SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ ઢાળ-૧૧ : ગાથા-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– સર્વે પણ દ્રવ્યોમાં પોત પોતાના રૂપાન્તરોમાં (ભિન્નભિન્ન પર્યાયોમાં) પરિણમવાપણાની જે શક્તિ અવસ્થિત (રહેલી) છે. તે ભવ્ય સ્વભાવ જાણવો. અને પરભાવની સાથે ત્રણે કાળ મળવા છતાં (સાથે મળીને રહેવા છતાં) પર રૂપે જે અભવન (ન થવાપણું) છે. તે અભવ્યસ્વભાવ છે. ભવ્ય સ્વભાવ માન્યા વિના કૂટકાર્યોને યોગે (સર્વે કાર્યો-પર્યાયો જુઠા થવાના કારણે) શૂન્યભાવ પ્રાપ્ત થાય. અને અભવ્યસ્વભાવ માન્યા વિના અન્યદ્રવ્યના સંયોગે દ્રવ્યાન્તરતા થઈ જાય. ૧૧-૧૧ // ટબો- અનેક કાર્યકરણશક્તિક જે અવસ્થિત દ્રવ્ય છઈ. તેહનઈ ક્રમિક વિશેષાન્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય-ભવ્યસ્વભાવ કહિઈ. ત્રિહું કાલિ પરદ્રવ્યમાંહિ મિલતાં પણિ પરસ્વભાવઈ ન પરિણમવું તે અભવ્યસ્વભાવ કહિઈ. अन्नोन्नं पविसंता, देंता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं, सगसगभावं ण वि जहंति । ભવ્યસ્વભાવ વિના, ખોટા કાર્યનઇ યોગઇ શૂન્યપણું થાઈ. પરભાવઇ ન હોઈ. અનઇ સ્વભાવઈ ન હોઈ, તિવારે ન હોઈ જ, અનઇ અભવ્યસ્વભાવ ન માનિઇ તો દ્રવ્યનાઇ સંયોગઇ દ્રવ્યાાપણું થયું જોઈઈ. જે માટે ધર્માધર્માદિકનઈ જીવ-પુષ્ણલાદિકન એકાવગાહનાવગાઢ કારણઈ કાર્યસંકર, અભવ્યસ્વભાવઇ જ ન થાઇ. તdદ્ધવ્યનઈ તત્તત્કાર્યક્ષેત્તાકલ્પન પણિ અભવ્યત્વસ્વભાવગર્ભ જ છઈ. ___ "आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तकार्योपधायकताशक्तिश्च तथाभव्यता, तथाभव्यतयैवानंतिप्रसङ्ग" इति तु हरिभद्राचार्याः | ૨૨-૨૨ | વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક-અનેક અને ભેદ તથા અભેદ આમ આઠ સ્વભાવો સમજાવીને હવે ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ ગ્રંથકારશ્રી સમજાવે છે. अनेक कार्यकरणशक्तिक जे अवस्थित द्रव्य छइं. तेहनई क्रमिक विशेषान्तराविर्भावई अभिव्यङ्ग्य-भव्यस्वभाव कहिइं. त्रिहुं कालिं परद्रव्यमांहि भिलतां पणि परस्वभावई न परिणमवू, ते अभव्यस्वभाव कहिइं. अन्नोन्नं पविसंता, देंता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिच्चं, सगसगभावं ण वि जहंति ॥
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy