SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૧ : ગાથા-૩ અચેતનત્વ હોય ત્યાં ચેતનત્વ ન હોય તેથી એક એક દ્રવ્યની અંદર કુલ આઠ-આઠ ગુણો પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આ ગુણો (ગુણાત્મક ભાવો) વિચારી લેજો. મનમાં બરાબર ઠસાવી લેજો. આમ ઉપાધ્યાજી મહારાજશ્રીનો ઉપદેશ છે. ॥ ૧૮૪ ॥ ૫૪૯ જ્ઞાન દૃષ્ટિ સુખ વીર્ય ફરસ, ૨સ ગંધ વર્ણ એ જાણો જી । ગતિ સ્થિતિ અવગાહન વર્તના, હેતુભાવ મનિ આણો જી । ચેતનતાદિક ચ્યારઈ ભેલાવિ, વિશેષગુણ એ સોલઇ જી । ષટ્ પુદ્ગલ આતમનઇ, તીનહ અન્યદ્રવ્યનઇ ટોલઇ જી || ૧૧-૩ || ગાથાર્થ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ગતિહેતુતા, સ્થિતિહેતુતા, અવગાહનહેતુતા અને વર્તનાહેતુતા તથા ચેતનતાદિક ચાર ભેલવીએ તો આ ૧૬ વિશેષગુણો કહેવાય છે. તેમાંથી પુદ્ગલદ્રવ્ય અને આત્મદ્રવ્યમાં છ છ ગુણો હોય છે. તથા અન્ય દ્રવ્યોના ટોળાને (અન્ય ૪ દ્રવ્યોને) ત્રણ ત્રણ ગુણો હોય છે. || ૧૧-૩ || ટબો– જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ૪ આત્માના, સ્પર્શ, રસ ગંધ વર્ણ એ ૪ પુદ્ગલના વિશેષગુણ, શુદ્ધદ્રવ્ય-અવિકૃત રૂપ અવશિષ્ટ રહÛ, તે માટિ એ ગુણ કહિયા, વિકૃત સ્વરૂપ તે પર્યાયમાં ભલઇં, એ વિશેષ જાણવો. ૮. ગતિહેતુતા ૧, સ્થિતિહેતુતા ૨, અવગાહનાહેતુતા ૩, વર્તનાહેતુતા ૪, એ ૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળદ્રવ્યના પ્રત્યેકિ વિશેષગુણ. ૧૨ ગુણમાં ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ એ ૪ ગુણ ભેલિÛ, તિવારû ૧૬ વિશેષગુણ થાઉં. તે મધ્યે પુદ્ગલદ્રવ્યન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તત્વ, અચેતનત્વ એ ૬ હોઈં. આત્મદ્રવ્યનÛ જ્ઞાન દર્શન સુખ વીર્ય અમૂર્તત્વ ચેતનત્વ એ ૬ હોઇં. બીજાં દ્રવ્યનઇં ટોલÛ-સમુદાય ૩ ગુણ હોઇ. એક નિગુણ, ૨ અચેતનત્વ, ૩ અમૂર્તત્વ ઈમ ફલાવીનû ધારવું. || ૧૧-૩ || વિવેચન– છ એ દ્રવ્યોમાં હોય તે સામાન્યગુણ, અથવા જીવ પુદ્ગલ દ્રવ્યમાં પોતાની જાતિમાં સર્વત્ર હોય તે (પણ) સામાન્યગુણ કહેવાય છે. તે કુલ ૧૦ છે. તે પૂર્વની ગાથામાં સમજાવ્યા. હવે આ ગાથામાં ૧૬ વિશેષગુણો સમજાવે છે. જો કે ગુણો તો જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોમાં અનંતા છે. તથાપિ લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે મુખ્ય ગુણો જણાવે છે. જે ગુણો અમુક પ્રતિનિયત દ્રવ્યોમાં જ હોય પરંતુ છએ દ્રવ્યોમાં ન હોય તેને વિશેષગુણ કહેવાય છે. તે કુલ ૧૬ છે.
SR No.001097
Book TitleDravya Gun Paryaya no Ras Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages475
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy