SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૧૨ , ટબો- સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ, પ્રધાનતાઈ પરમભાવ સ્વભાવ કહિઈ, જિમ જ્ઞાનસ્વરૂપ આત્મા. એ પરમભાવ સ્વભાવ ન કહિઈ તો દ્રવ્યનઇ વિષઈ, પ્રસિદ્ધરૂપ કિમ દીકઈ ? અનંતધર્માત્મક વસ્તુનઇ એક ધર્મ પુરસ્કારો બોલાવિઈ, તેહ જ પરમભાવનું લક્ષણ. ૧૧. એ અગ્યાર સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઇ ધારવા. એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ સુયશ વિસ્તારો. II ૧૧-૧૨ || વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, ભવ્ય, અભવ્ય આમ ૧૦ સ્વભાવો સમજાવીને હવે અગ્યારમો પરમભાવ નામનો સામાન્યસ્વભાવ સમજાવે છે. स्वलक्षणीभूत पारिणामिकभाव, प्रधानताई परमभावस्वभाव कहिइं, जिम ज्ञानस्वरूप आत्मा, ए परमभावस्वभाव न कहिइं, तो द्रव्यनइं विषई प्रसिद्ध रूप किम दीजई ? अनंत धर्मात्मक वस्तुनइं एकधर्म पुरस्कारइं बोलाविइं तेह ज परमभाव- लक्षण. ११ વસ્તુમાત્ર અનંતધર્માત્મક છે. સર્વે વસ્તુઓમાં અનંત અનંત ધર્મો છે. અનંત એવા તે સર્વે ધર્મો વડે વસ્તુ ઓળખી-ઓળખાવી શકાતી નથી, સમજી કે સમજાવી શકાતી નથી. અનંતા ધર્મોમાંથી પ્રસિદ્ધ એવા કોઈ પણ એકધર્મ વડે વસ્તુ ઓળખવીઓળખાવવી સુલભ પડે છે. તેમ કરવામાં વિલંબ થતો નથી. પ્રધાન એવા જે ધર્મવડે વસ્તુ ઓળખવી ઓળખાવવી સુલભ પડે છે. તે ધર્મ વસ્તુનું લક્ષણ બની જાય છે. તે સ્વભાવ પરમભાવ સ્વભાવ કહેવાય છે. દ્રવ્યના પોતાના લક્ષણ રૂપે બનેલો જે પરિણામિકભાવ (વસ્તુના સહજ સ્વભાવરૂપે રહેલો પ્રધાન ધર્મ = પરમ ભાવ) છે. તે અનંતધર્મોમાં પ્રધાન હોવાથી તેને “પરમભાવ સ્વભાવ” કહેવાય છે. જેમ કે આત્મા અનંતગુણધર્મો વાળો હોવા છતાં “જ્ઞાનસ્વરૂપ આત્મા” જે કહેવાય છે. એ પરમભાવસ્વભાવ નામનો અગ્યારમો સામાન્ય સ્વભાવ છે. જો આ પરમભાવસ્વભાવ ન માનીએ તો અનંતધર્માત્મક વસ્તુની ઓળખાણ કેવી રીતે કરવી? અનંતધર્માત્મક વસ્તુનું સ્વરૂપ જ્યાં હોય, ત્યાં પ્રસિદ્ધ સ્વરૂપ કોના આધારે અપાય? તે માટે અનંતધર્માત્મક વસ્તુને વિષે પ્રસિદ્ધસ્વરૂપ આપવામાં કારણભૂત એવા એકધર્મને પ્રધાનપણે આગળ કરીને વસ્તુસ્વરૂપ બોલીએ અને બોલાવીએ,
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy