SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ ઢાળ-૧૭ : ગાથા૧-૨ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પાતચાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં, જયવાદ રૂપ જે જસ, તે પ્રત્યે પામ્યો, વિજ્યવંત છે. અનેકગુણે કરી ભર્યો છે. I ૧૭-૨ | વિવેચન- હવે આ ગ્રંથ રચનાર પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી ક્યારે થયા ? કયા આચાર્ય મહારાજશ્રીઓની પાટ પરંપરામાં થયા ? ઈત્યાદિ પોતાની પાટપરંપરા જણાવે છે– हिवइ आगली ढालें परंपरागत मार्गनी प्ररूपणा द्वारे कोणे ए जोड्यो ? केहा आचार्यनी वारे ? ते कहइ छइ तपगच्छ रूप जे नंदनवन, तेमांहे सुरतरु सरिखो प्रगट्यो छे. श्रीहीरविजयसूरीश्वर, ते केहवा छे ? सकल सूरीश्वरमां जे सोभागी छे, सौभाग्यवंत छ. "सुभगाओ सव्वजणइटो" इति वचनात्. जिम ताराना गणमां चंद्रमा शोभे, तिम सकल साधु સમુલાયમદે લોધ્યમાન છે. વરસાત્ સૂરમનારાધવાન્ | ૨૭-૨ | " હવે આગલી ઢાળમાં એટલે કે (હવે કહેવાતી) આ ૧૭મી ઢાળમાં સુધર્માસ્વામિજીથી અનેક આચાર્યોની પાટ પરંપરાથી આવેલા એવા આ દ્રવ્યાનુયોગના માર્ગને અને અર્થથી વીતરાગ પરમાત્માએ જણાવેલા એવા આ દ્રવ્યાનુયોગના વિષયને (માર્ગને) જણાવતો એવો આ ગ્રંથ શુદ્ધનયમાર્ગની પ્રરૂપણા કરવા દ્વારા કોણે (કયા મુનિએ) જોડ્યો ? (બનાવ્યો-રચ્યો) તથા તે મુનિએ કયા આચાર્યના શાસનકાળમાં આ ગ્રંથ રચ્યો ? તે વાત કહે છે. તપાગચ્છ” નામનો જૈન મુનિઓનો પ્રસિદ્ધ એવો જે ગચ્છ છે. તે ગચ્છ નંદનવન જેવો રમણીય છે. જેમ નંદનવનમાં આનંદકારક, સુખદાયક અને મનની પ્રીતિને કરનારી વિવિધ હરિયાળી હોય છે. તેમ તપાગચ્છમાં આનંદ અને સુખદાયક શુદ્ધ ચારિત્ર પાળનારા, મનની પ્રસન્નતાને કરનારા અનેક આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ થયા છે. તે રૂપી હરિયાળીથી ભરેલો આ ગચ્છ નંદનવન તુલ્ય છે. તે ગચ્છમાં કલ્પવૃક્ષની સરખા શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા થયા કે જેઓનો જન્મ પાલનપુરમાં અને સ્વર્ગગમન ઉનામાં(સૌરાષ્ટ્રમાં) થયેલ છે. મહાપ્રતિભાવાળા, તેજસ્વી, ચારિત્ર સંપન્ન અને ગૌરવશાલી આ આચાર્ય હતા. તે આચાર્ય કેવા હતા ? તે કાલે વિદ્યમાન એવા અનેક સુરિવારોમાં આ આચાર્ય મહારાજશ્રી અતિશય સોભાગી હતા. સોભાગી એટલે સૌભાગ્યવાળા હતા. સૌભાગ્યશાલી તેને કહેવાય કે જે સર્વ માણસોને પ્યારો લાગે. સર્વે લોકો જેના તરફ પ્રેમભાવથી, બહુમાનના ભાવથી અને પૂજ્યપણાના ભાવથી જુએ તેવું વિશિષ્ટ પુણ્ય જેનું હોય છે. તે સૌભાગ્યશાળી
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy