________________
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ગંગાતટે સરસ્વતીની ઉપાસના -
પૂજ્ય શ્રી સિંહસૂરીશ્વરજી મ.સા.ની સૂચના મુજબ, ગુરુવર્ય શ્રી નવિજયજી મહારાજશ્રીએ શ્રી યશોવિજયજીને શાસ્ત્રોક્તવિધિપૂર્વક ગંગાતટે “ એવો સરસ્વતીમંત્ર આપ્યો. જે મંત્રની ૨૧ દિવસ સુધી ગંગાતટે જ સ્થિરાસને બેસીને સાધના કરી, અંતે સરસ્વતીદેવી સાક્ષાત્ પ્રસન્ન થયાં અને યોગ્ય પાત્ર દેખીને તર્કવાદમાં (વાદવિવાદના વ્યવહારમાં) અને કવિત્વશક્તિમાં નિપુણતાનું વરદાન આપ્યું. આ હકીકત તેઓશ્રીએ જ “જંબૂસ્વામી રાસમાં લખી છે. તે આ પ્રમાણે –
શારદે સાર યા કરો, અાપો વચન સુરંગ, તું સુકી મુજ ઉપરે, જાપ કરત ઉપગં. તર્ક કાચનો તઈ તરા, દીઘો વર અભિરામ,
लाषा पशिधरीत्यतर, शाजासभपरिशाभ. ‘૩ૐ' એ પંચ પરમેષ્ઠિ મંત્ર છે. હીં ચોવીસ તીર્થંકર પ્રભુની આરાધનાનો મંત્ર છે. શ્રી લક્ષ્મીદેવીનો મંત્ર છે. “ક્લી” ઈચ્છાપૂર્તિ (કામ)નો મંત્ર છે. તેમ “ સરસ્વતીદેવીની સાધનાનો મંત્ર છે. આ પ્રમાણે સરસ્વતીદેવીની સાધના કરી, તેમને પ્રસન્ન કરી, શુભદિવસે ગુરુજી શ્રી નયવિજયજી મહારાજશ્રીએ પોતાના શિષ્ય પરિવાર સાથે કાશીનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બીરાજમાન ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના-વંદના કરી ઉપાશ્રયમાં સ્થિરતા કરી.
કાશીનો શ્રી જૈન સંઘ તથા ગુજરાતનો શ્રી જૈન સંઘ, તેઓશ્રીની ઋતપાસનાના કાર્યમાં પુરેપુરો સહયોગ આપવા માટે સદા તત્પર હતો.
ભટ્ટારકજી પાસે વિદ્યાભ્યાસ :
છએ દર્શનશાસ્ત્રોના સર્વોચ્ચ વિદ્વાન અને નવ્યાયના પ્રખર પંડિત એવા એક ભટ્ટારકજી પાસે ન્યાયશાસ્ત્રાદિનો અભ્યાસ ચાલુ કર્યો, આ ભટ્ટારકજી ન્યાય - વૈશેષિક, મીમાંસક – ચાર્વાક સાંખ્ય અને બૌદ્ધ આદિ અનેક દર્શન શાસ્ત્રોમાં તથા નવ્ય ન્યાયમાં અતિશય નિષ્ણાત હતા. તેઓની પાસે નિઃશૂલ્કપણે ૭૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. અને તેમને રાજ્ય તરફથી પગાર મળતો હતો. પરંતુ પૂજ્ય યશોવિજયજી મહારાજશ્રીને ભણાવવાનો પ્રતિદિન એક રૂપીયો જૈનસંઘ તરફથી આપવામાં આવતો હતો. તેમાં તેઓ ઘણા ખુશી હતા.
હૃદયની લાગણી અને ખંતપૂર્વક ભટ્ટારકજી એવું સુંદર ભણાવતા અને પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રી એવું સુંદર ભણતા હતા કે બીજા વિદ્યાર્થીઓ જે ન્યાયશાસ્ત્ર અને પદર્શનનાં શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ ૧૧-૧૨ વર્ષમાં સમાપ્ત કરે, તે જ અભ્યાસ શ્રી યશોવિજયજી મ. શ્રીએ ફક્ત ત્રણ જ વર્ષમાં સંપૂર્ણ કર્યો. આ અવસરે એક આવો પ્રસંગ બને છે કે –