________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૨ : ગાથા-૩-૪
૫૯૫ જાય તો પણ આત્માને શું ઉપકાર થાય? કંઈ જ ઉપકાર ન થાય. અને આત્માને વળગેલી રહે તો પણ શું? કારણકે પોતે તો પહેલેથી શુદ્ધ જ છે. કેવળ ચેતનામય જ છે. તો પછી પ્રકૃતિ કે અવિદ્યા રહે કે જાય તેમાં આત્માનો શો ઉપકાર થાય ? પરંતુ આમ થતું નથી, પ્રકૃતિ અને અવિદ્યાની નિવૃત્તિ કરવા માટે શાસ્ત્રશ્રવણ તત્ત્વચિંતન આદિ ધર્મકાર્યો કરાય છે. તેઓ પણ ધર્મકાર્ય કરે જ છે. તથા તે અવિદ્યાદિની નિવૃત્તિ માટે પ્રયત્નવિશેષ પણ કરાય જ છે. તેથી તેના સંયોગે કથંચિત્ અચેતનસ્વભાવ પણ જીવમાં છે એમ માનવું જોઈએ. જેમ બનાવેલી યવાગૂ (રાબડી) માં જોઈએ તેટલું લવણ (મીઠું) ન હોય અને અલ્પ લવણ અંદર હોય તો અલ્પ લવણ હોવા છતાં પણ માત્રા અલ્પ હોવાથી “નવUT થવાનુઃ” ચવાણુમાં (રાબડીમાં) લવણ છે જ નહીં. આમ બોલાય છે. તેમ આ આત્મામાં જ્યારે ચેતના કર્મોથી અવરાયેલી હોય, ત્યારે તેટલા પ્રમાણમાં અનાવૃત ચેતના ઈષ (અલ્પ) હોવાથી આ “આત્મા અચેતન” છે આમ પણ કહેવાય છે. તેથી આત્મામાં કથંચિત્ અચેતન સ્વભાવ પણ છે. આમ માનવું જોઈએ. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યમાં પ્રધાનતાએ અચેતનસ્વભાવ છે. પરંતુ જીવના સંયોગે ચેતનસ્વભાવ પણ તેમાં છે. એટલે જ વિજાતીય વ્યક્તિના શરીરનો સ્પર્શ કરાતો નથી. || ૧૯૫-૧૯૬ // જી હો મૂર્તભાવ મૂરતિ ધરો, લાલા ઉલટ અમૂર્તસ્વભાવ જી હો મૂર્તતા ન જીવનઈ, લાલા તો સંસાર અભાવ. I
ચતુરનર, ધારો અર્થ વિચાર / ૧૨-૩ || જી હો અમૂર્તતા વિણ સર્વથા, લાલા મોક્ષ ઘઈ નહીં તાસી જી હો એક પ્રદેશ સ્વભાવતા, લાલા અખંડ બંધ નિવાસ |
ચતુરનર, ધારો અર્થ વિચાર || ૧૨-૪ || ગાથાર્થ– રૂપ રસાદિક ગુણાત્મક મૂર્તિને જે ધારણ કરે તે મૂર્તસ્વભાવ. તેનાથી ઉલટો તે અમૂર્ત સ્વભાવ. જો જીવને મૂર્તિતા ન માનીએ તો સંસારનો જ અભાવ થાય. અને જો અમૂર્તતા સર્વથા ન લહીએ, તો તે જીવને મોક્ષ ઘટે જ નહીં. તથા વળી દ્રવ્યોમાં જે અખંડિત બંધપણું (અખંડિત પિંડપણું) રહેલું છે. તે એકપ્રદેશસ્વભાવતા છે.
૧૨-૩,૪ ||