________________
૩૬૮ ઢાળ-૯ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જેઓને તમારી આજ્ઞા ઉપર અત્યન્ત દ્વેષ હોય છે. તે જ આવું એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય બોલે છે. તેઓનું બોલવું યુક્તિરિક્ત હોવાથી પ્રલાપરૂપ (બબડવા તુલ્યો છે. સામાન્ય લોકોને અનિત્ય તરીકે ભાસતા દીપકના અને નિત્ય તરીકે ભાસતા આકાશનો ઉલ્લેખ કરીને, તથા ત્યાં સુધીના તમામ પદાર્થો આમ કહીને સઘળા પણ પદાર્થો નિત્યાનિત્ય છે. આવો આશય કર્તાનો છે. ll૧૩જા ઉત્પાદ વ્યય ધ્રુવ પણઈ, કઈ સમય સમય પરિણામ રે ! પદ્રવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે .
જિન વાણી પ્રાણી સાંભળો | ૯-૨ || ગાથાર્થ– છએ દ્રવ્યોમાં સમયે સમયે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યપણાનો પરિણામ છે જ. આ વાત પ્રત્યક્ષથી દેખાય જ છે. તેથી તેમાં કંઇ પણ વિરોધનું સ્થાન નથી. / ૯-૨ ||
ટબો- એક જ ભાવ વિવરીનઈ કહઈ છઈ. ઉત્પાદ ૧, વ્યય ૨, ધ્રુવ ૩ એ ૩ લક્ષણો ષટુ દ્રવ્યનો સમય સમય પરિણામ છઈ
કોઈ કહચઇ જે- “જિહાં ઉત્પાદ વ્યયપણું, તિહાં ધ્રુવપણું નહીં, જિહાં ધ્રુવપણું, તિહાં ઉત્પાદ-વ્યય નહીં એવો વિરોધ છઈ. તો ૩ લક્ષણ એક કામિ કિમ હોઈ ? તેમ-૩ લક્ષણ એકઠામિ ન હુઆં જોઈઈ.” તેહનાઇ કહિઈ જે-શીત ઉષ્ણસ્પર્શ જલ અનલનઇ વિષઇ પરસ્પરઇ પરિહારધં દીઠા છઇં, તેહનઇં એક ઠામઇ ઉપસંહાર વિરોધ કહિછે.
ઇમાં તો-૩ લક્ષણ સર્વત્ર એકઠામઇ જ પ્રત્યક્ષથી દીસઇ છઇં. પરસ્પરપરિહારધં કિહાંઇ પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ વિરોધનો ઠામ કિમ હોઇ ? અનાદિકાલીન
એકાન્તવાસનાઇ મોહિતજીવ એહોનો વિરોધ જાણઈ છઈ. પણિ-પરમાર્થઈ વિચારી જોતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિરોધ ભંજક છઈ. I ૯-૨ II
વિવેચનદ ન ભાવ વિવરીનહું હરે છ– “ત્રણે કાળના સર્વે પદાર્થો ત્રિપદીમય જ છે” આ જ ભાવાર્થ હવે વિસ્તાર કરીને ગ્રંથકારશ્રી કહે છે. ભૂત-ભાવિ કે વર્તમાનમાં ક્યારેય પણ એવું બન્યું નથી બનતું નથી અને બનશે નહી, કે આ સર્વે પદાર્થોમાંનો કોઈ એક પદાર્થ પણ આ ત્રિપદીવાળો ન હોય. આ ત્રિપદીની મહોરછાપ