પ્રમાણવાળા લોકાકાશ સ્વરૂપ જે આકાશખંડ છે. તેમાં જ થાય છે. આ ગમનાગમન કરવામાં તે બન્ને દ્રવ્યોને જે અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ પ્રશ્ન- અપેક્ષાકારણ એટલે શું ? ઉત્તર- કાર્ય કરવામાં વપરાતાં કારણો બે જાતનાં હોય છે. જેમ કે કાગળ લખવામાં અથવા પુસ્તક લખવામાં પેન, કાગળ, અન્ય પુસ્તકો તથા સૂર્યનો પ્રકાશ વિગેરે ઘણા કારણો છે. તેમાં કાગળ, પેન અને અન્યપુસ્તકો વિગેરેને કાર્ય કરવામાં આ જીવ પોતાના સ્વાધીનપણે જોડે છે. વ્યાપારિત કરે છે. તે તે કાર્ય કરવાના સાધનરૂપે પરિણમાવે છે. અને સૂર્યના પ્રકાશને જીવ પોતાના સ્વાધીનપણે વ્યાપારિત કરી શકતો નથી. પેનને હાથમાં પકડીને પોતાની ઈચ્છાનુસાર અક્ષરોના મરોડ કાઢવામાં વાપરે છે. પરિણત કરે છે. તેવી રીતે સૂર્યના પ્રકાશને હાથમાં પકડીને કાર્યમાં ઈચ્છાનુસાર જોડી શકાતો નથી. જીવને સ્વાધીન નથી. છતાં પ્રકાશની હાજરીમાં જ કાગળ કે પુસ્તક લખી શકાય છે. આ રીતે જે જે કારણો કર્તાને પોતાને સ્વાધીન ન હોય, કર્તા પોતે કાર્ય કરવામાં જેને પરિણાવી કે વ્યાપારિત કરી શકતો ન હોય, પણ કાર્યકરવામાં જેની હાજરી અવશ્ય જોઈએ જ, એવાં પરિણામ રહિત અને વ્યાપારાત્મકક્રિયા રહિત જે જે કારણો હોય છે. તેને અપેક્ષાકારણ કહેવાય છે. કાર્યકરવામાં જે કારણ આધારરૂપ હોય છે. ટેકારૂપ હોય છે. તથા ઉદાસીન હોય છે. એટલે કે કર્તા તે કારણની હાજરીમાં કાર્ય કરે કે કાર્ય ન કરે તો પણ કર્તાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે સદા સહાય આપવા જે કારણ તૈયાર જ હોય છે. કર્તાને કાર્યકરવાની ક્રિયામાં જોડવામાં બલાત્કાર કે પ્રેરણા કરતું નથી, પરંતુ કાર્ય કરવામાં આધારરૂપ જે કારણ બને છે. આવું અધિકરણસ્વરૂપ (આધાર-ટેકા સ્વરૂપ) અને ઉદાસીનપ્રકૃતિવાળું (પ્રેરણા આદિ પરિણામથી રહિત) એવું જ કારણ છે તે અપેક્ષાકારણ કહેવાય છે. જેમ કે ગમનાગમનની ક્રિયામાં પરિણામ પામેલ ઝષને એટલે મત્સ્યને જળ અપેક્ષા કારણ છે. મજ્યમાં ગતિ કરવાનું સામર્થ્ય સ્વયં પોતાનું જ છે. છતાં જળની હાજરીની અપેક્ષા અવશ્ય રહે જ છે. કાગળ કે પુસ્તક લખવાનું સામર્થ્ય પુરુષનું પોતાનું છે. તો પણ પ્રકાશની હાજરીની જરૂર રહે જ છે. તેમ ગતિપરિણામી જીવ-પુગલને ગતિમાં સહાયક તરીકે અપેક્ષાકારણભૂત ધર્મદ્રવ્ય કહેતાં ધર્માસ્તિકાયદ્રવ્ય કારણ જાણવું. स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः "इति चेत् न अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथाસિદ્ધિાસ” રૂતિ િ ૨૦-૪ છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્ન- અહીં કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે- મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જેમ જળ અપેક્ષાકારણ છે તેમ જીવપુગલને ગતિક્રિયા કરવામાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. આમ તમે મત્સ્યના ઉદાહરણથી ધર્માસ્તિકાય દ્રવ્ય સમજાવો છો. પરંતુ મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જળ અપેક્ષા કારણ હોય છે. આ જ વાત પહેલાં તો અમને માન્ય નથી. તો પછી દાષ્ટ્રન્તિકની સિદ્ધિ કેમ થાય ? અમારું માનવું આમ છે કે “ભૂમિ ઉપર મત્સ્યની તરવાની ક્રિયા જે થતી નથી. તેમાં આકુળવ્યાકુલતા અને દુઃખદાયીપણું આ કારણો છે. આ રીતે ભૂમિ ઉપર આકુલ વ્યાકુલતા થતી હોવાના કારણે આવા પ્રકારની ભૂમિ ઉપર ચાલવાની ચેષ્ટા કરવામાં હેતુભૂત એવી ઈચ્છાનો જ અભાવ છે. પોતાની ઈચ્છાના અભાવથી જ ભૂમિ ઉપર મત્સ્યની ગતિક્રિયા થતી નથી. પરંતુ જલનો અભાવ હોવાથી ગતિક્રિયાનો અભાવ છે આમ નથી, જો અમારી આ માન્યતા પ્રમાણે આમ સમજીએ તો આ ઉદાહરણથી ગતિમાં અપેક્ષાકારણ તરીકે ધર્માસ્તિકાયની સિદ્ધિ કરવામાં આ ઉદાહરણ પ્રમાણભૂત બનતું નથી. તેથી ભૂમિ ઉપર આકલ વ્યાકુલતા અને દુઃખદાયી પરિસ્થિતિના કારણે ગતિ કરવાની ઈચ્છાના અભાવથી જ મત્સ્ય ગતિ કરતું નથી. આમ સમજવું જોઈએ. પરંતુ જલાભાવથી ભૂમિ ઉપર મત્સ્યની ગતિનો અભાવ છે. આમ નહીં. ઉત્તર– તમારો આ પ્રશ્ન ઉચિત નથી. કારણકે કોઈ પણ કાર્યકારણની વ્યવસ્થામાં અન્વયવ્યતિરેક જે સંબંધ છે. તેનાથી પ્રસિદ્ધ થયેલો એવો લોકવ્યવહાર હોય છે. તેનાથી જ આ વ્યવસ્થા સિદ્ધ થાય છે. મન ફાવે તેવી કલ્પનાઓથી કાર્યકારણભાવની સિદ્ધિ થતી નથી. જ્યાં જ્યાં જળ હોય છે. ત્યાં ત્યાં જ મત્સ્ય ગતિ કરે છે આ અન્વયસંબંધ છે. અને જ્યાં જ્યાં જળ હોતુ નથી ત્યાં ત્યાં મત્સ્ય ગતિ કરતું નથી આ વ્યતિરેકસંબંધ છે તથા વળી ભૂમિ ઉપર મત્સ્યને ગતિ કરવાની જે ઇચ્છા થતી નથી આમ તમે જે કહ્યું તેનો અર્થ પણ એ જ છે કે જળ નામનું કારણ ત્યાં ન હોવાથી આકુળવ્યાકુલતા થાય છે. અને તેના કારણે જ ગતિની ઈચ્છાનો અભાવ છે. ઈચ્છાના અભાવમાં પણ કારણ તો જળનો અભાવ જ છે. તેથી જ લોકવ્યવહાર આવો પ્રસિદ્ધ છે કે મત્સ્ય જળની સહાયથી જ ગતિ કાર્ય કરે છે. તો પ્રસિદ્ધ એવા લોકવ્યવહારને લોપીને કપોલકલ્પિત કલ્પનાઓ કરવી તે સઘળું વ્યર્થ છે. અન્યથા (જો આમ નહીં માનો તો) ઘટ-પટાદિ સંસારનાં સર્વે કાર્યો અન્તિમકારણથી જ થાય છે. આમ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેને લીધે ઈતર સઘળાં કારણો અન્યથાસિદ્ધ (વ્યર્થ-નિષ્ફળ) માનવાનો પ્રસંગ આવશે. જેમ કે અમદાવાદથી મુંબઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫. જવાનું કાર્ય કરવામાં બોરીવલીનું આવવું એ જ એક કારણ મનાશે, બાકીનાં તમામ સ્ટેશનોનું આવવું તે મુંબઈનું કારણ મનાશે નહીં. કારણ કે અન્તિમકારણ જે બોરીવલી છે. તે આવે તો જ મુંબઈ આવે છે. આ રીતે ઈતર સ્ટેશનોનું આવવું વ્યર્થ થશે. પરંતુ જગતમાં આમ મનાતું નથી. કારણકે બીજાં સ્ટેશનો આવ્યા વિના બોરીવલી પણ આવતું જ નથી. તેથી લોકપ્રસિદ્ધ વ્યવહારથી જે કારણ મનાતું હોય તેને જ કારણ તરીકે સ્વીકારીને ચાલવું જોઈએ. આ રીતે મત્સ્યનું ઉદાહરણ સિદ્ધ થવાથી ધર્માસ્તિકાયની ગતિસહાયકતા પણ આપોઆપ પ્રમાણસિદ્ધ જ રહે છે. ૧૬૫ | इम हिवई-अधर्मास्तिकायनुं लक्षण कहई छई- स्थितिपरिणामी जे पुद्गलजीवद्रव्य, तेहोनी स्थितिनो हेतु कहिइं-अपेक्षाकारण जे द्रव्य, ते अधर्मास्तिकाय जाणवो. गतिस्थिति परिणत सकलद्रव्यनुं जे एक एक द्रव्य लाघवइं कारण सिद्ध होइ, ते ए २ द्रव्य जाणवां. तेणइ करी-झषादि गत्यपेक्षाकारण जलादि द्रव्यनइं विषइं धर्मास्तिकायादि द्रव्य लक्षणनी अतिव्याप्ति न होई. ॥ १०-५ ॥ આ પ્રમાણે ધર્માસ્તિકાયનું લક્ષણ કહીને હવે અધર્માસ્તિકાયનું લક્ષણ ગ્રંથકારશ્રી કહે છે- સ્વયં પોતાની રીતે સ્થિતિ પરિણામને પામેલાં જે પુદગલ દ્રવ્યો છે અને જીવદ્રવ્યો છે. તેઓને સ્થિતિ પરિણામમાં અપેક્ષાકારણપણે જે દ્રવ્ય હેતુ તરીકે શાસ્ત્રોમાં કહેલું છે. તે દ્રવ્ય અધર્માસ્તિકાય જાણવું. જો સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય ન લઈએ તો જીવ-પુદ્ગલો સદા કાળ ગતિ જ કરનારાં થઈ જાય, પરંતુ આમ બનતું નથી. તે દ્રવ્યો જેમ ગતિ કરે છે. તેમ ગતિનું પ્રયોજન સમાપ્ત થવાથી અથવા સ્થિતિનું પ્રયોજન ઉપસ્થિત થતાં સ્થિતિ પણ કરે જ છે. તેથી સ્વયં પોત પોતાના ભાવે ગતિપણે અથવા સ્થિતિ પણે પરિણામ પામેલાં સકલ જીવ-પુગલ દ્રવ્યોનું સાધારપણે એક એક દ્રવ્ય લાઘવતાથી કારણપણે જે સિદ્ધ થાય છે તે ધર્મ-અધર્મ આ બે દ્રવ્ય છે. આમ જાણવું. આ બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. અખંડદ્રવ્યો છે. અનાદિ-અનંતકાળ રહેનાર હોવાથી નિત્ય છે અરૂપી છે. લોકાકાશવ્યાપી છે. અને ગતિ-સ્થિતિ સ્વભાવવાળા સમસ્ત જીવપુદ્ગલદ્રવ્યોને એક સરખા સમાનપણે સહાય કરનારાં છે. તેડું કરી = તેથી કરીને મસ્યાદિ પ્રાણીઓને જળમાં તરવાની ગતિક્રિયા કરવામાં અપેક્ષાકારણ એવા જલાદિદ્રવ્યોને વિષે ધર્માસ્તિકાયાદિના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી. જળ પણ ગતિમાં અપેક્ષા કારણ છે. અને ધર્માસ્તિકાય પણ ગતિમાં અપેક્ષાકારણ છે. એટલે “રાતિ સમક્ષ વારંપત્વિ” આટલું જ લક્ષણ જો ધર્માસ્તિકાયનું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ઢાળ-૧૦ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરવામાં આવે તો ધર્માસ્તિકાયનું કરાયેલું આ લક્ષણ ધર્માસ્તિકાયમાં તો ઘટે છે પરંતુ ધર્માસ્તિકાયથી ભિન્ન એવા જલાદિમાં પણ જાય છે તેથી અતિવ્યાપ્તિ આવે, પરંતુ “સાધારણ” શબ્દ ઉમેરેલો હોવાથી આ અતિવ્યાપ્તિ આવતી નથી. “તો સાથRUતિયાપેક્ષારત્વ” આ લક્ષણ જલાદિમાં જતુ નથી. કારણ કે જલાદિદ્રવ્ય તો માત્ર મસ્યાદિને જ ગતિમાં કારણ બને છે. સકલ જીવ-પુદ્ગલને સાધારણ કારણ બનતું નથી. તેથી ધર્માસ્તિકાયનું આ લક્ષણ અતિવ્યપ્તિ દોષ વિનાનું છે. તેવી જ રીતે તાપથી દાહ પામતા પુરુષોને વૃક્ષોની છાયા સ્થિતિનું અપેક્ષાકારણ છે. પણ સકલ જીવ-પુગલનું તે અપેક્ષાકારણ બનતું નથી. તેથી અધર્માસ્તિકાયના લક્ષણની પણ છાયા આદિમાં અતિવ્યાપ્તિ આવતી નથી. આ રીતે કોઈ પણ વિવક્ષિત એકકાર્ય કરવામાં તેનાં પ્રતિનિયત એવાં વિશિષ્ટ કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે અને સામાન્ય કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે. એકથી બીજાને બાધા આવતી નથી કે અન્યથાસિદ્ધત્વ આવતું નથી. જેમ કે દેવદત્તને વાંચન-લેખનાદિ કાર્ય કરવામાં પોતાની ચક્ષુ પણ કારણ છે. અને પ્રકાશ પણ કારણ છે. એક વિશેષપણે કારણ છે. બીજું સામાન્યપણે કારણ છે. એટલે કોઈ એક કારણ કોઈ બીજા કારણનું બાધક કે અન્યથા સિદ્ધ થતું નથી. તેમ મત્સ્યને ગતિકરવામાં જળ એ વિશેષકારણ છે. મનુષ્યાદિને પોતાના પગ કે લાકડી એ વિશેષકારણ છે. અને ધર્માસ્તિકાય એ સર્વદ્રવ્યોને ગતિમાં સહાયક હોવાથી સાધારણકારણ છે. આમ સ્પષ્ટ અર્થબોધ કરવો. ૧૬૬ / સહજ ઉર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ ! ગગનિં અનંતઈ રે કહિ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ // સમક્તિ સૂવું રે છણિપરિ આદરો / ૧૦-૬ / ગાથાર્થ સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિ કરનારા મુક્તના જીવને ધર્માસ્તિકાયના પ્રતિબંધ વિના અનંત એવા ગગનમાં (અલોકાકાશમાં) ફરવાના રસનો ધંધો (ફરવાપણું) અટકે જ નહીં. જે ૧૦-// - ટબો- ધર્માસ્તિકાય દ્રવ્યનઇ વિષઇ પ્રમાણ કહઇ છઇં- જો ગતિનઇ વિષઇ ધર્માસ્તિકાયદ્રવ્યનો પ્રતિબંધ ક. નિયમ ન હોઈ, તો સહજ ઉર્ધ્વગતિગામી જે મુક્ત કહિઇ સિદ્ધ, તેહનઈ, “એક સમયઇ લોકાગ્ર જાઇ” એહવઇ સ્વભાવઇ અનંતઇ ગગનઇ જતાં હજી લગઇ ફિરવાના રસનો ધંધ ન લઈ,જે માટઇ અનંત Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬ ૪૮૭ લોકાકાશપ્રમાણ અલોકાકાશ છઇં. લોકાકાશનઇ ગતિહેતુ પણું છઇં, તે માટઇ “અલોકઇ સિદ્ધની ગતિ ન હોઈ” ઈમ તો ન કહિઉં જાઈ. તે માટઇં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ. "धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत्. બીજું-અન્યસ્વભાવપણઇ કલ્પિત આકાશનઇ સ્વભાવાંતરકલ્પન, તે અયુક્ત છછે. તે માટઇ ગતિનિયામક ધમસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. || ૧૦-|| વિવેચન- સ્વયં ગતિ પરિણામ પામેલાં જીવ પુગલોને ગતિમાં અપેક્ષા કારણ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. પરંતુ તે અરૂપી હોવાથી પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર થતું નથી. તેથી તેના અસ્તિત્વની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ (પુરાવા) જણાવે છે. ____ धर्मास्तिकाय द्रव्यनइं विषई प्रमाण कहई छइ- जो गतिनई विषई धर्मास्तिकायनो प्रतिबंध क० नियम न होइ, तो सहज उर्ध्वगति गामी जे मुक्त कहिइं सिद्ध, तेहनइं "एक समयइं लोकाग्र जाई" एहवई स्वभावइं अनंतई गगनई जतां हजी लगई फिरवाना रसनो धंध न टलइं. जे माटइं अनंत लोकाकाशप्रमाण अलोकाकाश छइं. लोकाकाशनई गतिहेतुपणुं छइ, ते माटइं- "अलोकई सिद्धनी गति न होइ" इम तो न कहिउँ जाइ, ते माटई धर्मास्तिकाय विना लोकाकाशव्यवस्था ज न होई. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે જ” તેના વિષે પ્રમાણ જણાવે છે કે ગતિક્રિયામાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય અપેક્ષાકારણ પણે જે સહાયક માન્યું છે. તે ધર્માસ્તિકાય જો ન માનીએ અને તે ધર્માસ્તિકાયની સહાય વિના જ જીવ પુગલો સ્વયં ગતિ કરે છે આમ માનીએ તો તે ધર્માસ્તિકાયનો પ્રતિબંધ કહેતાં નિયમ ન હોવાથી કર્મમુક્ત જે સિદ્ધ આત્મા છે કે જેનો ઉર્ધ્વગતિ કરવી એવો સ્વભાવ છે. તેવા સ્વાભાવિક ઉર્ધ્વગતિકરવાવાળા મુક્ત જીવોની લોકાન્ત સુધી જ ગતિ કેમ થાય ? લોકના છેડે જઈને તેઓ વિરામ કેમ પામી જાય છે? શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે મુક્તજીવો છે. તેહનો “એક સમયમાં લોકના અગ્રભાગે જાય” એવો ઉર્ધ્વગતિ સ્વભાવ છે. તેથી એકસમયમાં સાત રજુ ઉપર જાય છે. પરંતુ તેઓ લોકાગ્રથી આગળ જતા નથી. હવે જો સહાયક દ્રવ્યનો પ્રતિબંધ ન માનીએ તો ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે અનંત ગગનમાં ગતિ કર્યા જ કરે, આમ બનવું જોઈએ અને તેથી હજુ લગી એટલે આજ સુધી તેઓને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ઢાળ-૧૦ : ગાથા-૬ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ફરવાના રસનો ધંધો (ફરવાના રસની ધાંધલ) અટકવી જ ન જોઈએ. કારણ કે ચૌદ રજુ આત્મક જે આ એક લોકાકાશ છે. તેવા અનંતલોકાકાશ જેટલો અર્થાતુ અમાપ એવો અનંત અલોક છે. સારાંશ કે ગમનાગમનમાં અપેક્ષાકારણપણે ધર્માસ્તિકાયદ્રવ્ય જો ન માનીએ તો સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિગામી એવા મુક્તજીવો લોકના અગ્રભાગે જઈને વિરામ કેમ પામે ? અનંત અલોકમાં તેઓનું ફરવાપણું જ થયા કરવું જોઈએ. લોકના અગ્રભાગે ગતિનો પ્રતિબંધ થાય આવો નિયમ કેમ ? હવે કદાચ અહીં મનમાં આવી જ કલ્પના કરવામાં આવે કે જીવ-પુગલોને ગતિક્રિયામાં “ધર્માસ્તિકાયદ્રવ્ય” અપેક્ષાકારણ છે આમ નહીં, પરંતુ તેઓને ગતિક્રિયામાં “લોકાકાશ” કારણ છે. તેથી લોકાકાશના અગ્રભાગ સુધી જ ગતિ કરે છે. આગળ નહીં. આમ માનીએ તો ધર્માસ્તિકાય દ્રવ્ય ન માનવાની લાઘવતા થાય, અને લોકાકાશના અંતસુધી જ મુક્તજીવોની ગતિ હોય છે. તેથી આગળ ગતિ હોતી નથી. તેનો ઉત્તર પણ આવી જાય છે. કારણ કે તેનાથી ઉપર અલોકમાં “લોકાકાશ” નથી. તેથી મુક્તજીવો ઉપર જતા નથી. આ રીતે ૧ દ્રવ્ય ઓછુ માનવાની લાઘવતા અને લોકાન્તથી ઉપર ગતિ ન થવાની કારણતા આમ બને વાતો સંગત થઈ જાય છે.માટે લોકાકાશ જ ગતિસહાયક છે. પરંતુ ધર્મદ્રવ્ય ગતિસહાયક નથી. આમ જ માની લોને ? અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ થતી નથી. આમ જે તમે સમજાવો છો. તેને બદલે ધર્માસ્તિકાયદ્રવ્ય ન માનીએ અને લોકાકાશને જ ગતિ હેતુ માનીને અલોકમાં લોકાકાશ ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ નથી. આમ માનવામાં શું દોષ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે. આવી ખોટી કલ્પના કોઈ પ્રશ્નકાર કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “લોકાકાશને ગતિ હેતુ પણું છે” આમ માનીને તે મારું = તે કારણથી અલોકમાં સિદ્ધોની ગતિ થતી નથી આમ કહેવું તે ઉચિતતાને પામે નહીં અર્થાત્ આવી માન્યતા (કલ્પના) યોગ્ય નથી. કારણકે (૧) ધર્માસ્તિકાય દ્રવ્યને માન્યા વિના લોકાકાશની વ્યવસ્થા જ ન થાય. જો ધર્મ-અધર્મ દ્રવ્ય ન માનીએ અને લોકાકાશ જ ગતિમાં કારણ છે. આમ માની લઈએ તો ચૌદરજ્જુ પ્રમાણ આ લોકને લોકાકાશ કહેવાય અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય એવી વ્યવસ્થા જ કેમ ઘટે ? કારણ કે જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્ય હોય છે. તેને Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬ ૪૮૯ જ લોકાકાશ કહેવાય છે. અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય છે. હવે લોકઅલોકનો ભેદ કરનારાં ધર્મ-અધર્મ દ્રવ્યો જ આ સંસારમાં જો ન હોય તો આ આકાશ તે લોકાકાશ છે અને શેષ આકાશ તે અલોકાકાશ છે. આમ ભેદ કોના આધારે પડે? તેથી ધર્મ-અધર્મ દ્રવ્ય માન્યા વિના લોકાકાશ જ સિદ્ધ થતું નથી. માટે લોકાકાશમાં ગતિ હેતુતા માનવી ઉચિત નથી. હવે કદાચ તમે એમ કહેશો કે કેવલ એકલું લોકાકાશ જ ગતિસહાયક છે. એવું અમે કહેતા નથી પરંતુ ધર્માસ્તિકાયથી વિશિષ્ટ એવું લોકાકાશ ગતિ સહાયક છે. આમ માનીએ તો શું દોષ? તેનો ઉત્તર આપતાં કહે છે કે તેમ માનો તો પણ તેમાં લાઘવતા નથી પરંતુ ગૌરવતા છે. તે જણાવે છે ___ "धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत् ધર્માસ્તિકાયદ્રવ્યવાળું (તેનાથી વિશિષ્ટ-એટલે યુક્ત) એવું જે આકાશ, તે જ લોકાકાશ કહેવાય છે. આ ધર્મ દ્રવ્ય સ્વીકાર્યા વિના લોક-અલોકનો ભેદ જ થતો નથી. આકાશરૂપે એક જ અખંડદ્રવ્ય છે. તેથી “ધર્માસ્તિકાયદ્રવ્ય” આ સાત અક્ષરની કાયાવાળાને ગતિ હેતતા ન માનવી અને “ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશદ્રવ્ય” આમ ૧૪ અક્ષરની કાયાવાળાને ગતિ હેતુતા માનવી, તે લાઘવતા છે કે ગૌરવતા છે ? તમે જ આ બાબત વિચારો તથા વળી આમ માનવામાં પણ ધર્માસ્તિકાય તો છેવટે માનવું જ પડે છે. તો પછી તેને ગતિસહાયક ન માનતાં લોકાકાશને ગતિસહાયક માનવું ઉચિત નથી. તથા આમ માનવાથી ઘટ આદિ બનાવવામાં પણ દંડ ને કારણ માનવાને બદલે દંડવિશિષ્ટાકાશની જ કારણતા માનવાની આપત્તિ આવી પડશે. કારણકે ત્યાં પણ આકાશ તો વિદ્યમાન છે જ. તેથી આવી ખોટી કલ્પના કરવી તેમાં કંઈ પણ તથ્ય નથી. લોકાકાશમાં ગતિ હેતુતા ન માનતાં ધર્માસ્તિકાયમાં ગતિeતુતા માનવી તે જ નિર્દોષ માર્ગ છે. તથા વળી ઉપરની માન્યતામાં બીજો પણ એક દોષ આવે છે. તે આ પ્રમાણે છે. __ बीजं अन्यस्वभावपणई कल्पित आकाशनइं स्वभावान्तर कल्पन, ते अयुक्त છ, તે મટકું-તિનિયામ થમતિવાય દ્રવ્ય મવથ માનવું ૨૦-૬ . (૨) તથા વળી બીજો દોષ આ પણ આવે છે કે “અવગાહ” આપવાનો એક સ્વભાવ તો આકાશાસ્તિકાયમાં માનેલો છે જ, અને હવે “ગતિસહાયક્તા” આવો બીજો સ્વભાવ પણ તે આકાશમાં કલ્પવો આ રીતે સ્વભાવાન્તરતા કલ્પવી (અને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ઢાળ-૧૦ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યારબાદ સ્થિતિસહાયકતા, કે સમયનિયામક્તા આદિ અનેક સ્વભાવો આકાશમાં જ ઉમેરે જવા) આ બધું ઉચિત નથી. જે આકાશ “અવગાહ સહાયક” સ્વભાવવાળું છે તે જ આકાશ ગતિસહાયક, સ્થિતિસહાયક આદિ સ્વભાવાત્તર વાળું કેમ મનાય ? તે માટે લોકાકાશ અને અલોકાકાશની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવા અને એક આકાશમાં બે સ્વભાવ માનવા અનુચિત હોવાથી “ગતિનિયામક” તરીકે સ્વતંત્ર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. આમ માનવું તે જ ઉચિત માર્ગ છે. નિર્દોષ માર્ગ છે. અને આ જ પ્રમાણે ભગવાનની વાણી છે. તે ૧૬૭ | જો થિતિહેતુ અધર્મ ન ભાબિઈ, તો નિત્યથિતિ કોઈ ઠાણિ. . ગતિ વિણ હોવઈ રે પુદ્ગલ જંતુની, સંભાલો જિન વાણી | સમક્તિ સૂવું રે ઈણિ પરે આદરો ૧૦-૭ / ગાથાર્થ– જો જીવ-પુદ્ગલોની સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન કહીએ તો (અલોકમાં પણ) કોઈ સ્થાને જીવ-પુદ્ગલ દ્રવ્યોની ગતિવિનાની નિત્યસ્થિતિ હોવી જોઈએ. તેથી જિનવાણીને બરાબર સાંભળો. || ૧૦-૭ ટબો- હવઈ અધર્માસ્તિકાયનઇ વિષૉ પ્રમાણ દેખાડઇ છ– જો સર્વ જીવ પુદ્ગલ સાધારણ સ્થિતિ હેતુ અધમસ્તિકાય દ્રવ્ય ન કહિઇ, કિંતુ- “ધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ અલોકઇ સ્થિત્યભાવ” ઈમ કહિઈ-તો અલોકાકાશઇ કોઈક સ્થાનઇ ગતિ વિના પુદ્ગલ જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ પામી જોઈઈ. બીજુ-ગતિ-સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ, જિમ ગુરુત્વ લઘુત્વ. એકનઈ એકાભાવરૂપ કહતાં વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈ-કાર્યભેદઈ અપેક્ષાકારણ દ્રવ્યભેદ અવશ્ય માનવો. ધમસ્તિકાયાભાવરૂપ કહતાં-ધમસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ સ્થિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઇં. તો અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિત્યભાવઈ ગતિભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ. નિરંતર ગતિ સ્વભાવ દ્રવ્ય ન કીધું જોઈઈ, તો નિરંતરસ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઈ ? તે માટિં શ્રી જિનવાણીનો પરમાર્થ સંભાલીનઇ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવ માનવાં. || ૧૦-૭ II Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૭ વિવેચન- આગળલી છઠ્ઠી ગાથામાં ધર્માસ્તિકાયના અસ્તિત્વમાં જેમાં પ્રમાણ જણાવ્યું, તેમ હવે આ ગાથામાં અધર્માસ્તિકાયદ્રવ્યના અસ્તિત્વનું પ્રમાણ કહે છે. તેના વિષે અનુમાન પ્રમાણ (પુરાવો) જણાવે છે. ___ हवइ अधर्मास्तिकायनइं विषई प्रमाण देखाडई छई.- जो सर्व जीव पुद्गल साधारण स्थितिहेतु अधर्मास्तिकाय द्रव्य न कहिइं, किंतु- "धर्मास्तिकायाभावप्रयुक्तगत्यभावई अलोकइं स्थित्यभाव" इम कहिइं-तो अलोकाकाशइं कोइक स्थानइं गति विना पुद्गलजीवद्रव्यनी नित्यस्थिति पामी जोइइ. હવે અધર્માસ્તિકાયદ્રવ્યને વિષે પ્રમાણ દેખાડે છે. જેમ સિદ્ધપરમાત્મા ઉર્ધ્વગતિ સ્વભાવવાળા હોવા છતાં લોકના અંતે વિરામ પામે છે. પણ અલોકમાં જતા નથી, તેથી ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય અવશ્ય સ્વતંત્ર પણ કારણસ્વરૂપે છે જ. તેવી જ રીતે અધર્માસ્તિકાયદ્રવ્ય પણ અવશ્ય એક સ્વતંત્ર ભિન્ન દ્રવ્ય છે. અર્થાત્ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ બન્ને દ્રવ્યો સ્વતંત્રપણે કારણદ્રવ્યો છે. ધર્મદ્રવ્ય સકલ જીવ-પુગલોને સાધારણ પણે જેમ ગતિ હેતુ છે. તેમ અધર્મદ્રવ્ય સકલ જીવ-પુદ્ગલોને સાધારણપણે સ્થિતિહેતુ છે. અલોકમાં જેમ ધર્મદ્રવ્ય નથી તેથી જીવ-પુદ્ગલોની ગતિ થતી નથી. તેમ અધર્મદ્રવ્ય પણ નથી તેથી તેઓની સ્થિતિ પણ ત્યાં થતી નથી. પ્રશ્ન– આ સંસારમાં આ બે દ્રવ્યમાંથી ફક્ત એક ધર્મદ્રવ્ય છે. અને અધર્મદ્રવ્ય નથી. એમ માનીએ તો શું દોષ આવે ? ઉત્તર- જીવ- પુલોની સ્થિતિ કોના આધારે માનશો ? પ્રશ્ન- જીવ-પુદ્ગલોની ગતિ ધર્મદ્રવ્યથી થાય છે. તેથી ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થશે. એટલે આપોઆપ સ્થિતિ છે. આમ સિદ્ધ થઈ જશે. અર્થાત્ ધર્મદ્રવ્યના અભાવે ગતિનો અભાવ થતાં જીવ પુગલની સ્થિતિ છે. આમ નક્કી થઈ જ જાય છે. તો સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય જુદુ છે. આમ માનવાની શું જરૂર ? ઉત્તર- આ રીતે “જો સર્વ જીવ-પુગલદ્રવ્યોમાં સાધારણપણે સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન માનીએ” અને “ધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો ગત્યભાવ થાય છે.” આમ માનીને અલોકમાં ધર્મદ્રવ્યનો અભાવ હોવાથી જીવ-પુદ્ગલોની ત્યાં ગતિ જ થતી નથી. તેથી ગતિના અભાવે જ સ્થિતિનો પણ અભાવ છે. કારણ કે લોકમાંથી જીવ-પુગલની અલોકમાં ગતિ થતી હોય તો સ્થિતિ માનવાનો પ્રસંગ આવે. પણ ત્યાં ગતિ જ થતી નથી, માટે સ્થિતિ પણ નથી આમ જ કહેશો તો, એટલે કે ધર્મદ્રવ્ય (PI) ૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઢાળ-૧૦ : ગાથા-૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યાં ન હોવાથી કોઈ પણ જીવ પુગલદ્રવ્ય અલોકમાં ગતિ કરતું નથી. અને આ રીતે જો કોઈ દ્રવ્ય ત્યાં જતું જ ન હોય, ગતિ કરતું જ ન હોય, તો ત્યાં કોઈ પણ જીવપુગલદ્રવ્યનું રહેવાપણું (સ્થિતિવાળાપણું) પણ કેમ હોય ? આમ ગતિના અભાવે સ્થિતિનો પણ અભાવ આપોઆપ થઈ જ જશે. આમ જો કહેશો તો ગુરુજી કહે છે કે અલોકાકાશમાં કોઈ કોઈ સ્થાનોમાં, લોકમાંથી ગતિ કરીને આવેલાં એવાં નહી, પરંતુ લોકમાંથી થયેલી એવી ગતિ વિનાનાં પણ અનાદિથી સ્વયં ત્યાં જ રહેલાં એવાં જીવ-પુદ્ગલ દ્રવ્યોની નિત્ય સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. અલોકમાં ધર્મદ્રવ્ય નથી એટલે લોકમાંથી અલોકમાં જીવ-પુદ્ગલો ગતિ કરે નહીં. તેથી ગતિ કરીને અલોકમાં આવનારાં જીવ-પુદ્ગલ દ્રવ્યો અલોકમાં ભલે ન હોય, પરંતુ સ્થિતિ તો અધર્મદ્રવ્ય વિના જ તમે માનો છો, તેથી અલોકમાં જીવ-પુગલદ્રવ્ય અનાદિકાળથી ત્યાંને ત્યાં જ નિયત સ્થાને ચોટેલાં હોવાં જોઈએ કારણકે ધર્મ દ્રવ્ય અલોકમાં ન હોવાથી ત્યાં રહેલાં જીવપુદ્ગલદ્રવ્યો ગતિ ભલે ન કરો. પરંતુ તેઓની સ્થિતિમાં કોઈ દ્રવ્યની સહાયકતાની જરૂરિયાત જો ન માનીએ તો ગતિ વિનાનાં પણ અનાદિ અનંત કાળની સ્થિતિ કરનારાં એવાં જીવ-પુગલ દ્રવ્યો તો ત્યાં હોવાં જોઈએ. આ રીતે તેઓની આવી નિત્યસ્થિતિ ત્યાં પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ અલોકમાં ક્યાંય પણ જીવ-પુગલ દ્રવ્યોની આવી નિત્યસ્થિતિ કહી નથી. તેથી અધર્મદ્રવ્યના અભાવે જ સ્થિતિનો અભાવ નક્કી થાય છે. આ કારણે લોકમાં પણ જ્યાં જ્યાં જીવ-પુદ્ગલ દ્રવ્યો સ્થિતિ પામે છે ત્યાં ત્યાં સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય છે જ. बीजूं-गति स्थिति स्वतंत्र पर्यायरूप छई, जिम गुरुत्व, लघुत्व. एकनइं एकाभावरूप कहतां, विशेषग्राहक प्रमाण नथी. ते माटइं कार्यभेदई अपेक्षाकारण द्रव्यभेद अवश्य मानवो. વળી બીજી વાત આ પ્રમાણે છે કે- ગતિ અને સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર એવા પર્યાયો છે. જેમ ગુરુત્વ અને લઘુત્વ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. તેમ આ બન્ને પર્યાયો પણ સ્વતંત્ર છે. લઘુત્વ પર્યાય એ ગુરુત્વના અભાવરૂપ નથી પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા ગુરુત્વ એ લઘુત્વના અભાવરૂપ નથી. પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા શીતળતા અને ઉષ્ણતા એ પણ બને સ્વતંત્ર પર્યાયો છે. પાણી શીતળ ન હોય એટલે ઉષ્ણ હોય એવો નિયમ નથી. તથા ઘટપટાદિ પદાર્થો ઉષ્ણ ન હોય એટલે શીતળ હોય એવો નિયમ નથી. તેવી જ રીતે ગતિપર્યાય એ સ્થિતિના અભાવરૂપ નથી. અને સ્થિતિ પર્યાય એ ગતિના અભાવરૂપ નથી. ગતિ અને Page #208 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૭ ૪૯૩ સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. કોઈ એકપર્યાયને બીજા એકના અભાવરૂપ કહીને કોઈ એક પર્યાયને સ્વતંત્રપણે હોવાનો અપલાપ કરીએ તો જેમ સ્થિતિને ગતિના અભાવરૂપે કહેવામાં આવે છે. તેવી જ રીતે ગતિપર્યાયને સ્થિતિના અભાવરૂપે પણ કેમ ન કહેવાય ? આમ કોઈ પણ એકને માનવો અને બીજાને તેના અભાવરૂપ માની અપલાપ કરવો આ બાબતમાં કોઈપણે વિશેષ પ્રમાણ (વિશેષ બળવિશેષ યુક્તિ) નથી. ગતિને વાસ્તવિક માનવી અને સ્થિતિને ગતિના અભાવરૂપ માનવી, કે સ્થિતિને વાસ્તવિક માનવી અને ગતિને સ્થિતિના અભાવરૂપ માનવી. આ બને બાબતમાં કોઈ એક પક્ષને સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ નથી. તે માટે બને પર્યાયો ભાવાત્મક છે. કોઈ અભાવાત્મક નથી. તેથી ગતિકાર્ય અને સ્થિતિકાર્ય આમ કાર્યભેદ (બન્ને જાતનું જુદુ જુદુ કાર્ય) હોતે છતે તેમાં અપેક્ષા કારણરૂપે (ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ) દ્રવ્યભેદ અવશ્ય માનવો જોઈએ. જો ગતિ અને સ્થિતિ આમ કાર્ય દ્વિવિધ છે. તો તે બન્ને પ્રકારના કાર્યમાં અપેક્ષા કારણ રૂપે બન્ને દ્રવ્યોની સ્વતંત્રપણે સિદ્ધિ થાય છે. તથા વળી અધર્માસ્તિકાય ન માનીએ તો બીજો એ પણ દોષ આવે છે કે કેવળ એકલો ધર્માસ્તિકાય જ લોકમાં જો હોય તો તે દ્રવ્ય ગતિસહાયક હોવાથી જીવ-પુગલો લોકમાં સદા ગતિ જ કર્યા કરે, ક્યાંય અટકે જ નહીં, ક્યાંય જીવ-પુદ્ગલ દ્રવ્યોની સ્થિરતા જ ન થાય. તેથી જીવ-પુદ્ગલોનું જેવા પ્રકારનું ગતિકાર્ય જણાતું હોવાથી તેના હેતુભૂત જો ધર્મદ્રવ્ય માનો છો. તો તેવી જ રીતે સ્થિતિકાર્ય પણ તેવું જ જીવપુદ્ગલોનું જણાતું હોવાથી તેના હેતુભૂત અધર્મદ્રવ્ય પણ કેમ ન સ્વીકારવું જોઈએ. ? धर्मास्तिकायाभावरूप कहतां-धर्मास्तिकायाभाव प्रयुक्त गत्यभावई स्थितिभाव कही, अधर्मास्तिकाय अपलपिइं, तो- अधर्मास्तिकायाभाव-प्रयुक्तस्थित्यभावइं गतिभाव कही धर्मास्तिकायनो पणि अपलाप थाइ. - તથા વળી અધર્માસ્તિકાય દ્રવ્ય ન માનીએ અને સ્થિતિ કાર્યને ધર્માસ્તિકાયના અભાવ પ્રયુક્ત ગતિના અભાવ સ્વરૂપ કહી દઈએ એટલે કે ધર્માસ્તિકાય હોય તો ગતિકાર્ય થાય પરંતુ ધર્માસ્તિકાયનો જ્યાં અભાવ હોય ત્યાં તેનાથી પ્રયુક્ત (એટલે કે ધર્માસ્તિકાયથી જ થનારી) એવી ગતિનો પણ અભાવ થાય છે. એટલે આપોઆપ સ્થિતિનું હોવાપણું થઈ જ જાય છે સ્થિતિ કાર્ય માટે અધર્માસ્તિકાયદ્રવ્ય માનવું પડતું નથી આમ કહીને જો અધર્માસ્તિકાયનો અપલાપ કરીએ તો, આ જ ન્યાય Page #209 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા ૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધર્માસ્તિકાયના અપલાપમાં પણ સરખો જ લાગુ પડશે. એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્ય નથી અને કેવળ અધર્માસ્તિકાય દ્રવ્ય જ છે. અને તેનાથી સ્થિતિ કાર્ય થતું હોવાથી અધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો સ્થિતિનો અભાવ થયે છતે આપોઆપ ગતિકાર્ય સિદ્ધ થઈ જ જાય છે તો ગતિકાર્ય માટે ધર્માસ્તિકાય દ્રવ્ય શા માટે માનવું? આમ થવાથી ધર્માસ્તિકાયદ્રવ્યનો પણ અપલાપ થશે. તે માટે ધર્માસ્તિકાયના અભાવથી ગતિનો અભાવ થયે છતે સ્થિતિ માનીને અધર્માસ્તિકાયનો અપલાપ કરવો કે અધર્માસ્તિકાયના અભાવથી સ્થિતિનો અભાવ થયે છતે ગતિ માનીને ધર્માસ્તિકાયનો અપલાપ કરવો, આમ કોઈ પણ દ્રવ્યનો અપલાપ કરવો હોય તો થઈ શકે છે. કોઈ એક પક્ષ તરફનું પ્રબળ પ્રમાણ નથી. તથા શાસ્ત્રમાં બે દ્રવ્યોનું વિધાન હોવાથી તે અપલાપ ઉચિત નથી. ન્યાયસંગત નથી. એક બીજાના અભાવરૂપે માની અપલાપ કરવામાં ન્યાય સરખો જ છે. ૪૯૪ निरंतरगतिस्वभाव द्रव्य न कीधुं जोइइ, तो निरंतर स्थितिस्वभाव पणि किम कीजइ ? ते माटिं- श्री जिनवाणीनो परमार्थ संभालीनइं धर्मास्तिकाय अधर्मास्तिकाय ૬૨ દ્રવ્ય અસંજીર્નસ્વભાવ માનવાં. ॥ ૨૦-૭ || અધર્માસ્તિકાય દ્રવ્યને ન માનનારા કદાચ આવો બચાવ કરે કે જૈનશાસ્ત્રોમાં જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતરગતિસ્વભાવવાળાં કહેલાં નથી. એટલે સમજાઈ જ જાય છે કે ક્યારેક ક્યારેક ગતિકરવાના સ્વભાવવાળાં છે. તેથી ગતિ કરવાના પ્રયોજનના અભાવે ગતિ ન કરે ત્યારે આપોઆપ સ્થિતિ કરે છે. તેના માટે અધર્મદ્રવ્ય માનવાની શું જરૂર છે ? તો તેની સામે આવો જ પ્રશ્ન ધર્માસ્તિકાયને ન માનવામાં પણ કરી શકાય છે કે જૈનશાસ્ત્રોમાં સર્વે જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ કહેલાં નથી. એટલે ધર્મદ્રવ્ય ન માનો તો પણ સ્થિતિ કરવાના પ્રયોજનના અભાવે જ્યારે સ્થિતિ ન કરે ત્યારે ગતિ કરે છે. આમ પણ સમજાઈ જ જાય છે. તેથી ગતિ માટે ધર્મદ્રવ્ય છે આમ કેમ કહેવાય ? અર્થાત્ નિરંતર ગતિસ્વભાવવાળાં દ્રવ્યો જેમ કહ્યાં નથી તેમ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ નથી કહ્યાં. તેથી જેમ ગતિકાર્ય પણ ક્યારેક ક્યારેક છે. તેમ સ્થિતિકાર્ય પણ ક્યારેક ક્યારેક જ છે. નિરંતર નથી. તે પણ આપોઆપ સમજાઈ જ જાય છે. તેના માટે ધર્મદ્રવ્ય માનવાની પણ શું જરૂર છે ? આ રીતે આ બન્નેમાંથી કોઈ પણ એકને માનવું અને બીજાને ન માનવું તે બરાબર નથી. દલીલો બન્ને બાજુ સરખી જ લાગુ પડે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮ ૪૫ ગતિ-સ્થિતિ આમ કાર્યભેદ હોવાથી અપેક્ષાકારણરૂપે દ્રવ્ય ભેદ પણ અવશ્ય સ્વીકારવો જોઈએ તેથી કોઈપણ દ્રવ્યનો અપલાપ કરવો ઉચિત નથી તથા કોઈ પણ એકને બીજાના અભાવરૂપ માનવું પણ ઉચિત નથી. તેથી એકને માની બીજાનો અપલાપ કરવો તે ઉચિત નથી. સિદ્ધ પરમાત્માઓની લોકાન્ત સુધી ગતિના કારણે જેમ ધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. તેમ અલોકમાં ગતિ વિનાનાં જીવ-પુદ્ગલદ્રવ્યોની નિત્યસ્થિતિ ક્યાંય ન હોવાથી અધર્માસ્તિકાયની પણ સિદ્ધિ થાય છે. પરંતુ ધર્મદ્રવ્ય એ કંઈ અધર્મ દ્રવ્યના અભાવરૂપ નથી કે અધર્મદ્રવ્ય એ કંઈ ધર્મદ્રવ્યના અભાવરૂપ નથી. આ પ્રમાણે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય આમ બે દ્રવ્યો અસંકીર્ણ સ્વભાવવાળા (અલગઅલગ = સ્વતંત્ર સ્વભાવવાળાં) છે. આમ સમજવું જોઈએ. મિથ્યા હઠાગ્રહ છોડીને સાચો માર્ગ જ સ્વીકારવો જોઈએ. એ જ સાચો જિન વાણીનો પરમાર્થ છે. આ રીતે જિનેશ્વરપરમાત્માની વાણીનો સાચો પરમાર્થ બરાબર સાંભળો. | ૧૬૮ | સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ | લોક અલોક પ્રકારો ભાખિઉં, તેહ દ્રવ્ય આકાશ છે. સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો / ૧૦-૮ || ગાથાર્થ– સર્વદ્રવ્યોને સર્વકાળે સાધારણપણે જે દ્રવ્ય અવકાશ આપે છે. તે દ્રવ્ય આકાશાસ્તિકાય કહેવાય છે. અને તે લોક તથા અલોક એમ બે પ્રકારે શાસ્ત્રોમાં કહેલું છે. તે ૧૦-૮ || ટબો- હવઈ-આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઇં- સર્વ દ્રવ્યનઇ જે સર્વદા સાધારણ અવકાશ દિઇ, તે અનુગત એક આકાશાસ્તિકાય સર્વાધાર કહિઍ, “, પક્ષી, નેદ પક્ષી' ઇત્યાદિ વ્યવહાર જ ચદેશભેદે હુઈ, તદેશી અનુગત આકાશ જ પર્યવસગ્ન હોઈ. "तत्तद्देशोर्श्वभागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च. તેહ આકાશ લોક અલોક ભેદઈ દ્વિવિધ ભાખિઉં. યસૂત્ર“વિદે માણે પાત્રમાણે ય અત્નોમામાણે " | ૧૦-૮ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઢાળ-૧૦ : ગાથા-૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચનધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ઘણા જ વિસ્તારથી સમજાવ્યું. દેવમાવેશદ્રવ્યનું નક્ષ વેદવું જીરું = હવે આકાશાસ્તિકાય નામના ત્રીજા દ્રવ્યનું લક્ષણ કહે છે. सर्व द्रव्यनइं जे सर्वदा साधारण अवकाश दिइं, ते अनुगत एक आकाशास्तिकाय सर्वाधार कहिइं, "इह पक्षी, नेह पक्षी" इत्यादि व्यवहार ज यद्देशभेदई हुई, तद्देशी अनुगत आकाश ज पर्यवसन्न होइ. જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ આમ સર્વે દ્રવ્યોને એટલે કે પાંચે દ્રવ્યોને સર્વકાળે સાધારણપણે (કોઈ પણ જાતના ભેદભાવ કે પક્ષપાત કર્યા વિના) અવકાશ આપવાનું કામ જે દ્રવ્ય કરે છે તે આકાશદ્રવ્ય છે. આ દ્રવ્ય લોકઅલોકમાં સર્વત્ર (મનુતિ) અન્વયરૂપે રહેલું છે. આ દ્રવ્યનો વ્યતિરેક (અભાવ) ક્યાંય નથી. તથા આ દ્રવ્ય સર્વદ્રવ્યોનો આધાર છે. સર્વદ્રવ્યોને પોતાનામાં રાખનાર છે. તેથી સર્વાધાર કહેલ છે. “અહીં પક્ષી છે. અને અહીં પક્ષી નથી” આવા પ્રકારના જે વ્યવહારો થાય છે. તે વ્યવહારો જ જે ક્ષેત્રભેદના આધારે થાય છે તે ક્ષેત્રના ભેદવાળું ક્ષેત્રના ભેદને સમજાવનારૂં (એટલે કે તે ક્ષેત્રમાં સર્વત્ર અન્વયરૂપે રહેલું) અખંડ, એક તદેશી = તે ભાગવાળું અર્થાત્ અવયવી એવું આકાશદ્રવ્ય જ છે. આમ ફલિતાર્થ થયો. દ અને ને આ બે શબ્દોથી વાચ્ય જે પદાર્થ છે. તે આધારાશાત્મક આકાશદ્રવ્ય છે. જો આધારભૂત આકાશદ્રવ્ય ન હોય તો દ = સ્મિનું શબ્દથી શું લેવું? તે શંકાસ્પદ જ રહે. તેથી પક્ષીના આધારભૂત એવું, અને ફૂદ શબ્દથી વાચ્ય થતું એવું જે દ્રવ્ય છે, તે આકાશદ્રવ્ય છે. એક ભાગમાં પક્ષના હોવાનું વિધાન છે. અને બીજા ભાગમાં પક્ષીનું ન હોવાનું વિધાન છે. આ રીતે બુદ્ધિથી આકાશના બે ભાગ થયા છે. તેથી આવા પ્રકારના બે ભાગ વાળું = બે દેશવાળું = દેશી, અને બને ભાગમાં અનુગત = અન્વય સ્વરૂપે રહેલું આધારાત્મક એક અખંડ દ્રવ્ય છે. આમ આકાશદ્રવ્યની સિદ્ધિ જાણવી. "तत्तद्देशोज़भागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च. Page #212 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮ ૪૯૭ આ બાબતમાં ન્યાયદર્શનના અનુયાયી વર્ધમાન નામવાળા પંડિતજી આદિ કોઈ કોઈ દર્શનકારો કંઈક જુદુ કહે છે. પરંતુ તેઓનું જે કથન છે. તે નિર્દોષ નથી. આમ જણાવવા માટે ગ્રંથકારશ્રી પ્રથમ તેઓનો (વર્ધમાનોપાધ્યાયનો) મત ટાંકતાં કહે છે કે તે તે દેશના ઉદ્ઘભાગથી યુક્ત એવો જે મૂર્તિપદાર્થનો અભાવ વિગેરે છે. એટલે કે મૂર્તિપદાર્થ એવા પક્ષીનો અભાવ અને પક્ષીનો ભાવ જે છે તે વડે જ (અહીં વિગેરે” શબ્દથી એક ભાગમાં મૂર્તિનો અભાવ અને બીજા ભાગમાં મૂર્તિનો ભાવ, આ બે વડે જ) “દ પક્ષી નેદ પક્ષી"ના વ્યવહારો સિદ્ધ થઈ જ જાય છે. તેમાં આકાશદ્રવ્ય માનવાની કંઈ જરૂર નથી. આમ જે વર્ધમાનઋષિ આદિ કોઈ કોઈ દર્શનકારો જે કંઈ કહે છે તે નિર્દોષ નથી. અર્થાત્ દોષિત છે. તેઓનું કહેવું એવું છે કે તે તે દેશવાળા ભાગમાં મૂર્તિવસ્તુઓના અભાવ અને મૂર્તવસ્તુઓના ભાવ વડે જ “દ પક્ષી ને પક્ષી” આ વ્યવહાર સિદ્ધ થઈ જ જાય તેમ છે. તો પછી આકાશદ્રવ્ય માનીને ગૌરવ કરવાની શી જરૂર ? આકાશદ્રવ્ય વિના પણ આ વ્યવહાર તે તે ઉર્ધ્વ ભાગમાં રહેલા મૂર્તવસ્તુઓના અભાવ અને મૂર્ત વસ્તુઓના ભાવ વડે જ સંગત કરી શકાય છે. નાનવધર્ તેઓની આ વાત નિર્દોષ નથી, પરંતુ દોષવાળી છે. તે આ પ્રમાણે– ઉદ્ઘભાગાદિમાં જે મૂર્તિ (પક્ષી) પદાર્થનો અભાવાદિ સંબંધી વ્યવહાર થાય છે. તારા = તે વ્યવહાર અમાવનિષ્ઠત્વેર = અભાવ આદિ સંબંધી છે. એટલે કે તેનાથી તો અભાવની અને ભાવની સિદ્ધિ થાય છે મૂર્ત પદાર્થના (પક્ષીના) અભાવને અને પદાર્થના (પક્ષીના) ભાવને સૂચવનારો તે વ્યવહાર છે. જ્યારે રૂદ શબ્દથી તો તેના આધારભૂત એવા કોઈ પદાર્થનો ભાવાત્મકપણે અનુભવ થાય છે. તેથી જો આકાશ દ્રવ્ય ન માનીએ તો રૂદ શબ્દથી અનુભવાતા એવા આધારાશાત્મક દ્રવ્યનો અપલોપ થઈ જવાનો પ્રસંગ આવે. મૂર્તાિભાવાદિ જે વ્યવહાર થાય છે. તે અભાવાત્મકવિષયક છે એટલે કે મૂર્તિ પદાર્થના અભાવને અને ભાવને સૂચવનારો છે. પરંતુ તેના આધારાંશને સૂચવનારો નથી. જ્યારે રૂદ શબ્દથી અનુભવાતો પદાર્થ આધારરૂપે જણાય છે. અને તે કેવલ એકલા ભાવાત્મક પણે જ જણાય છે. જેમ આ ભૂતલ ઉપર ઘટાભાવ છે. અહીં ઘટાભાવનો જે વ્યવહાર છે તે અભાવવિષયક હોવાથી કોઈ પદાર્થરૂપ નથી. તેને ભૂતલ કેમ મનાય ? અને જો એમ માનીએ તો ચક્ષુથી સાક્ષાત્ અનુભવાતું અને આધારસ્વરૂપ એવું જે ભૂતલ છે. તેનો અપલોપ થઈ જાય, તેનાથી લોકવ્યવહારનો પણ વિરોધ આવે તે માટે રૂદ શબ્દથી વાચ્ય આધારભૂત કોઈ દ્રવ્ય સ્વતંત્ર છે. અને તે ભાવાત્મક જ છે તે જ આકાશદ્રવ્ય છે. તથા વળી આવા પ્રકારનો મૂર્તાિભાવાદિનો Page #213 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ઢાળ-૧૦ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગપ્રતિરસ્થાપિ = અનુભવ જ્યાં થતો નથી, ત્યાં પણ એટલેકે પક્ષી હોય કે ન હોય તો પણ ઉચુ જોતાંની સાથે જ પ્રતિબંધને પક્ષીનો અનુભવ ન થવા છતાં પણ લોકવ્યવહારથી આકાશ દેશનો (આકાશદ્રવ્યનો) પ્રતિસંધાય અનુભવ કરીને ઉપરોક્ત વ્યવહાર પ્રવર્તે જ છે. જેમ કે માણસો ઉંચુ મુખ કરીને આકાશમાં તારા આદિને દેખીને બોલી ઉઠે છે કે “આકાશમાં તારા ઉગ્યા છે” અહીં તારાના આધારરૂપે આકાશદ્રવ્ય ભાવાત્મકપણે અનુભવાય જ છે. અને તેથી જ ઉપરોક્ત વ્યવહાર થાય છે. તે માટે "વર્ધમાનઋષિનું કથન યુક્તિયુક્ત નથી. અને આધારાંશરૂપે આકાશાસ્તિકાય નામનું દ્રવ્ય છે જ. तेह आकाश लोक अलोक भेद; द्विविध भाखिउं. यत्सूत्रम्- "दुविहे आगासे पण्णत्ते-लोआगासे य अलोआगासे य" १०-८ ॥ તે આ આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોકના ભેદથી બે પ્રકારે કહેલું છે. જે કારણથી આગમોમાં આવો સૂત્રપાઠ છે. “આકાશ બે પ્રકારે કહ્યું છે એક લોકાકાશ અને બીજું અલોકાકાશ” આ બન્ને કોને કહેવાય ? તે હવે પછીની ગાથામાં આવે જ છે. તથા આકાશદ્રવ્યના વાસ્તવિક (પારમાર્થિક) રીતિએ બે ભેદ નથી. પરંતુ અખંડ એક દ્રવ્ય છે. છતાં અન્યદ્રવ્યોના સંયોગ અને વિયોગને લીધે લોક અલોક એવા બે ભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે ૧૬૯ !! ધર્માદિકરૂં રે સંયુત લોક છઈ, તાસ વિયોગ અલોક | તે નિરવધિ કઈ રે અવધિ અભાવનઈ, વલગી લાગઈ રે ફોક // સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો . ૧૦-૯ | - ગાથાર્થ– ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યોથી સંયુક્ત આકાશને લોકાકાશ કહેવાય છે. અને તેનાથી વિયુક્ત આકાશને અલોકાકાશ કહેવાય છે. તે આ અલોકાકાશની અવધિ ન હોવાથી નિરવધિક છે. જે લોકો અલોકાકાશની અવધિને વલગી લાગે છે. (ચોંટી પડે છે) તે નિરર્થક છે. (ફોગટ છે.) | ૧૦-૯ || ટબો- ધર્માસ્તિકાયાદિકર્યું સંયુત જે આકાશ, તે લોક છઈ. તે ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિયોગ થઈ, તે અલોકાકાશ કહિઈ. તે અલોકાકાશ નિરવધિ છઇં. પતાવતા-તેહનો છેહ નથી. ૧. આ વર્ધમાનઋષિ તે, ઉદયનાચાર્યરચિત ન્યાયકુસુમાંલિ ઉપર “પ્રકાશ” નામની ટીકાના રચયિતા છે. તથા તત્ત્વચિંતામણિ” ગ્રન્થના રચયિતા જે ગંગેશોપાધ્યાયઋષિ છે. તેઓના આ પુત્ર છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૯ ૪૯૯ કોઈક ઈમ કહચઈ જે “જિમ લોકનઇ પાસઇ અલોકનો છેક છઈ, તિમ આગઈ પણિ હુચઈ,” તેહનઈ કહિઈ જે “લોક તો ભાવરૂપ છઇં, તે અવધિ ઘટઈ, પણિ આગઈ કેવલ અભાવનઇ અલોકાવધિપણું કિમ ઘટછે ? શશશૃંગ કુણનું અવધિ હોઈ ? અનઇ જો ભાવરૂપે અંત માનિઇ, તો તે અન્યદ્રવ્યરૂપ નથી, આકાશદેશસ્વરૂપનઇ તો તદતપણું કહેતાં “વવ્યાયાત હોઈ" તે માટઇં અલોકાકાશ અનંત જાણવઉં. ૧૦-૯ | વિવેચન- આકાશાસ્તિકાયના જે લોક અને અલોક આમ બે ભેદ પહેલાંની ગાથામાં કહ્યા છે. તે હવે સમજાવે છે धर्मास्तिकायादिकस्युं संयुत जे आकाश, ते लोक छइ. ते धर्मास्तिकायादिकनो जिहां वियोग छइ, ते अलोकाकाश कहिइं. ते अलोकाकाश निरवधि छइं. एतावतातेहनो छेह नथी. ધર્માસ્તિકાયાદિ શેષ પાંચે દ્રવ્યોથી સંયુક્ત એવું જે આકાશ છે તે લોક કહેવાય છે. એટલે કે લોકાકાશ છે. અને તે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોનો જ્યાં વિયોગ છે. તે અલોકાકાશ કહેવાય છે. આ રીતે આકાશદ્રવ્ય સર્વક્ષેત્રવ્યાપી સળંગ એક અખંડ દ્રવ્ય જ છે. તો પણ તેના અન્ય પાંચ દ્રવ્યોના સંયોગે અને વિયોગે લોક-અલોકના નામે ૨ ભેદ કહ્યા છે. તથા વળી આ અલોકાકાશ નિરવધિક છે. એટલે અલોકાકાશનો છેડો નથી. પરંતુ લોકાકાશ સર્વ બાજુથી સાવધિક છે. જે ચૌદરજ્જુ પ્રમાણ ઉપર નીચે મળીને લંબાઈ છે. મધ્યમાં એક રાજ પહોળાઈ છે. વધતી વધતી નીચે સાત રાજ પહોળાઈ થાય છે. અને ઉપર પણ બ્રહ્મદેવલોક સુધી વધતી વધતી પાંચ રાજ પહોળાઈ, ત્યાંથી ઘટતી ઘટતી ઉપર એક રાજ પહોળાઈ છે. ઈત્યાદિ રૂપે લોકાકાશ અવધિવાળો છે. પરંતુ અલોકાકાશ અનંત હોવાથી પાછળ તેની અવધિ હોતી નથી. (છેડો હોતો નથી) कोइक इम कहस्यइ जे "जिम लोकनई पासई अलोकनो छेह छइ, तिम आगइ पणि हुस्सइ." तेहनई कहिइं जे "लोक तो भावरूप छई, ते अवधि घटइ, पणि आगइं केवल अभावनइं अलोकावधिपणुं किम घटइं? शशशृंग कुण, अवधि होइ ? अनइं जो भावरूपें अंत मानिइं. तो ते अन्यद्रव्यरूप नथी, आकाशदेशस्वरूपनइं तो तदंतपणुं कहतां "वदद्व्याघात होइ' ते माटई अलोकाकाश अनंत जाणवलं. ॥ १०-९ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઢાળ-૧૦ : ગાથા-૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અહીં અમે અલોકાકાશને જે નિરવધિક કહ્યો. તે બાબતમાં કોઈક આ પ્રમાણે પ્રશ્ન કરવા રૂપે કહેશે કે- જે પ્રમાણે લોકાકાશની પાસે (એટલે કે લોકાકાશની ચારે બાજુ તથા ઉપર અને નીચે) અલોકાકાશની અવધિ (છેડો-અંત) છે. તેવી જ રીતે આગળ પણ ક્યાંઇક અલોકની અવધિ હશે (એટલે કે હોવી જોઈએ) આમ લોકની બાજુ અલોકની અવધિ હોવાથી આગળ પણ એટલે કે અલોકના પાછલા ભાગમાં પણ અવધિ હોવાનો સંભવ હોવાથી તે અલોકને નિરવધિક કેમ કહેવાય ? જેમ લોક તરફની દિશાઓમાં અલોકનો અંત છે. તેમ આગળ પણ અંત હશે. આવો કોઈક પ્રશ્ન કરે છે. ઉત્તર- તે પ્રશ્ન કરનારને અમે કહીએ છીએ કે “જે લોકાકાશ છે તે પાંચદ્રવ્યોથી સંયુક્ત છે તે માટે ભાવાત્મક છે” તેથી તેની અવધિ ઘટે જ. જે વસ્તુ ભાવાત્મક હોય ઘટ-પટ જેવી મૂર્તવસ્તુ અને લોકગમ્ય એવી જે વસ્તુ હોય તેની અવધિ હોય છે. જેમ કે ઘટ-પટ ઈત્યાદિ મૂર્તિ પદાર્થો જેટલા ક્ષેત્રમાં તે ઘટ-પટ વ્યાપેલા હોય છે. તેની ચારે બાજુના છેડે ઘટ-પટની અવધિ દેખાય જ છે. પરંતુ આગળ અલોકાકાશમાં તો પાંચ દ્રવ્યો ન હોવાથી કેવળ એકલું આકાશ જ છે. અને તે પાંચદ્રવ્યરહિત હોવાથી અને અમૂર્ત હોવાથી અભાવાત્મક-શૂન્યાત્મક અર્થાત્ અન્ય દ્રવ્યોથી રહિતપણે વર્તે છે. તેવા અલોકાકાશને અવધિપણું કેમ ઘટે ? જેમ ઘટ-પટ ભાવાત્મક હોવાથી તેને જેવી અવધિ હોય છે તેવી અવધિ શશશૃંગને કેમ ઘટે ? કારણકે ઘટ-પટ એ ભાવાત્મક વસ્તુ છે. તેથી ચારે બાજુ તેની અવધિ કહેવાય, પરંતુ શશશ્ચંગ પોતે છે જ નહીં. તો પછી તે પોતે શૂન્યાત્મક હોવાથી તેની પણ અવધિ કેમ હોય ? તથા તે પોતે કોઈ અન્યનું અવધિરૂપ પણ કેમ બને ? આ રીતે અલોકાકાશ (અન્યપદાર્થોથી વિમુક્ત હોવાના કારણે) શૂન્યાત્મક હોવાથી આગળ ક્યાંય તેની અવધિ ઘટે નહીં.” મનડું નો માવપણું ગંત માનવું, તો તે અન્ય વ્યા નથી. તથા વળી “આ અલોકાકાશની અવધિ છે જ” આ વાતને વળગી રહેવા માટે કોઈ આવી દલીલ કરે કે જેમ લોકાકાશ પાંચ દ્રવ્યોથી સંયુક્ત હોવાથી ભાવાત્મક છે. અને ત્યાં લોકાકાશ તરફ અલોકાકાશનો જેમ અંત છે. તેમ આગળ પણ અલોકાકાશનો છેડો છે. અને તે છેડે મવરૂપે કોઈ બીજુ ભાવાત્મક દ્રવ્ય છે. આમ અમે માનીશું અને તેનાથી ત્યાં અલોકનો અંત થશે. આમ જો કોઈ અલોકાકાશનો અંત કહે તો તે અલોકાકાશના અંતે કલ્પેલું જે ભાવાત્મક નવું દ્રવ્ય માનો છો. તે બીજું દ્રવ્ય આકાશ જ છે કે કોઈ અન્ય દ્રવ્ય છે ? જો કોઈ અન્ય દ્રવ્ય માનશો તો ભગવતે કહેલાં છ દ્રવ્યોથી અતિરિક્ત એવું તે દ્રવ્ય માનવાથી સાત દ્રવ્યો માનવાં પડશે. જે ઉસૂત્ર છે તેથી આકાશથી અન્યદ્રવ્યરૂપે Page #216 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦ ૫૦૧ તો તે નહી જ મનાય. તથા અલોકના આગલા છેડે જીવ-પુદગલ માનો તો તેઓને ગતિ-સ્થિતિમાં સહાયક ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો માનતાં બીજો લોક જ માનવાનો રહ્યો. અને આવા પ્રકારનો બીજો લોકાકાશ હોય આવું શાસ્ત્રોમાં ક્યાંય આવતું નથી. માટે અલોકાકાશને આગલા છેડે જીવ-પુદ્ગલ જેવાં કોઈ દ્રવ્યો કે દ્રવ્યોવાળો લોક તો નથી. હવે જો એમ કહો કે અલોકાકાશને છેડે બીજું નવું એક આકાશ દ્રવ્ય છે. તો આ વિવક્ષિત અલોકાકાશરૂપ જે આકાશ છે તે, અને આ નવું જે પાછળ આકાશ માન્યું. તે શું એક છે કે ભિન છે ? જો એક જ હોય તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી તેથી આ અલોકાકાશનો અંત થયો કેમ કહેવાય ? તથા તે નવું આકાશ ભિન્ન હોય તો તે નવું આકાશ પણ સાવધિક છે કે નિરવધિક છે ? જો સાવધિક છે. એમ કહો તો તે નવા આકાશની અવધિ ક્યાં ? અને કોનાથી થઈ ? અર્થાત્ તેની પછી આગળ કયું દ્રવ્ય આવ્યું કે જેથી આ આકાશની અવધિ ગણાય ? આમ નવા નવા આકાશની કલ્પના કરો તો અનવસ્થા જ આવે. અને જો તે કલ્પલા નવા આકાશને નિરવધિક માનો તો આ વિવક્ષિત અલોકાકાશને જ નિરવધિક માનવામાં શું દોષ આવે ? અને જો આ કલ્પેલું નવું આકાશ આ અલોકાકાશથી ભિન નથી એક છે. આમ જો કહો તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી. તેથી વિવક્ષિત અલોકાકાશની અવધિ સ્વરૂપ કેમ બને ? આમ અનેક પ્રશ્નો ઉભા થાય છે. છેવટે તેનો કંઈ જ ઉત્તર આવે નહીં. તેથી માવાસ્વપૂરું = અલોકાકાશના છેડે “નવા આકાશનો એક ભાગ છે. તે સ્વરૂપે તવંતપણું = અલોકાકાશનું અંતપણું માનતાં” આકાશનો અંત આકાશથી જ થાય આમ વદતોવ્યાઘાત દોષ આવે. કારણ કે બોલો છો કે આકાશનો અંત આવ્યો. પરંતુ તેની પાછળ પણ આકાશ જ માન્યું. આ રીતે વદતોવ્યાઘાત થયો. આકાશની પછી જો આકાશ જ આવતું હોય તો આકાશનો અંત થયો એમ કહેવાનો કોઈ અર્થ જ નથી. અને આકાશ વિનાનાં શેષ પાંચ દ્રવ્યો તો અલોકના છેડે ક્યાંય છે જ નહીં કે જેથી અલોકનો અંત આવ્યો એમ કહેવાય તે માટે અલોકાકાશ અનંત જ છે. આમ જાણવું. I ૧૭૦ || વર્તણ લક્ષણ સર્વ દ્રવ્યહ તણો, પજવ, દ્રવ્ય ન કાલ ! દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઇ રે ભાલ | સમક્તિ સૂવું રે ધણીપરિ આદરો / ૧૦-૧૦ || Page #217 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ઢાળ-૧૦ : ગાથા૧0 દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– સર્વે દ્રવ્યોની જે વર્તના છે. તે રૂપ જે પર્યાય છે. તે કાલ છે. પરંતુ કાલ એ દ્રવ્ય નથી. દ્રવ્યો અનંતા છે. તેથી તે દ્રવ્યોમાં અભેદભાવે રહેલી વર્તના પણ અનંતી છે. માટે કાલ અનંત છે. આમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. // ૧૦-૧૦ || બો- કાલ, તે પરમાર્થથી દ્રવ્ય નહીં, તો મ્યું ? સર્વદ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય જ છઈ, તે પર્યાયનઇ વિષધ અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઇ કાલદ્રવ્ય કહીશું. ગત વ પર્યાયઇ દ્રવ્યાભેદથી અનંતકાલદ્રવ્યની ભાલ ઉત્તરાધ્યયનઇ છઇ. तथा च सूत्रम् धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं । अणंताणि दव्वाणि, कालो पुग्गलजंतवो ॥ २८-८ ॥ एतदुपजीव्यान्यत्राप्युक्तम्धर्माधर्माकाशाश्चैकैकमतः परं त्रिकमनन्तम्. તે માર્ટિ જીવાજીવદ્રવ્ય જે અનંત છઈ, તેના વર્તનાપર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂબઈ અનંત કહ્યાં જાણવાં. ૧૦-૧૦ II વિવેચન– ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો સમજાવીને હવે કાળ નામનું ચોથું દ્રવ્ય સમજાવે છે. · काल, ते परमार्थथी द्रव्य नहीं, तो श्युं ? सर्वद्रव्यनो वर्तना लक्षण पर्याय ज छइं. ते पर्यायनइं विषइं अनादिकालीन द्रव्योपचार अनुसरीनइं कालद्रव्य कहीइं । કાળની બાબતમાં બે વિચારધારા પ્રવર્તે છે. દિગંબરામ્નાય એમ માને છે કે કાળ એ પણ પરમાર્થથી દ્રવ્ય છે. ફક્ત તે અસ્તિકાયરૂપ નથી પરંતુ અણુરૂપ છે. એક એક આકાશપ્રદેશમાં એક એક કાલના અણુ એટલે કે કાલાણુઓ છે. આવા કાલાણુઓનો પિંડ થતો નથી માટે અસ્તિકાય નથી. એક ડબ્બામાં રાઈના દાણા ભર્યા હોય અથવા રેતીના દાણા ભર્યા હોય તેમ આ લોકમાં કાલાણુઓ ભરેલા છે. આ માન્યતા દિગંબરાસ્નાયની છે. શ્વેતાંબરાસ્નાયની વિચારધારા બે નયને અનુસરીને બે પ્રકારની છે. પ્રથમ નિશ્ચયનયને અનુસરીને કહે છે કે કાલ એ દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની વર્તના પર્યાયરૂપ કાળ છે. અને તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવાથી કાળ એ Page #218 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦. ૫૦૩ ઉપચરિત દ્રવ્ય છે. અને બીજી વિચારધારા આવી છે– વ્યવહારનયની દૃષ્ટિએ ચંદ્રસૂર્યાદિ જ્યોતિશ્ચક્રના ચારને (ફરવાને) લીધે થતા રાત્રિ-દિવસરૂપ સ્થૂલકાળ અને સમયાત્મકરૂપ સૂમકાળદ્રવ્ય છે. આ બધી વિચારધારાઓમાં અહીં પ્રથમ નિશ્ચયનયથી શ્વેતાંબરપરંપરાની વાત જણાવે છે. કાળ એ પરમાર્થથી એટલે કે વાસ્તવિકપણે દ્રવ્ય છે જ નહીં. ચૌદ રાજલોકપ્રમાણ સમસ્તલોકાકાશમાં ક્યાંય પણ અણુરૂપે કે સ્કૂલરૂપે કાળનામનું સ્વતંત્ર દ્રવ્ય નથી જ. તો પ્રશ્ન થાય છે કે જો આ કાળ એ દ્રવ્ય ન હોય તો આ કાળ છે શું ? તેનો ઉત્તર આપે છે કે “કાળ એ સર્વદ્રવ્યોનો વર્તનાલક્ષણ પર્યાય જ છે.” કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાયરૂપે જે વર્તના (વર્તવું-તે તે પર્યાયમાં રહેવું) એ જ કાળ છે. જેમ કે કોઈ જીવ, મનુષ્યપણે જન્મ્યો અને ૧૦૦ વર્ષ જીવ્યો. તે જીવનું મનુષ્યપણે વર્તવું એ જ તેનો કાળ છે. તેનું માપ સૂર્યચંદ્રના ચારથી થયું. કોઈએ સામાયિક લીધું. તે જીવનું “સામાયિકપર્યાયમાં” જે વર્તવું તે કાળ છે. ઘડીયાળ એ માપવાનું સાધન છે. સામાયિક લીધા પછી ઘડીયાળમાં જોતાં ૮ વાગ્યા હોય તો સામાયિક ૮-૪૮ પુરૂ થાય. પરંતુ ૮-૧૫ થયા અને ઘડીયાળ ધારો કે બંધ થઈ ગઈ. તો કોઈ કારીગર આવીને ઘડીયાલ ચાલુ ન કરે અને તે ઘડીયાળમાં ૮-૪૮ ન થાય ત્યાં સુધી સામાયિક સમાપ્ત થતું નથી એમ નહીં. એવી જ રીતે ઘડીયાળ ઝટપટ ચાલતી હોય અને ૨૦ મીનીટના કાળમાં જ ૪૮ મીનીટ દેખાડતી હોય તો તે ઘડીયાળમાં ૮-૪૮ દેખાઈ જાય તો પણ સામાયિક સમાપ્ત ન થાય. એટલે કે ઘડીયાલમાં જણાવાતો સમય એ કાલ નથી. પરંતુ આ જીવનું સામાયિકપણાના પર્યાયમાં વર્તવું એ જ સાચો કાળ છે. કોઈ એક મકાન બંધાયું. તેની જગતમાં જે વર્તના, એ જ મકાનનો કાળ પર્યાય છે. તેને સૂર્યના ચારથી માપતાં ૫૦100 ઈત્યાદિ વર્ષો થાય છે. આ રીતે સર્વે પણ દ્રવ્યોની તે તે પર્યાયોમાં જે વર્તના (વર્તવું હોવું થવું-રહેવું) તેને કાળ કહેવાય છે. “પર્યાયમાં વર્તવું” એ જ કાળ છે. તેથી કાળ એ પર્યાય રૂપ છે. દ્રવ્યરૂપ નથી. પ્રશ્ન- જો કાળ એ વર્તનાલક્ષણ (વર્તના સ્વરૂપ) પર્યાય જ છે અને દ્રવ્ય નથી. તો આ જ ઢાળની ત્રીજી ગાથામાં દુ દ્રવ્યોમાં કાળને દ્રવ્ય કેમ કહ્યો ? ઉત્તર– તે કાળદ્રવ્ય પર્યાયસ્વરૂપ જ છે. પરંતુ તે પર્યાયને વિષે અનાદિકાલથી થતા દ્રવ્યના ઉપચારને અનુસરીને પર્યાયને પણ દ્રવ્ય કહેવાય છે.” અર્થાત્ કાળ એ વાસ્તવિક દ્રવ્ય નથી પરંતુ પર્યાય રૂપ જ છે. છતાં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરાય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ઢાળ-૧૦ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તેથી તે ઉપચરિત દ્રવ્ય કહેવાય છે. જેમ કે કડુ-કુંડલ એ સુવર્ણદ્રવ્યના પર્યાય છે. તે બન્ને પર્યાયમાં સુવર્ણ દ્રવ્ય સદા ધ્રુવ હોવાથી દ્રવ્ય કહેવાય છે. પરંતુ પરમાર્થથી સુવર્ણ એ પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનો એક પર્યાય જ છે. ખરેખર તો સુવર્ણ એ દ્રવ્ય નથી, પુદ્ગલ એ દ્રવ્ય છે. છતાં અનાદિકાલીન આ ઉપચારને અનુસરીને સુવર્ણપર્યાયમાં દ્રવ્યપણાનો ઉપચાર થયેલ છે. તેથી સુવર્ણદ્રવ્ય કહેવાય છે. તેવી રીતે જીવ અને અજીવરૂપ સમસ્ત દ્રવ્યોની ભિન્ન ભિન્ન પર્યાયોમાં જે વર્તના છે. તે વર્તના લક્ષણ એ જ કાળ છે. વર્તના એ પર્યાય સ્વરૂપ હોવાથી કાળ એ પણ પર્યાયસ્વરૂપ જ છે. ફક્ત તેમાં દ્રવ્યનો ઉપચાર કરાયેલો છે. તેથી કાળ એ (ઉપચરિત) દ્રવ્ય કહેવાય છે. अत एव पर्याय द्रव्याभेदथी अनंतकालद्रव्यनी भाल उत्तराध्ययनई छई. तथा च सूत्रम् - धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं । અનંતાનિ ય વ્વાળિ, જાતો પુષ્પનનંતવો ॥ ૨૮-૮ ॥ આ કારણથી જ પર્યાયમાં દ્રવ્યનો અભેદ હોવાના કારણે એટલે કે દ્રવ્યપણાનો ઉપચાર કરવાથી કાળ અનંત છે. જીવ અને અજીવ દ્રવ્યો અનંતા છે. તેના પર્યાયો પણ અનંતા છે. તે સમસ્તપર્યાયોની વર્તના પણ અનંતી છે. તેથી તે વર્તના લક્ષણવાળા પર્યાયમાં દ્રવ્યનો અભેદોપચાર કરવાથી “અનંતકાળદ્રવ્ય” છે તેની ભાલ (તેનુ વિધાનકથન) ઉત્તરાધ્યયનસૂત્રને વિષે કરેલું છે. તે ઉત્તરાધ્યયનસૂત્રનો પાઠ આ પ્રમાણે છે— ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો એક એક કહેલાં છે. અને કાળ, પુદ્ગલ, જીવ, આ ત્રણ દ્રવ્યો અનંતાં કહેલાં છે. આ પાઠમાં કાળ અનંત જે કહ્યો છે. તે જીવ-અજીવના પર્યાયો અનંત હોવાથી તેની વર્તના પણ અનંતી છે. માટે વર્તનાલક્ષણ પર્યાયમાં કાળદ્રવ્યનો ઉપચાર કરેલ છે. તેથી કાળ અનંત કહેલ છે. જો કાલાણુઓ નામનું કાલદ્રવ્ય વાસ્તવિક હોત તો લોકાકાશના પ્રદેશો અસંખ્ય હોવાથી અને પ્રતિપ્રદેશે કાલાણુ માનીએ તો પણ અસંખ્ય જ કાલાણુ થાય પરંતુ અનંત કાલાણું ન થાય, તે માટે કાળદ્રવ્યને ઉપચરિત દ્રવ્ય જ માનવું જોઈએ. પરંતુ કાલાણુરૂપે વાસ્તવિક કાલદ્રવ્ય માનવું જોઈએ નહીં. તેને પારમાર્થિક દ્રવ્ય માની લેવું તે સૂત્રાનુસાર નથી. પણ ઉત્સૂત્ર છે. एतदुपजीव्यान्यत्राप्युक्तम् धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ॥ इति ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૧૧ ૫૦૫ ते माटिं-जीवाजीवद्रव्य, जे अनंत छई, तेहना वर्तना पर्याय भणी ज कालद्रव्य સૂત્ર અનંત હાં નાખવાં છે ૨૦-૨૦ છે ઉપર કહેલ ઉત્તરાધ્યયનસૂત્રના પાઠનું આલંબન લઈને બીજા શાસ્ત્રોમાં (પ્રશમરતિ શ્લોક ૨૧૪માં) પણ કહ્યું છે કે “૧. ધર્મદ્રવ્ય, ૨. અધર્મદ્રવ્ય, અને ૩. આકાશ દ્રવ્ય આ ત્રણ દ્રવ્યો એક એક છે. તેનાથી પછીનાં ૩ દ્રવ્યો અનંતા છે.” તે માટે જીવ અને અજીવ જે દ્રવ્યો છે તે અનંતાં છે. તે દ્રવ્યોની વર્તના પર્યાયો અનંતી છે. તે ભણીને જ એટલે કે તે અનંતી પર્યાયોને આશ્રયીને જ સૂત્રની અંદર કાળદ્રવ્ય અનંતાં કહેલાં છે આમ જાણવું. આ રીતે કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવદ્રવ્યોની તે તે પર્યાયની વર્તના સ્વરૂપ કાળ છે. # ૧૭૧ જીવ અજીવ જ સમયઈ તે કવિઓ, તિણિ કેમ જુદો રે તેહ / એક વખાણઈ રે ઈસ્યુ આચારય, ધરતા શ્રુતમતિરેહ / સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો ને ૧૦-૧૧ II ગાથાર્થ- સમયમાં (આગમમાં) તે કાળને જીવ-અજીવ રૂપ જ કહેલો છે. તે કારણે તે કાળને જુદો કેમ કહેવાય ? શાસ્ત્રોથી સંસ્કારિત થયેલી બુદ્ધિની ધારાને ધારણ કરનારા એક આચાર્ય આમ કહે છે. તે ૧૦-૧૧ છે ટબો- કંઠથી પણિ સૂત્રઈ જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઇ. તે દેખાઇ છઇં.- સમયઇ ક. સૂત્રઇ, તે કાલ જીવ અજીવ રૂપ જ કહિઉં છઇં. તેણઇ કારણઇ જુદો-ભિન્નદ્રવ્યરૂપ કિમ કહિછે ? તથા વો નીવામિનલિ– "किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव त्ति" એક આચાર્ય ઈમ કાળ દ્રવ્ય વખાણઇ છઇ, ચૂં કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઇ શુભમતિની રેખા ધરતા. || ૧૦-૧૧ | વિવેચન- નિશ્ચયનયની દૃષ્ટિએ કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી જ. પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની જુદા-જુદા પર્યાયોની વર્તનાલક્ષણ છે. એટલે પર્યાયસ્વરૂપ છે. તેમાં દ્રવ્યનો ઉપચાર કરાય છે. માટે ઉપચરિતદ્રવ્ય છે આ જ વાત ગ્રંથકારશ્રી જીવાભિગમનો સાક્ષિપાઠ આપીને સમજાવે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ઢાળ-૧૦ઃ ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ कंठथी पणि सूत्रई-जीवाजीवथी अभिन्न काल कहिउं छइ. ते देखाडइं छइसमयई क. सूत्रइं, ते काल जीव अजीवरूप ज कहिउं छइ. तेणइ कारणई जुदोभिन्नद्रव्यरूप किम कहिइं ? तथा चोक्तं जीवाभिगमादिसूत्रे સૂત્રની અંદર (જીવાભિગમસૂત્રની અંદર) પણ કાળ એ જીવ અને અજીવદ્રવ્યોથી અભિન્ન છે આમ કંઠથી = (એટલે સાક્ષાસૂત્રપાઠથી-સાક્ષીપાઠથી) શબ્દો લખીને કહેલું છે. તે સાક્ષીપાઠ ગ્રંથકારશ્રી આ ગાથામાં જણાવે છે. સમયમાં કહેતાં સૂત્રમાં અર્થાત્ આગમશાસ્ત્રોમાં તે કાળને જીવ અને અજીવ સ્વરૂપ જ કહેલો છે. તે કારણે આ કાળને જીવ અજીવથી જુદા દ્રવ્ય તરીકે કેમ કહેવાય ? ભિન્નદ્રવ્યસ્વરૂપે કેમ કહેવાય ? અર્થાત્ ભિન્નદ્રવ્યસ્વરૂપે ન માનવો જોઈએ. જીવાભિગમસૂત્રનો તે સાક્ષી પાઠ આ પ્રમાણે છે. મિર્થ સંતે વત્નત્તિ પવુ ?ોય ! નીવા જેવ, મનીષા ચેવ gિ" एक आचार्य इम कालद्रव्य वखाणइ छइ, स्यूं करता ? सिद्धान्तपाठ-अनुसारइं સુમતિની સેવા થતા | ૨૦-૨૨ / હે ભગવાન્ ! આ કાળ એ શું કહેāાય છે ? શું દ્રવ્ય છે ? કે પર્યાય છે ? હે ગૌતમ ! આ કાળ જીવરૂપ અને અજીવરૂપ છે. એટલે કે જીવના પર્યાયસ્વરૂપ છે અને અજીવના પર્યાયસ્વરૂપ છે. એક આચાર્ય (કેટલાક આચાર્ય) કાળદ્રવ્યને આમ (જીવ અને અજીવના પર્યાયરૂપ છે પણ સ્વતંત્ર દ્રવ્યરૂપ નથી આમ) કહે છે. તે આચાર્યો શું કરતા આમ કહે છે ? તો કહે છે કે આગમપાઠોની સાક્ષીને અનુસરીને એટલે કે તેનું આલંબન લઈને ઉત્તમબુદ્ધિની ધારાને ધારણ કરતા છતા આમ કહે છે. સારાંશ કે જીવાભિગમઉત્તરાયનાદિ આગમપાઠોની સાક્ષીથી જેની મતિ સંસ્કારિત થઈ છે એવા નિશ્ચયનયના અભિપ્રાયવાળા કેટલાક આચાર્યો કાળદ્રવ્યને જીવ અને અજીવની જુદા-જુદા પર્યાયોની વર્તનારૂપે જણાવે છે. તેથી કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યપણાનો ઉપકાર કરીને ઉપચરિતદ્રવ્ય છે. આમ તેઓ કહે છે. (આ કેટલાક આચાર્યોનો અભિપ્રાય જણાવ્યો.) | ૧૭૨ // બીજા ભાષઈ રે જોઈશચક્રનઈ, ચારઈ જે સ્થિતિ તાસ ! કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છો, ષટની ભગવઈ ભાસ / સમક્તિ સૂવું રે ઇણિ પરિ આદરો // ૧૦-૧૨ / Page #222 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૨ ૫૦૭ ગાથાર્થ- બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે જ્યોતિષચક્રના ચારથી (ફરવાથી) તે કાળદ્રવ્યની સ્થિતિ=વિદ્યમાનતા સિદ્ધ થાય છે. અને આ કાળદ્રવ્ય એ અપેક્ષાકારણરૂપ દ્રવ્ય છે. ભગવતીજી સૂત્રમાં છ દ્રવ્યોની સંખ્યાની ભાસ (વિધાન) છે. || ૧૦-૧૨ છે. ટબો- બીજા આચાર્ય ઈમ ભાષઈ છઈંજે જ્યોતિશ્ચક્રનાઇ ચારઇ પરત્વ અપરત્વ નવ પુરાણ આદિ ભાવસ્થિતિ છઇં. તેમનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઇં, અર્થનઇ વિષઇ. સૂર્યક્રિોપનાયકદ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટ, તે માટઇં-એહવું કાલદ્રવ્ય કહિદં તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિ “વરૂ જ અંતે ! ટુલ્લા પUU/ત્તા ? નોયની ! છવ્વી પUUત્તા- સ્થિalગાવ અદ્ધા સમ એ વચન છઇં. તેહનું નિરૂપચરિત વ્યાખ્યાન ઘટઇં. અનઇ વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાદ્રવ્ય ન કહીઇ. તો ગતિસ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઇ ધમધમ્મકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઇં. અનઇ એ અર્થ યુક્તિગ્રાહય છઇ. તે માટઇ કેવલ આજ્ઞા ગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઇ ? II ૧૦-૧૨ | વિવેચન- નિશ્ચયનયની પ્રધાનદૃષ્ટિવાળા કેટલાક આચાર્યો પૂર્વ ગાથામાં સમજાવ્યું તેમ કાળ એ પારમાર્થિકદ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર હોવાથી ઉપચરિતદ્રવ્ય છે. આમ કહે છે. જ્યારે બીજા કેટલાક આચાર્યો કે જે વ્યવહારનયની પ્રધાન દૃષ્ટિવાળા છે. તેઓ કાળ એ પણ એક સ્વતંત્રદ્રવ્ય છે. પારમાર્થિકદ્રવ્ય છે. આમ કહે છે. તે માન્યતા ગ્રંથકારશ્રી સમજાવે છે. बीजा आचार्य इम भाषई छई- जे ज्योतिश्चक्रनइं चारइं परत्व अपरत्व नव पुराणादि भावस्थिति छइं. तेहy अपेक्षाकारण मनुष्यलोकमां कालद्रव्य छइं, अर्थनई विषई. सूर्यक्रियोपनायकद्रव्य चारक्षेत्रप्रमाण ज कल्पवू घटइं, ते माटइं-एहवं कालद्रव्य कहिइं. तो ज श्रीभगवतीसूत्रमाहि- "कइणं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! छद्दव्वा पण्णत्ताधम्मत्थिकाए जाए अद्धासमए" ए वचन छइ. तेह- निरूपचरित व्याख्यान घटइं. બીજા કેટલાક આચાર્યો કાળને પારમાર્થિક દ્રવ્ય કહે છે પણ ઉપચરિતદ્રવ્ય કહેતા નથી. તેઓનું કહેવું એવું છે કે અઢીદ્વીપ પ્રમાણ જે મનુષ્યલોક છે તેમાં સૂર્યચંદ્ર આદિ જ્યોતિશ્ચક્ર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મેરૂપર્વતને પ્રદક્ષિણા કરતા ફર્યા કરે છે. તેથી તેને ચરજ્યોતિષ કહેવાય છે. તેના કારણે રાત્રિ-દિવસ, માસ, પક્ષ, અને વર્ષ વિગેરે કાળના વિભાગો બને છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે- એપ્રક્ષા नित्यगतयो नृलोके ४-१४ । तत्कृतः कालविभागः ४-१५ । (PI) ૧૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ઢાળ-૧૦ : ગાથા-૧૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા પ્રથમ જન્મેલાને પરત્વ (મોટાપણું), પાછળ જન્મેલાને અપરત્વ (નાનાપણું), પ્રથમ આવેલી વસ્તુમાં પુરાણત્વ (જુનાપણું) અને પાછળથી આવેલી વસ્તુમાં નવત્વ (નવાપણું) ઇત્યાદિ વ્યવહારો પણ જગતમાં થાય છે. તેથી જેમ ગતિ-સ્થિતિ પર્યાયો જીવ-પુગલદ્રવ્યના પોતાના છે. પરંતુ તેમાં અપેક્ષાકારણ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય છે. તેવી જ રીતે જીવ-પુદ્ગલોમાં થતા પરત્વ-અપરત્વ-નવત્વ અને પુરાણત્વ વિગેરે ભાવોની (પર્યાયોની) પરિસ્થિતિ જે થાય છે. તે જીવ-પુગલદ્રવ્યના પોતાના જ પર્યાયો છે. પરંતુ તેમાં અપેક્ષા કારણરૂપે આ કાલદ્રવ્ય છે. અને તે મનુષ્યલોકમાં જ છે. પરત્વ-અપરત્વ આદિ પર્યાયો જીવ-પુગલમાં જ થાય છે. તેમાં અપેક્ષાકારણ આ કાળદ્રવ્ય છે. મનડું વિષણું = જીવ-પુદ્ગલ આદિ અર્થો (પદાર્થો) સમસ્ત ચૌદ રાજલોકવ્યાપી ભલે છે. પરંતુ સમસ્તલોકવ્યાપી એવા પણ જીવ-પુગલ આદિ અર્થોને વિષે (પદાર્થોને વિષે) નવા-જુનાપણાના પર્યાયોમાં અપેક્ષાકારણરૂપે સિદ્ધ થતું અને સૂર્યાદિની ગતિક્રિયાના ઉપનાયકપણે (આધારપણે) સાબીત થતું જે દ્રવ્ય છે. (એટલે કે જે કાળ દ્રવ્ય છે) તે “ચારક્ષેત્રપ્રમાણ” એટલે કે અઢીદ્વીપ પ્રમાણ જ માનવું જોઈએ. સહાય લેનારાં જીવપુદ્ગલ દ્રવ્યો ભલે સમસ્ત લોકમાં હોય, પરંતુ સહાય આપનારૂ અપેક્ષાકારણભૂત આ કાલદ્રવ્ય તો ચારક્ષેત્ર પ્રમાણ જ છે. તે માટે આવું એક કાલદ્રવ્ય પણ અવશ્ય સ્વીકારવું જોઈએ. માનવું જ જોઈએ. પરત્વ-અપરત્વ આદિ પર્યાયોમાં અપેક્ષાકારણભૂત એવું આ કાલદ્રવ્ય સ્વીકારો તો જ શ્રી ભગવતી સૂત્રમાં જે છ દ્રવ્યો કહ્યાં છે. તે પાઠનું વચન સંગતિને પામે. ત્યાં કહ્યું છે કે હે ભગવાન્ ! દ્રવ્યો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યો કહેલાં છે. “૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ઈત્યાદિથી આરંભીને યાવત્ કાળદ્રવ્ય સુધીનાં છ દ્રવ્યો છે” આ શાસ્ત્ર વચન તો જ પ્રમાણ ગણાય, તો જ સંગત થાય કે જો આપણે કાળ દ્રવ્યને પણ અપેક્ષાકારણરૂપે વાસ્તવિક દ્રવ્ય સ્વીકારીએ તો. તે માટે તે કાળદ્રવ્યનું દ્રવ્યપણે જે વ્યાખ્યાન (વિધાન-કથન) છે. તે નિરૂપચરિત દ્રવ્યપણે જ કથન ઘટે છે. માટે છએ દ્રવ્યોને પારમાર્થિકપણે જ દ્રવ્ય તરીકે સ્વીકારવાં જોઈએ. ઉપચારથી દ્રવ્ય માનવાની જરૂર નથી પરંતુ નિરુપચરિત વાસ્તવિક–પારમાર્થિક દ્રવ્ય છે. अनइं वर्तनापर्यायनुं साधारण अपेक्षाद्रव्य न कहीइं, तो गतिस्थित्यवगाहनासाधारणापेक्षाकारणपणइं धर्माधर्माकाशास्तिकाय सिद्ध थया, तिहां पणि अनाश्वास आवइं. अनइं ए अर्थ युक्तिग्राह्य छइ, ते माटई केवल आज्ञाग्राह्य कही, पणि किम સંતોષ થરાખું ? ૨૦-૨૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-૧૦ : ગાથા-૧૩. ૫O દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપર સમજાવ્યા પ્રમાણે પરત્વ-અપરત્વ નવત્વ પુરાણત્વ આદિ જે પર્યાયો જીવપુગલદ્રવ્યોના છે. તે પર્યાયોની વર્તમાનું કોઈ ને કોઈ દ્રવ્ય અપેક્ષાકારણરૂપે હોવું જ જોઈએ. તેથી અપેક્ષાકારણ સ્વરૂપે ધર્માદિ દ્રવ્યોની જેમ જ કાલદ્રવ્ય પણ નિરૂપચરિતદ્રવ્ય છે. આમ સિદ્ધ કર્યું. તે ન માનીએ તો શું દોષ આવશે ? તે સમજાવે છે કે સર્વે પણ જીવ-પુગલદ્રવ્યોનું જુદા-જુદા પર્યાયોમાં વર્તવાસ્વરૂપ વર્તનાપર્યાયનું સાધારણપણે અપેક્ષાકારણ સ્વરૂપે (કાળદ્રવ્ય જેવું) જો કોઈદ્રવ્ય ન માનીએ તો પછી ગતિ-સ્થિતિ અને અવગાહના પર્યાયોમાં પણ સાધારણપણે અપેક્ષાકારણરૂપે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય દ્રવ્ય જે પહેલાં સિદ્ધ કર્યા, સમજાવ્યાં, ત્યાં પણ અવિશ્વાસ થઈ જાય. કારણકે વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણભૂત કાળદ્રવ્યને ન માનવું અને ગત્યાદિમાં અપેક્ષાકારણભૂત ધર્માદિદ્રવ્યને માનવું આ ઉચિત નથી. ન્યાય નથી. એકને ન માનો તો બીજા સ્થાને પણ અવિશ્વાસ આવે જ. ધર્માદિ બીજા ત્રણ દ્રવ્યોને માનવામાં પણ અવિશ્વાસ ઉત્પન્ન થાય. તેથી અમારી આ વાત યુતિગ્રાહ્ય છે અર્થાત્ યુતિ યુક્ત છે. ગત્યાદિમાં અપેક્ષાકારણરૂપે જેમ ધર્માદિદ્રવ્યો છે. તેમ જ વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણપણે કાળદ્રવ્ય છે. તે માટે કાળદ્રવ્ય નિરૂપચરિતદ્રવ્યપણે સિદ્ધ થાય છે આ રીતે યુક્તિથી