________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૪
૩૭૭ વ્યવહાર તો સર્વત્ર સ્યાદર્યાનુપ્રવેશઈ જ હોઈ. વિશેષપરતા પણિ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઈ. ગત - “ફિત્યારે, યાનતિ, ૬ યુવમ્'' ઈમ જ વાક્યપ્રયોગ કીજઈ. “૩પ્પને ૩ વા” ત્યાતિૌ વા શબ્દો વ્યવસ્થાયામ, ર ચાચ્છષ્ટ્ર સમાનાર્થ, મત પર્વ : : એ લૌકિકવાક્યઇ પણિ સ્વાચ્છદ લેઈઈ છઈ. જે માર્ટિ-સર્પનઈ પૃષ્ઠાવચ્છેદકઈં શ્યામતા છઈ, ઉદરવચ્છેદઈ નથી. તથા સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઈ છઈ. તે માર્ટિ-વિશેષણ-વિશેષ્ય નિયમાર્થ જો સ્વાચ્છદ પ્રયોગ છઈ, તો ત્રિપદી મહાવાક્ય પણિ સ્વાત્કારગર્ભ જ સંભવાઈ. | ૯-૪ I
વિવેચન- સર્વે પદાર્થ માત્ર ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિલક્ષણયુક્ત છે. પદાર્થનું આ સ્વરૂપ જ છે. સ્વરૂપ વિનાનો પદાર્થ ક્યારેય પણ હોય નહીં. જ્યાં જ્યાં પદાર્થપણું હોય ત્યાં ત્યાં આ ત્રિલક્ષણાત્મક સ્વરૂપ છે જ. આ સ્વરૂપને સમજ્યા વિના કરવામાં આવતી વિચારણા ઉપકારક થતી નથી. બલ્ક એકાત્ત આગ્રહ પકડાતાં મિથ્યાત્વ રૂપ બને છે. વિશ્વમાં વર્તતા વિવાદોનું મૂળભૂત કારણ જો કોઈ હોય તો આ મિથ્થાબુદ્ધિ જ છે. તેથી વસ્તુના યથાર્થ સ્વરૂપને અવશ્ય સમજવું જોઈએ. અને તેને સમજવા માટે પોતાની દૃષ્ટિને અતિશય સૂક્ષ્મ, વ્યાપક, ઉદાર, વિશાળ પક્ષપાતવિનાની, તટસ્થ, સુંદર તથા નિર્મળ બનાવવી જોઈએ. દૃષ્ટિનો વિપર્યાસ જ સંસારવર્ધક છે.
પદાર્થના યથાર્થ ત્રિલક્ષણવાળા સ્વરૂપને નહી સમજીને એકલું ધ્રૌવ્ય સ્વરૂપ પકડી લેનારા દર્શનકારો જગતના પદાર્થોમાં થતા અને પ્રત્યક્ષ નજરોનજર દેખાતા પરિવર્તનોનો મેળ કરી શકતા નથી અને ખોટી દલીલોથી ગુંચવણ ઉભી કરે છે. એવી જ રીતે કેવળ એકલું ઉત્પાદ વિનાશવાળું વિનશ્વર સ્વરૂપ માત્ર માની લઈને સ્થાયિતત્ત્વ નહી માનનારા દર્શનકારો દોરા વિના મણકા જેમ ટકે નહી તેમ સ્થાયિતત્ત્વ વિના પરિવર્તનો ઘટે નહીં છતાં આવી ખોટી માન્યતાથી અનેક વિડંબનાઓ ઉભી કરે છે. તેથી બુદ્ધિને આવા એકાન્તવાદના આગ્રહમાં કુંઠિત ન કરી દેતાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ત્રણે ધર્મો સાથે રહે છે અને છતાં ત્રણે પોતપોતાના કાર્યથી જુદા પણ છે. આમ માનવું તે જ હિતકારી સાચું તત્ત્વ છે. આવા પ્રકારની સબુદ્ધિ પ્રાપ્ત થવી, એ જ સાચો પુણ્યોદય છે. આ વાત ઉપર, ગ્રંથકારશ્રી પ્રકાશ પાડે છે.
उत्पाद-व्यय-ध्रौव्यनो अभेदसंबद्ध भेद देखाडइ छइ
ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણે લક્ષણોનો એક જ કાળે એક જ દ્રવ્યમાં એકી સાથે અભેદ સંબધ પણ છે. અને છતાં પોતપોતાનું જુદુ જુદુ કાર્ય કરતા હોવાથી ભેદસંબંધ પણ છે. આમ સમજાવવા અભેદથી સંબદ્ધ (યુક્ત) એવો ભેદ દેખાડે છે