SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૪-૬ ઈમ વસૂલાદેશઈ ક્ષણપરિણત જે અત્યંતર પર્યાય, તે શુદ્ધ અર્થપર્યાય, અનાઈ જે જેહથી અત્યકાલવર્તી પર્યાય, તે તેહથી અભ્યત્વ વિવક્ષાઈ અશુદ્ધ અર્થપર્યાય કહવા. I ૧૪-૫ III ઈમાં વૃદ્ધવચન સમ્મતિ દેખાડઈ જઈ, જિમ પુરુષશદવાચ્ય જે જન્માદિ મરણકાલપર્યન્ત એક અનુગત પર્યાય તે પુરુષનો વ્યંજન પર્યાય, સમ્મતિગ્રંથઈ કહિઓ છઈ. તથા બાલ તરૂણાદિ પર્યાય તે અર્થ પર્યાય કહિયા. તિમ સર્વત્ર ફુલાવી લેવું. अत्र गाथा पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जतो । तस्स उ बालाईआ, पजवभेआ बहु विगप्पा ॥ १-३२ ॥ ॥ १४-६ ॥ વિવેચન- શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયનું ઉદાહરણ પહેલાંની ગાથામાં આપ્યું છે. હવે બાકીના ૭ પર્યાયોનાં ઉદાહરણો આ ૭ ગાથામાં કહે છે. अशुद्धद्रव्यव्यंजनपर्याय-मनुष्य-देव-नारक-तिर्यगादि बहु भेद जाणवा. जे माटिंते द्रव्यभेद पुद्गलसंयोगजनित छइ. इम शुद्धगुणव्यंजनपर्याय केवलज्ञानादि रूप, अशुद्ध गुण व्यंजन पर्याय मतिज्ञानादिरूप जाणवा. ॥ १४-४ ॥ ચેતનદ્રવ્યની જે મનુષ્યાવસ્થા, દેવાવસ્થા, નારકાવસ્થા, અને તિર્યમ્ અવસ્થા આદિ જે જે પર્યાયો છે. તે અશુદ્ધદ્રવ્યવ્યંજન પર્યાયો જાણવા. આ જ પ્રમાણે એકેન્દ્રિયવિકલેન્દ્રિય-પંચેન્દ્રિય આદિ પર્યાયો, પૃથ્વીકાય-અખાયાદિ પર્યાયો, સુખી-દુઃખી, રાજારંકાદિ પર્યાયો, આ સઘળા અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાયો છે. અને તે બહુપ્રકારે = ઘણા ભેદે છે. આ સઘળા પર્યાયો ચેતનદ્રવ્યના છે. દીર્ઘકાળવર્તી છે તે માટે વ્યંજન પર્યાય છે. અને કર્મ-શરીર આદિ અન્ય એવા પુદ્ગલદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારા છે. તે માટે અશુદ્ધ કહેવાય છે. આ જ પ્રમાણે ચેતનદ્રવ્યમાં કેવલજ્ઞાન-કેવલદર્શન-ક્ષાયિકસમ્યકત્વ-ક્ષાયિકચારિત્ર આદિ જે જે ક્ષાયિક ભાવજન્ય ગુણાત્મક પર્યાયો છે તે શુદ્ધગુણવ્યંજન પર્યાય છે. દીર્ઘકાળવર્તી છે માટે વ્યંજનપર્યાય છે. ગુણાત્મક છે માટે ગુણના વ્યંજનપર્યાય છે. અને કર્માદિ અન્યદ્રવ્યના સંયોગજન્ય નથી, કેવલ એકલા જીવદ્રવ્ય સંબંધી છે માટે શુદ્ધ. આ રીતે કેવલજ્ઞાનાદિ જે પર્યાયો છે તે શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય જાણવા. તથા મતિજ્ઞાનાદિ રૂપ ક્ષયોપશમભાવના જે ભેદો છે. તથા સમ્યકત્વ અને ચારિત્રરૂપ ઉપશમભાવના જે ભેદો છે. તે પર્યાયો આત્માના ગુણરૂપ પણ છે. દીર્ધકાળવર્તી પણ
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy