SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૩ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે પૂજ્ય યશોવિજયજી મ.શ્રીનું જીવન, નિર્મળ ચારિત્રપાલન કરવા દ્વારા, સતત અનુપમ શ્રુતપાસના કરવા દ્વારા, અને જૈનશાસનની પ્રભાવના કરવા દ્વારા અત્યંત સ્વચ્છ, પવિત્ર અને યશસ્વી બન્યું હતું. ચારે તરફ તેમની વિદ્વત્તાની તથા સ્વચ્છ ચારિત્રની પ્રશંસા થતી હતી. તેઓએ વીશસ્થાનક તપની સુંદર આરાધના કરી હતી. પૂજ્ય આચાર્ય મ. શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ તથા રાજનગરના જૈન સંઘે વિચાર કરીને તેમને ઉપાધ્યાય પદવી આપવાનો નિર્ણય કર્યો પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં પૂ. આ. શ્રી દેવસૂરીશ્વરજી મ. શ્રી કાલધર્મ પામ્યા. શ્રી દેવસૂરીશ્વરજી મશ્રીના પ્રથમ શિષ્ય પૂ. આ. શ્રી સિંહસૂરીશ્વરજી મ. શ્રી તો ૧૭૦૮માં પહેલાં જ કાલધર્મ પામ્યા હતા. તેથી ગચ્છનો બધો ભાર પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ. સા. ઉપર આવ્યો. આ કારણે પૂજ્ય શ્રી યશોવિજયજી મ.શ્રીની ઉપાધ્યાયપદવી વિક્રમ સંવત ૧૭૧૮માં અમદાવાદમાં ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં ધનજી શૂરા આદિ શ્રેષ્ઠિગણ હોતે છતે પૂ. આ. વિજયપ્રભસૂરીશ્વરજી મ. શ્રીના હાથે થઈ. તે વખતે શ્રી જૈન સંઘમાં અપૂર્વ ઉલ્લાસ પ્રવર્તતો હતો. આ ઉપાધ્યાય પદવીને પૂ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ એવી દીપાવી-શોભાવી કે તેઓ ઉપાધ્યાયજી મ.ના નામે જ વધારે પ્રસિદ્ધિ પામ્યા. “ઉપાધ્યાયજી મ. એટલે યશોવિજયજી મ. અને યશોવિજયજી મ. એટલે ઉપાધ્યાયજી મ.” ત્યારપછી આજ સુધી તેમના માટે “ઉપાધ્યાય' એ શબ્દ પદવી માત્ર રૂપે ન રહેતાં તેમના બીજા પર્યાયવાચી નામ રૂપે જ બની ગયો. પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ દિગંબરાચાર્ય શ્રી સમંતભદ્રજીકૃત આતમીમાંસા ઉપર અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ, પતંજલિ ઋષિકૃત યોગસૂત્ર ઉપર વૃત્તિ, મમ્મટ ઋષિકૃત કાવ્યપ્રકાશ ઉપર વૃત્તિ, અને જાનકીનાથ પંડિત શર્માચાર્ય કૃત “ન્યાય સિદ્ધાન્તમંજરી' ઉપર વૃત્તિ લખી છે. આ રીતે અન્યદર્શનકારોના પણ જે ગ્રંથો ઉપયોગી લાગ્યા તેના ઉપર સુંદર સાહિત્યસર્જન કર્યું છે તથા પોતાના રચેલા ગ્રંથોમાં અમુક અમુક સ્થાનોએ યોગવાસિષ્ઠ, ઉપનિષદ્, શ્રીમદ્ભગવદ્ગીતા આદિના આધારો આપ્યા છે. આ બધું જોતાં પોતાના સંપ્રદાયથી પરશાસ્ત્રોમાં પણ જ્યાં જ્યાં હિતકારી તત્ત્વ જણાયું છે તેને વીણવામાં અને વિસ્તારવામાં તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. તેમાં તેમની ઉદારતા અને ગુણગ્રાહી દૃષ્ટિ જ કારણભૂત છે. ધન્ય છે તે મહાત્મા પુરુષને. (૧) તેઓએ શ્રાવકો સામે પણ આગમવાચના આદિ દ્વારા સુંદર અધ્યાપન કરાવ્યું હોય તેમ તેઓશ્રીનું સાહિત્ય જોતાં જણાય છે. સુરતમાં ૧૭૨૨ના ચાતુર્માસમાં રચાયેલી અગીયાર અંગની સક્ઝાયમાં છેલ્લે કળશમાં આવો પાઠ છે - માર બકાઈ મંગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર' માકાળે કઈ સાંભળ્યો રે, વિધિસ્યું અંગ ઈગ્યાર / ૫ w યુગ યુગ સુનિ” વિષ્ણુ વચ્છરે રે, શ્રી જશવજય ઉવાયે સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસય. n ૬ /
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy