SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૯ : ગાથા-૨૪ દ્રવ્યો હોવાથી “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. આમ જાણવું મગજમાંથી લોક-અલોક તરીકેના બે ભેદ કાઢી નાખવા જોઈએ. અને સળંગ અખંડ એક. આકાશ દ્રવ્ય છે. આમ માનવું જોઈએ, કલ્પિતભેદને પારમાર્થિક સ્વરૂપ ન આપવું જોઈએ. હવે કોઈપણ દ્રવ્યના એકભાગમાં થયેલો વિકાર એકભાગનો વિકાર ગણતો નથી. પણ આખા દ્રવ્યનો જ વિકાર ગણાય છે. જેમ પાંચ મીટરની એક સાડી અખંડ, કિંમતી, ધારો કે ૨૦૦૦ રૂપીયાની છે. અને તેના કોઈ પણ ૧ ભાગમાં ૧ ઈંચ જેટલું કાણુ પડે, બળી જાય, અથવા ફાટી જાય તો તેટલા ભાગની જ કિંમત ઘટે એમ નહીં. પરંતુ આખી સાડીની જ કિંમત ઘટે છે. આખી સાડી જે પહેલાં અખંડ પણે હતી ત્યારે અને તેમાં ૧ઇંચ જેટલું કાણું પડવાથી તેનો નાશ થયો ત્યારે એટલે ખંડપટપણે ઉત્પન્ન થઈ ત્યારે તેના રૂપીયા એક ઈંચની કિંમત જેટલા જ ઓછા આવે એમ નહીં પરંતુ આખી સાડીના ઓછા- (ઘણા ઓછા) આવે. નિરોગી માણસના કપાલાદિ કોઈ એક ભાગમાં કોઢનો રોગ થાય અથવા કોઈ એક ભાગમાં લકવા થાય તો તેટલા જ ભાગની કિંમત ઘટે એમ નહીં પરંતુ આખા માણસની કિંમત ઘટે. કારણ કે આ એક અખંડ દ્રવ્ય છે. તેવી જ રીતે લોકાકાશવાળા ભાગમાં જીવ-પુદ્ગલોને અવકાશ આપવા રૂપે પ્રતિસમયે થતા ઉત્પાદ અને વ્યય, લોકાકાશવાળા જ આકાશના છે એમ નહીં. પરંતુ આકાશ એક અખંડદ્રવ્ય હોવાથી સમસ્ત આકાશ દ્રવ્યના તે ઉત્પાદ વ્યય છે. આમ સમજવું જોઈએ. જેમ કે કોઈ એક સાધુને અથવા સાધ્વીજી મ. શ્રીને વિજાતીય વ્યક્તિના હાથના-પગના કોઈ એક ભાગનો હાલતાં-ચાલતાં સ્પર્શ થઈ જાય (એક આંગળીનો પણ સ્પર્શ થઈ જાય) તો એક અવયવ માત્રનો જ સંયોગ થવા છતાં પણ આખા પરદ્રવ્યનો સંઘટ્ટો” થયો આમ જેમ કહેવાય છે. તેમ અહીં એકભાગમાં થયેલા ઉત્પાદ અને વ્યય સમસ્ત દ્રવ્યના છે. પણ દ્રવ્યના એકદેશમાત્રના નથી. આમ જાણવું જોઈએ. નયવાદના ભાવોને જાણીને આવા અર્થો સંગત કરવા. અખંડ વસ્તુના કોઈ પણ એકભાગમાં થતો ફેરફાર તે અખંડવસ્તુનો સમસ્તનો જ કહેવાય છે. તેમ “આકાશ દ્રવ્યના એક ભાગરૂપ લોકાકાશમાં” થયેલા જે ઉત્પાદ-વ્યય છે. તે લોકાલોક એવા સમસ્ત આકાશ દ્રવ્યના જ કહેવાય છે. પણ એકલા લોકાકાશના કે તેના ભાગના ન કહેવાય. ॥ ૧૫૬ ॥ દ્વિવિધ નાશ પણિ જાણિઇ, એક રૂપાંતર પરિણામ રે । અર્થાન્તરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે ।। જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૪ ॥
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy