________________
ઢાળ-૯ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૩૬૯ ત્રિકાલાબાધિત છે. સર્વત્ર વ્યાપક છે. સર્વજ્ઞ તીર્થકર ભગવન્તો વડે સર્વત્ર આ ત્રિપદી જણાયેલી છે દેખાયેલી છે. અને જાણ્યા-દેખ્યા પછી પ્રરૂપણા કરાયેલી છે. પરંતુ કલ્પના કરીને બતાવેલી નથી. અથવા તેઓ આવી માન્યતા ધરાવે છે. તેવું નથી.
उत्पाद १. व्यय २. ध्रुव ३. ए ३ लक्षणो षट् द्रव्यनो समय समय परिणाम छइ
ઉત્પાદ-વ્યય અને ધ્રુવ આ ત્રણે લક્ષણો છએ દ્રવ્યોનો સમયે સમયે પરિણામ છે. છએ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય એવું નથી અને કોઈ પણ સમય એવો નથી કે જે સમયે તે છએ દ્રવ્યમાં આ ત્રણ લક્ષણો ન હોય. ત્રણમાંથી એકાદ-બે હોય અને શેષ એકાદ-બે ન હોય એવું પણ ક્યારે ય બનતું નથી. સર્વત્ર સર્વદા ત્રણે લક્ષણો હોય જ છે. માટે જ ત્રિપદી વ્યાપક છે. પૂર્વ પૂર્વ પર્યાયથી સર્વે પણ દ્રવ્ય વ્યય પામે છે. ઉત્તર ઉત્તર પર્યાયથી સર્વે પણ દ્રવ્ય ઉત્પાદ પામે છે. અને છતાં તે તે દ્રવ્ય પોતાના દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ છે. મણકાઓની બનેલી ૧ માળા, ગણતી વખતે મણકાને આશ્રયી એક જાય છે અને બીજો આવે છે. પરંતુ માળાને આશ્રયી તો તેની તે જ માળા ગણાય છે.
શ્રોફ દ ને- “નિહાં-૩૯-૦થપણું, તિહાં યુવા નહીં,” “નિહાં ध्रुवपणुं, तिहां उत्पाद-व्यय नहीं" एहवो विरोध छइ. तो ३ लक्षण एक ठामि किम होइ ? तेम ३ लक्षण एकठामि न हुआं जोइइ."
અહીં કોઈક શિષ્ય પ્રશ્ન કરશે. અર્થાત્ આવું કહેશે કે “જ્યાં જ્યાં ઉત્પાદવ્યયપણું (અનિત્યપણું) હોય, ત્યાં ત્યાં ધ્રુવપણું (નિત્યપણું) નથી. અને “જ્યાં જ્યાં ધ્રુવપણું છે. ત્યાં ત્યાં ઉત્પાદ વ્યયપણું નથી” કારણકે આ ત્રણેનો પરસ્પર વિરોધ છે. જેમ કે જે માતા હોય તે વધ્યા કેમ હોય ? અને જે વધ્યા હોય તે માતા કેમ હોય?
જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેમ હોય ? અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર કેમ હોય ? પરસ્પર વિરોધ છે. તેમ જ્યાં અનિત્યતા હોય, ત્યાં નિત્યતા ન હોય અને જ્યાં નિત્યતા હોય, ત્યાં અનિત્યતા ન હોય. આવો વિરોધ દોષ ત્રિપદીમાં આવે છે. તેથી ત્રણે લક્ષણો એક જ સ્થાનમાં કહો તો ખરા, કે કેમ હોય ? તેમ = તે રીતે વિચારતાં આ ૩ લક્ષણ એકસ્થાને એક કાળે ન હોવાં જોઈએ. ત્રણે લક્ષણો એકસ્થાને સાથે હોય આવી જૈનોની વાત યુક્તિસંગત નથી. પરંતુ પરસ્પર વિરોધી છે. આમ કોઈ શિષ્ય શંકા કરે છે.
तेहनई कहिई जे-शीत उष्ण स्पर्श, जल अनलनई विषई परस्परइं परिहारइं दीठा छइं. तेहनई एक ठामइं उपसंहारई विरोध कहिइं. इहां तो ३ लक्षण सर्वत्र