________________
ઢાળ - સત્તરમી
તપગચ્છ નન્દન સુરત, પ્રકટિઓ હીરવિજય સૂરિંદો ! સકલ સૂરિમાં જે સોભાગી, ક્રિમ તારામાં ચંદો રે |
હમચડી || ૧૭-૧ | તાસ પાર્ટિ વિજયસેનસૂરીસર, જ્ઞાનરયણનો દરિયો | સાહિ સભામાં જે જસ પામિયો, વિજ્યવંતગુણ ભરિયોજે
હમચડી ને ૧૭-૨ // ગાથાર્થ– “તપગચ્છ” રૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ” તુલ્ય એવા શ્રીહીરવિજયસુરિજી થયા કે જેઓ સર્વે સૂરિઓમાં સૌભાગ્યશાળી હતા. જેમ તારાઓમાં ચંદ્રમા છે. તેમ. | ૧૭-૧ |
તેઓની પાટે શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ. થયા કે જેઓ જ્ઞાનરૂપી રનના મહાસાગર હતા. ગુણથી ભરેલા જેઓ બાદશાહની સભામાં વિજયવાળા થઈને યશને પામ્યા. || ૧૭-૨ |
ટબો- હિવઈ આગલી ઢાલે પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કોણે એ જોયો? કેહા આચાર્યની વારે ! તે કહઈ છઈ- તપગચ્છરૂપ જે નંદનવન, તે માંહે સુરત) સરિખો પ્રગટ્યો છે. શ્રીહીરવિજયસૂરીશ્વર. તે કેહવા છે ? સકલ સૂરીશ્વરમાં જે સોભાગી છે. સૌભાગ્યવંત છે. “સુમારે બ્રશ તિવાદનાત્,
- જિમ તારાના ગણમાં ચંદ્રમા શોભે, તિમ સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. સ્માત્ ? સૂરિપન્નાથવાતું. ૨૭-૨ |
તાસ પાટે, તેહનો પટ્ટપ્રભાકર, શ્રીવિજયસેનસૂરીશ્વર, આચાર્યની છબીશ છત્રીશઇ વિરાજમાન, અનેકજ્ઞાનરૂપ જે રત્ન, તેહનો અગાધ સમુદ્ર છે. “સાહિ” તે