________________
ઢાળ – સોળમી
આતમ આર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી । ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી । મિથ્યાર્દષ્ટિનઇ એહમાં મતિ મુંઝાણી । સમ્યગ્દષ્ટિને લાગે સાકરવાણી ।। ૧૬-૧ 11
ગાથાર્થ- આત્માર્થી જીવોના ઉપકાર અર્થે આ પ્રમાણે આ ગ્રંથ હૈયામાં ઉત્સાહ લાવીને મેં પ્રાકૃત વાણીમાં (ગુજરાતી ભાષામાં-પ્રકૃતિગત (જન્મસિદ્ધ) ભાષામાં) રચ્યો છે. મિથ્યાદૃષ્ટિ જીવોની આ ગ્રંથમાં મતિ મુંઝાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિજીવોને આ ગ્રંથ સાકર જેવી મીઠી વાણીવાળો હોય તેમ લાગે છે. ॥ ૧૬-૧ ||
ટબો- હવે શિષ્ય પ્રશ્ન કર ં છ, જે હે સ્વામિ ! એહવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો, તો પ્રાકૃતવાણીû કિમ ગ્રન્થ કીધો ? ગુરુ કહે છે. પ્રશ્નોત્તરપ્રત્યે, આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરૂચિ, અત વ-મોક્ષાર્થિને અર્થિ-અર્થે, એ મેં પ્રાકૃતવાણીû રચના કીધી છઈં, સમ્યક્ પ્રકારે બોધાર્થે, યત: જાવં
गीर्वाणभाषासु, विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् ।
यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ पुनरपि
बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाङ्क्षिणाम् ।
અનુપ્રજ્ઞાર્થ તત્વજ્ઞ, સિદ્ધાન્તઃ પ્રાત: તઃ ॥ ફ્ ॥
प्रकृतिः संस्कृतम् तस्माद् भवम् प्राकृतम् इति व्युत्पत्तिः
મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, સમક્તિદૃષ્ટિને એ સાકર વાણી = સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી વાણી છઇ. મિથ્યાત્વી તે રોગસહિત છઇ, તેહને રોગકારી, રુચિવંતને હિતકારી. || ૧૬-૧ |
વિવેચન– આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસની રચના” કેવી છે ? તે વિષે
ગ્રંથકારશ્રી કેટલીક વાત આ સોળમી ઢાળમાં સમજાવે છે.