________________
૩૮૨ ઢાળ-૯ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ “ચા” શબ્દ બોલાય કે ન બોલાય તો પણ તું શબ્દના અર્થને અનુસરીને જ વાક્ય પ્રયોગ જાણવો. આમ હોવાથી “JI” સર્પ કાળો છે. આવા પ્રકારનું એક સર્પ વ્યક્તિને આશ્રયી લૌકિકવાક્ય ભલે સામાન્યરૂપે બોલાતું હોય, તો પણ તેમાં થતું શબ્દ લેવાનો છે. કારણ કે જે સર્પને ઉદેશીને આ “કાળો સર્પ” છે આમ કહ્યું. ત્યાં તે એક સર્પ વ્યક્તિમાં પણ પૃષ્ઠાવચ્છેદે જ શ્યામતા છે. એટલે કે ઉપર ઉપર દેખાતી પીઠને આશ્રયીને જ તે સર્પ કાળો છે. પરંતુ નીચે રહેલા ઉદરાવચ્છેદે = ઉદરભાગને આશ્રયીને તો આ સર્પ કાળો નથી પરંતુ ધોળો છે. તેથી જ સર્પ જ્યારે ફણા કરે છે ત્યારે ઉપરથી કાળો દેખાતો સર્પ, ફણાની નીચેના સર્વ ભાગમાં ધોળો સર્વજનને પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી “સર્પ કાળો છે” એ વાક્યનો અર્થ સર્પ કથંચિ કાળો છે. આમ અંદર થાત્ શબ્દનો અર્થ રહેલો છે.
તથા આ જ વાક્ય જાતિને આશ્રયી કદાચ આવા અર્થમાં ક્યારેક બોલાયું હોય કે “સાપ કાળા હોય છે” તો ત્યાં પણ સર્પમાત્રમાં (સઘળી સર્પની જાતિમાત્રમાં) કૃષ્ણતા હોતી નથી. લોકમાં શેષનાગ શુક્લ તરીકે પ્રસિદ્ધ છે. એવી જ રીતે બીજા પણ કોઈ કોઈ સર્પ શુક્લાદિ ઈતર વર્ણવાળા પણ હોઈ શકે છે. સર્પની જાતિમાં ઘણા ખરા સર્પ કાળા હોય છે. તેથી આમ વાક્ય બોલાય છે. પણ બધા જ સર્પ કાળા જ હોય છે આમ સમજવાનું નથી. આ પણ ચાત્ ના અર્થનું જ અનુસરણ થયું.
આ રીતે “MT-” આ વાક્યમાં કૃષ્ણ શબ્દ વિશેષણ છે અને સર્પ શબ્દ વિશેષ્ય છે. એ બન્નેને નિયમિત કરવા માટે અત્ શબ્દ અર્થથી જોડવો જ પડે છે. કૃષ્ણતા પણ સર્વત્ર નથી માત્ર પીઠભાગથી છે. શેષ ભાગથી નથી. આ વિશેષણને પીઠભાગમાં નિયમિત કર્યું. તથા સર્પ પણ બધા જ ન લેવા, પણ શેષનાગાદિ કેટલાક શુક્લસર્પને છોડીને બાકીના જ સર્પ લેવા, આ વિશેષ્યને નિયમિત કર્યું. આ રીતે વિશેષણ અને વિશેષ્યને નિયમિત અર્થમાં લઈ જવા માટે જો લૌકિકવાક્યોમાં પણ
થાત્ શબ્દનું ઉચ્ચારણ કર્યું હોય કે ન કર્યું હોય તો પણ અર્થથી પ્રયોગમાં લેવાય જ છે. તો પછી ત્રિપદી જેવા મહાવાક્યમાં પણ અવશ્ય ચાર શબ્દથી ગર્ભિત જ પ્રયોગ સમજવો જોઈએ. લૌકિક વાક્યો જો સાપેક્ષભાવવાળાં હોય છે તો પછી ત્રિપદીનાં મહાકાવ્યો તો અવશ્ય સાપેક્ષભાવવાળાં જ હોય છે.
આ રીતે શોક પ્રમોદ અને માધ્યસ્થ આમ ત્રણ કાર્યો (બહુકાર્યો) હોવાથી તેના કારણભૂત વ્યય-ઉત્પાદ અને ધ્રૌવ્ય આમ કારણશક્તિ પણ ત્રણ છે. પરંતુ એક જ કાળે એક દ્રવ્યમાં સાથે વર્તે છે એટલે કથંચિત્ એક (અભિન) પણ કહેવાય છે. તે ૧૩૭ છે.