________________
ઢાળ-૯ ઃ ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
एकठामई ज प्रत्यक्षथी दीसई छई. परस्पर परिहारई किहाई प्रत्यक्षसिद्ध नथीं, तो ए विरोधनो ठाम किम होइ ?
૩૭૦
ઉપરોક્ત શંકા કરતા તે શિષ્યને ગુરુજી જે ઉત્તર કહે છે તે ઉત્તર આ પ્રમાણે છે– શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ અનુક્રમે જળમાં અને અગ્નિમાં પરસ્પર પરિહારપણે દેખેલા છે. એટલે કે શીતળતા જળમાં છે ત્યાં ઉષ્ણતા નથી. અને ઉષ્ણતા અગ્નિમાં છે ત્યાં શીતળતા નથી. તેથી આ બે ગુણધર્મો એક બીજાના પરિહારમાં (અભાવમાં) જ વર્તે છે આવું પ્રત્યક્ષ નજરોનજર દેખાય છે. તેથી તેનડું - તે બન્નેને એટલે કે શીતસ્પર્શને અને ઉષ્ણસ્પર્શને એક જ સ્થાને ૩પસંહારૂં સાથે રહે છે. આમ કહીએ તો વિરોધ કહેવાય. જે બે વસ્તુ સાથે નથી જ રહેતી એવી પરસ્પર વિરોધી બે વસ્તુને એકસ્થાને સાથે રહે છે. આમ જો કહીએ તો જરૂર વિરોધદોષ આવે.
=
=
=
हां तो પરંતુ અહીં તો ત્રણે લક્ષણો સર્વ સ્થાનોમાં એકસાથે રહેતા પ્રત્યક્ષપ્રમાણથી દેખાય જ છે. ક્યાંય પણ પરસ્પર પરિહારે (એકબીજાને છોડીને) રહેતા હોય એવું પ્રત્યક્ષસિદ્ધ દેખાતું નથી. અર્થાત્ ઉત્પાદને છોડીને એકલો વ્યય કે ધ્રુવ હોય, અથવા વ્યયને છોડીને એકલો ઉત્પાદ કે ધ્રુવ હોય, અથવા ધ્રુવને છોડીને એકલો ઉત્પાદ કે વ્યય હોય આવું કોઈ પણ પદાર્થમાં કોઈ પણ સ્થાને કે કોઈ પણ કાલે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતું નથી. બલ્કે બધે જ ત્રણે સાથે રહેલા જ જણાય છે. શીતઉષ્ણ સ્પર્શ સાથે નથી જણાતા. તેથી ત્યાં વિરોધ આવે. પરંતુ ઉત્પાદાદિ ત્રણે લક્ષણો તો સર્વત્ર વ્યાપકપણે સાથે જ રહેલા જણાય છે. તેથી ત્રણ લક્ષણોને સાથે માનવામાં તમે કહેલા એવા આ વિરોધદોષનું સ્થાન અહીં કેમ હોય ? અર્થાત્ ત્રણ લક્ષણો સાથે
માનવામાં કોઈ પણ જાતનો વિરોધ દોષ આવતો નથી જ.
अनादिकालीन एकान्तवासनाइं मोहितजीव एहोनो विरोध जाणई छई. पणिपरमार्थइं विचारी जोतां विरोध नथी. समनियतताइं प्रत्यय ज विरोध भंजक छइ.
॥ ૧-૨ II
આ જીવમાં અનાદિકાળથી ઘર કરીને બેઠેલી “એકસ્થાનમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ન જ રહે” આવા પ્રકારની ભૂલ ભરેલી ભ્રમણા, તથા મિથ્યાર્દષ્ટિ એવા અન્ય અન્ય દર્શનકારોનો સહવાસ, તથા તેઓના અનુયાયીઓનો નિરંતર પરિચય, અને તેઓનાં એકાન્તવાદ પ્રતિપાદક શાસ્ત્રોનો જ નિરંતર અભ્યાસ ઇત્યાદિ કારણોથી “વસ્તુ કાં તો નિત્ય જ હોય અથવા કાં તો અનિત્ય જ હોય પરંતુ બન્ને સાથે ન જ હોય” આવા પ્રકારની બુદ્ધિમાં ઠસી ગયેલી એકાન્તપક્ષની વાસનાથી પરાધીન થયેલો અને મોહાન્ધ