________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ ૨
ઢાળ – નવમી
એક અરથ તિહું લક્ષણ, જિમ સહિત કહઈ જિનરાજ રે । તિમ સદહણા મનિ ધારતાં, સીઝઈ સઘલાં શુભકાજ રે ।। જિનવાણી પ્રાણી સાંભલો || ૯-૧ ॥
ગાથાર્થ- ઘટ પટ આદિ પ્રત્યેક પદાર્થો (ઉત્પાદાદિ) ત્રણે લક્ષણોથી સહિત છે. આવા પ્રકારનું જિનેશ્વર પરમાત્મા જેમ કહે છે. તેમ મનમાં શ્રદ્ધા કરતાં સઘળાં શુભ કાર્યો સિદ્ધ થાય છે. હે પ્રાણી ! જિનેશ્વર પરમાત્માની વાણી તમે ભાવપૂર્વક ધ્યાનથી સાંભળો. ॥ ૯-૧ ॥
39
ટબો– એક જ અર્થ- જીવ પુદ્ગલાદિક-ઘટપટાદિક જિમ ૩ લક્ષણે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યÛ કરી સહિત શ્રી જિનરાજ કહઈ છઈ. કચ્છને રૂ વા, વિમે રૂ વા, વે ૐ વા, એ ત્રિપદીû કરીનÛ, તિમ સહણા મનમાંહિ ધરતાં, સર્વ કાર્ય સીઝેઈ. એ ત્રિપદીન, સર્વ અર્થ વ્યાપકપણું ધારવું. તે જિનશાસનાર્થ, પણિ કેટલાંઇક નિત્ય, કેટલાંઇક અનિત્ય ઈમ નૈયાયિકાદિક કહઈ છઈ, તે રીતિ નહીં.
નિત્યેકાન્ત, અનિત્યેકાન્ત, પક્ષમાં લોક્યુક્તિ પણિ વિરુદ્ધ છઈં, તે માર્ટિ દીપથી માંડી આકાશતાંઈ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણ માનવું. તેહજ પ્રમાણ. વતં ચ आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति, त्वदाज्ञाद्विषतां प्रलापाः || (અન્યયો વ્યવછેવદ્વાત્રિંશિા । શ્લોક-૫) || ૯-૧ ॥
વિવેચન– દ્રવ્યથી ગુણ-પર્યાયો પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અને કથંચિભિન્ન છે. એટલે કે ભિન્નાભિન્ન છે. તેથી સપ્તભંગી થાય છે. તથા એક એક પદાર્થો દ્રવ્યગુણ અને પર્યાયાત્મક પણ છે. એટલે કે ત્રિવિધ છે. આ વાતો ઢાળ ૨ થી ૫માં સમજાવી. તે પ્રસંગે નયોની વાત નીકળતાં દિગંબરાચાર્ય શ્રી દેવસેનાચાર્યે કરેલી નયોની કેટલીક સમીક્ષા કરી. હવે સર્વે પણ પદાર્થો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, આમ ત્રણ લક્ષણોવાળા છે. તે વાત ગ્રંથકારશ્રી સમજાવે છે.
(PI) ૧