SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ ૪૫૫ તે માટે નિશ્ચયનયથી આ ત્રણે દ્રવ્યો પ્રતિસમયે પરિણામી જ છે. અપરિણામી નથી તેથી પરદ્રવ્યના નિમિત્તે થયેલા ઉત્પાદાદિ સ્વનિમિત્તક પણ અવશ્ય જાણવા. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનયનો જે મર્મ છે, જે ભેદ છે. તે ભેદને જાણીને આ ત્રણ દ્રવ્યોના ઉત્પાદાદિ નિશ્ચય નયને આશ્રયી જાણવા. સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે "आगासाईआणं तिण्हं परपच्चओऽणियमा" ३-३३ ए सम्मतिगाथामध्ये अकार प्रश्रेषइ बीजो अर्थ वृत्तिकारइ कहिओ छइ. ते અનુસરીનડું નિરક્યો છ. I -૨૩ | સમ્મતિતર્કના ત્રીજા કાંડની ૩૩મી ગાથાની અંદર પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે “આકાશ આદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ નિયમા પરપ્રત્યયિક હોય છે. અથવા “મણિમા' પાઠ લઈએ ત્યારે પરપ્રત્યયિક જ હોય એવો અનિયમ છે. = અર્થાત્ નિયમ નથી. ઉભયજન્ય હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ રીતે રિપત્ર ક્રમાં લઈએ ત્યારે વ્યવહારનયની પ્રધાનતા અને “મમમ'' લઈએ ત્યારે નિશ્ચયનયની પ્રધાનતા કરવી. આ પ્રમાણે મવાર ના પ્રશ્લેષવાલો બીજો અર્થ પૂજ્ય અભય દેવસૂરિજીકૃત સમ્મતિપ્રકરણની વૃત્તિમાં છે. આ ગાથામાં છેલ્લો શબ્દ નિયમ છે. તેનો અર્થ નિયમ અર્થાત્ નક્કી, “આમ જ છે” આવો થાય છે. તેથી આકાશાદિ ત્રણ દ્રવ્યોના ઉત્પાદ નક્કી પરપ્રત્યયિક જ છે. પોતે અપરિણામી હોવાથી સ્વપ્રત્યયિક નથી જ, આમ વ્યવહારનયને અનુસરીને અર્થ થાય છે. પરંતુ આ ગાથા ઉપરની ટીકા લખનારા પૂજ્ય અભયદેવસૂરિજી ટીકાકારશ્રીએ પોતાની ટીકામાં નિયમો શબ્દની આગળ ૩૪ હતો અને લોપ થયેલો છે. આમ કહીને મારો પ્રશ્લેષ જણાવ્યો છે મારે છે પણ ડુબેલો છે આમ કહીને મળિયનો અર્થ કરેલો છે. તેથી એવો અર્થ નીકળે છે કે ધર્માદિ ત્રણ દ્રવ્યોનો ઉત્પાદ પરપ્રત્યયિક જ હોય એવો નિયમ ન જાણવો. અર્થાત્ ઉભયજનિત હોવાથી સ્વપ્રત્યયિક પણ છે. આ અર્થ નિશ્ચયનયને અનુસરીને કરેલ છે. નવાંગ વૃત્તિકાર પૂજ્યપાદ શ્રીઅભયદેવસૂરિજીએ કરેલી સમ્મતિપ્રકરણની વૃત્તિમાં આ અર્થ છે. અમે પણ તેને અનુસારે અર્થ લખ્યો છે. સમ્મતિપ્રકરણની આ ૩-૩૩મી ગાથા છે. તેનો ઉત્તરાર્ધ અહીં છે. અને પૂર્વાર્ધ આ જ નવમી ઢાળની ૨૦મી ગાથાના અર્થમાં છે. ત્યાંથી પૂર્વાર્ધ જાણી લેવો.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy