________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૩
૩૭૫
પરમાણુ આદિ દ્રવ્યોમાં પણ વર્ણાદિના રૂપાન્તરો હોવાથી ઉત્પાદ-વ્યય છે જ, તથા પરમાણુઓ પણ કાળાન્તરે અનેક અણુઓ સાથે ભળ્યા છતા જુદા જુદા સ્કંધોરૂપે પરિણામ પામે જ છે. માટે તેમાં પણ ઉત્પાદવ્યય છે જ. તથા આકાશાદિ દ્રવ્યોમાં પણ અવગાહકદ્રવ્યના સંયોગ-વિયોગ દ્વારા ઉત્પાદવ્યય છે જ. તથા ઘટપટ આદિ સ્થૂલદ્રવ્યોમાં તે તે આકારે ઉત્પાદ-વ્યય હોવા છતાં પણ મૂલ પદાર્થ રૂપે ધ્રુવતા પણ અવશ્ય અંદર રહેલી જ છે. માટે ૩ લક્ષણોવાળુ જ દ્રવ્ય સર્વત્ર દેખાય છે એક એક લક્ષણવાળું કે બે લક્ષણોવાળું દ્રવ્ય ક્યાંય પણ દેખાતુ નથી. અને તેવું છે પણ નહીં.
जे मार्टि જે માટે ઘટાકાર અને મુકુટાકારઆદિ ભિન્ન ભિન્ન આકારોને (પર્યાયોને) ન સ્પર્શનારૂ કેવળ એકલું સુવર્ણદ્રવ્ય છે જ નહીં, કે જે એક (એકલી) ધ્રુવ (ધ્રુવતા) સિદ્ધ થાય. અર્થાત્ જો ઘટાકારતાના વ્યયને અને મુકુટાકારતાની ઉત્પત્તિને ન સ્પર્શનારૂં કેવલ એકલું સુવર્ણદ્રવ્ય હોય, તો કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થાત. પરંતુ તેમ નથી. ઘટાકારને અને મુકુટાકારને ન સ્પર્શનારૂં દ્રવ્ય નથી. કોઈને કોઈ આકારવાળું જ સુવર્ણદ્રવ્ય છે. અને આકારોવાળું હોવાથી આકારો પલટાયે છતે ઉત્પાદ-વ્યયવાળું પણ છે જ. માટે કેવલ એકલી ધ્રુવતા સિદ્ધ થતી નથી. (તથા) ધ્રુવતાની પ્રતીતિ પત્નિ છફ = તથા વળી સુવર્ણપણે ધ્રુવતા તે દ્રવ્યમાં (સાપેક્ષપણે) અવશ્ય પ્રતીત પણ થાય જ છે. તે માટે સુવર્ણપણે ધ્રુવતા પણ છે જ. ફક્ત એકલી ધ્રુવતા નથી પરંતુ ઉત્પાદ-વ્યય સાપેક્ષ એવી ધ્રુવતા છે. તેથી તત્ત્વાર્થસૂત્રકારે કરેલું નિત્યનું લક્ષણ જ સાચું છે. નૈયાયિક વૈશેષિકોએ કરેલું નિત્યનું લક્ષણ સાચું નથી. તે બન્નેના લક્ષણની ચર્ચા આ પ્રમાણે છે—
ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન આદિ દર્શનકારો સાપ્રતિયોગિત્યું નિત્યસ્ય નક્ષળમ્ કહે છે. જે પદાર્થ ભાવિકાળે થનારા સનો અપ્રતિયોગી હોય તે નિત્ય કહેવાય છે. અર્થાત્ જેનો ભાવિમાં નાશ ન થવાનો હોય તે નિત્ય. જેમ કે પરમાણુ-જીવ અને આકાશ આદિ પદાર્થો. પરંતુ આ પદાર્થો પણ માત્ર દ્રવ્યરૂપે જ નાશ નથી પામવાના, પર્યાયરૂપે (પરિવર્તનરૂપે) તો આ દ્રવ્યો પણ પ્રતિક્ષણે નાશ પામે જ છે. કોઈ પણ દ્રવ્ય એવું નથી કે જે પૂર્વોત્તર પર્યાયરૂપે નાશ અને ઉત્પાદ ન પામતું હોય, તેથી નાશ ન જ પામે (ધ્વંસ ન થાય) એવું કોઈ દ્રવ્ય છે જ નહીં. સર્વે પણ દ્રવ્યો જેમ ધ્રુવ છે તેમ ઉત્પાદવિનાશશાલી પણ છે જ. આ કારણથી તૈયાયિકનું આ લક્ષણ અસંભવ દોષવાળું છે. તેથી મિથ્યા છે.