SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૪ : ગાથા-૧-૩ ૬૬૧ ૪×૨=૮ આમ કુલ ૮ પ્રકારના પર્યાયો થાય છે. ચાર પ્રકારના વ્યંજનપર્યાય અને ચાર પ્રકારના અર્થપર્યાય. એટલે પર્યાયના ૮ ભેદ આ પ્રમાણે થાય છે. પર્યાય શુદ્ધ દ્રવ્ય વ્યંજન ગુણ અશુદ્ધ શુદ્ધ અશુદ્ધ ૨ ૩ ૪ (૧) શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૩) શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૫) શુદ્ઘ દ્રવ્ય અર્થ પર્યાય (૭) શુદ્ધ ગુણ અર્થ પર્યાય દ્રવ્ય અર્થ શુદ્ધ અશુદ્ધ શુદ્ધ ૫ . ગુણ (૨) અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય (૪) અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય (૬) અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય (૮) અશુદ્ધ ગુણ અર્થ પર્યાય. અશુદ્ધ ८ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીકૃત સમ્મતિતર્કમાં જે પ્રમાણે પર્યાયના ભેદો જણાવ્યા છે. તેને અનુસારે ગ્રંથકારશ્રી અહીં જણાવે છે. તે સમ્મતિતર્કની ગાથા આ પ્રમાણે છે जो उण समासओच्चिय, वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो, भइयव्वो वंजणवियप्पो ॥ १३० ॥ સમ્મતિપ્રકરણમાં પ્રથમકાંડમાં ગાથા ૩૦ થી ૩૬માં પર્યાયનો વિષય જાણવો. ત્યાં ૧ શુદ્ઘ દ્રવ્યયંજનપર્યાય નામના પ્રથમભેદનું ઉદાહરણ જણાવે છે. ચેતનદ્રવ્યમાં જે “સિદ્ધત્વ” પર્યાય પ્રગટ થાય છે. તે શુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય કહેવાય છે. કારણકે ચેતન” એ દ્રવ્ય છે. તેનો આ પર્યાય છે. માટે દ્રવ્યપર્યાય' થયો. દીર્ઘકાળવર્તી છે, માટે વ્યંજન પર્યાય કહેવાય છે. તથા આ સિદ્ધત્વપર્યાય કેવળ એકલા જીવદ્રવ્યનો પોતાનો સ્વાભાવિક છે. કર્મ કે શરીરાદિ અન્ય પુદ્ગલદ્રવ્યના સંબંધથી બનેલ નથી. સર્વકર્મના ક્ષયજન્ય એટલે કે ક્ષાયિકભાવથી બનેલ આ પર્યાય છે. વનમાવથી આ શબ્દમાંથી આ અર્થ કાઢવાનો છે કે આ સિદ્ધત્વપર્યાય કેવલ
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy