________________
૨૪
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (૨) દોઢસો ગાથાનું ભગવાન મહાવીરસ્વામીનું સ્તવન, અમદાવાદમાં ઈગલપુર નામના પરામાં ૧૭૩૩ના ચાતુર્માસમાં દોશી મૂલાના પુત્ર દોશી મેઘાના નિમિત્તે (ઢુંઢીયાના પંથમાંથી મૂર્તિપૂજક બનાવવાના અવસરે) બનાવ્યું હોય તેવો ઉલ્લેખ તે જ સ્તવનમાં સાતમી ઢાળની ત્રીજી અને પાંચમી ગાથામાં જોવા મળે છે –
ઈલપુરમાં રહીય ચોમાસું, ધર્મધ્યાન સુખ પાયાજી, સંવત સત્તર તેત્રીસ વરસે, વિજયદાનો મન ભાયાજી,
વિજયપ્રભસૂરિ સવાચા, વિજય રતન યુવરાયા જી, તસરાજે ભજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયા જી. ૭-૩ દોશી મૂલા સૂત સુવિવેકી, દોશી મેઘા હેતે છે, એક સ્તવન મેં કીધું સુંદર, ચુત અક્ષર સંકેત છે. એ જિનગણ સુરતનો પરિમલ, અનુભવ તો તે લહેગ્રેજી,
ભ્રમર પર જે અરથી હોઈને, ગુણ આ શિર વહેચેજી. ૭-૫ (૩) શ્રી જંબૂસ્વામી રાસની રચના ખંભાતનગરમાં ૧૭૩૯માં થઈ.
ખંભનગરે થયા ચિરિ હર્ષ, જંબૂ રણું ભુવન મુનિ ચંદ' વર્ષે
શ્રી જયવિજય બુથ સુગુર સીસ, કહે અધિક પુરચો મન જઈશ. (૪) સમુદ્રવહાણ સંવાદ = સત્તર ઢાળની લગભગ ૨૮૬ ગાથા રૂપે કાવ્યમય સુંદર આ રચના ઘોઘાબંદરે ૧૭૧૭માં કરેલી છે.
શ્રી નયવિજય વિબુઘતો હો, સીસ ભણો ઉલ્લાસ, એ ઉપદેશ જ રહે, તે પામે સુજસ વિલાસ. હરખિત. n ૧૭-૧૮ લિ' મુનિ સંવત જાણીયે હો, તે જ વર્ષ પ્રમાણ,
ઘોઘા બંદરે એ રચ્યો, ઉપદેશ ચઢશો સુપ્રમાણ. હરખિત. * ૧૭-૧૯ (૫) વિક્રમ સંવત ૧૭૩૭માં પૂજ્ય વિનયવિજયજી મ.શ્રી રાંદેર નગરમાં ચાતુર્માસ હતા. ઘણા જ વયોવૃદ્ધ હતા, રાંદેરના સંઘે “શ્રીપાળરાજાનો' રાસ રચવાની વિનંતી કરી. તેઓએ કહ્યું કે જો આ રાસ કદાચ અધુરો રહી જાય અને શ્રી યશોવિજયજી મ. પુરો કરવાની સમ્મતિ આપતા હોય તો શરૂ કરૂં. આવી વાત થતાં શ્રી યશોવિજયજી મ.શ્રીને રાંદેરના સંઘે ઉપરોક્ત વાત કહી, તેઓશ્રીની સમ્મતિ મળતાં શ્રી વિનયવિજયજી મ.શ્રીએ શ્રીપાળરાજાનો રાસ શરૂ કર્યો. ૭૫૦ ગાથા રચાતાં (ચોથા ખંડનો કેટલોક ભાગ રચાયા પછી) પૂજ્ય શ્રી વિનયવિજયજી મ. શ્રી કાળધર્મ પામ્યા, બાકી રહેલો રાસ રાંદેર જૈન સંઘની વિનંતિથી પૂજ્ય શ્રી યશોવિજયજી મ. શ્રીએ પૂર્ણ કર્યો. છેલ્લે કળશમાં લખ્યું છે કે –