________________
૩૬૪ ઢાળ-૯ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एक ज अर्थ-जीव पुद्गलादिक, घटपटादिक जिम ३ लक्षणे उत्पाद-व्ययधौव्यइं करी सहित श्रीजिनराज कहइ छइ, "उप्पन्ने इ वा, विगमे इ वा, धुवे इ वा" ए त्रिपदीइं करीनइं. तिम सद्दहणा मनमांहि धरतां, सर्व कार्य सीझेइ.
આ સંસારમાં જે કોઈ પદાર્થ દેખાય છે. અથવા સૂક્ષ્મ હોવાથી ન દેખાતા એવા પણ જે કોઈ પદાર્થો છે. તે અનંત પદાર્થો છે. અપાર છે. આખો આ લોક અનંતાનંત પદાર્થોથી ભરેલો છે. તે પદાર્થોને “દ્રવ્ય” કહેવાય છે. અનુભવમાં આવતાં આ સર્વે દ્રવ્યો મુખ્યપણે બે પ્રકારે છે. જીવ અને અજીવ. પરંતુ તેના પેટાભેદ રૂપે આ સંસાર કુલ ૬ દ્રવ્યોથી ભરેલો છે. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય અને કાળ, જે દશમી ઢાળમાં સમજાવાશે.
સ્વયં પોતાના ભાવે ગતિ પરિણામને પામેલાં જીવ પુદગલને ગતિમાં અપેક્ષા કારણ એવું જે દ્રવ્ય તે ધર્માસ્તિકાય, સ્વયં પોતાના ભાવે સ્થિતિ પરિણામને પામેલાં જીવપુગલને સ્થિતિમાં અપેક્ષા કારણભૂત જે દ્રવ્ય તે અધમસ્તિકાય, સ્વયં અવગાહના ભાવને પામેલાં જીવપુગલને અવગાહનામાં જે અપેક્ષાકારણ તે આકાશાસ્તિકાય, ચૈતન્યગુણવાળા જે પદાર્થો તે જીવ, અને ચૈતન્યગુણ રહિત જે વર્ણાદિવાળા પદાર્થ તે પુગલ. જીવ અને પુગલના નવા-જુનાપણામાં અપેક્ષાકારણ જે દ્રવ્ય તે કાળ. આમ કુલ ૬ દ્રવ્યો છે. તેને પદ્રવ્ય કહેવાય છે. અથવા ૬ પદાર્થ પણ કહેવાય છે.
આ છ દ્રવ્યોમાં પ્રથમનાં ૩ દ્રવ્યો સંખ્યામાં એક એક છે. બાકીનાં ૩ દ્રવ્યો અનંત અનંત છે. પ્રથમનાં ૨ લોકાકાશવ્યાપી છે. આકાશ લોકાલોકવ્યાપી છે. જીવ અને પુદ્ગલ સમૂહાત્મકભાવે લોકાકાશવ્યાપી છે. વ્યક્તિરૂપે લોકના અમુક અમુક ભાગમાં હોય છે. પ્રથમનાં પાંચ દ્રવ્યો પરમાર્થથી પદાર્થ છે. છઠ્ઠ દ્રવ્ય જે કાળ છે. તે ઔપચારિકદ્રવ્ય છે. પરમાર્થથી જીવ અને પુદ્ગલના પર્યાયાત્મક છે. દ્રવ્યોની સંખ્યા બાબતમાં સર્વે દર્શનકારો જુદી જુદી માન્યતાઓ ધરાવે છે. પરંતુ પરમાર્થથી આ ૬ જ દ્રવ્યો છે. આ ૬ દ્રવ્યો પરમાર્થપણે વિદ્યમાન હોવાથી તેને “સ” કહેવાય છે. “જે છે તે સ” અને જે સંત છે. તે છે
સહુ કોને કહેવાય ? સર નું સ્વરૂપ શું ? આ બાબતમાં પણ દરેક દર્શનકારો જુદી જુદી વિચારધારા ધરાવે છે. બૌદ્ધદર્શન એમ માને છે કે “યત્ ક્ષ મ, તત્ સ” જે જે ક્ષણિક છે. તે તે સત્ છે. અર્થાત્ ક્ષણમાત્ર વર્તી પદાર્થ તે જ સત્ છે. વેદાન્ત દર્શન “ઘા સત્ય ના”િ એકાન્ત નિત્ય જે બ્રહ્મ છે તે જ સત્ છે. આમ