________________
૩૬૬ ઢાળ-૯ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જિનેશ્વરભગવંતોને ઘનઘાતી કર્મોનો જ્યારે ક્ષય થાય છે. ત્યારે કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓશ્રી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. તેથી આ જગતના સર્વે પદાર્થોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી સંપૂર્ણપણે દેખે છે. જાણે છે. ત્યારબાદ ધર્મદેશના આપતાં તેમના પ્રથમ પંક્તિના શિષ્યોને (ગણધરોને) તેઓશ્રી આ જ તત્ત્વ સમજાવે છે અને આ જ તત્ત્વ સમજાવવા દ્વારા એકાન્તક્ષણિકપણાની અને એકાન્ત નિત્યપણાની તેઓની બુદ્ધિને દૂર કરીને “નિત્યાનિત્ય” ઈત્યાદિ અનેકાન્તમય પદાર્થોનું
સ્વરૂપ તેઓની બુદ્ધિમાં સ્થિર કરે છે. અને તેનાથી ગણધર થનારા જીવો સમ્યકત્વ સહિત વિશાળ શ્રુતજ્ઞાન પરમાત્મા પાસેથી પામે છે. અને દ્વાદશાંગીની રચના કરે છે.
જિનેશ્વરભગવંતો કહે છે કે ૩પુને ફુવા = જગતના પદાર્થો પ્રતિસમયે નવા નવા પર્યાયો સ્વરૂપે ઉત્પન પણ થાય છે. વિશે ? વા = પ્રતિ સમયે જુના જુના પર્યાયસ્વરૂપે વ્યય પણ પામે છે. અને યુવે રૂ વ = દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ રહે છે. આ ત્રણ પદને ત્રિપદી કહેવાય છે.
આ ત્રિપદીનો જેમ જેમ અભ્યાસ કરવામાં આવે, તેનું ચિંતન-મનન અને વારંવાર ગુરુગમથી શ્રવણ કરવામાં આવે, તેમ તેમ “સ”નું સ્વરૂપ વધારે સમજાતુ જાય છે. તેનો પ્રકાશ સ્થિર અને તેજસ્વી બને છે. આ ત્રિપદીની ઉપર સાચા હૃદયથી જો પ્રેમ માત્ર કરવામાં આવે, એટલે કે “આ જ સાચું તત્ત્વ છે” એવો દઢ વિશ્વાસ માત્ર જો સંપાદન કરવામાં આવે તો પણ અમાપ કર્મો (મિથ્યાત્વાદિ) તુટી જવાથી સમ્યકત્વાદિ સાચો માર્ગ પ્રાપ્ત થવા દ્વારા આ જીવનાં સઘળાં મનવાંછિતો સિદ્ધ થાય છે. ત્રિપદીનો આવા પ્રકારનો અનુપમ પ્રભાવ છે.
ए त्रिपदीनइं सर्व अर्थ व्यापकपणुं धारवं. ते जिनशासनार्थ. पणि केटलाइक नित्य, केटलाइक अनित्य. इम नैयायिकादिक कहइ छइ. ते रीति नहीं. नित्यैकान्त अनित्यैकान्त पक्षमा लोकयुक्तिं पणि विरुद्ध छइ. ते माटिं दीपथी मांडी आकाशताइ उत्पाद-व्यय-धौव्य लक्षण मानवं. तेहज प्रमाण. उक्तं च
- આ ત્રિપદીનું સર્વ પદાર્થોમાં વ્યાપકપણે સમજવું. એટલે કે ત્રણે કાળના સર્વે ક્ષેત્રોના સર્વે પણ પદાર્થો પ્રતિસમયે ઉપરોક્ત ત્રણપદવાળા જ છે. ત્રિપદીમય જ છે. પ્રતિસમયે પર્યાયરૂપે પલટાતા અને દ્રવ્યરૂપે તેના તેજ રૂપે રહેતા એવા આ સઘળા પદાર્થો છે. માટે ત્રિપદી સર્વ પદાર્થોમાં વ્યાપક રીતે વર્તે છે. આ જ જૈનશાસનનો સાર છે. પરંતુ કેટલાક પદાર્થો નિત્ય જ છે. અને કેટલાક પદાર્થો અનિત્ય જ છે આવા